________________
પ્રમાણ
સંદેહ - વિપર્યય અને અનધ્યવસાય જ્ઞાનરૂપ છે. એમાં પણ જ્ઞાનનું અને અર્થનું સ્વરૂપ પ્રગટ થાય છે. પરંતુ આ જ્ઞાન વ્યવસાયરૂપ નથી. જે જ્ઞાન કોઈક વસ્તુના નિશ્ચિત સ્વરૂપને પ્રકાશિત કરે તે વ્યવસાયાત્મક કહેવાય છે. સંશય આદિ ત્રણે જ્ઞાનોમાં વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ પ્રતીત થતું નથી તેથી તે વ્યવસાયાત્મક નથી. જે જ્ઞાનમાં અસ્થિર અનેક કોટિઓનું જ્ઞાન હોય તેને સંશય કહેવાય છે. વ્યવસાયિજ્ઞાન કોઈ એક અર્થને જ પ્રકાશિત કરે છે. એમાં અનેક અર્થ અસ્થિર રૂપથી પ્રતીત થતા નથી. તેથી સંશય વ્યવસાયી નથી.
જે જ્ઞાનમાં એક વિપરીત કોટિનું ભાન થાય તેને વિપર્યય કહેવાય છે. આ પણ વસ્તુના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરતો નથી એથી વ્યવસાયી નથી. વિપરીત સ્વરૂપનું પ્રકાશન થતું હોવાના કારણે વિપર્યય પણ વ્યવસાયાત્મક નથી. જે જ્ઞાન કોઈ વસ્તુનું અસ્પષ્ટરૂપથી પ્રકાશન કરતું હોય, વસ્તુના કોઈ નિશ્ચિત સ્વરૂપને પ્રગટ ન કરે તે અનધ્યવસાય છે. ચાલતાં ચાલતાં કોઈ વસ્તુનો સ્પર્શ થયો એવું જ્ઞાન થાય છે. એમાં જે વસ્તુનો સ્પર્શ થયો એનાં નિશ્ચિત સ્વરૂપની પ્રતીતિ નથી થતી. એવા જ્ઞાનને અનધ્યવસાય કહેવાય છે.
આ ત્રણેય જ્ઞાન વ્યવસાયાત્મક નથી. વ્યવસાયિજ્ઞાનમાં વસ્તુના નિશ્ચિત સ્વરૂપનું ભાન થાય છે. સંશયમાં એકથી અધિક વસ્તુઓનું જ્ઞાન સ્થિર નથી હોતું એથી સંશય વ્યવસાયાત્મક નથી. વિપર્યયમાં એક વસ્તુનું જ્ઞાન જો કે સ્થિરરૂપમાં હોય છે. પરંતુ સત્યરૂપમાં નથી હોતું એથી તે વ્યવસાયાત્મક નથી . અનધ્યવસાયમાં અસ્થિરરૂપથી અર્થોનું પ્રકાશન થતું નથી અને વસ્તુનું કેવલ મિથ્યારૂપ પ્રકાશન થતું નથી. પરંતુ એમાં વસ્તુનાં સત્ય સ્વરૂપનું પ્રકાશન થતું નથી. એથી અનધ્યવસાય પણ વ્યવસાયાત્મક નથી. વસ્તુના વિશેષ સ્વરૂપને પ્રકાશિત ન કરવાનાં કારણે