Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/009225/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ www.yugpradhan.com ધાર્મિક વહીવટ વિચાર પં. શશખરવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ જેન ધર્મ અંગેના કુલ ચૌદ ક્ષેત્રોની શાસ્ત્રીય વ્યવસ્થાને વિગતવાર સમજાવતું પુસ્તક ધાર્મિક વહીવટ વિચાર VWVWલેખક. ૫. ચન્દ્રશેખરવિજયજી સંપાદક : મુનિશ્રી દિવ્યવલ્લભવિજયજી મ.સા. : પરિમાર્જકો : (૧) પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્ જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબ (૨) આ. દેવ શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ (૩) આ. દેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ (૪) પં. શ્રી યમુંદરવિજયજી ગણિવર • ૨૭૩) કમલ પ્રકાશન ટ્રસ્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્તિક ગ્રંથમાળા : પુષ્પ ૧૬ પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિભવન ઝવેરીવાડ, રિલીફરોડ, અમદાવાદ ફોન : ૧૩૫૫૮૨૩ C/૦૫૩૫૬૦૩૩ લેખક પરિચય સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી 4. શ્રી ચન્દ્રશેખરવિજયજીadhan.com પ્રથમ સંસ્કરણ : નકલ ૨૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નકલ ૩૦૦૦ તૃતીય સંસ્કરણ : નકલ ૫,૦૦૦ વિ. સં. ૨૦૫૧ તા ઃ ૧-૫-૧૯૯૫ મૂલ્ય રૂ. :૨૦ લેસર ટાઈપ સેટીંગ ઃ શાઈન આર્ટ કોમ્પ્યુગ્રાફીકસ રાજનગર, પાલડી, અમદાવાદ-૭ ટે.નં. ૬૬૩૯૨૩૨ . મુદ્રક ઃ ભગવતિ ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય સ્વસ્તિક ગ્રંથમાળા અન્વયે પૂજ્યપાદ ૫. ચન્દ્રશેખરવિજયજીની નાનકડી પુસ્તિકાઓની આ શ્રેણીને અમે પ્રગટ કરી રહ્યા છીએ. આજ સુધીમાં અમે પૂજ્યપાદશ્રીનાં બસો ઉપર પુસ્તકો પ્રગટ કર્યા. જેઓ બે હજાર રૂ. નું દાન કરશે તેમનું નામ (ગ્રંથમાળાના શ્રેણીબદ્ધ પુસ્તકો સિવાયનાં) તમામ પુસ્તકોમાં પ્રગટ કરીશું અને તેમને અમારું પ્રકાશન ભેટ મોકલતા રહીશું. આ યોજનાનો આપ સહુ લાભ લેશો એવી અમે આકાંક્ષા રાખીએ છીએ. લિ. કમલ પ્રકાશન ટ્રસ્ટ જી. પ્ર. સંસ્કૃતિભવન ર000, નિશાપોળ રિલીફ રોડ, અમદાવાદ-૧ (ગુજરાત) Page #5 -------------------------------------------------------------------------- ________________ 1 | બીજી આવૃત્તિ વખતે લેખકીય દર વર્ષે પર્યુષણ પર્વાધિરાજની આરાધના કરાવવા માટે ગામે ! ગામ જતા શ્રમણોપાસક યુવાનો માટે આ પુસ્તકનું લેખન મેં તૈયાર ! 1 કર્યું. આના મનનથી જૈનસંઘોમાં ધાર્મિક વહીવટ અંગે ઊઠતા પ્રશ્નોના સમાધાન યુવાનો સહેલાઈથી આપી શકે તે મારો ઉદેશ છે. દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય આદિના સંબંધમાં વિ.સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં મળેલા મુનિસંમેલને જે પરામર્શ કરીને શાસ્ત્રીય નિર્ણયો લેવામાં આવ્યા હતા તેનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની હવે બીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. આ ! નવસંસ્કરણને વિશિષ્ટ કોટિનું પરિમાર્જિત સ્વરૂપ પૂજનીય ; આચાર્યભગવંતાદિએ આપેલ છે. પ્રથમવૃત્તિમાં મારી ક્યાંક કોક શરતચૂક થઈ હોય તો તેને પણ તેઓશ્રીએ અથાગ મહેનત લઈને પરિમાર્જિત કરી આપેલ છે. એમણે લીધેલા સખત પરિશ્રમ બદલ 1 iહું તેમનો ખૂબ ખૂબ ઋણી છું. 1 આ પુસ્તકમાં જે કાંઈ વિધાનો વગેરે કરવામાં આવ્યા છે ત શાસ્ત્રધાર સાથે જ કરાયા છે. આમ છતાં જે તે વિધાનો સામે I કોઈ વાંધો ઉઠાવે તો અમને તે અંગે પુછાવીને જ કોઈ પણ નિર્ણય Tઉપર આવવાની મારી વિનંતિ છે. આ પુસ્તકનું અતિ કઠિન સંપાદન કાર્ય મારા શિષ્યરત્ન મુનિશ્રી 'દિવ્યવલ્લભવિજયજીએ ખૂબ સરસ રીતે-ભારે જહેમત લઈને-પાર પાડી દીધું છે તે બદલ હું તેને અહીં યાદ કર્યા વિના રહી શકતો ! નથી. - પ્રાન્ત જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો તેનું અન્તઃકરણથી મિચ્છા મિ દુક્કડે માંગું છું. વિરાર લિ. 1 તા. ૧૫-૧-૯૫ ગુરુપાદપરેણુ I ૨૦૫૧, પો.સુ. ૧૪ ન પં. ચન્દ્રશેખરવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ મહત્વની સૂચના | આ બીજી આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિના સમગ્ર કલેવરને અનેક પ્રકારના નૂતન સંસ્કાર-પરિષ્કાર પણ કરાયેલ હોવાથી પ્રથમ આવૃત્તિ કરતાં પણ આ બીજી આવૃત્તિ અધિકતર પુષ્ટ અને પ્રામાણિક બની છે, તે 1 આનંદની વાત છે. તેથી પ્રથમ આવૃત્તિ ધરાવનારા તમામ વાચકોએ આ બીજી આવૃત્તિ પ્રમાણે પ્રથમ આવૃત્તિમાં સંસ્કાર કરી લેવા જેથી ક્યાંય ગેરસમજને જરા પણ અવકાશ ન રહે. WWW ત્રીજી આવૃત્તિ વખતે લેખકીયCom આ પુસ્તકની બે આવૃત્તિઓની હજારો નકલો ચપોચપ ઊપડી જતાં ત્રીજી આવૃત્તિ - વધુ નકલોમાં -બહાર પાડવામાં આવી છે. અમારી સામે જબ્બર ઉહાપોહ શરૂ થયો છે. શાસ્ત્રના નામે માત્ર સંઘર્ષ કરવાની નીતિનું 1 અહીં દર્શન થાય છે. અમારી પાસે પુષ્કળ શાસ્ત્રપાઠી હાથવગા છે. ઉત્સુત્ર ભાષણનો અમારી ઉપરનો આરોપ એકદમ નિરાધાર છે. જેમનો ભૂતકાળ પણ અનેક સંઘર્ષ ઊભા કરવામાં જ ગયો હોય તેમને માટે આથી વધુ લખવું ઉચિત લાગતું નથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા (૨) ખંડ પહેલો ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા ધર્મસ્થાનોમાં ટ્રી કોણ બની શકે ? ટ્રસ્ટ અને ટ્રસ્ટી મંડળ ચૌદ ક્ષેત્રોનું વિવરણ જિનપ્રતિમા અને જિનમંદિર (૧ મે ૨). જિનાગમ (૩) સાધુ-સાધ્વી (૪+૫). શ્રાવક-શ્રાવિકા (૬+૭) પૌષધશાળા (ઉપાશ્રય) (૮) પાઠશાળા (૯) | આયંબિલ ખાતુ (1) radhan.Com કાલકૃત ખાતુ (૧૧), નિશ્રાકૃત ખાતુ (૧૨) અનુકંપા ખાતુ (૧૩) જીવદયા ખાતુ (૧૪). જનરલ સુચનો - ખંડ બીજો ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જિનમૂર્તિ અને જિનમંદિર (૧+૨)પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧ જિનપ્રતિમા શેની બને ? કેવડી બનાવાય ? પ્રશ્ન-૨ આરસ લાવવાની વિધિ શું છે ? પ્રશ્ન-૩ પ્રતિમાજી ગળામાંથી ખંડિત થાય તો શું કરવું ? પ્રશ્ન-૪ જિનપ્રતિમા પરદેશ લઈ જઈ શકાય ? પ્રશ્ન-૫ પોતાની પાસેની પ્રતિમાઓ નકરો લઈને બીજાને આપી શકાય ? નવી પ્રતિમાઓ ભરાવવા કરતાં નહિ પૂજાતા જુના પ્રતિમાજીની “પ્રતિષ્ઠા યોગ્ય નથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૭ જોખમી સ્થળેથી જિનબિંબોનું સુરક્ષિત સ્થળે ઉત્થાપન નહિ કરવું જોઈએ ? પ્રશ્ન-૮ ‘સ્વપ્નદ્રવ્યની આવક દેવદ્રવ્યમાં જ જાય'-આ વાતને શાસ્ત્રીયાધાર શું ? પ્રશ્ન-૯ દેવદ્રવ્યનો પગાર લેતા પૂજારી પાસે શ્રમણો પોતાનું કામ કરાવી શકે ? પ્રશ્ન-૧૦ પુજારીઓ અને મુનિમો જયારે “દાદા” બનતા દેખાય છે તો શું કરવું ? પ્રશ્ન-૧૧ દેરાસરના ભંડારના ચોખા, બદામ વગેરે પૂજારીને આપવા જ જોઈએ ? પ્રશ્ન-૧૨ દેરાસરજીમાં ચડેલા ફળ નેવેદ્યનું શું કરવું જોઈએ ? પ્રશ્ન-૧૩ દેરાસરમાં ચડેલી બદામ વેચાયા બાદ અજાણથી ફરી ચડાવવામાં દોષ લાગે ? પ્રશ્ન-૧૪ આર્થિક સ્થિતિ સારી ન હોય તો દેરાસરના કેસરાદિથી પૂજા થઈ શકે ? પ્રશ્ન-૧૫ તીર્થરક્ષાના કાર્યમાં દેવદ્રવ્યની રકમ વપરાય ખરી ? પ્રશ્ન-૧૬ દેરાસરમાં થતી આભૂષણાદિના ચોરી અંગે શું કરવું ? ૭૦ પ્રશ્ન-૧૭ ગરીબો માટે દેવદ્રવ્યની સંપત્તિ વપરાય ? પ્રશ્ન-૧૮ અનીતિના ધનથી બનતા જિનમંદિરોમાં તેજ આવે ખરું ? પ્રશ્ન-૧૯ દેરાસર બાંધવા સાધારણમાંથી જમીન લેવી કે દેવદ્રવ્યમાંથી ? પ્રશ્ન-૨૦ અખંડ દીવો શાસ્ત્રીય છે ? પ્રશ્ન-૨૧ દેવદ્રવ્યની રકમ બીજા ખાતે વાપરવા કેટલા ટકા વ્યાજ આપવું ? પ્રશ્ન-૧૨ આરતીમાં કે સ્નાત્રપૂજામાં મુકાતાં નાણા કોને મળે ? પ્રશ્ન-૨૩ ઘરદેરાસરના પ્રતિમાજી વધુમાં કેટલા ઇચના હોઈ શકે ? પ્રશ્ન-૨૪ ઘરદેરાસરની આવકમાંથી ઘરદેરાસરની સામગ્રી લવાય ? પ્રશ્ન-૨૫ ઘરદેરાસરના ચોખા, બદામાદિનું શું કરવું ? પ્રશ્ન-૨૬ દેવદ્રવ્ય ઉપર સરચાર્જ નાંખીને તે રકમ સાધારણમાં લઈ જવાય ? ૭૪ પ્રશ્ન-૨૭ દેવદ્રવ્યની રકમ સાધારણાદિ ખાતે વપરાઈ ગઈ હોય તો શું કરવું ? પ્રશ્ન-૨૮ M.C. વગેરેના ભયથી ઘરદેરાસર ન થાય શું ? પ્રશ્ન-૨૯ ઘરદેરાસર બનાવવામાં કઈ કાળજીઓ કરવી જોઈએ ? પ્રશ્ન-૩૦ કોઈ સ્વદ્રવ્યથી દેરાસર બનાવવા ઈચ્છે છે તો તો તેટલી રકમ કોઈ સંધમાં સાધારણ ખાતે આપીને તે તે સંઘ પાસેથી દેવદ્રવ્ય લઈને જિનાલય બનાવી શકે ? Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૩૧ દેવદ્રવ્યની રકમ બેંકમાં રાખવા કરતા તે રકમની જમીન ન લેવી ? ૭૮ પ્રશ્ન-૩૨ દેવદ્રવ્યમાંથી સાધારણખાતું લોન લઈને જમીન ખરીદે અને જમીન વેચીને વ્યાજ સાથે દેવદ્રવ્ય પરત કરે અને નફો સાધારણ ખાતે લે તો ચાલે ? પ્રશ્ન-૩૩ અષ્ટપ્રકારી અનુષ્ઠાનનો ખર્ચ કાઢવા વ્યક્તિ પાસેથી કેસરાદિ તથા સાધર્મિક ભક્તિનો નકરો લઈ શકાય ? પ્રશ્ન-૩૪ દેરાસરમાં રોજ બોલાતા અપ્રકારી પૂજાના ચડાવાની રકમ ક્યાં જાય ? પ્રશ્ન-૩૫ પૂજામાં શુદ્ધ રેશમી વસ્ત્ર કે શુદ્ધ કસ્તુરી વપરાય ? પ્રશ્ન-૬ વિશિષ્ટ દિવસોમાં કોઈ અદ્રવ્યની સો રૂ.ની આંગી કરાવે તેના કરતાં દેવદ્રવ્યમાંથી ભારે આંગી થાય ? પ્રશ્ન-૩૭ ભગવાન કરતાં દેવ-દેવીની મહત્તા વધી જાય તે યોગ્ય છે? ૮૨ પ્રશ્ન-૩૮ શિખરની ધજાની વંશ વારસાગત બોલી બોલવી કે પ્રતિવર્ષ ? ૮૨ પ્રશ્ન-૩૯ દેરાસરજીમાં ઈલેક્ટ્રિક લાઈટ-પંખા હોઈ શકે ખરા ? પ્રશ્ન-૪૦ સાધારણ ખાતાની આવક કરવા દેરાસરજીમાં અંદર કે બહાર પદ્માવતી વગેરેની સ્થાપના થઈ શકે ? , પ્રશ્ન-૪૧ ખાત્રપુજાનું શ્રીફળ રોજ તાજું ચડાવવું જોઈએ ? Clી ૮૪ પ્રશ્ન-૪ર દેરાસરમાં કાચકામ, ભંડાર, સિંહાસન વગેરેનો ખર્ચ દેવદ્રવ્યમાંથી લેવાય ? પ્રશ્ન-૪૩ દેરાસર અને ઉપાશ્રયાદિનો મુનીમ કે નોકર એક હોય તો શું કરવું ? પ્રશ્ન-૪૪ કુમારપાળની આરતિના પ્રસંગમાં બધા પાત્રોની ૨કમ ક્યાં જાય ? પ્રશ્ન-૪૫ દેવદ્રવ્યમાંથી દેરાસરના ઈલેક્ટ્રિક લાઈટ, માઈક વગેરેનો ખર્ચ કઢાય ? પ્રશ્ન-૪૬ માણિભદ્રજીની સ્થાપના દેરાસરમાં કોઈ ગોખલામાં કરી શકાય ? પ્રશ્ન-૪૭ શિલ્પ-શાસ્ત્ર મુનિઓએ ન શીખવું જોઈએ ? પ્રશ્ન-૪૮ તારોદ્ઘાટનનું ધી કયા ખાતે જમા થાય ? પ્રશ્ન-૪૯ દેરાસરજીમાં ભૂલથી દવા વગેરે લઈ જવાય તો શું કરવું ? પ્રશ્ન-૫૦ દેરાસરજીમાં ઘડિયાળ રાખવી યોગ્ય છે ? પ્રશ્ન-૫૧ પરમાત્માને આભૂષણોની શી જરૂર ? પ્રશ્ન-૫૨ જિનપ્રતિમા ભરાવવી અને તેની પ્રતિષ્ઠા કરવી.-આ બેમાં શું ફરક છે ? પ્રશ્ન-૫૩ સ્વપ્નદ્રવ્ય અંગે કોઈ શાસ્ત્રપાઠ ન હોવા છતાં વિવાદ કેમ ? Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૫૪ “જિનભક્તિ સાધારણ” અને “કલ્પિત દેવદ્રવ્ય” નો ફરક ... જણાવો ? પ્રશ્ન-૫૫ દિગંબર કે સનાતનીઓ પાસેથી પાછા મેળવેલા જિનમંદિરનો જીર્ણોદ્વાર શેમાંથી થાય ? પ્રશ્ન-પ૬ માત્ર મોહથી દેવદ્રવ્યની રકમ ટ્રસ્ટીથી બેંકમાં રાખી શકાય ? પ્રશ્ન-૫૭ અખિલ ભારતીય ધોરણે જીર્ણોદ્ધારનું કાર્ય વ્યવસ્થિત ન થાય ? પ્રશ્ન-૫૮ જિનપ્રતિમાની ૨કમ જીર્ણોદ્વારમાં વપરાય તો ઉપરના ખાતાની રકમ નીચે વાપરવાનો દોષ ન લાગે ? પ્રશ્ન-૫૯ દેવદ્રવ્યની રકમ જીર્ણોદ્ધારને બદલે Highway ઉપર થતાં તીર્થોમાં વાપરવી શું યોગ્યછે ? પ્રશ્ન-૬૦ પૂ. હરિભદ્રસૂરિજી આદિ વડે મુકાયેલ દેવદ્રવ્યના ત્રણ પેટા વિભાગોનો અમલ કેમ કોઈ સંધમાં દેખાતો નથી ? પ્રશ્ન-૬૧ સ્વપ્નદ્રવ્ય, ઉપાધનની માળ વગેરેમાંથી પૂજારીને પગાર વગેરે અપાય તો અમુક દેવદ્રવ્યમાંથી અપાતા પગારનું નુકશાન દૂર ન થાય ? કમ-૬૨ મૃતિષ્ઠાનો ચઢાવે.ગોહેલી વ્યક્તિ સંપને જાણ કર્યા વગર બીજે પ્રશ્ન-૬૩ સંમેલનના દેવદ્રવ્યના ઠરાવથી સ્વદ્રવ્યથી જિનપૂજા ગૌણ થાય છે, તેનું શું ? પ્રશ્ન-૬૪ દ્રવ્ય-સપ્તતિકા વગેરેના આધારે કેટલાકો, “સ્વદ્રવ્યથી જ જિનપૂજા થાય”-તેવો આગ્રહ રાખે છે, તે તેની સ્પષ્ટતા કરશોજી? પ્રશ્ન-૬૫ દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય વગેરે ખાતે જુદી જુદી પ્રરૂપણાઓમાં મુંઝવણ થાય છે, તો શું કરવું ? પ્રશ્ન-૬૬ દેવદ્રવ્યની રકમમાંથી પુજાની સામગ્રી, પૂજારીને પગાર વગેરે થઈ શકે ? પ્રશ્ન-૬૭ ‘‘ઓછા પગાર’”ના કારણે અપોષણથી પીડાતા પૂજારીને દેવદ્રવ્યમાંથી પગાર અપાય ? પ્રશ્ન-૬૮ ધન કયાં વાપરવામાં વધુ લાભ ? દેરાસરમાં કે જીવદયામાં ? જિનાગમ(૩)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૬૯ એક જ પેટીમાં જ્ઞાનપૂજન અને ગુરૂપૂજનના ખાતા હોય તો ભૂલ ન થાય ? 2 ५० ૯૧ ૯૧ દરે 23 ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૬ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૭૦ જ્ઞાનખાતાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કયો ? ૧૪ પ્રશ્ન-૭૧ લીઆના અભાવે “ઝેરોક્સ” વગેરેથી આગમોનું મુદ્રણ થાય ? પ્રશ્ન-૭૨ જિનાગમોની નક્કર રક્ષાનો ઉપાય શું ? ૧૦૫ પ્રશ્ન-૭૩ જ્ઞાનખાતાની રકમનાં પુસ્તકો શ્રાવકો વાંચી શકે ? ૧૦૫ પ્રશ્ન-૭૪ જ્ઞાનખાતાની રકમમાંથી ઉપાશ્રયના પાટ, પાટલા, સાધુને ઉપધિ વગેરે રાખવાના કબાટ લાવી શકાય ? ૧૦૬ પ્રશ્ન-૭૫ છાપાઓ, મેગેઝીનો, પત્રિકાઓ વગેરેના નિકાલના ઉપાયો શું? ? ૧૦૬ પ્રશ્ન-૭૬ અસ્તવ્યસ્ત જ્ઞાનભંવરોને એક ઠેકાણે એકત્રિત કરીને સંભાળ થઈ શકે ? ૧૬ પ્રશ્ન-૭૭ વર્તમાનકાલીન મહાત્માઓના જીવન-ચરિત્રો જ્ઞાનખાતામાંથી છપાવાય? ૧૦૬ પ્રશ્ન-૭૮ જ્ઞાનખાતાની બધી રકમ એકઠી કરીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો ? ૧૦૭ પ્રશ્ન-૭૯ જ્ઞાનખાતામાંથી અજૈન લહીઆઓ તૈયાર કરવા અંગેનો ખર્ચ કાઢી શકાય ? ૧૦૭ પ્રશ્ન-૮૦ જ્ઞાનખાતામાંથી કેવા પ્રકારનું પ્રકાશન સાધુ-સાધ્વી કરાવી શકે ? ૧૦૭ પ્રશ્ન-૮૧ અજેન વ્યક્તિને “પંડિત” બનાવવા જ્ઞાનખાતાની રકમ વપરાય ? ૧૦૮ પ્રશ્ન-૮૨ જ્ઞાનખાતામાંથી બનેલા જ્ઞાનભંડારમાં પુસ્તક-વાંચન કે સાધુ-સાધ્વીજી ગૌચરી કરી શકે ? ૧૦૮ સાધુ-સાધ્વી (૪ + ૫) પ્રશ્નોત્તરી પ્રશ્ન-૮૩ ગુરૂના ચરણે નાણાનું પૂજન, ગુરૂને કામળી વહોરાવવાનું બી કયા ખાતે જમા થાય ? ૧૦૮ પ્રશ્ન-૮૪ કાળધર્મ અંગેની ઉછામણીની રકમ શેમાં જાય ? ૧૦૯ પ્રશ્ન-૮૫ ગુરૂ-વૈયાવચ્ચની રકમમાંથી ગુરૂની કઈ વૈયાવચ્ચ થાય ? ૧૦૯ પ્રશ્ન-૮૬ વૈયાવચ્ચની રકમગરીબોને હોસ્પિટલાદિમાં આપી શકાય ? અને આ રકમમાંથી લાવેલી વસ્તુઓ ગુરૂમહારાજ ગૃહસ્થોને આપી શકે ? પ્રશ્ન-૮૭ જે ગામોમાં વૈયાવચ્ચની રકમ ન હોય તે ખર્ચ શી રીતે કાઢે ? ૧૧૦ પ્રશ્ન-૮૮ સાધ્વીજીઓ માટે શીલરતા અંગે વિહારમાં રખાતા માણસનો પગાર વૈયાવચ્ચમાંથી અપાય ? ૧૧૦ પ્રશ્ન-૮૯ વૃદ્ધ સાધ્વીજીઓ માટે લેવાતા અંગત ફલેટો શું યોગ્ય છે? ૧૧૧ પ્રશ્ન-૯૦ વૈયાવચ્ચની રકમના ઉપયોગ અંગે શાસ્ત્રપાઠ અને પરંપરા બને મળે છે, તો શું કરવું ? ૧૧૧ પ્રશ્ન-૯૧ ધણા સાધુ-સાધ્વીઓ અંગત ઉપાશ્રયમાં સ્થિરવાસ કરે છે તો તેઓ શિથીલ ન થઈ જવાના ભયે દિયોદ્વારની જરૂર નથી લાગતી ? ૧૧૩ ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૯૨ આજના કાળમાં ગુરૂમંદિર બનાવવું શું યોગ્ય છે ? ૧૧૫ પ્રશ્ન-૯૩ જૈનો વગરના ગામમાં ગુરૂ-વૈયાવચ્ચમાંથી રસોડા ચલાવી શકાય ? ૧૧૬ પ્રશ્ન-૯૪ અપ્રીતિ પામતા વૃદ્ધ સાધ્વીજીઓ માટે વૃદ્ધાશ્રમ શું કરવા જોઈએ ? ૧૧૬ શ્રાવક-શ્રાવિકા (૬૪૦)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૯૫ સીદાતા શ્રાવકોને આર્થિક સહાય આપ્યા બાદ તેમના દ્વારા ધાર્મિક વહીવટ વગેરે ન કરાવી શકાય ? ૧૧૮ પ્રશ્ન-૯૬ સૌથી વધુ દાન સાધર્મિક ખાતે ન કરવું જોઈએ ? ૧૧૮ પ્રશ્ન-૯૭ સાત ક્ષેત્રના સાધારણ ખાતેથી અથવા શ્રાવક-શ્રાવિકા ખાતેથી સ્વામી-વાત્સલ્ય થાય ? ૧૧૯ પ્રશ્ન-૯૮ મુમુક્ષુની દીક્ષાના ઉપકરણોની રકમ કયાં જાય ? ૧૧૯ પ્રશ્ન-૯૯ સાધર્મિક માટે દેવદ્રવ્યની રકમમાંથી ભાડાની ચાલી વગેરે બનાવાય?૧૧૯ પ્રશ્ન-૧૦૦ જૈનો વગરના ગામડામાં જૈન કુટુંબોનો વસવાટ જરૂરી નથી શું ? ૧૧૯ પ્રશ્ન-૧૦૧ જેનોને વધુ મદદગાર બનવાનો શ્રીમંતોનો ઉપદેશ ન આપવો જોઈએ ? ૧૨૦ પ્રશ્ન-૧૦૨ “સાચા” ને બદલે “ખોટા” સાધર્મિક ગેરલાભ ઉઠાવી જાય છે, તો III શું કરવું ?LIGIBITGIR I ૧૨૦ પ્રશ્ન-૧૦૩ “સાધર્મિક-ભક્તિનો” ઉપદેશ શ્રમણોએ વિશેષતઃ ન આપવો જોઈએ ? ૧૨૦ પ્રશ્ન-૧૦૪ ધર્મમાં લાખો રૂ. ખર્ચનારા સાધર્મિકોની ઉપેક્ષા કરે છે, તે બરોબર છે ? પૌષધશાળા-(૮) પ્રશ્નોત્તરી. પ્રશ્ન-૧૦૫ વૈયાવચ્ચમાંથી વિહારમાં નિર્જન સ્થળે બનેલા ઉપાશ્રયોમાં જરૂરી બેલ વગેરે લાવી શકાય ? પ્રશ્ન-૧૦૬ ઉપાશ્રયના નીભાવ માટે સાધુના ઉપાશ્રયમાં બેનોના ફોટાની યોજના બરોબર છે? પ્રશ્ન-૧૦૭ ઉપાશ્રયનો લગ્નની વાડીમાં ઉપયોગ સાધારણની આવક કરવા માટે કરવો તે બરોબર છે ? ૧૨૪ પ્રશ્ન-૧૦૮ ઉપાશ્રયની દેખરેખ માટે રાખેલ જૈનને સાધર્મિક ખાતામાંથી પગાર અપાય ? ૧૨૫ પાઠશાળા-પ્રશ્નોત્તરી (૯). પ્રશ્ન-૧૦૯ ટી.વી. વગેરેના વાવાઝોડામાં પાઠશાળાઓ તુટી છે, શું કરવું ? ૧૨૫ પ્રશ્ન-૧૧૦ દેવદેવતાના ભંડારમાંથી પાઠશાળા માટે રકમ વાપરી શકાય ? ૧૨૬ પ્રશ્ન-૧૧૧ પાઠશાળા માટે જ્ઞાનખાતામાંથી ચોપડીઓ લાવી શકાય ? ૧૨૬ ૧૨૩ ૧૨૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૧૧૨ પાઠશાળાનો ખર્ચ કાઢવા ભેટ કુપનો વગેરેની યોજના થઈ શકે ? ૧૨૭ પ્રશ્ન-૧૧૩ પાઠશાળામાં પણ સ્કુલની જેમ ફી લઈ શકાય ? ૧૨૭ પ્રશ્ન-૧૧૪ જૈનધર્મને પ્રધાનતા આપતી સ્કુલ, કોલેજો વગેરેની જરૂર ખરી ? ૧૨૮ પ્રશ્ન-૧૧૫ પાઠશાળાનો ખર્ચ કાઢવા બાર મહિનાના ચડાવા બોલીને બોર્ડ મુકી શકાય ? ૧૨૮ આયંબિલ-ખાતું (૧૦)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૧૬ આયંબિલ શાળામાં વધેલી રકમ ગરીબ વગેરેને આપી શકાય ? ૧૨૮ પ્રશ્ન-૧૧૭ ઘરમાં આયંબિલ કરવાને બદલે આયંબિલ ખાતા શું યોગ્ય છે ? ૧૨૯ પ્રશ્ન-૧૧૮ આયંબિલ ખાતાની રકમ સાધર્મિક, પાઠશાળા વગેરેમાં વાપરી શકાય ? ૧૨૯ કાલકૃત ખાતું અને નિશ્રાકૃત ખાતું ૧૧ + (૧૨)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૧૯ કાળકૃત અને નિશ્રાકૃત ખાતાની રકમ દેવદ્રવ્યાદિમાં વપરાય ? ૧૨૯ અનુકંપા ખાતું (૧૩)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૨૦ રથયાત્રાદિ વરઘોડાની પાછળ રહેલી અનુકંપાની ગાડીના ખર્ચની રકમ શેમાંથી લેવાય ? પ્રશ્ન-૧૨૧ ગરીબો માટે ખીચડી-ધર, છાશ કેન્દ્ર વગેરે ખુલે તો ઈચ્છનીય ખરું?૧૩૦ પ્રશ્ન-૧૨૨ પર્યુષણમાં વીરના વસ્ત્ર-દાન પ્રસંગે ગરીબોને વસ્ત્રાદિ આપવાથી V શાસનપ્રભાવના ન થાય શું ? ૧૩૨ પ્રશ્ન-૧૨૩ હેય અને ઉપાદેય અનુકંપા કઈ કઈ ? ૧૩૨ પ્રશ્ન-૧૨૪ સાધર્મિક ખાતા કે સાધારણખાતામાંથી અજૈન ગરીબોની અનુકંપા થાય ? ૧૩૨ ૧૨૯ ૧૩૩ ૧૩૪ જીવદયા (૧૪) પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૨૫ પાંજરાપોળમાં થતી જીવદયા બરોબર છે ? પ્રશ્ન-૧૨૬ જીવદયાના કેસોમાં અજૈન વકીલોને જીવદયામાંથી રકમ આપી શકાય ? પ્રશ્ન-૧૨૭ પર્યુષણ પર્વ ઉપર કતલખાનેથી જીવો છોડાવવામાં જીવહિંસા કે જીવદયા ? પ્રશ્ન-૧૨૮ જીવદયા અને અનુકંપાની રકમ બેંકમાં રાખી શકાય ? પ્રશ્ન-૧૨૯ આજની પાંજરાપોળો માટે આપનો શો અભિપ્રાય છે ? પ્રશ્ન-૧૩0 ગોબર ગેસ પ્લાન્ટ અંગેનો આપનો શો અભિપ્રાય છે ? પ્રશ્ન-૧૩૧ જીવદયાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કયાં ? પ્રશ્ન-૧૩ર જીવદયાના રૂ. અનુકંપામાં લઈ જવાય ? પ્રશ્ન-૧૩૩ ઘરમાં મા બાપ વગેરેને ત્રાસ કરનાર વ્યક્તિ જીવદયામાં રકમ લખાવે તે યોગ્ય છે ? ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૮ ૧૩૯ ૧૩૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૧૪૧ ૧૪૨ પ્રશ્ન-૧૩૪ ઉછામણી બોલ્યા બાદ વ્યક્તિની ભાવના અને પરિસ્થિતિ બદલાય તો શું કરવું ? પ્રશ્ન-૧૩૫ ઉછામણીની રકમ કેટલા સમયમાં ભરવી જોઈએ ? પ્રશ્ન-૧૩૬ પાંજરાપોળ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું ? જનરલ પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૩૭ કાયમી તિથિના વ્યાજમાંથી કાર્ય ન થતું હોય તો શું કરવું ? પ્રશ્ન-૧૩૮ અનીતિ આદિ ખોટા કામો વડે મેળવેલું ધન ધર્મના ક્ષેત્રોમાં વપરાય ? ૧૪૩ પ્રશ્ન-૧૩૯ સાધારણ ખાતું અને શુભ (સર્વસાધારણ)ખાતામાં શું ફરક છે ? ૧૪૫ પ્રશ્ન-૧૪૦ શુભ ખાતે (કે સાધારણ ખાતે) આવક કરવાના ઉપાયો કયા છે ? ૧૪૬ પ્રશ્ન-૧૪૧ સાધારણ ખાતે કે શુભ ખાતાની આવક કરવા સિનેમા થિએટરો વગેરે બનાવી શકાય ? ૧૪૬ પ્રશ્ન-૧૪૨ સંઘનો ધાર્મિક વહીવટ મહાત્માને ન બતાવવો જોઈએ ? ૧૪૬ પ્રશ્ન-૧૪૩ દેવતાના ભંડારની, આરતિ વગેરેની ઉછામણીની આ રકમો ક્યાં જાય ? દસ થી પદ પ્રશ્ન-૧૪૪ સાધારણની આવક કરવા બાર માસના બાર શ્રાવકોને શ્રેષ્ઠી પદ ન આપી શકાય શું ? ૧૪૭ પ્રશ્ન-૧૪૫ દેરાસરમાં સાધારણખાતાનો ભંડાર મૂકી શકાય ? ૧૪૭ પ્રશ્ન-૧૪૬ નવકારશી, સ્વામી-વાત્સલયની બોલીની વધેલી રકમ ક્યાં જાય ? ૧૪૭ પ્રશ્ન-૧૪૭ સાધારણ ખાતાની આવકના સરળ રસ્તાઓ બતાવો ? ૧૪૮ પ્રશ્ન-૧૪૮ સાત-ક્ષેત્રની ફાળવણી દરેક વિભાગમાં કેવી રીતે કરવી જોઈએ? ૧૪૯ પ્રશ્ન-૧૪૯ સાધર્મિકોના નીભાવ માટે કોઈ વ્યસ્થિત યોજના ન બનાવી શકાય શું ? ૧૪૯ ટ્રસ્ટી અંગે પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૫૦ આ પુસ્તકમાં જણાવ્યા મુજબ ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટી થવાની લાયકાત કેટલામાં ? ૧૫૦ પ્રશ્ન-૧૫૧ જેનબેંક અંગે આપનો શો અભિપ્રાય છે ? ૧૫૦ પ્રશ્ન-૧૫ર ટ્રસ્ટી થનારાએ દ્રવ્ય-સપ્તતિકા વગેરે ગ્રંથનો અભ્યાસ ન કરવો જોઈએ શું ? ૧૫૨ પ્રશ્ન-૧૫૩ શાસ્ત્રના સમજદાર વગેરે ગુણીયલોએ ટ્રસ્ટી ન | બનવું જોઈએ શું ? ૧૫ર પ્રશ્ન-૧૫૪ ટ્રસ્ટીઓમાં મતભેદ પડે તો કયાં જવું ? ગીતાર્થ ગુરૂ પાસે કે ચેરીટી કમિશ્નર પાસે ? ૧૫૩ પ્રશ્ન-૧૫૫ કમીશ્નર અને સખાવતી ટ્રસ્ટમાં B.C. માણસને મુકવાની બાબતે ' શું કરવું જોઈએ ? ૧૫૪ ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો પરિશિષ્ટ ૧ વિ. સં. ૨૦૪૪ના દેવદ્રવ્ય-વ્યવસ્થાના સંમેલનીય ઠરાવ નં-૧૩ ઉપર ચિંતન. -પં. ચન્દ્રશેખરવિજયજી ૧૫૭ વિ. સં. ૨૦૪૪ના ગુરૂદ્રવ્ય-વ્યવસ્થાના સંમેલનીય ઠરાવ નં-૧૪ ઉપર ચિંતન. -પં. ચન્દ્રશેખરવિજયજી વિ, સં. ૨૦૪૪ના સંમેલનીય ઠરાવ નં-૧૭ ઉપર ચિંતન -જિનપૂજા અંગે શ્રાવકોને માર્ગદર્શન. -પં. ચન્દ્રશેખરવિજયજી ૧૮૫ - પરિશિષ્ટ ૨ (૧) દેવદ્રવ્ય અંગેના ઠરાવ ઉપર ચિંતન ગણિ શ્રી અભયશેખરવિજયજી ૧૯૧. ગુરૂદ્રવ્ય (શ્રાદ્ધજિત કલ્પની ૬૮મી ગાથાનો રહસ્યાર્થ) ગણિ શ્રી અભયશેખરવિજયજી ૧૯૧ પરિશિષ્ટ : ૩ દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરી શકાય તે અંગે સ્વર્ગસ્થ મહાગીતાર્થોનો અભિપ્રાય. (૧) પૂજયપાદ આ.ભ. પ્રેમસૂરિ. મ. સા.નો પૂ. જંબુસૂરિજી મ. ઉપરનો પત્ર નં. ૧ ૨૩૩ પુજ્યપાદ આ.ભ. પ્રેમસૂરિ મ. સા.નો ૫. જંબુસૂરિજી મ. ઉપરનોપત્ર નં. ૨. પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રેમ સુરીશ્વરજી મ.સા. નો પૂ.પં. હિમાંશુવિજયજી મ.સા. ઉપરનો પત્ર પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી મ.સા.નો પૂજયપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં.૧ પૂ. પંન્યાસજી ભદ્રંકર વિજયજી મ.સા.નો પૂજયપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં.૨ પૂ. પંન્યાસજી ભદ્રંકર વિજયજી મ.સા.નો પૂજય+દ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં ૩ પૂ. કનકવિજયજી આદિ મ.સા.નો પૂજયપાદ આ.ભ. પ્રેમસૂરિજી ઉપરનો પત્ર. ૨૪૨ પૂ. પ્રેમસૂરિજી મ.સા. ઉપર પૂ, કનક વિ. મ.સા. નો પત્ર.૩ ૨૪૩ પૂજયપાદ પ્રેમસૂરિજી મ.સાહેબે “મધ્યસ્થ બોર્ડ” ને લખેલો પત્ર, ૨૪૪ ૨૩૫ ૨૩૬ ૨૩૮ ૨૪૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં મળેલા મનિસંમેલનમાં ઉપસ્થિત રહેલા એકવીસ ગીતાર્થ આચાર્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતિથી થએલા દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય અંગેના ઠરાવોના મુખ્ય ત્રણ મુદ્દાઓ અમે અનેક શાસ્ત્રાધારો સાથે માનીએ છીએ કે - (૧) દેવદ્રવ્યાદિથી કોઈ જૈન જિનપૂજા કરે તો તે દેવદ્રવ્ય ભક્ષણ કર્યાનું પાપ બાંધે છે એવી || વિપક્ષની માન્યતા ખોટી છે. (વિપક્ષની તેવી જ માન્યતા છે.). (૨) સ્વપ્ન, ઉપધાનાદિની બોલીથી મળેલા ધન (કલ્પિત દેવદ્રવ્ય)માંથી દેરાસરના પૂજારીને પગાર આપી શકાય; પૂજાની બધી સામગ્રી પણ લાવી શકાય. (વિપક્ષનો મત નિષેધમાં છે.) ગુરુપૂજનની રકમ જીર્ણોદ્ધારની જેમ સાધુ વૈયાવચ્ચમાં પણ જઈ શકે. (વિપક્ષનો મત નિષેધમાં છે.) ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ યાદ રાખો : દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યના જે નિર્ણયો અમારા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે નિર્ણયો માત્ર અમારી બુદ્ધિથી કર્યા નથી પરંતુ તે નિર્ણયો વિ.સં.૨૦૪૪માં થએલા સંમેલનના ૨૧ આચાર્યોએ અનેક શાસ્ત્રધારો સાથે કરેલા છે. તેમણે તે અંગે સર્વાનુમતે કરેલા ઠરાવોના 2934 89. yugpradhan.com જો આ નિર્ણયોને ‘ઉસૂત્ર’ કહેવા હોય તો તે તમામ આચાર્યોને ઉત્સુત્રભાષી કહેવા પડશે. તેમને મિથ્યાત્વી કહેવા પડશે. આવું કથન પક્ષઝનૂનથી પ્રેરિત લાગે છે. માત્ર પોતે સુગુરુ અને શેષ તમામ કુગુરુ - એવું પ્રતિપાદન કદાચ ઇતિહાસની પહેલી ઘટના હશે. Page #18 -------------------------------------------------------------------------- ________________ સાવધાન ! “શક્તિસંપન્ન જૈનોએ સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી જોઈએ'' એ અમારો હંમેશનો ચાલ્યો આવતો જોરદાર પ્રચાર છે. આથી જ તપોવનનાં તમામ બાળકો હંમેશ સ્વદ્રવ્યથી જિનપૂજા કરે છે. પણ સબૂર ! તેથી કોઈ એમ કહે કે દેવદ્રવ્યથી પૂજા કરવામાં દેવદ્રવ્યના ભક્ષણનું પાપ લાગે છે તો તે - પૂ. પાદ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબના અનુયાયીઓની - વાતને કોઈ પણ શાસ્ત્રપાઠ મળતો નથી. ઊલટું દેવદ્રવ્યમાંથી પણ પૂજાદિ થઈ શકે અને પૂજારીને પગારાદિ આપી શકાય તેવા ઢગલાબંધ શાસ્ત્રપાઠો મળે છે. તેમજ અમારા સ્વર્ગીય ગુરુદેવો - પૂ. પાદ કમળસૂરીશ્વરજી મ.સા., પૂ. પાદ લબ્ધિસૂરીશ્વરજી મ.સા. (ખંભાત - ૧૯૦૬નું સંમેલન) તથા પૂજ્યપાદ સાગરાનંદસૂરીશ્વરજી મ. સા. (આગમજ્યોત), પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ.સા. પૂ. પાદ પં. ભદ્રંકરવિજયજી મ. સા., પૂ.પાદ રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. પાદ કનકચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. પાદ જંબૂસૂરીશ્વરજી મ.સા. વગેરે અનેક મહાપુરુષોના લખાએલા પત્રોમાં આ વાતનું જોરશોરથી સમર્થન કરવામાં આવેલ છે. આમ છતાં આ વાત ઉપર ગોકીરો મચાવવો; ૨૦૪૪ના સંમેલનીય આચાર્યોને ઉસૂત્રભાષી જાહેર કરવા; તેમને કુગુરુ કહેવા તે કેટલું ઉચિત ગણાય ! પોતે જ શાસ્ત્રોના જાણકાર છે; બાકીના બધા બોઘા છે તેવો વિચાર એકદમ અસ્થાને છે. શ્રીસંઘના ભાઈ-બહેનો બરોબર સમજી રાખે કે અમારા દ્વારા રજુ કરાતી વાતો એકદમ શાસ્ત્રીય છે. એકદમ યથાર્થ છે. શાસ્ત્રને આગળ કરીને ઝગડો જ કરવાની તેઓની મનોવૃત્તિ હોય તો તેના નિવારણનો કોઈ ઉપાય અમારી પાસે નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ www.yugpradhan.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો | ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા (૧) જે ધર્મ પ્રતિ વફાદાર હોય, જેનું ધન ન્યાયથી ઉપાર્જિત હોય, સાત વ્યસનોનો સંપૂર્ણ ત્યાગી હોય, લોકોમાં જે આદરણીય હોય, ખાનદાન અને કુલવાન હોય, દાની હોય, જિનપૂજા નિત્ય કરતો હોય, ધર્યવાન હોય, વડીલજનોનો પૂજક હોય, શુશુપા વગેરે બુદ્ધિના આઠ ગુણોથી સંપન્ન હોય, દયાળુ હોય, નીતિમાન હોય, સદાચારી હોય, નીતિપૂર્ણ શાસ્ત્રોક્ત ચૈત્ય-દ્રવ્યાદિની વૃદ્ધિના માર્ગોનો જાણકાર હોય. જે શાસ્ત્રાજ્ઞાઓનો (યથાશક્ય) પાલક અને કટ્ટર પક્ષકાર હોય, પોતાના ગુણસ્થાન પ્રમાણેના શાસ્ત્રોક્ત આચરણના કતાં હોય તે પુણ્યવાન આત્મા ધાર્મિક દ્રવ્યોનો વહીવટ કરવાને અધિકારી છે. જે અજૈન હોય (જૈન-શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન), ધંધામાં ક્યારેક પણ નાદાર બન્યો હોય, ધંધામાં જેની શાખ ન હોય, આર્યનીતિથી વિરુદ્ધ દાણચોરી વગેરે ધંધાઓ જે કરતો હોય, જે જેલમાં ગયો હોય, જે પરસ્ત્રીગામી હોય, જે ચોરી કરતાં પકડાયો હોય, જેને અન્ય વહીવટ-ક્ષેત્રમાંથી રુખસદ આપવામાં આવી હોય, જેને નામું લખતાં આવડતું ન હોય, જે ધનલાલસુ હોય, ભોગલમ્મટ હોય, ધંધામાં ગાંડા સાહસ કરતો હોય તે આતના વહીવટ કરવા માટે અયોગ્ય ગણાય.. શાસ્ત્રનીતિને સંપૂર્ણ વફાદાર રહીને વહીવટ કરનારો આત્મા સદ્ગતિ-ગામી યાવત મોક્ષપ્રાપક બને છે. તેનાથી વિરુદ્ધ વર્તતો આત્મા દુર્ગતિગામી બને છે. એકાદ પૈસાની પણ ભૂલ કરનારને ભારે કર્મોનો બંધ થાય છે. એમાં ય જે આત્મા અજાણપણે પણ દેવદ્રવ્યને નુકસાન Page #21 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર કરે છે તેનો ભક્ષક બને તેને તો દીર્ઘકાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વપ્નવતું બની રહે છે. કદાચ એનું ભવભ્રમણ અનંત બની જાય છે. કહ્યું છે કે, ધર્મદ્રવ્યના કોઈ પણ ખાતાનો ગેરવહીવટ કરનાર આત્મા દારિદ્રા પામે, રોગિષ્ટ બને, અપયશનો ભાગી બને, તેના કુળનો નાશ થઈ જાય, ધર્મદ્રવ્યના રક્ષણ-ભક્ષણાના આ ગુણદોષો જાણીને વહીવટદારે ખૂબ સાવચેતીથી વહીવટ કરવો જોઈએ. ધર્મસ્થાનોમાં ટ્રસ્ટી કોણ બની શકે ? શાસ્ત્રકાર પરમર્પિઓ ફરમાવે છે કે એક દેરાસર બાંધવામાં દાનવીરો જેટલું પુણ્ય પામે તેના કરતાં અનેકગણું પુણ્ય તે દેરાસરના બાંધકામમાં અને વહીવટમાં મદદ કરનારા આત્મા બાંધે છે. આ ઉપરથી સમજાશે કે ધર્મસંસ્થાઓના શાસ્ત્રીય નીતિના પ્રામાણિક વહીવટને કેટલું બધું ઊચું મૂલ્ય શાસ્ત્રકાર પરમર્ષિઓએ આપ્યું છે. વી. ખરેખર તો પૂજારીઓની જરૂર જ ન હતી. કેમકે શ્રાવકો અને શ્રાવિકાઓ દેરાસરમાં સવારના પહોરમાં જ કાજો લેવાથી માંડીને તમામ પ્રવૃત્તિઓ કરી લેતાં હતાં. ભગવાનની પૂજારી ખરેખર તો શ્રાવક-શ્રાવિકા જ હોય. પરમાત્માની પૂજા કાંઈ પગારદાર નોકરો દ્વારા થોડી સુંદર થઈ શકતી હશે ? એ રીતે પગારદાર મુનીમોની પૂર્વે જરૂર હતી નહિ. જેનાં સંતાનો દુકાન વગેરે ચલાવતાં થઈ ગયાં હોય, તે વડીલો નિવૃત્તિ લઈને ધર્મસ્થાનોના ચોપડા લખવાની કે બીજી કોઈ કામગીરી કરવાની ઓનરરી સેવા આપતા જ હતા. જો આજે પણ નિવૃત્ત ગૃહસ્થો એક એક સસ્થા સંભાળી લે તો મુનીમોની બિલકુલ જરૂર પડે નહિ. પરતું એ અત્યંત કડવું સત્ય છે કે ગૃહસ્થોને ધર્મમાંથી રસ ઝપાટાબંધ ઘટવા લાગ્યો છે અને તેથી ધર્મના નાતાથી રહેલાં ધર્મસ્થાનોમાં પોતાનો ભોગ આપવાનો રસ લગભગ ઘટી ગયો છે. તીર્થોની રક્ષા કરવા જેવા અતિગંભીર પ્રશ્નોમાં પણ જ્યારે સાધુઓને રસ લેવો પડે ત્યારે સમજાઈ જશે કે વર્તમાનકાળનો ગૃહસ્થવર્ગ છેલ્લામાં છેલ્લી નિષ્ક્રિયતા અને નીરસતાની પાયરીએ જઈ બેઠો છે. અત્યાર સુધી મેં માત્ર કડવી પરિસ્થિતિનું ધ્યાન કર્યું. હવે આ પ્રકરણમાં ધર્મસ્થાનોમાં જે ટ્રસ્ટી થયેલા હોય છે તેઓનું જીવન અને Page #22 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા તેમના વિચારો કેવા પ્રકારના હોવા જોઈએ તેના કેટલા મુદાઓ અહીં રજૂ કરું છું. આજે આ મુદ્દાઓમાંથી ઘણા ખરા મુદ્દાઓની આજે ટ્રસ્ટી થયેલાઓમાં ગેરહાજરી જોઈને મને પારાવાર દુઃખ થાય છે. (૧) ટ્રસ્ટી જમાનાવાદી ન જ હોવો જોઈએ બલ્ક તે ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓને સંપૂર્ણપણે વફાદાર હોવાં જોઈએ. કમસે કમ પોતે જે ધર્મસ્થાનનો ટ્રસ્ટી હોય તે ધર્મસ્થાનમાં અને તે ધર્મસ્થાનમાં કરાતી ધર્મક્રિયાઓની અંદર જમાનાવાદની કોઈ પણ પ્રવૃત્તિને તેણે હરગીજ પ્રવેશ આપવો ન જોઈએ. જેમકે સ્વામીવાત્સલ્યના ભોજનમાં રાત્રિભોજન ન થવું જોઈએ, બરફ નું નંખાવવો જોઈએ, દ્વિદળનું સેવન ન થવું જોઈએ અને એઠું ન મુકાવું જોઈએ. ટ્રસ્ટીનું ચાલે તો તે ધર્મસ્થાનના મેમ્બરોને નવરાત્રિના ગરબા, જન્માષ્ટમીના જુગાર, તીર્થસ્થાનોમાં થતી આશાતનાઓ, અભક્ષ્ય અને અપેય પદાર્થોનાં સેવનો અને સિનેમાની વિલક્ષણ તર્જ ઉપર ગવાતાં ધાર્મિક ગીતો ન ચલાવવા માટે હૃદયસ્પર્શી પ્રેરણાઓ કરવી જોઈએ અને પોતે પણ તેનો અમલ કરવો જોઈએ. (૨) પોતે જે ટ્રસ્ટના ટ્રસ્ટી છે તે ટ્રસ્ટનું જે બેંકમાં ખાતું છે તે બેંકમાં પોતાનું ધંધાકીય ખાતું ખોલાવવું ન જોઈએ. જો તેમ થાય તો તે બેંકમાં જમા થયેલી ધર્માદા રકમો ઉપર તેને બેંકના મેનેજર ક્રેડિટ (Credit) રકમ ધંધામાં રોકવા આપે જેથી આડકતરી રીતે તેને ઘણો બધો દોષ લાગે. (૩) જે કોઈ ઉછામણીઓ બોલાય તેની રકમ તત્કાળ ભરી દેવી જોઈએ અને ભાદરવા વદ પાંચમ કે દિવાળી જેવો કોઈ ટૂંકી મુદતનો દિવસ સંઘે નક્કી કરવો જોઈએ કે જે પૂર્વે બીજાઓનાં તમામ ખાતાઓની રકમ ભરપાઈ થઈ જાય અને તેમ કરવા માટે તે ટ્રસ્ટી જાતે દાતાઓના ઘેર પણ જઈને તે રકમ ભરી દેવાની અવારનવાર વિનંતીઓ કરતો હોય. | (૪) ટ્રસ્ટીના માથે કમસે કમ એક સુસાધુ પણ ગુરુ તરીકે સ્વીકારેલા હોવા જ જોઈએ, જેમનું માર્ગદર્શન મળવાથી પોતે વહીવટની બાબતમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરી બેસે. (૫) ટ્રસ્ટી બાર વ્રતધારી શ્રાવક હોવો જોઈએ. કમસે કમ એકાદ વ્રત તો તેણે ધારણ કરવું જોઈએ. તેમ ન થઈ શકે તો તેનું જીવન Page #23 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર બે સમયના પ્રતિક્રમણથી માંડીને અનેક અનુષ્ઠાનોથી ભરપૂર હોવું જોઈએ. કદાચ તે પણ બની ન શકે તો નવકારશીનું પચ્ચખાણ, રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ, સેક્સી વગેરે સિનેમા-ટી.