________________
પ્રમાણ
22
શકતું. નેયાયિક પરમેશ્વરના જ્ઞાનને સ્વપ્રકાશક માને છે. એથી સિદ્ધ થાય છે કે જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક છે. પર પરિમિત અને અપરિમિત હોવાના કારણે ઓછા અથવા વધારે સંખ્યામાં પદાર્થોનું પ્રકાશન કરે છે. દીપક નાનો છે અને સૂર્ય મોટો છે. દીપક થોડા જ દૂર સુધીના પદાર્થોને પ્રકાશિત કરે છે અને સૂર્ય પૃથ્વભરના પદાર્થોને પ્રકાશિત કરે છે. આટલો ભેદ હોવા છતાં પણ દીપક અને સૂર્યના સ્વપ્રકાશક સ્વરૂપમાં ભેદ નથી. પ્રકાશની સમાન જ્ઞાન પણ સ્વ અને પરનું પ્રકાશક છે.
પ્રસ્તુત પ્રમાણના લક્ષણમાં પર પદ જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારના મતનો નિષેધ કરે છે. યોગાચાર લોકો બોદ્ધ છે. એમના અનુસાર જ્ઞાન જ સત્ય છે. જ્ઞાનથી પ્રતીત થવાવાળા બાહ્ય પદાર્થો મિથ્યા છે. જ્ઞાનમાં જે કાંઈ પ્રતીત થાય છે તે વસ્તુતઃ વિદ્યમાન નથી. પરમાર્થની અપેક્ષાએ જ્ઞાન પોતાના સ્વરૂપનું પ્રકાશક છે. જ્ઞાનથી ભિન્ન પર નથી એથી પરપ્રકાશક નથી. આ મતનું નિરાકરણ કરવા માટે પણ પર પદ છે. જ્ઞાનના દ્વારા પ્રકાશિત થવાવાળા બધા પદાર્થો મિથ્યા નથી. ક્યારેક ક્યારેક જ્ઞાનમાં અવિદ્યમાન પદાર્થ પણ પ્રકાશિત થવા લાગે છે. ગ્રીષ્મઋતુમાં દૂરથી દેખતાં મરુસ્થલમાં પણ પાણી દેખાય છે. તેથી નજીકમાં જે પાણી દેખાય છે તે મિથ્યા નથી થઈ જતું. મિથ્યાજલથી તૃપ્તિ નથી થતી પરંતુ સત્ય જલથી તૃપ્તિ થાય છે. મિથ્યા અર્થનું પ્રકાશક જ્ઞાન પ્રમાણ નથી હોતું. પ્રસ્તુત લક્ષણ પ્રમાણભૂત જ્ઞાનનું છે તે સત્ય પદાર્થનું પ્રકાશક છે. આ વસ્તુને પ્રગટ કરવા માટે લક્ષણમાં “પર” પદ છે. જ્ઞાન જે રીતે સત્ય છે એ રીતે સત્યજ્ઞાનનો વિષય પણ સત્ય છે.
આ વસ્તુને ગ્રંથકારે આ શબ્દોમાં પ્રગટ કરી છે. मूलम् - परोक्षबुद्ध्यादिवादिनां मीमांसकादीनाम् बाह्यार्थापलापिनां