________________
૩૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ભિન્ન તો છે જ. આ ભિન્નતાને લક્ષ્યમાં રાખીને જ વસ્તુને ત્રયાત્મક કહેવામાં આવે છે.
ઉત્પાદાદિ પરસ્પર ભિન્ન છે, તેનો સાધક અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – ઉત્પાદાદિ ત્રણ કથંચિત્ ભિન્ન છે. કારણ કે, તેમના લક્ષણ ભિન્ન છે. જેમ કે, રૂપરસાદિ પરસ્પર ભિન્ન લક્ષણવાળા હોવાથી ભિન્ન છે. તેમ ઉત્પાદાદિ પણ ભિન્ન લક્ષણવાળા હોવાથી ભિન્ન છે. વળી ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો ભિન્ન છે, તે વાત અસિદ્ધ નથી. કારણ કે, ત્રણેના લક્ષણો ભિન્ન જ છે. તે આ રીતે - ઉત્પાદ એટલે અસત્નો આત્મલાભ. અર્થાત્ પૂર્વે જે અવિદ્યમાન હતો, તેનો પ્રાદુર્ભાવ થવો તેને ઉત્પાદ કહેવાય છે. વિદ્યમાન સ્વરૂપની સત્તાના વિયોગને નાશ કહેવાય છે અને દ્રવ્યરૂપે અનુવર્તન (વિદ્યમાન રહેવું) તેને સ્થિરતા કહેવાય છે. આ રીતે ઉત્પાદાદિ ત્રણેનાં લક્ષણો ભિન્ન છે, તેથી વસ્તુ ત્રયાત્મક છે. શંકા 41) :
ઉત્પાદાદિ ત્રણના લક્ષણો પરસ્પર ભિન્ન હોવાથી તેઓ પણ પરસ્પર ભિન્ન થશે અને વસ્તુ ભિન્ન ધર્મોથી યુક્ત સંભવતી નથી, તેથી તે ત્રયાત્મક કઈ રીતે સિદ્ધ થશે? સમાધાન :
તમારી શંકા યોગ્ય નથી. કારણ કે, ઉત્પાદાદિ ત્રણ પરસ્પર નિરપેક્ષપણે ભિન્ન છે જ નહીં. કારણ કે, પરસ્પરનિરપેક્ષ વસ્તુઓ આકાશકુસુમની 41. न चामी भिनलक्षणा अपि परस्परानपेक्षाः, खपुष्पवदसत्त्वापत्तेः। तथाहि-उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात् कूर्मरोमवत्। तथा विनाश: केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत्। एवं स्थिति: केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव। इत्यन्योऽन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम्। तथा चोक्तम्-घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम्।शोकप्रमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ।।१।। पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः। अगोरसव्रतं नोभे तस्माद् वस्तु त्रयात्मकम् /1ર (સ્થામંગરી)