વી.નો ત્યાગ અને જિનપૂજાઆ પાંચ નિયમ તો તેણે કરવા જ જોઈએ. જો ટ્રસ્ટી જિનપૂજા પણ નહિ કરતો હોય તો દેરાસરમાં ચાલતી આશાતનાઓ કે અગવડતાઓનો ખ્યાલ કોણ કરશે ? (૬) ટ્રસ્ટી યથાશક્ય જિનવાણીનું શ્રવણ અને ગુરુવંદન અચૂક કરતો હોય. (૭) ટ્રસ્ટીએ રોજ ઓછામાં ઓછો એક કલાક પેઢી ઊપર આવીને બેસવું જોઈએ. બધા ચોપડા ધ્યાનપૂર્વક જોવા જોઈએ અને બધું મુનીમના ભરોસે મૂકી દેવું જોઈએ નહિ. (૮) ટ્રસ્ટી થતાં પહેલાં તેણે પોતાના ગુરુ પાસે ભવ-આલોચના કરી લેવી સારી. તેનું પ્રાયશ્ચિત્ત વહન કરવું જોઈએ અને તે પછીનું તેનું જીવન અત્યંત સદાચારી સન તરીકેનું હોવું જોઈએ. ખાસ કરીને ભોજન અને બ્રહ્મચર્ય સંબંધમાં તેની સામે કોઈ પણ આંગળી ન કરે તેવી સ્થિતિ તેણે હાંસલ કરવી જોઈએ. દારૂ, માંસ, વ્યભિચાર , જુગાર અને હિંસક ધંધાઓનો તે ત્યાગી હોય જ. એમાં કશું કહેવાની જરૂર ન હોવી જોઈએ. (૯) શાસ્ત્રનીતિનો વહીવટ ચલાવવા માટે તે અંગેનું સંપૂર્ણ ધ્યાન આપતું તેણે ‘દ્રવ્યસતતિકા” નામનું શાસ્ત્ર મનનપૂર્વક વાંચી લેવું જોઈએ અને તેના પાયા ઉપર જ સાતક્ષેત્ર અને અનુકંપા વગેરેની વ્યવસ્થા કરી લેવી જોઈએ. વહીવટમાં દેવદ્રવ્યની રકમમાં દસ આની દેવદ્રવ્યમાં અને છ આની સાધારણમાં અથવા તો એ રકમ ઉપર સાધારણને ફાળવવા માટે સરચાર્જ કદી પણ ન હોવો જોઈ. જો તેના વહીવટના સાધારણ ખાતામાં આવક ન હોય તો (૧) કેસર-સુખડ-વગેરે અને પૂજારીઓના પગાર વગેરે બાબતોની વર્ષમાં એકવાર ભાદરવા સુદ એકમ જેવા દિવસે ઉછામણીઓ બોલાવી દઈને આવક ઊભી કરી દેવી જોઈએ અને તેનું દાતાઓના નામ સાથે બોર્ડ બાર મહિના સુધી દેરાસરની બહાર રાખવાની જાહેરાત કરવી જોઈએ. (૨) અથવા તો ધારો કે સાધારણ ખાતામાં દર વર્ષે રૂ. ૩,૬00 નો ખર્ચ છે તો તે ભેગા કરવા માટે સો રૂ. ની એક Page #24 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા તિથિ એવી ૩૬૦ તિથિઓ ઘેર ઘેર ફરીને પણ ભેગી કરી લેવી જોઈએ. તેનું બોર્ડ યોગ્ય સ્થાને લગાવી દેવું જોઈએ અને દર વર્ષે તે દાતાઓને તેમનું દાન ફરી આપવાની વિનંતી કરવી જોઈએ. પ્રાય: તો કોઈપણ દાતા ના નહીં જ પાડે અને છતાં કોઈ દાતા ના પાડે તો તેની જગ્યાએ બીજા દાતાને શોધી કાઢીને તે બોર્ડ ઉપર માત્ર જૂના દાતાનું નામ કાઢી નાખીને તે નવા દાતાનું નામ લખાવી દેવું જોઈએ. આમ કાયમી ફંડ કરવા કરતાં-એક એક વર્ષની યોજના કરવી તે વધુ હિતકર લાગે છે. જ્યાં ઘણાં ઘણાં ફંડો હોય છે ત્યાંડો થતાં પણ વાર લાગતી નથી. (૧૦) ટ્રસ્ટી અત્યંત પાપભીરુ હોવો જોઈએ. પોતાના વહીવટ દરમ્યાન એકાદ નવો પૈસો પણ આઘો-પાછો થઈ જાય તેની તેને ખૂબ ચિંતા હોવી જોઈએ અને તેવી કોઈ અજાણતાં પણ થયેલી ભૂલ બદલ દર વર્ષે તે તે ખાતામાં અમુક રકમ આપી દેવી જોઈએ. (૧૧) નોકરો, પૂજારીઓ, મુનીમ વગેરે સ્ટાફ પ્રત્યે ટૂસ્ટી માયાળુ હોવો જોઈએ અને તેમના કામની કદર કરી શકે તેટલો ઉદાર પણ હોવો જોઈએ. સખત કામ લેવાની, પગાર નહિ આપવાની જે ચૂસણ પદ્ધતિ કેટલાક ઠેકાણે ધર્મસ્થાનોમાં પેઠી છે તે અત્યંત ધિક્કારને પાત્ર છે. (૧૨) ભવિતવ્યતાના યોગે ક્યારેક પણ સંઘમાં ક્લેશ તો થવાનો જ. એટલે પહેલેથી ટ્રસ્ટીઓએ સર્વાનુમતે કોઈ સુગને આવા ક્લેશના માત્ર નિવારણ માટે લવાદ તરીકે લેખિત ઠરાવ કરી રાખ્ખી લેવા જોઈએ. જેથી વાંરવાર કોર્ટ જવાનાં લફરાં ઊભાં ન થાય. ના. કોઈ પણ મહાત્માનું લવાદીનામું ટ્રસ્ટમાં તો ન જ કરવું જોઈએ. (૧૩) ટ્રસ્ટીએ પોતાના ક્ષેત્રમાં સંયમી સાધુ આવે તે માટે ખૂબ જ સજાગ અને સક્રિય રહેવું જોઈએ. | (૧૪) ઉપર જણાવેલા ‘દ્રવ્ય સપ્તતિકા’ ‘શ્રાદ્ધવિધિ,’ ‘ધર્મસંગ્રહ વગેરે ગ્રંથના આધારે તેણે પોતાના ટ્રસ્ટનું સંપૂર્ણપણે શાસ્ત્રીય નીતિનું બંધારણ ઘડવું જોઈએ. તે બંધારણ બહુમત આધારિત ન બને તેની મહેનત કરવી જોઈએ. સરકારી કાયદાથી કદાચ ચૂંટણીનું તત્ત્વ લાવવું પડે તો પણ તે ઇલેક્શન દેખાવ પૂરતું રહે અને ખરેખર તો સારા વહીવટદારોનું સિલેક્શન જ થઈ જાય તેમ કરવા માટે તેના સારા વિચારો સંઘની સમક્ષ મૂકવા જોઈએ અને તે રીતે તેનો અમલ કરાવવો જોઈએ. ‘બહુમતવાદ Page #25 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર જ્યાં પેસે છે ત્યાં સર્વનાશ બોલાવે છેએ વાત ટ્રસ્ટીના મગજ ઉપર જડબેસલાક બેસી ગયેલી હોવી જોઈએ. (૧૫) આવકની રકમોનો જેમ બને તેમ શાસ્ત્રીય નીતિથી જલ્દી નિકાલ કરી દેવો જોઈએ. ખાસ કરીને તો તેણે દેવદ્રવ્યની રકમ જીર્ણોદ્ધાર આદિમાં મોકલાવી દેવી જોઈએ અને જીવદયાની રકમો પણ તે તે સ્થળોમાં મોકલી આપવી જોઈએ. કેવદ્રવ્યની રકમ એ કામધેનુ ગાય જેવી છે. એટલે તેની નવી આવક ચાલુ જ રહેવાની છે. તે વળી જીવદયા જેવી રકમ રાખી મૂકવામાં આવે તો તેટલી રકમ જેટલા જીવોને અંતરાય કર્યાનું પાપ બંધાઈ જાય છે. (૧૬) ટ્રસ્ટીને જો કોઈ વખત દેરાસર કે ઉપાશ્રય આદિ નિર્માણ કરવાનો પ્રસંગ બને તો તેના અંગેની ટીપ તેણે શક્ય તેટલી સાધારણ ખાતાની જ કરવી જોઈએ. તેથી કોઈક કારણે તે ટીપમાં વધારો પણ થઈ જાય તો તે રકમ દેરાસરના કે ઉપાશ્રયના નિભાવફંડ તરીકે પણ લઈ શકાય. આવી પહેલીથી જ જાણકારી આપવી જોઈએ. (૧૭) ટ્રસ્ટીએ તે રીતે જ વર્તવું જોઈએ કે જેથી પરમાત્મા મહાવીરદેવે સ્થાપેલું શાસન મજબૂત થાય અને નહિ કે પોતાનો કોઈપણ પક્ષ કે ને કે પોતાનાં સગાં-વહાલાંઓ. ખાસ કરીને નવી પેઢીને બચાવી લેવા માટે તેણે આ પ્રયત્ન કરવો જોઈએ. (૧૮) ટ્રસ્ટીના હૈયામાં ધર્મશાસન જડબેસલાક રીતે બેસી ગયેલું હોવું જોઈએ. આવો ટ્રસ્ટી જો તેને તક મળે તો તેણે રાજકારણમાં પણ ઊભા રહેવું જોઈએ. કેમ કે હવે એવો સમય આવી રહ્યો છે કે ધર્મરક્ષા કરવા માટે રાજ્યસ્તરમાં પોતાના માણસો સિવાય કોઈ દાદ આપનારું નથી. ખરેખર તો બહુમત-આધારિત ચૂંટણીલક્ષી લોકશાહી પોતે જ ખતરનાક છે. પણ હાલમાં તો કાંટાથી કાંટો કાઢવાનો ન્યાય લગાડ્યા વિના રસ્તો જણાતો નથી. હૈયામાં ઠસોઠસ જિનશાસનને રાખનારા આત્માઓ ચૂંટણીમાં જીતીને સંસદમાં, રાજ્યસભામાં, વિધાનસભામાં કે મ્યુનિસિપાલિટી કે ગ્રામ પંચાયતમાં ઊભા રહેશે તો પાંચ પંદર ધર્મનાં સારાં કામો જરૂર તે કરી શકશે. ભલે તે એકલા હોય પરંતુ તેનો અવાજ જ્યારે અને કોના કાન સુધી પહોંચશે, ત્યારે અનેકો તેની સાથે થઈ જશે. હા, તે રાજકીય સંસ્થાઓ કતલખાનાં આદિની કોઈ પાપી યોજના બનાવે ત્યારે તે ચૂંટાયેલા ધર્મ Page #26 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા માણસે સખત વિરોધ કરવો કે વૉકઆઉટ કરવો જેથી તેને અનુમોદનનું પાપ લાગી શકે નહિ. ' (૧૯) પોતાના જન્મદિવસે ટ્રસ્ટીએ સાધર્મિક ભક્તિ કરવી જોઈએ, સાધારણ ખાતામાં સારી રકમ લખાવવી જોઈએ અને પાઠશાળાને બળ મળે તેવાં દાન આપવાં જોઈએ. એટલું જ નહિ પણ ગામના આગેવાનોના અને સંઘના મેમ્બરોના જન્મદિવસોની એક ડાયરી બનાવી લેવી જોઈએ અને જેનો જ્યારે જન્મદિવસ આવતો હોય ત્યારે તેના ઘેર પહોંચી જઈને અથવા તો લગ્નપ્રસંગે તે તે વ્યક્તિઓના ઘેર પહોંચી જઈને શરમ લાવ્યા વિના પોતાની સંસ્થામાં રકમ આપવા માટે વિનંતી કરતો હાથ લંબાવવો જોઈએ. જો આમ થશે તો ઘણી મોટી રકમ સાધારણ વગેરે ખાતાઓને મળી જશે, પાઠશાળાઓને પુષ્કળ ઉત્તેજન મળશે અને પાંજરાપોળોને પુષ્કળ બળ મળશે અને તેથી દેવદ્રવ્યનું ભક્ષણ નહિ થાય કે હવાલાઓ પાડવાની વૃત્તિ નહિ જાગે. (૨૦) ટ્રસ્ટી પ્રાથમિક કક્ષાના જૈન તત્વજ્ઞાનના જાણકાર પણ જોઈએ. કમસે કમ તે બે પ્રતિક્રમણ સૂત્ર અને તેના અર્થોનો જાણકાર હોવો જોઈએ. યથાશક્ય બે સમયનું પ્રતિક્રમણ તે બધાની સાથે કરતો હોવો જોઈએ. (૨૧) ટ્રસ્ટીએ હંમેશા પરમાત્માએ સ્થાપેલા જૈનસંઘને જ પ્રધાનતા આપવી જોઈએ. પરંતુ શાસ્ત્રાજ્ઞાઓથી વિરુદ્ધ રીતે વિચારતાં અને વર્તતાં, ચોમાસામાં અળસિયાં ફૂટી નીકળે છે, તેમ ફૂટી નીકળેલાં મંડળોને પ્રધાનતા જલ્દી જલ્દી આપવી ન જોઈએ. આ મંડળો જૈનસંઘનું પારાવાર અહિત કરતાં જોવા મળે છે. (૨૨) ટ્રસ્ટી મર્દનો બચ્ચો હોવો જોઈએ. પોતના સંઘ કે ધાર્મિક ટ્રસ્ટ ઉપર આવતા કોઈ પણ આક્રમણ સામે તે નમતું જોખી દેવાની તે કદાપિ વાત કરે નહિ. કપર્દમંત્રી, રામલો બારોટ, બહાદુરસિંહજી, લાલભાઈ શેઠ, શાંતિદાસ શેઠ; ખુશાલચંદ શેઠ, વખતચંદ શેઠ જેવો તે મર્દ હોય અને તેમનામાંથી અનેક પ્રેરણા પામતો હોય. (૨૩) સુસાધુઓનું તે હંમેશાં બહુમાન કરતો હોય અને ઝીણવટથી તપાસ કરતાં જેમનામાં અક્ષમ્ય શિથિલતા જોવા મળતી હોય તેમની તે ઉપેક્ષા કરતો હોય, વિનયપૂર્વક એકાંતમાં ગંભીરપણે તેવા સાધુઓને શિખામણ પણ દેતો હોય અને તેમની મા બનીને પણ શક્ય તેટલું તેમનું Page #27 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર જીવન સુંદર બની જાય તે રીતે બધો ભોગ આપવાને પણ તે તૈયાર હોય. ८ (૫) ટ્રસ્ટ અને ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટ બે પ્રકારનાં હોય છે. રીલિજિઅસ અને ચેરિટેબલ : એટલે કે ધાર્મિક અને સખાવતી. અમુક ખાસ ધર્મ અંગેના ટ્રસ્ટને ધાર્મિક ટ્રસ્ટ કહેવાય છે. જ્યારે માનવતાનાં કહેવાતાં કાર્યો આધારિત સાર્વજનિક ટ્રસ્ટોને સખાવતી ટ્રસ્ટ કહેવાય છે. સાંભળવા મુજબ નાની પણ વાર્ષિક આવક જેની હોય તે સંસ્થાએ ફરજિયાત ટ્રસ્ટ બનાવવું પડે. તેની ચેરિટી કમિશ્નરની ઓફિસમાં નોંધણી કરાવીને ટ્રસ્ટ રજિસ્ટર નંબર લેવો ડે. ૮૦ જી ટ્રસ્ટનું બંધારણ-ઉદેશો વગેરે યુક્ત-ઘડવું પડે. જો આ ટ્રસ્ટ ધાર્મિક હોય તો તેના દાતાઓને ઇન્કમટેક્ષમાં એકઝમ્પશન (કરમુક્તિ) આપતી કલમનો લાભ ન મળે. સખાવતી ટ્રસ્ટના દાતાઓને આ લાભ મળી શકે. આથી જ ૮૦ જી નો લાભ લેવા માટે ટ્રસ્ટને સખાવતી-સાર્વજનિક બનાવવા માટે ટ્રસ્ટીમંડળ પ્રથમ પસંદગી કરતું હોય છે. પણ આ લાભની સામે મોટામાં મોટો ગેરલાભ એ છે કે એ ટ્રસ્ટ ‘સર્વ માટે’ ખુલ્લું રાખવું પડે છે. એમાં બધા પ્રકારના લોકોનો હક્ક ઊભો થાય છે. આથી જ જે દેરાસર વગેરે અંગેનાં ધાર્મિક ટ્રસ્ટો હોય તેને ‘સખાવતી ટ્રસ્ટ’ બનાવવા માટે લલચાવું જોઈએ નહિ. ભલે તેના દાતાને ૮૦ જી ની કલમનો કરમુક્તિનો લાભ ન મળે. હાલમાં આ કલમનો લાભ મળે તે હેતુથી પાંજરાપોળોને બદલે ગૌશાળાઓ ઊભી કરવાનું જીવદયાપ્રેમીઓ વધુ પસંદ કરે છે. ગૌશાળા એટલે ગાયના દૂધનો વેપાર-કરતી તે રીતે નફો કરતી સંસ્થા. આ સંસ્થામાં ભૂંડ, હરણ, બકરાં વગેરેની જીવદયાને અવકાશ રહેતો નથી. સરકારની કરમુક્તિ કલમની લાલચમાં જીવદયા પ્રેમીઓ ભૂંડ વગેરેની પશુઓની દયાની બાબતમાં નિષ્ઠુર બને છે. આ વાત બિલકુલ બરોબર નથી. જેઓ સર્વજીવોની દયાની હિમાયતી છે તેમણે તો તે અંગેની પાંજરાપોળ જ કરવી જોઈએ, પછી ભલે તેના દાતાઓને ૮૦ જી કલમનો કરમુક્તિનો લાભ ન મળે, અને તેથી દાન વધુ ન મળે. આ સ્થિતિમાં દાતાઓ પાસે વધું ફરવું Page #28 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા પડશે એટલું જ, બાકી પૈસા તો પાંજરાપોળોને પણ મળી જ રહેવાના છે. તમામ જીવોની દયા થઈ શકે અને કરમુક્તિનો ય લાભ મળે એમ બે હાથમાં લાડવો રાખવા માટે કેટલાક લોકો ‘ગૌશાળા અને પાંજરાપોળ” એ નામવાળું ટ્રસ્ટ પણ બનાવતા હોય છે. અસ્તુ. કોઈ પણ ટ્રસ્ટના બંધારણમાં ટ્રસ્ટીમંડળની નિમણૂંકમાં ચૂંટણીપ્રથા દાખલ કરવી નહિ. મદ્રાસ હાઈકોર્ટના કેટલાંક વર્ષો પહેલાં એક ચુકાદો બહાર પડ્યો છે જેમાં જણાવ્યું છે કે ધાર્મિક કે સખાવતી ટ્રસ્ટોમાં ચૂંટણી પ્રથા દાખલ કરવી નહિ. કેમ કે ચૂંટણીતંત્ર ઘણા બધા ઝઘડાઓનું મૂળ છે. ધર્મસ્થાનોમાં ઝઘડાનો પ્રવેશ થવા દેવો ન જોઈએ.” પ્રથાથી ટ્રસ્ટીઓ ચે ગય તેને બદલે જ્યારે પહેલું ટ્રસ્ટ-ડીડ બને ત્યારે જ તેમાં કાયમી ટ્રસ્ટીઓ તરીકે નામો મૂકી દેવા જોઈએ. હવે જો કોઈ ટ્રસ્ટી મૃત્યુ પામે કે રાજીનામું આપે તો બાકીના ટ્રસ્ટીઓ તેની જગાએ નવો ટ્રસ્ટી બને, તો સર્વાનુમતિથી, નહિ તો છેવટે ૨/ ૩ ટ્રસ્ટીઓની બહુમતીથી નીમી દે. પરન્તુ આમાં એક જોખમ તો છે જ. શરૂમાં “સારા” માનીને લીધેલા કાયમી ટ્રસ્ટીઓમાં જો કોઈ વિચિત્ર સ્વભાવનો-ખટપટી વગેરે માનસવાળો માણસ નીકળ્યો તો તે ખૂબ ભારે પડી જાય. સદા પરેશાન કરતા માણસ સાથે કામ કરવું બધાને મુશ્કેલ બની જાય. આ કારણથી કાયમી ટ્રસ્ટીઓની પદ્ધતિના ટ્રસ્ટના બંધારણમાં દાખલ ન કરતાં પાંચ વર્ષ પૂરાં થયા બાદ ટ્રસ્ટીમંડળના કોઈ પણ બે ટ્રસ્ટી વારાફરતી વર્ષો વર્ષ રાજીનામું આપે તેવું બંધારણમાં લખવું જોઈએ. હા, જે ખૂબ સારી રીતે વહીવટ કરતા હોય તેવા ટ્રસ્ટીઓની પુનઃ સેવા લેવાની જરૂર લાગે - તેમની નિવૃત્તિ ટ્રસ્ટના હિતમાં ન જણાતી હોયતો તેમનું રાજીનામું સ્વીકારીને તરત જ તે જ બેને ફરીથી ટ્રસ્ટી લઈ શકવાની (એકવાર કે બે વાર તેથી વધુ નહિ) જોગવાઈ કરવી જોઈએ. સારા ટ્રસ્ટીઓની ગમે તેટલી બહુમતી હોય પણ જો એકાદ ટ્રસ્ટી વક્ર કે જડ આવી ગયો હોય તો બહુમતીને પણ તે ખૂબ પરેશાન કરી શકે, કશું કામ થવા ન દે. વારંવાર ચેરિટી કમિશ્નરને ખોટી ખોટી ફરિયાદો કરતો રહે. આમ થતાં તમામ સારા માણસોએ કંટાળીને રાજીનામું દેવાની ફરજ પડે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધાર્મિક વહીવટ વિચાર | માટે ટ્રસ્ટીમંડળની પહેલી પસંદગી ખૂબ જ વિચારપૂર્વકની ટ્રસ્ટના પ્રણેતાએ કરવી જોઈએ. આવાઓને દૂર કરવા માટે જ પાંચ વર્ષ પૂરાં થતાં બે બે ટ્રસ્ટીઓની ફરજિયાત નિવૃત્તિની કલમ ટ્રસ્ટ-ડીડમાં રાખવી જોઈએ. ટ્રસ્ટી કોણ બની શકે ? તે વાત પૂર્વે જણાવી છે એટલે અહીં પુનરાવર્તન કરવું પણ ઇષ્ટ નથી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં પસંદગી જેટલી જ ગંભીર બાબત ટ્રસ્ટના ઉદ્દેશો નક્કી કરવાની છે. કેમ કે ઉદ્દેશો નક્કી થયા પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ટ્રસ્ટના બંધારણની કલમો ભારત સરકારના ટ્રસ્ટી અંગેના બંધારણથી જો વિરુદ્ધ જતી હોય તો તેને ચેરિટી કમિશ્નર વગેરે ભવિષ્યમાં ઝઘડો થાય ત્યારે ચુકાદો આપતી વખતે ટ્રસ્ટના બંધારણની કલમોને માન્ય રાખતા નથી. દા.ત. ભારતીય બંધારણમાં ટ્રસ્ટોનો કોઈ પણ નિર્ણય ટ્રસ્ટીઓની બહુમતીથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે કોઈ ટ્રસ્ટીમંડળ જૈનશાસ્ત્રોની વિરુદ્ધ નિર્ણય જંગી બહુમતીથી લે - જ્ઞાનખાતાની રકમ સ્કૂલમાં આપવાનો નિર્ણય લેવાય- તો શું કરવું? આ વખતે કોઈ વ્યક્તિનો-મુનિરાજ કે સદ્દગૃહસ્થનો વીટો પાવર (લવાદીનામું) ટ્રસ્ટ ડીડમાં સામેલ કરવામાં આવ્યો હોય અને તેથી તે વ્યક્તિ પોતાનો મત તે નિર્ણયની વિરુદ્ધમાં આપે તો ચેરિટી કમિશ્નર તેવા લવાદને માન્ય રાખવા બંધાયા નથી. તે તો બહુમતીના જ નિર્ણયને માન્ય રાખે. આમ લવાદીનામું નિરર્થક બની જાય. અથવા ભારતીય બંધારણમાં ધાર્મિક સ્વાતંત્ર્યની (પચ્ચીસમી) જે કલમ છે તેની રૂએ દરેક ધર્મને તેના શાસ્ત્ર મુજબ વર્તવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ મુદ્દાની રૂએ ‘દ્રવ્યસપ્તતિકા' વગેરે જૈન શાસ્ત્રવિરુદ્ધ જતો બહુમતીનો કોઈ પણ નિર્ણય દા.ત. જ્ઞાનખાતાની રકમનું સ્કૂલમાં દાન કરવાનો નિર્ણય-જરૂર પડકારી શકાય. બાકી ‘લવાદ' વગેરે બાબતો ટ્રસ્ટીમંડળ-આખુંય સીધા રસ્તે ચાલતું હોય તો જ ઉપયોગી થઈ પડે. એકાદ પણ ટ્રસ્ટી આડો પડે તો તે લવાદની સત્તા નિરર્થક બની જાય. આથી મુનિ-મહાત્માઓએ ‘લવાદ' તરીકે પોતાનું નામ કોઈ પણ ટ્રસ્ટમાં મુકાવવામાં સંમતિ આપવી તે હિતાવહ જણાતું નથી. વળી જો એ જ મહાત્માનો શિષ્ય ઉત્તરાધિકારી એમની ગેરહાજરીમાં લવાદ બને તો તો કદાચ તેનું જીવન બરોબર ન હોય તો ઘણું અહિત તે નવા Page #30 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા લવાદને થવા સંભવ ખરો. આથી સંતો, મુનિ, મહાત્માઓ પોતાની લવાદી ન રાખે એ જ વધુ યોગ્ય લાગે છે. છેવટે તો બધું ભવિતવ્યતા મુજબ બનવાનું છે એ વાત કોઈ ન ભૂલે. જો કે દેખીતી રીતે ટ્રસ્ટના માલિકની જેમ ટ્રસ્ટીઓ વર્તતા હોય છે. પરન્તુ ખરો માલિક તો ચેરિટી કમિશ્નર જ બની બેઠો છે. કેમ કે ઘણી બાબતોમાં તેની રજા લેવી પડે છે. જ્યારે ખરેખર તો ટ્રસ્ટના વહીવટની બાબતમાં ગીતાર્થ એવા જૈનાચાર્યને જ પૂછવું જોઈએ. તેઓ શાસ્ત્રનીતિને નજરમાં રાખીને જ જવાબ આપવાના. જૈનાચાર્ય સાથે સંબંધ થાય એટલે તીર્થંકરદેવ સાથે સંબંધ થાય અને ચેરિટી કમિશ્નર સાથે સંબંધ થાય એટલે વેટિકન કન્ટ્રીના ઈસાઈ ધર્મગુરુ પોપ સાથે સંબંધ થાય. ચેરિટી કમિશ્નરના ખાતાના કાયદાઓ દેશી-વિદેશી ગોરાઓએ થડેલા છે. ગોરાઓના ધર્મગ પોપ છે.ને અનાચાય ઉપક્ષિત થયા છે છે વ્યવસ્થિત રીતે તેમની સત્તાઓ કાપી નાંખવામાં આવી છે. જૈનધર્મના અનુયાયીઓનું આ મોટું અધઃપતન છે કે તેમનો સંબંધ તારક તીર્થંકરદેવને બદલે પોપ સાથે ગોઠવાયેલો છે. ટ્રસ્ટીઓ ટ્રસ્ટની સંપત્તિના પોતે માલિક હોય તે રીતે વહીવટ કરતા હોય છે. તેઓને તે સંપત્તિ ઉપર એવી કારમી મમતા થાય છે કે યોગ્ય સ્થળે તે રકમો આપી શકતા નથી. રકમની જમાવટના ઘણાં બધાં ઐહિક અને પારલૌકિક નુકસાનો સ્પષ્ટ હોવા છતાં પોતાના ઘરની સંપત્તિની જેટલી જ મૂર્છા ટ્રસ્ટની સંપત્તિ ઉપર તેઓ રાખતા હોય છે. બેંકોમાં જમા થતી રકમ અતિ ઘોર હિંસામાં વપરાતી જાણવા છતાં એ ટ્રસ્ટીઓ તેનો મોહ ઉતારી શકતા નથી. એક દિવસ એવો આવી લાગશે જ્યારે તે બધી સંપત્તિ ભારત સરકાર કાયદાની એક જ કલમે આંચકી લેશે. તેનાં ‘બોન્ડ’ આપીને બધું પચાવી પાડો. એવા વખતે એ ટ્રસ્ટીઓ કેટલા બધા પાપના ભાગી બનશે ? જો કોઈ માણસ ધાર્મિક ટ્રસ્ટનું બંધારણ ઘડવા માંગતો હોય તો તેણે ત્રણ વાતો ઉપર સૌથી વિશેષ ખ્યાલ રાખવો. (૧) તે બંધારણ શાસ્ત્રનીતિથી અબાધિત હોવું જોઈએ. (આ માટે ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લેવું. (૨) તેમાં ચૌદ ક્ષેત્રોના વહીવટની નીતિ-રીતિ સ્પષ્ટ રીતે મૂકી ૧૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર દઈને (આ પુસ્તકમાં તે વિષય મૂકવામાં આવેલ છે.) તે જ પ્રમાણે ટ્રસ્ટીઓ વહીવટ કરી શકે. તેની વિરુદ્ધ જઈને સર્વાનુમતિ કે જંગી બહુમતીથી કોઈ નિર્ણય લઈ ન શકે તેવો સ્પષ્ટ આદેશ મૂકવો જોઈએ. (૩) ટ્રસ્ટી બનવા માટે ચૂંટણીપ્રથા દાખલ નહિ કરતાં પૂર્વોક્ત બેમાંની એક રીત નિશ્ચિત કરવી જોઈએ. - ટ્રસ્ટીઓની સંખ્યા જે શાસ્ત્રીય નીતિનિયમોના જાણકાર હોય અને સખ્ત કામ કરવા તૈયાર હોય તેમને જ ટ્રસ્ટી તરીકે લેવા જોઈએ. શ્રીમંતાઈ, સત્તા કે દાનમાં આપેલી મોટી રકમ એ કાંઈ ટ્રસ્ટી બનવા માટેની લાયકાત નથી. ટ્રસ્ટીઓ બને તેટલા ઓછા લેવા જોઈએ. ઘણા ટ્રસ્ટીઓ ઘણું બગાડતા હોય છે. ઘણી ખોટી માથાકૂટો કરતા હોય છે. - ટ્રસ્ટી બનાવવાની સંખ્યાની જોગવાઈ ભલે એકવીસ સુધીની રાખવી પરનું ટ્રસ્ટી તો ૩, ૫ કે ૭ જ રાખવા. તે પછી અત્યુત્તમ માણસ મળે તો જ તેમને ઉમેરવા. એકી રકમના ટ્રસ્ટીગણ, ‘ટાઈ” (સરખા વોટ) પડે તો પ્રમુખનો કાસ્ટિંગ વૉટ, કોરમ વગેરે બાબતો જાણકાર પાસેથી સમજી લેવી. દરેક ટ્રસ્ટમાં અનુશાસન કરનારા આચાર્યને સલાહકાર તરીકે મૂકવા જોઈએ. આથી ક્યારે પણ શાસ્ત્રવિરુદ્ધ થતા કામને તે અટકાવી શકે. તે આચાર્યશ્રી “આમ કરો” એવું ભલે ન પણ કહે પરન્તુ આમ ન કરાય, આ શાસ્ત્રવિરુદ્ધ છે” એમ તો જરૂર સૂચવે. એવા સૂચન ઉપર ટ્રસ્ટીગણે ગંભીરપણે ધ્યાન આપવું જોઈએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ (૨૦) સાધારણ ખાતું (૭ ક્ષેત્રો) ૧. જિનપ્રતિમા ૨. જિનમંદિર ૩. જિનાગમ ૪. સાધુ ૬. શ્રાવક ૭. શ્રાવિકા શુભ (સર્વસાધારણ) ખાતું (૧૪ ક્ષેત્રો) ૮. પૌષધશાળા(ઉપાશ્રયો) ૯. પાઠશાળા ૧૦. આયંબિલખાતું ૧૧. નિશ્રાકૃત ખાતું ૧૩. અનુકંપા ખાતું ૧૪. જીવદયા ખાતું m જિનપ્રતિમા અને જિનમંદિર (૧ + ૨) જિનપ્રતિમાને અનુલક્ષીને જે કોઈ ધનની આવક થાય તે દેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ જિનપ્રતિમાઓ ભરાવવામાં થાય. જે જિનબિમ્બની અંજનશલાકા કરવાની છે તે જિનબિમ્બ ભરાવવાની જે ઉછામણી થાય તે રકમમાંથી નવી જિનપ્રતિમાઓ ભરાવી શકાય; આંગી, મુગટ વગેરે બનાવી શકાય પ્રતિમાને લેપ કરાવી શકાય; ચક્ષુ, ટીકા વગેરે લગાડી શકાય. જિનમંદિરમાં કે તેની બહાર ક્યાંય પણ પરમાત્માને ભક્તિના ઉદ્દેશથી નિમિત્ત બનાવીને જે ભેટ કે પ્રતિષ્ઠા, અંજનશાલાકા, કેસરાદિ પૂજા, આરતિ, રથયાત્રાના વરઘોડામાં રથને લગતા તથા સ્વપ્નોની ઉછામણી, ઉપધાનની માળ, સંઘમાળ વગેરેની ઉછામણી વગેરેનો જે ચડાવો થાય તે બધું દેવદ્રવ્ય કહેવાય. આ રકમનો ઉપયોગ (૧) જિનમંદિરોના જીર્ણોદ્વારમાં તથા નૂતન Page #33 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર જિનમંદિરોના નિર્માણમાં તથા જિનમંદિરનાં ઉપકરણો, કેશર-સુખડાદિ પૂજાની સામગ્રી, પૂજારીને પગાર, જિનમંદિરના વહીવટાદિ જિનભક્તિનાં સર્વ કાર્યોમાં થઈ શકે છે. પણ શક્તિસંપન્ન આત્માઓએ ધનમૂચ્છાનો દોષ નિવારવા માટે સ્વદ્રવ્યથી આ લાભ લેવાનું લક્ષ અચૂક રાખવું જોઈએ. (૨) જિનાલય કે જિનપ્રતિમાની સુરક્ષાદિ માટે કોર્ટની કાર્યવાહી કરવામાં વકીલો (અજૈન)ને ફી વગેરે આપવામાં થઈ શકે. ગુરખા રાખવામાં થઈ શકે. ૧૪ આ જિનપ્રતિમા અને જિનમંદિરનાં બે ખાતાંના દ્રવ્યને દેવદ્રવ્ય કહેવામાં આવે છે. એવો શાસ્ત્રીય નિયમ છે કે સાત ક્ષેત્રોમાં ઉપરના ક્ષેત્રની રકમ નીચેના ક્ષેત્રમાં જઈ શકે નહિ, પરન્તુ નીચેના ક્ષેત્રોની ૨કમ ઉપરના ક્ષેત્રોમાં વાપરી શકાય. (અહીં સાધુ-સાધ્વીનું તથા શ્રાવક અને આ નિયમ પ્રમાણે તો પહેલા જિનપ્રતિમાનાં ક્ષેત્રની રોમ બીજા જિનમંદિરના ક્ષેત્રમાં વાપરી શકાય નહિ. પરન્તુ હાલમાં લગભગ બધા જૈનાચાર્યો આ બે ક્ષેત્રોનું એક જ દેવદ્રવ્યનું ખાતું ગણી લે છે અથવા તે રીતે વર્તાતું હોય તો ત્યાં તેનો વિરોધ કરતા નથી. દેવદ્રવ્યના ત્રણ પ્રકાર ‘સંબોધપ્રકરણ’ વગેરે ગ્રન્થોમાં દેવદ્રવ્યના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. (૧) પૂજા દેવદ્રવ્ય (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય (૩) કલ્પિત દેવદ્રવ્ય પૂજા દેવદ્રવ્ય જિનેશ્વરદેવના દેહની પૂજા માટે મળતું તે પૂજા દેવદ્રવ્ય કહેવાય. જિનના દેહની કેસર વગેરેથી થતી પૂજા માટેનું જ મુખ્ય આ દ્રવ્ય છે પણ વધી જાય ત્યારે પ્રભુજીના ગેહ (મંદિર)માં દ્રવ્ય વાપરી શકાય. તે આમ જિનના દેહની અંગ અને અગ્રપૂજા માટે અને વધી જાય ત્યારે જિનમંદિરના જીર્ણોદ્વાર (અને નૂતન મંદિરના) નિર્માણમાં આ દ્રવ્ય વપરાય Page #34 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ તે વાત સ્થિર થઈ. નિમલ્યિ દેવદ્રવ્ય પ્રભુજીના અંગેથી ઊતરેલા વરખ વગેરે વેચવાથી જે રકમ મળે તે નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે જમા થાય. આ વરખ વગેરે થોડાક જ સમયમાં ગન્ધાતા બને છે તેથી તેમને વિગન્ધિ દ્રવ્યો કહેવાય છે. પ્રભુજીની સામે મુકાએલાં બદામ વગેરે ગન્ધાતાં નથી બનતાં પરંતુ તે જ બદામ વગેરે ઊતરી ગયા પછી ફરી ચડાવી શકાતાં નથી માટે તે પણ અવિગળેિ એવાં નિર્માલ્ય દેવદ્રવ્ય કહેવાય છે. આના વેચાણની રકમ આ નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે જમા થાય. આ રકમમાંથી જિનના અંગનાં આભૂષણો વગેરે થાય. પરન્તુ જિનપૂજાનાં સાધનો લાવવામાં તે વાપરી શકાય નહિ. હા. આ રકમ વધે તો તે જિનમંદિરના જીણોદ્ધારાદિમાં વાપરી શકાય. - કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય જિનમંદિરના નિભાવ માટે કલ્પેલું (કાયમી નિધિ) તથા જિનભક્તિ નિમિત્તે જે કાંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણા કરી હોય, તેનાથી ઉત્પન્ન થયેલ તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. ભૂતકાળમાં સુશ્રાવકો સ્વદ્રવ્યથી જ જિનમંદિર બનાવતા. એ વખતે તે જિનમંદિરના ચોકીદારને પગાર, અષ્ટપ્રકારી પૂજાની સામગ્રીઓ વગેરે વસ્તુઓ બરોબર કાયમ મળતી રહે તે માટે દાનવીર નિભાવરૂપે રકમ આપતા, જે કાયમ રહેતી અને તેના વ્યાજમાંથી મંદિરના નિર્વાહ (નિભાવ) કાયમ માટે થતો. આ રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા થતી. વળી હાલ પણ પરંપરા મુજબ સેંકડો વર્ષોથી ચાલતી આવતી સ્વપ્ન, * સંઘમાળ-અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ-આરતી, મંગળદીવો-પ્રથમ પ્રક્ષાલ પૂજા, કેસરપૂજા, ફૂલપૂજા વગેરેની ઉછામણીઓ, ઉપધાનની માળની ઉછામણીનકરા, નાણના નકરા વગેરે બધાનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં થાય છે, કેમકે આ બધી ઉછામણીઓ પણ જિનભક્તિ નિમિત્તે શ્રાવકોએ આચરેલ છે. આ ઉપરથી એમ કહી શકાય કે સ્વપ્નાદિકની ઉછામણી કે ઉપધાનની Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધાર્મિક વહીવટ વિચાર માળની રકમ દેવદ્રવ્ય તો ખરી જ, પરંતુ તે દેવદ્રવ્ય એટલે પૂજા (અષ્ટપ્રકારી પૂજાના વાર્ષિક ચડાવા વગેરે સ્વરૂ૫) કે નિર્માલ્ય દેવદ્રવ્ય નહિ પરન્તુ કલ્પિત દેવદ્રવ્ય. આ રકમનો ઉપયોગ દેરાસરજીના તમામ ખર્ચાઓમાં કરી શકાય. આથી જ આ કલ્પિત દેવદ્રવ્યને, દેવકું સાધારણ કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્યની રકમમાંથી (અજૈન) પૂજારીને પગાર આપી શકાય તેમ જ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી પણ લાવી શકાય અને આભૂષણો પણ બનાવી શકાય. જો કે હાલમાં આવા ત્રણ વિભાગ (ત્રણ કોથળી) ક્યાંય રાખવામાં આવેલા જાણવા મળતા નથી. હાલ તો દેવદ્રવ્યની એક જ કોથળી રાખીને જિનભક્તિ માટે ઉપયોગ કરાય છે. પણ, આથી તો નિર્માલ્ય દેવદ્રવ્યની રકમમાંથી પણ જિનપૂજા થવાનો સંભવ રહે, જેનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. એટલે આવી ત્રણ કોથળીઓ કરાય અને કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય, જિનપૂજાની સામગ્રી લવાય તો શાસ્ત્રવ્યવસ્થા બરોબર જળવાઈ રહે, અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી લાગે છે કે દેવદ્રવ્યમાંથી કે કલ્પિત દેવદ્રવ્યમાંથી કોઈ જિનપૂજા કરે તો તે પાપ બાંધે છે તેવું ન કહેવાય. કેમ કે પૂજા દેવદ્રવ્ય પૂજા માટેનું જ ખાતું છે. વળી કલ્પિત દેવદ્રવ્ય પણ વ્યાપક બનીને પૂજા કરવા માટેની રકમ લેવાની રજા આપે જ છે. આ રીતે પૂજા કરવામાં પાપ લાગતું નથી. પ્રભુભક્તિ કરવાથી પુણ્ય જ બંધાય. પરંતુ જો શ્રાવકો આ દેવદ્રવ્યની રકમથી પૂજાદિ ન કરતાં સ્વદ્રવ્યથી પૂજા કરે તો ધનમૂચ્છ ઉતારવાનો તેમને બહુ મોટો લાભ વધારામાં મળે ખરો. વળી સ્વદ્રવ્યની જિનપૂજામાં ભાવોલ્લાસ વધવાનો પણ વિશેષ સંભવ છે. - જો દેવદ્રવ્યમાંથી દેરાસર નિર્માણ થઈ શકે છે અને તેને સુખી ભક્તો વાપરી શકે છે તો તે જ દેવદ્રવ્યમાંથી દેરાસરજીમાં બિરાજમાન પરમાત્માની પૂજાદિ કેમ ન થઈ શકે ? તેમાં પાપબંધ શી રીતે કહેવાય ? Page #36 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ જિનપૂજા કરવાની સામગ્રી ગામના કે બહારગામથી આવેલા જૈનોને બરોબર મળે તે માટે ‘જિનભક્તિ સાધારણ ભંડાર” મૂકીને તે પરદ્રવ્યથી તે લોકો જિનપૂજા કરી શકે અને તેમાં દોષ જણાતો ન હોય તો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો એકાત્તે આગ્રહ શી રીતે રાખી શકાય ? ‘દ્રવ્યસપ્તતિકા” ગ્રંથમાં ‘શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એમ જે કહ્યું છે તે ઘરદેરાસરના માલિક શ્રાવક માટે કહેલું છે. ત્યાં તેનો જ વિષય આવે છે. તેમાં એમ કહ્યું છે કે, “ઘરદેરાસરમાં મૂકેલા ચોખા, ફળ વગેરેથી સંઘ દેરાસરમાં તે શ્રાવક પૂજા કરી શકે નહિ. કેમ કે તેમ કરવામાં લોકો દ્વારા તેને ખોટાં માન-સન્માન મળી જવા સંભવ છે. (અહીં દેવદ્રવ્યથી પૂજા કરવાનો તેને દોષ લાગવાની તો વાત કરી જ નથી.) આવું ખોટું માન ન મળે તે માટે તેણે મોટા દેરાસરે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ. / આ રીતે તે પાઠ બરોબર જોવાશે તો ખ્યાલ આવી જશે કે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો તમામ શ્રાવક-શ્રાવિકાઓ માટે શાસ્ત્રકારોના એકાન્ત આગ્રહ નથી. - જ્યારે ત્રણેય પ્રકારનાં દેવદ્રવ્યથી જિનપૂજા (પૂજારૂપ, આભૂષણ ચડાવવા રૂપ, અજૈન પૂજારીને પગારાદિ આપવા રૂપ) થઈ શકે છે ત્યારે સ્વદ્રવ્યથી જ-દેવદ્રવ્યથી નહિ અને પરદ્રવ્યથી પણ નહિ - પૂજા કરવાનો કે પગાર દેવાનો એકાન્ત આગ્રહ રાખવો એ બરાબર જણાતું નથી. અહીં એ વાત ખ્યાલમાં રાખવી કે ગુરખા, પૂજારી, વકીલ વગેરેને જે દેવદ્રવ્યનું વેતન આપવાની વાત છે તે તેઓ ‘અન’ હોય તો જ છે. જૈનો જો દેવદ્રવ્ય લે તો તેમને માનસિક રીતે ત્રાસ થાય. એથી તેમની પરિણતિ નિષ્ફર થાય. પરિણતિની રક્ષા એ સૌથી મોટો ધર્મ છે. વર્તમાનકાલીન જૈનચાર્યો માટે એ નિર્ણય લેવાનો અને તેનો અમલ કરવાનો દેવદ્રવ્યના ત્રણ વિભાગો અંગે-કાળ પાકી ગયેલો જણાય છે. અવધારણ વિના દેવદ્રવ્ય ન બને ‘દ્રવ્યખંતિકા’ ગ્રન્થ (ગાથા બીજી) માં કહ્યું છે કે દેવને સમર્પિત કરવા માટે સંકલ્પિત કરાયેલી ધન વગેરે વસ્તુ ત્યારે જ દેવદ્રવ્ય બની Page #37 -------------------------------------------------------------------------- ________________ T૮ ધાર્મિક વહીવટ વિચાર શકે જ્યારે તે સંકલ્પ દેઢ હોય : સામાન્ય કક્ષાનો ન હોય ‘‘આ ધન કે આ નવદ્ય હું દેવને ધરવા માટે બનાવું છું.” આ સંકલ્પ સામાન્ય કક્ષાનો કહેવાય. દેઢ સંકલ્પ તો ત્યારે જ કહેવાય જ્યારે તેમાં ગર્ભિત રીતે કે સ્પષ્ટ રીતે પોતાના ઉપભોગનો ઇન્કાર હોય. “હું મારા માટે આ વસ્તુ નહિ જ વાપરું.” આવા નકારાત્મક અભિગમપૂર્વકનો દેવને ધરવાનો જે સંકલ્પ તે દેઢ સંકલ્પ કહેવાય. માત્ર સામાન્ય સંકલ્પવાળી વસ્તુ દેવદ્રવ્યની બની જાય નહિ. મૃગ નામના શ્રાવકે ઘરની