________________
૧૯૬૪માં કાશી (બનારસ)મા પ્રાપ્ત થઈ હતી. આ. શ્રી ધર્મસૂરિજી મહારાજે જૈન દર્શનના અનેક ગ્રંથો લખ્યા છે. તેમના અન્ય શિષ્યોમાં આ શ્રી વિજયેન્દ્રસૂરિજી મ., ઉપાધ્યાય મંગલવિજયજી મ., પૂ.વિદ્યાવિજયજી મ., પૂ. ન્યાયવિજયજી મહારાજ, પૂ. જયંત વિજયજી મ., પૂ. રત્નવિજયજી મ. સહિત અનેક શિષ્યો તથા શિષ્યોના શિષ્યો પણ હતા. આજે તો વિશાળ પરિવાર છે.
| ભાદરવા સુદ-૧૪ સંવત ૨૦૫૭માં ભાદરવા સુદ-૧૪ ના શંખેશ્વર તીર્થમાં મુનિ ભક્તિરત્ન વિજયજી મહારાજે ભક્તિમય રચના કરીને પરમ કલ્યાણકારી ગુરૂદેવોને ભાવવંદના કરી છે તે ભાવગીત અત્રે પ્રસ્તુત છે.
દિલથી ના વિસરાય, ક્યારે નહિ ભૂલાય ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય..૧ કમલાદેવી માતા હતા રામચંદ્રજી પિતા હતા બેભાઈ અને ચાર બેની વચ્ચે મુલચંદ્રજી સોહાય... ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૨
ગુરૂ વૃધ્ધિ પાસે દીક્ષા લીધી વૈરાગ્ય અમૃત વાણી પીધી ગુરૂવૈયાવચ્ચ કરીને એ તો, ગુરૂના દિલમાં સમાય... ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૩ શાસ્ત્ર વિશારદ જગતગુરૂ ધર્મસૂરિજીની માનસ યાત્રા શરૂ ઘરઘર ગામ જ્યોત જગાવી, મહાવીરનો ઝંડો લ્હેરાય.. ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૪
અંગ્રેજી વિદ્વાનો નમી ગયા છે કાશી નરેશ પ્રણમીને ગયા ભક્તિસૂરિજીના ગુરૂવર એતો, દિવ્ય વિભૂતિ દેખાય...
ભક્તિ પાર્શ્વનાથ