________________
નયવાદ
૧૦૯
જેટલા (વસ્તુનો બોધ કરાવવાવાળા) વચન માર્ગ છે, તેટલા જ નયવાદ (નય) છે. અને જેટલા નય છે, તેટલા જ પરસમય (પરદર્શન) છે.
ટૂંકમાં વિચારીએ તો નયના બે પ્રકાર છે : (૧) દ્રવ્યાર્થિક નય અને (૨) પર્યાયાર્થિક નય. (વિસ્તારથી નયોનાં બધાં પ્રકાર કહેવાનું શક્ય નથી. એટલે સંક્ષિપ્તમાં બે નય અને તેના આંતરભેદોની વિચારણા કરીશું.)
દ્રવ્યાર્થિકનય કોને કહેવાય? અને પર્યાયાર્થિક નય કોને કહેવાય? દ્રવ્ય કોને કહેવાય છે? અને દ્રવ્યના કેટલા પ્રકાર છે? - પર્યાય કોને કહેવાય છે? અને પર્યાયના કેટલા પ્રકાર છે? દ્રવ્યાર્થિક નયના કેટલા ભેદ છે? અને પયાર્યાર્થિક નયના કેટલા પ્રકાર છે? આ વિષયની હવે વિચારણા કરીશું. દ્રવ્યાર્થિક નયનું લક્ષણ : द्रव्यार्थमात्रग्राही नयो द्रव्यार्थिक :(नयरहस्य)
જે નય ફક્ત દ્રવ્યને ગ્રહણ કરે છે, બતાવે છે તેને દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. આ નય દ્રવ્યને જ તાત્વિક રૂપથી સ્વીકારે છે, કારણ કે, તેના મત પ્રમાણે ઉત્પાદ અને વિનાશ અતાત્ત્વિક છે. કારણ કે, તે બંને અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ જ છે. પર્યાયાર્થિક નયનું લક્ષણ : पर्यायमात्रग्राही पर्यायार्थिकः
પર્યાયમાત્રને ગ્રહણ કરવાવાળા નયને પર્યાયાર્થિક નય કહેવાય છે. આ નય ઉત્પાદ અને વિનાશ સ્વરૂપ પર્યાય માત્રને જ સ્વીકાર કરવામાં તત્પર છે. ઉપરાંત, તે દ્રવ્યને સજાતીય દ્રવ્યથી જુદુ માનતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાં જણાવ્યા અનુસાર બંને નય