________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અન્વયદર્શન સત્ય પ્રત્યભિજ્ઞાન દ્વારા સિદ્ધ છે. એટલે કે, ભિન્ન-ભિન્ન પર્યાયો વખતે ‘આ તે જ છે'' આવા પ્રકારનું જે પ્રત્યભિજ્ઞાન થાય છે, તે સત્ય છે, અસત્ય નથી. કારણ કે, કોઈપણ પ્રમાણથી બાધિત થતું નથી. (જેમ કે મુગુટ પર્યાયનો નાશ થઈ તેનાથી ભિન્ન હાર પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે તે ભિન્ન-ભિન્ન પર્યાય વખતે ‘આ સુવર્ણ જ છે’’ આવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન સ્પષ્ટરીતે થાય જ છે.) આથી તમામ વસ્તુઓ દ્રવ્યરૂપે સ્થિર છે.
૩૪
પર્યાયની દૃષ્ટિએ સર્વવસ્તુઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. કારણ કે, પર્યાયોનો અસ્ખલિત અનુભવ થાય જ છે. જે વસ્તુમાં જે પર્યાયોનો પ્રમાણથી અસ્ખલિત (અબાધિત) અનુભવ થાય, તે વસ્તુ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન અને નાશ થાય છે.
જો કે, સમ્દ શંખાદિમાં ચક્ષુદોષાદિના કારણે પીળા રંગના પર્યાયનો અનુભવ થાય છે, પરંતુ તે પ્રમાણથી બાધિત હોવાથી અસ્ખલિત નથી. તેથી ભ્રાન્તિજન્ય પીતપર્યાયનો શુક્લ શંખમાં અનુભવ થાય તેમાં વ્યભિચાર નથી.
અત્રે યાદ રાખવું કે, તે જ અનુભવ અસ્ખલન્દ્રૂપ (પ્રમાણથી અબાધિત) કહેવાય કે, જે પૂર્વસ્વરૂપના નાશ સહિત ઉત્તરાકારના ઉત્પાદના સ્વીકારને અવિનાભાવી હોય. અર્થાત્ વસ્તુના પૂર્વપર્યાયના નાશપૂર્વકના જ ઉત્તરપર્યાયનો અનુભવ અસ્ખલન્દ્રૂપ કહેવાય છે. સફેદ શંખમાં થતો પીત પર્યાયનો અનુભવ એવા પ્રકારનો નથી. કારણ કે, જે પીતપર્યાયનો અનુભવ થયો છે તે શુક્લપર્યાયના નાશપૂર્વકનો નથી. સફેદ પર્યાયનો નાશ થયા વિના જ ચક્ષુદોષાદિથી પીત પર્યાય દેખાયો છે, કે જે ભ્રાન્તિરૂપ છે.
જીવમાં જે હર્ષ, શોક, ઉદાસીનતાદિ પર્યાયોનો અનુભવ થાય