________________
નયવાદ
૧૧૩
જેમકે, મોક્ષાવસ્થામાં જીવનો ‘‘અગુરુલઘુ’’ પર્યાય અને જ્યોતિષ્ક વિમાનાદિનો ‘ઘંટાકાર’’ પર્યાય સ્થિર સ્વભાવ હોવાથી તે ‘સ્વભાવ પર્યાય’’ કહેવાય છે, જ્યારે સંસારી અવસ્થામાં જીવનો ‘‘ગુરુલઘુ’’ પર્યાય છે, ‘‘મનુષ્યાદિ’' પર્યાય અન્ય-અન્ય પર્યાયોમાં પરિણમન થતા હોવાથી ‘વિભાવ-પર્યાય’’ કહેવાય છે.
વિશેષમાં, સપ્તભંગી-નયપ્રદીપ ગ્રંથમાં જણાવ્યું છે કે, ગુણના વિકારોને પર્યાય કહેવાય છે, તે સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનો છે. ‘‘અગુરુલઘુ’' પર્યાય સ્વભાવ પર્યાય છે. તેના ષવૃદ્ધિહાનિ સ્વરુપ બાર પ્રકાર છે. તે આ પ્રકારે છે. (૧) અનંતભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ, (૩) સંખ્યાતભાગવૃદ્ધિ, (૪) સંખ્યાતગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ, (૬) અનંતગુણવૃદ્ધિ, (આ છ વૃદ્ધિ છે) (૭) અનંતભાગહાનિ, (૮) અસંખ્યાતભાગહાનિ, (૯) સંખ્યાતભાગહાનિ, (૧૦) સંખ્યાતગુણહાનિ, (૧૧) અસંખ્યાતગુણહાનિ અને (૧૨) અનંતગુણહાનિ.
વૈભાવિક પર્યાય ચાર છે. મનુષ્યત્વાદિ ચાર પર્યાય વૈભાવિક છે. (આ જીવના વિષયમાં જાણવું) પુદ્ગલના વૈભાવિક પર્યાય ચણુકાદિ છે. (આ વિષયમાં વિશેષ પેટાભેદ આદિની અન્ય વાતો અન્ય ગ્રંથોથી જાણી લેવી) અનાદિ અનંત દ્રવ્યમાં સ્વપર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, હવે જીવાદિ દ્રવ્યની અંદર જે સામાન્ય અને વિશેષ સ્વભાવ છે તે જોઈશું.
સામાન્ય સ્વભાવ : (૧) અસ્તિ સ્વભાવ, (૨) નાસ્તિ સ્વભાવ, (૩) નિત્ય સ્વભાવ, (૪) અનિત્ય સ્વભાવ, (૫) એક સ્વભાવ, (૬) અનેક સ્વભાવ, (૭) ભેદ સ્વભાવ, (૮) અભેદ સ્વભાવ, (૯) ભવ્ય સ્વભાવ, (૧૦) અભવ્ય સ્વભાવ અને (૧૧) પરમ સ્વભાવ : આ પ્રકારે જીવાદિ