________________
૯૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
આત્મહિતકર બનવાને બદલે આત્મામાં અસત્ તત્ત્વોનું બળ વધારવાવાળું બને છે અને સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં પ્રાપ્ત થયેલું ચારિત્ર આત્મશુદ્ધિનું કારણ નથી બનતું. સમ્યગ્દર્શન અર્થાત્ જગતનું યથાર્થ દર્શન, જગતના પદાર્થોનું વાસ્તવિક દર્શન થયા વિના હેય-ઉપાદેય પદાર્થોનો તાત્વિક નિર્ણય થઈ શકતો નથી. તેના વગર હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ તાત્ત્વિક દૃષ્ટિથી શક્ય બનતી નથી. તાત્ત્વિક નિવૃત્તિ અને પ્રવૃત્તિ વગર આત્મામાં અડ્ડો જમાવીને બેઠેલા અનાદિના કુસંસ્કાર અને પાપકર્મ નષ્ટ થઈ શકતાં નથી અને તેના વગર રત્નત્રયીની સાધના થઈ શકતી નથી.
સમ્યગ્દર્શન પાયાનો ગુણ છે. તેના આવવાથી આત્માના નાના મોટા બધા જ્ઞાનાદિ ગુણો તાત્વિક બની જાય છે અને રાગાદિ દોષો પોતાનું સામર્થ ગુમાવી દે છે. સમ્યગ્દર્શનનું વાસ્તવિક સ્વરૂપ તત્ત્વરૂચિ છે. આત્માને માટે જે તારક તત્ત્વ છે. તેનું સેવન કરવાની આતુરતા અને જે મારક તત્ત્વ છે, તેને જીવનમાંથી તિલાંજલી દેવાની ઈચ્છાને તત્ત્વરુચિ કહેવાય છે. જ્યારે તત્ત્વોનો યથાર્થ બોધ થાય અને તત્ત્વના વિષયમાં એક પણ ભ્રાન્તિ ન રહે ત્યારે ખરી તત્ત્વરૂચિ કહેવામાં આવે છે. તત્ત્વાર્થ સૂત્રકાર મહર્ષિએ તત્ત્વોનો યથાર્થ બોધ કરવાનો માર્ગ બતાવતાં કહ્યું છે કે,
પ્રમાણનામ: . (તસ્વાર્થાધિગમ સૂત્ર ૧-૬) .. પ્રમાણ અને નય-એ બે માર્ગથી તત્ત્વોનો અધિગમ-બોધ થાય છે.
જે જ્ઞાન દ્વારા વસ્તુ તત્ત્વને જાણી શકાય છે, તેને પ્રમાણ કહેવાય છે. (૧) પ્રમાણ સર્વ વસ્તુનું ગ્રાહક છે. અર્થાત્ પ્રમાણ દ્વારા અનંત
4. પ્રમીયતે - પરિચ્છિદ્યતે વસ્તુતત્ત્વ યજ્ઞાનેન તત્રમાણમાં (વયેનાપતિ:)T 5. સન્નવસ્તુદિ પ્રમાણમ્II (વિવેના પપદ્ધતિ:)