________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૫
૧
અર્થઃ હે પ્રભુ પરવાદીઓ પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવ ધરાવતા હોવાથી એકબીજા ઉપર મત્સરભાવ ધારણ કરે છે. પરંતુ તમારા સિદ્ધાંતો સર્વનયોને સમાન (અવિશેષ) રૂપે જોતા હોવાથી પક્ષપાતી નથી.
કહેવાનો આશય એ છે કે, અન્યવાદિઓ પોતાનાથી અન્ય વાદીના પક્ષનું હંમેશાં ખંડન કરતા હોય છે અને અન્ય પ્રત્યે મત્સરભાવને રાખે છે. જેમ કે, મીમાંસકો શબ્દને નિત્ય માને છે અને બોદ્ધો શબ્દને અનિત્ય માને છે. એટલે મીમાંસકોનો જે પક્ષ છે, તે બૌદ્ધોનો પ્રતિપક્ષ છે અને બૌદ્ધોનો જે પક્ષ છે, તે મીમાંસકોનો પ્રતિપક્ષ છે. બંને પરસ્પર પ્રતિપક્ષનું ખંડન કરે છે અને બીજા ઉપર મત્સરભાવ ધારણ કરે છે.
જ્યારે સ્યાદ્વાદ સિદ્ધાંત નયસાપેક્ષ વિચારણા કરીને બંને પક્ષોને સમાનરૂપે નિહાળે છે. તે શબ્દને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની દૃષ્ટિએ અનિત્ય માને છે. તેથી ભિન્ન-ભિન્ન નયોની અપેક્ષાએ વસ્તુઓનું અર્થઘટન કરીને પરસ્પરના વિરોધોનો પરિહાર કરે છે. તેની નયસાપેક્ષદૃષ્ટિ હોવાના કારણે કોઈપણ તેના માટે પ્રતિપક્ષ નથી અને તેથી તે કોઈના ઉપર મત્સરભાવ પણ ધારણ કરતો નથી.
આ રીતે સ્યાદ્વાદ અપક્ષપાતી છે. તે કોઈને એકાંતે ખોટા કે એકાંતે સાચા ઠેરવતો નથી. પરંતુ મધ્યસ્થ રહીને વસ્તુનું મૂલ્યાંકન કરે છે. સ્યાદ્વાદ દ્વારા સર્વ નયોની મૈત્રી :
જૈનદર્શનના સિદ્ધાંતો મત્સરભાવ વિનાના છે કેમ કે, અનેકાન્તવાદમય છે. અનેકાંતવાદ સર્વનયોના સમુહરૂપ છે અને નૈગમાદિ સર્વનયોને સમાનરૂપે જુએ છે અને સર્વેની અપેક્ષાને માન્ય રાખે છે. જેમ છુટા છુટા મોતીઓને એક દોરી જોડી આપે છે અને ત્યારે તે હાર કહેવાય છે, તેમ ભિન્ન-ભિન્ન અર્થવાળા નો સ્વાદ્વાદરૂપ દોરીથી ગુંથાવાના