________________
૨૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અનંતક્રિયાઓનો ઘટ તે તે કાલના ભેદથી અથવા તરતમતાના યોગે કારણ હોવાથી (કારણ) ઘટના અનંતક્રિયારૂપ સ્વધર્મ થાય છે. કહેવાનો આશય એ છે કે, ઘટમાં અસંખ્ય પ્રકારની ક્રિયાઓ સંભવે છે. તેથી અસંખ્યક્રિયાઓનો ઘટ કારણ હોવાથી તે તેના સ્વધર્મ છે.
વળી ક્રિયાના ત્રણે કાળની અપેક્ષાથી તથા તરતમાતાની અપેક્ષાથી અનંતભેદ હોઈ શકે છે. તેથી ઘટની ક્રિયાના અનંત સ્વધર્મ છે અને તે ક્રિયાઓમાં અહેતુભૂત અન્ય અનંતા દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી ઘટના પરધર્મ પણ અનંતા છે. સામાન્યતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 28) :
પૂર્વે જણાવ્યા મુજબ અતીતાદિ કાલોમાં જગતના જે જે પદાર્થોના અનંતા સ્વ-પરપર્યાયો હોય છે, તેમાં અન્ય પદાર્થોથી ઘટની એક, બે આદિ અનેક ધર્મો દ્વારા સમાનતા મળી શકે છે. આથી સાદૃશ્યરૂપ સામાન્યની અપેક્ષાએ ઘટમાં અનંત સ્વપર્યાય હોઈ શકે છે. વિશેષતઃ વસ્તુની અનંતધર્માત્મકતા :
વિશેષતઃ ઘટનો વિચાર કરવામાં આવે તો ઘટ અનંત દ્રવ્યોમાં રહેલા ભિન્ન-ભિન્ન ધર્મોની અપેક્ષાથી એક, બે, ત્રણ અને યાવત્ અનંત ધર્મોથી વિલક્ષણ છે. તેથી ઘટમાં અનંતપદાર્થોથી વિલક્ષણતા સિદ્ધ કરવામાં કારણભૂત અનંત ધર્મો વિદ્યમાન છે. તે સર્વે ઘટના સ્વધર્મ છે.
અનંતદ્રવ્યોની અપેક્ષાએ ઘટમાં સ્થૂલતા, કૃશતા, સમાનતા, વિષમતા, સૂક્ષ્મતા, બાદરતા, તીવ્રતા, ચાકચિક્યતા (ચમકવાપણું), સૌમ્યતા, પૃથુતા, સંકીર્ણતા, નીચતા, ઉચ્ચતા, વિશાલમુખતા ઈત્યાદિ પ્રત્યેક
28-29. મૂળપાઠ ષ સમુ.બુ.વૃશ્લિોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.