________________
૧૧૪
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
દ્રવ્યોમાં અગિયાર સામાન્ય સ્વભાવ છે.
વિશેષ સ્વભાવ : (૧) ચેતન સ્વભાવ, (૨) અચેતન સ્વભાવ, (૩) મૂર્ત સ્વભાવ, (૪) અમૂર્ત સ્વભાવ, (૫) એક પ્રદેશ સ્વભાવ, (૬) અનેક પ્રદેશ સ્વભાવ, (૭) વિભાવ સ્વભાવ, (૮) શુદ્ધ સ્વભાવ, (૯) અશુદ્ધ સ્વભાવ અને (૧૦) ઉપચરિત સ્વભાવ. આ પ્રકારે દ્રવ્યોમાં દસ વિશેષ સ્વભાવ છે.
વિશેષમાં દ્રવ્યની અંદર દસ સામાન્ય ગુણ અને સોળ વિશેષ ગુણ હોય છે, તે આ પ્રકારે છે :
દસ સામાન્ય ગુણ : (૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ, (૬) પ્રદેશત્વ, (૭) ચેતનત્વ, (૮) અચેતનત્વ, (૯) મૂર્તત્વ અને (૧૦) અમૂર્તત્વ.
આ પ્રકારે દ્રવ્યોના દસ સામાન્ય ગુણ છે. અગાઉ જણાવેલા પ્રત્યેક દ્રવ્યમાં આ દસમાંથી આઠ સામાન્ય ગુણ હોય છે. (કારણ કે, ચેતનત્વઅચેતનત્વ અને મૂર્તત્વ-અમૂર્તત્વ આ બેની જોડીમાંથી એક-એકની કમી હોવાથી પ્રત્યેક દ્રવ્યમાં આઠ ગુણ હોય છે. જેમ કે, જીવમાં ચેતનત્વ છે. અચેતનત્વ નથી અને બાકીના પાંચમાં અચેતનત્વ છે. ચેતનત્વ નથી. તેવી જ રીતે મૂર્તત્વ-અમૂર્તત્વના વિષયમાં જાણવું)
સોળ વિશેષ ગુણ : (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) સુખ, (૪) વીર્ય, (૫) સ્પર્શ, (૬) રસ, (૭) ગંધ, (૮) વર્ણ, (૯) ગતિહેતુત્વ, (૧૦) સ્થિતિહેતુત્વ, (૧૧) અવગાહનહેતુત્વ, (૧૨) વર્તનાહેતુત્વ, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ અને (૧૬) અમૂર્તત્વઃ આ પ્રકારે દ્રવ્યના ૧૬ વિશેષ ગુણ છે.
- જીવમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચેતનત્વ અને અમૂર્તત્વઃ આ છ વિશેષ ગુણ છે. પુદ્ગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અચેતનત્વ અને