પત્નીને-તીર્થયાત્રામાં ઠેરઠેર જરૂરી ભગવાનને ધરવા માટે-નૈવેદ્ય તૈયાર કરવા કહ્યું. નૈવેદ્ય તૈયાર થઈ ગયું. કોઈ મુનિ ઘેર વહોરવા આવ્યા. તેમને તે નવદ્ય વહોરાવાયું. મુનિ અને તે વિપ્ર શ્રાવક સ્વર્ગગામી થયા. આ નૈવેદ્યમાં સામાન્ય સંકલ્પ હતો, પણ પોતે તેનો ઉપભોગ નહિ જ કરવો તેવો ગર્ભિત રીતે પણ સંકલ્પ ન હતો. એટલે જ તે દેવદ્રવ્ય ન બન્યું અને તેથી જ તે મુનિ અને વિપ્ર શ્રાવક દુર્ગતિગામી ન થયા. આ ઉપરથી એ વાત સમજવી કે આંગીમાં ચડાવવા માટે અપાતા હીરાના હાર વગેરે પ્રભુને ચડાવવા માત્રથી દેવદ્રવ્ય બની જતા નથી. વળી દેરાસરમાં જતાં, ખીસામાં ભૂલથી કોઈ દવા વગેરે રહી જાય તો તે દેવદ્રવ્ય બનીને વાપરવા માટે ત્યાજ્ય બની જતી નથી. આમ છતાં વ્યવહાર- શુદ્ધિ માટે તે વાપરવી યોગ્ય નથી. સંઘ હસ્તકના રથયાત્રાદિ વરઘોડામાં રથમાં બેસવાની કે ભગવાનની પાલખી ઊંચકવા, ભગવાન પધરાવવા, સારથી બનવાની, ચામર લઈ બેસવાની વગેરે જિનભક્તિ નિમિત્તની ઉછામણી : તથા હાથી, ઘોડાગાડી વગેરે સાંબેલાને લગતી ઉછામણીઓમાંથી સગવડ મુજબ રથ, પાલખી વગેરેના નકરા તથા બેંડ અને હાથી, ઘોડાગાડી વગેરે તે તે સાંબેલાઓનો ખર્ચ કરી શકાય. બાકીની વધતી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી. પરંતુ વરઘોડામાં આગમની ગાડી કે જ્ઞાનને લગતી ઉછામણીમાંથી તેને લગતો ગાડી વગેરેનો ખર્ચ કાઢી બાકીની રકમ જ્ઞાનખાતે જમા કરવી. તથા કુમારપાળ રાજા, શાલિભદ્ર, વિક્રમરાજા, કનકશ્રી (ધર્મચક્ર તપમાં), જાવડશા વગેરે બનીને હાથી, ઘોડાગાડી, વગેરેમાં બેસવાની ઉછામણીમાંથી પણ તેને લગતો ખર્ચ બાદ કરી બાકીની રકમ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ખાતે Page #38 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ - ૧૯ અથવા સાધારણ (સાત ક્ષેત્ર) ખાતે લઈ જઈ શકાય. હા. કુમારપાળ મહારાજાની આરતિને લગતી (તેમના મહામંત્રી, સેનાપતિ વગેરે) ઉછામણીનું બધું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય. પણ તે કુમારપાળ વગેરેને લલાટે તિલક કરવાનું ઘી સાત ક્ષેત્રના સાધારણમાં જાય. જિનપ્રતિમા અને જિનમંદિર (૧ + ૨). જે મૂર્તિની અંજનશલાકા થઈ નથી તેને અંજનશલાકા કરાવવાનું જે ઘી બોલાય તે જિનપ્રતિમા ખાતે જમા થાય. આ રકમ નવી જિનપ્રતિમાઓ ભરાવવામાં વપરાય તથા લેપ, આભૂષણો તથા પૂજાની સામગ્રીઓ વગેરેમાં વપરાય. પૂર્વે નૂતન જિનમંદિરોનાં નિર્માણ શ્રીમંત લોકો મોટા ભાગે સ્વદ્રવ્યથી કરતા હતા. પરંતુ આજે આ ખાતે આવતી દેવદ્રવ્યની રકમ નૂતન જિનમંદિરોમાં પણ-વિના વિરોધે વપરાય છે. આમ હાલમાં સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પણ મંદિરો બને છે અને સહુ તેમાં પૂજા-પાઠાદિ કરે છે. (જો દેવદ્રવ્યથી બનેલાં જિનમંદિરમાં પૂજા થઈ શકે તો જિનેશ્વરદેવની પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તેવો એકાત્તે આગ્રહ શી રીતે યોગ્ય ગણાય ? જો પરદ્રવ્યથી નીકળતા શિખરજી વગેરે સંઘો સ્વામીવાત્સલ્યો, આંબિલખાતાનાં નિર્માણમાં તે તે ધર્મસેવન થઈ શકે તો સ્વદ્રવ્યથી જ જિનપૂજાનો આગ્રહ એકાન્ત શી રીતે કરી શકાય ? “નિશ્ચયનય’ તો આવો કોઈ ભેદ ન જોતાં ધર્માત્માનો હૈયાનો ઊછળતો ભાવ જ કાર્યસાધક ગણે છે. (વિશેષ જાણકારી માટે આ પુસ્તકનું ‘પરિશિષ્ટ-૨' જોવું.) - જિનમંદિરને ભેટ મળેલાં ખેતરો, મકાનો, મકાનોનાં ભાડાં વગેરેની રકમ, વ્યાજની રકમ વગેરે, કેસર-પૂજાદિ અષ્ટપ્રકારી પૂજાના ચડાવાની રકમ-પ્રતિષ્ઠા-અંજનશલાકાદિના ચડાવાની રકમ, રથયાત્રાના વરઘોડાના વિવિધ ચડાવાની રકમ, સ્વપ્નની બોલી, ઉપધાનની માળ, સંઘમાળ વગેરેની ઉછામણીઓ, ઊતરેલાં વરખ, ચોખા, બદામ વગેરેના વેચાણની રકમો, પંચ કલ્યાણકોની ઉજવણીના ચડાવાની રકમો વગેરે દેવદ્રવ્ય કહેવાય. અહીં એટલું વિશેષ સમજવું કે રથયાત્રાના વરઘોડાના હાથી, ઘોડા, સાંબેલા વગેરેની ઉછામણીની રકમ (તેમાંથી સાંબેલાનો ખર્ચ કાઢી શકાય) દેવદ્રવ્ય Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધાર્મિક વહીવટ વિચાર ખાતે જાય પણ તેમાં જે ખાસ (કનકથી બનવું. ૪૫ આગમની ગાડી રાખવી વગેરે વસ્તુ હોય તો તેની ઉછામણીની રકમ ક્રમશઃ શ્રાવક ખાતે કે જ્ઞાન વગેરે ખાતે જાય.) દેવદ્રવ્યના ત્રણ પ્રકારો છે પૂજા દેવદ્રવ્ય- અષ્ટપ્રકારી પૂજાની વાર્ષિક ઉછામણીની રકમ અથવા પૂજા માટે ભેટ મળતી રકમ કે પ્રજાનાં દ્રવ્યો. નિર્માલ્ય દેવદ્રવ્ય - વરખ વગેરેના ઉતારાની તથા અક્ષત, ફળ, નિવેદ્ય વગેરેના વેચાણની રકમ. - કલ્પિત દેવદ્રવ્ય - નિભાવ માટે કલ્પેલી કાયમી નિધિ રૂપ રકમ તથા સ્વપ્નના ચઢાવા, ઉપધાનની માળની, સંઘમાળની, વરઘોડાની ઉછામણી વગેરેની રકમ. (૧) પૂજા દેવદ્રવ્યથી પરમાત્માની તમામ પ્રકારની પૂજા થાય, આંગી, આભુષણો વગેરે ભગવાનને લગતાં સર્વકાર્યમાં વપરાય. (૨) નિર્માલ્ય દેવદ્રવ્યની રકમ પ્રભુજીના અંગનાં આભૂષણો, ચક્ષુ, ટીકા વગેરેમાં વપરાય તથા જીર્ણોદ્ધારમાં, નૂતન મંદિરમાં વપરાય, પ્રભુજીની - ગપૂજામાં (પૂજા દેવદ્રવ્યની જેમ) ન વપરાય. જ્યાં પૂજાના દ્રવ્યથી કે કલ્પિત દેવદ્રવ્યથી નિર્વાહ ન થતો હોય ત્યાં અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યથી પણ પૂજા થઈ શકે. (૪) કલ્પિત દેવદ્રવ્યની રકમ જિનપ્રતિમા અને જિનમંદિર અંગેનાં તમામ કાર્યો, કેસરાદિ લાવવું, અજૈન ગુરખા પૂજારીને પગાર આપવો, દીવાબત્તીનો ખર્ચ કાઢવો વગેરેમાં વાપરી શકાય. હા, આ ખાતાની રકમ જીર્ણોદ્ધાર, નૂતન જિનમંદિરમાં પણ વાપરી શકાય. હાલના વહીવટની અંદર દેવદ્રવ્યના આવા ત્રણ પ્રકાર પાડવામાં આવતા નથી. દેવદ્રવ્યની એક જ કોથળી રાખવામાં આવે છે. આ બાબત શાસ્ત્રથી સંગત છે કે નહિ તે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ નક્કી કરવાનું છે. અમારા સ્વર્ગીય તરણતારણહાર ગુરુદેવ શ્રીમદ્ મહાન ગીતાર્થ આચાર્ય ભગવંત પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ.સા.ને આ સંગત લાગતું ન હતું. સંબોધ પ્રકરણ (લે.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી : રચના સમય છઠ્ઠો સૈકો)માં આ ત્રણ પ્રકારો બતાવવામાં આવ્યા છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ હાલ જે દ્રવ્ય દેવકું સાધારણ કહેવાય છે તેનો પણ યથાયોગ્ય પૂજા કે કલ્પિત દેવદ્રવ્યમાં સમાવેશ જાણવો. જિનમંદિરરક્ષા કે તીર્થરક્ષા માટે કોર્ટમાં કેસો લડવા પડે, સાહિત્ય પ્રચાર કરવો પડે, ઓફિસ કરવા મકાન રાખવું પડે, ગુરખાઓ રાખવા પડે વગેરે જે કાંઈ કરવું પડે તેમાં દેવદ્રવ્યની રકમ વાપરી શકાય. એટલું ધ્યાનમાં રાખવું કે આ રકમ અજૈન વકીલો, ગુરખાઓ વગેરેને જ આપવી. વળી તેનો બેફામ ઉપયોગ ન થવા દેવો. શ્રાવકના પોતાના ઉપભોગમાં ન આવી જાય તેની કાળજી રાખવી. ભૂતકાળમાં જે શ્રીમંત દેરાસર બનાવતો તે માણસ તે દેરાસરના કાયમી નિભાવ માટે શક્ય વ્યવસ્થા કરતો. આમ તેનું જિનાલયના નિભાવ માટે આપેલ તે દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું. જિનપૂજાદિ કાર્યોમાં તેના ઉપયોગનો વિરોધ કરનારાઓ પણ આ જ પ્રકારનો ‘જિનભક્તિ સાધારણ’ નામથી ભંડાર તો દેરાસરોમાં મૂકે જ છે. આ રકમ પરદ્રવ્ય અથવા કલ્પિત એવું દેવદ્રવ્ય જ છે તેના દ્વારા જૈનો પ્રભુભક્તિ આદિ કરે તેમાં તેમને કશો વાંધો હોતો નથી. (નવાઈની વાત એ છે કે આમ છતાં તેઓ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો આગ્રહ એવો એકાત્તે સેવે છે કે પરવ્યાદિથી જિનપૂજા થાય જ નહિ ! આ વદતો- વ્યાઘાત લાગતો નથી ? હા. જો કોઈ સ્વદ્રવ્યથી પૂજાદિ કરે તો તેને સ્વય ધનમૂછ ઉતારવાનો મોટો લાભ પણ થાય એ વાત નિશ્ચિત છે. તે લાભ છતી શક્તિએ સ્વદ્રવ્ય પૂજા નહિ કરનારને ન મળે. પરન્તુ તેથી એમ તો ન કહેવાય કે શક્તિમાન વ્યક્તિ પર દ્રવ્યાદિથી પૂજા કરે તો તેનું અહિત જ થાય. મંદિરો માટેનું દેવદ્રવ્ય એ સામાન્યતઃ સર્વોત્કૃષ્ટ ખાતું છે. કેમ કે એ રકમમાંથી જીર્ણોદ્ધારાદિ થતાં તેમનું આયુષ્ય લાંબું થાય છે. પરમાત્મભક્તિથી અગણિત ગુણોની ખિલવટ થાય છે. હેવાન ઇન્સાન બને છે, ઇન્સાન ભગવાન બને છે. કોઈ પણ ધર્મની સંસ્કૃતિ તેનાં મંદિરોને ફરતી વીંટળાયેલી છે. બાળકક્ષાના જીવોના વિકાસ માટે પરમાત્માની મૂર્તિનું આલંબન અત્યન્ત જરૂરી છે. જો મૂર્તિ છે તો સંસ્કૃતિ છે. જો સંસ્કૃતિ છે તો પ્રજા છે. જો પ્રજા છે તો દેશ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર આઠ કર્મોમાં સૌથી વધુ ખૂંખાર એવા મોહનીયકર્મના ભુક્કા દેવગુરુની ભક્તિ બોલાવે છે. એ નબળું પડતાં શેષ તમામ કર્મો નબળાં પડે છે. આમ કર્મક્ષય થતાં જીવ શિવ બને છે. આવા અગણિત લાભોને લીધે જિનમંદિર અત્યન્ત આવશ્યક વસ્તુ બને છે. તેથી જ તેનાં વધુ ને વધુ નિર્માણ અને જીર્ણોદ્ધાર સતત થતાં રહે છે. અબજો રૂ.નાં પ્રાચીન મંદિરોની મરામત વખતોવખત કરતા રહેવી પડે, તે માટે જૈન સંઘને ક્રોડો રૂ.ની જરૂર રહે, જ્યાં સુધી દેવદ્રવ્યની વ્યવસ્થા અત્યન્ત કડક રીતે જળવાતી રહેશે ત્યાં સુધી જિનમંદિરો માટે દર વર્ષે ક્રોડો રૂ.ની આવક સહેલાઈથી થતી રહેશે. જ્ઞાની પુરુષોએ દેવદ્રવ્યની વ્યવસ્થાને આ જ કારણે ‘અત્યન્ત સુદૃઢ બનાવીને, એક પૈસાના પણ તેના ભક્ષણ કે દુરુપયોગને અતિ ભયાનક કર્મોનું બંધક જણાવીને સમગ્ર જૈન સંઘ ઉપર-જીવમાત્ર ઉપર-અસીમ ઉપકાર કરી દીધો છે. જો દેવ સંબંધિત ઉછામણીઓને ધનના બદલે નવકાર, સામાયિક, મૌન વગેરેના માધ્યમથી બોલાવવાની રજા આપી હોત તો દેવદ્રવ્ય ખાતે પૂરજોશમાં રહેતો સંપત્તિનો બારમાસી પ્રવાહ સાવ મોળો પડી ગયો હોત. બેશક, ધનના માધ્યમની ઉછામણી હોવાથી મધ્યમ કે ગરીબ વર્ગના માણસો વિશેષ લાભ લઈ શકતા નથી. પરંતુ તેઓ અનુમોદના કરીને પૂરો લાભ લઈ શકે છે. શીલ, તપ અને ભાવ નામના ઉત્તરોત્તર ચડીઆતા ત્રણ ધર્મોનું સાક્ષાતું સેવન કરીને પણ પુષ્કળ આત્મહિત કરી શકે છે. ધનના દાન નામનો એક જ ધર્મ એવો છે કે જેને શ્રીમંતો સેવી શકે. તેમને શીલ, તપ તો ખૂબ કઠિન પડી જાય, તો શા માટે તેમનું આત્મહિત કરતો દાન-ધર્મ તેમના માટે ન રાખવો ? એથી તેમના ‘ભોગોથી સંભવિત તેમની દુર્ગતિની શક્યતા ઘણી મોળી પડી જાય. શ્રીમંતોને દાન-ધર્મ સેવવાનો લાભ મળે અને મંદિરોના જીણોદ્ધારાદિ માટે જરૂરી કોડો રૂ. નો પ્રવાહ અખ્ખલિતપણે વહેતો રહે-આ બે લાભોને નજરમાં રાખીને મધ્યમ કે ગરીબ વર્ગના જૈનોએ ઉછામણીના ધનના માધ્યમનો કદી વિરોધ કરવો ન જોઈએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ચૌદ ક્ષેત્રોનું વિવરણ અજૈન મંદિરો કરતાં જૈન મંદિરોની અપૂર્વ સાચવણી વગેરેના મૂળમાં દેવદ્રવ્યની કડક વ્યવસ્થા જ કારણ છે. દેલવાડાનાં જિનમંદિરોને બે કલાક સુધી સૂક્ષ્મ રીતે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જોયા પછી વિઝિટ બુકમાં તે અંગેની પ્રશસ્તિને તેઓ લખી શક્યા ન હતા. કેમ કે શબ્દકોપનો કોઈ પણ ઉત્કૃષ્ટ શબ્દ પ્રશસ્તિને પૂરો ન્યાય આપી શકે તેમ ન હતો. છેલ્લે જગા સાવ ખાલી રાખીને, પોતાની સહી કરીને તેમણે વિઝિટ બુક બંધ કરાવી દીધી હતી. ટ્રસ્ટીઓની મોહદશાને લીધે ટ્રસ્ટોમાં દેવદ્રવ્યની જમાં પડી રહેતી લાખો રૂની રકમ જોઈને આજના બુદ્ધિજીવી વર્ગ તે અંગે એલફેલ અભિપ્રાયો આપી રહ્યો છે. વસ્તુતઃ ટ્રસ્ટીઓએ આ માહદશાનો ત્યાગ કરીને તમામ સંપત્તિ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આપી દેવી જોઈએ. દેવદ્રવ્યના દસ અબજ રૂ. પણ ઓછા પડે એટલાં બધાં જીર્ણોદ્ધારાદિનાં કાર્યો અખિલ ભારતમાં ચાલી રહ્યાં છે. ICICT CIT દાતાએ જે ઉદ્દેશથી રકમનું દાન કર્યું હોય તેનાથી અન્ય ઉદેશમાં રકમ ન વાપરી શકાય એવું ચેરિટી કમિશ્નરનો કાયદો પણ જણાવે છે. કસ્તુરબા ફંડમાં જમા થયેલા એકાવન લાખ રૂ. બંગાળમાં પડેલા તે વખતના કારમાં દુકાળમાં માનવો માટે વાપરી નાંખવાનું ગાંધીજીને જણાવાતાં તેમણે ધરાર ઇન્કાર આ જ કારણે કર્યો હતો. બેશક, પોતાની પ્રચંડ પુસ્થાઈથી તેમણે તે માટે અલગ મોટું ફંડ જોતજોતામાં કરી આપ્યું જિનાગમ (૩) પૂર્વે આગમો વગેરે મોઢે રહેતાં. પરંપરાથી સૂત્રોના પાઠ ચાલ્યા આવતા. સાધુઓને લખવાની પણ મનાઈ હતી. લખવાથી પ્રાયશ્ચિત્ત આવતું હતું. પરંતુ દુઃયમકાળના પ્રભાવે આગમો વગેરેનું વિસ્મરણ થવા માંડ્યું. પરિણામે જ્ઞાનને નષ્ટ થતું બચાવવા માટે પુસ્તકારૂઢ કરવું પડ્યું. ત્યારથી પુસ્તકારૂઢ જ્ઞાનની સુરક્ષાદિ માટે દ્રવ્યની જરૂરિયાત ઊભી થવા લાગી. જૂના કાળમાં જૈન સાધુ-સાધ્વીઓને ગૃહસ્થ-પંડિતો વગેરે પાસે ભણવાનો પ્રસંગ ન હતો, એવું જ નહિ ભણનારને પ્રાયશ્ચિત્ત જણાવેલ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર છે. પરંતુ વિષમકાળમાં શાસ્ત્ર-સંમત ન હોવા છતાં સુવિહિત આચરણા સ્વરૂપે વ્યાકરણ, ન્યાયદર્શનો વગેરે ભણવા માટે પંડિતોની આવશ્યકતા ઊભી થઈ ત્યારથી જ્ઞાનદ્રવ્યની વિશેષ જરૂરિયાતો ઊભી થઈ. જિનાગમ-જિનવાણી-સિદ્ધાંતો વિના શાસન હોઈ શકે નહિ. તેથી જિનાગમો-શાસ્ત્રો વગેરેના રક્ષણ માટે તથા ભણી-ગણીને વિદ્વાન સાધુ સાધ્વીઓ પણ તૈયાર થાય તે માટે જ્ઞાનદ્રવ્યની અત્યંત આવશ્યકતા ગણાય. આ રીતે આ દ્રવ્ય પણ શાસનમાં અતિપવિત્ર અને અતિમહત્ત્વનું છે. દેવદ્રવ્યની જેમ જિનાગમ આદિ ધર્મગ્રન્થોના લેખન, રક્ષણ આદિ માટેનું જ્ઞાનદ્રવ્ય પણ અતિ પવિત્ર દ્રવ્ય છે. - જ્ઞાનપૂજન, જ્ઞાન અંગેની ઉછામણીઓ-ક્યાંક ક્યાંક થતી જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા, કલ્પસૂત્ર વગેરે સૂત્રોની બોલી, પ્રતિક્રમણનાં સૂત્રોની બોલી, દીક્ષા કે પદપ્રદાન પ્રસંગે નવકારવાળી, પોથી અને સાપડાની ઉછામણી, જ્ઞાન ખાતે મળતી ભેટ વગેરે જ્ઞાન દ્રવ્ય કહેવાય, આમાંથી આગમો, શાસ્ત્રો અને સાધુ-સાધ્વીજીના અધ્યયન માટેના ગ્રન્થાદિ તમામ લખાવી-છપાવી શકાય, સાધુ-સાધ્વીજીને ભણાવતા અજૈન પંડિતોને પગાર કે પુરસ્કાર વગેરે આપી શકાય. જ્ઞાનભંડારો બનાવી શકાય. જ્ઞાનમંદિર બનાવી શકાય. (જેમાં સાધુ-સાધ્વીજીઓ સંથારો કે ગોચરી, પાણી વગેરે ન કરી શકે.) જ્ઞાન ખાતે (અર્થાત પાઠશાળા વગેરે ખાતે) મળેલી ભેટરૂપ રકમમાંથી જૈન પંડિતને પણ પગાર-પુરસ્કાર આપી શકાય. પાઠશાળાનાં બાળકો માટે ધાર્મિક ભણવાનાં પુસ્તકો વગેરે લાવી શકાય. (જ્ઞાન ખાતે કોઈ દાતા એવા આશયથી દાન આપે કે, “મારી આ રકમનો ચતુર્વિધ સંઘમાં સમ્યગુજ્ઞાનના પ્રસાર માટે-ઉપયોગ કરવા માટે-હું ભેટ આપું છું', આવા સ્થળે આની સ્પષ્ટતા કંરવી.) - જો જ્ઞાનભંડારના કે શ્રમણોના પુસ્તકોનો સમ્યક્ જ્ઞાનાભ્યાસ માટે શ્રાવક-શ્રાવિકાઓ ઉપયોગ કરે તો તેઓ જ્ઞાન ખાતે કાંઈક ભેટ આપે તો સારું ગણાય. | નવકારવાળી વગેરે જે વસ્તુઓ પોતાની નિશ્રામાં ન લે તો ગૃહસ્થોને સદુપયોગ માટે જરૂર આપી શકાય. પોતાનાં બાળકો માટે ચાલતી Page #44 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ પાઠશાળાનાં ધાર્મિક પુસ્તકો માટેની કે પાઠશાળાના શિક્ષકના પગારની ૨કમ સાધુ-સાધ્વી માટેના જ્ઞાન ખાતેથી લઈ શકાય નહિ. જ્ઞાન ખાતાની રકમનો ઉપયોગ સાધુ-સાધ્વીજીના પઠન, પાઠનાદિમાં જ થઈ શકે છે. શ્રાવકો માટે તો રકમ ન વપરાય, સ્કૂલ વગેરેના કહેવાતા વ્યાવહારિક શિક્ષણમાં તો આ રકમ કદાપિ વાપરી શકાય નહિ. ૨૫ જ્ઞાનપૂજન, પ્રતિક્રમણાદિમાં સૂત્રોની બોલી, જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાની ઉછામણી, બારસાસૂત્ર વગેરેના ચડાવાની રકમ, દીક્ષાર્થી ભાઈબેન દીક્ષાનાં ઉપકરણો : પોથી, નવકારવાળી, સાપડો-ની ઉછામણીની રકમ, પદસ્થ બનતા મહાત્માઓના-યન્ત્ર, પટ, નવકારવાળી વગેરેની ઉછામણીની રકમ, જ્ઞાન પંચમીના દિવસે થતી જ્ઞાનની રચના ઉપર મુકાતી રકમ આ ખાતે જાય. જ્ઞાન ખાતાની રકમમાંથી જ્ઞાનભંડાર માટેનું મકાન, કબાટો, ગ્રંથો લવાય. વગેરે ઈયુ જ્ઞાનભંડારના શકે.) સાધુ-સાધ્વીજીના અધ્યયન માટે ઉપયોગી બને તેવા તમામ પ્રકારના સ્વ-પર-દર્શનના ગ્રન્થો લાવી શકાય. તેમનો ઉપયોગ પૂરો થતાં તેને જ્ઞાનભંડારમાં મૂકી દેવા જોઈએ. તેઓના અર્જુન પંડિતોનો પગાર, પુરસ્કાર આ ખાતેથી આપી શકાય. જૈનધર્મ તરફ માન પ્રગટે, જિનશાસનના નવ તત્ત્વો ઉપર આદર બને તેવા પ્રકારનું સાહિત્ય અર્જુન કોમના વિશિષ્ટ કક્ષાના લોકોને જ્ઞાનખાતાની રકમમાંથી આપી શકાય. શ્રુતનું લેખન, મુદ્રણ વગેરે આ ખાતાની રકમમાંથી કરી શકાય. પાઠશાળામાં ભણતાં બાળકો, બાલિકાઓ વગેરે માટે જરૂરી પુસ્તકો આ ખાતેથી લાવી શકાય નહિ. તે પુસ્તકોની વ્યવસ્થા તેમના વાલીઓએ કરવી જોઈએ. પાઠશાળાના પંડિતોને પગાર વગેરે પણ આમાંથી આપી શકાય નહિ. જે પુસ્તકોના ઢગલા પડી જ રહે છે. જેમ તેમ ભેટ આપી દેવા પડે છે તેવાં સ્તવનાદિના પુસ્તકો આ ખાતાની ૨કમમાંથી છપાવવાં તે ઉચિત નથી. જ્ઞાનખાતાની રકમનો પગાર લેતા અર્જુન પંડિતો પાસે એક મિનિટનો પણ બગાડ કરવામાં તે સાધુ-સાધ્વીજીઓને રકમનો દુરુપયોગ કરવાનો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધાર્મિક વહીવટ વિચાર દોષ લાગે છે. આથી જ મહોત્સવાદિના કારણોસર જ્યારે-ત્યારે પંડિતોને રજા આપવી તે વ્યાજબી નથી. જ્ઞાનખાતાની ૨કમ સ્કૂલ, કૉલેજ, તેનાં પુસ્તકો, નોટબુકો, વગેરેમાં વાપરી શકાય નિહ. કેમ કે તે સમ્યજ્ઞાન નથી. ઊલટું આજનું શિક્ષણ તો મહામિથ્યાત્વનું પોષક બની રહ્યું છે. જ્ઞાનખાતાની રકમનાં કબાટોનો ઉપયોગ સાધુઓ પુસ્તકો મૂકવામાં કરી શકે, પણ તેમાં ઉપધિ વગેરે મૂકી શકાય નહિ, જ્ઞાનખાતે મળતી વ્યક્તિગત ભેટરૂપ રકમમાંથી જૈન પંડિતને પણ પગાર-પુરસ્કાર આપી શકાય. પાઠશાળાનાં બાળકો માટે ધાર્મિક ભણવાનાં પુસ્તકો વગેરે લાવી શકાય. V સાત ક્ષેત્રોમાંનાં આ બે ખાતાંને પરસ્પર સંમિલિત ગણીને એક ગણવું. આ ખાતે આવતી વસ્તુઓ ગુરુદ્રવ્ય કહેવાય છે. ગુરુદ્રવ્યના ત્રણ પ્રકાર છે. જે વસ્તુ (ગુરુદ્રવ્ય) કપડાં, પાતરા, ગોચરીપાણી વગેરે સાધુ, સાધ્વીઓ પોતાનાં માલિકીનાં કરી ભોગવવા માટે વાપરે છે તે ભોગાર્હ ગુરુદ્રવ્ય કહેવાય. જે દ્રવ્યો-ધન વગેરે ગુરુચરણે પૂજન રૂપે મુકાય, ગફૂલીમાં મુકાય (જો પરંપરાગત પૂજારીનો લાગો હોય તો તેને આપી શકાય). મુનિઓને વહોરાવવાની કામળી વગેરેના ચડાવા બોલાય. આ ધન કે જેને સાધુસાધ્વીઓ પોતાની માલિકીનું કરીને ભોગવતાં નથી તે ધનાદિને પૂજાઈ ગુરુદ્રવ્ય કહેવાય. જો કે સાધુ-સાધ્વીને ધનાદિની જરૂર નથી માટે તેમને તે ધન ધરાય નહિ તેથી તે ગુરુદ્રવ્ય બનવાનો સવાલ આવતો નથી. પરંતુ વિક્રમ વગેરે રાજાઓએ ધન ગુરુને સમર્પિત કર્યું છે અને શ્રાદ્ધજીત કલ્પ (ગાથા ૬૮)માં આવા ધનાદિ ઉપભોગ કરનાર વ્યક્તિને આવતા પ્રાયશ્ચિત્તનો ઉલ્લેખ કરતાં તે ધનાદિને ‘ગુરુદ્રવ્ય’ તરીકે કહ્યું છે માટે તે ધનાદિને પૂજાર્હ ગુરુદ્રવ્ય તરીકે નિઃસંકોચ કહી શકાય. આ દ્રવ્યનો સાક્ષાત્ ઉપભોગ ગુરુદેવ કરે નહિ તેથી તેને ભોગાર્હ ગુરુદ્રવ્ય ન જ કહેવાય. Page #46 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ ત્રીજું ગુરુદ્રવ્ય લૂંછનક્રિયા પ્રયુક્ત છે. હાથમાં ધન રાખીને તે હાથ ત્રણ વાર ગુરુભગવંતની સામે ગોળાકારે (આવર્ત રૂપે) ફેરવવા અને પછી ચરણોની પાસે તે ધન મૂકી દેવું તેને લૂંછનરૂપ ગુરુદ્રવ્ય કહેવાય છે. - ધનસ્વરૂપે ગુરુચરણે મૂકેલા પૂજાઈ ગુરુદ્રવ્યનો ઉપયોગ ક્યાં થઈ શકે ? એ પ્રશ્નનો જવાબ એ છે કે ‘શ્રાદ્ધજિતકલ્પ” ગાથા ૬૮ માં આવા ગુરુદ્રવ્યની ચોરી કરનાર માટે જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તેમાં એમ જણાવ્યું છે કે એ ચોરેલું ધન સાધુઓની વૈયાવચ્ચ કરતાં વૈદ્યને વસ્ત્રાદિ દાન સ્વરૂપે આપવું અથવા બન્દી તરીકે પકડાયેલા સાધુને છોડાવવામાં વાપરવુંઆ પાઠ એટલું સ્પષ્ટ રીતે જણાવે છે કે પૂજાઈ ગુરુદ્રવ્યનો ઉપભોગ ગુરુ-વૈયાવચ્ચ ખાતે થઈ શકે. વળી ‘દ્રવ્ય-સપ્તતિકા' ગ્રંથમાં આ દ્રવ્યનો ઉપયોગ ગૌરવાઈ સ્થાનમાં તેમ જે જીણોદ્ધાર તથા નવ્ય ચેત્યકરણાદિમાં કરવાનો કહ્યો છે. સાધુસાધ્વી ગૌરવાઈ સ્થાનરૂપ છે, એટલે તેમજ અહીં આદિ શબ્દથી ગુરુવૈયાવચ્ચ ખાતું સમજી લેવું જોઈએ, કેમ કે તે ગૌરવર્ણ સ્થાન છે. જો અહીં “આદિ” શબ્દથી માત્ર દેવદ્રવ્ય લેવાય તો “શ્રાદ્ધજિત કલ્પ” ના પ્રાયશ્ચિત્તવાળા પાઠ સાથે વિરોધ આવે. વળી વિક્રમરાજા વગેરેએ ગુરુ-ચરણે મૂકેલા દ્રવ્યનો ઉપયોગ જીણોદ્ધારમાં કે અન્ય મહાત્માઓએ સાધારણના દાબડામાં કે ગરીબોને ઋણમુક્ત કરાયા હોવાના ઘણા શાસ્ત્રપાઠો છે તેમજ આગ્રામાં ઉપાધ્યાયજી યશોવિજયજી મ. ના ચરણે ધરાયેલ રૂપિયા શાળાનાં બાળકોને પુસ્તકો લાવી આપવામાં કરવાનો ઉપદેશ આપેલો છે. જો ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં વપરાતું હોય તો આ દષ્ટાંતોની સંગતિ કેવી રીતે થશે ? આ બધી વાતો ઉપરથી એવો નિષ્કર્ષ નીકળે છે કે ગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં જાય તે વિહિત છે. તેને માત્ર દેવદ્રવ્યમાં લઈ જવાની વાતજીર્ણોદ્ધારાદિનાં દૃષ્ટાન્તો ઉપરથી ક્યાંક ક્યાંક ચાલુ થઈ હોય તો તેનો કોઈ બાધ નથી કેમ કે નીચેના સ્થાનનું દ્રવ્ય ઉપરના સ્થાનમાં જરૂરિયાત મુજબ લઈ જવામાં તો કોઈ શાસ્ત્રીય વાંધો છે જ નહિ. આજે આ બન્ને વ્યવહાર ચાલતા જોવા મળે છે. ઘણા સમુદાયના Page #47 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર સાધુઓ ગુરુદ્રવ્યને વૈયાવચ્ચ ખાતે લેવાનું કહે છે જ્યારે કેટલાક સાધુ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું કહે છે. લૂંછનપૂર્વકનું જે ગુરુદ્રવ્ય છે તે સાધુ-વૈયાવચ્ચમાં જાય એ વાત ઉપરના બન્ને પ્રકારના સમુદાયોને એકમતે માન્ય છે. લૂંછનથી પ્રાપ્ત થયેલું ગુરુદ્રવ્ય પૌષધશાળાના નિર્માણમાં પણ વાપરી શકાય. સાધુ-સાધ્વી (૪) (૫) અહીં સાધુ-સાધ્વી તરીકે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સાધુ-સાધ્વીજીને સમજવાં. તેમની વૈયાવચ્ચ કરવામાં આ ખાતે આવતી રકમ વાપરી શકાય. સામાન્યતઃ સાધુ-સાધ્વીઓની આ બધા જ પ્રકારની વૈયાવચ્ચ શ્રાવકોએ જાતે અને પોતાના દ્રવ્યથી કરવી, છતાં જરૂર પડે સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં તેમના આરોગ્યની કાળજી કરવા અંગેની બધી બાબતો-ઔષધ, ડોક્ટર, કે તપાસ ફી, અનુપાન વગેરે, વૃદ્ધાવસ્થા અંગે ડોળી, ડોળીવાળાને વેતન, રહેવા અંગેની વ્યવસ્થા વગેરે. - તેમને આવશ્યક એવી ચીજવસ્તુઓ પાતરા, ઓઘો, કાપડ, કામળી વગેરે.... આ બધાં કાર્યોમાં આ ખાતાની આવક વાપરી શકાય. ના કેટલાક સાધુઓ માત્ર મોજશોખ માટેની ચીજોની જે અપેક્ષા રાખતા હોય છે તે આ ખાતાની રકમમાંથી લાવી શકાય નહિ. આ ખાતાની રકમ કોઈ પણ પ્રકારના ગૃહસ્યોની માંદગી વગેરે કોઈ પણ બાબતમાં વાપરી શકાય નહિ. અનાથાશ્રમ આદિમાં આ રકમનું દાન શ્રી સંઘ કરી શકે નહિ. આ રકમનો કબજો માત્ર શ્રી સંઘની વહીવટી કમિટી પાસે રહે. સાધુઓ તેને પોતાના કબજે કરી શકે નહિ. તેથી તેમના પાંચમા મહાવ્રતને મોટો ધક્કો લાગે. વળી તેથી બીજા ઘણાં દૂષણો પેદા થાય. વૈયાવચ્ચ ખાતે મળતી ભેટની રકમ, દીક્ષાર્થી ભાઈ-બેનનાં કપડાં વગેરે ઉપકરણોની ઉછામણીની રકમ, ગુરુચરણે મુકાતી રકમ, મહાત્માઓને કામની વહોરાવવાના ચડાવાની રકમ વગેરે આ ખાતે જમા થાય. જો કે આ બધા ગુરુદ્રવ્યને પરંપરા આધારિત રીતે દેવદ્રવ્યમાં જમા કરવાનું કેટલાકો કહે છે. તેમના મતે ગુરુચરણે મુકાયેલી રકમ તથા Page #48 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ મહાત્માઓને કામળી વહોરાવવાના ચડાવાની રકમ દેવદ્રવ્ય ખાતે જાય. પણ ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રન્થમાં જણાવેલ ગૌરવાઈ સ્થાનમાં વૈયાવચ્ચનો સમાવેશ થતાં અથવા ગુરુદ્રવ્યનો ઉપભોગ કરનારને અપાતા પ્રાયશ્ચિત્ત અંગેના પાઠને જોતાં ગુરુપૂજનની તમામ રકમ સાધુ વૈયાવચ્ચ ખાતે લઈ જવાનું શાસ્ત્રાધારિત રીતે જણાય છે. સાધુ વૈયાવચ્ચ ખાતે આવેલી રકમ ઉપર જણાવેલાં સાધુ-વૈયાવચ્ચનાં કાર્યોમાં વાપરી શકાય. ગુરુપૂજનથી પ્રાપ્ત થતી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી સાધુના પેટમાં જનારા પદાર્થોની વૈયાવચ્ચ ન થાય તેમ કેટલાક મહાત્માઓ જણાવે છે. કેટલાક કાળધર્મની ઉછામણીની રકમ (ખાવા સિવાયના) ગુરુવૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવે છે. ક્યારેક આ રકમ જીવદયા ખાતે પણ વપરાઈ છે. આ વિષયમાં વિશિષ્ટ ગીતાર્થ જે કહે તે પ્રમાણભૂત સમજવું. મુનિના કાળધર્મ વખતે બોલાતી અગ્નિ સંસ્કારાદિની ઉછામણીની રકમ એક મતે ગુરુમંદિરમાં તથા જિનભક્તિમાં લઈ જવાય છે. આજે ગુરુમંદિરો બન્યા પછી તેની પ્રાયઃ કોઈ દેખભાળ થતી નથી. એટલે જો ગુરુમંદિર બનાવવું જ હોય તો એવું બનાવવું કે જેમાં તે કાળધર્મ પામેલા મહાત્માની મૂર્તિ હોય પણ તેની સાથે વિશાળ હોલ હોય જેમાં સાધુ ઊતરી શકે, રહી શકે. પ્રવચનાદિ આપી શકે. કેટલાંક સંસારી માતાપિતાઓ પોતાના શિક્ષિત થયેલા દીકરા કે દીકરીની વૈયાવચમાં ભવિષ્યમાં તકલીફ ન પડે : માંગવું ન પડે તે માટે વૈયાવચ્ચનું ટ્રસ્ટ કરે છે. તેનું વ્યાજ વૈયાવચ્ચમાં વાપરવાની સગવડ કરે છે. આ બિલકુલ ઈચ્છનીય ન ગણાય. આથી તે દીક્ષિતોને તેમના વાલીના ટ્રસ્ટ ઉપર મોહ થશે, માલિકી હક્ક ભોગવવા જેવું થશે. તેથી સંકલેશ પેદા થશે. જૈનસંઘ સદા માટે સહુની સેવા કરતો આવ્યો છે. આવા વ્યક્તિગત હિતોનો વિચાર વાલીઓએ કરવી જોઈએ નહિ. ગુરુચરણે મુકાએલું નાણું પોતાના માણસને અપાવી દેવાની પ્રવૃત્તિ મુનિઓ માટે ઇચ્છનીય નથી. આ નાણાંનો વહીવટદાર શ્રી સંઘ છે માટે Page #49 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર તેને જ તે નાણું સોંપાવું જોઈએ. આ જ વાત જ્ઞાનપૂજનની રકમની છે. અરે ! આ વાત કોઈ પણ પ્રકારની ઉછામણી વગેરે સંબંધમાં છે. કે જે ઉછામણી જે સંઘમાં બોલાઈ હોય, જે દાન જે સંઘમાં લખાવ્યું હોય તે ત્યાં જ જમા કરાવવું જોઈએ, કોઈ પણ દલીલ આગળ કરીને અન્યત્ર તે રકમ આપવી તે મોટી અવ્યવસ્થાનું કારણ છે. આમાં ક્યારેક તો તે દાતા તે રકમ ભરવામાંથી છટકી જાય તેવું પણ બનશે. હા, જો તે સંઘનો વહીવટ શાસ્ત્રશુદ્ધ ન હોય તો તે વખતે ગીતાર્થ આચાર્ય ભગવંતની સલાહ પ્રમાણે કરવું. આ સિવાય અન્યત્ર રકમ આપી દેવી તે બિલકુલ બરોબર ન ગણાય. ઘરદેરાસરની પણ આવક ઘરમાલિક માત્ર સંઘ દેરાસરમાં-જે સંઘમાં પોતે સભ્ય હોય તે જ સંઘદેરાસરમાં આપી દે તે યોગ્ય છે. પોતાની જાતે તેનો વહીવટ કરી શકે નહિ. આજે તો ક્યાંક ક્યાંક નવી હવા ચાલી છે કે લખાવેલું દાનક્ષેત્રમાં ગમે તેટલી યાદી અપાય તો ડી આવી રકમોની માંડવાળ કરવાની સંઘને ફરજ પડે છે. આમાં ભારતમાં આ રોગ વાઇરસની જેમ ફેલાયો છે. ક્યાં પેલા પેથડ મન્ત્રીની વાત કે રકમ ન ભરાય ત્યાં સુધી અન્નપાણીનો તેણે ત્યાગ કર્યો; ક્યાં આજના અવળતિ જીવોની હાલત ! કેટલાક લોકો મોડે મોડે પણ રકમ ભરે છે તો વ્યાજ ભરતા નથી. આવા લોકોને વ્યાજ ભક્ષણ કરવાનો મહાદોષ લાગે છે. પાપભીરુ આત્માઓ આવો દોપ ન સેવાઈ જાય તે માટે તત્કાળ રકમ બોલ્યાના બે-ચાર કલાકોમાં રકમ ભરપાઈ કરી દેતા હોય છે. ३० શ્રાવક શ્રાવિકા (૬ + ૭) આ બે ક્ષેત્રોનું સાધર્મિક ક્ષેત્ર એવું એક નામ આપીને સંલગ્ન કરવું. આ ખાતે ભેટરૂપે મળેલી રકમ અથવા શાલિભદ્ર વગેરે બનવાના ચડાવાની રકમો, આરતી ઉતારવા માટે કુમારપાળ આદિ બનનારને તિલક કરવાનો ચડાવો, (કુમારપાળ વગેરે બનીને આરતી ઉતારવાનું થી દેવદ્રવ્ય કહેવાય) કુમારપાળને આરતી ન ઉતારવી હોય તો તે દ્રવ્ય સાધારણમાં જઈ શકે. બેસતા વર્ષ વગેરે દિવસે પેઢી ખોલવાના, મુનીમ બનવાના, Page #50 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ કે પહેલી પહોંચ ફાડવાના ચડાવા, પ્રતિષ્ઠા આદિની કંકોત્રીમાં લિખિતનું નામ બોલવાના ચડાવા, માણિભદ્રાદિના ભંડારમાં ભેટ મળેલી રકમ (માણિભદ્રની પ્રતિમા કે ગોખલો વગેરે દેવદ્રવ્યમાંથી નિર્માણ થયેલ ન હોય તો), દીક્ષાર્થીને તિલક કરવાના ચડાવા, દીક્ષાર્થીના વરઘોડાના રથ વિનાના) વિવિધ ચડાવા, દીક્ષાર્થીને પહેલું વાપણું કરાવવાના કે કામળી વગેરે આપવાના ચડાવા, ચતુર્થ વ્રત કે બાર વ્રતધારીને તિલકના ચડાવા વગેરેની રકમ આ સાધર્મિક ખાતે જાય, આ રકમનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિમાં, તેમની વિષમ સ્થિતિમાં સહાયક બનવામાં, તેમને ધર્મમાં દૃઢ કરવા માટે વાપરી શકાય. આ છેલ્લાં બે ખાતાં હોવાથી પૂર્વોક્ત નિયમ પ્રમાણે ઉપરનાં પાંચેય ક્ષેત્રોમાં આ ક્ષેત્રોની રકમ વાપરી શકાય. પરન્તુ દીનદુ:ખિતોની અનુકંપામાં કે અબોલ પ્રાણીઓની જીવદયામાં આ રકમ વાપરી શકાય નહિ. | સામાન્યતઃ જે ખાતાનું દ્રવ્ય હોય તે દ્રવ્ય તે ખાતે વાપરવું યોગ્ય ગણાય પણ ક્યારેક ઉપરના ખાતાની જરૂરિયાત ઊભી થાય ત્યારે નીચેના ખાતામાં ઉપયોગ ન હોય તો નીચેનું દ્રવ્ય ઉપરમાં લઈ જઈ શકાય, પરંતુ ઉપરનું દ્રવ્ય નીચેમાં ક્યારે પણ લઈ જઈ શકાય નહિ. જો કે નવકારશી, ફૂલે-ચૂંદડી વગેરેના ચડાવા કર્યા પછી જમણવારમાં કે આંબિલખાતામાં શીરો રોટલા વગેરે વધી પડે તે ગરીબોને વહેંચાય છે, તેમાં દોષ મનાતો નથી. આ ક્ષેત્રની રકમ પૌષધશાળા, આંબિલખાતું તથા પાઠશાળામાં વાપરી શકાય એમ લાગે છે કેમ કે આ ત્રણ ક્ષેત્રોમાં શ્રાવક-શ્રાવિકાઓની ધર્મદાન દ્વારા ભક્તિ કરાય છે. સાત ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર શ્રાવિકા જૈનધર્મમાં સાત ક્ષેત્રોરૂપી જૈનધર્મની સંપત્તિ દર્શાવાઈ છે. તેમનાં નામો નીચેના ક્રમ પ્રમાણે છે : | (૧) જિનમૂર્તિ (૨) જિનમંદિર (૩) જિનાગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધાર્મિક વહીવટ વિચાર અપેક્ષાએ ઉપર ઉપરનાં ક્ષેત્રો મહાન છે. પરન્તુ એક અપેક્ષાએ ઘણા મહત્ત્વનું ક્ષેત્ર જે છેલ્લું છે તે શ્રાવિકા ક્ષેત્ર છે. અહીં જેને “શ્રાવિકા’ તરીકે કહેવા માંગું છું તે કાં અનુપમા છે, કાં મયણા છે, કાં આર્યરક્ષિત, ચાંગો, સંપ્રતિ વગેરેની બા છે. આવી જે શ્રાવિકા છે તે તેના માથે રહેલાં સાત ક્ષેત્રોની રખવાલિકા છે. જુઓ જિનમુર્તિ અને જિનમંદિરના જે તીર્થંકરદેવ છે તેમની જન્મદાત્રી ત્રિશલા, વામાં, શિવા કે મરદેવા વગેરે શ્રેષ્ઠ શ્રાવિકાઓ જ છે ને ! તિમના વિના તમામ જિનેશ્વરોનું આ ધરતી ઉપર આગમન જ અસંભવિત જે ત્રીજું જિનાગમ સ્વરૂપ સમ્યગુજ્ઞાન છે તેનો સાર જે મન્નાધિરાજ નવકાર છે તેને સૌ પ્રથમ તો બા-શ્રાવિકા જ તમામ સંતાનોને ભણાવે છે ને ? વળી તે જ પોતાનાં સંતાનોને આવશ્યક સૂત્રો ભણાવતી હોય છે ને ? (પૂર્વના કાળમાં). In - સાધુ અને સાધ્વી નામના બે ખાતાંની ભારે સેવા, સુશ્રુષાદિ તે જ કરતી હોય છે. પોતાનાં સંતાનોને તે સાધુ કે સાધ્વી બનાવતી પણ હોય છે. - ઘરમાં જે પુરુષ છે-પતિ અને બાળકો-તેમને તે જ શ્રાવક કે શ્રાવિકા બનાવે છે. કાર્યેષુ મંત્રી એ ઉક્તિ પ્રમાણે શ્રાવકની સાચી સલાહકારિણી શ્રાવિકા જ બને છે. જિનદાસ શેઠની આર્થિક સ્થિતિ નબળી પડી ત્યારે તેમને ચોરી જ કરવી હોય તો અમુક જ શેઠના માલની ચોરી કરવા જવાનું, ચોરીના માલને તેના માલિકને ત્યાં જ ગિરવે મૂકવાનું-બધું કામ કુંજીદેવી શ્રાવિકાએ જ નહોતું કર્યું ? કેટલી જબરી સફળતા તેમાં મળી હતી ? માયાકપટથી જે શ્રાવિકા-કન્યાને બૌદ્ધધર્મી યુવાન પરણી ગયો’ તેના આખા કુટુંબને શ્રાવક બનાવવાની કપરી કામગીરી તે શ્રાવિકા-વહુએ સફળતાપૂર્વક પાર ઉતારી હતી. - સંતાનો સ્વછંદી બન્યાં અને સિનેમાની લતે ચડ્યાં, તો અટ્ટમની સજા ભોગવીને માતા-શ્રાવિકાએ તેમને ઉન્માર્ગેથી પાછાં વાળ્યાં. દેડકા ચીરીને ડૉક્ટર થવા નીકળેલા દીકરાને ગરીબ શ્રાવિકા-માતાએ Page #52 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ ૩૩ ભારે પડકાર સાથે કહ્યું, “દળણાં દળીને, ઢોર મજૂરી કરીને બેટા ! તને ભણાવ્યો છે, ખવડાવીને મોટો કર્યો છે, હજી તારી માના બાવડામાં જોર છે અને હૈયે હિંમત છે. જિંદગીભર તને ખવડાવીશ પણ ડૉક્ટરના હિંસાજનિત વ્યવસાયમાં તો નહિ જ જવા દઉં.” દીકરાને માના પડકાર સામે નમવું પડ્યું. અરે ! જિનશાસનની મહાશ્રાવિકા નાગિલાને કેમ ભુલાય ? જેણે મનથી પતિત બનેલા પતિ-સાધુને ઘરમાં પ્રવેશ કરતો અટકાવ્યો. બોધ દઈને ગામની સીમથી જ પાછો વાળીને ભૂતપૂર્વ વરને જિનશાસનનો અભૂતપૂર્વ મુનિવર બનાવ્યો. જિનશાસનને વરેલી શ્રાવિકાએ રત્નકંકણ જેવા યુગલરૂપે જન્મેલા બે દીકરાને તળાવમાં ડૂબવા દ્વારા એકસાથે ગુમાવ્યા તો ય આંખે આંસુ જ કરી લીધું, “લેતી-દેતી પૂરી થઈ ગઈ. હવે એનો શોકલીને સમાધાન જગડૂશાહની પત્નીની અદ્ભુત વાત કરું. એક વાર કેટલાક વહાણવટીઓએ પોતાના વહાણમાં ભરાઈને પડેલી મીણની ઈટો શેઠને મફતના ભાવે પણ રાખી લેવા જીદ કરી.