________________
૧૦૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
(४) निर्भासकत्वं शृङ्गग्राहिकया वस्त्वंशज्ञापकत्वम्।
“શૃંગગ્રાહિકા” ન્યાયથી વસ્તુના એક અંશના જ્ઞાપકને નિર્ણાયક કહેવાય છે. એ પણ નયનું એક લક્ષણ છે.
શૃંગગ્રાહિકા' ન્યાય આ પ્રમાણે છે : અનેક ગોવાળિયાઓ (ગોવાળો) પોતપોતાની ગાયને લઈને એક ખુલ્લા મેદાનમાં છોડી દે છે. સામાન્યતઃ તે ગાયો સમાન લાગતી હોય છે, તેથી સામાન્ય લોકોને કઈ ગાય કયા ગોવાળની છે તેનો અંદાજ નથી આવતો, પરંતુ ગોવાળને તો પોતાની ગાયની વિશેષતા ખબર હોય છે, તેથી ગોષ્ઠ (ગાયના વાડા) ની પાસે પાછા ફરતી વખતે તે ગોવાળ પોતાની ગાયનું શીંગડુ પકડીને ગોષ્ઠની દિશામાં લઈ જાય છે. આ શૃંગગ્રાહિકા જાય છે.
આ પ્રકારે એક વસ્તુમાં અનંતા ધર્મ રહેલાં હોય છે, તે અનેક ધર્મો, અંશોવાળી વસ્તુના કોઈ અંશ-વિશેષનું જ્ઞાન જેના દ્વારા થાય તેને નિર્માસક-નય કહેવાય છે. જેમ ગોવાળ પોતાની ગાયને પોતાના ગોષ્ઠની દિશામાં વાળે છે, તેમ વક્તા વસ્તુગત પોતાના ઈચ્છિત અંશને પકડીને જે અધ્યવસાય વિશેષથી વસ્તુનું જ્ઞાન કરે છે, તે વક્તાના અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે. (५) उपलम्भकत्वं प्रतिविशिष्टक्षयोपशमापेक्षसूक्ष्मार्थावगाहित्वम्।
પ્રતિવિશિષ્ટ ક્ષયોપશમની અપેક્ષાએ સૂકમાર્થ અવગાહી જ્ઞાનને ઉપલંભક કહેવાય છે અને આ પણ નયનું લક્ષણ છે. ઈતર ઈતર ધર્મોના ક્ષયોપશમની વ્યાવૃત્તિ કરવા દ્વારા વસ્તુના કોઈ એક નિશ્ચિત ધર્મમાં પ્રવર્તિત ક્ષયોપશમ વિશેષને પ્રતિવિશિષ્ટ ક્ષયોપશમ કહેવાય છે. એવા પ્રતિવિશિષ્ટ ક્ષયોપશમના આશ્રયમાં વસ્તુના સૂક્ષ્મ અર્થ (અંશ) નું ગ્રહણ જે જ્ઞાનથી થાય છે તેને ઉપલંભક અર્થાત્ નય કહેવાય છે. જેમ કે, વસ્તુના ઈતર ધર્મ વિષયક ક્ષયોપશમને એક બાજુ રાખીને એક નિશ્ચિત