________________
નયવાદ
૧૦૭
નિત્યત્વ' આદિ ધર્મમાં પ્રવર્તિત ક્ષયોપશમ વિશેષથી વસ્તુના સૂક્ષ્મ અંશનું જ્ઞાન જેનાથી થાય છે, તેને નય કહેવામાં આવે છે. (६) व्यञ्जकत्वं प्राधान्येन स्वविषयव्यवस्थापकत्वम्।
પ્રધાનતાએ “સ્વ” વિષયના વ્યવસ્થાપકને વ્યંજક કહેવાય છે અને તેને જ નય પણ કહેવામાં આવે છે.
જે પોતાના અભિપ્રાય વિશેષથી વસ્તુના કોઈ એક નિશ્ચિત સ્વરૂપને સ્પષ્ટ કરે, તેને વ્યંજક અર્થાત નય કહેવાય છે. વસ્તુ અનંતધર્માત્મક છે, તેમાંથી પ્રધાનતયા (પ્રધાનરૂપથી) કોઈ એક ધર્મ (અસ્તિત્વ આદિ ધર્મ) નું વ્યવસ્થાપન કરે તેને વ્યંજક = નય કહેવાય છે. પ્રસ્તુત નય વસ્તુના અન્ય ધર્મોનો નિષેધ નથી કરતો પરંતુ પોતાને અભિપ્રેત અંશનું પ્રધાનતયા વ્યસ્થાપન કરે છે અને અન્ય ધર્મોનું ગૌણરૂપથી વ્યવસ્થાપન કરે છે.
વિશેષમાં, પ્રમાણ નયતત્તાલોક (૭.૫૩) માં કહ્યું છે કે, નયવાક્ય અને પ્રમાણવાક્ય સ્વ-સ્વ વિષયમાં પ્રવૃત્તિ કાળમાં વિધિ અને નિષેધની કલ્પના દ્વારા સપ્તભંગીનું અનુસરણ કરે છે. તે વિષયની વિશેષ વિચારણા “સપ્તભંગી' પ્રકરણમાં કરીશું. ઉપરાંત, યાદ રાખવું કે, જૈનદર્શનમાં કંઈપણ (સૂત્ર કે તેનો અર્થ) નયવિહીન હોતો નથી, નયયુક્ત જ હોય છે. (12)
નયનું સામાન્ય સ્વરૂપ જોયું. અવસર પ્રાપ્ત નયાભાસનું સ્વરૂપ જોઈશું. તે જણાવતાં પ્રમાણનયતત્ત્વાલોકમાં કહ્યું છે કે,
“સ્વામિપ્રેતાવિંશવિતરશાપનાથી પુનર્નયામાસ: ૭-૨ાા.
જે અભિપ્રાય વિશેષ પોતાના ઈચ્છિત અંશને પુરસ્કૃત કરે અને 12. नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया।। विशेषावश्यकभाष्य-२७७।।