________________
નયવાદ
૧ ૧૭
(શ્રી સમ્મતિતર્ક આદિ ગ્રંથોના રચયિતા) શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીના મતાનુસાર ઋજુસૂત્ર સિવાયનાં નૈગમાદિ ત્રણ નય જ દ્રવ્યાર્થિક નય છે. તેમના મતાનુસાર ઋજુસૂત્ર નય પર્યાયાર્થિક નય છે. કારણ કે, ઋજુસૂત્ર નયનો વિષય વર્તમાન કાલીન અને સ્વકીય વસ્તુ છે, પરંતુ અનાગત, અતીત, પરકીય વસ્તુ નથી અર્થાત્ જુસૂત્ર નથી વર્તમાનકાલીન સ્વકીય વસ્તુનો બોધ થાય છે. પરંતુ તેનાથી તુલ્ય અંશ અને ધ્રુવં અંશ સ્વરૂપ દ્રવ્યનો બોધ થતો નથી. અર્થાત્ અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણે કાળમાં વિદ્યમાન એવા દ્રવ્યનો બોધ ઋજુસૂત્ર નયથી થતો નથી. પરંતુ વર્તમાનકાલીન વસ્તુનો (વર્તમાનકાલીન પર્યાયનો) બોધ થાય છે, એટલે તે “પર્યાય” ને વિષય બનાવતો હોવાથી પર્યાયાર્થિક નય છે.
અહીંયાં ઉલ્લેખનીય છે કે, માટી અવસ્થામાં, પૃથુબુદ્ધોદરાદિ આકારયુક્ત ઘટ અવસ્થામાં અને નષ્ટ થયેલા ઘટની અવસ્થા (ભગ્નાવસ્થાપન્ન કપાલ) માં “આ માટી છે” એ પ્રકારનાં તુલ્ય-ધ્રુવાંશ યુક્ત દ્રવ્યનો બોધ થાય છે. ત્રિકાલવિષયક દ્રવ્યનો બોધ તો નૈગમ નયથી થાય છે. પરંતુ ઋજુસૂત્ર નથી તો વર્તમાનકાલીન ઘટનો જ બોધ થાય છે. અર્થાત્ વર્તમાન પર્યાયને આશ્રયીને જ વસ્તુનો બોધ થાય છે, તેથી તે પર્યાયાર્થિક નય છે.
પહેલાં જુસૂત્ર નયને પર્યાયાર્થિક નય માનવામાં જે અનુયોગદ્વાર ગ્રંથના સૂત્રની સાથે જે વિરોધ બતાવ્યો હતો, તેનું સમાધાન આ રીતે કરી શકાય છે. “મનુયોગો દ્રવ્યમ્'' આ ઉક્તિ અનુસાર વર્તમાનકાલીન આવશ્યક ક્રિયા ઉપયોગરહિત હોય તો તેને દ્રવ્ય ક્રિયા કહેવાય છે. તેથી તે અનુપયોગ અંશને આશ્રયીને વર્તમાન આવશ્યક પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. આ રીતે