વાત એવી બની હતી કે આ ઈંટોનો માલિક કોઈ શ્રેષ્ઠી હતો. આ ઈંટો ભારતમાં તેણે મોકલી પણ બીજી બાજુ તેનું પરદેશમાં મોત થયું. ખલાસીઓના માથે આ ઈંટો પડી જતાં તેમણે દયાળુ શેઠને તે માલ પરાણે દઈ દીધો. માલ ઘર આંગણે આવ્યો. જગડુશાહની પત્ની શ્રાવિકાએ મીણનો આ હિંસક માલ ઘરમાં રાખવાની ઘસીને ના પાડી દેતાં તે માલ હવેલીની બહાર ઓટલે ખડકાયો. પત્ની મહાશ્રાવિકા હતી. શેઠને આવો માલ સ્વીકારવા બદલ સખ્ત ઠપકો તો આપ્યો પણ અબોલા કર્યા. ચોમાસાના ચાર માસ વીતી ગયા. ફાગણ ચોમાસી આવી ગઈ. સખ્ત ઉનાળો શરૂ થયો. અસહ્ય ગરમી શરૂ થતાં મીણની દેખાતી ઈંટોનું મીણનું પ્લાસ્ટર ઓગળ્યું. બધી ઇંટો સોનાની નીકળી, સર્વત્ર સમાચાર વ્યાપી ગયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો. શ્રાવિકાએ અબોલા છોડ્યા. શેઠને લાપસીનું શુકન ભોજન કરાવ્યું. મુનિઓને શેઠ વહોરવા લઈ આવ્યા. પનિહારી સ્ત્રીના માથે પાણીનાં ઉપરાઉપરી બે બેડાં હોય તો ય Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધાર્મિક વહીવટ વિચાર તે સાવધાન રહે છે. આનંદઘનજીએ કહ્યું છે, “ચિતડું ગાગરિયામાંય.” જિનશાસનની શ્રાવિકાના માથે જિનમૂર્તિ, જિનમંદિર વગેરે સાત ખાતાનાં છ બેડાં છે. જો શ્રાવિકા જરાક ચૂકે-કાંક મનથી ખોટું વિચારે કે તનથી ખોટું કરી બેસે તો તેના માથે રહેલાં બધાં જ બેડાં હચમચી ઊઠે...કેટલાંક નીચે ગબડી પણ પડે. ‘શ્રાવિકા’ જો પૂરા અર્થમાં ઘરની શ્રાવિકા બની રહે તો દરેક ઘરમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. પશ્ચિમનું અંધારું ઘરના કોક ખૂણામાં ય પેસી ન શકે, - પશ્ચિમની બામાં અને ભારતીય પ્રજાની બામાં આભગાભનું અંતર છે. પશ્ચિમની બા તાજા જન્મેલા બાળકને બારેક કલાક બાદ રૂમમાં જુદો સુવડાવે છે. જે તેટલું રડે તો ય સાથે રાખતી નથી. એને માબાપથી જુદા રહેવાની આ રીતે બાર કલાક બાદથી જ ટેવ પડાય છે. ભારતની બા આટલી હદે નીચ બનતી નથી. પણ નોકરીએ જતાં બાબા-બેબીને ઘોડિયાઘરમાં, ઘાટણોની પાસે તો જરૂર મૂકી દે છે. ભારતીય પ્રજાની બા અને જિનશાસનની શ્રાવિકા સ્વરૂપ બામાં વળી પાછું આસમાન-જમીનનું અંતર પડે છે. જિનશાસનની શ્રાવિકા બા, સંતાનને કેડે લગાડીને સવારે જિનાલયે જાય છે, બપોરે સાધ્વીજીઓની પાસે જાય છે. બાળકને ધર્મના સંસ્કારથી મઘમઘતું કરવાનું પહેલેથી શરૂ કરે છે. મા, (બા૫) મિત્ર અને માસ્તર ઉપર તો આપણા ઘડતરનો ખૂબ મોટો આધાર છે. પવનંજયને મિત્ર પ્રહસિતે ખોટા નિર્ણયો લેતો રોક્યો હતો. પિતા ચણકે દીકરા ચાણક્યને રાજા બનતો રોકવા (રાજેશ્વરી તે નરકેશ્વરી એ સમજથી) રાજલક્ષ્મી દે તેવો દાંત કાનસથી ઘસી નાખ્યો હતો. હેર હિટલરના ઠીંગુજી માસ્તરે હિટલરને યહૂદીઓના સંહારક બનવાનું ઝેર બાલવયમાં જ પાઈ દીધું હતું. આના પરિણામે જ હિટલરે જીવનકાળમાં ૬૦ લાખ યહૂદીઓની કતલ કરી નાખી હતી. ક્ષીરકદંબક પાઠકને ખબર પડી કે પોતાનો દીકરો કે જેનો તે માસ્તર પણ છે તે નરકે જવાનો છે. આથી તરત તેને સંસારથી વૈરાગ્ય થયો. તેણે સંન્યાસ સ્વીકારી લીધો. Page #54 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ ૩૫ દીકરાને દારૂ પીવાનું કે નોન-વેજ ખાવાનું શિખવાડતી “બા” પણ ઘણીબધી છે. પરન્તુ આવી બાને બા જ ન કહેવાય, તો શ્રાવિકા તો કેમ કહેવાય ? આવું જ પિતા-શ્રાવકનું સમજવું. દીકરાએ દહેરે જવાનું-જરાક દગો થયો એટલે-છોડી દીધું. પિતા પાકા શ્રાવક હતા. એમને આથી આઘાત લાગ્યો. મરણબિછાને પહોંચી ગયા. છેલ્લો દિવસ ! છેલ્લો કલાક ! દીકરાનું હૃદયપરિવર્તન થયું. બાપનું મોત સુધરી ગયું. મીઠું થઈ ગયું. અજૈનોમાં યોગરાજનો પ્રસંગ આવે છે. દીકરાઓની ભૂલે પિતા યોગરાજે ચિતા ઉપર સૂઈને અગ્નિસ્નાન કરી લીધું ચાંપરાજવાળા બહારવટિયાનો પ્રસંગ આવે છે. તે સાવ નાનો હતો ત્યારે તેની બા સાથે તેના બાપાએ બપોરના સમયે કામુકતા પ્રેરિત અડપલું કર્યું હતું. બાને લાગ્યું કે તે વાત દીકરાની આંખે જોવાઈ છે. હાય ! તે કેવો કામી પાકશે ? આ કલ્પનાથી બાએ જીભ કચરીને મોતને વહાલું ઈડર-નરેશે યુવરાજને કહ્યું, “તે રૈયતની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો છે. તારે સજારૂપે આ ઝેરનો કટોરો પીવો પડશે. જો તારી તૈયારી ન જ હોય તો તારો આ બાપ તે પી જશે.” દીકરાએ ઝેરનો કટોરો પી લીધો ! કેવા બહાનું બાપ ! શ્રાવક-શ્રાવિકા (૬) + (૭) શ્રાવક-શ્રાવિકા ખાતાને સાધર્મિક ખાતું કહી શકાય. આ ક્ષેત્રમાં ભેટ મળતી રકમ, દીક્ષાર્થીને છેલ્લું તિલક કરીને વર્ષીદાનનો વરઘોડે ચડાવવાની બોલીની રકમ, ઉપધાનની માળ પહેરનારાં ભાઈ-બેનોને તિલક કરવાની બોલીની રકમ, જિનભક્તિ મહોત્સવની પત્રિકામાં લિખિતં...... ની બોલીની રકમમાણિભદ્રાદિ દેવોના ભંડારની રકમ (મણિભદ્રની પ્રતિમા કે ગોખલો વગેરે દેવદ્રવ્યમાંથી નિર્માણ ન થયેલ હોય તો સાધારણ ખાતાની વાર્ષિક ૩૬૦ તિથિ-યોજનાની રકમ, બેસતા વર્ષના દિવસે સંઘની પેઢીનું તાળું ખોલવું, તે દિવસે મુનીમ બનવું, મુનીમને ચાંલ્લો કરવો, કામળી ઓઢાડવી, પેઢીમાં કાજો કાઢવો, પહેલી દાનની પહોંચ ફડાવવી, દીક્ષાર્થીના Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩ . ધાર્મિક વહીવટ વિચાર (રથ વિનાના) વરઘોડોના ઉછામણીઓની રકમ, કુમારપાળની આરતીનો લાભ લેનારાને તિલક કરવાની બોલીની રકમ, શાલિભદ્રાદિનાં કથાગીતોમાં શાલિભદ્ર, ભદ્રામાતા, શ્રેણિક મહારાજા વગેરે બનવાની ઉછામણીની રકમ, દીક્ષાર્થીનાં ઘડિયાળ, બંગડી વગેરે આભૂષણોની ઉછામણીથી પ્રાપ્ત થયેલી રકમ, શત્રુંજય તીર્થના ઉદ્ધારક ભરત ચક્રી, જાવડશા, કર્માશાહ વગેરે સ્વરૂપે વરઘોડાની ગાડીમાં બેસવાનો લાભ લેવાની ઉછામણીની રકમ, તેમને તિલક કરવાના ચડાવાની રકમ વગેરે આ ખાતે જમા થાય. આ ખાતાની રકમનો ઉપયોગ સિદાતા શ્રાવક, શ્રાવિકાઓના લાભાર્થે થાય. શ્રાવક-શ્રાવિકાઓની હરેક પ્રકારની ભક્તિથી પણ થાય. સાત ક્ષેત્રોમાં આ છેલ્લું ખાતું હોવાથી આ ખાતાની રકમનો ઉપયોગ તેની ઉપરનાં તમામ ક્ષેત્રોમાં થાય. ના...તેની નીચેનાં અનુકંપા, જીવદયાનાં ખાતાંઓમાં ન થાય. એમ લાગે છે કે પૌષધશાળા, આંબિલખાતું અને પાઠશાળામાં પણ આ ખાતાની રકમ વાપરી શકાય. જો એ રકમ માત્ર સિદાતા શ્રાવક-શ્રાવિકા પૂરતી મર્યાદિત રખાઈ ન હોય તો. દરેક સંઘોએ સાધારણ ખાતું તથા શુભ ખાતું રાખવું હિતાવહ લાગે છે. સાધારણ એટલે એ ખાતાની રકમ સાત ક્ષેત્રોમાં જ વપરાય. વળી આયંબિલ ખાતાદિ પાંચ ખાતાં પણ શ્રાવક-શ્રાવિકાના વિભાગમાં આવી જાય છે તેથી તેમાં પણ વાપરી શકાય. જ્યારે શુભ ખાતામાં સાતની સાથે બીજાં-ઉપાશ્રય, આંબિલશાળા, પાઠશાળા, અનુકંપા, જીવદયા વગેરે સાત ખાતાં પણ આવે, આમ ચૌદ ખાતાંમાં આ રકમ વાપરી શકાય. આ શુભ ખાતા (સર્વ સાધારણ)ને ધાર્મિક ખાતું પણ કહેવાય છે. એટલે લગ્નાદિની વાડી, ગાદલાં, વાસણ વગેરેમાં આ રકમ વાપરી શકાય નહિ. સ્કૂલ, કૉલેજો, હોસ્પિટલોમાં પણ આપી શકાય નહિ, કેમ કે ત્યાંનું શિક્ષણ અને સારવાર આર્યાવર્તની સંસ્કૃતિનાં ભંજક છે. આજનું કહેવાતું શિક્ષણ ધર્મહીન છે. હોસ્પિટલોની ઔષધિઓ બહુધા પશુહિંસા, માનવહિંસા આદિને આધારિત છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ મહાહિંસા, મહાઅનર્થ વગેરેને પોષક કાર્યોમાં દાન કરવું એ શાસ્ત્રનિષિદ્ધ છે. આથી જ શ્રાવકોથી દુકાળ આદિ ખાસ કારણ વિના સામાન્ય સંયોગોમાં વાવ, કૂવા, તળાવાદિનાં કાર્યો કરી શકાય નહિ. પૌષધશાળા (ઉપાશ્રય) (૮) સાત ધાર્મિક ક્ષેત્રોનું એક તે સાધારણ ક્ષેત્ર, ચૌદ ધાર્મિક ક્ષેત્રોનું એક તે શુભ ખાતું (સર્વસાધારણ ક્ષેત્ર), જેને ધાર્મિક ખાતું પણ કહી શકાય. આમાં પૂર્વોક્ત જિનપ્રતિમા આદિ સાત ક્ષેત્રો આવે. તદુપરાંત નીચે લખેલાં બીજાં સાત ધાર્મિક ક્ષેત્રો આવે. ૮. પૌષધશાળા (ઉપાશ્રય) ૯. પાઠશાળા ૧૦. આંબિલખાતું WWW 11. કાલકૃતpradhan.Com ૧૨. નિશ્રાકૃત ૧૩. અનુકંપા ૧૪. જીવદયા સાધુ-સાધ્વીજી ભગવંતોના નિવાસ માટે - ખાસ જો કોઈ સ્થળ બનાવાય તો તે “આધાકર્મી’ સ્થળ કહેવાય, જેમાં સાધુ-સાધ્વીજીઓ ઊતરે તો આધાકદિનો દોષ લાગે છે. વિહારના માર્ગોમાં તો આવા આધાકર્મી ઉપાશ્રયોનાં નિર્માણ થાય છે તે અનિવાર્ય અપવાદરૂપે જાણવાં. શ્રાવક-શ્રાવિકાઓ પોતાનાં સામાયિક, પૌષધ વગેરે કરવા માટે જે ભવન બનાવે તેને પૌષધશાળા કહેવાય છે. તેમાં વિહાર કરતા આવેલાં કે ચાતુર્માસ કરવાની ભાવનાવાળાં સાધુ-સાધ્વીજીઓ સંઘની સંમતિથી ઊતરે. આ પૌષધશાળા માટે તકતી યોજનાદિથી જે દાન મળ્યું હોય તે દાન, તે પૌષધશાળામાં વપરાય. જો દાનની રકમમાં વધારો રહેતો હોય તો અન્ય પૌષધશાળામાં પણ વપરાય. પૌષધશાળાના નિભાવાદિમાં પણ વપરાય. સાત ક્ષેત્રરૂપ સાધારણમાં પણ લઈ જવાય. તે પૌષધશાળાની પાટ ફોટો વગેરે તે પૌષધશાળાનો જ એક ભાગરૂપ ગણીને તે નિમિત્ત . મળેલ દાન કે ચડાવાની રકમનો વધારો પૌષધશાળામાં લઈ શકાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધાર્મિક વહીવટ વિચાર શ્રાવક-શ્રાવિકાઓ પોતાની સામાયિક, પપધાદિ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જે મકાન બનાવે તેને પૌષધશાળા કહેવાય છે. સામાન્ય રીતે તે સ્થાન દેરાસરની નજીકમાં (ઉપ) હોય છે. પૌષધશાળાને ઉપાશ્રય પણ કહેવાય છે. શ્રાવકોની અનુજ્ઞા લઈને આવા સ્થાનમાં સંસારત્યાગીઓ વિહાર કરતા ઊતરે છે. વિનંતિ થાય તો અનુકૂળતા હોય તો ચોમાસુ પણ આ સ્થાન સાધુ-સાધ્વીજીઓ માટે ખાસ-સ્પેશ્યલ કરાય તો તેવી ગોચરીની જેમ તે આધાકર્મી સ્થળ બનીને, તેમને ઊતરવા અંગે એકદમ અયોગ્ય બની જાય છે. ક્યાંક દેવદ્રવ્યની રકમ લગાડીને ઉપાશ્રય બનાવાય છે. એ ખૂબ અનિચ્છનીય છે. પુણ્યવાન મુનિઓએ ઉપદેશ દઈને તે ઉપાશ્રયની દેવદ્રવ્યની રકમ બજાર વ્યાજ સાથે ભરાવવી જોઈએ. તેઓ તે વાતની ઉપેક્ષા કરી શકે નહિ. તેવા ઉપાશ્રયમાં જો મુનિઓને ઊતરવું જ પડે તો તેટલા સમયનું ભાડું-જાહેરાત કરવા સાથે-તે સંઘના દેવદ્રવ્ય ખાતે ભરાવી દેવું જોઈએ.. જો તે સંઘ ઉપાશ્રય ખાતે વાપરેલ દેવદ્રવ્યને તેટલી રકમ ભરી ન જ શકે તો અન્ય સુખી લોકોને પ્રેરણા કરવી જોઈએ. તકતી યોજના, ફોટો-યોજના વગેરે યોગ્ય રીતના માર્ગો અપનાવીને પણ ઉપાશ્રયને દેવદ્રવ્યથી મુક્ત કરવો જોઈએ. એવા સમયે ભરવા માટેની દેવદ્રવ્યની કુલ રકમ કેટલી નક્કી કરવી ? તે અંગેના વિવિધ રસ્તાઓ તે પુણ્યવાન મહાત્માએ જાણવા જોઈએ. તેમાં સંઘની તાકાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. પોતાની ગીતાર્થતાને * કામે લગાડીને રકમ નક્કી કરી આપવાની તેને પૂરી સત્તા છે. ગમે તેમ કરીને, આત્મવંચના કર્યા સિવાય સંઘને જલદીમાં જલદી દેવદ્રવ્યના કરજમાંથી મુક્ત કરવો જોઈએ. ધારો કે દેવદ્રવ્યની લેણી નીકળતી રકમનું વ્યાજ ગણાય તો બહુ મોટો આંક થાય. અને બીજી બાજુ તે મકાનની વર્તમાન કિંમત અંકાય તો તે તેટલી મોટી ન થાય-તો બીજો વિકલ્પ અપનાવીને ગીતાર્થતાને કામે લગાડ્યા બાદ તે ઉપાશ્રયને કરજમુક્ત કરવો Page #58 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રોનું વિવરણ ૩૯ જોઈએ. ધારો કે અજ્ઞાનને કારણે બે લાખ રૂ. દેવદ્રવ્યના ખાતેથી લઈને તેમાંથી ઉપાશ્રય બનાવ્યો. તેને દસ વર્ષ થઈ ગયાં. વ્યાજ સાથે હવે તેની કિંમત આઠ લાખ થઈ પણ વેલ્યુએશન કાઢતાં તેની કિંમત પંદર લાખની થાય છે. ભલે...આ વખતે શું નક્કી કરવું તે ગીતાર્થના હાથમાં છે. તે સંઘની સ્થિતિ વગેરે તેણે જોવી પડે. વળી દસ વર્ષનો ઘસારા ખર્ચ (વર્ષના પાંચ ટકા લેખ) મજરે આપીને કિંમત ઘટાડી પણ શકાય. આ કામ કરવા માટે તે સ્થળે વધુ સમય કાઢવો પડે તો મુનિઓએ તેમ પણ કરવું. કેમ કે આ કાર્ય કરનારા મુનિઓ (નિઃસ્પૃહી, નિઃસ્વાર્થી, કશી કામના વિનાના) વિપુલ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બને છે. ઉપાશ્રય બાંધવા માટે તકતી યોજના વગેરે દ્વારા મળતી ભેટની રકમ, ઉપાશ્રયની પાટ વગેરે નામકરણ કરવાની રકમ, ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ વગેરેને તિલક કરવાના, શ્રીફળ આપવાના....વગેરે ચડાવાની ૨કમ વગેરે આ ખાતે જમા થાય. આ રકમ ઉપાશ્રયના બાંધકામમાં તથા ઉપાશ્રયમાં જરૂરી કબાટો, ટેબલ, પરાત વગેરેમાં વાપરી શકાય. ઉપાશ્રય વગેરે કોઈ પણ પ્રકારના મકાનોની ઉપર મુખ્ય નામ લગાડવાની યોજનાનું દાન, પૂરા બાંધકામના સાઈઠ ટકા જેટલું ઓછામાં ઓછું રાખવું જોઈએ. તે રકમ મોટી હોય અને દાતા મળતો ન હોય તો રાહ જોવી જોઈએ. આવા ધાર્મિક બાંધકામોનો જે નિભાવ (નોકરને પગાર, ગુરખો, રીપેરિંગ વગેરે) કરવાનો હોય છે તેનું ફંડ પણ તરત કરી લેવું જોઈએ. ‘નિભાવફંડ પહેલું, બાંધકામ ખર્ચનો ફાળો પછી.’ આ સૂત્ર જેઓ અપનાવે છે તેઓ ક્યારેય મુશ્કેલીમાં મુકાતા નથી. કાયમી આવક ચાલુ રહે તે માટે ઉપાશ્રયના મકાનમાં લગ્નો, તે અંગેના જમણવાર વગેરે સામાજિક કાર્યો (સાધુઓ ન હોય તે વખતે પણ) નહિ કરવાં જોઈએ. આના કારણે ઉપાશ્રયમાં તૈયાર થયેલાં પવિત્ર આંદોલનો (Waves) વીખરાઈ જાય છે. આ એટલું મોટું નુકસાન છે કે તેની સામે વાર્ષિક દસ-વીસ હજાર રૂ.ની આવક કોઈ વિસાતમાં નથી. હજી સ્વામીવાત્સલ્ય આદિ ધાર્મિક જમણવારો પણ શાસ્ત્રીય નિયમોરાત્રિભોજનત્યાગ, કંદમૂળ-અભક્ષ્ય-ત્યાગ વગેરે-જાળવીને થઈ શકે. પરન્તુ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધાર્મિક વહીવટ વિચાર લગ્નાદિના જમણવારો તો ન જ થઈ શકે. વર્ષમાં કેટલાક જ દિવસો કામ જે દિલ્હીના પાર્લામેન્ટ-હાઉસમાં થાય છે. ત્યાં બાકીના દિવસોમાં જંગી આવક કરી આપવાની સંભાવના છતાં કદી લગ્નાદિ કાર્યો માટે ભાડે અપાતું નથી. માત્ર રૂપિઆની ભાષામાં દરેક વાત કરવી ન જોઈએ. વસ્તુની ગરિમા સચવાઈ રહે, પવિત્રતા જળવાઈ રહે એ પણ એક પ્રકારનું મહાધન છે. ઉપાશ્રયનું બાંધકામ એવું હોવું જોઈએ જેમાં સંયમજીવનનું સારું પાલન થાય તથા જીવદયા પળાય તેમ જ આરાધકોની સમાધિ પણ જળવાય, જેને કારણે સાધુ-સાધ્વીજીઓના સંયમજીવનને બાધા પહોંચે તેવું કશું ત્યાં બની શકે નહિ. (આ વાતની શહેરી શ્રાવકો દ્વારા જબરી ઉપેક્ષા થઈ છે.). V/S દા.ત. જીવજંતુ બરોબર દેખાય તેવા રંગની ટાઇલ્સ વગેરે જોઈએ. જમીન ઉપર બેઠેલાને પણ વ્યાખ્યાન શ્રવણાદિ કરતાં પવનની અનુકૂળતા મળે તેવી નીચી બારીઓ જોઈએ. દીવાલમાં જ અભરાઈ જેવાં કબાટો હોય જેથી જુદાં કબાટો ગોઠવતાં જગા રોકાય નહિ. ઘડા વગેરે મૂકવા માટે માળિયાં હોય. પૂંજી શકાય તે રીતનાં બારી-બારણાં હોય. (સ્લાઇડિંગવાળાં બારી-બારણાં કદી ન ચાલે). વાડો ભોંયરામાં હોય. તેનું મેલું ઉપાડીને વિસર્જન કરવામાં જિનશાસનની હીલના ન થાય તેની પૂરી ચિન્તા સાથેની અંદર જ વ્યવસ્થા હોય. આજુબાજુના લોકોને સૂગ ન ચડે તેવી માતરું, પાણી પરઠવવાની ખુલ્લી જગ્યાની અનુકૂળતા હોય. બાંધકામ કરતાં અડધી જગા પાછલા ભાગમાં ખુલ્લી પડેલી હોય જે ખુલ્લા વાડારૂપે કામ આવી શકે. વાડામાં રેતી ન પાથરવી જેથી ત્યાં જીવોનો ઉપદ્રવ ન થાય. માતરું પરઠવવાની જગમાં આઠ-દસ, ફૂઢ ઊંડાઈનો ખાડો હોય, જેમાં ઈટ-મટોડા કોલસા ભરીને ઉપર રેતી પાથરી હોય.આથી ૬'+૬' ની નાની જગામાં ય એક સાથે વીસ ડોલ જેટલું પાણી આરામથી-જયણાપૂર્વક પરઠવી શકાય. ચોમાસામાં ક્યાંય લીલ ન થાય, ઘાસ ઊગી ન જાય તેની પહેલેથી લેવા જેવી કાળજી બરોબર કરાઈ હોય. દક્ષિણ પશ્ચિમના પવનની બારીઓ હોય, જેથી સ્વાધ્યાયી, તપસ્વી સાધુઓને અનુકૂળતા રહે. એકાદ રૂમ Page #60 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ગારમાટીનો લીંપેલો હોય, જ્યાં માંદા સાધુ રહી શકે. ચારે બાજુ એવી રીતનાં ગૃહસ્થનાં ઘરો ન હોવા જોઈએ, જ્યાં બધું દેખાઈ શકે, ઉપરનીચે ગૃહસ્થોનો રહેણાંક ન હોય તે ઇચ્છનીય છે. બેથી વધુ બહાર નીકળવાનાં દ્વારો ન હોય, બહુ જરૂરી પ્રમાણમાં જ રૂમો હોય, બાકી મોટા હોલ જ હોય. પંખા વગેરેનાં ફીટિંગ ન હોય. વરસાદની વાંછટોથી બધું ભીનું થઈ જતું ન હોય. લાકડામાં ઊધઈ ન થવા માટેની કાળજી પહેલીથી લેવાઈ હોય. વિજાતીય (સાધુ કે સાધ્વી) માટેનો બીજો ઉપાશ્રય ઉપર-નીચેના મજલે ન હોય તથા સ્વતંત્ર રીતે સાવ નજીકમાં પણ ન હોય. તે તરફ નજર થઈ શકે તેવી બારીઓની વ્યવસ્થા ન હોય. પાઠશાળા (૯) બાળકો વગેરેને ધાર્મિક શિક્ષણ અને સંસ્કરણની પ્રાપ્તિ થાય તે માટે કેટલાક દાયકાઓથી પાઠશાળાઓ ચાલુ થઈ છે. આ ક્ષેત્રને મળેલું દાન આ ક્ષેત્રમાં વાપરી શકાય. આ દાનમાંથી પંડિતજીને (જૈનને પણ) પગાર આપી શકાય. બાળકો માટેનાં ધાર્મિક પુસ્તકો ખરીદી શકાય. તેમને પ્રોત્સાહન માટે પ્રભાવના વગેરે આપી શકાય. પૂર્વે જણાવ્યું છે તેમ જ્ઞાનખાતાની રકમમાંથી પાઠશાળાનું મકાન લઈ શકાય નહિ કે બાળકો માટેનાં પુસ્તકો વગેરે ખરીદી શકાય નહિ. પાઠશાળાના મકાનમાં ધાર્મિક સિવાયની કોઈ પ્રવૃત્તિ થઈ શકે નહિ. પૂર્વે તો ઘરની સંસ્કારી અને શિક્ષિત માતા જ પાઠશાળા હતી. સહુને તે ગાથાઓ આપતી, ધાર્મિક વાર્તાઓ કરતી, અપૂર્વ સંસ્કારો દેતી. વળી વિશિષ્ટ સંસ્કારો તથા ઉપરના વિશિષ્ટ અધ્યયન માટે સાધુ ભગવંતો પાસે પણ શિક્ષણ લેવાતું હતું. - હવે તે વાત ખતમ થઈ એટલે પાઠશાળાઓ ચાલુ થઈ. ધાર્મિક શિક્ષક તરીકેનો વ્યવસાય કરવા માટે બહુ જૂજ લોકો રાજી, હોય છે, એટલે એમ લાગે છે કે દરેક વર્ષે આ નાવ તળિયે બેસી જાય તો નવાઈ નહિ. આથી જ તપોવનો ઊભાં થવા લાગ્યાં છે. ત્યાં ધાર્મિક શિક્ષણ અને ઉત્તમ સંસ્કરણ આપવામાં આવે છે. પણ આ માટે વાલીઓને કોઈ રસ ન હોવાથી તપોવનોમાં વ્યાવહારિક શિક્ષણ અને Page #61 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર બીજાં કેટલાંક રમતો વગેરેનાં આકર્ષણો ઊભાં કરવાની ન છૂટકે ફરજ પડી છે, જેનાથી મોટી સંખ્યા ત્યાં પ્રવેશ કરવા ધસતી રહે છે. એથી તે ભાવી પેઢીને ધાર્મિક શિક્ષણ અને સંસ્કરણ આપવાની મકસદ સો. ટકા પૂરી થાય છે. પાઠશાળાના મકાન માટે મળેલું દાન, બાળકોને પ્રભાવના દ્વારા ભણવામાં વધુ ઉત્તેજિત કરવા માટે મળતી રકમ વગેરે પાઠશાળા ખાતે જમા થાય તેના નિભાવ માટે ૩૬૦ તિથિની યોજના થઈ શકે. પ્રભાવનાના જોરદાર-ખૂબ જોરદાર આકર્ષણ વિના પાઠશાળાઓ ચાલી શકે તેમ નથી. આમાં શિક્ષકોનું પણ ગૌરવવંતુ બહુમાન અને ઊંચું વેતન મોંઘવારીના દર સાથે સતત વધતું જતું વેતન પણ અત્યંત આવશ્યક સમજી લેવું. જોરદાર પ્રભાવના-રૂપિઆ સ્વરૂપે, તીર્થાદિની યાત્રાના પ્રવાસ સ્વરૂપે, વસ્તુઓની ભેટ-સોગાદ સ્વરૂપે, જો અપાય તો ટી.વી., વીડીઓની અને સ્કૂલના લેશન ટયુશનની પણ ઐસીતૈસી કરીને બાળકો પાઠશાળામાં ધસી આવતાં હોય છે. બીજે મોટી રકમ ખર્ચવા કરતાં આ ક્ષેત્રમાં આ માટે મોટી રકમનું દાન કરતા રહેવાની મારી સહુ શ્રીમંતોને ખાસ ભલામણ છે. પાઠશાળા ખાતે મળેલી રકમનો ઉપયોગ પાઠશાળાના મકાનમાં, પુસ્તક ખરીદીમાં, પંડિતજીના પગારમાં, પ્રભાવનામાં કરી શકાય. પાઠશાળામાં હંમેશાં આવતા કરી દેવા મધ્યમવર્ગના લોકોને આકર્ષે તેવી એક યોજના છે. ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલની બારમાસી નોટો, . પૂંઠા, બોલપેન, કલરબોક્ષ વગેરેનું મફત વિતરણ. આથી પણ ઘણાં બાળકો પાઠશાળામાં ખેંચાઈ આવશે અને સમ્યજ્ઞાન મેળવશે. આયંબિલ-ખાતું (૧૦) ખરેખર તો ઘર ઘરમાં જ આંબિલ થવા જોઈએ, જેના ઘણા બધા લાભો છે. પરંતુ હાલમાં તો સેંકડો આયંબિલખાતા થઈ ગયા. ખેર....આ માટે મળેલી રકમ આ જ ખાતે વાપરી શકાય. રકમો ભેટરૂપે મળી શકે કે તિથિઓ નોંધાવવા રૂપે મળી શકે. આયંબિલ કરનાર દરેક ભાઈ Page #62 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર બેને શક્તિ મુજબ પોતાના તરફથી દાન આપવું જોઈએ. જેમ આધુનિક માતાઓ પંચ પ્રતિક્રમણાદિ ભણી નથી એટલે ઘરમાં સંતાનોની પાઠશાળા ચલાવી શકતી નથી. આથી પાઠશાળાઓ ઠેર ઠેર થવા લાગી તેમ આંબિલની રસોઈ કરીને આંબિલ કરવાનું ઘરમાં હવે ફાવતું નથી. એટલે એના પ્રત્યાધાત રૂપે આંબિલખાતાં ઊભાં થયાં. ઘેર ઘેર જ્યારે બા વગેરે આંબિલ કરતાં તો તેની વાનગીઓ ખાતાં ખાતાં ભૂલકાંઓ પણ આંબિલ કરવાનું શીખી જતાં. ઘરે આંબિલ હોય તો ઊકાળેલું પાણી પણ સાધુઓને સહજ રીતે મળી રહેતું. હવે આ બધું આંબિલખાતે ગયું છે. ઘરમાંથી આંબિલના સંસ્કારનો લાભ ખતમ થયો. પાણી માટે ચાલી આવતાં પૂજનીય શ્રમણ-શ્રમણીઓનાં પગલાં ગયાં. ઘણીવાર આંબિલ ખાતામાં જે પાણી ઊકળે તે ઘણીવાર કાચું જ ઊકળેલું હોય છે. તેમાં ય કાચા પાણીનો સ્પર્શ અને સંબંધ પણ થતો રહે છે. નોકરશાહીમાં ઘરની શ્રાવિકા જેવી કાળજીની આશા પણ રાખી ન શકાય. કાચા ઊકળેલા પાણીના સદાના સેવનથી શ્રમણસંસ્થાના લલાટનું સંયમતેજ ઝંખવાય તો તેમાં શી નવાઈ ? ૫૦-૧% ઘરનાં ગામોમાં ‘કાયમી’ આંબિલ ખાતાં હોય છે. રોજ માંડ બે, પાંચ આંબિલ થાય પણ તેના માટે સ્ટાફ તો પૂરો રાખવો જ પડે. આમ આંબિલની એકેકી થાળ ઘણી મોંઘી થાય. વળી દેખરેખ રાખનાર બરોબર ન હોય તો ખૂબ ચોરી, ખાયકી વગેરે પણ થાય છે. મારી દૃષ્ટિએ નાનાં નગરોમાં ચૈત્ર અને આસો માસની બે શાશ્વતી ઓળી પૂરતું જ સામૂહિક આંબિલનું અનુષ્ઠાન રાખવું જોઈએ. આંબિલ ખાતામાં જે દાન લેવાય તે સાધર્મિક ભક્તિ ખાતે લેવું જોઈએ, માત્ર આંબિલની સગવડ માટે નહિ. આથી જે જૈનોની આર્થિક સ્થિતિ વધુ પડતી ખરાબ છે તેમની સાધર્મિક ભક્તિ આંબેલ ખાતાની અંદર થઈ શકે. છેવટે વધેલી રસોઈમાં વઘાર વગેરે કરીને, રોટલી ઉપર ઘી ચોપડી આપીને પણ તેમની ભક્તિ કરી શકાય. આ રીતે જીવનમાં ઊંચા આવીને ક્રોડપતિ બનેલા એક ભાઈ પોતાનું વધુમાં વધુ દાન ભારતભરના આંબિલ ખાતામાં અને ઓળીઓના આંબિલના અનુષ્ઠાનમાં આજીવન આપતા હતા. આંબિલ ખાતાને ભેટથી અથવા તિથિ યોજનાથી દાન પ્રાપ્ત થાય Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધાર્મિક વહીવટ વિચાર છે. એ રકમ આંબિલ ખાતાના મકાનના નિર્માણમાં કે જૈનોને આંબિલ : " કરાવવામાં તેના નોકરોને પગાર આપવામાં વાપરી શકાય. આંબિલ ખાતાના એક માત્ર સંકલ્પથી મળેલી રકમનો ઉપયોગ અન્ય કોઈ ખાતે થઈ શકે નહિ. જો રકમનો વધારો થાય તો અન્ય સ્થળે ચાલતાં આંબિલ ખાતાંઓમાં આપી દેવી જોઈએ. કાલકૃત ખાતું (૧૧) અખાત્રીજ, પોષદસમી, સંવત્સરી વગેરે તે તે કાળને અનુલક્ષીને જે પારણાં વગેરે થાય તે માટે મળેલું દાન કે ચડાવાની રકમ આ ખાતે જ જમા થાય. દાતાના દાનના ઉદ્દેશથી વિરુદ્ધ જઈ શકાય નહિ, શક્ય હોય તો આવી તિથિઓનું દાન ‘કાયમી’ સ્વીકારવાને બદલે પ્રતિ વર્ષનું સ્વીકારાય તો સારું. આથી વધતી જતી મોંઘવારીની સાથે ટક્કર ઝીલી શકાય. કાયમી મોટી રકમ બેંકમાં મૂકવાથી તે રકમનો હિંસાદિ કાર્યોમાં થનારો ઘાતકી ઉપયોગ પણ નિવારી શકાય. જ્યાં શક્ય હોય ત્યાં બધે કાયમી તિથિ યોજના ટાળવાની કોશિશ કરવી ઘટે. જ્ઞાનપંચમી, પોષદસમી, અખાત્રીજ, ચૌદસના પૌષધ, સંવત્સરી પર્વ વગેરે દિવસો (કાળ)ને અનુલક્ષીને તેનાં પારણાં, મીઠાઈનો ભાર, પ્રભાવના, આંગી, પૂજા વગેરે માટે જે રકમનું દાન મળે કે તિથિ લખાય તે રકમ આ ખાતે જમા થાય. દાતાના ઉદેશ પ્રમાણે એ રકમ આ જ ખાતે, એ જ ખાસ કાર્યમાં વપરાય. અન્યત્ર ક્યાંય નહિ. જો એકેકા વર્ષની તિથિ માટે જ રકમ લેવાય તો બેંકમાં કાયમ માટે રકમ મૂકીને, તેના દ્વારા હિંસક કાર્યો થવાનો મોટો દોષ લાગે નહિ. કાયમી તિથિનું દાન લેવામાં આ દોષ અચૂક લાગે છે. આ વાત આપણે પૂર્વે વિચારી છે. નિશ્રાકૃત ખાતું (૧૨) સ્વામીવાત્સલ્ય, નવકારશી, પોસાતીને ભાર વગેરેની નિશ્રા (આધાર) લઈને જે રકમ મળે તે આ ખાતે જમા થાય. અહીં બાકીનું બધું કાલકૃત પ્રમાણે સમજી લેવું. Page #64 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ૪૫ ઉપધાન, છ'રી પાલિત સંઘ, સ્વામીવાત્સલ્ય, ઉજમણું વગેરે ખાસ અનુષ્ઠાનની નિશ્રા લઈને અપાતી રકમ આ ખાતે જમા થાય, આ રકમનો ઉપયોગ દાતાની ભાવના મુજબ એ જ કાર્યમાં થાય. અન્યત્ર ક્યાંય ન કરાય. અહીં એક વાત દરેક સંઘના વહીવટદારોએ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે અનુષ્ઠાન દાતા કરાવવા ઇચ્છતા હોય તેના ખર્ચની પૂરી રકમ તેણે આપવી જોઈએ. એક લાખ રૂ. નો ખર્ચ હોય અને તે પચાસ હજાર રૂ. જ આપે. બાકીનો ભાર સંઘને માથે નાંખે. અડધી રકમમાં પોતાનું નામ તે અનુષ્ઠાનના કારક તરીકે જાહેર કરાવે એ બહુ ઉચિત તો નથી જ. જો દાતા શક્તિસંપન્ન હોય તો તેણે પૂરેપૂરી રકમ આપવી જોઈએ. “હા, એવું ખરું કે ઓછા નકરા વગેરેથી અનુષ્ઠાનના આયોજકપણાનો લાભ લીધો હોય તો તે રીતે જાહેર કરીને લઈ શકાય.” એટલું જ નહિ પરંતુ જો છરી પાલિત સંઘ કાઢવો હોય તો અનુકંપા અને જીવદયા માટે પણ અલગ રકમ ફાળવવી જોઈએ. કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન સાથે આ બે કાર્યો કરવા જોઈએ. આમ થાય તો અજૈનો પણ જૈનોના ધર્મની ભરપેટ પ્રશંસા કરે. તેમ થતાં તેમનામાં આગામી ભવે જૈનધર્મની પ્રાપ્તિનું બીજ પડી જાય. હવે જ્યારે બી.સી. લોકોનો સત્તા ભોગવવાનો સમય આવી રહ્યો છે ત્યારે તો અઢાર વર્ણની અનુકંપાનું આયોજન વારંવાર કરવું પડશે. અન્યથા તે વર્ગ ધર્માનુષ્ઠાનોના ભપકા જોઈને ભડકવાનો છે; ભયંકર તોફાન કરવાનો છે; જીવલેણ હુમલો કરવાનો છે. તેમની લાગણી જીતી લેવાનો વિચાર શ્રાવક નહિ કરે તો કોણ કરશે ? જેમાં સ્ત્રી-પુરુષ દિવસો સુધી ભેગાં રહે છે તેવા ઉપધાન કે સંઘોમાં વહીવટદારોએ મર્યાદા પાલનમાં પૂરી કડકાઈથી કામ લેવું જોઈએ. જેથી કરીને કંઈ પણ અનિચ્છનીય બને નહિ. વિધિનું પાલન અને સર્વત્ર જયણા વિનાનો ધર્મ એ ધર્મ બની શકતો નથી. ઘણીબધી છૂટછાટોવાળો ધર્મ એ ફુગાવો બને છે. એનાથી ધર્મક્ષેત્રની લંબાઈ-પહોળાઈ વધતી જણાશે પણ ધર્મના પ્રાણસમી ઊંડાઈ જોવા નહિ મળે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ફુગાવો એટલે શરીરનો વધારાનો મેદ. એનાથી માત્ર કાંટાનું વજન વધે પરન્તુ શક્તિ જરાય વધે નહિ, શક્તિ તો લોહીથી વધે. આ વાત પ્રસ્તુતમાં ઘટાવવી. થોડોક પણ વિધિ જયણાવાળો શુદ્ધ ધર્મ તે ઘણો ધર્મ છે. પોણો લીટર પાણીથી મિશ્રિત પા લીટર દૂધવાળા એક લીટર ધોળા પ્રવાહી કરતાં શુદ્ધ દૂધના પા લીટરના પ્રવાહીની તાકત ઘણી વધુ છે. જો દાતા પૂરી ઉદારતાને કામે લગાડવા તૈયાર ન હોય તો ઉપદેશકોએ તેની ધનમૂર્છા ઘટાડવા કોશિશ કરવી જોઈએ. અવિધિ, અનાદર, સંઘ ઉપર અતિશય દબાણ વગેરે દ્વારા ઊભાં કરી દીધેલાં કરકસરિયાં ધર્માનુષ્ઠાનોમાં કોઈ તેજ આવતું નથી. અને તે અશુદ્ધિ ક્યાંક નડે છે અને ઉદ્વેગ, અજંપો કે છેવટે રકાસમાં નિમિત્ત બને છે. શ્રમણોએ પણ અક્ષમ્ય અવિધિથી ભરેલાં અનુષ્ઠાનો ઊભાં કરતાં રહેવાનો પ્રતિષ્ઠાની ભૂખમાંથી ઉત્પન્ન થતો રહેતો મોહ ત્યાગવો જોઈએ. આવાં અનુષ્ઠાનોની આવકમાં શ્રમણોએ કોઈ શરતો કે પોતાની ટકાવારી રાખવી ન જોઈએ. એવા શ્રમણોની નિશ્રામાં આ અનુષ્ઠાનો શ્રાવકોએ યોજવા પણ ન જોઈએ. અનુષ્ઠાનોની પૂરી સફળતા માત્ર શ્રાવકોની ઉદારતાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ તેની સાથે શ્રમણોનું મૂઠી ઊંચેરું નિઃસ્પૃહતા ભરપૂર ચારિત્રબળ જોડાવું જોઈએ. હા, તેમાં જો અપૂર્વ વ્યાખ્યાનશક્તિ ભળે તો તો એ અનુષ્ઠાન અત્યન્ત યશસ્વી નીવડે. સ્વામીવાત્સલ્યમાં અભક્ષ્ય, અપેય-ત્યાગ, રાત્રિભોજન-ત્યાગ, વગેરે નિયમો બરોબર પળાવા જોઈએ. છરી પાલિત સંઘમાં સંઘપતિઓથી માંડીને તમામ યાત્રીઓએ છરી બરોબર પાળવી જોઈએ. એમ દરેક અનુષ્ઠાન પૂરી વિધિપૂર્વકનું અને જયણાપૂર્વકનું શાસ્ત્રચુસ્ત હોવું જોઈએ. જો અડબંગ રીતે, ધનવાનોની જમાનાવાદી રીતરસમોથી ધર્માનુષ્ઠાનો વારંવાર થતાં રહેશે તો, નવી પેઢીનાં લોકો તેવાં ઢંગધડા વિનાનાં અનુષ્ઠાનોને જ “સાચાં’ ધર્માનુષ્ઠાનો માની લઈને તેની જ પરંપરા ચલાવશે. આવું ન બને તે માટે અશાસ્ત્રીય અનુષ્ઠાનોનું આયોજન, ગીતાર્થ ગુરુઓએ સંપૂર્ણપણે શાસ્ત્રીય બનાવવા માટે વધુમાં વધુ યત્ન કરવો. તે શક્ય ન બને તો પોતે તેમાંથી ખસી જવું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ૪૭ અનુકંપા ખાતું (૧૩) દીન, દુઃખી અજૈન લોકોની દ્રવ્યદયા કે ભાવદયા કરવા માટે જે દાન રૂપે રકમ પ્રાપ્ત થાય તે આ ખાતે વપરાય. અનુકંપાની આ રકમ તેની નીચેના જીવદયાના ખાતે વાપરી શકાય પરંતુ બીજે ક્યાંય પણ ઉપરના કોઈ ખાતે વાપરી શકાય નહિ. જૈન સાધર્મિકો તે ભક્તિનું પાત્ર કહેવાય, જ્યારે અજૈન લોકો અનુકંપાનું પાત્ર કહેવાય. ભક્તિને પાત્ર જીવની અનુકંપા ન કરાય; અનુકંપાને પાત્ર જીવની ભક્તિ ન કરાય. અજૈન પંડિતો વગેરેની અનુકંપા ન થાય, ભક્તિ પણ ન થાય પરંતુ ઔચિત્ય કરાય : તે યથાયોગ્ય કરવું જોઈએ, પુરસ્કાર પણ આપી શકાય. - દરેક સ્થળે શુભ અનુબંધનો વિચાર કરવો. જો તેમાં ગોઠવાતું હોય તો જ અનુકંપા કરવી કે ભક્તિ કરવી જોઈએ. અન્યથા ન છૂટકે ઔચિત્યથી પતાવવું જોઈએ. આજની હોસ્પિટલો અને સ્કૂલ તન, મનનું ધોવાણ કરનારી છે. ત્યાં ગર્ભાધાન અને ગર્ભપાત પણ થતા હોય છે. ત્યાં વિકૃતિઓનુંઈંડા, માછલાંનાં પ્રોટીન, વિટામિનોનું શિક્ષણ અપાય છે. તેનું બજાર તૈયાર કરાય છે. ત્યાં ધર્મને તો સ્થાન જ નથી. | દીન, દુઃખિત એવા અજૈન લોકો પ્રત્યે કરુણા દાખવવી તે અનુકંપા છે. જૈન ધર્મ અનુકંપા-દાનના ક્યાંય નિષેધ કર્યો નથી. મરવા પડેલા કસાઈની પણ જો થઈ શકતી હોય તો અનુકંપા કરવી જોઈએ. ‘જીવતો થઈને તે પશુઓ કાપશે માટે તેને મરવા દો !” તેવો વિચાર જૈનથી ન થાય. તેને જીવતો રાખીને-ઉપકારથી નીચે દબાયા બાદ- તે ધંધો છોડવાનું ક્યાં નથી સમજાવી શકાતું ? વર્તમાનકાળમાં માનવસર્જિત ગરીબી બેફામ રીતે વ્યાપી ચૂકી છે. આભ ફાટ્યું છે. કેટલાની અનુકંપા કરશું ?” એમ નહિ વિચારવું. ડૂબતા પચાસ માણસોમાંથી તરવૈયો જેટલાને બચાવી શકે તે લાભમાં... બધાને તો બચાવી શકાય તેમ નથી જ. અનુકંપા બીજાને બચાવવા કરતાં પોતાના કરુણા” નામના ગુણને બચાવવા માટે કરવાની છે. એક જગાએ પણ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર આવી કરુણા કરાશે તો વિકસેલો તે કરુણા ગુણ ગર્ભપાત, છૂટાછેડા, નોકરોનું શોષણ, મા-બાપને ત્રાસ વગેરે દોષોનું સેવન નહિ થવા દે. ગુડ્ડા-હિંસા એ સૌથી ઉત્કૃષ્ટ હિંસા છે. નાનકડી પણ પ્રાણી-દયા એ ગુણ-હિંસાને રોકે છે. આ જ પ્રાણીદયાનો નક્કર ફાયદો છે. જૈન ધર્મના કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં અનુકંપા જોડવી જોઈએ. આથી અજૈન લોકોને જૈન ધર્મ ઉપર માન જાગે છે. જૈન ધર્મની પ્રશંસા એ તેમને આગામી ભવમાં જૈનકુળે જન્મ આપનારી બને છે. આ રીતે વગર વટાળ પ્રવૃત્તિએ જૈનોની સંખ્યા ખૂબ વધતી રહે છે. કુલ ખર્ચના હિસાબે અનુકંપા માટે યોગ્ય રકમ ફાળવવી જોઈએ. જૈનધર્મની નિન્દા ન થાય તે માટે પણ જૈનોએ પોતાનું ઔચિત્ય સમજીને પણ અનુકંપાનાં જ તે કાર્યો કરતા રહેવાં જોઈએ. ગરીબો માટે ઉનાળે છાશકેન્દ્ર, શિયાળે ધાબળા-વિતરણ, પોલીઓ કેમ્પ, જયપુર ફુટકેમ્પ, નેત્રયજ્ઞ, ખીચડીઘર, સસ્તા અનાજની દુકાનો, મફત અનાજ વિતરણ, સ્કૂલનાં પુસ્તકો વગેરેનું વિતરણ, મફતમાં ઘરોનું દાન, ધંધાની વ્યવસ્થા, પર્વ દિવસોએ લાપસી વગેરેનું મિષ્ટ ભોજન અથવા અનાથાશ્રમ આદિમાં ભોજન-દાન વગેરે ઘણાંબધા અનુકંપા કાર્યો કરી શકાય. ४८ બેશક, ગરીબીનાં કારણોને જ દૂર કરવાં એ સૌથી મોટી અને સાચી અનુકંપા છે. ઉપર્યુક્ત અનુકંપા તો ગરીબીનાં કારણો દૂર કરવા તરફની ઉપેક્ષાવાળી હોય તો માત્ર મલમ પટ્ટારૂપ બની રહે છે. છતાં તે વાત મનમાં જીવંત રાખીને આ કામ કરવું, કેમ કે સ્કૂલબુદ્ધિના જીવો તો તત્કાળ દયાને ઇચ્છતા હોય છે, એટલે તેમ કર્યા વિના પણ છૂટકો નથી. બાકી શક્તિમાન જૈનોએ તો ગરીબી, બેકારી, બીમારી અને મોંઘવારીના કારણરૂપ યન્ત્રવાદ, મૅકૉલે-શિક્ષણ, હૂંડિયામણનો હડકવા વગેરેને દૂર કરવા તરફ લક્ષ આપવું જોઈએ. આ વસ્તુઓએ સમગ્ર ભારતીય પ્રજાને બીમાર, બિસ્માર, ભિખારી, માંદી અને સત્ત્વહીન બનાવી દીધી છે. આ ચીજો જો દૂર નહિ થાય તો કેટલાક ગરીબોને અન્નદાન, ઔષધદાન, ધનદાન વગેરે હાસ્યાસ્પદ બની જાય છે. આમ છતાં તે કર્યા વિના છૂટકો નથી. એટલે કુવૃષ્ટિન્યાયે આ કામ કરવું. અન્યથા જૈન ધર્મની ભારે નિંદા થશે. આ નિંદાને બહુ મોટું પાપ જ્ઞાનીઓએ કહ્યું છે. ગૂમડાંના Page #68 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ૪૯ દર્દી માટે બે ય કામ કરવાં જોઈએ. ગૂમડાંઓ ઉપર મલમપટ્ટી મારતા જવી પણ સાથે જ, ભતરમાં ભભૂકી ઊઠેલો રક્તવિકાર જડમૂળથી દૂર કરવા યત્ન કરવો. દીન-દુ:ખિતોની અનુકંપા એ દ્રવ્ય અનુકંપા થઈ શકે અને ભાવ અનુકંપા પણ થઈ શકે. ભાવ અનુકંપાના લક્ષ સાથે કરાતી દ્રવ્ય અનુકંપા બેશક શ્રેષ્ઠ ગણાય. છતાં એકલી દ્રવ્યાનુકંપા જ થતી હોય તો ઔચિત્ય ખાતર પણ તે કરવી પડે. જિનશાસનની હીલનાના નિવારણાર્થ પણ કેટલીક વાર કેટલીક અનુકંપા કરવી પડતી હોય છે. આમ છતાં ય મહાઆરંભ મહા સમારંભને ઉત્પન્ન કરતી અનુકંપા તો “ઔચિત્યથી પણ થઈ શકે નહિ. અનુકંપાનાં કાર્યો માટે જે રકમ મળે તે આ ખાતે જમા થાય. દીન, દુખિત લોકો માટે આ રકમ વપરાય. તેમનાં દુઃખો દૂર કરાય. શક્ય હોય તો તેમના વ્યસનાદિ દાયોને પણ દૂર કરાવવાનો લાભ લેવો. તેમને ધર્મ કરતા પણ કરવા. એવી દયા કદી ન કરવી કે જેના પરિણામમાં મોટી નિર્દયતા થતી હોય, સંસ્કૃતિનો કચ્ચરઘાણ બોલાતો હોય, અનેકોને નુકસાન થતું હોય. આથી અનુકંપાનું કાર્ય બેધારી તલવાર જેવું છે. ક્યારેક અનુકંપાની બુદ્ધિથી અનુકંપાના નામે ગર્ભપાતાદિ હિંસક પ્રવૃત્તિઓનું પોષણ કરાયા તો મોટો કર્મબંધ થવાની સંભાવના ઊભી થતી હોય છે. અસ્તુ. આજના સમયમાં ધાર્મિકતાની સાથે માનવતાને (અને રાષ્ટ્રીયતાને) પણ કેળવવાની જરૂર છે. દરેક માનવતાવાદી ધાર્મિકતા ધરાવતો હોવો જોઈએ, દરેક ધાર્મિકતાવાદી માનવતાથી સંપન્ન હોવો જોઈએ; નહિ તો ઊભી બજારે તેની ધાર્મિકતા વગોવાયા વિના રહેતી નથી. ‘કલ્પસૂત્ર સુબોધિકા’ની ટીકામાં કહ્યું છે કે, “ધર્મો તો નદીતટે ઊગેલા છોડવા છે. જો નદીમાં અનુકંપા સ્વરૂપ પાણી જ સુકાઈ ગયું હશે તો તે છોડવા કેટલો સમય ટકશે ?” શ્રમણ ભગવાન મહાવીરદેવ જેવી કરુણાને સહુએ સ્પર્શવી જોઈએ. તેમણે ગરીબ વિપ્રને કેવું વસ્ત્રદાન કર્યું હતું ! અને સંગમદેવને કેવું અક્ષુદાન કર્યું હતું ? Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધાર્મિક વહીવટ વિચાર “અનુકંપા એ ધર્મ નથી” - એવા ભ્રમમાં ધર્મી લોકો ફસડાઈ ન પડે તે માટે દરેક તારક તીર્થંકરદેવના આત્માઓ દીક્ષા લેવા પૂર્વે એક વર્ષ સુધી રોજ અઢળક દાન, દીનઃદુખિતો વગેરેને કરે છે. જીવદયા ખાતું (૧૪) અબોલ પ્રાણીઓને કતલમાંથી બચાવવાથી માંડીને તેમને ઘાસચારો આપવા સુધીનાં કાર્યો તથા તેમની રક્ષા વગેરે માટે ઉપાડાતી ઝુંબેશ કે પ્રચારકાર્ય તથા તેમના હિત માટે લડાતા કોર્ટના કેસો વગેરે જીવદયાનાં કાર્યો કહેવાય. પશુઓને મરણાન્ત કષ્ટમાંથી ઉગારવા રૂપ અભયદાનમાં જીવદયાની રકમ વપરાતી. પરંતુ હવે તો ઉપર જણાવેલાં કાર્યોને પણ પ્રધાનતા આપવી એ દેશ-કાળના હિસાબે વિશેષ જરૂરી લાગે છે. બેંકોમાં જમા થતી રકમ હિંસક કાર્યોમાં જ વપરાતી હોવાથી શક્ય હોય ત્યાં સુધી કાયમી તિથિયોજના ન કરવી. વળી જીવો મરતા હોય કે ઘાસચારાદિ વિના ટળવળતા હોય ત્યારે જીવદયાની મૂડી બેંકમાં રાખી શકાય નહિ. એથી તે જીવોની ઉપેક્ષાજનિત હિંસાનું પાપ લાગે. એટલે જીવદયાની રકમ પણ એક દિવસ માટે બેંકમાં જમા રાખવી ઉચિત નથી. જ્યાં જરૂર હોય ત્યાં- પાંજરાપોળ વગેરેમાં તાબડતોબ મોકલી દેવી જોઈએ. તે રકમને બેંકમાં કાયમ રાખીને તેના વ્યાજમાંથી જ જીવદયાનું કાર્ય કરવાની ભાવનાવાળા લોકો જૈનધર્મના તત્ત્વોને બિલકુલ સમજ્યા નથી એમ કહેવું પડે. બને ત્યાં સુધી કાયમી રકમ રાખી વ્યાજ વાપરવાની શરતે દાન આપવાને બદલે તાત્કાલિક વપરાઈ જાય એ રીતે દાન કરવાનો વિવેક રાખવો જોઈએ. પરંતુ ક્યાંક સંયોગવશાત્ મોટી રકમ કોઈ એવી શરતે આપે તો તે રીતે પણ કરવું પડે તો કરી શકાય. અબોલ પશુ-પંખી આદિની જે દયા તે જીવદયા કહેવાય. આ ખાતે ભેટ વગેરે રૂપે મળતી રકમ અહીં જમા થાય અને તેનો ખર્ચ જીવદયાનાં કાર્યોમાં, તે માટે જરૂરી મકાનોનાં બાંધકામોમાં થાય. જીવદયાનું સૌથી મોટું કાર્ય તેવા જીવોને અભયદાન હોવાથી સામાન્યતઃ જીવોને કતલખાનેથી છોડાવવા તરફ સહુનું લક્ષ વધુ હોય Page #70 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર છે. આ વાત બરોબર છે. પણ આની સાથે પાંજરાપોળો તરફ પણ લક્ષ કરી શકાય. હા...પાંજરાપોળો જો મહાજનોની સીધી અને સક્રિય દેખરેખ નીચે રહે : નોકરશાહીને સોંપાય તો જીવો અર્ધભૂખ્યા રહીને છેલ્લે રિબાઈને મરી પણ જાય. આ પાંજરાપોળ સંસ્થાઓની પાછળ સૌથી મોટો ભય છે. આ સંસ્થા સદા પૈસા ખાતી સંસ્થા છે. તે કદી પૈસા દેતી-કમાવી આપતી - સંસ્થા નથી. એટલે રોજના હજારો રૂ. તેના માટે તૈયાર રાખવા પડે. ભલભલા કાર્યકરો ફાળો કરીને થાકી જાય. આથી જ ઢોરોને ઓછો ઘાસચારો અપાતાં તે ભૂખ્યાં રહીને છેલ્લે મરી જાય. આવું ન થાય તેની કાળજી કાર્યવાહકોએ રાખવી જોઈએ. પાંજરાપોળમાં આવક ઊભી કરવા માટે તેને સારી દુધાળી ગાયોની ગૌશાળા બનાવવાની ઇચ્છા વહીવટદારોએ કદી કરવી નહિ. એમ થશે તો બકરાં-ઘેટાં, ભૂંડ, હરણ, સાપ વગેરેની રક્ષા કરવાની સરિઆમ ઉપેક્ષા થશે. જૈનોનું મહાજન આવો પક્ષીય વિચાર કદી ન કરે. અલગ ગૌશાળા કરવી હોય તો જુદી વાત. હજી એટલું થઈ શકે કે પાંજરાપોળો પાસે જો ફાજલ જમીન હોય તો તેનું બીડ થાય. તેમાં ઘાસચારાદિનું ઉત્પાદન લેવાય, જેથી તે આવક પાંજરાપોળને ટકાવવામાં ખૂબ ઉપયોગી બને. કદાચ પાંજરાપોળ સદાની સ્વાવલંબી બની જાય. માંદા પડતાં ઢોરો માટે દરેક પાંજરાપોળ પાસે પશુ-ડોક્ટર હોવો અત્યન્ત આવશ્યક છે. ઢોરોની સારામાં સારી માવજતનું જ્ઞાન હોવું પણ ખૂબ જરૂરી છે. નબળાં ઢોરો જેમ જેમ તગડાં થતાં જાય તેમ તેમને સારા ખેડૂતોને બોન્ડ લેવા સાથે; પૂરતી કાળજી-ખાતરી સાથે-જો સોંપાતાં જવાય તો તેટલો બોજ ઘટે, અને નવા ઢોરો લેવાની ક્ષમતા મળે. ભારત સરકાર આવી પાંજરાપોળને લાંબો સમય મદદ કરતી રહીને જીવવા દેશે કે કેમ ? તે સવાલ છે. મહાજનો વિના આ કપરું કામ વિશ્વનો કોઈ પણ માણસ કરી શકે એમ નથી. નાનકડી જૈન કોમ, ભારતની ખૂબ સુખી કોમ હોય તો તેનાં મુખ્ય કારણો બે જણાય છે. પાંજરાપોળોમાં નિઃસ્વાર્થભાવે પ્રાણીપાલન અને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ધાર્મિક વહીવટ વિચાર મંદિરે મંદિરે મોટી સંખ્યામાં જિનેશ્વરદેવનું પૂજન. જીવદયા એ જિનશાસનની કુળદેવી છે. અનુકંપાની રકમનો વધારો રહે તો તે જીવદયામાં જઈ શકે પણ જીવદયાની રકમ અનુકંપામાં જઈ ન શકે; કેમ કે “માણસ મોટો છે, પશુઓ નાનાં છે. મોટાએ નાનાની રક્ષા કરવી જોઈએ. જે ધાર્મિક દ્રવ્યનો વહીવટદાર બને તેણે આ બધી વાતોનો ઊંડાઈથી અભ્યાસ કરી લેવો જોઈએ. www.yugpradhan.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જનરલ સૂચનો (૧) આપણે જોયું કે ધાર્મિક દ્રવ્યનાં કુલ ચૌદ ક્ષેત્રો છે. આ ઉપરાંત પણ જે કોઈ સંસ્થા કે જે કોઈ પ્રવૃત્તિ સાક્ષાત કે પરંપરયા ધર્મને કે ધર્મ સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ કરતી હોય તેમને પણ ધાર્મિક ક્ષેત્રમાં ગણવાં. આનાથી ઊલટું એ પણ સમજવું કે કામચલાઉ રીતે જે પ્રવૃત્તિમાં અનુકંપા કે ધર્મ દેખાતો હોય પરંતુ તેના પરિણામમાં ઘણું મોટું અહિત થતું જણાતું હોય તો તેવી પ્રવૃત્તિને “ધાર્મિક' ગણી શકાય નહિ. છતાં જો તેવી પ્રવૃત્તિમાં ધર્મપ્રેમી જીવો દાન ન કરે તો લોકોમાં જૈનધર્મની નિંદા થવાની મોટી શક્યતા ઊભી થવાની જણાતી હોય તો તે નિંદાના નિવારણ માટે ઔચિત્ય સમજીને તેમાં રકમ લખાવી દેવી. યથાશક્ય આ વાત સ્પષ્ટ પણ કરી દેવી. વર્તમાન યુગમાં એવી ઘણીબધી પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં માનવસેવા જણાવવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે પ્રવૃત્તિઓ લાંબા ગાળે આખી માનવજાતને નુકસાન કરનારી હોય છે; આર્ય-સંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વો ઉપર કુઠારાઘાત કરતી હોય છે; પ્રજાકીય જીવનપદ્ધતિને હચમચાવનારી હોય છે. ધર્મપ્રેમી જીવોને ક્યારેક કુવૃષ્ટિન્યાયગાંડા સાથે ગાંડા બનીને-સ્વરક્ષા, ધર્મરક્ષા વગેરે કરવા રૂપની ઓથ લેવી પડે છે. ક્યારેક વળી અનિચ્છનીય-અનિવાર્ય એવા અધર્મોને સેવવાથી જ જો ધર્મ કે સંસ્કૃતિ ટકતાં હોય તો તેમ પણ કરવું પડે છે. તેવા વખત ધર્મપ્રેમી જીવોએ તેવા તત્ત્વને અનિવાર્ય અનિષ્ટ સમજીને ટકાવવું કે વિસ્તારવું પડે છે. આવી બાબતોને બરોબર સમજવા માટે ધર્મપ્રેમીઓએ ક્યાંક પણ દાન દરતાં પહેલાં ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લેવું જરૂરી છે. જેથી ક્યાંક ખોટું થઈ ન જાય. (૨) જો શક્ય હોય તો દેરાસર, પૌષધશાળા વગેરે જે કાંઈ બાંધકામ વગેરે કરવાનાં હોય કે ઉકાળેલા પાણી, આંગી વગેરેની તિથિઓ લખાવવી હોય તે તમામ-શુભ (સર્વસાધારણ) ખાતે લખાવવાની વાત દાતા પાસે મૂકવી, તેને જણાવવું કે “તમે અમને તમારું દાન શુભ (સર્વસાધારણ) Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ ધાર્મિક વહીવટ વિચાર ખાતે આપો. અમે તમારી ભાવના મુજબનું કાર્ય જરૂર કરશું. પણ તે કાર્ય કર્યા બાદ જે રકમ વધશે તે અમે શુભ (સર્વસાધારણ) ખાતે જમા રાખીને - જ્યારે જે ધાર્મિક ખાતે જરૂર પડે ત્યાં વાપરશું. જો આમાં તમારી સંમતિ હોય; જો તમારો આવો સંકલ્પ થાય તો તમારું દાન અમે શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરીએ.' આ રીતે દાન જમા કરવામાં ઘણા લાભો છે. ધારો કે એક દાતાએ આ રીતે દેરાસર બનાવવાની ભાવના(માત્ર ભાવના)થી દસ લાખ રૂપીઆ શુભ (સર્વસાધારણ) ખાતે દાન દેવાના સંકલ્પથી આપ્યા અને શ્રી સંઘ આ રકમમાંથી યથાસંભવ દેરાસર વગેરે બનાવે એવી ભાવના પ્રદર્શિત કરે છે. શ્રી સંઘ આ રકમમાંથી દેરાસરનું નિર્માણ કરે તે માટે લોનરૂપે રકમ દેવદ્રવ્ય ખાતે આપે. જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે જે આવક થાય તેમાંથી તે લોનની રકમ શુભ (સર્વસાધારણ) ખાતે પાછી લે. આ જ રીતે આ રકમમાંથી હવે સંઘ ઉપાશ્રય બનાવે. તેમાં તકતી યોજનાથી જે દાન મળે તે રકમથી લોન શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરે. આમ અનેક કાર્યો સંપન્ન થતાં રહે, જો આ રીતે દાતાઓ દાન આપે તો સંઘનાં ઘણાં બધાં કાર્યો રાપન્ન થતાં જાય. એ ખ્યાલમાં રાખવું કે આ રીતે જે રકમ જમા થાય તે સાધારણ ખાતે ન કરતાં શુભ (સર્વસાધારણ) ખાતે જ જમા કરવી. સાધારણ ખાતાની રકમ માત્ર સાત ક્ષેત્રોમાં વપરાય; જ્યારે શુભ (સર્વસાધારણ) ખાતાની રકમ તમામ ધાર્મિક કાર્યોમાં વાપરી શકાય. (ના..સામાજિક કાર્યોમાં તે ન વપરાય. લગ્નની વાડી માટે ગાદલાં લાવવા, વાસણો વસાવવા વગેરે કાર્યોમાં તે ન વપરાય) એક સ્થળે દેરાસર, ઉપાશ્રય બેયનું નવનિર્માણ કરવું હોય તો તે અંગેનો ફાળો શુભ (સર્વસાધારણ) ખાતા માટે કરીને તે રકમની દેરાસર બનાવવામાં લોન આપવી. પ્રતિષ્ઠા થતાં આવક થાય એટલે લોનની રકમ શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરવી. પછી તે જ રકમમાંથી ઉપાશ્રયનું નિર્માણ કરી શકાય. (૩) ખરેખર તો તમામ ધાર્મિક દ્રવ્યોની રકમ આજની સરકારી બેંકોમાં રાખી શકાય તેમ નથી, કેમ કે આ રકમનો વધુમાં વધુ ઉપયોગ સરકાર માછીમારી, કતલખાનાં, ઉદ્યોગો (કર્માદાનનો ભયંકર અને હિંસક Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ જનરલ સૂચનો ધંધો કે જે માનવજાતને બેકાર, ગરીબ અને માંદી બનાવીને હણવાનું કામ કરે છે)માં જ રોકે છે. આપણી દેવદ્રવ્ય વગેરેની રકમ આવાં કાર્યોમાં સરકાર વાપરે તે જરાક પણ ઉચિત નથી. જો આપણે આપણા ગરીબ સાધર્મિક ભાઈઓને ધંધો કરવા માટે દેવદ્રવ્યાદિની રકમ લોન પેટે સારું વ્યાજ લેવા સાથે આપીએ તો તેની દેવદ્રવ્યની રકમ વાપરવા અંગેની સૂગ ખતમ થઈ જાય. તેની પરિણતિ નિષ્ફર બની જાય. આથી આપણે ધાર્મિક જીવોને પણ દેવદ્રવ્યની રકમ આપતા નથી. તો હવે સવાલ થાય છે કે હિંસા કરતી બેંકોને તે રકમ શી રીતે આપી શકીએ ? પરંતુ ભારે કમનસીબીની વાત છે કે દરેક ધાર્મિક સંસ્થાને પોતાનું ટ્રસ્ટ બનાવવું અને સરકારમાં (ચેરિટી કમિશ્નનરની ઓફિસમાં) રજિસ્ટર કરાવવું એ ફરજિયાત છે અને તેવાં રજિસ્ટર ટ્રસ્ટોની રકમ સરકારી બેંકોમાં અને સરકાર માન્ય કેટલીક કંપનીઓ વગેરેમાં મુકવાનું ફરજિયાત હોવાથી બધી રકમ બેંકો વગેરેમાં જ મૂકવી પડે છે. આમ શાહુકારોને આ રકમ વ્યાજે આપી શકાતી નથી. વળી હવે તો તેમાં ય મોટું જોખમ છે. કેમ કે ગમે ત્યારે ગમે તેવી સદ્ધર પેઢીઓ પણ ઊઠી જતી હોય છે. જે ખાનગી કો-ઑપરેટિવ બેંકો હોય છે તેને સરકારની માન્યતા મળે છે ખરી અને તેથી જો જૈનોની તેવી બેંકો થાય તો તેમાં ધાર્મિક દ્રવ્યનાં નાણાં મૂકી શકાય. તેમ કરવાથી હિંસક કાર્યોમાં આ નાણાં રોકવાની શક્યતા ન રહે પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ કો-ઑપરેટિવ બેંક જો ફડચામાં જાય તો આ રકમ ડૂબી જાય. જ્યાં સુધી આવી બેંકોના ડાયરેક્ટરો અત્યન્ત સજ્જન છે, ત્યાં સુધી તો આ સવાલ આવે નહિ પરંતુ નવી ચૂંટણીમાં નવો ફાલ આવે અને તેની સજ્જનતા શંકાસ્પદ હોય તો નાણાં ડૂબી જવાની શક્યતા પૂરી રહે. • સરકારી બેંકમાં આ ભય રહેતો નથી એટલે કો-ઓપરેટિવ જૈન બેંકોમાં પણ ધાર્મિક દ્રવ્યનાં નાણાં મૂકવાનું જોખમ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓ લેતા નથી. આમ નાણાં મૂકવાનાં ચારે બાજુનાં દ્વાર બંધ થઈને માત્ર સરકારી બેંકોમાં નાણાં રોકવાની ફરજ પડે છે અને એમ થતાં દેવદ્રવ્યાદિની સંપત્તિ Page #75 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર માછીમારી, નર્મદા-બંધ, ઉદ્યોગો વગેરે અતિ હિંસક કાર્યોમાં રોકાણ પામે છે. આ અત્યન્ત આઘાતજનક બાબત છે. હવે શું કરવું ? આનો એક જ શ્રેષ્ઠ રસ્તો છે કે જે જેટલી શક્ય હોય તે બધી રકમો તે તે ઉદેશોમાં તાબડતોબ વાપરી નાંખવી. દેવદ્રવ્યની બધી રકમ જીર્ણોદ્ધારના કે નૂતન જૈનમંદિર-નિર્માણના કાર્યોમાં વાપરી દેવી. જીવદયાની તમામ રકમ તે ખાતે મોકલી દેવી. આ બે ખાતાંની રકમનું ખાતું આ રીતે ‘શૂન્ય” જ કરી રાખવું. દેવદ્રવ્યનું ખાતું તો કામધેનુ ગાય જેવું છે. જ્યારે જેટલી જોઈએ ત્યારે તે રકમ મળી જવાની છે. તેની આવક પણ સતત ચાલુ રહેતી હોય છે. દેવદ્રવ્યાદિની રકમને (જીવદયાની નહિ) સોના-ચાંદીના રૂપમાં જ રકમ જમા રાખવી. ભલે તેનું વ્યાજ ન મળે. પણ હિંસક માર્ગોથી વ્યાજ લેવાનું બંધ રહે. વળી સોનું વગેરેનો ભાવ હમેશ ખૂબ વધતો રહેવાનો છે એટલે તેમાં ગુમાવવાનું કશું નથી. આ Ordenan. - હવે જે બાકીના ખાતાં છે. તેમાં જે તે રકમોની વ્યાજની જ આવક ઉપર તે ખાતાંઓ નભતાં હોય તો ન છૂટકે તે રકમ બેંકોમાં રાખવી - આમાં પણ તિથિ-યોજના વર્ષોવર્ષની જ જો બનાવાય-કાયમી તિથિ યોજના ન બનાવાય તો તે અંગેની મોટી રકમ બેંકમાં જમા રાખવાનું પાપ સેવવું ન પડે. દર વર્ષે તિથિનું ભરણું કરવામાં ફાયદો પણ છે કે સતત વધતી જતી મોંઘવારી ને ધ્યાનમાં રાખીને વર્ષોવર્ષની તિથિયોજનાનો આંક બદલી શકાય. કાયમી તિથિ-યોજનામાં તો મોંઘવારી સામે તેનું મળતું વ્યાજ અત્યન્ત ઓછું મળવાથી સંઘ ભારે મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે. ટૂંકમાં ન છૂટકે જે વાત હોય તેની જ રકમ બેંકમાં જમા મૂકીને બાકીની તમામ રકમ તે તે ક્ષેત્રમાં વાપરી નાંખવાથી ઘણું હિંસાનું પાપ ઓછું થઈ જશે. ઉદારતાના અભાવે દેવદ્રવ્યની રકમ અન્ય દેરાસરોમાં ભેટ (દાન) રૂપે ન આપી શકાય તો લોનરૂપે પણ આપવી. તે જિનાલયોની પ્રતિષ્ઠાની આવક થતાં લોન પરત થાય કે તરત બીજા કોઈ જિનાલયમાં લોન રૂપે આપી દેવી. આ રીતે પણ બેંકમાં તો ન જ રાખી મૂકવી. આ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૭ જનરલ સૂચનો ઉપરથી એ વાત સમજી લેવી કે કોઈ પણ શ્રીમંતે ૧૦-૨૦ લાખનું ટ્રસ્ટ બનાવીને તેના વ્યાજમાંથી - પોતાની ગેરહાજરીમાં પણ જે તે ધાર્મિક કાર્યો થતાં રહે તેમ કરવું હાલની પરિસ્થિતિમાં સલાહભરેલું નથી. જે ૧૦-૨૦ લાખ વાપરવા છે તે તત્કાળ વાપરી જ નાંખવા. નહિ તો બેંકમાં જમા થતા તે રૂપિયા તરત જ માછીમારી વગેરેમાં ચાલી જશે. એટલે તેનો દોષ કેટલો બધો લાગશે એની સામે વ્યાજની રકમનો સારા માર્ગે થનારો લાભ બહુ મામૂલી બની જશે. જો કે આ વાત બહુ શક્ય નથી છતાં જણાવી દઉં કે જો પોતાના ગામમાં કોઈ બેંક પોતાનું સ્વતંત્ર મકાન બનાવવા માંગતી હોય તો તેમાં દેવદ્રવ્યની રકમ આપી શકાય. બેંક લોન આપે તે ભાડા દ્વારા પરત કર્યા બાદ ભાડાની જે આવક થાય તે દેવદ્રવ્ય ખાતે જમા કરી દેવી. અને જો આ મકાન ઉપાશ્રય માટે એકઠી કરેલી રકમમાંથી બનાવાય તો તેમાં શક્ય હોય તો એક ભાગ બેંકને આપવાથી તેનું ભાડું લોન પેટેની રકમમાં ચૂકતે કર્યા બાદ જે ભાડું (બેંકોનું ભાડું હમેશ વધુ સારું મળતું હોય છે અને એકદમ ‘રેગ્યુલર' હોય છે.) મળે તે ઉપાશ્રયના ખર્ચા પેટે વાપરી શકાય. જો કે આમાં ય દોષ તો છે જ પરંતુ હિંસક કાર્યોમાં દેવદ્રવ્યની રકમ સીધી જાય તે મહાદોષમાંથી અહીં મુક્તિ મળે છે. ભૂતકાળમાં ધાર્મિક ખાતાની આવકની રકમો સારા શાહુકારોને ત્યાં વ્યાજે મુકાતી. પરંતુ એ રકમની સામે એટલાં જ કે તેથી વધુ રકમનાં ઘરેણાં કે સોનું ચાંદી તે શાહુકાર પાસેથી સંઘ લેતો. જો દુર્ભાગ્યે શાહુકારની પેઢી નબળી પડી જાય તો થાપણ દ્વારા સંઘ પોતાની રકમ મેળવી શકે. પણ જો આ રીતે કોઈ પેઢી ન મળે તો સંઘ તે રકમમાં વૃદ્ધિ કરવાની વાત મોકૂફ રાખીને, તે મૂડીને પોતાની પાસે જ સાચવી રાખતો. સોના-ચાંદીના રૂપમાં તેને સંઘરી રાખતો. ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ જરૂર કરવી જોઈએ. પરંતુ જો તેમાં મૂડીની સલામતી ન હોય અથવા જો તે વૃદ્ધિ ખોટા રસ્તેથી થતી હોય તો તેમ કરી શકાય નહિ. શાહુકાર બે ટકા વ્યાજ આપે અને કોઈ કસાઈ, દાણચોર વગેરે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધાર્મિક વહીવટ વિચાર પાંચ ટકા વ્યાજ આપે તો પણ તેને રકમ ન અપાય. કારણ કે તેમના ધંધાકીય સ્તરો મૂળથી જ હલકા છે. યોગ્ય રસ્તેથી ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ કરવી એને પ્રત્યેક શ્રાવકનું પ્રથમ પુણ્યજનક કર્તવ્ય કહેવામાં આવેલ છે. (૪) જે ટ્રસ્ટીનું વેપાર સંબંધિત ખાતું જે બેંકમાં હોય તે બેંકમાં તે ટ્રસ્ટીએ પોતાના ધાર્મિક ટ્રસ્ટનું ખાતું રાખવું નહિ. જો તેમ કરે તો બેંક મેનેજર તે માણસને ધાર્મિક ટ્રસ્ટની રકમ ઉપરની ક્રેડિટ ઉપર ધંધામાં મોટી રકમ આપવા માટે તૈયાર થાય. આમ થાય તો તે ટ્રસ્ટીને ધાર્મિક દ્રવ્યનો લાભ ઉઠાવવાનો દોષ લાગે. આજે ઘણા લોકો માતબર મૂડી ધરાવતાં ટ્રસ્ટોમાં ટ્રસ્ટી થવા માટે દોડી આવે છે તેના કારણમાં આ બાબત મુખ્ય કારણ છે. દેવું ધરાવતા ટ્રસ્ટોમાં કે તિજોરીનું તળિયું દેખાડતા ટ્રસ્ટોમાં ટ્રસ્ટી થવા માટે કેમ કોઈ થતું (૫) સામાન્ય રીતે સૌથી ઉત્કૃષ્ટ પુણ્યબંધનું ખાતું દેવદ્રવ્યનું ખાતું કહેવાય. પરંતુ જો તે ખાતું સદ્ધર હોય અને અન્ય ખાતામાં પૈસાની ખૂબ જરૂર હોય તો તે સિદાતા ખાતામાં દાન કરવું તે જ ઉત્કૃષ્ટ-પુણ્યબંધનું જનક બને છે. બાપાના પગ કળતા ન હોય અને માથું ખૂબ દુઃખતું હોય તો તે વખતે રોજ પગ દબાવીને સૂઈ જવાની ભાવનાવાળા દીકરાએ માથું જ દબાવવું જોઈએ. તેમાં જ તેની સાચી પિતૃભક્તિ રહેલી છે. એટલે મેં પૂર્વે જણાવ્યું છે તેમ જો શુભ (સર્વસાધારણ) કે છેવટે સાધારણ ખાતે રકમનું દાન કરાય તો તે રકમની જે વખતે જે ખાતે જરૂર પડે ત્યાં તે વાપરી શકાય. તીર્થયાત્રાઓ કરવા જનાર લોકોએ આ વાત ધ્યાનમાં રાખીને તે તે સ્થળોના સર્વસાધારણ ખાતે રકમ લખાવવી તે મને ખૂબ ઉચિત લાગે છે. એ પછી બીજા નંબરે ત્યાંના સ્ટાફ બક્ષિસ ફંડમાં સારી રકમ લખાવવી જેથી સ્ટાફના માણસો ગરીબી, મોંઘવારી સામે સુખેથી ટક્કર લઈ શકે. ભંડારાદિની ચોરી વગેરે કરવાની તેમને બુદ્ધિ ન જાગે. (૬) વિદ્વાન વ્યાખ્યાનકાર અને સંયમચુસ્ત મુનિરાજોએ અવસરે દાનધર્મ ઉપર ગૃહસ્થોને એવી જોરદાર દેશના આપવી જોઈએ કે તેથી Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૯ જનરલ સૂચનો તેમની ધનમૂચ્છ એકદમ ઘટી જાય. તેઓ મોટી રકમો વાપરવા તૈયાર થઈ જાય. આવા સમયે તેમને દેવદ્રવ્યનો ખાડો યોગ્ય વ્યાજ સાથે ચૂકતે કરી દેવાની પ્રેરણા કરવી જોઈએ. અશાસ્ત્રીય માર્ગો : (૧) દસ આની દેવદ્રવ્ય. છ આની સાધારણ (૨) સરચાર્જ (૩) કોઈ પ્રિમિયર શો ગોઠવવો વગેરે ત્યજાવી દેવડાવવા જોઈએ. આવા પુણ્યવાન મુનિઓએ વ્યાજની માંડવાળ કરવી ન જોઈએ. જો તેમની દેશના નમૂનું ઝેર નિચોવી શકે તેમ હોય તો તેનો પૂરો લાભ તેમણે ઉઠાવવો જોઈએ. જે સંઘોને આવા પુણ્યવાન સંયમકટ્ટર મહાત્માઓ મળતા નથી તેઓને પૂર્વોક્ત અશાસ્ત્રીય માર્ગો અપનાવવાની સંભાવનાઓ ઊભી થઈ જાય છે. જે જરાય બરોબર નથી. (૭) આજે રિલિજિઅસ (ધાર્મિક) કે ચેરિટેબલ (સાર્વજનિક) ગણાતાં ટ્રસ્ટો અને તેની સંપત્તિ ઉપરથી શ્રી સંઘની માલિકી દૂર કરાઈને ચેરિટી કમિશ્નર (સરકારી માલિક બની ગયેલ છે. તેને પૂછ્યા વિના ટ્રસ્ટીઓ કોઈ વિશિષ્ટ કામગીરી કરી શકતા નથી. ભગવાનના હારને ભગવાનના મુગટમાં ટ્રાન્સફર કરવો હોય તો ય તેની રજા લેવી પડે. એ જ બતાવે છે કે માલિક તે છે; શ્રી સંઘ નહિ. પૂર્વે થયેલા આયર કમિશને પોતાના અહેવાલમાં કહ્યું છે કે “માત્ર પૂજા-વિધિ તમારી; બાકી મૂર્તિ, માળા, મંદિર વગેરે બધું સરકારનું, પૂજાવિધિ તમારી રીતે તમે કરો પણ મૂર્તિ વગેરેમાં અમને પૂછ્યા વિના તમે કશું કરી શકો નહિ.” હેરિટેઝના નામે મુંબઈમાં શાંતિનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર પણ અટકાવવામાં આવ્યો છે. આ કેટલી ભયંકર ઘટના છે ? પરંતુ ઉત્સાહહીન થઈ રહેલા શ્રી જૈનસંઘે નીચી મૂડી રાખીને ખાસ કશો ય પ્રતીકાર કર્યા વિના આ બધું સ્વીકારી લીધું છે. હવે આગળ વધીને દરેક ટ્રસ્ટમાં હરિજનો વગેરેને કુલ ટ્રસ્ટીસંખ્યાના ૧૩ જેટલા ફરજિયાત રાખવાનો તથા દરેક ટ્રસ્ટમાં એક સરકારી સ્તરનો માણસ રાખવાનો કાયદો આવી રહ્યો છે. શ્રી સંઘ પોતાનું ધાર્યું કશું ય કરી ન શકે તે માટે આ સરકારી માણસ ધ્યાન રાખશે. હરિજન વગેરે કક્ષાના ટ્રસ્ટીઓ દરેક મંદિરને સાર્વજનિક બનાવશે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર જો આ પરિસ્થિતિનો-એક બનીને શ્રાવક-સંઘ પ્રતીકાર નહિ કરે તો ધર્મનાં આ સ્થાનોની શાસ્ત્રનીતિની જાળવણી અશક્ય બની જશે. એમ થતાં ધર્મની આરાધનાઓ નબળી પડી જશે,ઘટી જશે. યાવતું બંધ થવા લાગશે. ભારત સરકારનું બંધારણ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાન્તને વરેલું છે. એટલે ભારતીય-પ્રજાને નિધર્મી (નાસ્તિક) બનાવવા તરફ જ તેનું પ્રત્યેક પગલું હોય તે સહજ છે. પણ ધર્મી લોકોએ તેની સામે અવાજ તો ઉઠાવવો જોઈએ ને ? કદાચ એવો સમય આવી લાગે કે જ્યારે મંદિરોની સંપત્તિઓનો સાર્વજનિક કાર્યો-હિંસક, વિલાસજનક વગેરેમાં જ ઉપયોગ કરવાની ફરજ પડાય, અને તે વખતે શ્રી સંઘના અગ્રણી જૈનાચાર્યો સકળ સંઘને આદેશ આપે કે “હવેથી જિન મંદિરના ભંડારોમાં પૈસા નાંખવાનું બંધ કરો. તમામ ઉછામણીઓ બોલવાનું બંધ કરો.” શું આટલી હદે જવું પડશે? ખરેખર તો આજથી જ ગેર-શાસ્ત્રીય બાબતોની સામે સખ્ત અવાજ ઉઠાવવો જોઈએ. આ બધું જોતાં એમ કહેવાનું દિલ થાય છે કે મંદિરોમાં પત્થર અને પ્રતિમા સિવાય કોઈ પણ ચીજ-મૂલ્યવાન આભૂષણો, ચાંદીના ભંડારો, ચાંદીના રથ વગેરે-હવે રાખવા જોઈએ નહિ. મધરાતે ય મંદિર ખુલ્લું રહે. કોઈ ચોર આવે તો તેને કશું ન મળે તેવી સ્થિતિ સર્જાય તે ઇચ્છનીય છે. જો આમ નહિ થાય તો કાં ચોરો, કાં પૂજારી-મુનીમો અથવા છેવટે સરકાર - બધું ખાઈને જ જંપશે તેમ મને લાગે છે. જો નબળા વર્ગોની સત્તાનો ભય આવી જ રહ્યો હોય તો સંપત્તિની જમાવટ ન થવા દેવી તે જ ઉપાય તાત્કાલિક રીતે મને અત્યંત યોગ્ય લાગે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જિનમૂર્તિ અને જિનમંદિર (૧+૨)-પ્રશ્નોત્તરી સવાલ [૧] : જિનપ્રતિમા શેની બને ? કેવડી બનાવાય ? કોણ બનાવે ? જવાબ : રત્નની, હીરાની, પાષાણની, પંચધાતુની યાવતું રેતીની પણ જિનપ્રતિમા બનાવી શકાય. દરેક શ્રાવકે ઉપકારી એવા ભગવંતની પ્રતિમા બનાવવી જોઈએ. જેટલી જેની શક્તિ પહોંચે તેવી બનાવવી જોઈએ. અન્તરીક્ષ પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા રાજા રાવણના દૂતોએ બનાવી હતી. તે નદીની રેતી(વળુ)માંથી બનાવી હતી. ઓછામાં ઓછી એક અંગુલની અને વધીને ઘણી મોટી પણ વિષમ અંગુલની બનાવી શકાય. સવાલ [૨] : આરસ લાવવાની વિધિ શું છે ? જવાબ : ‘પોડશક' ગ્રન્થમાં આ વિધિ જણાવવામાં આવેલ છે. ટૂંકમાં ન્યાયોપાર્જિત દ્રવ્ય વાપરવું, કારીગરોને પ્રસન્ન રાખવા, ખાણના અધિષ્ઠાયકની આજ્ઞા લેવા માટે તપ, પાષણપૂજા વગેરે કરવાં. તે ગામના લોકોને પ્રીતિદાન કરવું વગેરે. ‘નૈગમનયથી” તો એ પત્થર પણ પ્રતિમા જ છે માટે બહુમાનપૂર્વક પાષાણ લાવવો. સવાલ [૩] : પ્રતિમાજી ગળામાંથી ખંડિત થાય તો શું કરવું? જવાબ : ક્રિયાકારકને બોલાવીને તેમાંથી પણ પ્રાણ-પ્રતિષ્ઠાદિ પાછી ખેંચી લેવાની વિધિ કરાવીને તેનું વિધિપૂર્વક નદી કે સમુદ્રના ભરપૂર પાણીમાં વિસર્જન કરવું. પંચધાતુનાં પ્રતિમાજી ઉપર પૂજારીઓ વગેરે જ્યારે જોર જોરથી વાળાÉચી ઘસતા રહે છે ત્યારે તેનાં નાક, કાન વગેરે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ધાર્મિક વહીવટ વિચાર સાવ ઘસાઈને નિર્મળ થઈ જાય છે. આ રીતનાં થએલાં પ્રતિમાજી પૂજનીય રહી શકે નહિ. તેમનું વિધિવત્ વિસર્જન કરવું પડે. આથી જ બને ત્યાં સુધી વાળાકૂંચીનો ઉપયોગ ન કરવો સારો. આરસનાં પ્રતિમાજીને કયાંક તડ પાડવાથી કે ગળા સિવાયના અંગનું ખંડન થવાથી તેનું વિસર્જન કરવાની જરૂર નથી. તે તો ઓપ કે લેપથી પણ સંધાઈ જાય. હા, ગળું ખંડિત થાય તો વિસર્જન કરવું પડે ખરું. એમાંય જો તે પ્રતિમાજી વિશિષ્ટ પ્રભાવવાળાં હોય અથવા એના ઉપર તીર્થરક્ષાદિ કાર્યમાં કોર્ટ વગેરેમાં ઉપયોગી બને એવો સુંદર ઐતિહાસિક લેખ હોય તો તેમનું તે સ્થિતિમાં વિસર્જન નહિ કરતાં લેપ કરાવીને તે અંગ જોડીને અખંડ જેવું કરી દેવું. નવખંડા (ઘોઘા) પાર્શ્વનાથ ભગવાનના નવ જેટલા ટુકડા થએલા છે, જેને લેપ કરવા દ્વારા સાંધવામાં આવેલ છે. દેખાવમાં ખરાબ લાગે તે રીતે ખંડિત થયેલા ભગવાનને સામાન્યતઃ મૂળનાયક તરીકે રાખી શકાય નહિ.la - બીજી વાત કે જો મૂળનાયક ભગવંત પ્રતિષ્ઠિત કર્યા બાદ હાલી ગયા હોય તો વિધિસર મહોત્સવપૂર્વક ફરી પ્રતિષ્ઠા કરાવવી જોઈએ (તે જ પુણ્યાત્માના હાથે), પણ જો તે સિવાયનાં પ્રતિમાજી હાલી ગયાં હોય તો સામાન્ય વિધિથી જ પ્રતિષ્ઠિત કરી દેવાં. સવાલ : [૪] જિનપ્રતિમા પરદેશ લઈ જઈ શકાય ખરી ? જવાબ : અભયકુમારે અનાર્યદેશમાં–રાજકુમાર આર્ટને જિનપ્રતિમા ભેટ મોકલી હતી. આજે પણ જિનપ્રતિમા પરદેશ લઈ જઈ શકાય, પરન્તુ લઈ જવા અંગેની તમામ વિધિ સાચવવી જોઈએ. પરદેશમાં તેની પ્રતિષ્ઠા વિધિ પણ થઈ શકે, (અંજનશલાકા વિધિ તો ભારતમાં જ કોઈ વિશિષ્ટ જૈનાચાર્ય પાસે કરાવવી જોઈએ.) હવે જો પરદેશમાં તે પરમાત્માની નિત્ય પૂજા વગેરે થવાની કાયમી શક્યતા ન જણાતી હોય તો અંજનશલાકા ન કરાવતાં પરદેશ લઈ જઈને માત્ર અઢાર અભિષેક કરાવીને તે પ્રતિમાજીને દર્શન માટે રાખવાં. તેની વાસક્ષેપપૂજા કરવી હોય તો-ગમે ત્યારે થઈ શકે. પણ અષ્ટપ્રકારી પૂજા થઈ શકે નહિ. ખરેખર તો પરદેશમાં જઈને ધન કમાવવા જતાં ઘણો ધર્મ ગુમાવવાનો Page #82 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી હોય છે. સંતાનોનું ભાવી જોખમ ભરપૂર બને છે. એટલે ધર્મપ્રેમીજનોએ તો પરદેશ છોડીને કાયમ માટે સ્વદેશમાં આવીને વસવાટ કરવો જોઈએ. જેથી જિનપૂજાદિ મજેથી થાય, સદ્ગુરુનો યોગ મળે, કલ્યાણ મિત્રોનો સંગ મળે. ૬૩ સ્વદેશ તે સ્વદેશ. પરદેશમાં પરાયાપણું. ગમે ત્યારે ત્યાંની સરકાર પહેરે કપડે તગેડી મૂકવાથી જિનમંદિરો પૂરાં જોખમમાં મુકાઈ જવાનાં. સ્વાલ : [૫] પોતાની પાસેની પ્રતિમાઓ નકરો લઈને કોઈને આપી શકાય ? તેમાં દોષ નથી ? જવાબ : ના.....યોગ્ય નકરો લેવાય તેમાં કોઈ દોષ જણાતો નથી. નકરાની રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવી. ખરેખર તો લેનાર વ્યકિતએ નકરાનો ખ્યાલ કર્યા વિના ખોબા ભરી ભરીને ધન આપીને પ્રતિમાજી લેવાં જોઈએ. કરતાં સંચાલન પ્રતિમાનાં દેરાસરોમાં નવા પ્રતિમાજી ભરાવીને મૂકવા છે કરવી એ જ યોગ્ય નથી શું ? નવાં ભરાવવાથી જૂનાં અપૂજ પડી રહે છે ! જવાબ : ભાઈ ! વ્યક્તિના ભાવો જો નૂતન પ્રતિમાજી માટે ઊછળતા હોય તો તેમ કરતાં તેને રોકી શકાય નહિ. નૂતન જિનબિંબની અંજનશલાકાનો લાભ મળે, તેમનાં પાંચ કલ્યાણકોની ઉજવણી હજારો લોકોને જોવા મળે, તેથી અનેક લોકો સમ્યગ્દર્શનાદિ પામે. નૂતન બિંબ કારીગરોને મોં માગ્યા પૈસા આપીને વિધિવત્ ભરાવાય તો તે બિંબ અત્યન્ત આકર્ષક અને આહ્લાદક બને તે સંભિવત છે. એટલે આ વાતનો આગ્રહપૂર્વક વિરોધ ન થાય. બાકી પ્રાચીન પ્રતિમામાં જે ભૂતકાલીન મહાસંયમી જૈનાચાર્યોના હાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ હોય, તેથી તેના અધિષ્ઠાયક જાગ્રત હોય.....એ બધા લાભો પણ ઓછા નથી. 37 “મૂળશુદ્ધિ પ્રકરણ” શાસ્ત્રમાં કહ્યું છે કે “નવીનવિશ્વષ્ઠરત્ सीदत्परकृतं विम्बपूजनं बहुगुणम् સવાલ છે ઉલ્લાસનો.....જેનો જ્યાં ઉલ્લાસ. પ્રાચીન પ્રતિમાજીઓ અપૂજ રહેતાં હોય તો તે વાતની પણ ઉપેક્ષા ન કરતાં, ધનવાન શ્રાવકોએ માર્ગ કાઢવો જોઈએ. ખેદની વાત Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ધાર્મિક વહીવટ વિચાર તો એ છે કે પ્રાચીન ભવ્ય પ્રતિમાજી પોતાને ત્યાં કદાચ બહુ ન પૂજાતાં હોય છતાં વહીવટદારો તે બીજે આપવા તૈયાર થતા નથી. આવો કડવો અનુભવ થયા પછી નાછૂટકે પણ નવાં પ્રતિમાજી ભરાવવાં જ પડે છે. પ્રાચીન જિનબિંબો ઉપર તે સંઘોની એવી ગાઢ શ્રદ્ધા કે લાગણી સંકળાયેલી હોય છે કે કોઈ માંગે તો ય તે આપતા નથી આવા વખતે શું કરવું ? સવાલ [૭] જિનબિંબોની રક્ષા જોખમી બની છે તેવાં પંજાબ વગેરે સ્થળોથી જિનબિંબોનું સુરક્ષિત સ્થળે મૂકવા માટે ઉત્થાપન ન કરવું જોઈએ ? જવાબ : હા, વિધિવત્ ઉત્થાપન જરૂર કરવું જોઈએ. જ્યાં કયાં ય પણ ગામોમાં જૈનોની વસતિ બિલકુલ રહી ન હોય, પૂજારીને પૂજા સોંપાય તો તે પુષ્કળ અવિધિ-આશાતના કરતો હોય, મંદિરમાં જ જુગાર વગેરેની અઘટિત પ્રવૃત્તિ કરતો હોય ત્યાંથી પણ જિનબિંબોનું ઉત્થાપન કરીને યોગ્ય સ્થળે પધરાવવાં જોઈએ. એવાં ખાલી થયેલાં જિનમંદિરમાં મૂળનાયક ભગવાનના સ્થાને મંગળમૂર્તિ કે ભગવંતનો ફોટો મૂકી રાખવો જોઈએ, જેથી તે મંદિરમાં જૈન લોકો હનુમાનજી વગેરેને બેસાડી દઈને તેનો કબજો ન લઈ લે. દેશ-કાળના પલટા કયારેક એવા થઈ જતા હોય છે કે ફરી તે જ ગામમાં જૈનો વસવાટ કરવા આવે. એવા વખતે તે જિનમંદિરમાં પુનઃપ્રતિષ્ઠા કરી શકાય. પૂર્વવત્ જાહોજલાલી થાય. બીજી બાજુ તે પ્રાચીન સ્થળનું ભરપૂર ઐતિહાસિક મહત્ત્વ હોય, રાજકીય મહત્વ હોય તો ઉત્થાપન · ન કરતાં પૂજા વગેરેની યોગ્ય વ્યવસ્થા કરાવવી જોઈએ. સવાલ : [૮] સ્વપ્નદ્રવ્યની આવક દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ-એ વાતને શાસ્ત્રીય આધાર શું ? જવાબ: સ્વપ્ન-ઉછામણી છેલ્લાં કેટલાક સૈકાથી જ ચાલુ થઈ હોવાથી તેના માટે કોઈ શાસ્ત્રપાઠ હોઈ ન શકે, તેમ છતાં “પરમ્પરાનુસાર તથા જે ઉછામણી ‘દેવ’ના નિમિત્તે થાય તે દેવદ્રવ્ય કહેવાય.” આ શાસ્ત્રનિયમ છે. તીર્થંકદેવની માતાઓને જે સ્પષ્ટ ચૌદ સ્વપ્નો આવે છે તે તીર્થંકરદેવના નિમિત્તથી આવે છે. આથી સ્વપ્નની ઉછામણી દેવદ્રવ્ય બને. Page #84 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાં ક્યા સ્વરૂપનું દેવદ્રવ્ય બને ? એ સવાલનો જવાબ વિ.