________________
૮૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તદુપરાંત, નૈયાયિક જગતના કર્તા પરમેશ્વરના જ્ઞાનને સમસ્ત અર્થોનું જે રીતે પ્રકાશક માને છે તે રીતે પોતાના સ્વરૂપનું પણ પ્રકાશક માને છે. જો પરમેશ્વરનું જ્ઞાન સ્વપ્રકાશક ન હોય તો એને (જ્ઞાનને) અપ્રકાશિત સ્વરૂપમાં જ સ્થિર માનવું પડશે. જીવોને અનેક જ્ઞાન હોય છે એથી પહેલા જ્ઞાનને બીજું જ્ઞાન પ્રકાશિત કરી શકે છે. પરંતુ પરમેશ્વરનું જ્ઞાન નિત્ય અને એક છે એને (ઈશ્વરને) બીજુ કોઈ જ્ઞાન નથી કે, જે પહેલા જ્ઞાનને પ્રકાશિત કરી શકે. આ રીતિથી પરમેશ્વરનું જ્ઞાન જીવોનાં જ્ઞાનની અપેક્ષાએ પણ બહુ હીન થઈ જશે. આ આપત્તિને દૂર કરવા માટે તૈયાયિક પરમેશ્વરના જ્ઞાનને પર અને સ્વનું પ્રકાશક માને છે. જો જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક ન હોય તો પરમેશ્વરનું જ્ઞાન પણ સ્વપ્રકાશક ન બની શકે. કોઈપણ પદાર્થનું સ્વરૂપ પરિમાણ આદિમાં નાનું મોટું હોઈ શકે પરંતુ પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરી શકે. વૃક્ષ આદિ પદાર્થ સ્વપ્રકાશક નથી એને પ્રકાશિત કરવા માટે સૂર્ય દીપક આદિની અપેક્ષા હોય છે. વૃક્ષ વગેરે નાના મોટા હોઈ શકે. નાનું મોટું હોવું એ પદાર્થોનું નિયત સ્વરૂપ નથી. સહકારી નિમિત્તકારણોથી પદાર્થ નાનો મોટો હોઈ શકે છે. પરંતુ એનું સ્વરૂપ હંમેશા સરખુ હોય છે. વૃક્ષ વગેરે નાનું હોય કે મોટું અને પ્રકાશિત થવા માટે દીપક આદિના પ્રકાશની અપેક્ષા અવશ્ય રહે છે. નાનું વૃક્ષ વગેરે દીપકથી. પ્રકાશિત થાય અને મોટું વૃક્ષ દીપક આદિ વિના સ્વયં પ્રકાશિત થઈ જાય. આવા પ્રકારનો કોઈ ફેરફાર હોતો નથી. જીવોનું જ્ઞાન ઈન્દ્રિય આદિથી ઉત્પન્ન થાય છે. એથી તે એક પદાર્થનું અથવા બે ચાર પદાર્થોનું પ્રકાશક થઈ શકે છે. પરમેશ્વરનું જ્ઞાન વ્યાપક છે. એથી સમસ્ત પદાર્થોનું પ્રકાશક થઈ શકે છે. આમાં કોઈ પ્રમાણનો વિરોધ નથી પરંતુ વ્યાપક હોવા માત્રથી કોઈ જ્ઞાન પોતાનાં અપ્રકાશમય સ્વરૂપને છોડી નથી