________________
૪૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
છે” ઈત્યાદિ પ્રતિનિયત વ્યવહારનો પણ ઉચ્છેદ થઈ જશે. આ રીતે નિત્યત્વ-અનિત્યત્વ, અભિલાપ્યત્વ-અનભિલાષ્ઠત્વ આદિમાં પણ વિરોધ દોષ આવે છે તે પૂર્વની રીતે સમજી લેવું. વિરોધ દોષનો પરિહાર -
તમે આપેલો વિરોધ દોષ યોગ્ય નથી. કારણ કે, વિરોધ દોષના જેટલા પણ લક્ષણો છે તેમાંથી એકપણ લક્ષણ સંગત થતું નથી. વસ્તુમાં વિભિન્ન અપેક્ષાથી સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોની પ્રતીતિ થાય જ છે, તો પછી તે બંનેમાં વિરોધ કઈ રીતે આવી શકે? વિરોધ એમાં હોય છે કે, જે બે ની એકસાથે અનુપલબ્ધિ હોય. જેમ કે, વિધ્યા સ્ત્રીના ગર્ભમાં બાળક હોતું નથી, તેથી) વધ્યા સ્ત્રીના ગર્ભમાં બાળકનો વિરોધ હોય છે(45).
વળી એક જ વસ્તુમાં એક જ સમયે શીત અને ઉષ્ણ એક સાથે રહી શકતા નથી, તેથી તેમાં સહાનવસ્થાનરૂપ (એક સાથે નહિ રહેવારૂપ) વિરોધ આવે છે. પરંતુ સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ અને પરરૂપની અપેક્ષાએ અસત્ત્વને વસ્તુમાં રાખવાથી તેવા પ્રકારનો વિરોધ આવતો નથી.
કહેવાનો આશય એ છે કે, વસ્તુ જ્યારે શીત હોય, ત્યારે તેમાં ઉષ્ણની અનુપલબ્ધિ હોય છે અને વસ્તુ જ્યારે ઉષ્ણ હોય ત્યારે તેમાં 45. अत्रोच्यते। यदेव सत्तदेव कथमसदित्यादि यदवादि वादिवृन्दवृन्दारकेण तद्वचनरचनामात्रमेव, विरोधस्य प्रतीयमानयोः सत्त्वासत्त्वयोरसंभवात्, तस्यानुपलम्भलक्षणत्वात्, वन्ध्यागर्भे स्तनन्धयवत्। न च स्वरुपादिना वस्तुनः सत्त्वे तदैव पररुपादिभिरसत्त्वस्यानुपलम्भोऽस्ति, येन सहानवस्थानलक्षणो विरोध: स्यात्, शीतोष्णवत्। परस्परपरिहारस्थितिलक्षणस्तु विरोध एकत्राम्रफलादौ रुपरसयोरिव संभवतोरेव सत्त्वासत्त्वयोः स्यात्, न पुनरसंभवतो: संभवदसंभवतो। एतेन वध्यघातकभावविरोधोऽपि फणिनकुलयोर्बलवदबलवतो: प्रतीतः सत्त्वासत्त्वयोरशङ्कनीय एव, तयोः समानबलत्वात् मयूराण्डरसे નાનાવવા ( મુ.વ.4.શ્નો.-૧૭)