________________
હોવાથી ગામમાં અવારનવાર પૂજ્ય મુનિ મહાત્માઓનું આગમન થતું, જેથી અનેક વખત ગુરૂ ભગવંતોની અધ્યાત્મ વાણીના શ્રવણનો લાભ સૌ કોઈને મળતો રહેતો હતો. પૂ. ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન શ્રવણથી તથા સમાગમથી મોહનલાલના જીવનમાં વૈરાગ્યના બીજ રોપાયાં. સમય જતાં તેમનું જીવન સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી અને તિવિહારાદિવ્રત-નિયમો, તથા ધર્મ આરાધનામાં ઓતપ્રોત બની ગયું. અને વૈરાગ્ય ભાવના વિકસવા લાગી. (ા એ વખતે મોહનલાલને પૂજ્ય શ્રી ધર્મવિજયજી મ. નો સમાગમ થયો. તેઓશ્રીની અમૃત સમાન વૈરાગ્યવાણી સાભળીને તેમનો અંતર આત્મા જાગી ઉઠ્યો : “આ સંસાર અસાર છે. ક્ષણ ભંગુર આ સંસાર માયા મરિચિકાથી પૂર્ણ છે. બાહ્ય દેખાતા સર્વ સંબંધો ક્ષણિક છે. સંસાર સમુદ્રને તરવા માટે એક સંયમનાવ અમોઘ સાધન છે. ત્યાગ સિવાય મુક્તિ નથી. | આમ મોહનલાલના અંતરમનમાં વૈરાગ્યમય વાણીએ ધમસાણ મચાવ્યું અને પ્રથમ મંગલ રૂપે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે શુભ પ્રસ્થાન કર્યું. તેમણે વિધિ સહિત યાત્રા કરી, તેઓ ઘેર પાછા ફર્યા એ દિવસે રાત્રિમાં અર્ધ નિદ્રાવસ્થામાં એક મંગલમય સ્વપ્ન આવ્યું. એ વૈરાગી આત્માએ વૈરાગ્યમાં વિશેષ વૃધ્ધિ કરનારું સ્વપ્ન જોઈને પ્રાતઃકાળે જાગૃત થતાં સંયમ લઈ આત્મ સાધના કરવાનો હૃઢ નિશ્ચય કરી લીધો. અને તે માટેની હિલચાલ શરૂ કરી દીધી.
આ અરસામાં સમી ગામની નજીક ચાણસ્મા માં પૂજ્યશ્રી ધર્મવિજયજી મ. પોતાના શિષ્ય પરિવાર સાથે બિરાજમાન હતા. મોહનલાલ તરતજ ચાણસ્મા ગયા અને ત્યાં પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબનું વૈરાગ્યમય વ્યાખ્યાન સાંભળતાની સાથેજ સંયમ લેવાની ભાવના દર્શાવી.
પુ.શ્રી ધર્મવિજયજી મહારાજે મોહનલાલની મુખાકૃતિની ભવ્યતા અને વૈરાગ્ય - ગર્ભિત વિનયશીલ વાણી પરથી અનુમાન કર્યું કે આ બાળક કોઈ સામાન્ય કોટિનો આત્મા નથી. પોતાની ઉત્કૃષ્ટ ભાવનાથી દીક્ષા અંગીકાર કરવા માટે ઉત્સુક થયેલા મોહનલાલને “અવસરનાજાણ” એવા તેઓશ્રીએ સમય પણ ન ગુમાવવાનું
ભક્તિ પાર્શ્વનાથ