________________
૬૦
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
અનિષ્ટનું સાધન છે, તેને જોઈને નિવૃત્તિ થાય છે. અગ્નિને બળતી જોઈને માણસ નિવૃત્ત થાય છે, આ વ્યવહાર નિવૃત્તિ કહેવાય છે. નિવૃત્તિ રૂપ વ્યવહાર અગ્નિના પ્રત્યક્ષનું પ્રયોજન છે. અન્યને જ્ઞાન આપવા માટે શબ્દોનો પ્રયોગ થાય છે, તેને અભિલાપ કહેવાય છે. પ્રવૃત્તિ, નિવૃત્તિ અને અભિલાપ રૂ૫ ત્રણ વ્યવહાર પ્રયોજન છે, એ કારણથી તે પ્રત્યક્ષ સાંવ્યાવહારિક કહેવાય છે.
ટૂંકમાં બાધા રહિત પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેનું પ્રયોજન છે, તે સાંવ્યાવહારિક કહેવાય છે.
બાહ્ય ઈકિયાદિ સાધનોથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. આ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અપારમાર્થિક છે. કારણ કે, તે બાહ્ય ઈન્દ્રિય આદિની સામગ્રીને સાપેક્ષ હોય છે. અર્થાત્ સાંવ્યાવહારિક પ્રત્યક્ષને આત્મા સીધું ઉત્પન્ન કરતું નથી, પરંતુ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન કરે છે, તે કારણથી તે પરમાર્થરૂપ નથી.
વળી સાંવ્યાવહારિક પ્રત્યક્ષ વાસ્તવમાં “પરોક્ષ” જ છે, તે સિદ્ધ કરવા માટે જૈનતર્કભાષામાં અન્ય હેતુ બતાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે.
किञ्च, असिद्धानैकान्तिकविरूद्धानुमानाभासवत् संशयविपर्ययानध्यवसायसम्भवात् सङ्केतस्मरणादिपूर्वकनिश्चयसम्भवाच्च परमार्थत: परोक्षमेवैतत्।
અર્થ : વળી સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય થઈ શકે છે. તેથી તે પરોક્ષ છે. જે પરોક્ષ હોય છે, તેમાં સંશય આદિ થઈ શકે છે. અસિદ્ધ, અનેકાન્તિક અને વિરૂદ્ધ હેતુ અસતું હેતુ છે. તેનાથી જે જ્ઞાન થાય છે તે પરોક્ષ હોય છે અને એ જ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય હોય છે.
નિર્દોષ અનુમાનમાં સંકેતના સ્મરણને કરીને પછી નિશ્ચય થાય છે. તે જ રીતે સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં પણ સંકેતના સ્મરણ આદિથી
5. सांव्यावहारिकं बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकमस्मदादिप्रत्यक्षम्।