________________
પ્રમાણ
૮ ૧
જૈનદર્શનનો મત પૂર્વોક્ત તમામ મતોથી ભિન્ન છે. જેનામત અનુસાર ભાષાવર્ગણાના પરમાણુરૂપ પુદ્ગલોથી અકારાદિ વર્ણ ઉત્પન્ન થાય છે. વર્ણ પણ પુગલનો જ પરિણામવિશેષ છે.
કોઈ અર્થમાં જેનો સંકેત છે, એ પ્રકારનો વર્ણ અથવા પરસ્પરની અપેક્ષા રાખવાવાળા વર્ગોનો સમુહ પદ છે. અર્થના જ્ઞાનમાં પરસ્પરની અપેક્ષા કરવાવાળા અને અન્ય વાક્યોના પદોની અપેક્ષા ન રાખવાવાળા પદોના સમુહને વાક્ય કહે છે. જેમ કે, “નામ શબાના'' આ એક વાક્ય છે. તેના બે પદ છે - નામ અને સાય. માનય, મામ્ ની આકાંક્ષા કરે છે અને મામ્ માનય ની. આગમપ્રમાણથી સપ્તભંગી - જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
तदिदमागमप्रमाणं सर्वत्र विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानं सप्तभङ्गी मनुगच्छति, तथैव परिपूर्णार्थप्रापकत्वलक्षणतात्त्विकप्रामाण्यनिर्वाहा॑त्, क्वचिदेकभङ्गदर्शनेऽपि व्युत्पन्नमतीनामितरभङ्गापेक्षधौव्यात्।
અર્થ ઃ આ આગમપ્રમાણ સર્વ સ્થળે વિધિ અને પ્રતિષેધ દ્વારા પોતાના વાચ્ય અર્થનું નિરૂપણ કરતાં સપ્તભંગીનું અનુસરણ કરે છે. સપ્તભંગીના રૂપમાં જ તે પૂર્ણ અર્થનું પ્રકાશન કરે છે અને એ પ્રકારે એના તાત્ત્વિક પ્રામાયનો નિર્વાહ થાય છે. કોઈ કોઈ સ્થળે એક ભંગ જોવા મળે છે. તો પણ વ્યુત્પન્ન બુદ્ધિવાળાઓને અન્ય ભંગોનો આક્ષેપ અવશ્ય થઈ જાય છે.
સપ્તભંગીનું સ્વરૂપ આગળના પ્રકરણમાં વિસ્તારથી સમજાવ્યું છે. તેથી અહીં તે વિષયને સ્પર્શતા નથી. આ રીતે પ્રમાણનું નિરૂપણ પૂર્ણ થાય છે.