________________
પ્રમાણ
વૃક્ષ પ્રકાશિત પ્રતીત થાય છે. એ રીતે પ્રકાશ પણ પ્રકાશિત પ્રતીત થાય છે. જ્ઞાન પણ જ્યારે અર્થને પ્રતીતિ કરાવે છે ત્યારે કેવલ અર્થને નહીં પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે. પ્રકાશ અને જ્ઞાન બંને સ્વ અને પરના પ્રકાશક છે. આ રીતે અહીં સ્વ અને પર પદ દ્વારા જ્ઞાનના પરોક્ષ સ્વભાવનો નિષેધ થયો.
નૈયાયિકોના મતનું પણ “સ્વ અને પર' વિશેષણથી અહીં નિરાકરણ થાય છે. નેયાયિકો જ્ઞાનને પરોક્ષ નથી માનતા તે જ્ઞાનને પ્રત્યક્ષ સ્વીકારે છે. પરંતુ તેઓ જ્ઞાનને સ્વપ્રકાશક માનતા નથી. ન્યાય મતના અનુસાર જ્ઞાન વૃક્ષ આદિ પરભૂત (બીજા) અર્થનું પ્રકાશક છે અને એ જ્ઞાનનું પ્રત્યક્ષ પણ થઈ શકે છે. એના અનુમાનની આવશ્યકતા નથી. પરંતુ તે સ્વયં પોતાના સ્વરૂપને પ્રકાશિત નથી કરતું.
ઘડાને દેખ્યા પછી “હું ઘડાને જાણું છું” આવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનને અનુવ્યવસાય કહેવાય છે. અનુવ્યવસાયથી ઘટ અને એના જ્ઞાનનું પ્રકાશન થાય છે. જ્ઞાનને સ્વપ્રકાશક કહેવાવાળા જેનો કહે છે કે જો ઘટની જેમ જ્ઞાનને પ્રત્યક્ષ કરવા માટે બીજા જ્ઞાનની આવશ્યકતા હોય તો બીજા જ્ઞાનને પ્રત્યક્ષ કરવા માટે ત્રીજા જ્ઞાનની આવશ્યકતા રહેશે. આ રીતે જે પણ જ્ઞાન થશે એનું પ્રત્યક્ષ કરવા માટે બીજું જ્ઞાન આવશ્યક થશે. આ રીતે અનવસ્થા આવશે. જેના કારણે પહેલું જ્ઞાન પણ પ્રત્યક્ષ નહીં થઈ શકે. આ તત્ત્વને સૂચિત કરવા માટે પ્રમાણના લક્ષણમાં “સ્વ પર પદ છે. સૂર્ય દીપક આદિનો પ્રકાશ જ્યારે કોઈ અર્થને પ્રકાશિત કરે છે ત્યારે પ્રકાશને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ પ્રકાશની અપેક્ષા હોતી નથી જ્ઞાન પણ જ્યારે અર્થને પ્રકાશિત કરે છે ત્યારે જ્ઞાનને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી. જ્ઞાન પ્રકાશની સમાન સ્વપ્રકાશક છે.