________________
પ્રમાણ
૫૭
જેનતર્કભાષામાં પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવતાં કહે છે કે, स्वपरव्यवसायिज्ञानं प्रमाणम्(1), स्वम् आत्मा ज्ञानस्यैव स्वरुपमित्यर्थः, पर: तस्मादन्योऽर्थ इति यावत् तौ व्यवस्यति यथास्थितत्वेन निश्चिनोतीत्येवंशीलं स्वपरव्यवसायि।
- સ્વ અને પરનો વ્યવસાય (નિશ્ચય) કરાવનારા જ્ઞાનને પ્રમાણ કહે છે. “સ્વ” એટલે આત્મા અર્થાત્ જ્ઞાનનું જ સ્વરૂપ અર્થાત્ સ્વ એટલે જ્ઞાન. “પર” એટલે સ્વથી ભિન્ન “અર્થ(પદાર્થ)'. તે સ્વ-પર બંનેને યથાર્થરૂપથી નિશ્ચિત કરવાનો જેનો સ્વભાવ છે, તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે.
કહેવાનો આશય એ છે કે, સ્વ અને પરનો નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. (અહીં “સ્વ” પદથી જ્ઞાન અર્થ કરવાનો છે) અર્થાત્ જે જ્ઞાન પોતાના સ્વરૂપનો અને પર(પદાર્થ) નો નિશ્ચય કરાવે તેને પ્રમાણ કહેવાય છે. - જ્યારે કોઈ જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન કોઈકને કોઈક વિષયનું જ થાય છે. પરંતુ એકલું જ્ઞાન કે એકલો વિષય (પરપદાર્થ) પ્રતીત થતો નથી. તદુપરાંત, જ્ઞાન અને વિષય બંને સાથે જ પ્રગટ થાય છે વળી જ્ઞાન વિના વિષય કે વિષય વિના જ્ઞાન પ્રતીત થતું નથી. ટૂંકમાં જ્ઞાન દીપકની જેમ પોતાને અને અન્યને એમ બંનેને પ્રકાશિત કરે છે. દીપક લાવવામાં આવે ત્યારે જેમ દીપક અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ પોતાને પણ પ્રકાશિત કરે છે. તે જ રીતે જ્ઞાન જેમ અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ પોતાને પણ પ્રકાશિત કરે છે. વળી જેમ દીપકને પ્રકાશિત કરવા માટે અન્ય કોઈની જરૂર પડતી નથી પરંતુ દીપક પોતે જ પોતાને પ્રકાશિત કરી દે છે, તેમ જ્ઞાનને પ્રકાશિત કરવા માટે અન્ય 1. સ્વપ૨વ્યવસાયરાનું પ્રમાણમ્ II૧-૨ (પ્રમાનિયતીત્તો:)