________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નૈગમનય સામાન્ય અને વિશેષનું અવલંબન કરીને પ્રવર્તિત થાય છે. તેથી એક સામાન્યગ્રાહી નૈગમનય છે અને બીજો વિશેષગ્રાહી નૈગમનય છે. ઘટમાં રહેલી ઘટત્વ જાતિને વસ્તુરુપે સ્વીકાર કરે તે સામાન્યગ્રાહી નૈગમનય છે. ‘‘ઘટ’’ શબ્દથી વાચ્ય એક ઘટત્વ જાતિ છે, પરંતુ, કોઈ વસ્તુ (વ્યક્તિ-જાતિમાન) નથી, આ રીતે એક સામાન્ય ધર્મનો જે સ્વીકાર કરે છે, તે સામાન્યગ્રાહી નૈગમનયનું અનુસરણ કરવાવાળા છે. (જે પદની શક્તિને જાતિમાં માને છે, પરંતુ વ્યક્તિમાં નથી માનતા, તેના મત મુજબ આ અધ્યવસાય વિશેષ છે. આ વિષયમાં વિશેષ વિચારણા તત્ત્વાર્થભાષ્યની29) ટીકામાં જોઈ લેવી. સામાન્ય બોધવાળાને આ પદાર્થો સમજવામાં કઠણ ન પડે, તેથી કેવળ તે ચર્ચાઓ નીચે ટિપ્પણી-૨૯ માં આપી છે. વ્યુત્પત્તિવાદ પર્યન્ત નવ્યન્યાયના અભ્યાસુને જ તે પંક્તિઓના ભાવ સ્પષ્ટ થશે અને તેનાથી વિષય વધારે સ્પષ્ટ બનશે.
૧૩૦
અહીં ઉલ્લેખનીય છે કે, અહીંયાં એક સામાન્ય ધર્મનો સ્વીકાર કરવાવાળા અધ્યવસાય વિશેષને સામાન્યગ્રાહી નૈગમનય કહ્યો છે. તે પ્રમાણે એક ધર્મથી જાતિ જ લેવી, એવો એકાંતિક નિયમ નથી. તે એક ધર્મ; જાતિ, અખંડોપાધિ, અન્યાપોહ કે બુદ્ધિવિશેષ એવો કોઈ એક સામાન્ય ધર્મ ગ્રહણ કરવાનો છે.(30)
29. एकं जातिनामार्थ:, लाघवेन तस्या एव वाच्यत्वौचित्यात्, अनेकव्यक्तीनां वाच्यत्वे गौरवात्। न च व्यक्तीनामपि प्रत्येकत्वाद्विनिगमनाविरहः, एवं ह्येकस्यामेव व्यक्तौ शक्त्यभ्युपगमे व्यक्त्यन्तरे लक्षणायां स्वसमेवताश्रयत्वं संसर्ग इति गौरवम्, जात्या तु सहाश्रयत्वमेव संसर्ग इति लाघवम्, किं च गोः स्वरूपेण न गौरित्यादिन्यायाद्विशिष्टस्य वाच्यत्वमाश्रयणीयं नागृहीतविशेषण - न्यायाज्जातिरेव वाच्येति युक्तम्, व्यक्तिबोधस्तु लक्षणया, एवं हि विभक्त्यर्थान्वयोऽप्युपपत्स्यत इति दिग् । 30. एकमित्यनिर्धारितनिर्देशेन तज्जातिर्वास्तु अखण्डोपाधिवाऽन्यापोहो वा बुद्धिविशेषो वेत्यत्र नाग्रह इति ध्वन्यते ।