________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૨ ૩
દિન, માસ, વર્ષ, યુગાદિ ઈત્યાદિ વર્ષોની અપેક્ષાથી ઘટમાં પૂર્વત્વ અને પરત્વ હોવાના કારણે અનંતભેદ થાય છે. તેથી ઘટના કાલકૃત પરત્વ-અપરત્વની અપેક્ષાએ અનંતા સ્વધર્મ છે. કહેવાનો આશય એ છે કે, આ ઘટ એક વસ્તુથી એક ક્ષણ પહેલાં કે પછી છે, તે જ ઘટ બીજી વસ્તુથી બે ક્ષણ પહેલાં કે પછી છે, પુનઃ તે જ ઘટ અન્ય વસ્તુથી એક દિન પહેલાં કે પછી છે. આ રીતે ક્ષણાદિ કાલો દ્વારા અનંતદ્રવ્યોથી ઘટમાં પરત્વ-અપરત્વનો વ્યવહાર થાય છે. તેથી ઘટના કાલકૃત પરત્વ-અપરત્વતઃ અનંતા સ્વધર્મ છે. જ્ઞાનતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 26) :
જ્ઞાનની અપેક્ષાએ અનંતજીવોના અનંત પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ તથા વિભગન્નાનાદિ ગ્રાહકજ્ઞાનો છે. તે જ્ઞાન દ્વારા ઘટ સ્પષ્ટ કે અસ્પષ્ટ ગ્રહણ થાય છે. તેથી ગ્રાહ્ય ઘટના પણ (ગ્રાહકજ્ઞાનોના ભેદના કારણે) સ્વભાવભેદ અવશ્ય સંભવિત છે. કહેવાનો આશય એ છે કે, સર્વજીવોના સંયોપશમની તરતમતા હોવાના કારણે મતિજ્ઞાન આદિ જ્ઞાનોમાં તથા વિભંગ આદિ જ્ઞાનોમાં તરતમતા હોય છે. તેથી જ્ઞાન-અજ્ઞાનના અનંતા ભેદ છે. તે સર્વે અનંતા જ્ઞાનો (ગ્રાહકો) નો વિષય ઘટ બને છે. તેથી ગ્રાહકજ્ઞાનોમાં સ્વભાવભેદ હોવાના કારણે ગ્રાહ્યઘટમાં પણ સ્વભાવભેદ સ્વીકારવો જ પડશે. તેના યોગે ગ્રાહક અનંતજ્ઞાનની અપેક્ષાથી ગ્રાહ્યઘટમાં અનંત સ્વભાવ છે અને તે સર્વે ઘટના સ્વધર્મો છે. કર્મતઃ વસ્તુની અનંતધર્માત્મકતા27) :
કર્મ(ક્રિયા)ની અપેક્ષાએ ઘટના અનંતા ક્રિયારૂપ સ્વધર્મ છે. ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ભ્રમણ, ગમન, સ્પંદન, રેચન, પૂરણ, ચલન, કંપન, અન્ય સ્થાન પ્રાપણ, જલાહરણ આદિ 26-27. મૂળપાઠ પડુ.સમુ.બુ.કૃ.શ્લોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.