સં. ૨૦૪૪ની સાલના સંમેલનીય ગીતાર્થ જૈનાચાર્યોએ સર્વાનુમતે એવો આપ્યો છે કે તે કલ્પિત-દેવદ્રવ્ય બને. પૂર્વના કાળમાં આ ઉછામણી હતી નહિ, પરન્તુ છેલ્લા બે સૈકામાં આ પ્રથા શરૂ થઈ ‘સંબોધ પ્રકરણ ગ્રન્થમાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે “જિનભક્તિ નિમિત્તે આચરણા દ્વારા પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય કહેવાય.” તે રકમનો ઉપયોગ ઉપર્યુક્ત બાબતોમાં થાય તથા જીર્ણોદ્ધારાદિમાં પણ થાય. આ વાતને મહાગીતાર્થ જૈનાચાર્યો પૂ. પાદ શ્રીમદ્ સાગરાનન્દસૂરીશ્વરજી મ.સા. (સુરત આગમ મંદિરનું-બંધારણ જુઓ), અમારા - તરણતારણહાર ગુરુદેવ સ્વ. પૂ. પાદ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ (વિ.સં. ૨૦૦૭ની સાલમાં તેમના દ્વારા આ અંગે તૈયાર કરાએલું લખાણ જુઓ.), પૂ. પાદ શ્રીમદ્ રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.(તેમના પ્રશ્નોત્તર વાંચો) ziulat SALUS. VUdpradhan.com આ કલ્પિત દેવદ્રવ્યનું બીજું નામ “જિન-ભક્તિ સાધારણ” પણ કહી શકાય. ના.....આ રકમનો ઉપયોગ સાત ક્ષેત્રના સાધારણમાં કદી ન થઈ શકે. આ એક વ્યવસ્થા છે. હવે કોઈ પુણ્યવાન વ્યક્તિ બાર માસનાં કેસરાદિ પોતે જ આપી દે, અથવા પૂજારી વગેરેને પગાર પોતે (સ્વદ્રવ્ય) આપે તો તે અતિ ઉત્તમ કહેવાય. આમાં તે વ્યક્તિને ધનપૂર્ણા ઉતારવાનો વિશિષ્ટ લાભ મળે. તેનો વર્ધમાન ભાવોલ્લાસ વિપુલ પુણ્યબંધનું કારણ બને. ઘણે ઠેકાણે બાર માસના કેસરાદિના ચડાવા બોલાય છે. આ રકમને ‘પૂજા દેવદ્રવ્ય’ કહેવી જોઈએ. આ પદ્ધતિ ખૂબ સારી છે. જો કે પૂર્વના કાળમાં ગુરખા હતા. પણ પૂજારી ક્વચિત જ હતા. આજે તો ગુખાની ફરજ પણ મોટાભાગે પૂજારીઓ જ બજાવે છે. પૂજા અંગે તો શ્રાવકો જ તેનું બધું કામ જાતે કરી લેતા. શ્રાવિકાઓ કાજો કાઢવાથી માંડીને અંગલૂછણા, વાટકીઓ સાફ કરવા સુધીનું, આરતી તૈયાર કરવાનું, રૂની દિવેટો બનાવવાનું તમામ કામ કરી લેતી. આજે આવું કામ કરવાની અનુકૂળતા શ્રાવક વર્ગમાં બહુધા જોવા ધા.વ.-૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર મળતી નથી. આ કામો માટે શ્રાવકોએ પૂજારી રાખવાનું શરૂ કરેલ છે. ભગવાનને લગતી બધી જ ક્રિયાઓ જાતે કરવાથી આશાતનાનું નિવારણ થાય અને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાન થાય, માટે ખરેખર તો શ્રાવકોએ આ બધાં કાર્યો જાતે કરવાં જોઈએ. સવાલ : [૯] દેવદ્રવ્યનો પગાર લેતા પૂજારી પાસે સાધુ-સાધ્વીનું કામ કરાવાય ? ટ્રસ્ટીઓ પોતાનાં શાકભાજી આદિ લાવવાનાં કામ કરાવી શકે ? જવાબ : કદાપિ નહિ. ઘણો મોટો દોષ લાગે. આ દોષમાંથી ઊગરવા પૂજારીને જે પગાર અપાય તેના પચાસ ટકા ચોખ્ખા સાધારણ-નો પગાર આપવો. આથી સાધુ-સાધ્વીને દેવદ્રવ્ય સંબંધિત દોષ લાગે નહિ. પણ આમ કરાય તો ય ગૃહસ્થો-ટ્રસ્ટી વગેરે- તેની પાસે પોતાનાં કામ તો ન જ કરાવી શકે. સાધારણનું દ્રવ્ય તે ધર્માદા-દ્રવ્ય છે. તેનો ઉપયોગ શેઠીઆ લોકો શી રીતે કરી શકે ? " સવાલ : [૧૦] પૂજારીઓ અને મુનીમો દેરાસરના ‘દાદા” બની જતા હોય તેવું વાતાવરણ સર્જાતું જાય છે. આ બાબતમાં શું કરવું? જવાબ : આ વાત મહદંશે સાચી છે. હમણાં જ એક સ્થળે ટ્રસ્ટીએ પૂજારીની ગેરવર્તણૂક બદલ ઠપકો આપ્યો તો તે એટલો બધો ક્રોધે ભરાયો કે આરતિ માટે સાંજે મંદિર ખોલીને તેણે એક જિનપ્રતિમા ઉપર ધોકો મારીને તેના ટુકડા કરી નાંખ્યા. બીજે સ્થળે આ જ રીતે ક્રોધે ભરાએલા પૂજારીએ દેરાસરમાં ઝાડો પેશાબ કરી નાંખ્યાં. અન્યત્ર આવી સ્થિતિમાં ગામના બધા પૂજારીઓ હડતાલ ઉપર ઊતર્યા, જેમાં છેવટે ટ્રસ્ટીઓને જ નમતું જોખવું પડ્યું. પૂજારીઓનાં યુનિયન બનવા લાગ્યાં છે. યુનિયનવાળાઓ ગામેગામ પૂજારીઓને યુનિયનમાં જોડે છે. તેમની પાસે ટ્રસ્ટીઓ સમક્ષ ઊંચા પગાર, “ આઠ કલાકનું જ કામ વગેરે માંગણીઓ મુકાવે છે. તેમને હડતાળ ઉપર ઉતારે છે. આ રીતે ઘણું તોફાન કરાવે છે. જ્યારે યુનિયનોનો સાથ મળે ત્યારે પૂજારીઓ અને મુનીમો દાદા કેમ ન બને ? આ બધી સ્થિતિમાંથી મુક્તિ મેળવવી હોય તો પૂજારીઓના અથવા જીવન-નિર્વાહમાં તકલીફ ન પડે તે રીતે પગાર ધોરણ ઊંચા કરી દેવાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જોઈએ. તેમને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઈટીનો લાભ, બોનસ તથા વાર્ષિક અમુક રજાઓ વગેરે તમામ લાભો-કામદારવર્ગને મળતા હોય તે-આપી દેવા જોઈએ. જો માણસને આ રીતે ડાબર સાચવી લેવાય, તેના ઘરના લગ્નાદિના વ્યાવહારિક પ્રસંગો અને માંદગી વગેરેના સમયમાં તેના પ્રત્યે મોટું ઔદાર્ય દાખવાય તો ચોરી કરવાથી માંડીને તોફાનો કરવાની વૃત્તિ તેને પ્રાય: નહિ જાગે. યુનિયનવાળા લાખ મહેનત કરીને પણ તેને ઉશ્કેરી શકશે નહિ. આવું ઔદાર્ય દેખાડાશે અને કાયદેસર રીતે તેમને મળતા લાભો જો બરોબર અપાશે તો કદી કોઈ વાંધો આવશે નહિ. બાકી ટૂંકા પગાર, વાતે વાતે અપમાન, વધુ પડતો કામબોજ જો રહેશે તો પૂજારી માત્ર આશાતનાઓ જ નહિ કરે, પણ દાદા બનશે, ચોર બનશે, લૂંટારુ બનશે......શું નહિ બને તે સવાલ થશે. / જો પૂર્વની જેમ જાતે જ બધું કામ કરી લેવાની-શ્રાવક-શ્રાવિકાઓનીવ્યવસ્થા જીવંત કરી દેવાય તો આમાંનો કોઈ સવાલ ઊભો નહિ થાય. સવાલ:[૧૧]દેરાસરના ભંડારના ચોખા, બદામ વગેરે પૂજારીને . આપવાં જ જોઈએ ? જવાબ : ના....જો તેને પૂરતો પગાર અપાતો હોય, આંગી કરે ત્યારે વિશેષ ભેટ પણ અપાતી હોય તો ચોખા, બદામ વેચીને તેની આવક દેવદ્રવ્ય ખાતે જમા કરવી જોઈએ. પણ જો પગાર પેટે તે બધું આપીને રોકડ પગાર ઓછો અપાતો હોય, પરંપરાગત રીતે પૂજારીનો તે બધી વસ્તુ ઉપર હક્ક ચાલી આવતો હોય તો તે વસ્તુઓ તેને આપી દેવી પડે. આ તેની ભાવનાનો સવાલ છે. હક્કની વાત છે, એટલે એવા સ્થળે દેવદ્રવ્યની આવક કરવાનો પ્રશ્ન ગૌણ બનાવવો પડે. કેટલાક કહે છે કે જો આ રીતે ફળાદિ પૂજારીને આપવાનાં થતાં હોય તો ફળ મૂકનાર ભક્ત તે ફળની જે બજાર કિંમત હોય તેટલા રૂપિયા ભંડારમાં નાંખી દેવા. અર્થાત્ બે રૂપિયાનું ફળ મૂકવું અને બે રૂ. દેવદ્રવ્યના ભંડારમાં નાંખવા. આ વાત ઇચ્છનીય નથી. કેમકે જો આ રીતે ડબ્બલ રકમ વાપરવાની આવે તો મધ્યમ વર્ગના ઘણા લોકો ફળ મૂકવાનું બંધ કરી દે. વળી, ફળ મૂકયા વિના-ફળની જગાએ બે રૂ. મૂકી દેવાની વાત Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ધાર્મિક વહીવટ વિચાર પણ બરોબર જણાતી નથી. ફળ મૂકવા દ્વારા જે ભાવોલ્લાસ જાગે છે. તે રૂપિયા મૂકીને જગાડી શકતો નથી. વળી ફળપૂજા ઊડી જાય. બધી વાતો રૂપિયા-આના-પાઈમાં મૂલવવી તે યોગ્ય લાગતું નથી. સવાલ : [૧૨] દેરાસરજીમાં ચડેલાં ફળ-નૈવેદ્યનું શું કરવું જોઈએ? જવાબ : જો તેની ઉપર પરંપરાગત રીતે પૂજારીનો હક્ક ચાલ્યો આવતો ન હોય તો તે વેચીને રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરવી. કેટલીક વાર આ વસ્તુઓ પૂજારી સહિત અન્ય અજૈનોને પણ આપવી પડે. ક્યારેક તીર્થરક્ષાદિ માટે અજૈન કોમની પણ જરૂર પડે. એવા સમયે આ વસ્તુઓ પ્રસાદરૂપે તેમને અપાય : મોટા મહોત્સવમાં ઘણાં ફળાદિ મળે અને તે બધું તે કોમના લોકોને અપાય-તો તેઓ પ્રસન્ન રહે અને કદાચ સદા માટે એવું અભયવચન જૈનસંઘને આપે કે- “આરામથી ઊંઘજો. તમારું મંદિર હવે અમારું મંદિર. એને ઊની આંચ ન આવે તેની તમામ જવાબદારી અમારી.” - ફળને વેચીને દેવદ્રવ્યની રકમ મળે તે કરતાં આ અભયવચનની કિંમત ઘણી મોટી છે. ફળાદિને વેચવાથી કદાચ બાર મહિને પાંચ-પચીસ હજાર રૂપિયાની આવક થાય, પણ બીજી બાજુ ચોરી થાય અને લાખોના દાગીના જાય તો સરવાળે ઘણું મોટું નુકસાન થાય. સવાલ : [૧૩] દેરાસરમાં ચડેલી બદામ વગેરે વેચ્યા બાદ તે જ બદામ તે દુકાનેથી વેચાતી લઈને (અજાણપણે) દેરાસરમાં મુકાય તો દોષ ન લાગે ? જવાબ : અજાણપણામાં આમ થતું હોય તો દોષ લાગવાનો સંભવ નથી. વળી બદામ ચડાવતાં ભાવોલ્લાસ વધે તો ગુણ વધારે થાય. પરન્તુ આવું ન બને તે માટે આવાં ચડેલાં દ્રવ્યો, દૂરનાં નગરોમાંઅજૈનોની વસ્તી વચ્ચેની દુકાનોમાં વેચવાં જોઈએ. શક્ય એટલી કાળજી કરવી એ આપણો ધર્મ....પછી છેવટે તો ભવિતવ્યતા બળવાન છે.. સવાલ :[૧૪] જેની આર્થિક સ્થિતિ સારી ન હોય તે દેરાસરનાં કેસરાદિથી પૂજા કરી શકે ? જવાબ: હા, તે શ્રાવકોના જીવનમાં સમ્યકત્વની કરણીના સ્થિરીકરણ Page #88 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી માટે દેરાસરનાં તે કેસરાદિની વ્યવસ્થા સ્થાનિક જૈનો તથા બહારગામથી આવેલ પૂજાની સામગ્રી વિનાના જૈનો વગેરે માટે જ હોય છે. કલ્પિત-દેવદ્રવ્યનું કે જિનભક્તિ-સાધારણનું એ માટેનું દ્રવ્ય છે, જે આ ઉપયોગમાં લેવાય છે. એટલે દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી પૂજા કરવી જ ન જોઈએ અથવા તેવી પૂજા કરવાથી પાપ બંધાય-તેવું કહી શકાય નહિ. આમાં પરિસ્થિતિ કારણ છે. અથવા ધન-મૂર્છા પણ કારણ બની શકે છે. આવી ધર્મની ક્રિયા કરનાર પાપ બાંધે એવું બોલવું યોગ્ય નથી. હા, ધનમૂર્ચ્યા ઉતારીને ધનવાન શ્રાવક સ્વદ્રવ્યથી પૂજા કરે તો તે વિશિષ્ટ પુણ્ય બાંધે, તેમાં તેનો ભાવોલ્લાસ વધે, એનો પણ એને બહુ મોટો લાભ મળે. એવું તો ન કહેવાય કે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરનાર લોકો પાપ બાંધે. એવો પણ એકાન્તે આગ્રહ ન રખાય કે સ્વદ્રવ્યથી * જ પૂજા કરવી જોઈએ. પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરનારને પણ સમ્યક્ત્વની મ શિખરજી વગેરેની તીર્થયાત્રા, ઉપધાન-તપ, છ'રી પાલિત સંઘ વગેરેની પાછળ કેટલાક શ્રીમંતો સ્વદ્રવ્ય લગાડે છે, તેમાં જે સેંકડો ધર્મીજનો જોડાય છે તેમને તો પરદ્રવ્યથી જ ધર્મ કરવાનો થાય છે. તો શું હવે આ પરદ્રવ્યની તીર્થયાત્રાદિ કરવાથી પાપ બંધાય ? શું એ યાત્રિકોનો ભાવોલ્લાસ એમને સમ્યગ્દર્શન વગેરેની ભેટ કરી શકે જ નહિ ? સ્વદ્રવ્યથી જ ધર્મ કરવાની જેઓ વાતો કરે છે તેઓ આવાં યાત્રાદિ ધર્મકાર્યોનાં આયોજનની પ્રેરણા વગેરે કેમ કરે છે ? અલબત્ત બધે જ વિવેકથી વર્તવું જોઈએ. ૬૯ શેઠની સ્વદ્રવ્યની રસોઈ, જો શેઠનો નોકર ભારે ભાવોલ્લાસથી મુનિને વહોરાવે તો તે પુણ્ય બાંધે કે નહિ ?.હરણ, બળદેવ અને રથકારનું દૃષ્ટાન્ત અહીં વિચારવું જોઈએ. સ્વદ્રવ્યથી એક સો રૂપિયા ની જ આંગી થઈ શકે તેવી એક માણસની આર્થિક સ્થિતિ હોય તો શું પૂજા-દેવદ્રવ્યની કે કલ્પિત-દ્રવ્યની તેમાં ઉમેરીને રકમ બે હજાર રૂપિયા ની આંગી કરી શકાય જ નહિ ? એથી દોષ લાગે? બેશક વ્યક્તિગત મનમાની રીતે એમ ન થઈ શકે પરન્તુ શ્રી સંઘ જરૂર એ રીતે દેવદ્રવ્યનો યોગ્ય સદુપયોગ કરી શકે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૫] તીર્થરક્ષાના કાર્યમાં દેવદ્રવ્યની રકમ વપરાય ખરી? જવાબ : હા. તીર્થરક્ષા એ એક પ્રકારની દેવપૂજા છે માટે જરૂર વપરાય. એટલું ખ્યાલમાં રાખવું કે આ રકમ અજૈન વકીલો વગેરેને અપાય. તીર્થરક્ષાના પ્રચાર માટેનાં સાહિત્યનો ખર્ચ પણ દેવદ્રવ્યમાંથી જરૂર પડે તો કરી શકાય. જો કે સાહિત્ય માટે આજે તો જોઈએ એટલી જ્ઞાનખાતાની રકમ પણ મળી શકે છે. સવાલ :[૧૬] હાલમાં દેરાસરનાં આભૂષણાદિની ખૂબ ચોરીઓ થાય છે. તો શું કરવું ? જવાબ : જો ચોરી જડબેસલાક અટકાવી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તો પહેલો નંબર, નહિ તો જો કે આભૂષણ-પૂજા બંધ કરાય નહિ, પરંતુ નાછુટકે (શત્રુંજયની યાત્રા એક વાર શ્રી સંઘને બંધ કરવાની ફરજ પડી હતી તેમ) આભૂષણો બનાવવાનું બંધ રાખવું. આભૂષણોની ભેગા ભગવાન (પંચધાતુના) પણ સોનાના સમજીને ચોરાઈ જાય, પછી ગળાઈ જાય એ કેવી ધાર આશાતના છે ! દિવસે દિવસે રી, લૂંટફાટ વધવાનાં, પોલીસોનું સંરક્ષણ નહિ મળવાનું. આ સ્થિતિમાં દેરાસર મધરાતે પણ જો ખુલ્લું હોય તો ચોર કશું ય તેમાંથી મેળવી શકે નહિ તેવી સ્થિતિમાં દેરાસર રાખવું. કાશ ! આ બધી વાતો ઠેર ઠેર સમજાવવા છતાં શ્રીસંઘોનો આભૂષણ મોહ ઘટતો નથી. ચાલી આવતી ઘરેડમાંથી વહીવટદારો બહાર નીકળી શકતા નથી ! આભૂષણો નહિ ચોરાય તો ય છેવટે ભારત સરકાર એ બધું કાયદાની કલમના ઘોદે કબજે કરી લેશે તો ? આ ય મોટી બલા જ છે ને ? સવાલ : [૧૭] શું ગરીબ લોકોના કલ્યાણ માટે દેવદ્રવ્યની જંગી સંપત્તિ વાપરવી ન જોઈએ ? જવાબ : આજની ગરીબી, બેકારી, બીમારી અને મોંઘવારી કૃત્રિમ છે : માનવસર્જિત છે. માટે જ તેનું આભ ફાટયું છે. અબજો રૂપિયાથી પણ આ આભને થીગડું પણ લાગી શકે તેમ નથી. બીજી વાત એ છે કે ધર્મક્ષેત્રમાં જે ઉદેશની જે રકમ હોય તે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી અન્ય ઉદેશમાં વાપરી શકાય નહિ. કસ્તૂરબા ફંડની રકમ ગાંધીજીએ બંગાળના દુષ્કાળમાં રાહત માટે વાપરવાની મનાઈ કરીને તે માટે અલગ મોટું ફંડ કરી આપ્યું હતું. અન્ય ઉદેશમાં રકમ વાપરવાથી દાતાનો વિશ્વાસઘાત થાય છે. દેવદ્રવ્યના ખાતા પાસે માત્ર ૨૦-૨૫ ક્રોડ કે ૫૦ ક્રોડ છે. જૈન શ્રીમંતોની પાસે અબજો રૂપિયા છે. મુંબઈમાં જ ૧૦૦-૧૦૦ ક્રોડ રૂપિયા ના માલિક જૈનો સો થી વધુ છે. માનવતાનાં કાર્યોમાં આ શ્રીમંતો જ ભરપૂર ઔદાર્ય શા માટે ન દાખવે ? એમની પણ નજર દેવદ્રવ્ય ઉપર કેમ પડે છે ? વળી ભારતમાં એવાં હજારો દેરાસરો છે જેના જીર્ણોદ્ધાર માટે હાલની દેવદ્રવ્યની પ૦ ક્રોડની રકમ ધૂળની ચપટી જેટલી છે. દેવદ્રવ્યના ખાતાની રકમ સૌ પ્રથમ તો જીર્ણોદ્ધારમાં જ વાપરવી જોઈએ ને ? // કેટલાક ટ્રસ્ટીઓ પોતાના ટ્રસ્ટની દેવદ્રવ્ય ખાતાની લાખોની રકમ ઉપર મોહબ્ધ બન્યા છે. જરૂર છતાં તે તે દેરાસરોના જીર્ણોદ્ધારમાં વાપરતા નથી. આથી જ સહુની નજરે ચડી ગઈ છે તે દેવદ્રવ્યની રકમ. ગરીબોની વહારે દોડી જવાની વાત કરનારાઓ આ બુદ્ધિજીવી અને સ્વાર્થી વર્ગમાં પૂજાતા હોય છે. એવું જાણીને કેટલાક લોકો આવી વાતો ચીપી ચીપીને કરતા હોય છે. બાકી એમના કાંડાના ઘડિઓળનો હીરાજડિત પટ્ટો પણ માનવતાના કાર્યમાં દાનરૂપે આપી દેવા તેઓ લગીરે તૈયાર હોતા નથી. સવાલ : [૧૮] અનીતિના ધનથી બનતાં જિનમંદિરોમાં તેજ આવે ખરું ? જવાબ : સાવ, ન જ આવે એમ તો ન કહેવાય. શાસ્ત્રકારોએ કોઈ પણ ધાર્મિક કાર્યમાં નીતિના ધનનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો પણ સબૂર ! હાલ નીતિ કોને કહેવી ? એ લાખ ડોલરનો સવાલ છે. જેને કાળો બજાર કહેવામાં આવે છે તેનું ધન શું અનીતિનું ગણવું જોઈએ ? જે ઇન્કમટેક્સની ચોરી કહેવામાં આવે છે તેને ખરેખર ચોરીનું ધન કહેવાય ? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધાર્મિક વહીવટ વિચાર આ વિષય ખૂબ વિચાર માંગી લે છે. સવાલ :[૧૯]દેરાસર બાંધવા માટે લેવાની જમીન સાધારણમાંથી લેવી ? કે દેવદ્રવ્યમાંથી ? જવાબ : જેટલી જમીન ઉપર દેરાસરજીનું બાંધકામ થવાનું હોય તેટલી જમીનની ખરીદી દેવદ્રવ્યમાંથી થઈ શકે. બાકીની કમ્પાઉન્ડ વગેરે સ્વરૂપ જમીન સાધારણમાંથી જ ખરીદવી જોઈએ. કેમ કે ત્યાં બાંકડા નાંખીને ગૃહસ્થો વિશ્રામ વગેરે કરે, બગીચો બનાવાય તો તેનાં ફળ ગૃહસ્થો લઈ જાય તો તે બધું દેવદ્રવ્યની જમીનમાં કરી શકાય નહિ. સવાલ : [૨૦] અંખડ દીવો શાસ્ત્રીય છે ? તેનો નિભાવ દેવદ્રવ્યમાંથી થઈ શકે ? જવાબ : અખંડ દીવાનું વિશેષ વિધાન નથી. ધર્મજનો મંગલ માટે સામાન્યતઃ આ દીવો રાખતા હોય છે. એટલે જો તે રાખવો જ હોય તો તેનો નિભાવ સ્વતંત્ર ફંડ કરીને કે તેની ઉછામણીથી કરાય તો વધુ સારું રહેશે. સવાલ : [૨૧] દેવદ્રવ્યની રકમ બીજા કોઈ ધાર્મિક ખાતે લેવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું ઉચિત ગણાય ? જવાબ : આમ કરવું ઉચિત નથી. કેમકે એ રકમની સલામતીની ખાતરી શું ? સંઘમાં તેના વહીવટદારો બદલાય, અથવા તેમનામાં ઝગડા પડી જાય, નવા વહીવટદારો સુધારાવાદી વિચારોના હોય તો રકમની ચુકવણી પૂરા વ્યાજ સાથે ન થવાની શક્યતા છે. આમ થાય તો આખા સંઘના માથે ભાર આવી જાય. એટલે જ્યારે ઉપાશ્રય વગેરે બાંધવા આદિનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે દેવદ્રવ્યની રકમ વ્યાજે ન લેતાં ગામના સુખી ગૃહસ્થો પાસેથી વગર વ્યાજની પાંચ વર્ષની લોન લેવી. પાંચ વર્ષમાં તે રકમ વહીવટદારોએ તેમને પરત કરવી. ઉપાશ્રયાદિ તૈયાર થતાં મકાન ઉપર, હોલમાં, રૂમોમાં નામકરણની યોજના વગેરે કરીને રકમ એકઠી કરીને પેલી લોન દરેકને પરત કરી દેવી. જ્યારે આવી વાત કરાય છે ત્યારે સામાન્યતઃ સુખી ગૃહસ્થો લોન આપવા માટે ઉત્સાહ ધરાવતા નથી. કેમકે તેમને રકમ પરત મળવા બાબતમાં શંકા રહે છે. કાશ ! તો પછી દેવદ્રવ્યની ઉપાડેલી રકમ પરત Page #92 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૭૩ મળવા અંગે પણ શું શંકા ન રહે ? શા માટે તે જોખમ લેવું જોઈએ. બાકી જો રકમની પૂરી સલામતીની ખાતરી હોય તો બેંકમાં દેવદ્રવ્યની રકમ મૂકીને હિંસક કાર્યો(ઉદ્યોગો, માછીમારી વગેરે)માં તેનો ઉપયોગ કરવા દેવો તે કરતાં ઉપાશ્રયાદિમાં બેંકથી પણ વધુ વ્યાજ આપીને રોકાણ કરવું એ ઠીક જ લાગે છે. " પરન્તુ લાખ રૂપિયાનો સવાલ તે રકમની સલામતીનો હોવાથી આ સાહસ ઇચ્છનીય નથી. સવાલ :[૨૨] આરતીમાં કે ખાત્રપૂજામાં (બત્રીસ કોઠી વખતે) મુકાતાં નાણાં કોને મળે ? દેવદ્રવ્યને ? પૂજારીને ? જવાબ : જો તે રીતનો પરંપરાગત લાગો નક્કી થયો હોય તો પૂજારીને, અન્યથા દેવદ્રવ્યને. નવા સ્થપાતા સંઘોમાં દેવદ્રવ્યમાં જ લઈ જવા, તેવો લાગો રાખવો નહિ. // સવાલ : [૨૩] ઘરદેરાસરમાં પ્રતિમાજી કેવાં અને વધુમાં વધુ કેટલા ઇચનાં હોઈ શકે ? જવાબ : ઘરની અંદર જો દેરાસર હોય તો તેમાં પંચધાતુનાઅગીઆર ઈચ સુધીના પ્રતિમાજી રાખી શકાય. પણ પાષાણના રાખી શકાય નહિ. ઘરથી છૂટું-કમ્પાઉન્ડ વગેરેમાં સંઘ માટેનું સંઘદેરાસર કરાય તો તેમાં એકી આંકડાનાં પાષાણનાં પણ પ્રતિમાજી રાખી શકાય. કેટલાક કહે છે કે ઘરની અંદર આવેલા ઘરદેરાસરમાં પણ ૧૧ ઇંચ સુધીનાં પાષાણના પ્રતિમાજી રાખી શકાય. આવું કોઈક ઠેકાણે જોવા મળે છે પણ ખરું. કયાંક તો ઘરની અંદર આવેલા ઘરદેરાસરમાં ૧૧ ઇચથી મોટાં-ઘણાં મોટાં-૩૧ ઇચવાળા પણ પાષાણના ભગવાન જોવા મળ્યા છે. (અમદાવાદમાં) પણ તે આપવાદિક જાણવું. * સવાલ : [૨૪] ઘરદેરાસરની ભંડારાદિની આવક ઘરદેરાસરની સામગ્રી લાવવામાં વાપરી શકાય ? જવાબ : ના. જરાય નહિ. સ્વદ્રવ્યથી લાવવી જોઈએ. ભંડારાદિની આવક જ્યાં શાસ્ત્રાજ્ઞા મુજબ વહીવટ થતો હોય તેમ જ દેવદ્રવ્યની સંગ્રહવૃત્તિ ન હોય તેવા સંઘદેરાસરમાં જ જમા કરાવવી જોઈએ. સવાલ : [૨૫] ઘરદેરાસરના ચોખા, બદામાદિનું શું કરવું ? Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધાર્મિક વહીવટ વિચાર જવાબ : કાં વેચીને સંઘદેરાસરમાં તે રકમ જમા કરાવવી અથવા ચોખા વગેરે સંઘદેરાસરમાં મોકલી આપવા. એ જ ચડી ગએલા ચોખા બદામથી કે બદામના વેચાણથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી સંઘદેરાસરમાં ઘરનો માલિક અક્ષત-પુષ્પાદિ કોઈ પણ પ્રકારની પૂજા કરી શકે નહિ. એમ કરે તો લોકોનો જુઠો યશ મળે કે વાહ ! ભાઈ કેવા ઉદાર છે કે ઘરદેરાસરે અક્ષતપૂજાદિ કર્યા બાદ ફરી મોટા દેરાસરે પણ નવા અક્ષતાદિથી પૂજા કરે છે. આમ કરે તો આ જૂઠો જશ મળવાનો દોષ લાગે તેમ ‘દ્રવ્યસપ્તતિકા' ગ્રન્થમાં કહ્યું છે. અહીં દેવદ્રવ્યના ભક્ષણનો તેને દોષ લાગે તેવું કહ્યું નથી. સવાલ : [૨૬] દેવદ્રવ્યની ઉછામણી ઉપર થોડોક સરચાર્જ નંખાય અને તે રકમ સાધારણ ખાતે લઈ જવાય તો સાધારણ ખાતાનો તોટો બધેથી નીકળી ન જાય ? / જવાબ : બેંકમાં મૂકેલી દેવદ્રવ્યની રકમ ઉપર મળતું વ્યાજ જેમ સાધારણ ખાતે લઈ જવાય નહિ, તેમ દેવદ્રવ્યની ઉપર નંખાતો સરચાર્જ પણ સાધારણ ખાતે લઈ જવાય નહિ. જે માણસો ઉછામણી બોલે છે તેઓ અમુક રકમ વાપરવાનો મનમાં સંકલ્પ કરતા હોય છે. દા.ત. તે એક હજાર રૂપિયા વાપરવા માંગતો હશે તો ચાર રૂપિયા મણ ઘીનો ભાવ હોય તો અઢીસો મણ ઘી સુધી તે બોલશે. આમ તેના એક હજાર રૂપિયા દેવદ્રવ્યમાં જશે. હવે જો તે ચાર રૂપિયા ઉપર એક રૂપિયો સરચાર્જ નંખાશે તો તે મણનો ભાવ પાંચ રૂપિયા ગણીને બસો મણ ઘી બોલશે. આમ થતાં દેવદ્રવ્યમાં તેના આઠસો રૂપિયા જમા થશે. આમાં બસો રૂપિયા નું દેવદ્રવ્યને નુકસાન થાય છે. એટલે સરચાર્જ નાંખી શકાય નહિ. ખરી વાત એ છે કે સરચાર્જ, પ્રિમિઅર શો, વગેરે દ્વારા સાધારણમાં કે ઉપાશ્રયાદિમાં રકમ ભેગી કરનારા સંઘમાં જે ધનવાન માણસો છે તેમના ઔદાર્યમાં ઘણી ઓછાશ છે, એ વાત નક્કી થાય છે. આ માટે જો પુણ્યવાન વ્યાખ્યાનકારો ધનમૂચ્છ ઉતારી નાંખતી વાણી બરોબર વહાવે તો ધનનો એવડો મોટો ઢગલો થઈ જાય કે સરચાર્જ વગેરે માર્ગોનો આશ્રય વહીવટદારોને લેવો પડે નહિ, વળી વિશિષ્ટ વ્યાખ્યાનકાર મુનિઓએ સાધારણ ખાતાના તોટાવાળાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી સ્થળોમાં સાધારણના ફંડની યોજના પ્રધાનપણે મૂકીને તેમાં જ માતબર રકમ થઈ જાય તેવો ઉપદેશ દેવો જોઈએ. જો તેવે વખતે પણ દેવદ્રવ્યના મહિમાને મુખ્યતા આપીને સાધારણખાતાની ઉપેક્ષા કરવાનું સમજાવાશે તો પરિસ્થિતિ એવી આવશે કે સાધારણમાં સદા ખાડો રહેતાં દેવદ્રવ્યમાં હવાલો નાંખીને દેવદ્રવ્યના ભક્ષણનું કારમું પાપ ચાલુ રહેશે. વ્યાજ પણ ભરવાની જ્યાં તાકાત ન હોય તે સંઘ મૂડી તો શી રીતે પરત કરશે ? આના કરતાં સાધારણ ખાતાની આવકના રસ્તાઓ ઉપર જોર આપવું તે જ બરોબર ગણાય. સવાલ : [૨૭] દેવદ્રવ્યની રકમ સાધારણાદિ ખાતે વપરાઈ ગઈ હોય તો શું કરવું ? જવાબ : વહેલી તકે પૂરા વ્યાજ સાથે તે રકમ તે ખાતાને પરત કરવી જ જોઈએ. દેવદ્રવ્યના કોઈ પણ પ્રકારના ભક્ષણને અતિ ભયાનક કક્ષાનું પાપ કહેવામાં આવ્યું છે. આમાં તો સંકાશ શ્રાવક અનંત સંસારી સાવક અનત સંસારી બની ગયો. દેરાસરના સુગંધીદાર દેવ-નિર્મિત સાથિયાના ચોખા શુભંકર શેઠે ખીર બનાવવા ઉપાડી લીધા. તેની સામે પોતાના વાટવાના ત્રણ ગણા ચોખા તેણે ભંડાર ઉપર મૂકયા. પણ તો ય તે શુદ્ધ ન થયો. તે ચોખાની ખીર ખાવાના કારણે શુભંકર શેઠ ધંધાથી પૂરો બરબાદ થયો. તે ખીર જે સાધુને તેણે વહોરાવી તે સાધુ સંયમજીવનથી શિથિલ થયો. પછી ગુરુએ વમન વિરેચનથી તેના પેટમાંથી તે ચોખા કઢાવી નાખ્યા અને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપી માર્ગે લાવ્યા. આ વિપાકો જાણીને દેવદ્રવ્યની મૂડીનું કે તેના વ્યાજનું લગીરે ભક્ષણ કરવું નહિ, વહીવટદારોએ તેમ થવા દેવું નહિ. જે લોકો ઉછામણી બોલે તેમણે સમજી લેવું જોઈએ કે ઉછામણીની રકમ બને તેટલી જલ્દી ભરી દેવી જોઈએ. જો સંઘે મુદત નક્કી કરી હોય તો તે મુદત વીતી જાય તે પહેલાં જ રકમ ભરી દેવી જોઈએ. જો પછી રકમ ભરે તો વ્યાજ સહિત વહેલામાં વહેલી ભરી દેવી જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં વ્યાજ ન ભરે તો મૂડી ભરીને, વ્યાજ ભરવાની વાત ભવિષ્ય માટે ઊભી રાખવી જોઈએ. સ્ત્રીનાં ઘરેણાં વેચીને પણ દેવદ્રવ્યની Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધાર્મિક વહીવટ વિચાર રકમ ચૂકતે કરવી જ જોઈએ. ખાવામાં ઘી વગેરે બંધ કરીને રકમ બચાવવી અને તે રીતે પણ દેવદ્રવ્યની રકમ ચૂકતે કરવી. સવાલ : [૨૮] ઘરમાં બેનોને M.c. ના કારણે આશાતનાનો ભય રહે તો ઘરદેરાસર થાય ? જવાબ : વ્યવહારમાં દરેક સ્થળે ભય તો હોય જ છે. ખાવામાં કબજિયાતનો, ધંધામાં નુકસાનનો, પ્રવાસમાં અકસ્માતનો વગેરે ભય કયાં નથી ? છતાં તે ભયને પાર કરીને દરેક માણસ સાહસ કરે છે. કબજિયાત ન થાય તેની કાળજી કરીને સહુ ભોજન કરે છે. આ ભયથી કાંઈ ખાવાનું બંધ કરી દેવાતું નથી. કપડામાં જૂ પડવાનો ભય છતાં જૂ ન પડે તેની કાળજીપૂર્વક કપડાં પહેરવાનું ચાલુ રખાય છે. તે ભયથી કોઈ કપડાંનો ત્યાગ કરતું નથી. M.C. વાળી બેનો શ્રાવિકા છે. તેને આશાતનાની ખબર છે. એટલે તેના દિવસોમાં તે અંગેની પૂરતી કાળજી લે તો ઘરદેરાસર કરવામાં કોઈ આશાતના રહે નહિ. આવું કહેનારા ઘણાખરા લોકો ઘરમાં દેરાસર કરવા પ્રત્યે અણગમો ધરાવતા હોય છે. તે માટે તેમને આ આશાતનાનું બહાનું મળી જાય છે. આ રીતે ઘરમાં ભગવાનનો પ્રવેશ ન થવા દેવો એ જ શું અતિ મોટી ભગવાનની આશાતના નથી શું ? ઘરમાં બધા રહી શકે, ભગવાન જ નહિ ! અરેરેરે...... કદાચ કયારેક દેરાસરમાં M.C. વાળું કોક ભૂલમાં જઈ ચડે તો તેનું નિવારણ કયાં નથી ? દેરાસરને દૂધે ધોવું અને ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. આ રીતે દોષ મટી જાય. અને પરમાત્મપૂજન વગેરે લાભો તો કેટલા બધા ચાલુ રહે ! ઘરદેરાસર હોય તો ઘરનાં નાનાં-મોટાં સહુ પરમાત્માની પૂજા, આરતી, ભાવના વગેરે કરી શકે. દૂરના દેરાસરે સવારની સ્કૂલવાળાં બાળકો માંડ રવિવારે જઈ શકે. ઘરદેરાસરના અમાપ લાભોને નજરમાં રાખીને, M.C. ની આશાતના બાબતમાં સાવધ રહીને, આશાતના થાય ત્યારે નિવારણ કરવાની તૈયારી સાથે ઘરદેરાસર તો કરવું જ જોઈએ. નવી પેઢીનાં સંતાનોને પશ્ચિમના Page #96 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૭૭ ઝેરી પવનથી ઉગારવાનો એકમાત્ર રસ્તો છે “ઘરદેરાસરે તે સર્વની જિનપૂજા.” સવાલ : [૨૯] ઘરદેરાસર બનાવવામાં કઈ કાળજીઓ કરવી જોઈએ? જવાબ : (૧) ઘરના કોઈ પણ સભ્યની રાશિ ઉપર જે પરમાત્મા આવતા હોય તેમને મૂળનાયક તરીકે બિરાજમાન કરવા. (૨) સામાન્યત : પંચધાતુ વગેરે પાષાણ સિવાયના-૧૧ ઇંચ સુધીના પ્રભુજી હોવા જોઈએ. (૩) પરમાત્માના મુખની સામે દક્ષિણ અથવા પશ્ચિમ દિશા સામાન્યતઃ આવવી જોઈએ. (૪) પરમાત્માને જે સ્થળે ગાદીનશીન કર્યા હોય તેની ઉપરના માળે કોઈનો પગ ન પડવો જોઈએ. નીચે કે બાજુમાં સંડાસ કે તેની પાઇપલાઈન ન હોવી જોઈએ. (૫) દેરાસરના ભાગમાં કોઈ પણ સાંસારિક કાર્ય કરવું નહિ. (૬) છેવટે કબાટ બનાવવું અને તેને દર્શન પેજ સિવાયના સમયમાં બંધ રાખવું, જેથી પ્રભુજી દેખાય નહિ. લોખંડ ન વાપરવું, દૃષ્ટિ મેળવવી વગેરે-નિયમો લાગુ થતા નથી. (૯) આખું ઘર બહારગામ જવાનું હોય, પડોશી પણ પૂજા કરી શકે તેમ ન હોય ત્યારે તેટલા વખત માટે પ્રભુજીને સંઘદેરાસરમાં પધરાવી દેવા. ફરી ઘરમાં લાવતી વખતે સાત નવકાર ગણીને પ્રવેશ કરાવવો. (૧૦) ઘરદેરાસરની તમામ વસ્તુ-ચોખા, બદામ, ફળ વગેરે ભંડારની રકમ વગેરેસંઘ દેરાસરમાં આપવી. (૧૧) બહારના લોકો ઘરદેરાસરમાં પૂજા કરવા આવે તેવી વ્યવસ્થા કરવી હોય તો દેરાસરનો દાદરો કે દ્વાર સાવ અલાયદાંબારોબાર-રાખવાં, જેથી ઘરના લોકો સાથેના સંપર્કમાં તે લોકો આવી શકે નહિ. સવાલ : [૩૦] કોઈ પુણ્યશાળી આત્મા સ્વદ્રવ્યરૂપ દસ લાખ રૂપિયા ખર્ચવાના સંકલ્પ સાથે શિખરબંધી જિનાલય બનાવવા માંગે છે. આ દેરાસરની રકમ તે જ્યાં જ્યાં સાધારણ ખાતે રકમની જરૂર હોય ત્યાં આપે, અને તે સંઘ પાસેથી તેટલી જ દેવદ્રવ્યની રકમ મેળવે. અને તે રકમમાંથી દેરાસર બનાવે તો ચાલે ? આમાં તેને બે લાભ થાય. દેરાસર બની જાય અને અનેક સંઘોનાં સાધારણ ખાતાં તર Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધાર્મિક વહીવટ વિચાર થાય અથવા દેવદ્રવ્યની લોન પરત થઈ જાય. જવાબ : જે દાતાએ જેટલી પોતાની રકમ દેરાસર ખાતે લગાડવાનો એકદમ દૃઢ સંકલ્પ કર્યો હોય તેટલી તે રકમ દેવદ્રવ્ય બની જાય છે. આ રકમ બીજા સંઘોના સાધારણ ખાતે તે આપી શકે નહિ, પરંતુ તેમાં સંકલ્પથી ઉપર રકમ જાય : ધારો કે દસ લાખનો સંકલ્પ છે અને દેરાસરનું કામ વધતાં કે મોંઘવારી વધતાં વીસ લાખ સુધી ખર્ચ થવાનો છે તો જે બીજા દસ લાખ છે તેમાં તેનો દેવદ્રવ્ય ખાતે ખર્ચવાનો સંકલ્પ ન હતો એટલે આ ચોખ્ખી રકમ તે અન્ય સંઘોના સાધારણ ખાતે આપી શકે. આની સામે તે સંઘો તેને દેવદ્રવ્યની રકમ પણ તેટલી જ કે તેથી ઓછીવત્તી આપી શકે. એ રકમ પોતાના દેરાસરના બાકી રહેલા દસ લાખ રૂ. ના કામમાં તે લગાડી શકે. પણ હવે એ દેરાસર તેનું પોતાનુંસ્વદ્રવ્યનું-બનાવેલું છે એવું તેનાથી કહી શકાશે નહિ. તેણે અન્ય સંઘોએ આપેલી દેવદ્રવ્યની રકમોની નોંધરૂપ તકતી દેરાસરના મુખ્ય સ્થળે લગાવવી જોઈએ, જેથી કોઈની ગેરસમજ થાય નહિ. સવાલ એ છે કે શું આવું કરવું જોઈએ ખરું ? મને લાગે છે કે ઉપરની સ્થિતિમાં આમ કરાય તો સારું. ભલે તેથી તે દેરાસર સ્વદ્રવ્યનું નહિ કહેવાય, પણ તેની સામે અનેક સંઘોની દેવદ્રવ્યની લોન પરત થઈ જવાનો સાધારણ ખાતેથી થઈ શકતાં કાર્યો સંપન્ન થવાનો લાભ ખૂબ મોટો છે. બાકી તો આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તત્કાલીન ગીતાર્થ ગુરુ પાસે સઘળી વાત મૂકીને તેમનું માર્ગદર્શન લેવું. સવાલ : ૩૧ દેવદ્રવ્યની રકમ બેંકમાં રાખીને હિંસાદિના કાર્યમાં વપરાવવી તે કરતાં તે રકમની જમીન ખરીદી કરી લેવી સારી નહિ? જવાબ : હા, જરૂર સારી. પરન્તુ તે જમીન ઉપર દેરાસરજીનું જ નિર્માણ કરવું જોઈએ. અથવા ભવિષ્યમાં ભાવો વધી જાય અને તે જમીન વેચવાની થાય તો તે રકમ દેવદ્રવ્યમાં જ જમા કરવી જોઈએ. વળી જમીન વેચવાનું કામ સહેલું નથી. ચેરિટી કમિશ્નની પરવાનગી લેવી પડે, અખબારોમાં જાહેરાત આપવી પડે વગેરે ઘણી વિધિઓ છે. એમાં ફસાઈ જવાની પૂરી શક્યતા છે. છતાં બેંકમાં રકમ રહે તે કરતાં જમીનમાં રહે તેમાં હિંસાની Page #98 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૭૯ અનુમોદના મટે અને વ્યાજ કરતાં ય વધુ રકમ વેચાણ થતાં મળે એ લાભો તો છે જ. પણ આ બધું કરવા કરતાં જ્યાં જીર્ણોદ્ધારાદિમાં રકમની જરૂર છે ત્યાં જ શા માટે ટ્રસ્ટીઓ રકમ આપી ન દે ? એ રકમનો ગાંડો મોહ શા માટે રાખવો જોઈએ ? આંખ સામે બળદ ભૂખ્યા મરતો હોય છતાં જીવદયાની રકમમાંથી તેને ઘાસ લાવીને ન ખવરાવવું ? રકમ જમા જ રાખી મૂકવી એ કેવું નકડું ગાંડપણ કહેવાય ? આવું જ આ બાબતમાં શા માટે કરવું જોઈએ? ' અરે ! મોહ હોય તો ભલે. દાન ન આપો, પણ જીર્ણોદ્ધારાદિના કાર્યોમાં લોન તો આપો. એ રીતે પણ ટ્રસ્ટીઓ બેંકમાં જમા રાખવાનાં સંભવિત પાપોથી ઊગરી તો જશે ! સવાલ : [૩૨] દેવદ્રવ્ય ખાતેથી સાધારણ ખાતું લોન લઈને કોઈ જમીન ખરીદે અને પછી ઊંચા ભાવે જમીન વેચીને દેવદ્રવ્યને વ્યાજ સાથે લોન પરત કરીને બાકીની રકમ સાધારણ ખાતે જમા કરી શકે ખરી ? જવાબ : ના....