Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
'
'
'
'
'
કરી
સ્થામંજરી ये हेमचन्द्रं मुनिमेतदुक्तग्रन्थार्थसेवामिषतः श्रयन्ते । संप्राप्य ते गौरवमुज्ज्वलानां पदं कलानामुचितं भवन्ति ॥ ३ ॥ मातर्! भारति! सन्निधेहि हृदि मे, येनेयमाप्तस्तुते - निर्मातुं विवृत्तिं प्रसिध्यति जवादारम्भसम्भावना । यद्वा विस्मृतमोष्ठयोः स्फुरति यत् सारस्वतः शाश्वतो मन्त्रः श्री उदयप्रभेति रचनारम्यो ममाहर्निशम् ॥ ४ ॥
'
'
'
'
'
'
'
સમાવેશ કરીને શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના શરીરના દષ્ટાંતથી જ સ્યાદ્વાદની સિદ્ધિ કરી. આવા કાંતિયુક્ત સુવર્ણમય ચંદ્ર જેવા શ્રી હેમચંદ્રસૂરિ મારી સદ્ગદ્ધિરૂપ સાગરમાં ભરતી લાવનારા થાઓ. અર્થાત મારી સદ્દબુદ્ધિનો વિકાસ કરનારા થાઓ. ૨.
શ્રી હેમચંદ્રસૂરિએ કહેલા આ ગ્રંથના અર્થનું સેવન=ભાવન કરવાના બહાને જેઓ તે શ્રી હેમચંદ્રસૂરિનો આશ્રય કરે છે તેઓ શ્રેષ્ઠ ગૌરવ પામે છે. તથા ઉજજવળ કળાઓનું યોગ્ય સ્થાન બને છે. (હેમ સુવર્ણ –બધી ધાતુઓમાં બહુમૂલ્યતા વગેરે ગુણોથી ગૌરવભૂત છે. તથા ચંદ્ર ઉજજવળ કળાઓનું સ્થાન છે. તેથી શ્રી હેમચંદ્રસૂરિને સેવનારા પણ તેમની જેમ ગૌરવાન્વિત અને ચંદ્રની જેમ કલાનિધાન બને છે. એ આ શ્લોકનો ફલિતાર્થ છે.)૩.
સરસ્વતી અને ગુસ્મી સ્તુતિ હે સરસ્વતી માતા! તું મારા હૃદયમાં વાસ કર, જેથી તારા પ્રભાવથી આ અન્યયોગવ્યવચ્છેદગર્ભિત આખસ્તુતિના સ્યાદ્વાદમંજરીરૂપ વિવરણનું શીધ્ર નિર્માણ કરવા માટે પ્રારંભ કરવાની સમ્યગ ભાવના પકર્ષયુક્ત સિદ્ધિને વરે. અથવા હું ભૂલ્યો. “શ્રી ઉદયપ્રભ” (સ્વગુરુવરના નામરૂપ મંત્રી જ સુંદર રચનાવાળો શાશ્વત સારસ્વત (સરસ્વતીનો) મંત્ર છે. આ મંત્ર મારા ઓઠો પર સતત રમ્યા જ કરે છે. (અહીં (૧) સ્વગુરુવરના સ્મરણમાં જ સરસ્વતીનું સ્મરણ છે, (૨) સ્વગુરુવરનું સ્થાન પોતાના દ્ધયમાં અપૂર્વ છે, (૩) ગુરુવરના આ નામસ્મરણમાત્રથી સ્વિકાર્યની સિદ્ધિ થશે, તથા (૪) પોતે ગુરુકુલવાસી છે, ગુરુને પરતંત્ર છે. ઇત્યાદિ મુદ્દા દર્શાવવાનો ટીકાકારનો આશય છે) ૪.
ગ્રંથની પ્રસ્તાવના છ આરામય અવસર્પિણીકાળના પાંચમા દુષમ આરારૂપ રાત્રી અત્યારે ભરતક્ષેત્ર પર છવાઈ ગઈ છે. આ રાત્રી અનેક મિથ્યામતરૂપ ઘુવડોના ઘોઘાટથી ભયંકર બની છે. વળી કેવળજ્ઞાનીરૂપ સૂર્ય અને વિશિષ્ટશ્રુતજ્ઞાની વગેરે રૂપ ચંદ્રના અભાવમાં આ રાત્રિ અમાસની રાત બની છે. ચારેકોર કાજળ જેવો કાળો અજ્ઞાનઅંધકાર જામ્યો છે. આ અજ્ઞાન અંધકારને મિટાવી દઈને શ્રી હેમચંદ્રાચાર્યે સૂર્યનો પાઠ ભજવ્યો છે. એમની શીતલ વાણી પૃથ્વી ઉપર ઉતરેલી અમૃતની નદી ગંગાની યાદ દેવડાવે છે. (આ વાણી અત્યંતર રોગોને દૂર કરનારી છે એવો સૂચિતાર્થ છે.) આ ઉપદેશવચનો આપવા દ્વારા શ્રી હેમચંદ્રાચાર્યકુમારપાળ રાજાને શિ પરમાહત =પરમશ્રાવક બનાવ્યો અને પછી કુમારપાળરાજા પાસે તેના અઢારદેશમાં અભયદાનરૂપ સંજીવની દે ઔષધ પ્રવર્તાવ્યું. આ ઔષધની પ્રાપ્તિથી જાણે કે નવું જીવન પામેલા અનેક જીવોના શુભાશિષો દુવાઓ
શ્રી હેમચંદ્રાચાર્યને પ્રાપ્ત થયા. આ આશીર્વાદોના કારણે જ બાહ્ય શરીરનો વિલય થવા છતાં તે શ્રી હેમચંદ્રાચાર્ય છે આજે પણ પોતાના વિપુલ નિર્મળ યશશરીરથી (=ઉજજવળ યશથી) સાક્ષાત્ જીવે છે.
સૃષ્ટિના સર્જક તરીકે પરદર્શનકારોને માન્ય બનેલા બ્રહ્માએ સુરૂપકુરૂપ વગેરે અનેક વિચિત્ર ભાવોથી
N
કાવ્ય - ૧