________________
‘સ્યાદ્વાદ અનેકાંતવાદ’’
-
૩૧
તથા આવા પ્રકારની નિષેધની વિવક્ષામાં પટ પણ ઘટનો સંબંધી થાય જ છે. કારણ કે, પટને આશ્રયીને જ ઘટમાં પટરૂપથી અપરિણમનનો સદ્દભાવ હોય છે. અર્થાત્ ઘટ પટરૂપથી પરિણમિત થતો નથી, તેમાં પટનો સ્વપર્યાય જ કારણભૂત બનતો હોવાથી ઘટમાં પટરૂપથી અપરિણમન પટને આશ્રયીને જ હોય છે અર્થાત્ “ઘટ પટ નથી'' આવી વિવક્ષા પટને આશ્રયીને જ થાય છે તેમાં પટની અપેક્ષા હોય જ છે.
-
તદુપરાંત, વ્યવહારમાં ઘટ-પટાદિના પરસ્પરના ઈતરેતરાભાવના આશ્રયથી એક-બીજાના સંબંધીના રૂપમાં વ્યવહાર થાય છે. અર્થાત્ ‘‘ઘટ પટરૂપ નથી’’ કે ‘‘પટ ઘટરૂપ નથી’’ આ રીતે ઘટ-પટનો પરસ્પર અભાવ ઈતરેતરાભાવને નિમિત્ત બનાવીને લોકમાં ઘટ અને પટમાં નાસ્તિત્વ રૂપ સંબંધનો વ્યવહાર થાય છે. આથી અમારી વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે.
આથી પટાદિ પર્યાય પણ ઘટના સંબંધી જ છે તથા ૫૨૫ર્યાયોનું પ્રમાણ (અધિકૃત વસ્તુ ઘટના) સ્વપર્યાયોથી અનંતગણું છે. બંને પણ સ્વ૫૨૫ર્યાયો સર્વે દ્રવ્યોમાં પ્રાપ્ત થાય છે. સર્વે દ્રવ્યોનું સ્વપર્યાય અને પરપર્યાયના રૂપથી પરિણમન થાય છે.
વળી પૂર્વોક્ત વાતના સમર્થનમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, जो एगं जाणइ, से सव्वं जाणइ ।
जे सव्वं जाणइ, से एगं जाणइ ||
જે એક વસ્તુને સ્વ-૫૨ સર્વે પર્યાયોથી જાણે છે, તે નિયમથી સર્વવસ્તુઓને જાણે છે. કારણ કે, સર્વ વસ્તુના જ્ઞાન વિના વિવક્ષિત એક વસ્તુના સ્વ-પર પર્યાયના ભેદની ભિન્નતાથી સર્વપ્રકારથી જ્ઞાન થઈ શકતું નથી તથા જે સર્વને સર્વપ્રકારે સાક્ષાત્ જાણે છે, તે સ્વ-૫૨ પર્યાયના ભેદથી ભિન્ન એક વસ્તુને જાણે છે.