________________
૧૧૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અનુયોગ દ્વારના આ સૂત્રની સાથે આવવાવાળા વિરોધને ટાળી શકાય છે. પર્યાયાર્થિક નયના પ્રકાર :
पर्यायार्थिकस्य त्रयो भेदा: "शब्दः समभिरूढ एवम्भूतश्चेति" सम्प्रदायः। ऋजुसूत्राद्याश्चत्वार इति तु वादी सिद्धसेनः। तदेवं सप्तोत्तरभेदाः।
શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણ પર્યાયાર્થિક નયના ભેદ છે. એવો સંપ્રદાય છે. પરંતુ ઋજુસૂત્ર સહિત શબ્દાદિ ચાર પર્યાયાર્થિક નયના ભેદ છે, એટલે નયના કુલ મળીને સાત પેટાભેદો છે.
(ઉત્પાદ અને વિનાશને જે પ્રાપ્ત કરે છે, તેને પર્યાય કહેવાય છે. અનાદિ-અનંત દ્રવ્યમાં સ્વપર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. અગાઉ હાનિ-વૃદ્ધિરૂપ અને નર-નારકાદિ પર્યાય જણાવ્યાં હતા. પુનઃ પર્યાયના બે પ્રકાર છે : (૧) સહભાવી પર્યાય અને (૨) ક્રમભાવી પર્યાય. સહભાવી પર્યાયને ગુણ કહેવાય છે. જ્ઞાનાદિ ગુણ આત્માના સહભાવી પર્યાય છે. સુખ-દુઃખ, હર્ષ-શોક આદિ આત્માના ક્રમભાવી પર્યાય છે. પર્યાયને જે નય પ્રધાન બનાવે, તેને પર્યાયાર્થિક નય કહેવાય છે, તે પર્યાયાર્થિક નયના અપેક્ષા ભેદથી ત્રણ અને ચાર પ્રકાર અગાઉ જણાવ્યાં છે.) નયના સાત ભેદ :
આ રીતે નયન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, આ બે મુખ્ય ભેદ છે અને અગાઉ બતાવ્યા મુજબ) નયના પેટાભેદ સાત છેઃ (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. હવે અનુક્રમે સાતે નયોનું સ્વરૂપ વિચારીશું. (૧) નેગમનય :
નગમનનું સ્વરૂપ સમજાવતાં પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી