________________
૨૦
ભારતધમ
***
પેાતાને ખાંધી દેવાની પ્રવૃત્તિ કરીએ નહિ.
આપણે જ્યારે મના જેવા માઁ હતા, ત્યારે તે આ પામાં યુદ્ધ હતું, વેપાર હતા, શિલ્પ હતું, વિદેશમાં આવજા કરતા યુરીપની સાથે વિવિધ વિદ્યાની લેવડદેવડ હતી, દિગ્વિજયી ખળ અને વિચિત્ર ઐશ્વય હતું. બહુ લાંખા કાળના અને ભેદના પડદા પાછળ કાળની સીમાને છેડે એ ભારતવર્ષની સભ્યતાને પૃથ્વીથી અતિ એક તપહેામની અલૌકિક સમાધિની ભૂમિ જેવી આપણે કલ્પીએ છીએ અને ઠંડી છાયા નીચેનાં કામ વિનામળસે ઉંઘતા આપણા આ ગામડાની સાથે સરખામણી કરીએ છીએ, પણ એ સ્થિતિ કદાપ્રિ એવી ન હતી.
આપણે કલ્પના કરીએ છીએ કે, આપણી સભ્યતા માત્ર આધ્યાત્મિક હતી, ઉપવાસે ક્ષીણ થઈ ગયેલા આપણા પૂર્વ પુરુષો જ ગલમાં એકલા એકલા રહેતા, પાતપેાતાના જીવાત્માને ઘસી સાફ રાખતા, આમ એમને એકે વારે કમહીન કરી દઈ પ્રકાશની પાતળી રેખા જેવા બનાવી દેવા એ તા માત્ર કલ્પનાજ છે.
આપણી એ સર્વાં’ગસુંદર પ્રાચીન સભ્યતા હું દિવસથી રામ ખેાલી ચાલી ગઇ છે, આપણા વમાન સમાજમાં તે તેનું માત્ર ભૂત રહ્યુ છે. આપણા એ ભૂતની ઉપર નજર કરીને માની લઈએ છીએ કે, આપણી પ્રાચીન સભ્યતાને પણ ફ્રેંડ ન હતા, માત્ર છાચામય આધ્યાત્મિક્તા હતી, અને પૃથ્વી, તેજ જળને સ્પ`માત્ર ન હતા, હતેા થાડીક વાયુ ને ખાકીનું આકાશ.
એક મહાભારત વાંચવાથી જ માલમ પડશે કે, તે વેળાની આપણી સભ્યતામાં જીવનના વેગ કેટલા મળવાન હતા; તેમાં કેટલા ફેરફાર, સમાજના કેટલા વિપ્લવ, કેટલી વિરુદ્ધ શક્તિનાં યુદ્ધ દેખાય છે, એ સમાજ એક મહાન બુદ્ધિમાન ચતુર કારીગરને હાથે અનેલે સુંદર સંચાને સમાજ ન હતે. એ સમાજમાં એક મનુએ લેાભ, હિ’સા, લય, દ્વેષ, અહંકાર હતાં; તેનીજ બીજી બાજુએ વિનય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com