________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૩૭
જેમ અસત્ બની જાય છે. કહેવાનો આશય એ છે કે, ઉત્પાદાદિ ત્રણ, લક્ષણની ભિન્નતાના કારણે કથંચિત્ ભિન્ન હોવા છતાં પણ પરસ્પર નિરપેક્ષ નથી. પરંતુ એકબીજાની અપેક્ષા રાખે છે.
ઉત્પાદાદિ ત્રણે પરસ્પર નિરપેક્ષ નથી, તેની સિદ્ધિ આ પ્રમાણે છે - (૧) કેવલ ઉત્પાદ સતું નથી. કારણ કે, નાશ અને સ્થિતિથી રહિત છે. જેમ કે, કાચબાની રૂંવાટી. (૨) કેવલ વિનાશ સત્ નથી. કારણ કે, ઉત્પાદ અને સ્થિતિથી રહિત છે. જેમ કે, કાચબાની રૂંવાટી. (૩) કેવલ સ્થિતિ સત્ નથી. કારણ કે, ઉત્પાદ અને નાશથી રહિત છે. જેમ, કે કાચબાની રૂંવાટી.
કહેવાનો આશય એ છે કે, જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે, તેની સ્થિતિ બની રહે છે અને કાલાંતરે એનો વિનાશ પણ થાય છે, એવો અનુભવ સૌ કોઈને થાય જ છે. તે જ રીતે જે પદાર્થની સ્થિતિ હોય છે, તે પદાર્થ ક્યારેક ઉત્પન્ન થયો હતો અને કાલાંતરે એનો વિનાશ પણ થતો દેખાય છે. તે જ રીતે જે પદાર્થનો નાશ થાય છે, તેની પૂર્વાવસ્થામાં ઉત્પત્તિ થયેલી જ હોય છે અને સ્થિતિ પણ હોય છે. આ પ્રકારે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ પરસ્પર સાપેક્ષ છે. જો તેને પરસ્પર નિરપેક્ષ માનશો તો કાચબાની રૂંવાટીની જેમ અસત્ બની જશે. કારણ કે, કાચબાની રૂંવાટી ઉત્પન્ન થતી ન હોવાથી તેમાં સ્થિતિ અને વિનાશ દેખવા મળતા નથી. તે જ રીતે સ્થિતિ દેખવા મળતી ન હોવાથી ઉત્પાદ અને વિનાશ પણ અનુભવપથમાં આવતો નથી તથા વિનાશ થતો દેખાતો નહીં હોવાથી ઉત્પાદ અને સ્થિતિ પણ અનુભવપથમાં આવતી નથી. આથી ઉત્પાદાદિ ત્રણમાંથી બેની અસત્તાથી એકની અસત્તા સિદ્ધ થાય છે. તેથી ફલિત થાય છે કે ઉત્પાદાદિ ત્રણે પરસ્પર સાપેક્ષ છે. આ રીતે એક એક વસ્તુમાં ત્રણે સાથે રહે છે. તેથી વસ્તુ ત્રયાત્મક છે.
આથી જ આપ્તમીમાંસામાં કહ્યું છે કે.... ઘટ, મુકુટ અને