________________
જણાવ્યું. પ્રવજ્યા અંગીકાર કરવાની પ્રબળ નિશ્ચયવાળા મોહનલાલ પોતાના ગામમાં આવ્યા. તેમણે પોતાના પરિવાર, સગા સ્નેહીઓ તથા શ્રી સંઘમાં સંયમ ધારણ કરવાની ભાવના જણાવી. સંઘે તુરત આજ્ઞા ન આપી. પરંતુ મોહનલાલની દૃઢતા સામે સૌ કોઈ ઝુકી ગયા અને માન્યું કે મોહનલાલમાં ઉત્કૃષ્ટવૈરાગ્ય ભાવના ભરી છે.
છેવટે શ્રી સંઘે નિર્ણય કર્યો કે આવા માંગલિક પ્રસંગનો લાભ આપણાં જ ગામને આંગણે લઈશું. ત્યારબાદ મોહનલાલ સાથે પરિવારના સભ્યો અને શ્રી સંઘ ચાણસ્મા ગયો. અને ત્યાં બિરાજમાન પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબ પાસે પોતાના ગામમાં જ દીક્ષા મહોત્સવ ઉજવવા માટેની ભાવના વ્યક્ત કરી. તથા સમી ગામમાં પધારવા વિનંતી કરી.
આમ સમી જૈન સંઘના અત્યાગ્રહથી પૂ. શ્રી ધર્મવિજયજી મ. તથા શિષ્ય સમુદાય સમી ગામમાં પધારતાં ગુરૂ ભગવંતનું ભવ્ય સ્વાગત કરાયું. એજ વખતે શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું. અને સમીના આંગણે ખૂબજ ધામ ધૂમ પૂર્વક સંવત ૧૯૫૭ના મહા વદ-દશમના રોજ મોહનલાલે પ્રવજ્યા અંગીકાર કરી. તેમનામાં વિદ્યમાન અનેક ગુણો ઉપરાંત ભક્તિનો ગુણ વિશેષ હોવાથી તેમનું નામ ભક્તિ વિજય રાખવામાં આવ્યું. તેઓ મુનિ ભક્તિવિજય બન્યા. ૧
મુક્તિપથના મહાન યાત્રી ખૂબજ વેગથી મુક્તિના મંગલ માર્ગે વિહરવા લાગ્યા. તેમનો આત્મા પહેલેથી જ વૈરાગ્યના રંગો વડે રંગાયેલો હતો, તે સાથે આત્મજ્ઞાન વિકસાવવા અને જ્ઞાન સંપાદન કરવા માટે તેમણે કમ્મર કસી. કાશીબનારસ જેવા વિદ્યાધામમાં તેઓશ્રીના પરમ ઉપકારી ગુરૂદેવ શ્રી, શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યશ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી તેઓશ્રીને અપૂર્વ જ્ઞાન-પ્રાપ્તિ માટેની સુંદર તક મળી ગઈ. તેઓ રાત-દિવસ અભ્યાસમાં તલ્લીન રહેતા હોવાથી થોડા જ વખતમાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વ્યાકરણ, કાવ્ય અને ન્યાયાદિ ગ્રંથોનો સારી રીતે અભ્યાસ કર્યો. આગમ ગ્રંથોનું ઊંડાણથી ચિંતન કર્યું. તેમણે કર્મ પ્રકૃતિ અને પંચ સંગ્રહાદિ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ
ર્યો.
ભક્તિ પાનાથ