________________
નયવાદ
૯૫
ટૂંકમાં, વક્તાના તાત્પર્યાનુસાર વસ્તુના જે તે સ્વરૂપને સમજવાના સાધન વિશેષને નય કહેવામાં આવે છે. “અનેકાંત વ્યવસ્થા' પ્રકરણમાં નયની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જેના દ્વારા પ્રતિનિયત ધર્મનું ગ્રહણ થાય, તેને નય કહેવાય છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ નયોપદેશ ગ્રંથમાં “નય’ના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે,
सत्त्वासत्त्वाद्युपेतार्थेष्वपेक्षावचनं नयः। न विवेचयितुं शक्यं विनापेक्षं हि मिश्रितम् ।।२।।
सत्त्वासत्त्व - नित्यानित्य - भेदाभेदादयो, ये तैरुपेता येऽर्था जीवपुद्गलादयस्तेषु अपेक्षावचनं प्रतिनियतधर्मप्रकारकापेक्षाख्यशाब्दबोधजनकं वचनं नयवाक्यमित्यर्थः। इदं वचनरुपस्य नयस्य लक्षणं हि - निश्चितं मिश्रितं - नानाधर्मे करंबितं वस्तु अपेक्षां विना विवेचयितुं न शक्यम् ।।२।।
સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, ભેદ-અભેદ વગેરે જે ધર્મ છે, તે ધર્મોથી યુક્ત જીવ-પુદ્ગલ આદિ દ્રવ્યોના વિષયમાં જે અપેક્ષાવચન અર્થાત્ (તે અનંતધર્માત્મક વસ્તુનો) પ્રતિનિયત ધર્મ જેમાં પ્રકાર છે, એવા અપેક્ષા નામના શાબ્દબોધન જનક વાક્યને નયવાક્ય કહેવામાં આવે છે. એટલે કે અપેક્ષાજ્ઞાનમાં અનંતધર્માત્મક વસ્તુનો પ્રતિનિયત ધર્મ પ્રકાર બને છે અને એ પ્રતિનિયત ધર્મ પ્રકારક અપેક્ષાજ્ઞાનના જનક વચનને નયવાક્ય કહેવામાં આવે છે.
આ અપેક્ષા વચન તે નયનું નિશ્ચિત લક્ષણ છે. અનેક ધર્મોથી યુક્ત વસ્તુને અપેક્ષા વગર વિવેચિત કરી શકાતી નથી. એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અપેક્ષાથી રહેલા અનેક ધર્મ કે જે વસ્તુના સ્વપર્યાય કે પરપર્યાયરૂપે તેમાં રહેલા હોય છે. તે અનંતા ધર્મોમાંથી એક ધર્મને કોઈ અપેક્ષા વિશેષથી જે અપેક્ષા વચન દ્વારા નિર્વચન કરવામાં આવે તે અપેક્ષા