________________
નયવાદ
૧૦૩
છે અને અભેદ ગૌણરૂપે હોય છે. સંબંધમાં અભેદ પ્રાધાન્ય હોય છે અને ભેદ ગૌણરૂપે હોય છે. (૮) શબ્દભેદવૃત્તિ :
અસ્તિત્વ ધર્માત્મક ઘટનો વાચક જે શબ્દ છે તે જ શબ્દ અન્ય ધર્માત્મક ઘટનો પણ વાચક છે, તેથી શબ્દાલેદવૃત્તિ.
આ રીતે સકલાદેશનું સ્વરૂપ જોયું. પહેલાં જે પ્રમાણ વાક્ય જોયું હતું તેનું તે અપર પર્યાય જ છે. વિકલાદેશ :
વિકલાદેશનું સ્વરૂપ સકલાદેશથી વિપરીત છે. નય વાક્ય વિકલાદેશ છે. કારણ કે, એક વસ્તુમાં રહેલા નય વાક્યથી પ્રતિપન્ન “અસ્તિત્વ આદિ એક ધર્મના કાલાદિ આઠ દ્વારા ભેદવૃત્તિથી જ્યારે વિધાન કરવામાં આવે છે, ત્યારે વિકલાદેશ થાય છે.
પ્રમાણવાક્યમાં કાલાદિ આઠ દ્વારા અમેદવૃત્તિથી અનંતા ધર્મોનું એકસાથે વિધાન કરવામાં આવે છે. જ્યારે નયવાક્યમાં કાલાદિ આઠ દ્વારા ભેદવૃત્તિથી વિચલિત એક ધર્મનું જ વિધાન કરવામાં આવે છે. તેથી પ્રમાણવાક્ય સકલાદેશાત્મક છે અને નયવાક્ય વિકલાદેશાત્મક છે. * દુર્નય વાક્ય તો સકલાદેશાત્મક પણ નથી કે વિકલાદેશાત્મક પણ નથી. પરંતુ, તે સર્વથા હેય હોવાથી બહિષ્કૃત જ છે. કારણ કે, તેનાથી વસ્તુનો સાચો બોધ થઈ શકતો નથી. નયનું વિશેષ સ્વરૂપઃ
તત્ત્વાર્થ સૂત્રકાર મહર્ષિએ સ્વોપણ ભાષ્યમાં નયનું સામાન્ય લક્ષણ ભિન્ન-ભિન્ન પર્યાયો દ્વારા જણાવ્યું છે. તેનું અવગાહન કરવાથી નય વિષયક બોધ વધુ સ્પષ્ટ થશે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