________________
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
- જે જ્ઞાન માત્ર અનુભવથી ઉત્પન્ન થાય છે તેને સ્મરણ કહેવાય છે. જેમ કે, તે તીર્થકરની પ્રતિમા
પ્રથમ કાળે જે જ્ઞાન થાય છે, તે અનુભવ કહેવાય છે. પ્રત્યક્ષ, તર્ક, અનુમિતિ, શાબ્દબોધ - આ અનુભવના ભેદ છે. પૂર્વકાળના અનુભવોથી ઉત્તરવર્તી કાળમાં જે જ્ઞાન થાય છે, તે સ્મરણ કહેવાય છે.
કોઈપણ વસ્તુનો અનુભવ થાય છે. પછી તેના સંસ્કાર પડે છે અને સંસ્કાર જાગ્રત થાય છે, ત્યારે સ્મરણ ઉત્પન્ન થાય છે. તેથી સ્મરણ પ્રત્યે અનુભવ કરણ છે અને સંસ્કાર વ્યાપાર છે. જે વસ્તુનો અનુભવ થતો નથી તેનું સ્મરણ થતું નથી. એકવાર તીર્થંકર પરમાત્માની પ્રતિમાના દર્શન કર્યા હોય, ત્યાર પછી તેની પ્રતિમા સામે આવે ત્યારે ‘તે તીર્થંકરની પ્રતિમા છે આવું જ જ્ઞાન થાય છે તે સ્મરણ છે.
જે અર્થને જોયો હોય, જે પદાર્થનું અનુમાન કર્યું હોય કે એ પદાર્થના વિષયમાં સાંભળ્યું હોય, તેવા પદાર્થોનું પ્રાય: સ્મરણ થાય છે. તેની પ્રતીતિ “તે આ આકારથી થાય છે. જે વસ્તુનું સ્મરણ થયું છે તેનો સંબંધ અતીતકાલ સાથે છે - આ તત્ત્વને “એ” પદ પ્રકાશિત કરે છે. જ્યારે તે પદનો પ્રયોગ થતો નથી ત્યારે અતીત કાલની સાથે સંબંધ સ્મરણમાં અન્ય રીતે થાય છે. “અમે ગયા વર્ષે કાશ્મીર ગયા હતા" - આ પ્રકારના સ્મરણમાં તે' પદનો પ્રયોગ નથી. પરંતુ “ગયા હતા” ઈત્યાદિ પદથી અતીત કાલની સાથે સંબંધ થાય છે.
નૈયાયિકો આદિ સ્મરણને અપ્રમાણભૂત માને છે. તેમની વાત યોગ્ય નથી. જેનતર્કભાષામાં એની વિસ્તારથી ચર્ચા કરી છે. તેમાંથી આંશિક વિચારણા આ ચેપ્ટરના અંતે આપેલા ટિપ્પનકમાં કરી છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોવા ભલામણ. હવે બીજા પ્રત્યભિજ્ઞાન પ્રમાણનું સ્વરૂપ જોઈશું.