________________
૩૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો સમાધાન (7) :
તમારી શંકા બિલકુલ યોગ્ય નથી. કારણ કે, તમને સમ્યગુ વસ્તુતત્ત્વનું જ્ઞાન જ નથી. અમારો અભિપ્રાય તમે હવે બરાબર સમજી લો. નાસ્તિત્વ એટલે તે તે રૂપે પરિણમન ન થવું અને તે તે રૂપે અપરિણમન એ વસ્તુનો ધર્મ છે. આથી નાસ્તિત્વ રૂપ અભાવ એકાંતથી તુચ્છરૂપ નથી. આથી વસ્તુની સાથે તેનો સંબંધ થાય, તેમાં કોઈ દોષ નથી અને તેથી વાસ્તવિક ધર્મરૂપ નાસ્તિત્વનો વસ્તુની સાથે સંબંધ પણ સંગત થાય છે.
વળી વસ્તુનું તે તે રૂપે થતું પરિણમન, વસ્તુના તે તે પર્યાયને આશ્રયીને જ થાય છે. પરંતુ વસ્તુના તે તે પર્યાયને નિરપેક્ષપણે નહીં. જેમ કે, “જે જે પટાદિ ગત પર્યાય છે, તે તે રૂપમાં મારું પરિણમન ન થાય” - આવા પ્રકારના સામર્થ્યથી ઘટ તે તે (પટના) પર્યાયોની અપેક્ષા કરે છે, એવું સારી રીતે પ્રતીત થાય જ છે. અર્થાત્ એવું વિધાન પટાદિ પરપર્યાયોને આશ્રયીને જ કરાતું હોય છે. આથી સ્વની વિવક્ષામાં પરપર્યાયની અપેક્ષા રહે જ છે અને તેથી પરપર્યાયો પણ વિવક્ષિત વસ્તુ માટે ઉપયોગી હોવાથી જ તેનો ઘટના પર્યાયોના રૂપમાં વ્યપદેશ કરવામાં આવે છે. 37. तदेतदसमीचीनं, सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात, तथाहि - नास्तित्वं नाम तेन तेन रूपेणाभवनमिष्यते तेन तेन रूपेणाभवनं च वस्तुनो धर्मः ततो नैकान्तेन तत्तुच्छरूपमिति न तेन सह सम्बन्धाभावः। तेन तेन रूपेणाभवनं च तं तं पर्यायमपेक्ष्यैव भवति नान्यथा, तथाहि - यो यः पटादिगत: पर्यायः तेन तेन रुपेण मया न भवितव्यमिति सामर्थ्याद् घटस्तं तं पर्यायमपेक्ष्यते इति सुप्रतीतमेतत्, ततस्तेन तेन पर्यायेणाभवनस्य तं तं पर्यायमपेक्ष्य सम्भवात्तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते। एवंरूपायां च विवक्षायां पटोऽपि घटस्य सम्बन्धी भवत्येव, पटमपेक्ष्य घटे पटरुपेणाभवनस्य भावात, तथा च लौकिका अपि घटपटादीन् परस्परमितरेतराभावमधिकृत्य सम्बद्धान् व्यवहरन्तीत्यविगीतमेतत्, इतश्च ते पर्यायास्तस्येति व्यपदिश्यन्ते, स्वपर्यायविशेषणत्वेन तेषामुपयोगात्।