________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૪ ૭
પાણી આદિ પણ અગ્નિરૂપ બની જશે અને એનાથી જલનો અર્થી વ્યક્તિ અગ્નિ આદિમાં પણ પ્રવૃત્તિ કરશે અને અગ્નિનો અર્થી જીવ પાણી આદિમાં પણ પ્રવૃત્તિ કરશે. તેનાથી (જલનો અર્થી જલમાં જ પ્રવૃત્તિ કરે અને અગ્નિનો અર્થી અગ્નિમાં જ પ્રવૃત્તિ કરે, એવા) પ્રતિનિયત લોકવ્યવહારનો અપલોપ થઈ જશે. વ્યવહારલોપ દોષનો પરિહાર(4) -
તમે જે અનેકાંતમાં વ્યવહારલોપ દોષ આપ્યો છે તે યોગ્ય નથી. તમે જે “જલમાં પણ અગ્નિરૂપતાનો પ્રસંગ આવશે” ઈત્યાદિ કહ્યું હતું, તે પણ મહામોહરૂપ પ્રમાદમાં મસ્ત વ્યક્તિનો પ્રલાપ માત્ર જ છે. કારણ કે, જલાદિની સ્વરૂપની અપેક્ષાએ જ જલરૂપતા છે પરંતુ પરરૂપની અપેક્ષાએ જલરૂપતા નથી, કે જેથી જલાર્થી વ્યક્તિની અગ્નિ આદિમાં પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ આવે.
વિશેષમાં, જગતની તમામ વસ્તુઓ સ્વ-પર પર્યાયોની અપેક્ષાએ સર્વાત્મક માની છે. અર્થાત્ જગતના તમામ પદાર્થો કોઈ વસ્તુ સાથે સ્વપર્યાયથી અને કોઈ વસ્તુ સાથે પરપર્યાયથી સંબંધ રાખે છે. તેથી કોઈકની સાથે અસ્તિત્વરૂપથી અને કોઈકની સાથે નાસ્તિત્ત્વરૂપથી સંબંધ હોવાથી સર્વવસ્તુઓ સર્વાત્મક માનવામાં આવે છે. અન્યથા વસ્તુનું સ્વરૂપ જ બની શકતું નથી. (અહીં યાદ રાખવું કે, પાણીનો પોતાની શીતલતા આદિની સાથે જે સ્વપર્યાયરૂપથી અસ્તિત્વાત્મક સંબંધ છે, તો અગ્નિ આદિની સાથે પરપર્યાયરૂપથી નાસ્તિત્વાત્મક સંબંધ છે. છતાં પણ પાણી 54. तथा यदप्यवादि "जलादेरप्यनलादिरुपता'' इत्यादि, तदपि महामोहप्रमादिप्रलपितप्रायं, यतो जलादेः स्वरुपापेक्षया जलादिरुपता न पररुपापेक्षया, न ततो जलार्थिनामनलादौ प्रवृत्तिप्रसङ्गः स्वपरपर्यायात्मकत्वेन सर्वस्य सर्वात्मकत्वाभ्युपगमात, अन्यथा वस्तुस्वरुपस्यैवाघटमानत्वात्। किंच, भूतभविष्यद्गत्या जलपरमाणनामपि भूतभाविवह्निपरिपेक्षया वह्निरुपताप्यस्त्येव। तथा તતો બ્રિપિતાપિ નાયિત થવા (પ મુ...પો. ૬ ૭)