________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નૈગમનયના ત્રણ પ્રકાર છે : (૧) આરોપ, (૨) અંશ અને (૩) સંકલ્પ (અન્યત્ર પ્રસિદ્ધ ધર્મનું અન્ય સ્થાને આરોપણ કરવું તેને આરોપ કહેવામાં આવે છે.)
(૧) આરોપ :
આરોપના ચાર પ્રકાર છે : (૧) દ્રવ્યારોપ, (૨) ગુણારોપ, (૩) કાલારોપ અને (૪) કારણાદિ આરોપ.
૧૩૪
જ્યાં ગુણમાં દ્રવ્યનો આરોપ કરવામાં આવે તેને દ્રવ્યારોપ કહેવાય છે. જેમ કે, ધર્માસ્તિકાય આદિ પંચાસ્તિકાયના ‘‘વર્તના’' ગુણને કાલદ્રવ્ય કહેવું, તે ગુણમાં દ્રવ્યનો આરોપ કરીને કરવામાં આવેલું કથન છે...(૧)
દ્રવ્યમાં ગુણનો આરોપ કરવામાં આવે તેને ગુણારોપ કહેવાય છે. જેમ કે, ‘“જ્ઞાનમય આત્મા'' અહીં આત્મદ્રવ્યમાં જ્ઞાનગુણનો આરોપ કરીને ક૨વામાં આવેલું આ કથન છે... (૨)
વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ કરવો કે વર્તમાનકાળમાં અનાગતકાળનો આરોપ કરવો તેને કાલારોપ કહે છે. અઘ દ્વીપોત્સવે વીનિર્વાળું આજે દીપોત્સવના દિવસે વીર પરમાત્માનું નિર્વાણ છે. અહીંયાં વર્તમાનકાલમાં અતીતકાલનો આરોપ કરવામાં આવ્યો છે. વીરનિર્વાણ અતીતકાલમાં થયું છે, તેનો આરોપ વર્તમાનકાલીન દીપોત્સવમાં કરવામાં આવ્યો છે. સૌવ પદ્મનામનિર્વાળમ્ આજે દિપોત્સવના દિવસે જ પદ્મનાભ જિનનો નિર્વાણ છે. અહીં વર્તમાનકાળમાં અનાગતકાળનો આરોપ કરવામાં આવ્યો છે. પદ્મનાભ પ્રભુનું નિર્વાણ ભવિષ્યમાં (અનાગતકાળમાં) થવાનું છે. તેનો આરોપ વર્તમાનકાળમાં કરવામાં આવ્યો છે...(૩)
કારણમાં કાર્યનો આરોપ કરવામાં આવે તે કાર્યારોપ કહેવાય છે અને કાર્યમાં કારણનો આરોપ કરવામાં આવે તે કારણારોપ છે. આ