________________
४४
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
દષ્ટિથી તો સત્ત્વ પણ વસ્તુથી અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ જ છે. તેથી સત્ત્વમાં પણ સત્ત્વ-અસત્ત્વ ઉભયધર્મો માનવામાં કોઈ વિરોધ નથી. શંકા 48) :- આવી રીતે માનવાથી તો અનંતધર્મ માનવારૂપ અનવસ્થા આવશે. સમાધાન - તમે જે અનવસ્થા દોષ બતાવ્યો તે નિરર્થક છે. કારણ કે, અનંતધર્મોની કલ્પનારૂપ અનવસ્થા તો અનેકાંતની સાધક હોવાથી) અનેકાંતની ભૂષણ છે. દૂષણ નથી. કારણ કે, તેવા પ્રકારની અનંતધર્મોની કલ્પનારૂપ અનવસ્થા મૂલ અનેકાંતના સિદ્ધાંતની હાની કરતી નથી. પરંતુ ઉલ્ટાનું અનેકાંતની માન્યતાને ઉદ્દીપન કરવામાં સહાયક બને છે. જે કલ્પનાઓની પરંપરાઓ મૂલ વસ્તુની હાની કરે, તે જ કલ્પનાઓની પરંપરારૂપ અનવસ્થા દૂષણરૂપ છે. આ રીતે અનેકાંતમાં સંશય કે અનવસ્થા દોષ નથી. અનેકાંતમાં વૈયધિકરણ્ય દોષનો આરોપ 49) :
અનેકાંતમાં વૈયધિકરણ્ય દોષ આવે છે. કારણ કે, સર્વ ધર્મનું અધિકરણ અન્ય છે અને અસત્ત્વધર્મનું અધિકરણ અન્ય છે. કારણ કે, જેમાં સત્ત્વ છે, તેમાં અસત્ત્વ નથી, પરંતુ તેનાથી અન્યમાં જ અસત્ત્વ હોય છે. તેથી દૂષણ આવે છે. (બે વિરોધિ ધર્મો એક અધિકરણમાં રહી શકતા નથી, એ અપેક્ષાએ આ દોષ આપવામાં આવ્યો છે)
48. ननूक्तमनवस्थेति चेत्? न, यतः साप्यनेकान्तस्य भूषणं न तु दूषणं, अमूलक्षतिकारित्वेन प्रत्युतानेकान्तस्योद्दीपकत्वात्, मूलक्षतिकरी ह्यनवस्था दूषणम्। यदुक्तम्- “मूलक्षतिकरीमाहुरनवस्थां हि दूषणम्। वस्त्वानन्त्येऽप्यशक्तौ च नानवस्थापि वार्यते ।।१।।" तथा यथा यथा सत्त्वेऽपि सत्त्वासत्त्व-कल्पना विधीयते, तथा तथानेकान्तस्यैवोद्दीपनं नतु मूलवस्तुक्षतिः। (षड्.समु.बृ.व.श्लो.५७) 49. तथा सत्त्वस्यान्यदधिकरणमसत्त्वस्य चान्यदिति वैयधिकरण्यम् ४।