________________
નયવાદ
૧૨૧
વ્યંજન પર્યાય છે. અલ્પ અને મહા પરિણામમાં અગ્નિના અર્થપર્યાય પ્રતિક્ષણ ભિન્ન થતાં રહે છે. પરંતુ ઉષ્ણ પર્યાય સ્થિર રહે છે. ઉષ્ણ પરિણામને કારણે અગ્નિ દાહરૂપ અર્થક્રિયાનો જનક છે. આ સ્વરૂપને જાણીને લોકોની અગ્નિના વિષયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. જીવનું ચૈતન્ય પણ વૃક્ષ આદિના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે. અર્થને પ્રકાશિત કરવો, જ્ઞાનની અર્થક્રિયા છે. સુખ-દુ:ખ આદિ પર્યાય ભિન્ન થતાં રહે છે. પરંતુ ચૈતન્ય બધા પર્યાયોમાં સ્થિર અનુગત રહે છે. જ્ઞાન દ્વારા વસ્તુનું પ્રકાશન થવાથી લોક પ્રવૃત્તિ કરે છે અથવા નિવૃત્ત થાય છે. જ્યારે સુખ થાય છે, ત્યારે દુ:ખ નથી રહેતુ. જ્યારે દુઃખ હોય છે ત્યારે સુખ નથી રહેતુ. પરંતુ, જ્ઞાન સુખ-દુ:ખ બંને કાળમાં રહે છે. આ અનુગામી સ્વરૂપના કારણે ચૈતન્ય વ્યંજન પર્યાય છે. અર્થ, અર્થક્રિયાને હંમેશા ઉત્પન્ન નથી કરતો. પરંતુ અર્થક્રિયાને ઉત્પન્ન કરવાવાળો પર્યાય સ્થિર રહે છે. બાળવાને માટે કોઈ વસ્તુનો સંબંધ ન હોય તો અગ્નિ દાહ ઉત્પન્ન નથી કરતો. પરંતુ, તે કાળમાં પણ દાહનો ઉત્પાદક ઉષ્ણ પર્યાય અગ્નિમાં રહે છે, તેથી આ પ્રકારનો સ્થિર પર્યાય અર્થક્રિયાકારિત્વથી ઉપલક્ષિત થાય છે, તે કાળમાં પણ દાહ ઉત્પન્ન કરવાની યોગ્યતા અગ્નિમાં રહે છે. વૃક્ષ આદિ અર્થની સાથે સંબંધ ન થવાથી જ્ઞાન પણ પ્રકાશન કરતું નથી, પરંતુ તે કાળમાં પણ સ્થિર જ્ઞાન અર્થના પ્રકાશનની યોગ્યતાથી યુક્ત રહે છે. અર્થ પ્રકાશનની યોગ્યતા અને અનેક સુખ આદિ અર્થ પર્યાયોમાં સ્થિરતાને કારણે ચૈતન્ય વ્યંજન પર્યાય છે. સત્વ પણ અન્ય પર્યાયોમાં સ્થિર રહે છે. તેથી અહીંયાં વ્યંજન પર્યાય કહેવામાં આવ્યો છે. તેમાં સત્ત્વ વિશેષણ છે અને ચૈતન્ય વિશેષ્ય છે, તેથી અહીંયાં નેગમનાય છે.