________________
૫૪
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
(વર્તનાપર્યાય, સમય વગેરે) (૪) ભાવ (મૂલ, અંકુરો વગેરે સ્વરૂ૫), (૫) પર્યાય (રૂપ વગેરે સ્વભાવ), (૬) દેશ (મૂળ, પછી અંકુરો, પત્ર, થડ વગેરે ક્રમિક વિભાગ), (૭) સંયોગ (ભૂમિ, પાણી વગેરેનો સમુહ જે દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે), (૮) ભેદ (પ્રતિસમય થનારા વિવર્તા) : આ આઠ ભાવોને આશ્રયીને જીવ-અજીવ વગેરે દ્રવ્યોનો ભેદ થતે છતે જ સમાનપણે સર્વવસ્તુ વિષયક સ્યાદ્વાદરૂપ પ્રરૂપણાનો માર્ગ છે અર્થાત્ તે પ્રરૂપણાનો સાચો માર્ગ છે.
કહેવાનો આશય એ છે કે, કોઈપણ દ્રવ્યાનુયોગના વિષયોનું કે ધ્યાન, ચારિત્ર આદિ વિષયોનું નિરૂપણ કરવું હોય તો ઓછામાં ઓછી ઉપર જણાવેલ આઠ બાબતોને ધ્યાનમાં રાખીને નિરૂપણ કરાય તો તે વિશદ અને ભ્રાન્તિશૂન્ય બને છે. આથી વસ્તુના સ્વરૂપનું વિશદ નિરૂપણ કરવું હોય તો પણ સ્યાદ્વાદ સિદ્ધાંતનો જ આશરો લેવો જોઈએ. સ્યાદ્વાદ અભ્યાસની આવશ્યકતા :
પ.પૂ. આ.ભ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી શ્રીસમ્મતિ તર્ક પ્રકરણમાં સ્યાદ્વાદ અભ્યાસની આવશ્યકતા જણાવતાં કહે છે કે,
चरणकरणपहाणा ससमयपरसमयमुक्कवावारा।
चरणकरणस्स सारं, निच्छयशुद्धं ण याणंति ।।३-६७।। ભાવાર્થ : ચરણસિત્તરી અને કરણસિત્તરીના આચારોને કાયા દ્વારા પાલન કરવામાં જેઓ તત્પર છે, તેવા આત્માઓ જો સ્વસમય (જેન આગમ) અને પરસમય (અન્યદર્શનના શાસ્ત્રો) માં જે જે ભાવો (પદાર્થો) નું વર્ણન કર્યું છે, તે સર્વેને જાણવાનો પુરૂષાર્થ કરતા નથી, બારીકાઈથી શાસ્ત્રજ્ઞાન પામવાનો પ્રયાસ કરતા નથી, તેઓ પોતાના દ્વારા પળાતી ચરણસિત્તરી અને કરણસિત્તરીના શુભ આચારોના સારભૂત નિશ્ચયશુદ્ધ મર્મને જાણતા નથી - પામતા નથી.