________________
૫૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અનુમાન પ્રયોગ -
वस्तु अनंतधर्मकं प्रमेयत्वात् (प्रमाणविषयत्वात्)
- વસ્તુ અનંતધર્માત્મક છે. કારણ કે, તે પ્રમાણનો વિષય છે. (અનંત = ત્રિકાલ વિષયક અપરિમિત સહભાવી અને ક્રમભાવી સ્વપર પર્યાય જેમાં હોય છે, તે અનંતધર્માત્મક કહેવાય છે. જગતના સર્વે પદાર્થો અનંતધર્માત્મક છે.) જે અનંતધર્માત્મક નથી, તે પ્રમેય પણ નથી. જેમ કે આકાશકુસુમ. આ વ્યતિરેક વ્યાપ્તિથી વસ્તુની અનંતધર્માત્મકતા સિદ્ધ થાય છે. અહીં અન્વય દષ્ટાંતોનો પક્ષની કુક્ષીમાં જ સમાવેશ થતો હોવાથી અવયવ્યાપ્તિનો અયોગ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જૈનદર્શનમાં અન્યથા અનુપપત્તિ = અવિનાભાવરૂપ એક જ હેતુનું લક્ષણ છે તથા પક્ષમાં સાધ્ય અને સાધનના અવિનાભાવને ગ્રહણ કરવાવાળી અંતર્થાપ્તિના બલથી જ હેતુ સાધ્યને સિદ્ધ કરે છે. તેથી પૂર્વોક્ત અનુમાનમાં દૃષ્ટાંત આદિનું કોઈ પ્રયોજન નથી.
તદુપરાંત, પ્રમેયત્વ હેતુમાં અસિદ્ધિ, વિરૂદ્ધ, અનેકાન્તિક આદિ કોઈ દોષોનો અવકાશ નથી. કારણ કે, પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા સર્વે સચેતન-અચેતન વસ્તુ અનંતધર્માત્મક પ્રતીત થાય જ છે. સ્યાદ્વાદની અપક્ષપાતિતા :
સ્યાદ્વાદ સિદ્ધાંત અપક્ષપાતી છે. જ્યારે અન્યદર્શનો એકબીજાનો પરિહાર કરી વિરૂદ્ધ અર્થના સમર્થક હોવાના કારણે અન્યો પ્રત્યે મત્સરભાવને ધારણ કરે છે. આ જ વાતને સ્પષ્ટ કરતાં સ્યાદ્વાદ મંજરી ગ્રંથમાં જણાવ્યું છે કે,
अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् यथा परे मत्सरिणः प्रवादाः। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ।।३०।।