Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
++++
વ્યાકુળમંજરી
इह हि विषमदुःषमाररजनितिमिरतिरस्कारभास्करानुकारिणावसुधातलावतीर्णसुधासारिणीदेश्यदेशनावितानपरमार्हतीकृतश्रीकुमारपालक्ष्मापालप्रवर्तिताभयदानाभिधानजीवातुसंजीवितनानाजीवप्रदत्ताशीर्वादमाहात्म्यकल्पावधिस्थायिविशद• यशः शरीरेण निरवद्यचातुर्विद्यनिर्माणैकब्रह्मणा श्री हेमचन्द्रसूरिणा जगत्प्रसिद्ध श्री सिद्धसेनदिवाकरविरचितद्वात्रिंशद्वात्रिंशिकानुसारि श्री वर्धमानजिनस्तुतिरूपम् 'अयोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधानं' द्वात्रिंशिकाद्वितयं विद्वजनमनस्तत्त्वावबोधनिबन्धनं विदधे ।
કલુષિત સૃષ્ટિને રચી હતી. જયારે આ શ્રી હેમચંદ્રાચાયૅ (A) લક્ષણ (B) આગમ (C) સાહિત્ય તથા.... (D) તર્કરૂપ ચાર નિર્દોષ વિદ્યારૂપ સૃષ્ટિનું નિર્માણ કરીને પોતાને યથાર્થ બ્રહ્મા તરીકે ઠેરવ્યા છે.
આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ જગવિખ્યાત શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ રચેલા દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા પ્રકરણને અનુસરી શ્રીવર્ધમાનસ્વામીની સ્તુતિરૂપ – I અયોગવ્યવચ્છેદ અને II અન્યયોગવ્યવચ્છેદ. આ બે બત્રીશીઓ રચી છે. આ બન્ને બત્રીશીઓ વિદ્ પુરુષોના મનને પ્રમોદ ઉપજાવવામાં મુખ્ય કારણરૂપ છે, કેમકે પંડિતો તત્ત્વની પ્રાપ્તિથી જ આનંદ પામે છે.
१. विशेषणसङ्गतैवकारोऽयोगव्यवच्छेदबोधकः यथा शङ्खः पाण्डुर एवेति, विशेष्यसंगतैवकारोऽन्ययोगव्यवच्छेदबोधकः यथा पार्थ एव धनुर्धर, क्रियापदसंगतैवकारोऽत्यन्तायोगव्यवच्छेदवोधकः यथा उत्पलं नीलं भवत्येव ॥
૧ અન્યયોગવ્યવચ્છેદ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે. વ્યવચ્છેદ=નિરાકરણ-બાદબાકી કરવી. આ અર્થમાં સંસ્કૃતમાં ‘વ’ કાર અવ્યય તથા ગુજરાતીમાં ‘જ' કારનો ઉપયોગ થાય છે. જૂદા-જૂદા સ્થાને વપરાતા આ એવકારથી પ્રાપ્ત થતા ત્રણ જૂદા જાદા અર્થો આ પ્રમાણે છે.
A અન્યયોગવ્યચ્છેદ:- વિશેષ્યપદની સાથે જયારે જ॰ કાર વપરાય છે ત્યારે આ પ્રકારનો વ્યવચ્છેદ થાય છે. તેનાથી એવો અર્થ પ્રાપ્ત થાય છે કે તે વિશેષણ માત્ર વિશેષ્યમાં જ ઉપલબ્ધ થાય છે. પણ વિશેષ્યથી ભિન્નમાં ઉપલબ્ધ થતું નથી, જેમકે ‘વીતરાગ જ સર્વજ્ઞ હોય છે.’ અહીં સર્વજ્ઞપણું ‘વીતરાગ' સિવાય અન્યત્ર ઉપલબ્ધ થતું નથી એ ફલિતાર્થ છે.
B અયોગવ્યવચ્છેદ :- જ્યારે વિશેષણપદની સાથે ‘જ' કારનો સંબંધ થાય છે ત્યારે આ પ્રકારનો વ્યવચ્છેદ ધ્વનિત થાય છે. અને તેનાથી ‘તે વિશેષણ વિશેષ્યને સર્વાશે વ્યાપીને રહ્યું છે' એમ સૂચિત થાય છે. જેમકે ‘શંખ સફેદ જ હોય છે.' અહીં ‘સફેદપણું' શંખમાત્રમાં ઉપલબ્ધ છે. એમ સમજાય છે, અયોગ-યોગનો અભાવ. વ્યવચ્છેદ-તેનો નિષેધ, શંખમાં શ્વેતત્ત્વ'નો અભાવ નથી. માટે અહીં' અયોગવ્યવચ્છેદ થયો. આ અયોગવ્યવચ્છેદ વિશેષ્યથી ભિન્નમાં વિશેષણની હાજરી અંગે મૌન રહે
છે.
C અત્યન્તઅયોગચવચ્છેદ :– જ્યારે જ' કાર ક્રિયાપદની સાથે આવે છે, ત્યારે આ પ્રકારનો વ્યવચ્છેદ વ્યક્ત થાય છે. આ વ્યવચ્છેદ વિશેષણનો વિશેષ્યમાં સર્વથા અભાવનો નિષેધ કરે છે, અને સાથે સાથે અર્થત: કેટલાક અંશે અભાવનું સૂચન પણ કરે છે. જેમકે કમળો લાલ હોય છે જ.' અહીં કમળોમાં લાલ રંગના સર્વથા અભાવનો નિષેધ છે. પણ સાથે સાથે સૂચન થાય છે કે બધા જ કમળો લાલ નથી પણ કેટલાક ભુરા વગેરે રંગના પણ હોય છે. અર્થાત્ આ વ્યવચ્છેદથી વિશેષ્યમાં વિશેષણભૂતધર્મ અને તેનાથી ભિન્નધર્મ આ બન્નેની હાજરી સૂચિત થાય છે.
ગ્રંથની પ્રસ્તાવના