________________
શ્રી ભક્તિ પાર્શ્વનાથ
નવી વિન
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ, ભક્તિનગરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળ નાયક રૂપે બિરાજમાન છે.
શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની અને પદ્માસનસ્થ છે. પરિકરથી પરિવૃત્ત અને ફણાથી અલંકૃત છે. શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિ અને શ્રધ્ધાનો સૂર ગુંજવા લાગે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, ગચછાધિપતિ આચાર્ય દેવ પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા પૂ. આ. દેવશ્રી વિજયસુબોધસૂરિશ્વરજી મહારાજ છે. શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ની સાલમાં મહાસુદ-પાંચમના રોજ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા આચાર્ય દેવ શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજ આદિના વરદ હસ્તે કરવામાં આવી હતી.
ગચ્છાધિપતિ આ.ભ.પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રી સુબોધસૂરિશ્વરજી મ. આદિના ગુરૂદેવ આચાર્ય ભગવંત પૂ. શ્રી ભક્તિસૂરિશ્વરજી મહારાજની સ્મૃતિમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયનું શંખેશ્વરમાં નિર્માણ થયેલું છે અને મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી છે.
પૂ. પ્રશાંત મૂર્તિ મુનિ પ્રવર શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, પદ્મપ્રભાવક, પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મનો મર્મ સમજાવનારા વિશ્વ વિખ્યાત જગતપૂજ્ય, શાસ્ત્ર વિશારદ પૂ.સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મસૂરિશ્વરજી મ. (કાશીવાલા) ના શિષ્ય રત્નોમાં એક આ.ભ. વિજય ભક્તિસૂરિશ્વરજી મહારાજ હતા. તેઓ વર્ધમાન તપના ઉપદેશક હતા.
આચાર્ય ભગવંત પૂ. ભક્તિ સૂરિશ્વરજી ના ગુરૂદેવ આ.ભ. શ્રી ધર્મસૂરિશ્વરજી મ. નો જન્મ વિક્રમ સંવત ૧૯૨૪માં મહુવા ખાતે થયો હતો. સંવત ૧૯૪૩માં ભાવનગર ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય પદવી સંવત
ભક્તિ પાર્શ્વનાથ