________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ'
શીતની અનુપલબ્ધિ હોય છે. પરંતુ વસ્તુમાં રહેલા સત્ત્વ અને અસત્ત્વ માટે તેવું નથી. કારણ કે, જો વસ્તુમાં જ્યારે સત્ત્વ રહેતું હોય ત્યારે તેમાં (કોઈપણ અપેક્ષાથી) અસત્ત્વની અનુપલબ્ધિ હોય છે, તો તે બંને વચ્ચે વિરોધ માની શકાય છે. પરંતુ એવું તો નથી. ઘટ જે સમયે ઘટ છે, તે સમયે પટ નથી. તેથી ઘટમાં ઘટસ્વરૂપની અપેક્ષાથી સત્ત્વ છે અને પટસ્વરૂપની અપેક્ષાથી અસત્ત્વ છે. તેથી બંનેને ભિન્ન-ભિન્ન અપેક્ષાથી એક વસ્તુમાં માનવામાં કોઈ વિરોધ નથી. પદર્શન સમુચ્ચયની બૃહવૃત્તિમાં વિરોધના તમામ લક્ષણો આપીને તે તમામ લક્ષણોની અપેક્ષાએ અનેકાંતમાં કોઈ વિરોધ નથી, તે વાતને યુક્તિપૂર્વક વિસ્તારથી સિદ્ધ કરેલ છે. વિશેષ જિજ્ઞાસુએ તેનું અવગાહન કરવું. અનેકાંતમાં સંશય અને અનવસ્થા દોષ નો આરોપ 46) -
વસ્તુની સત્ત્વ-અસત્ત્વાત્મકતાનો સ્વીકાર કરવામાં (અર્થાત્ વસ્તુને સત્ અને અસત્ ઉભય સ્વરૂપથી સ્વીકાર કરવામાં) “આ વસ્તુ સત્ છે. કે અસત્ છે' આવા પ્રશ્નમાં નિર્ણય થતો ન હોવાથી સંશયદોષ પેદા થાય છે.
(આ સંશય દોષને દૂર કરવા જઈશું તો બીજા તેવા જ દોષો આવે છે – તે આ પ્રમાણે – વસ્તુ જે અંશથી (સ્વરૂપથી) સત્ છે, (તે વસ્તુ) શું તે જ સ્વરૂપથી સત્ જ છે? કે સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોવાળી છે? - જો તમે “વસ્તુ જે સ્વરૂપથી સત્ છે, તે સ્વરૂપથી સત્ જ છે''
46. तथा सत्त्वासत्त्वात्मकत्वे वस्तुनोऽभ्युपगम्यमाने सदिदं वस्त्वसद्वेत्यवधारणद्वारेण निर्णीतेरभावात्संशय:२। तथा येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वम् यद्याद्यः पक्षः, तदा स्याद्वादहानिः। द्वितीये पुन: येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वमनवस्था। तथा येनांशेन भेदः तेन किं भेद एवाथ तेनापि भेदाभेद:? आद्ये मतक्षति: द्वितीयेरनवस्था। ( મુ...રસ્તો.૧ ૭)