________________
પ્રમાણ
નિશ્ચય થાય છે. તેથી તે પરમાર્થથી પરોક્ષ જ છે.
કહેવાનો આશય એ છે કે, (પ્રત્યક્ષ જ્ઞાન સ્પષ્ટ હોય છે અને પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ અસ્પષ્ટ હોય છે, તેથી અનેક વિશેષ ધર્મોનું જ્ઞાન થતું નથી, તે કારણથી તેમાં સંદેહ ઉત્પન્ન થાય છે. વિશેષ ધર્મોનું દર્શન ન થાય તો સંદેહની ઉત્પત્તિ થાય છે. વિશેષધર્મોનું દર્શન સંદેહની ઉત્પત્તિનું વિરોધી છે.
૬ ૧
વળી અસિદ્ધ અને અનેકાન્તિક આદિ હેતુઓથી જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે વિશેષ ધર્મોની પ્રતીતિ થતી નથી, તેથી તેમાં સંદેહ ઉત્પન્ન થાય છે. વિપરીત એક કોટીનો પ્રતિપાદક દોષ જ્યારે થાય છે ત્યારે ભ્રમ થાય છે.
પારમાર્થિક પ્રત્યક્ષ વસ્તુઓના સ્વરૂપને યથાર્થ રૂપથી પ્રકાશિત કરે છે અને અનેક વિશેષ ધર્મોને સ્પષ્ટ રૂપથી બતાવે છે. તેથી એ જ્ઞાનમાં સંદેહ અને ભ્રમની ઉત્પત્તિ થતી નથી.
બાહ્ય ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થયેલા સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં સંદેહ અને ભ્રમ ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે.
એક વસ્તુમાં અનેક ધર્મો રહે છે. તેમાંથી વિશેષ ધર્મોનું જ્ઞાન થતું નથી, તેથી અનેકવાર કોઈક વિશેષ ધર્મોના વિષયમાં સંદેહ અને ભ્રમ થઈ જાય છે. તેથી ‘સાંવ્યાવહારિક પ્રત્યક્ષ' પરમાર્થથી પરોક્ષ જ છે.
વળી નિર્દોષ હેતુઓથી જ્યારે કોઈ નિશ્ચય થાય છે, ત્યારે સંકેતનું સ્મરણ આદિ કરીને થાય છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં પણ પહેલાં સંકેતનું સ્મરણ આદિ ઉત્પન્ન થાય છે અને પછી નિશ્ચય થાય છે, તે કારણથી સાંવ્યાવહારિક પ્રત્યક્ષ નિર્દોષ અનુમાનની સમાન પરોક્ષ છે.) પારમાર્થિક પ્રત્યક્ષ :
पारमार्थिकं त्वात्मसंनिधिमात्रापेक्षमवध्यादि प्रत्यक्षम् । (षड्. समु.)
માત્ર આત્માથી ઉત્પન્ન થતા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય