________________
७४
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
तत्र हेतुग्रहण-सम्बन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम. यथा गृहीतधूमस्य स्मृतव्याप्तिकस्य “पर्वतो वह्निमान्" इति ज्ञानम्(17) ।। (નૈનત્તમાષા)
અર્થ - હેતુનું જ્ઞાન અને સંબંધનું સ્મરણ, આ બે કારણોથી જે સાધ્યનું જ્ઞાન થાય છે, તે સ્વાર્થનુમાન કહેવાય છે. જે ધૂમને પ્રત્યક્ષથી જાણે છે તથા ધૂમ અને વહ્નિની વ્યાપ્તિનું સ્મરણ કરે છે, તેને “આ પર્વત વહ્નિવાળો છે'' આવા પ્રકારનું જ્ઞાન થાય છે, તે સ્વાર્થનુમાન
કહેવાનો આશય એ છે કે, જે વ્યક્તિએ વહ્નિ અને ધૂમની વ્યાપ્તિ રસોઈઘર (મહાનસ) માં જાણેલી છે. એવો પુરૂષ જ્યારે પર્વતની પાસે જાય છે અને પર્વત ઉપરથી નીકળતા ધૂમને જૂએ છે, ત્યારે તે જોયા પછી અગ્નિ અને ધૂમની વ્યાપ્તિનું સ્મરણ થાય છે. તેની પછી પર્વત વહ્નિમાનું છે, આ જ્ઞાન થાય છે, આ જ અનુમિતિ છે. આ પ્રમાણે સ્વયં અગ્નિને જાણે છે, તેથી એ સ્વાર્થનુમાન છે.
અહીં યાદ રાખવું કે, એકલું હેતનું જ્ઞાન અને એકલું વ્યાપ્તિનું સ્મરણ અનુમાનનું કારણ નથી. જે વ્યક્તિએ પૂર્વકાળે વ્યાપ્તિ જાણી નથી અથવા વ્યાપ્તિ જાણી છે પણ વ્યાપ્તિનું સ્મરણ નથી, તેવા વ્યક્તિને હેતુનું જ્ઞાન હોવા છતાં પણ અનુમિતિ થતી નથી. તેથી એકલું હેતુનું જ્ઞાન કારણ નથી. તે જ રીતે જે પુરૂષને વ્યાપ્તિનું જ્ઞાન છે પરંતુ એ સમયે તેને હેતુનું જ્ઞાન નથી, તો તેને પણ અનુમિતિ થતી નથી. તેથી એકલું વ્યાપ્તિનું જ્ઞાન પણ કારણ નથી.
17. तत्र स्वार्थं व्यवस्थापयन्ति-तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारण સાધ્યવિજ્ઞાનં સ્વાર્થમારા हेतुग्रहण-सम्बन्धस्मरणाभ्यां जायमानं यत् साध्यस्य ज्ञानं तत् स्वार्थानुमानमित्यर्थः
अयं भाव:- वनं गतः कश्चित् पुमान् प्रथमं पर्वतवृत्तिधूमलेखां पश्यति, ततः 'यत्र यत्र धूमस्तत्र तत्र वह्निः' इत्याकारिकां व्याप्तिं स्मरति, तत: 'अयं वह्निमान्' इत्याकारकं यज्ज्ञानमुन्मज्जति तत् स्वार्थानुमानमित्युच्यते ।।१०।।