________________
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ટિપ્પનકશું ? પ્રમાણના સામાન્ય લક્ષણના પદોની સાર્થકતા અને અન્ય દર્શનની માન્યતાઓની પરીક્ષા :
मूलम् - अत्र दर्शनेऽतिव्याप्तिवारणाय ज्ञानपदम्।
અર્થ :- પ્રમાણના સામાન્ય લક્ષણમાં જ્ઞાનપદ દર્શન નામના બોધમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે છે.
અનેક જેને તાર્કિકો બોધને ઉપયોગ કહે છે અને ઉપયોગમાં બે વિભાગ કરે છે. દર્શન અને જ્ઞાન આ બે ઉપયોગના ભેદ છે. વિશેષ ધર્મોના પ્રકાશનથી રહિત ફક્ત સામાન્યને પ્રકાશિત કરવાવાળો બોધ દર્શન કહેવાય છે. પૂ. શ્રી વાદિદેવ સૂરિમહારાજા આ બોધને પ્રમાણરૂપ માનતાં નથી. ગ્રંથકારે જે પ્રમાણનું લક્ષણ કર્યું છે તે પૂ. શ્રી વાદિદેવસૂરિ મહારાજાનું છે. એથી એમના મતના અનુસાર ગ્રન્થકાર અહિં જ્ઞાનપદ દ્વારા દર્શનમાં અતિવ્યાપ્તિનું નિરાકરણ કરે છે. તે કહે છે - સત્ર दर्शनेऽतिव्याप्तिवारणाय ज्ञानपदम्।
પૂ. શ્રી વાદિદેવસૂરિજીએ સ્યાદ્વાદરત્નાકરમાં જ્ઞાનપદનું એક બીજુ પણ પ્રયોજન પ્રગટ કર્યું છે. અક્ષપાદીય ન્યાયના અનુગામી ઈન્દ્રિય અને અર્થના સકિર્ષને પ્રમાણ માને છે. એમનાં મતે સકિર્ય જ્ઞાનની ઉત્પત્તિનું સાધન છે. એથી પ્રમાણ છે. જેનતર્ક અનુસાર પ્રમાણ હંમેશા જ્ઞાનાત્મક જ હોય છે. ઈન્દ્રિય અને અર્થનો સકિર્ય જ્ઞાનરૂપ નથી. આ લક્ષણનું જ્ઞાનપદ સમિકર્ષને અપ્રમાણ કહે છે.
मूलम् - संशयविपर्ययानध्यवसायेषु तद्वारणाय व्यवसायिपदम्।
અર્થ - સંશય-વિપર્યય અને અનધ્યવસાયમાં આવતી અતિવ્યાપ્તિનું નિવારણ કરવા માટે વ્યવસાયિ પદ છે.