________________
ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૫ જ્ઞાનની જ્યોતિ ધર્મની ક્રાંતિ તપની જ્ઞાતિ જગની શાંતિ આપના આ સપનાને ઓ દાદા ગુરૂદેવ અમે કરશું સાકાર ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૬
પ્રાતઃ સ્મરણીય પરમપૂજ્ય આચાર્ય દેવ પૂ.વિજય ભક્તિસૂરિશ્વરજી મહારાજનું જીવન-કવન અત્રે પ્રસ્તુત છે.
| મહા પ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની છત્ર છાયામાં આવેલ સમી નામના ગામમાં વિક્રમ સંવત ૧૯૨૯ના આસો સુદ-૮ના રોજ શ્રીમાળી જ્ઞાતીય શેઠ વસતાચંદ પ્રાગજીભાઈને ત્યાં આ તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો હતો. આ ભાવી મહાત્માનો જન્મસમય પણ ભવ્ય હતો. જૈન શાસનમાં કર્મરાજાના સામ્રાજ્ય ઉપર વિજય મેળવવા માટેનો એ માંગલિક દિવસ હતો. જે દિવસોમાં શાશ્વતી ઓળીની અપૂર્વ આરાધના કરીને અનેક ભવ્યાત્માઓ બાહ્ય અને અત્યંતર તપનું આલંબન લઈને આત્મ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે.
શુભ દિવસે પરિવારના સભ્યોએ બાળકનું નામ મોહનલાલ પાડ્યું. મોહનલાલ લોકોને મોહિત કરતાં વૃદ્ધિ પામવા લાગ્યા. માતા હસ્તબેન પુત્રને જોઈને અનેકમનોરથો સેવતા હતા. પણ ભાવીના પડદા પાછળ શું છૂપાયેલું હતું તે કોણ જાણતું હતું?
સમયને થોભ નથી. કાળનો પ્રવાહ અવિરત ચાલવા માંડ્યો. મોહનલાલ નવ વર્ષના થતાં ગુજરાતી ધોરણ છ સુધી અને ધાર્મિક અભ્યાસમાં પણ પંચ પ્રતિક્રમણ તથા નવસ્મરણ સુધીનો અભ્યાસ કરી લીધો.
મોહનલાલને જન્મથી જ પોતાના ધર્મનિષ્ઠ માતા-પિતાના સુસંસ્કારોનો વારસો મળેલો હોવાથી તેઓ દરરોજ જિનમંદિર તથા ઉપાશ્રયાદિ સ્થાનોમાં જતા હતા, જેથી તેમની ધર્મ પ્રત્યેની ભાવના વિકસીત થવા લાગી.
સમી ગામ શંખેશ્વર તીર્થની નજીક હોવાથી તેમજ વિહાર માર્ગમાં આવેલ
ભક્તિ પાર્શ્વનાથ