________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ
૪
૩
જ્યાં સ્પષ્ટ પ્રતીતિ થતી હોય ત્યાં સંશય દોષ કહેવાય નહીં.
તથા અનવસ્થા દોષ આપ્યો છે તે પણ યોગ્ય નથી. કારણ કે, સત્ત્વ-અસત્ત્વ, નિત્ય-અનિત્ય આદિ વસ્તુના જ અનેક ધર્મો છે. પરંતુ તે ધર્મોના ધર્મ નથી. આથી શાસ્ત્રોમાં કહ્યું છે કે, ધર્મોના ધર્મ હોતા નથી. ધર્મ નિર્ધર્મક હોય છે. શંકા “ધર્મ ધર્મરૂપ જ છે” આવો એકાંત માનવામાં અનેકાંતની હાની થઈ જશે નહીં? સમાધાનઃ- “ધર્મ ધર્મરૂપ જ છે” આવો એકાંત માનવામાં અનેકાંતની હાની થતી નથી. કારણ કે, અનેકાંત સમ્યગૂ એકાંતને અવિનાભાવી હોય છે. અન્યથા (અર્થાત્ જો સમ્યગૂ એકાંત જ નથી, તો તેની સાથે નિયત સાહચર્ય રાખવાવાળો સમુદાયરૂપ) અનેકાંત પણ હોઈ શકે નહીં, તથા એકદેશવાચી નયની અપેક્ષાથી એકાંત અને સર્વદેશવાચી પ્રમાણની અપેક્ષાથી અનેકાંત માનવામાં આવેલ છે.
કહેવાનો આશય એ છે કે, જે એકાંત=એક ધર્મ વસ્તુના બીજા ધર્મોની અપેક્ષા રાખે છે પરંતુ બીજા ધર્મોનું નિરાકરણ કરતો નથી, તેને સમ્યગૂ એકાંત કહેવાય છે અને તે જ સુનયનો વિષય બને છે. જે એકાંત અન્ય ધર્મોનું નિરાકરણ કરે છે, તેને મિથ્યા એકાંત કહેવાય છે અને તે દુર્નયનો વિષય બને છે. સમ્યગૂ એકાંતોના સમુદાયોને જ અનેકાંત = અનેકાંત ધર્મવાળી વસ્તુ કહેવાય છે. તે અનેકાંતાત્મક વસ્તુ પ્રમાણનો વિષય બને છે) આ પ્રમાણે જ પ્રત્યક્ષ અને અનુમાનથી અવિરુદ્ધ વસ્તુની વ્યવસ્થા હોય છે.
વળી પ્રમાણની અપેક્ષાએ સત્ત્વમાં પણ સત્ત્વાસત્ત્વની કલ્પના કરવામાં આવે તેમાં અમને કોઈ વિરોધ નથી. કારણ કે, પ્રમાણની