આ તો દેવદ્રવ્યના ખાતા સાથે કાયદેસરની પણ ઠગબાજી કહેવાય. આમ કરવામાં દેવદ્રવ્યને નુકસાન પહોંચાડ્યું છે. એ સમજી શકાય છે કે આમ કરવા પાછળ સાધારણ ખાતું તરતું કરવાનો હેતુ છે, પરંતુ જો તેમ જ કરવું હોય તો સુખી શ્રીમંતો પાસેથી લોન (વ્યાજે કે વગર વ્યાજે) લઈને જમીન ખરીદવી જોઈએ. ઊંચા ભાવે જમીન વેચીને શ્રીમંતોને તેમની રકમ વ્યાજ સાથે પરત કરીને બાકીનો નફો સાધારણ ખાતે જમા કરવો જોઈએ. આમ છતાં વિશિષ્ટ કોટિના ગીતાર્થ મહાત્મા કે જેઓ આવી બાબતના અનુભવી હોય તે જેમ કહે તેમ કરવું. સવાલ : [૩૩] સંઘમાં બાળજીવો ધર્મમાં જોડાય એ હેતુથી અષ્ટપ્રકારી પૂજન જેવું કોઈ અનુષ્ઠાન રખાય અને તેનો ખર્ચ (કેસરાદિનો તથા સાધર્મિક ભક્તિનો) કાઢવા માટે દરેક વ્યક્તિ પાસેથી નકરો લેવાય. માત્ર મૂળનાયક ભગવંતની અષ્ટપ્રકારી પૂજાની આઠ ઉછામણી બોલાવાય તો ચાલે ખરું ? જવાબ : અષ્ટકારી પૂજા વગેરેમાં ફક્ત પૂજાનો જ નકરો વગેરે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ધાર્મિક વહીવટ વિચાર રાખીને આયોજન કરાય તો તે રકમ માત્ર પૂજાના-પૂજાની સામગ્રી, પૂજા મંડપ વગેરેના-ખર્ચમાં વપરાય, વધારાની રકમ દેવદ્રવ્ય ખાતે જમે કરાવવી જોઈએ. - જ્યારે અનેક વ્યક્તિઓ ભેગી થઈ સાધર્મિક ભક્તિ કે પ્રભાવના વગેરે સહિત જિનભક્તિ અનુષ્ઠાનનું કે મહોત્સવનું આયોજન કરે અને દરેક વ્યક્તિ પાસે આયોજન ખર્ચ પેટે એક હજાર, પાંચ હજાર વગેરે રકમ (નકરો) નક્કી કરી લે અને પછી પ્રત્યેક આયોજકનો એક ભગવાનને અભિષેક કે અશ્મકારી પૂજા વગેરેનો લાભ તેના દાનાદિને અનુરૂપ રીતે ફાળવી દેવામાં આવે તો કોઈ વાંધો રહેતો નથી. આવા પ્રકારના આયોજનની રકમમાંથી સાધર્મિક ભક્તિ, પ્રભાવના મંડપના ખર્ચ, પૂજાની સામગ્રી વગેરેનો ખર્ચ કરી શકાય. આમાં કોઈ વાંધો રહેતો નથી. આવાં અનુષ્ઠાનોથી શાસન-પ્રભાવના, દેવદ્રવ્યની સારી એવી વૃદ્ધિ તથા અનેક જીવોને સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થવાનો મહાન લાભ જણાય છે. VT હાલમાં અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ કે બીજા કોઈ મહોત્સવ પ્રસંગે સિદ્ધચક્ર પૂજન, શાંતિ-સ્નાત્ર વગેરેના આદેશો, નકરા કે ઉછામણીપૂર્વક પણ અપાય છે. અને તેમાંથી સિદ્ધચક્રપૂજન કે શાંતિ-સ્નાત્રનો પ્રભાવના સાથેનો ખર્ચ કરાય છે. આનું કારણ એ છે કે આદેશ આપતી વખતે પ્રભાવના સાથે પૂજન વગેરેનો ખર્ચ અભિપ્રેત છે. શક્ય હોય તો મૂળનાયક ભગવંતની પૂજાદિની કે બીજા મહત્ત્વના લાભ માટેની બોલીઓ પણ બોલાય તો તે દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ થવાથી સોનામાં સુગંધ જેવું થાય. પરંતુ બોલી બોલાવવાનું ફરજિયાત રહેતું નથી. વળી, બાળજીવો આવાં અનુષ્ઠાનોમાં જોડાઈને અષ્ટપ્રકારી પૂજાના જાણકાર બનશે, પ્રભુ-ભક્તિની વાતો સાંભળીને પરમાત્મા પ્રત્યેના, સદ્ભાવવાળા બનશે. કેટલાક તો કાયમ માટે અષ્ટપ્રકારી પૂજા કરતા થઈ જશે. આમ જબરી ધર્મવૃદ્ધિ અને શાસન-પ્રભાવના થશે. દરેક વસ્તુ રૂપિઆ, આના, પાઈથી મૂલવવી ન જોઈએ. સવાલ : [૩૪] દેરાસરમાં રોજ બોલતા અષ્ટપ્રકારી પૂજાના ચડાવાની રકમ કયા ખાતે જમા થાય ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જવાબ : આ રકમ દેવદ્રવ્ય ખાતે-કલ્પિત દેવદ્રવ્ય ખાતે-જમા થાય. પરન્તુ બાર માસનો કેસર પૂજારી વગેરેનો ખર્ચ કાઢવા માટે જે ફંડ કે ચડાવા થાય છે તે પણ દેવદ્રવ્ય ખાતે જ જમા થાય, પરન્તુ પૂજાદેવદ્રવ્ય ખાતે જમા થાય. સવાલ : [૩૫] પૂજામાં જો શુદ્ધ રેશમી વસ્ત્રો વપરાય કે શુદ્ધ કસ્તૂરી વગેરે વપરાય તે પ્રાય: હિંસક હોય છે. આજે આ વાતનો ખૂબ ઊહાપોહ થયો છે. તો શું કરવું ? જવાબ : ભૂતકાળમાં આ બધી શુદ્ધ વસ્તુઓ પૂજામાં વપરાતી હતી. પરંતુ તે કાળે તે હિંસક ન હતી. કુદરતી રીતે મૃત્યુ પામેલા મૃગની કસ્તૂરી મેળવાતી. કોશેટામાંથી જીવ તે તોડીને બહાર નીકળી જાય પછી તે કોશેટાના તાંતણાનું રેશમી વસ્ત્ર બનતું. હવે આ બધું ધંધાકીય સ્વરૂપ પકડી ચૂકયું છે. એથી મોટો વેપાર કરવા આવું કુદરતી બધું ન જ મળે. એટલે જીવતા મારીને તે મેળવાય છે. મારવામાં ય અતિ ક્રૂરતા દાખવાય છે. જો આ રીતે મેળવાતી વસ્તુઓ ધર્મકાર્યમાં વપરાતાં અજૈન લોકો જૈનધર્મની નિંદા કરે તો આ વસ્તુઓ વાપરવા અંગે સાવધાની રાખવી પડે. તે જીવોને દુર્લભબોધિ બનવામાં નિમિત્ત બનવું ન જોઈએ. આવી વસ્તુઓથી પણ કોઈની ચિત્તપરિણતિ(નિશ્ચય) વધુ નિર્મળ થતી હોય તો પણ તેણે સંભવિત લોકનિંદા(વ્યવહાર)ને લક્ષમાં લેવી જોઈએ. સાથે સાથે સુતરના કપડા માટે પણ ખેતર અને મિલના પ્રોસેસિંગમાં કેટલી હિંસા થાય છે, તેની પણ તપાસ કરવી જરૂરી છે. સૂતરના અને રેશમના કપડામાં થતી પંચેન્દ્રિય હિંસાની તુલના કરીને જેમાં હિંસા ઓછી હોય તે વાપરવું યોગ્ય ગણાય. સવાલ : [૩૬] વિશિષ્ટ કોટિના દિવાળી જેવા મોટા દિવસોએ ભારે આંગી થાય તો ઘણાબધા જીવો પરમાત્મામાં આકષ્ટ બનીને લીનતા પામે. હવે કોઈ સાધારણ સ્થિતિનો માણસ તે દિવસની સાદી આંગી-સો રૂપિયાનો લાભ લે તો સ્વદ્રવ્યની સાદી આંગી કરવી ? કે દેવદ્રવ્યની રકમ ઉમેરીને પણ ભારે આંગી કરવી ? Page #101 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર જવાબ : બીજા ભાઈઓને પણ આ લાભમાં જોડીને સ્વદ્રવ્યની જ ભારે આંગી થાય તો સુંદર. નહિ તો શ્રીસંઘના અન્વયે પૂજા કે કલ્પિત દેવદ્રવ્યની રકમ ઉપયોગમાં લઈને ભારે આંગી કરી શકાય. આવી આંગી શાસનપ્રભાવનાનું, અનેક જીવોના બોધિનું કારણ બની શકે છે. સવાલ : [૩૭] ભગવાન કરતાં દેવ-દેવીની મહત્તા વધી જાય તે યોગ્ય છે ? જવાબ : જરાય નહિ. એ તો ભગવાનના દાસ છે. અરે ! દાસ (સાધુઓ, શ્રાવકો)નાં ય દાસ છે. એમનું મહત્ત્વ ભગવાન કરતાં જો કોઈ વધારે તો એ વ્યક્તિ ભગવાનની ઘોર આશાતના કરે છે. ભગવાનના સેવકો પણ પોતાની આવી ભક્તિથી કદી રાજી થતા નથી, ઊલટું ભગવાનનું મૂલ્ય આ રીતે ઘટાડનારાઓ તરફ તેઓ રોષે ભરાય છે. આસ્તો તેમનું સમ્યગ્દર્શન છે. ભગવાનના દાસ સ્વરૂપ-સમ્યગ્દષ્ટિ દેવ-દેવતાઓનેભગવાનના મંદિરમાં જે બેસાડાય છે તે, તેઓ પરમાત્માના ભૂક્ત છે. તેની રૂએ બેસાડાય છે, નહિ કે તેમની નવાગે પૂજા કરવા માટે. તેઓ શ્રાવકોના જેવા પ્રભુભક્તો છે. પ્રભુભક્તોને માત્ર લલાટે તિલક કરાય. જેમ સંઘપૂજનમાં શ્રાવક, શ્રાવિકાઓને લલાટે તિલક કરાય છે તેમ. જેઓ પરમાત્મા કરતાં તેમનું મહત્ત્વ વધારે છે, તેમની આરતી વગેરેનું ઘી વધુ બોલે છે તેઓ પરમાત્માની સર્વહિતકારી શક્તિમાં વિશ્વાસ ધરાવતા નથી. ભગવાન વીતરાગ હોવાથી કાંઈ જ કરી શકતા નથી, દેવ-દેવતાઓ જ સરાગ હોવાથી ભક્તો ઉપર રીઝે છે અને બધું વાંછિત મેળવી આપે છે આવી તેવા દેવ-ભક્તોની માન્યતાના મૂળમાં ગેરસમજ પડેલી છે. તેઓની આ મોટી અજ્ઞાનતા છે. ભગવંતોની અચિન્ત શક્તિનો તેમને કશો જ ખ્યાલ જણાતો નથી. આવા ભક્તો દ્વારા જૈન સંઘમાં પરમાત્મા પ્રત્યેનો આદર ઘટાડવાનું કામ-અજાણપણે પણ થયું છે. સવાલ : [૩૮] શિખરની ધજાની બોલી વંશવારસાગત બોલાય તે સારી કે પ્રતિ વર્ષ બોલાય તે સારી ? જવાબ : હિંસાદિમાં રકમ વાપરતી બેંકોમાં દેવદ્રવ્યના પૈસા જમા ન થાય તેવું કરવું. વારસાગત બોલીમાં મોટી રકમ મળે પણ તે બેંકમાં જમા થાય. તેનું વ્યાજ જ વપરાય એટલે એના કરતાં પ્રતિવર્ષ બોલાય Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી તે સારું લાગે છે. છતાં આનો નિર્ણય વ્યક્તિગત સંઘ, દેરાસર વગેરેને અનુલક્ષીને કરવો જોઈએ. સવાલ : [૩૯] દેરાસરજીમાં ઇલેક્ટ્રિક લાઇટ-પંખા હોઈ શકે ખરા ? જવાબ : ના. ન જ હોવા જોઈએ શુદ્ધ ઘીના દીવા ગભારામાં હોય, રંગમંડપમાં કોપરેલ તેલના દીવા હોય એવી પરંપરા હતી. આ ઘીના દીવાના બે લાભ હતા. તેની અપ્રતીમ સુગંધ ભક્તના દિલને અને દિમાગને એવું તરબતર કરતી કે ભક્તજન ભક્તિરસમાં સહજ રીતે તરબોળ થઈ જતો. વળી ઘીના દીવાથી દૈવી તત્ત્વો ખેંચાઈ આવતાં હોવાનો બીજો લાભ છે. ઇલેક્ટ્રિક લાઇટોમાં આ બન્ને લાભોનો છેદ ઊડી જાય છે. જ્યાં આવી લાઇટો હશે ત્યાં દેવો કદી આવશે ખરા ? વળી ઇલેક્ટ્રિકસિટી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ઘોરાતિઘોર હિંસા થતી હોય છે. દીવાઓ જો પ્રકાશ માટે જ હોત તો તેના ઠેકાણે ઇલેક્ટ્રિક લાઇટોથી પ્રકાશ લાવી શકાત, પણ તેવું નથી. છેવટે ગભારામાં તો ઘીના દીવાબે સભ્યાના થોડાક સમય પૂરતા-રાખવા જોઈએ. આની મસ્તી કોઈ જુદી જ જામે છે. રંગમંડપમાં ન છૂટકે લાઇટ રાખવી પડે તો તે એટલી ઝાંખી હોય અને તેની ઉપર કોઈ કવોટિંગ હોય જેથી ઊડતા જીવોથી ત્યાં જવાય જ નહિ. અન્યથા આ અતિ ઘોર હિંસા થઈ જશે. લાઇટથી સસ્તું કરવા જતાં આપણે ભક્તિરસની ભરપૂર જમાવટ કરતા દીવા દૂર કરીને કેટલું બધું ગુમાવ્યું છે ? વળી ઇલેક્ટ્રિકના દીવાની તીણ ગરમીથી પરમાત્માનું બિંબ કાળું પડતું જાય છે. ભક્તોની આંખો અકળાઈ ઊઠતાં તન્મયતા આવતી નથી. સવાલ:[૪૦]સાધારણ ખાતાની આવક કરવા માટે દેરાસરજીની અંદર કે બહાર પદ્માવતીજી વગેરેની મૂર્તિ મૂકી શકાય ? તે સાધર્મિક છે એટલે તેમના ભંડારની આવક સાધારણમાં જઈ શકે. આમ થતાં આ રસ્તે દેવદ્રવ્યના અને સાધારણના તોટાનો બારમાસી પ્રશ્ન સહેલાઈથી ઊકલી જાય. Page #103 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર જવાબ : સમ્યગ્દષ્ટિ દેવદેવીની પ્રતિમાની સ્થાપના તીર્થરક્ષા, શાસનરક્ષા, સંઘરશ્નાદિ માટે તથા સુદ્રદેવોના ઉપદ્રવોનું નિવારણ કરવા માટે કરી શકાય, પરંતુ સાધારણની આવક માટે જ કરવી તે ઉચિત નથી. શાસ્ત્રકાર ભગવંતો દેવાધિદેવની ભક્તિનાં, મંદિરનાં સર્વ કાર્યો માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાય એમ જ્યારે જણાવે છે ત્યારે સંઘોના સુચારુ વહીવટ કરવા માટે તથા સાધારણ ખાતાની રોજની ઉપાધિ દૂર કરવાનો ઉપાય એ છે કે પરમાત્માની પૂજા-ભક્તિ, આંગી, પૂજારીનો પગાર વગેરે માટે ગૃહસ્થો તરફથી જે કાંઈ રકમ મળે તે મેળવી બાકીના ખર્ચ પેટે કલ્પિત દેવદ્રવ્યમાંથી ઉપયોગ કરવો. આમ કરવાથી સાધારણ માટે ઉપાશ્રય, આયંબિલ ખાતું વગેરેનો જ ભાર સંઘના માથે રહેશે. આમ દેરાસરના મોટા ખર્ચની ચિંતા દૂર થતાં સંઘોનો ભાર હળવો થશે અને ઉપાશ્રયાદિના ખર્ચને સાધારણમાંથી સારી રીતે પહોંચી વળશે. પૂજયપાદ પં. ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીએ જણાવ્યું છે કે (જુઓ પરિશિષ્ટમાં તેમનો પત્ર) “જ્યાં પૂજાના સાધારણમાં તોટો છે અને નવું ઉત્પન્ન થઈ શકે તેમ નથી ત્યાં દેવદ્રવ્ય વડે તે તોટો પુરાય તેમાં પણ 'બધુ જણાતો નથી તથા તેમ કરવું એ વર્તમાન રાજકીય પરિસ્થિતિ વગેરેની દૃષ્ટિએ સમયોચિત જણાય છે.” દેરાસરમાં પૂજા વગેરે બધો જ ખર્ચ સાધારણમાંથી જ કરવાનો આગ્રહ રાખતા મોટા સંઘોના માથે સાધારણ ખર્ચની મોટી જવાબદારી આવે છે, જેમાં પહોંચી ન વળાતાં દેવદેવીઓની, ઘંટાકર્ણ વગેરેની સ્થાપના સાધારણ ખાતાની આવક માટે કરે છે. આથી દેવાધિદેવનું મહત્ત્વ ઓછું થાય છે અને દેવ-દેવીઓનું મહત્ત્વ વધે છે. આ રીતે પ્રભુજીની આશાતનામાં નિમિત્તભૂત થવાય છે, માટે સાધારણના પ્રશ્નને પહોંચી વળવા માટે ઉપર મુજબનો શાસ્ત્રાનુસારી ઉપાય સ્વીકારવો તે જરૂરી છે. સવાલ : [૪૧] સ્નાત્રપૂજાનું શ્રીફળ રોજ એનું એ ચડાવાય અને તેના પાંચ રૂપિયા દેવદ્રવ્યના ભંડારમાં રોજ નાંખી દેવાય તો ચાલે ? જવાબ : ધર્મ એ માત્ર બાહ્ય ક્રિયાત્મક નથી, તે ભાવાત્મક પણ છે. નિત્ય નવું તાજું ફળ ચડાવવામાં આવતો ભાવોલ્લાસ પાંચ રૂપિયાની Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી નોટ નાંખીને પતાવટ કરવામાં આવે નહિ, માટે તે યોગ્ય નથી. શ્રીફળ તે નિર્માલ્ય દ્રવ્ય છે. તે શી રીતે એકનું એક ચડાવાય ? હા. જો વધુ શ્રીફળ ઉપલબ્ધ જ ન થતાં હોય તો તેવા સ્થળે ચાંદીનું શ્રીફળ બનાવી લેવું (જે નિર્માલ્ય બનતું નથી), એ રોજ મૂકી શકાય. તેની સામે રૂપિયા પાંચ ભંડારમાં નાંખી શકાય. સવાલ:[૪૨]દેરાસરમાં કાચકામ, ભંડાર, સિંહાસન, દીવાલોમાં ચિત્રપટો વગેરેનો ખર્ચ દેવદ્રવ્યમાંથી લઈ શકાય ? જવાબ : હા. તેમાં વાંધો નથી. ચિત્રપટો વગેરે ઉપર દાન લઈને દાતાની તકતી મારવાની યોજના કરાય તો દેવદ્રવ્યમાંથી તેટલી રકમ ખર્ચવી ન પડે. બાકી જિનમંદિરને સુંદર, અને આકર્ષક બનાવવા માટે જે વિશિષ્ટ ખર્ચ કરવાનો થાય તે બધો દેવદ્રવ્યમાંથી પણ લઈ શકાય. વાટકી વગેરે સાધનો તથા કેસર, સુખડ વગેરે સામગ્રી કલ્પિત દેવદ્રવ્યમાંથી 49Laul 1414. VUapradhan.com સવાલ : [૪૩] દેરાસર અને ઉપાશ્રયાદિ ખાતાનો મુનીમ કે નોકર એક જ હોય તો તેને પગાર શેમાંથી આપવો ? જવાબ : જે ખાતાનું જેટલું કામ હોય તે પ્રમાણે ટકા નક્કી કરીને જે તે ખાતેથી આપવો. તેમાં પણ સાધારણમાંથી થોડો વધારે આપવો જોઈએ. પૂરો સાધારણનો પગાર અપાય તો સૌથી સરસ. જૈન હોય તો સાધારણમાંથી જ પૂરો પગાર અપાય. સવાલ [૪૪] કુમારપાળની આરતીના પ્રસંગમાં કુમારપાળ, સેનાપતિ, મહામંત્રી વગેરેની ઉછામણીની રકમ શેમાં જાય ? જવાબ : પરમાત્માની આરતી નિમિત્તે આ બધાં પાત્રો છે માટે તે બધાંની ઉછામણીની રકમ દેવદ્રવ્યમાં જાય. હા, તેમને તિલક કરવાનો ચડાવો સાધારણ ખાતે જાય. સવાલ : [૪૫] દેવદ્રવ્યની રકમમાંથી ઈલેક્ટ્રિક લાઇટ, માઇક વગેરેનો ખર્ચ લઈ શકાય ? જવાબ: ના. તે ઉચિત નથી. કેમકે આ યત્નોનો ઉપયોગ ધર્મસંસ્કૃતિને મોટું નુકસાન કરાનારો છે. છતાં જો ઇલેક્ટ્રિકનું બિલ ચૂકવવું જ પડે તો દીવાના સ્થાને તે હોવાથી, દવાની જેમ કલ્પિત દેવદ્રવ્યમાંથી તે ખર્ચ લેવો. Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ ધાર્મિક વહીવટ વિચાર મન થાય. આવું ન થાય તે માટે સમય જોવાની વ્યવસ્થા કરાય તો તેમાં વાંધો નથી. સવાલ : [૫૧] પરમાત્માને કિંમતી આભૂષણોની શી જરૂર છે ? આ બાબતમાં દિગંબર માન્યતા યોગ્ય લાગતી નથી ? જવાબ ઃ પરમાત્મા વીતરાગ છે પણ ગૃહસ્થો તો સરાગ છે ને? એમની આભૂષણો ઉપરની રાગ-દશા દૂર કરવા માટે આભૂષણો વીતરાગને ચડાવાય છે. જો પોતાના પ્રિય-પાત્ર(પત્ની વગેરે)ને આભૂષણો પહેરાવાય તો રાગદશા ઊલટી વધી જાય. એથી તો વીતરાગને જ આભૂષણો ચડાવવાં પડે. વીતરાગ એટલે વીતરાગ. આભૂષણો ચડાવવાથી એ કાંઇ સરાગ બની જવાના નથી. હા, એટલે અંશે ગૃહસ્થો સરાગ મટી જશે ખરા. વીતરાગ પરમાત્માનું સમવસરણ, દેશનાનું સિંહાસન, ડગ મૂકવાનાં કમળો વગેરે કેટલાં એટલી મૂલ્યવાન છે ? તેથી તેઓ સરાગ બની જતા નથી. ઊલટું ૫ ઉદાસીન મુખમુદ્રા દ્વારા તેમનો વીતરાગભાવ ઓર ઝળકી ઊઠે છે. તથા આભૂષણોના લીધે બાળજીવો માટે પ્રભુ વધુ આકર્ષક બને છે, એટલે તેમને વધુ ખેંચાણ થતાં તન્મયતા સધાય છે. સવાલ : [૫૨] જિનપ્રતિમા ભરાવવી અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા એ બન્નેમાં શું ફરક છે ? પ્રતિમા ઉપર કોનું નામ આવે ? ભરાવનારનું કે પ્રતિષ્ઠા કરનારનું ? જવાબ : જિનપ્રતિમા ભરાવવી એટલે પત્થરમાંથી મૂર્તિ બનાવવી, આ કામ શિલ્પીનું છે. આ મૂર્તિ બનાવવાનો લાભ લેવા માટે ઉછામણી બોલાય છે. જે પુણ્યાત્મા લાભ લે તે પોતાના નામનો મોહ ન રાખે તે યોગ્ય અને ઉત્તમ છે તેમ છતાં લોક-વ્યવહારથી તેનું નામ તે મૂર્તિની નીચેની પાટલીમાં સામાન્યતઃ લખવામાં આવે છે. આ રકમ ખરેખર તો નવી મૂર્તિઓ ભરાવવામાં જ વપરાય, પરન્તુ લાખો રૂપિયાની ઉછામણીઓમાંથી કેટલી નવી મૂર્તિઓ ભરાવવી ? વળી પાછી તે મૂર્તિઓની પણ ઉછામણીઓ તો થતી જ રહે. આ કારણસર કે બીજા કોઈ કારણસ૨ હવે આ રકમ દેરાસરજીની જરૂરી સામગ્રીઓ વસાવવામાં, પૂજારીને પગાર આપવા વગેરેમાં વપરાય છે. આ રકમ દેવદ્રવ્યમાં જેને કલ્પિત-દેવદ્રવ્ય કહેવામાં આવે છે. તે ખાતે આ રકમ જમા કરી શકાય. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જે મૂર્તિ બની છે તેની અંજનશલાકા વિધિ, વિશિષ્ટ કોટિના સુવિશુદ્ધ સંયમધારી પદસ્થ ભગવંતો પાસે કરાવાય. તે વિધિ થતાં જ તે મૂર્તિ ભગવાન” બને. શિલ્પી મૂર્તિ બનાવે. મહાત્મા ભગવાન બનાવે. આ રીતે “ભગવાન” સ્વરૂપ બનેલ મૂર્તિ દેરાસરમાં અમુક સ્થાને જે વેદિકા ઉપર ગાદીનશીન ગોઠવાય તે પ્રતિષ્ઠા કહેવાય. પાષાણની મૂર્તિની પ્રતિષ્ઠામાં સીમેન્ટથી તે સ્થાને તેને “ફિટ” કરાય છે. પછી તે ખસેડી શકાતી નથી માટે તેને ‘સ્થિર પ્રતિષ્ઠા' કહેવાય છે. (કારણવશાત પરોણાગત ભગવાન તરીકે પણ સીમેન્ટ લગાડીને સ્થિર કરી શકાય.) જ્યારે ઘરદેરાસરોમાં ૧૧ ઇંચ સુધીની પંચધાતુ વગેરેની મૂર્તિ જ બેસાડાય છે. જેને “ફિટ” કરાતી નથી. તેને “ચલ-પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. ગૃહસ્થને ઘર બંધ કરીને થોડા દિવસ માટે બહારગામ જવું હોય ત્યારે તે મૂર્તિને સંઘના દેરાસરમાં તે પધરાવી શકે, પાછી ઘરે લાવી શકે તે માટે મૂર્તિની ‘સ્થિર પ્રતિષ્ઠા’ થાય નહિ. જેણે ભગવાન(મૃતિ) ભરાવવાનો લાભ લીધો હોય તેનું નામ મૂર્તિની પલાંઠીની નીચેની પાટલીમાં આવે. જેણે પ્રતિષ્ઠાનો લાભ લીધો હોય તેનું નામ શ્રી સંઘ નક્કી કરે તે સ્થળે કોતરવામાં કે લખવામાં આવે. તેનું નામ પલાંઠીમાં ન આવે. - જિનબિંબ ભરાવવાની જે રકમ આવે તે કલ્પિત-દેવદ્રવ્યમાં જમા કરી શકાય. અર્થાત તે રકમ દેરાસરજી અંગેના કેસર, બરાસાદિ તથા પૂજારી વગેરેને પગારમાં આપી શકાય. તથા નૂતન જિનમંદિર નિર્માણ, જીર્ણોદ્ધાર તથા પ્રભુનાં આભૂષણાદિમાં વાપરી શકાય છે. સવાલ : [૫૩] સ્વપ્નદ્રવ્ય અંગે કોઈ શાસ્ત્રપાઠ નથી તો આટલો વિવાદ કરવા પાછળનું રહસ્ય શું ? જવાબ : ભલા, સીધો શાસ્ત્રપાઠ નથી એટલે જ મતભેદોને તક મળી જાય છે. આ ઉછામણીઓ છેલ્લા કેટલાક સમયથી જ શરૂ થઈ હોવાથી તેનો સીધો શાસ્ત્ર-પાઠ કયાંથી મળે ? આવી બાબતોમાં તો ઘણાં બધાં ગીતાર્થ આચાર્યો એકમતે જે નિર્ણય આપે તે માન્ય રાખવો. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ધાર્મિક વહીવટ વિચાર જોઈએ. આ પુસ્તકમાં આ અંગે ઘણી વાતો કરી છે, જેનો નિષ્કર્ષ એ છે કે આ બોલીની રકમો કલ્પિત-દેવદ્રવ્ય નામના દેવદ્રવ્ય ખાતે જમા થાય. જરૂરિયાત પડે તો તેનો ઉપયોગ દેરાસરજી અંગેના વહીવટીખર્ચમાં કરી શકાય. બને ત્યાં સુધી શ્રાવકોએ જ સ્વદ્રવ્ય વાપરવું જોઈએ જેથી તેમની ધનમૂચ્છ દૂર થવાનો લાભ પણ તેમને મળે. પણ જો તેવી શકયતા ન હોય તો શ્રી સંઘે કરેલી વ્યવસ્થાનુસાર કલ્પિત-દેવદ્રવ્યમાંથી અથવા પૂજા દેવદ્રવ્યમાંથી ઉપર જણાવ્યા મુજબ ઉપયોગ કરી શકાય. જેઓ હાલ વિદ્યમાન નથી તેવા નજીકના જ સમયમાં થએલા મહાગીતાર્થ ધુરંધર આચાર્યો-સ્વ. પૂજ્યપાદ આ દેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મ.સા. તથા અમારા પરમોપકારી ગુરુદેવ સ્વ. પૂજયપાદ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્ રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. (સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન) વગેરેએ આ વાતને સમર્થન આપ્યું છે. (જુઓ પરિશિષ્ટ) એટલું જ નહિ પરન્તુ વિ.સ. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં થએલ સંમેલનમાં ઘણા બધા ગીતાર્થ આચાર્યોએ સર્વાનુમતે આ વાતનું સમર્થન કર્યું છે. આમ છતાં “વિવાદ” ઊભો કરાયો છે. તેમાં ભવિતવ્યતા સિવાય કોને દોષ દેવો ? સવાલ :[૫૪] કેટલાકો સંઘના દેરાસરમાં જિનભક્તિ સાધારણ (દેવકું સાધારણ)નો ભંડાર મુકાવે છે અને સ્વદ્રવ્યથી જ પૂજાનો આગ્રહ રાખે છે તે કેટલું ઉચિત ગણાય ? “જિનભક્તિ-સાધારણ” અને “કલ્પિત દેવદ્રવ્ય” નો ફરક જણાવો.. જવાબ : વાત સાચી છે. એક બાજુ “જિનભક્તિ સાધારણ”માં જે રકમ ભેગી કરે છે તેનાથી જે લોકો પ્રભુપૂજાદિ કરે છે તે નિશ્ચિતપણે તેમના માટે પરદ્રવ્ય છે. અથવા આગળ વધીને એમ પણ કહી શકાય કે તે રકમનું દાન કરનાર વ્યક્તિ પ્રભુપૂજામાં એ રકમ વાપરવાના સંકલ્પ સાથે કરે છે. માટે તે રકમ કલ્પિત દેવદ્રવ્ય જ બની ગઈ. હવે આ પરદ્રવ્યથી કે આ દેવદ્રવ્યથી બીજી વ્યક્તિ (બહારગામથી આવેલી.....શ્રીમંત કે ગરીબ! શક્ત કે અશક્ત) શી રીતે પ્રભુપૂજાદિ કરી શકે ? તેણે તો સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનો તે પક્ષનો આગ્રહ છે ! અમારા મતે જિનભક્તિ-સાધારણ, દેવકુ સાધારણ જિન પૂજામાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૯૧ જ વપરાય અને કલ્પિત-દેવદ્રવ્ય પૂજા ઉપરાંત જિર્ણોદ્ધાર આદિમાં પણ વાપરી શકાય. સવાલ : [૫૫] દિગંબર કે સનાતની લોકોએ જૈન દેરાસરનો કબજો લઈ લીધો હોય તો તે દેરાસરને પાછું મેળવીને જીર્ણોદ્ધારની રકમથી તેનો જીર્ણોદ્ધાર કરી શકાય ? જવાબ : અન્ય તીર્થિકોના કબજામાં ગયેલું દેરાસર-પ્રતિમાજી કે તીર્થ પ્રયત્ન કરવાથી પાછું મળવાની શક્યતા હોય તો અવશ્ય પ્રયત્ન કરવા અને પાછું મળે તો સમારકામ વગેરે જરૂરી બધું કરીને અઢાર અભિષેકાદિ વિધાનો દ્વારા શુદ્ધિ કરી પૂર્વવત્ તેની પૂજાદિ ચાલુ કરી શકાય. પ્રાયઃ નાગેશ્વર તીર્થનું પણ હાલ આ રીતે પુનરુત્થાન કરવામાં આવેલ છે. અને હજારો યાત્રાળુઓ તેની યાત્રા કરી ભક્તિનો લાભ લઈ રહ્યા છે. જો મૂર્તિ કે મંદિરને અન્ય લોકોએ સંપૂર્ણપણે કબજે કરી લીધાં હોય તેમની જ વિષ્ઠિત બાપા કરતા કણ અને તમ મળવાની કે તીર્થ વગેરે પાછાં ન મળે, સંઘના કબજામાં ન આવે ત્યાં સુધી તેના પ્રત્યે ઉપેક્ષા કરવી. આપણાથી ત્યાં જઈ તેમની વિધિથી કે આપણી વિધિથી પણ દર્શન-પૂજાદિ થઈ શકે નહીં. તિરૂપતિ વગેરે માટે આ વાત સમજી લેવી. સવાલ : [૫૬] માત્ર મોહથી દેવદ્રવ્યના રૂપિયા બેંકમાં રાખી મૂકે તો તે ટ્રસ્ટીઓ કેવા દોષના ભાગીદાર બને ? ટ્રસ્ટીઓએ કેટલા ટકા રૂપિયા પોતાની પાસે ટ્રસ્ટમાં રાખી બાકીની રકમ તમામ જિર્ણોદ્ધારમાં આપી દેવી જોઈએ ? જવાબ : જિનમંદિરાદિનાં ટ્રસ્ટો ફરજિયાતપણે સરકારમાં રજિસ્ટર કરાવવાં પડે છે, એ કમનસીબી છે. આવાં રજિસ્ટર્ડ ટ્રસ્ટોની રકમ સરકારમાન્ય બેંકોમાં કે ઇન્ડસ્ટ્રીઓ વગેરેમાં જ વ્યાજે મૂકી શકાય છે. આ બેંકો તથા ઇન્ડસ્ટ્રીઓની રકમ પ્રાયઃ મહારંભમાં-મહાહિંસામાં જ વપરાય છે. દેવદ્રવ્યની રકમ આવાં સ્થળે મુકાય જ નહિ, એટલે સારામાં સારી વાત એ જ છે કે જે તે બધી રકમ દેરાસર વગેરે શાસ્ત્રમાન્ય સ્થળોમાં તરત વાપરી જ નાંખવી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધાર્મિક વહીવટ વિચાર તિથિ વગેરેની “કાયમી” યોજનાઓ ન કરતાં દરેક વર્ષ પૂરતી જ કરવી તેથી તરત તે રકમો પણ વપરાઈ જાય. દેવદ્રવ્યની અને જીવદયાની રકમ તો તરત વાપરી નાંખવી જોઈએ. છેવટે જ્યાં જીર્ણોદ્ધારાદિ ચાલતાં હોય ત્યાં લોનરૂપે પણ દેવદ્રવ્યની રકમ આપી દેવી જોઈએ. પ્રતિષ્ઠા વખતે સામાન્યતઃ મોટી આવક થતાં તે લોન પરત થવાની જ છે. ફરી કયાંક લોન આપવી. પોતાના જ દેરાસરમાં જરૂર હોય તો તેમાં વાપરી દેવી. જીવદયાની રકમ જેટલી મોડી તે ખાતે વપરાય તેટલું તે જીવોને અભયદાનાદિ દેવામાં અંતરાય થવાનું મોટું પાપ ટ્રસ્ટીઓને લાગે. માટે આ રકમ પણ તરત વાપરવી જોઈએ. - જે રકમના વ્યાજ ઉપર જ જે તે વહીવટ નભતો હોય તે સંસ્થાઓને કોર્પસ ફંડ કરવું જ પડે છે. આ રકમ સરકાર-માન્ય સ્થળે જ મૂકવી પડે છે એટલે હિંસાનો મહાદોષ તેમને માથે ચોંટે છે. આમાંથી બચવા માટે તે સંસ્થાએ પોતાના ઉદેશને અનુકૂળ બનીને જે તે નગરોમાં મકાન કરીને તેમાં “ઓફિસ” ખોલવી પડે. બાકીનું મકાન બેંક જેવાને ભાડે દઈને તેના મળતા મસમોટા હતા અને નિયમિત ભાડામાંથી પોતાનો વહીવટ ખર્ચ કાઢવો રહ્યો. આમાં દોષનું પ્રમાણ ખાસ્સે ઘટે ખરું ? ખરેખર તો જૈન ગૃહસ્થોએ જૈન-બેંકો જેવો કાંઈક વિચાર કરવો જોઈએ. સાંગલીમાં “પાર્શ્વનાથ બેંક” ખૂબ સફળ થઈ છે. તેમાં દેવદ્રવ્યાદિની તમામ ૨કમાં મૂકવાની મહારાષ્ટ્ર ગવનમેન્ટની સંમતિ (સલામતીની ખાતરી સરકાર ન આપે) મળેલી છે. જો બેંકના ડાયરેકટરો એકદમ ચોખાપ્રામાણિક માણસો હોય તો તેનો ફડચામાં જવાનો ભય ઊભો થતો નથી. આવી જૈન-બેંકો હિંસક કાર્યોમાં રકમ ન જ રોકે, એ સમજાય તેવી વાત છે. સવાલ : [૫૭] અખિલ ભારતીય ધોરણે જિર્ણોદ્ધારનું કાર્ય કરવામાં આવે તો સસ્તુ અને વ્યવસ્થિત થઈ શકે નહિ ? દેવદ્રવ્યમાં કેટલા બધા રૂપિયાનો બચાવ થઈ શકે ? જવાબ : આ વાત સાચી છે. વિચારણીય છે. જો આણંદજી કલ્યાણજી પેઢી જેવી સંસ્થા સારા શિલ્પીઓનું મંડળ ઊભું કરે અને તેના હાથ Page #110 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી નીચે અખિલ ભારતીય ધોરણે જિનાલયોના જીર્ણોદ્ધારનું કાર્ય હાથમાં લેવાય તો ચોક્કસ તે સસ્તું પડે અને સરસ પણ થાય. આજે તો ઘણી મોટી દેવદ્રવ્યની રકમ શિલ્પ અને પત્થર સંબંધિત જાણકારીના અભાવમાં વેડફાઈ રહી છે. કયાંક તો લૂંટ ચલાવવા જેવી સ્થિતિ જોવા મળે છે. જ્યાં સુધી આવી દુ:ખદ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થવાનું શક્ય ન બને ત્યાં સુધી શિખરબંધી દેરાસરજીને બદલે આર.સી.સી.નાં મકાનો સ્વરૂપ દેરાસરો બનાવી આ ખર્ચ ઘટાડવો જોઈએ. આથી દેવદ્રવ્યનો દુર્થય અટકશે. આમાં ગભારો શિલ્પના નિયમ મુજબ આરસનો કે પાષાણનો ઉપર શિખર સાથે કરાવી શકાય. સવાલ : [૫૮] જિનપ્રતિમાની રકમ જીર્ણોદ્ધાર ખાતે વપરાય તો ઉપરની ખાતાની રકમ નીચેના ખાતામાં વાપરવાનો દોષ ન લાગે ? જવાબ : સાત ક્ષેત્રોમાં જે જિનપ્રતિમા અને જિનાલય એવાં પ્રથમનાં બે ખાતાં છે તેમનું એકીકરણ કર્યાની જેમ હાલ વ્યવસ્થા જોવા મળે છે. આનું રહસ્ય જાણવા જેવું છે-જિનપ્રતિમા અને જિનાલય એ સવ્યય કરવાનાં ક્ષેત્ર છે, નહીં કે ધન ભેગું કરવાનાં. જ્યારે દેવદ્રવ્ય એક એવું ખાતું છે જેમાં ઉપરોકત બન્ને ક્ષેત્રમાં અર્પણ કરાયેલ દ્રવ્યનો તે બન્નેમાં યથાયોગ્ય ઉપયોગ માટે સંચય કરવામાં આવે છે. આથી જ જિનપ્રતિમાના ક્ષેત્રમાં અર્પિત દ્રવ્ય કે રકમ જીણોદ્ધારમાં વપરાઈ રહી છે. આવુ સાધુ-સાધ્વીનાં બે ખાતાનું અને શ્રાવક-શ્રાવિકાનું બે ખાતાનું એકીકરણ સમજવામાં આવે છે. ટૂંકમાં સવ્યય કરવાનાં ક્ષેત્રો સાત છે પણ દ્રવ્યસંચય માટે ખાતાં ચાર છે, તેથી સુવિદિત ગીતાર્થ મહાત્માઓએ આ બાબતનો વિરોધ કરેલો જોવા મળતો નથી. એટલે તમે જણાવેલો ઉપરના ખાતાની રકમનો નીચેના ખાતે વાપરવાના જનરલ નિયમનો દોષ લાગે નહિ. સવાલ :[૫૯] દેવદ્રવ્યની રકમ જીર્ણોદ્ધારમાં જ વાપરવી યોગ્ય નથી લાગતી ? જૈનોની વસતિ વગરના હાઈવે રોડ ઉપર થતાં તીર્થોમાં દેવદ્રવ્યની રકમ વાપરવી એ શું દેવદ્રવ્યનો ગેરઉપયોગ નથી થતો. હાઈવે ઉપરનાં તીર્થો શું સમાજ ઉપર બોજો નથી વધારતાં ? Page #111 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર જવાબ : સુવિદિત ગીતાર્થોની એ વાતમાં સંમતિ જોવા મળે છે કે દેવદ્રવ્યની રકમ નૂતન જિનમંદિરોના નિર્માણમાં પણ વાપરી શકાય. જૈનોની વસતિ વગરના હાઈવે રોડ વગેરે જેવા સ્થળે નિર્માણ પામતાં તીર્થો ખાતે દેવદ્રવ્યની રકમ વાપરવી એ ધરાર યોગ્ય જણાતું નથી. હાલ તો પ્રાચીન તીર્થોની સુરક્ષા કરાય તે જ ઉચિત લાગે છે. નવાં નિર્માણ પામતાં તીર્થોનો ભાર અન્ત તો સંઘોના માથે જ પડતો હોય છે, જૈનસંઘો પોતાના હસ્તકની પરંપરાગત વહીવટ પણ સારી રીતે સાચવી શકતા નથી. મુનીમો અને શેષ નોકર વર્ગમાં પુષ્કળ ભ્રષ્ટાચાર જોવા મળે છે. ટ્રસ્ટીઓ વટ પાડવા ખાતર ટ્રસ્ટી બન્યા હોય છે. તેમને વહીવટી ભ્રષ્ટાચાર અંગે કોઈ ચિન્તા હોય તેવું જણાતું નથી. દેવદ્રવ્યાદિના ભંડારોમાંથી ચોરી પણ થતી હોય છે. ડુપ્લિકેટ પહોંચ-બુકો રાખીને પુષ્કળ ગોલમાલ કરાતી હોય છે. એકાન્ત સ્થળનાં નૂતન તીર્થોમાં યાત્રિકોનો ધસારો વધે તે માટે તેની ધર્મશાળા, ભોજન-વ્યવસ્થા વગેરેને અદ્યતન બનાવાય છે. આને લીધે આ તીર્થો પિકનિક-સેન્ટર બને છે, વિલાસ માટેનાં સ્થાન બની જાય છે. બધી રીતે આ તીર્થો વિલાસના હીલ-સ્ટેશનો થાય છે. દરેક રાજ્યની સરકારોને પોતાની પ્રજાના મનોરંજન માટે આવાં હીલ-સ્ટેશનોની જરૂર હોય જ છે. આથી જ સરકાર પણ આવાં ધાર્મિક તીર્થોને પ્રોત્સાહન આપવા તૈયાર હોય છે. નામ, તકતી અને બાવલા, ફોટાના વધેલા મોહના કારણે જ કેટલાંક સંસારત્યાગી વર્ગ નૂતન તીર્થનિર્માણની પ્રવૃત્તિમાં એકબીજાની સ્પર્ધામાં ચડ્યો હોય તેવું કેટલેક ઠેકાણે જોવા મળે છે. આમ છતાં મહારાષ્ટ્ર વગેરે જેવાં રાજ્યોમાં જો આ રીતનું તીર્થનિર્માણ ઘણાબધા લોકોને ધર્મ પમાડનારું કે જિનભક્તિ વધારનારું બનતું હોય તો ત્યાં આ દલીલો કરીને તીર્થ-નિર્માણનો નિષેધ કરવો નહિ ! સવાલઃ[૬૦]પૂજયપાદ હરિભદ્રસૂરિજી આદિ પૂર્વના આચાર્યોએ દેવદ્રવ્યના ત્રણ પેટા વિભાગો વિષે વાત કરી પણ તેઓએ કોઈ સંઘમાં અમલ કરાવ્યો હોય તેવું કેમ નથી લાગતું ? જવાબ : આ અમલ પૂર્વે તો એક યા બીજી રીતે ચાલતો જ Page #112 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી હતો, પરંતુ હમણાં થોડા કાળથી (યતિઓ વગેરેના કાળથી) સંવેગી સાધુઓની અલ્પ સંખ્યા થઈ જવાના કારણે અથવા શ્રાવકોના પ્રમાદ અને અજ્ઞાનના કારણે છૂટી ગયો હશે તેમ સંભવે છે. પરન્તુ સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજી મ. સાહેબે સુરતમાં નિર્માણ પામેલા આગમ-મંદિરના જિનાલયના બંધારણમાં આ પેટા વિભાગોને દાખલ કર્યા છે. એનો વહીવટ શી રીતે કરવો ? તેની સમજણ પણ આપી છે. (આ પુસ્તકમાં અન્યત્ર આ વાત જણાવી વળી અમારા તરણતારણહાર સ્વ. ગુરુદેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે પણ આ પેટા ભેદોનો અમલ શરૂ કરી દેવાની વાત વિ.સ. ૨૦૦૭ની સાલમાં કરી છે. તે સાલમાં તેઓશ્રીએ મુંબઈ-લાલબાગ(ભૂલેશ્વર)માં બંધારણનો ખરડો તૈયાર કર્યો હતો. તે અંગેની પ્રશ્નોત્તરીમાં આ વાતનો Gl24&5 Giês su pradhan.com આજની તારીખમાં મારા આ પુસ્તકની દેવદ્રવ્ય સંબંધિત વાતો સામે જેઓ તીવ્ર વિરોધ કરી રહ્યા છે તેઓ આ પેટા-ભેદોની વ્યવસ્થા ચાલુ કરવા બાબતમાં સાવ ચૂપ કેમ છે ? તે સમજાતું નથી. આવા પેટા ભેદો નહિ પાડવાથી જે એકબીજાના ખાતાની રકમ એકબીજામાં ન વાપરી શકાય, તે વપરાઈ જવાનો દોષ સ્પષ્ટ છે-છતાં તેઓ મૌન રહ્યા છે. ખેર.......તેમના દિલની વાત શી રીતે સમજી શકાય ? સવાલ : [૬૧] સ્વપ્નદ્રવ્ય ઉપધાનની માળ વગેરે કલ્પિત દેવદ્રવ્યની રકમમાંથી દરેક સંઘ પૂજારીને પગાર, ગોઠીને પગાર વગેરે કાર્યો કરે તો જે આજે અમુક દેવદ્રવ્યમાંથી કેટલાક સંઘોના પગાર અપાય છે તે મોટું નુકસાન દૂર થઈ જાય ને ? જવાબ : શકિતમાનું જિનભક્તોએ સ્વદ્રવ્યથી પૂજારીને પગાર વગેરે આપવો જોઈએ જેથી તેમને ધનપૂર ઉતારવાનો મોટો લાભ પ્રાપ્ત થાય. આ શક્ય ન બને તો પૂજારીને આ રકમ કયે ખાતેથી આપવી? તેનો જવાબ સંમેલનીય ગીતાર્થ આચાર્યોએ સર્વાનુમતે નિર્ણયરૂપે આપ્યો છે કે કલ્પિત દેવદ્રવ્યમાંથી આ રકમ આપી શકાય. પૂજા-દેવદ્રવ્યાદિને તમે શુદ્ધ દેવદ્રવ્ય કહેતા હો તેમ લાગે છે પણ ત્રણ પ્રકારનું દેવદ્રવ્ય ધો...-૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ દ ધાર્મિક વહીવટ વિચાર શુદ્ધ છે. ફકત પગાર પેટે પૂજા દેવદ્રવ્ય વાપરવું રાજમાર્ગે ઉચિત જણાતું નથી. સવાલ : [૬૨] કોઈ ભાઈ પ્રતિષ્ઠાનો ચઢાવો બોલ્યા બાદ તે રકમ કયાંક જીણોદ્ધારમાં વાપરી દે પણ સંઘમાં જમા ન કરાવે તો કોઈ વાંધો ખરો ? ઉપરની વાતથી તો બેંકના પાપથી બચાય અને તરત રકમનો ઉપયોગ થઈ જાય તે મોટો લાભ નથી ? જવાબ : સો ટકા વાંધો. જે સંઘના ઉપક્રમે જે ચડાવા બોલાયા હોય તે સંઘમાં જ તે ચડાવાની રકમ જમા કરાવવી એ જ જાય છે. જો આ વ્યવસ્થાનો ભંગ કરાશે તો ચડાવાની રકમ જે ભાઈ બોલ્યા તેણે બીજે પણ કયાંક ભરાવી કે નહિ ? તેની ખબર જ નહિ પડે. એ રકમના દાતાની ઇચ્છા હોય કે અમુક જગાએ તે રકમ ફાળવાય તો તેણે સંઘમાં તે રકમ જમા કરાવ્યા બાદ સંઘને વિનંતિ કરવી જોઈએ કે તે રકમ અમુક જગાએ મોકલાય. એક વાત ખરી કે જો સંઘનો વહીવટ ભ્રષ્ટ હોય : અશાસ્ત્રીય હોય તો તે સંઘ ઉપર જાહેર -પત્ર આ અંગે લખીને, સકળ સંઘમાં તે પત્ર છપાવીને ફેરવીને-બાદ-પોતાની જાતે શાસ્ત્રનીતિ પ્રમાણે પોતાની રકમ અન્યત્ર કેટલાક શિષ્ટ પુરુષોની સાક્ષીએ જલદી વાપરવી તથા તેની સંઘને જાણ કરવી. હવે રહી બેંકમાં જમા થવાની વાત. મેં અન્યત્ર કહ્યું છે કે આપણી રકમ બેંકમાં તો જમા ન જ જાય તે સારું. સવાલ : [૬૩] સંમેલનના દેવદ્રવ્યના ઠરાવથી સ્વદ્રવ્યથી જિનપૂજા ગૌણ બની જતી દેખાય છે તેનું શું ? જવાબ : આ શંકા એકદમ નિરાધાર છે : કોઈ પૂર્વગ્રહ પ્રેરિત છે. સંમેલને દેવદ્રવ્યના શાસ્ત્રોકત ત્રણ પેટાભેદ પ્રગટ કર્યા છે. તેમાં ત્રીજા કલ્પિત-દેવદ્રવ્ય તે પેટા-ખાતાને કહ્યું છે જેને આ ઠરાવના વિરોધીઓએ “જિન-ભક્તિ સાધારણ” એવું નામ આપેલું છે. એ જિનભક્તિ-સાધારણમાંથી પૂજા માટે કેસર વગેરે લાવવાની, પૂજારીને પગાર આપવા વગેરેની જે વ્યવસ્થા તેમણે કરી છે તે જ વ્યવસ્થા કલ્પિત-દેવદ્રવ્યમાંથી કરવાનું જણાવાયું છે. બન્ને પક્ષો આ વ્યવસ્થા તે સ્થળોમાં કરવા જણાવે છે જ્યાં ભાવુકોની Page #114 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી પદ્રવ્ય ખર્ચવાની શક્તિ નથી અથવા શક્તિ છતાં સ્વદ્રવ્ય ખર્ચવાની ભાવના જ નથી. બન્ને પક્ષના આચાર્યો સ્વદ્રવ્ય જિનપૂજાદિ ગૃહસ્થો કરે તે વાતને અગ્રિમતા આપે છે, તેવી જ પ્રરૂપણા પણ કરે છે. તફાવત એટલો પડે છે કે કલ્પિત-દેવદ્રવ્ય ખાતે સ્વપ્નાદિકની બોલીની રકમોને જમા કરવાનું સંમેલનીય ગીતાર્થ આચાર્યોએ સંમેલનમાં કરેલી કલાકો સુધીની વિચારણાના અને જણાવ્યું છે. કેટલાક જ આચાર્યોએ દેવદ્રવ્યના ત્રણ પેટા ખાતાની વાતને પ્રાધાન્ય આપ્યું નથી. માત્ર એક દેવદ્રવ્ય ખાતું રાખ્યું છે એટલે તેઓ સ્વપ્નાદિકની બોલીની રકમો દેવદ્રવ્ય ખાતે જમા લેવાનું કહે છે. સંમેલનીય આચાર્યો પણ દેવદ્રવ્ય ખાતે જ તે રકમોને જમા લેવાનું કહે છે પરન્તુ દેવદ્રવ્યમાં કલ્પિત-દેવદ્રવ્ય ખાતે જમા લેવાનું કહીને તે જ પેટા-ખાતામાંથી જરૂર પડે ત્યારે પૂજારીને પગારાદિ આપવાનું youà .W.VUapradhan.com આમાં સંમેલન વિરોધી આચાર્યોને જ એક મુશ્કેલી આવે છે કે તેઓ દેવદ્રવ્યનું એક જ ખાતું રાખવાનું કહે તો પૂજારીને પગારાદિ આપવાની જ્યારે ફરજ પડે ત્યારે દેવદ્રવ્ય-સામાન્યમાંથી (એટલે કે પૂજા દેવદ્રવ્ય અને નિર્માલ્ય દેવદ્રવ્યની રકમમાંથી) પણ પૂજારીને પગારાદિ આપવામાં સંમતિ આપવી પડે, જે શાસ્ત્રબાધિત વાત છે. શું તેઓ આ વાત વિચારશે ખરા ? જ્યારે બે આ પક્ષની માન્યતા વચ્ચે એવો કોઈ તાત્ત્વિક ફરક રહેતો નથી ત્યારે સંમેલનના ઠરાવને કારણે સ્વદ્રવ્યથી જિનપૂજા બંધ થઈ જવાની શંકા શી રીતે પ્રામાણિક ગણી શકાય ? સંમેલન પછી અનેક ઠેકાણે પરમાત્માની પૂજા સ્વદ્રવ્યથી અથવા * સાધારણ-દ્રવ્યથી કરવા માટેનાં મોટાં ફંડો થયાં છે. સંમેલને પણ શક્તિ સંપન્ન શ્રાવકોને ભાવના-સંપન્ન બની સ્વદ્રવ્યથી પૂજા કરવા માટે ભલામણ કરી છે, વળી મહાત્માઓ પણ એ અંગેનાં ઉપદેશ આપીને અનેક ભવ્યાત્માઓને સ્વદ્રવ્યથી પૂજા કરાવતા રહે છે પરંતુ અવસર મુજબ કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજાદિ કરવા માટેની વ્યવસ્થા કરવાનું સંઘને સૂચન કરેલ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર કલ્પિત-દેવદ્રવ્યમાંથી ઉત્તમ દ્રવ્યોથી કરાયેલ પૂજા-આંગી-મહાપૂજા વગેરે જોઈને પણ અનેક શ્રાવકોને તેવા પ્રકારની ભક્તિ સ્વદ્રવ્યથી કરવાના ભાવ જાગ્રત થાય છે. તેથી આ રીતે પણ સ્વદ્રવ્યથી ભક્તિ કરવાની ભાવનાને ઉત્તેજન મળે છે. બાકી આ જ પુસ્તકમાં આ અંગેની વિચારણા જે રજૂ કરી છે તે તો તેવા તેવા સંયોગોમાં પરદ્રવ્ય અને દેવદ્રવ્ય પણ જિનપૂજાદિ કરવાની વાતનું સમર્થન કરે છે, સંમેલન વિરોધીઓના આચરણમાં ય આવું જોવા મળે છે. સવાલ :[૬૪] ‘દ્રવ્યસ્તતિકા” તથા “શ્રાદ્ધવિધિ' ગ્રંથના આધારે કેટલાક એવું સમર્થન કરે છે કે, “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ”આ વિષે સ્પષ્ટ ખુલાસો આપવા કૃપા કરશોજી. જવાબ : ‘શ્રાદ્ધવિધિ’, દ્રવ્યસપ્તતિકા' માં ‘વદ્રૌવ પૂના કાર્યો’ વગેરે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી એ પાઠ ઘરમંદિરના દ્રવ્યની વ્યવસ્થાના વર્ણનમાં આવે છે, પરંતુ એ પાઠોને સંપૂર્ણપણે બરાબર વિચારીએ તો એ પાઠ દ્વારા તો દેવદ્રવ્યમાંથી પણ પૂજા થઈ શકે તેવું વિધાન જણાય છે. આ પાઠમાં ગૃહત્યની પૂજાની વ્યવસ્થા માટે જણાવ્યું છે કે માળીને (પુષ્માદિ માટે) મુખ્યતયા માસિક વેતન તરીકે ગૃહમંદિરના નૈવેદ્યાદિ આપવા નહીં પરંતુ પૃથગ જ માસિક વેતન કરવું. પરંતુ પૂર્વે જો નૈવેદ્યાદિ આપવા દ્વારા માસિક વેતન નક્કી કર્યું હોય તો દોષ નથી. અહીં પ્રભુને ચઢાવેલ નવદ્યાદિ દેવદ્રવ્ય થઈ જાય છે તેના બદલામાં મેળવેલ પુષ્પો ગૃહચૈત્યમાં પણ ચઢાવવામાં દોષ નથી એમ સ્પષ્ટ જણાવ્યુ છે. હવે જે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની કહે છે ત્યાં જ કાર દ્વારા જે નિષેધ જણાવવાનો છે તે પાઠમાં જ સ્પષ્ટ જણાવેલ છે કે ગૃહમંદિરના ચોખા વગેરેના વેચાણથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી મેળવેલ પુષ્પાદિ ઘરમંદિરના માલિકે સંઘમંદિરમાં જાતે ન ચઢાવવા પરંતુ અન્ય પૂજા કરનારા દ્વારા ચઢાવવા જેથી પોતાને વૃથા પ્રશંસાદિ દોષ ન લાગે અને બીજા ચઢાવનાર ન હોય તો પોતે પણ આ પુષ્પાદિ મારા દ્રવ્યના નથી પરંતુ ઘરમંદિરના દ્રવ્યના છે એમ સ્ટ કરીને ચઢાવે....... અહીં બીજા પૂજા કરનાર દ્વારા ઘરમંદિરના દ્રવ્યના પુષ્પ ચઢાવવાનું વિધાન થયું.... વળી બીજા ન હોય તો પોતે પણ આ ઘરમંદિરના દેવદ્રવ્યના પુખો છે એવી સ્પષ્ટતા કરીને ચઢાવે તેવું વિધાન કર્યું. એટલે આ પાઠો દ્વારા તો દેવદ્રવ્યથી પણ પૂજા Page #116 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી થઈ શકે તેવું વિધાન થયું......હા આગળ જતાં એ જણાવ્યુ છે કે મોટા ઘરખર્ચ કરનાર વ્યક્તિઓ એ ઘરમંદિરની દેવદ્રવ્યની રકમમાંથી પી કરવી ઉચિત નથી કેમકે તેથી અનાદર-અવજ્ઞા વગેરે દોપો લાગે છે. એટલે સાર એ આવ્યો કે ઘરમંદિરના માલિકને સંઘ માંદેડમાં ઘરમંદિરના દેવદ્રવ્યથી પૂજા કરવામાં કે સંઘમંદિરના દેવદ્રવ્યમાંથી પૂજા કરવામાં વૃથા જનપ્રશંસા તથા અનાદર-અવજ્ઞાદિ દોષો લાગે છે. પરંતુ, દેવદ્રવ્યાદિના ભક્ષણનો કે ઉપભોગનો દોષ લાગતો નથી. અને તેથી ૬ આવી વ્યક્તિઓને સ્વદ્રવ્યથી પૂજા કરવા માટે અથવા પૂજા દ્રવ્યમાં સારો ફાળો આપવા માટે ખૂબ જ ભારપૂર્વક ઉપદેશ-પ્રેરણા આપવા જોઈએ પરંતુ પૂજાનો નિષેધ ન કરી શકાય. પૂર્વે પણ દેરાસરોના કેસર સુખડ વગેરે નિભાવ માટેની લાગા રાખવામાં આવતા હાલમાં પણ ફંડ વગેરે કરવામાં આવે છે. પદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરતા તેને તેવા પ્રકારનો ક્ષયોપશમ થતા તે સ્વદ્રવ્યમાંથી પૂજા જ માત્ર નહીં પરંતુ સ્વદ્રવ્યથી જિનમંદિરાદિના નિર્માણ કે જિર્ણોદ્ધાર કરનાર પણ બને છે. સવાલ : [૬૫] તો પછી “વચ્ચેવ પૂના વાય' કહ્યું ત્યાં va (જ) કારથી અન્યદ્રવ્યનો નિષેધ ન આવે ? જવાબ : પૂર્વે જણાવેલ છે તેમ આ પાઠ ઘરમંદિરના માલિક માટે છે, આમ છતાં અનેક ઠેકાણે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાના ઉપદેશ અપાય છે, પણ ત્યાં કયો શબ્દ કયા આશયથી વપરાયેલ છે તેને સમજવું જોઈએ. પુર્વ (જ) કાર કયાંક વિરચ્છેદ માટે હોય છે, કયાંક પ્રધાનતા બતાવવા માટે હોય છે. ગણધરવાદમાં બીજા ગણધર અગ્નિભૂતિના અધિકારમાં અગ્નિભૂતિને “પુસ્લપ વૃંદ્ર.......” વગેરે આ વેદવાકય મળ્યું તેથી તેમને પુર્વ એટલે આત્મા જ આ જગતમાં છે. તે સિવાય બીજુ કંઈ જ આ જગતમાં નથી એમ માનીને કર્મનો નિષેધ માન્યો. ભગવાન મહાવીર પરમાત્માએ જ્યારે તેમને સમજાવ્યું કે “પૂરૂપ વ....” માં -કાર એ આત્માની પ્રધાનતા બતાવવા માટે છે, બીજા પદાર્થોના નિષેધ માટે નથી કેમકે બીજા પદાર્થોની સત્તાને બતાવનાર બીજા વેદ વાકયો છે. અગ્નિભૂતિ પરમાત્માની વાત સમજી ગયા અને કર્મના નિષેધની પોતાની માન્યતાને છોડી દીધી. આવી જ રીતે અહીં ‘વદ્રવ્યર્થવ પૂના ” વગેરે પાઠો વ્યક્તિને ઉદ્દેશીને જિનપૂજાનું મહત્ત્વ બતાવવા માટેના છે. વ્યક્તિને આ રીતે ઉપદેશ Page #117 -------------------------------------------------------------------------- ________________ 100 ધાર્મિક વહીવટ વિચાર શી રીતે ઉચિત ગણાય ? સવાલ : [૬૬] દેવદ્રવ્યની રકમમાંથી દેરાસરનો ભંડાર, પૂજાની સામગ્રી, પૂજારી વગેરેનો પગાર થઈ શકે ? જવાબ : દેવને અર્પણ કરાએલું દ્રવ્ય તે દેવદ્રવ્ય છે; પછી તે મંડારમાં નાંખવારૂપ હોય, અષ્ટપ્રકારી પૂજાઓની ઉછામણીરૂપ હોય, સગ્નાદિકની ઉછામણી રૂપ હોય કે ભેટરૂપ હોય. આ દેવદ્રવ્ય દેવસંબંધિત બધાં કાર્યોમાં વાપરી શકાય. તેના દ્વારાજિન-મંદિરોના જીર્ણોદ્ધાર થઈ શકે, નૂતન જિનાલયનું નિર્માણ થઈ શકે, તીર્થરક્ષાદિના કાર્યોમાં વકીલ વગેરેને મહેનતાણું આપવામાં થઈ શકે. તેમાંથી દેરાસરજીના પૂજારીને પગાર આપી શકાય, કેસર-બદામ, ઘી વગેરે સામગ્રી પણ લાવી શકાય, હા, જો ધનવાન માણસો પોતાના દ્રવ્ય-સ્વદ્રવ્યથી આ બધું કરે તો ઘણું સરસ. એમ કરવાથી તેમને ધનમૂચ્છ ઉતારવાનો લાભ મળે. તેઓ આવા શકિતમાન છતાં ભાવનાવાન ન હોય, તેઓ દેવદ્રવ્યથી લાવેલા કેસર વગેરેનો ઉપયોગ કરીને પ્રભુપૂજન વગેરે કરવાના. આમાં તેમને પાપ લાગે તેમ ન કહેવાય. ઊલટું સમ્યગ્દર્શન નિર્મળ થાય કેમ કે - ભક્તિથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. તેમનાથી આ રીતે પૂજા થાય જિ તેવું પણ ન કહેવાય. એટલું જરૂર કહેવાય કે તેમણે ધનમૂચ્છ ઉતારી નહિ તેથી તેમને લાભ ઓછો મળે. ધનમૂચ્છ ઉતારીને સ્વદ્રવ્યથી પૂજા વગેરે કયાં હોત તો લાભ ઘણો મળત. | દ્રવ્યસપ્તતિકામાં’ એવો પાઠ જરૂર આવે છે કે જે ઘરદેરાસરનો માલિક હોય તેણે સંઘના મોટા દેરાસરમાં પૂજા કરવી હોય તો સ્વદ્રવ્યથી જ કરવી. જો તે ઘરદેરાસરમાં પ્રભુ સમક્ષ મૂકેલાં નૈવેદ્ય વગેરે-કે જે દેવદ્રવ્ય બની ગયાં છે તેનાથી પૂજા કરે તો લોકો તો એમ જ સમજે કે “ભાઈ કેટલા ઉદાર છે ? આવા સુંદર નિવેદ્યાદિથી પ્રભુ પૂજા કરે છે ?” આવી વાયકા દ્વારા એ ઘરદેરાસરના માલિકને ખોટો જસ મળી જવાનો દોષ લાગે. આથી તેવો જસ ન લેવા તેણે સ્વદ્રવ્યથી જ મોટા દેરાસરે પૂજા કરવી. (અહીં દેવદ્રવ્યના નૈવેદ્ય વગેરેથી તેણે પૂજા કરી તો ય તેને દેવદ્રવ્યના ઉપભોગનો દોષ જણાવ્યો નથી એ વાત ખૂબ સૂચક છે.) કેટલાક ઘરદેરાસરવાળા અંગેના આ પાઠને સામાન્ય-સાર્વત્રિક Page #118 -------------------------------------------------------------------------- ________________ 101 ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી બનાવીને કહે છે કે, “બધા શક્તિમાનોએ સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ. જેની તેવી શકિત ન હોય તેણે પૂજા નહિ કરવી. તેણે બીજાને સહાય કરવી, એટલે કે કેસર ઘસી આપવું, માળા ગૂંથી આપવી, અથવા સામાયિક કરવું. જો પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરે તો તેને દોષ લાગે.” આશ્ચર્યની વાત એ છે કે આવું પ્રતિપાદન જોરશોરથી કરનારાઓએ મુંબઈના પોતાના આધિપત્યવાળાં બે દેરાસરોમાં “જિનભક્તિ સાધારણ” ભંડાર મુકાવ્યા છે. જેમાં નંખાએલા દ્રવ્યથી વગામ તથા બહારગામથી આવેલા લોકોને પૂજાની બધી સામગ્રી પૂરી કરવામાં આવે છે ! - શું આ પૂજા, આગન્તુક માટે પરદ્રવ્યથી પૂજા ન થઈ ! વળી હાલમાં મોટા ભાગનાં નવાં દેરાસરોમાં દેવદ્રવ્યનો જ મોટો ભાગ હોય છે. આ દેવદ્રવ્યથી બનતાં દેરાસરોનો આ વર્ગ કદી નિષેધ કરતો નથી. દેવદ્રવ્યનાં બનેલાં દેરાસરનો ઉપયોગ શ્રાવકોથી શી રીતે થઈ શકે ? તેનો જવાબ તેમણે આપવો જોઈએ. com પદ્રવ્યથી છ’ રી પાલિત સંઘ દ્વારા તીર્થયાત્રાઓ કરાય તેમાં શું તે યાત્રિકોને દોષ લાગે ? જો હા, તો તેમણે શા માટે તેવા સંઘોના પ્રેરક બનવું જોઈએ ? ‘સંબોધ પ્રકરણ’ વગેરે ગ્રન્થોમાં દેવદ્રવ્યના ત્રણ ભેદો પાડવામાં આવ્યા છે. કેટલાક પૂજનીય મહાપુરુષોએ તેને સમર્થન આપ્યું છે. તે જ પ્રમાણે બધે વહીવટ કરવાનું પણ જણાવ્યું છે. પણ હજી સુધી તે રીતનો સંપૂર્ણ વહીવટ શરૂ થયો નથી. હાલ તો દેવદ્રવ્યની એક જ કોથળી રાખવામાં આવતી જોવા મળે છે. સવાલ : [૬૭] “ઓછા પગાર” ના કારણે પૂજારીઓને કુટુંબ પૂરતું ખાવાનું ય પૂરું પડતું ન હોય તો તેમને વધુ પગાર દેવદ્રવ્યમાંથી અપાય કે નહિ ? જો ના....તો તેઓ દેવદ્રવ્યની ચોરી કર્યા વિના રહેવાના નથી. જવાબ : જેમ પૂજારીના પગાર માટે સ્વદ્રવ્યની સગવડ ગૃહસ્થો ન જ કરી શકે તો દેવદ્રવ્યમાંથી પણ તેને પગાર આપીને પ્રભુ-પૂજાદિ ચાલુ રાખવાની વાત સર્વમાન્ય છે. તેવી જ આ વાત છે કે જો સ્વદ્રવ્યનું ભંડોળ ઓછું પડવાથી (કાતિલ મોંઘવારીના કારણે આ વાત શકય છે.) Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધાર્મિક વહીવટ વિચાર પૂજારીને પેટ પૂરતું ખાવા ન મળે, અને તેથી દેવદ્રવ્યની ચોરી કરવા પ્રેરાય તો બહેતર છે કે તેને ખૂટતો બધો પગાર દેવદ્રવ્યમાંથી આપવો. આમ કરવાથી અન્યાય-માર્ગ અવલંબન લેવામાં નિમિત્તતાનું નિવારણ, માનવતાના અભાવનું નિવારણ, દેવદ્રવ્યની ચોરીના દોષનું નિવારણ વગેરે લાભો પ્રાપ્ત થાય છે. સુખી શ્રાવકો આવા સમયમાં વિશિષ્ટ દાન કરીને ધનમૂચ્છ ઉતારવાનો લાભ લે એ અતિ ઉત્તમ બાબત છે પણ તે વાત ન બને ત્યારે દેવદ્રવ્યની રકમનો ઉપયોગ આ રીતે દેવ માટે કરવામાં આવે તેમાં કશું અનુચિત જણાતું નથી. સવાલ : [૬૮] ધન કયાં વાપરવામાં વધુ લાભ ? દેરાસરમાં કે જીવદયામાં ? જવાબ : નિશ્ચયનય કહે છે કે જ્યાં તમારો ઉલ્લાસ ખૂબ વધતો હોય ત્યાં વાપરવામાં વધુ લાભ થાય.GIીદી .com વ્યવહારનય કહે છે, જે વખતે જ્યાં વિશેષ જરૂર હોય ત્યાં ધન વાપરવામાં વધુ લાભ થાય. સામાન્ય પરિસ્થિતિમાં દેરાસરમાં ધન વાપરવામાં વધુ લાભ થાય. તેનું કારણ એ છે કે જીવદયામાં બીજા જીવો ઉપર દયા કરવાની છે. આમાં પોતાનો અહંકાર પોષાવાની શકયતા ઘણી બધી છે. ‘દયા ધરમ કા મૂલ હૈ” એવી તુલસીદાસજીની વાત એકદમ સાચી છે. પણ ધરમની મૂળભૂત દયાથી પણ ચડિયાતો જે ગુણ છે તેનું નામ છે, કૃતજ્ઞતા. પોતાની ઉપર જે બીજાઓએ ઉપકાર (દયા) કરેલ છે તેમને યાદ કરીને તેમના પ્રત્યે બહુમાન દાખવવું, તેમની અનેક પ્રકારની સેવા કરવી એ બહુ મોટી વાત છે. વળી આ વાત બહુ કઠિન એટલા માટે છે કે આવી કૃતજ્ઞતા દાખવામાં પોતાના અહંકારનો નાશ કરવો પડે છે. જ્યાં અહંકારનો નાશ થાય કે તે મોળો પડે એ મોટો ધર્મ કહેવાય. તારક પરમાત્માએ જગતની અસારતાનું આપણને ભાન કરાવીને આપણી ઉપર જબરદસ્ત ઉપકાર કર્યો છે. જગતના પદાર્થો ઉપર થનારી Page #120 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૦૩ તીવ્ર આસક્તિને આ રીતે તેમણે બ્રેક મરાવી છે : આપણને હેવાન કે શેતાન બનતા અટકાવ્યા, ઇન્સાન કે મહાન બનાવ્યા. આવા અત્યન્ત ઉપકારી પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યકત કરવા માટે જ સંસારી જીવોની સૌથી પ્રિય વસ્તુ ધનની મૂર્છા ત્યાગવામાં આવે છે. તે ધનથી પરમાત્માની ભક્તિ થાય છે. આથી એમ કહી શકાય કે સામાન્ય પરિસ્થિતિમાં જીવદયા કરતાં પ્રભુભક્તિમાં ધન વાપરવાથી વધુ લાભ થાય છે. પણ સબૂર ! એવી એક પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ વાત ઉલટાવવી પડે ખરી. ધારો કે ભયંકર દુકાળ દડી ગયો. હજારો માનવો અને લાખો અબોલ પ્રાણીઓ ભૂખમરામાં સપડાઈ ગયાં. ચારે બાજુ તેમની લાશોના ઢગલા થવા લાગ્યા. આવા સમયે પરમાત્મ ભક્તિનું કોઈ આયોજન કરીને કે મંદિરનું નિર્માણ કરીને લાખો રૂપિયાનો વ્યય કોઈ જૈનભાઈ કરે તે કરતાં દુષ્કાળની આફતના નિવારણ માટે કરે તે વધુ સારું. જો તે આમ કરશે તો અજૈન લોકોમાં જૈનધર્મની બે મોંએ પ્રશંસા થવા લાગશે. આ પ્રશંસાને જન્માન્તરમાં જૈનધર્મની પ્રાપ્તિ થવામાં બીજરૂપ કહેલ છે. આ કેટલો મોટો લાભ છે ! અન્ને તો આપણને વહાલા એવા ભગવાનને સર્વ જીવો વહાલા હતા. આપણા વહાલાના જે વહાલા હોય તે આપણને કેટલા બધા વહાલા હોય ! જૈનધર્મની આવી મોટી જગતમાં પ્રભાવના થાય એ કોઈ નાનોસૂનો ધર્મ નથી, | સર્વ ધર્મો કરતાં આ ચડીઆતો ધર્મ છે. આથી જ, જૈનધર્મની નિંદા થાય તેવું કોઈ કાર્ય અજાપણામાં પણ ન થઈ જાય તે માટે સમજદાર જૈન લોકો અત્યન્ત સાવધ રહેતા હોય છે. એવી ધર્મનિન્દાના નિવારણ માટે જે કાંઈ ઉચિત કરવું પડે તે કરવાની જૈન શાસ્ત્રોએ સંમતિ આપી છે. બેશક, દેવદ્રવ્યની સંપત્તિનો દુષ્કાળ-નિવારણ માટે ઉપયોગ કરીને જૈનધર્મની પ્રશંસા કરવાની વાત ઉચિત નથી. કેમકે તેને અડયા વિના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધાર્મિક વહીવટ વિચાર જૈન ધર્મના શ્રીમંત લોકો પોતાની સંપત્તિનો ઉપયોગ આવા કાર્યમાં સરળતાથી કરી શકે તેમ છે. આ રીતે બે ય કામ સચવાઈ જતાં હોય છે માટે બીજો રાહ વિચારવો યોગ્ય ન ગણાય. જિનાગમ (૩) પ્રશ્નોત્તરી સવાલ : [૬૯] જ્ઞાનપૂજન અને ગુરુપૂજનની પેટી એક જ હોય છે, જેમાં બે ખાનાં પાડીને બે નામો લખેલાં હોય છે. આમાં એકની રકમ બીજામાં નંખાઇ જવાની શક્યતા ન રહે ? જવાબ : જો તેવી શક્યતા જણાતી હોય તો બે સાવ જુદી પેટીઓ બનાવીને બે જુદાં જુદાં સ્થાનમાં મૂકવી જોઈએ. સવાલ : [૭૦] જ્ઞાનખાતાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કયો હોઈ શકે? આ જવાબ :જિનાગમો (પંચાંગી) લખાવવામાં અને સાધુ-સાધ્વીજીઓને તે ભણાવવા માટે અજૈન પંડિતોને પગારથી રાખવામાં આ રકમનો શ્રેષ્ઠઉપયોગ થયો ગણાય. સવાલ : [૭૧] લહીઓ મળતા નથી તો “ઝેરોક્સ’ વગેરેની સહાયથી આગમાદિ ગ્રન્થોનું મુદ્રણ કાર્ય થઈ શકે ખરું ? જવાબ : લહીઓ મળતા ન હોય તો તેની શાળા ચલાવીને તે તૈયાર કરવા જોઈએ. શ્રીમંતો જો ધનમૂચ્છ ઘટાડે તો આ કામ અશક્ય નથી. આજે પણ કેટલાક મુનિઓ આ કાર્યમાં પ્રેરક બને છે, અને યથાશક્તિ કામ થાય છે. ઝેરોકસ એ મશીન છે, તેથી યન્સવાદને ઉત્તેજન મળે છે. વળી આ વસ્તુથી થતા મુદ્રણનું આયુષ્ય ઘણું હોતું નથી. જ્યારે વિધિસરની શાહી, કાગળ વગેરે જો તૈયાર કરાય અને લહીઆ પાસે લખાવાય તો તે ૭00 થી ૮00 વર્ષ સુધી ટકી જાય. જો કે લહીઆ દ્વારા લખાએલાનું શુદ્ધીકરણ-કાર્ય ખૂબ કપરું છે. પરંતુ સાધ્વીજીઓને તે શ્રુત-ભક્તિનું કાર્ય સોંપી શકાય ખરું. છતાં જો કામચલાઉ રીતે, તાત્કાલિક “જ્ઞાન” ને ટકાવી દેવા માટે ‘ઝેરોકસ’ વગેરેનો આશ્રય લેવો પડતો હોય તો તે “અનિવાર્ય સમજીને કરવું, પણ તેને આવશ્યક તો નહિ જ માનવું. Page #122 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૦૫ જો ઘણાબધા સાધુ-સાધ્વીજીઓ રોજ ૫૦ શ્લોક પ્રમાણે પ્રાચીન -૨હિત્ય લખે તો તે દસ વર્ષમાં લાખો શ્લોકનું લખાણ થઈ જાય. સવાલ : [૭૨] જૈનધર્મનાં પ્રાણત્તત્વો બે છે : જિનમૂર્તિ અને જિનાગમ. તો જિનાગમોની દીર્ઘકાલીન અને નક્કર રક્ષાનો ઉપાય શું? જવાબ : પોલાદી ધાતુની કેપ્યુલોમાં સમ્યજ્ઞાન ભરીને ધરતીમાં ૫૦ ફૂટથી વધુ ઊંડાઈએ ઉતારી દેવાથી રક્ષા થાય. ગમે તેવો બોમ્બમારો થાય તો ય મજબૂત તૈયાર કરાએલી ઊંડી ઉતારાએલી કેસૂલોને કોઈ હાનિ પહોંચે નહિ. આથી પણ ઉત્તમ ઉપાય છે, જ્ઞાનને જીવનમાં સોંસરું ઉતારી દેવું, ભાવિત કરી દેવું. ઉત્સર્ગ, અપવાદ, જ્ઞાન, ક્રિયા વગેરે સર્વ નયો જેનામાં આત્મસાતુ થયાં છે તે સુવિશુદ્ધ ચારિત્રધર મહાત્માઓની પેઢી દર પેઢી આગળ વધતી જે જ્ઞાનમયતા તે જ જ્ઞાનરક્ષાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. સવાલ : [૭૩] જ્ઞાનખાતાની રકમનાં પુસ્તકો શ્રાવકો વાંચી શકે ? જવાબ : હા. વાંચી શકે, પરંતુ પુસ્તકના વાંચનથી થનારા ઘસારા બદલ જો તે વર્ષે એકાદ વાર યોગ્ય રકમ (નકરારૂપે) જ્ઞાન ખાતે લખાવે તો સુંદર ગણાય. બાકી તે પુસ્તકની માલિકી તો તે ન જ કરી શકે. જો કોઈ સાધુ-સાધ્વી તેને પુસ્તક રાખવા આપે તો તો તેણે પૂછી લેવું જોઈએ કે તે પુસ્તક જ્ઞાન ખાતાની રકમનું નથી ને ? ખરેખર તો મુનિઓએ તેવાં પુસ્તકો, જ્ઞાન ખાતાની રકમથી નહિ છપાવવાં જોઈએ, જેનું વેચાણ થઈ ન શકે; જે ઢગલાબંધ રૂપે જેને તેને આપવાં પડે, છેવટે જે પસ્તીમાં વેચાઈ જાય. આથી તેમને ઘણો મોટો દોષ લાગે છે. સવાલ:[૭૪] જ્ઞાન ખાતાની રકમમાંથી ઉપાશ્રયના પાટ, પાટલા, સાધુને ઉપધિ વગેરે રાખવાનાં કબાટ લાવી શકાય ખરાં ? જવાબ : હા, જ્ઞાનનાં પુસ્તકો જ ભરવા માટેનાં કબાટ વગેરે લાવી શકાય, બીજું કશું જ ભરવા માટે નહીં. બાકી તો ગૃહસ્થોની જ ફરજ છે કે તેઓ ધનમૂર્છા ઓછી કરીને ઉપાશ્રયની જરૂરિયાતો-પાટ, પાટલા વગેરે-પૂરી કરી આપે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૭૫]પસ્તીમાં જવાને લાયક ગણાતી વસ્તુઓ-છાપાંઓ, મેગેઝિનો, પત્રિકાઓ, ટપાલો, વહીવટી ચોપડાઓ વગેરે-નો શી રીતે નિકાલ કરવો ? ૧૦૬ જવાબ : ગૃહસ્થોને અનુલક્ષીને આ સવાલ હોય તો તેનો જવાબ એ છે કે ઓછામાં ઓછી વિરાધનાને ખ્યાલમાં રાખીને ગૃહસ્થો કામ કરે. કેટલાકો નદી વગેરેના પાણીમાં પધરાવે છે. કેટલાક ફરીથી તેમાંથી નવો કાગળ બનાવવાના પ્રોસેસમાં (રી-સાઇક્લિંગમાં) વેચી નાંખે છે. કેટલાકો અવાવર કૂવામાં વિસર્જન કરે છે. ગૃહસ્થો પુષ્કળ વિરાધનાઓમાં બેઠેલા જ છે. તેમણે તેમની રીતે-પાપીભીરુતાને જીવંત રાખીને જયણાપૂર્વક આ બાબતમાં વિચારવું પડે. વર્તમાનમાં સાધુઓ સામાન્ય રીતે આવી પોતાને બિન-ઉપયોગી ઠરતી નોટો વગેરેના નાના ટુકડાઓ કરીને વિધિપૂર્વક અવાવર કૂવામાં વિસર્જન કરતા જોવા મળે છે. જો કે હાલમાં તેવાં લક્ષણો ધરાવતા કૂવા ખાસ જોવા મળતા ન હોવાથી તેમાં ઘણી મુશ્કેલી પડે છે. આથી જ સાધુઓ ગૃહસ્થોની વસ્તુઓ છાપાં, પત્રિકા, મેગેઝિનો, કંકોત્રીઓ વગેરેતેમને ભળાવી દેતા હોય છે, જેથી તે અંગેની વિસર્જન વિધિ તેમને કરવાની ન રહે. સવાલ : [૭૬] ભારતમાં સેંકડો જૈન જ્ઞાનભંડારો છે. જેમાંના ઘણાબધા અસ્તવ્યસ્ત છે. કેટલાકને તો ઉધઈ પણ લાગી ચૂકી હશે. આ બધા ભંડારોને એક જ ઠેકાણે એકત્રિત કરીને તેની સારસંભાળ થાય તો કેવું ? જવાબ : હા, તેમ થઈ શકે ખરું, પણ આ જમાનો બોમ્બમારાનો હોવાથી કેન્દ્રીકરણ કરવામાં મોટું જોખમ છે. જો ભંડારો જુદા જુદા ઠેકાણે બરોબર સચવાતા રહે તો તે જ ઉત્તમ ગણાય. કેમકે તે રીતે બોમ્બમારાથી અમુક ભંડારો સળગી જાય તો પણ બાકીના સેંકડો ભંડારો ઊગરી જાય. તિબેટના લેહ નગરમાં આ રીતે એકત્રિત કરાએલા ભંડારની અતિ મૂલ્યવાન દસ હજાર નકલો એક જ બોમ્બમારાથી સળગીને સાફ થઈ ગઈ હતી. તિબેટની સમગ્ર પ્રજાને અસહ્ય આઘાત લાગ્યો હતો. સવાલ : [૭૭] વર્તમાનકાલીન મહાત્માઓનાં જીવનચરિત્રો જ્ઞાન ખાતાની રકમમાંથી છપાવી શકાય ? Page #124 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૦૭ જવાબ : અતિવિશિષ્ટ કારણ વિના અને ગીતાર્થ સુવિહિત ગુરુઓની સંમતિ વિના છપાય તે ઉચિત જણાતું નથી. આવાં કાર્યો કરવા જ હોય તો ગૃહસ્થોના ધનથી જ કરવાં જોઈએ. પ્રાચીનકાળના મહાગીતાર્થ મહાપુરુષોનું સાહિત્ય અતિ મૂલ્યવાન છે. તેને નષ્ટ ન થવા દેવા માટે, તેના રક્ષણ વગેરે માટે જે આ ખાતાની રકમ વપરાય તે જ તેનો શ્રેષ્ઠ ઉપયોગ ગણાય. સવાલ : [૩૮] જ્યાં ને ત્યાં સંઘોમાં જ્ઞાનખાતાની મોટી રકમ જમાં પડી છે, તે એકઠી કરીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ શું થઈ શકે ? જવાબ : જો જ્ઞાન ખાતાના લાખો રૂ. યોગ્ય સ્થળે એકત્રિત થાય તો લહીઆઓ તૈયાર કરવા માટેની અજૈન લહઆઓની સ્કૂલ ચલાવવી જોઈએ. તે પછી-એમને તૈયાર કર્યા બાદ-ઢગલાબંધ ધૃત લખાવવું જોઈએ. વિદ્વાનોને પગારથી રોકીને તે તપાસાવવું જોઈએ. આ માટે ઉત્કૃષ્ટ કોટિનાદીર્ઘજીવી-કાગળ ખાસ પ્રયત્નથી ગૃહસ્થોએ કાશમીર વગેરે સ્થળે બનાવરાવવો જોઈએ. આમ થશે તો જ સમ્યજ્ઞાન ટકી શકશે. મારા સાંભળવા મુજબ વિવિધ ભંડારોમાં દસ લાખ હસ્તલિખિત પ્રતો એવી છે જેની પોથી કદી ખોલવામાં આવી નથી. આ બધું શ્રુત કાળના ઝપાટામાં સાફ થઈ જશે તો ભાવી જૈન-સંઘ અનાથ બની જશે. સવાલ : [૩૯] લહીઓને પ્રતો લખવવાનું શિખડાવવા જ્ઞાનખાતામાંથી લહીઆ સ્કૂલ ચલાવી શકાય કે નહિ ? નવા લહીઆ વિદ્યાર્થીઓને ભોજનાદિનો ખર્ચ જ્ઞાનખાતામાંથી આપી શકાય કે નહિ? જવાબ : હા, આ બધું થઈ શકે, પરન્તુ તે લહીઓ થનારી વ્યક્તિ અજૈન હોવી જોઈએ. તેમજ તે લહી આને ભોજન-ખર્ચ જે અપાય તે તેના પગાર પેટે હોવો જોઈએ. આવી કોઈ યોજના થાય તે ખૂબ જરૂરી છે, નહિ તો દીર્ધાયુષ્ય ધરાવતું આ હસ્તલેખન બંધ પડી જશે. ઝેરોકસ કે મુદ્રણનું આયુષ્ય તો અતિ અલ્પ હોય છે. સવાલ : [૮૦] સાધુ-સાધ્વી કેવા પ્રકારનાં પુસ્તકોનું પ્રકાશન જ્ઞાનખાતામાંથી કરાવી શકે ? જવાબ :૨ મુખ્યત્વે પ્રાચીન ગ્રન્થોનું પ્રકાશને યોગ્ય ગણાય. અથવા તેવા ગ્રન્થોનાં ભાપાત્તરો કે વિવેચનોના ગ્રન્થોનું પ્રકાશન પણ યોગ્ય ગણાય. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધાર્મિક વહીવટ વિચાર પરન્તુ સાવ નવા જમાનાની રીતરસમના ધાર્મિક કહેવાતા એકમાત્ર પોતાનાં વ્યાખ્યાનનાં પુસ્તકોનું પ્રકાશને જ્ઞાનખાતાની રકમમાંથી ન કરાવાય તો સારું. છેવટે આવાં પુસ્તકો માટે જ્ઞાનખાતેથી રકમ લેવી. પુસ્તકોનું વેચાણ થઈ જાય એટલે વ્યાજ સાથે તે રકમ જ્ઞાનખાતે પરત કરી દેવી. આમ કરવા કરતાં ગૃહસ્થો પાસેથી જ ભેટ મેળવીને આ કામ કરવું તે યોગ્ય ગણાય. સવાલ : [૧] સંસ્કૃત આદિ શિખવાડીને પંડિત બનાવવા અજૈન વ્યક્તિનો તમામ ખર્ચ જ્ઞાનખાતાની રકમમાંથી આપી શકાય ? ભવિષ્યમાં પંડિત બનીને તે વ્યક્તિ ઘણા સાધુ-સાધ્વીને ભણાવે તે મોટો લાભ નથી ? જવાબ : હા, આમાં કોઈ વાંધો જણાતો નથી. તે ખર્ચ તેના માટે યોગ્ય ગણાતા પગાર જેટલો થવો જોઈએ. અથવા તેની વિશિષ્ટતા પ્રમાણે થવો જોઈએ. ગમે તેમ તોય જ્ઞાનખાતાની રકમ છે તેનો બેફામ ઉપયોગ તો ન જ થઈ શકે. વળી કંજૂસાઈ પણ ન થવી જોઈએ. વળી એ માણસ ભવિષ્યમાં સદા માટે પંડિતના જ વ્યવસાયમાં રહે તેવી ખાત્રી હોવી જોઈએ. આજે અન્ય વ્યવસાય મળતાં જ ઘણા પંડિતો પોતાનો વ્યવસાય છોડી દેતા હોય છે. સવાલ :૮૨] જ્ઞાનખાતાના પૈસાથી બનેલ જ્ઞાનભંડારમાં બેસીને સાધુ-સાધ્વી કે ગૃહસ્થો પુસ્તક-વાંચન કે ભોજનાદિ કરી શકે ? જવાબ : હા, જ્ઞાનખાતાની રકમથી બનેલ જ્ઞાનભંડારમાં પુસ્તક વાંચન કે સ્વાધ્યાય વગેરે સાધુ-સાધ્વી કરી શકે, પરનું ભોજનાદિ કરી શકે નહિ. તેવું કયારેક બની ગયું હોય તો તેટલા દિવસનું ભાડું ગણીને તે રકમ જ્ઞાનખાતે ભરી દેવાની વ્યવસ્થા ગૃહસ્થ પાસે કરાવવી જોઈએ. - સાધુ સાધ્વી (૪૫) પ્રશ્નોતરી સવાલ : [૩] ગુરુના ચરણે નાણાંનુ પૂજન, ગુરુને કામળી વહોરાવવાનું ઘી વગેરે રકમો કયા ખાતે જમા થાય ? જવાબ : ‘શ્રાદ્ધજિતકલ્પ’માં આવેલા પ્રાયશ્ચિત વિધિ અન્તર્ગત પાઠ પ્રમાણે આ રકમ ગુરુ-વૈયાવચ્ચ ખાતે જાય. જ્યારે વિક્રમરાજા વગેરેનાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૦૯. દૃષ્ટાન્ત લઈને કેટલાક સમુદાયો આ રકમને માત્ર દેવદ્રવ્યમાં લઈ જવાનું જણાવે છે. તે યુક્તિસંગત જણાતું નથી. ગુરુની જે કોઈ વૈયાવચ્ચ હોય-તેમને ઔષધ આપવું, ડોળી ઉપાડવી, સેવા માટે માણસ રાખવો, વિહારમાં જ્યાં શ્રાવકોનાં ઘરો જ ન હોય ત્યાં વૈયાવચ્ચરૂપે રસોડું ચલાવવું....વગેરે બાબતોમાં આ રકમ વાપરવામાં આવે છે. કેટલાક કહે છે કે, ‘પેટમાં જતી વસ્તુ આ રકમમાંથી ન લવાય.' જોકે હાલમાં વ્યવહાર તો એવો જોવામાં આવે છે કે, આ રકમ પેટમાં જતી વસ્તુ-ઔષધ કે આહારપાણી-માં પણ વપરાય છે. આ અંગે ગીતાર્થ વડીલો યોગ્ય નિર્ણય કરશે એવી આશા છે. સવાલ : [૮૪] કાળધર્મ અંગેની ઉછામણીની રકમ શેમાં જાય? જવાબ : ભૂતકાળમાં આ ઉછામણી બોલાતી ન હતી એટલે એનો શાસ્ત્રપાઠ મળી શકે નહિ. જે નવી વસ્તુ શરૂ થાય તેમાં પરંપરા જોવી પડે, અથવા વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યોનો નિર્ણય માન્ય રાખવો પડે. તે નિર્ણય હંમેશ શાસ્ત્રસાપેક્ષ જ કહેવાય. કાળધર્મની ઉછામણી ગુરુભક્તિ સ્વરૂપ હોવાથી કયારેક ગુરુમંદિર બનાવવામાં અથવા જિનભક્તિમાં લઈ જવાઈ છે, કયારેક ઉપાશ્રય બાંધકામમાં તો કયારેક જીવદયામાં પણ લઈ જવાઈ છે. કયારેક ગુરુવૈયાવચ્ચ ખાતે (ખાવા સિવાયના) પણ લઈ જવાઈ છે. સવાલ : [૮૫] ગુરુ-વૈયાવચ્ચની રકમમાંથી ગુરુની કઈ વૈયાવચ્ચ થાય ? જવાબ : ગુરુની ગ્લાન અવસ્થામાં તેમને જરૂરી બધી બાબતોનો ખર્ચ આ રકમમાંથી થઈ શકે, ડોળીવાળાનો પગાર, અજૈન માણસ રાખવો પડે તેનો પગાર પણ આપી શકાય. વળી કપડાં, પાતરાં વગેરે ઉપધિ પણ લાવી શકાય. પરંતુ જે વસ્તુઓ મહાવ્રતોને બાધ પહોંચાડે તેવી હોય તે વસ્તુઓઆજની મોહજનક વૈભવી વસ્તુઓ, કન્નોવાળી વસ્તુઓ, શોખની વસ્તુઓ, વૈજ્ઞાનિક શોઘખોળોની વસ્તુઓ, તો વૈયાવચ્ચરૂપે લાવી શકાય નહિ. ગૃહસ્થોએ સ્વદ્રવ્યથી પણ આવી વસ્તુઓ લાવી આપીને મુનિઓના મહાવ્રતોને જોખમમાં મૂકવાં જોઈએ નહિ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૪૬] વૈયાવચ્ચના ફંડની રકમમાંથી ગરીબોની હોસ્પિટલાદિમાં અનુકમ્યા થઈ શકે ? આ રકમની લાવેલી વસ્તુઓ ગુરુમહારાજ ગૃહસ્થોને આપી શકે ? જવાબ : બંને સવાલોનો જવાબ સ્પષ્ટ નકારમાં છે : કદાપિ નહિ. હા, જે એવી વસ્તુઓ હોય કે જે સાથે રાખી શકાય તેમ ન હોય તેવી ગ્લાનાવસ્થામાં ચટાઈ વગેરે લેવી પડે તો વૈયાવચ્ચ ખાતેની રકમમાંથી તે લાવવી નહિ અને ગૃહસ્થ સ્વદ્રવ્યથી લાવેલી તે ચટાઈ વગેરે સાધુએ વહોરવી નહિ, પરંતુ ગૃહસ્થ થકી રાખવી અને કામ પૂરું થતાં ગૃહસ્થને ભળાવી દેવી (પરત કરી દેવી). દવાઓ પણ વધી પડે છે માટે તે બાબત પર આવું કહી શકાય. પણ પાતરા, કપડાં, કામળી વગેરે માટે તો આવો વ્યવહાર ન જ કરી શકાય. સવાલ :[૮] જે ગામોમાં વૈયાવચ્ચની રકમની આવકનું સાધન ન હોય તેઓ વૈયાવચ્ચનો ખર્ચ કેવી રીતે કાઢે ?GOી . જવાબ : જે નગરોમાં મુમુક્ષની દીક્ષાઓ અવારનવાર થતી હોય ત્યાં જ ઉપકરણોની ઉછામણી બોલાય તેની રકમ તે સંઘોએ જરૂરવાળા ગામોમાં મોકલવી જોઈએ. જે વૈયાવચ્ચનાં રસોડાઓ ચાલતાં હોય તેમાં ય તે સંઘોએ સહાયક બનવું જોઈએ. દર વર્ષે તે ગામો પોતાનો સંપૂર્ણ ખર્ચ મોકલી આપે અને સંઘો તે પૂરેપૂરી રકમ તેમને મોકલી આપે. આમ મોટાભાઈએ નાનાભાઈને મદદ કરવી જ જોઈએ. સવાલઃ[૮૮] ખાસ કરીને સાધ્વીજીઓને શીલરક્ષા અંગે માણસ સાથે રાખવાની જરૂર રહે છે તો વૈયાવચ્ચ ખાતેથી તેનો પગાર અપાય ખરો ? જવાબ : હા, તે માણસ અર્જન હોવો જોઈએ. સાધ્વીજીના વિહાર અંગે આવી વ્યવસ્થા દરેક ગામે થવી જોઈએ. ગામનાં ત્રણથી પાંચ જૈન બહેનો (અથવા ભાઈઓ) સાધ્વીજીની સાથે બીજા ગામ સુધી વિહારમાં સાથે રહે, બીજા ગામના શ્રાવકોને, સાધ્વીજી સોંપ્યા પછી જ તે પોતાને ગામ પાછા આવે. હવે એ બીજા ગામના ભાઈઓ તેમને મુકવા ત્રીજા ગામ સુધી જાય. જો આ રીતે કરાય તો શીલરક્ષાનો પ્રશ્ન સરળતાથી ઊકલી જાય. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી વળી, સાધ્વીઓએ સવારે પ્રકાશ થતાં પૂર્વે બિલકુલ વિહાર કરવો જોઈએ નહિ, જે અકસ્માત થાય છે તે અંધારાના વહેલા વિહારમાં જ મોટેભાગે થાય છે. સવાલ :[૪૯] વૃદ્ધ કે અતિ ગ્લાન સાધ્વીજીને સ્થિરવાસ કરાવવા માટે પ્રાયઃ કોઈ સંઘ તૈયાર થતો નથી. આથી તેઓ જ્યાં ત્યાં હડધૂત થાય છે. આના પ્રત્યાઘાતરૂપે પોતપોતાના અંગત ફલેટોની ખરીદી થવા લાગી છે, તે યોગ્ય છે ? જવાબ : ના.....આ જરા ય યોગ્ય નથી. આવા ફલેટોના ચૅડિલ, માત્રુના પ્રશ્નો કરતાં ખૂબ વિકરાળ પ્રશ્ન સહવર્તી યુવા-સાધ્વીજીઓના શીલ-સંબંધમાં છે. ફલેટની સોસાયટીના અન્ય લોકો તરફથી આ મોટું જોખમ ઊભું થવાની પૂરી સંભાવના રહે છે. ખાનગી માલિકી જેવા ફલેટોના ભયને જોઈને એમ કહેવાનું મન થાય છે કે વૃદ્ધ વગેરે પ્રકારનાં સાધ્વીજીઓ માટે નાના નાના અનેક સ્થિરવાસાલયો વસતિવાળા પ્રદેશોમાં ઊભાં થવાં જોઈએ. પરંતુ આમાં ય જો નોકરશાહીથી કામ લેવાનું હોય તો રિબાઈને મરવાનો સવાલ ઊભો થઈ જાય. એટલે જ ગીતાર્થોએ મળીને આનો કોઈ યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. બાકી જો પોતપોતાના વતન વગેરેમાં જે સંઘશાહી રીતે સ્થિરવાસ કરે તો બહુ સરસ રીતે બધું સચવાઈ જાય. ભૂતકાળમાં આ જ વ્યવસ્થા હતી. સવાલ : ૯િ૦] ગુરુ પૂજનની રકમ શેમાં જાય ? આ અંગે શાસ્ત્રપાઠ અને પરંપરા બને જોવા મળે છે તો અમારે શું કરવું ? જવાબ : ગુરુની પૂજા પૂર્વે વસ્ત્રાદિથી થતી હતી. છતાં વિક્રમ, કુમારપાળ વગેરે રાજાઓએ સુવર્ણાદિથી પૂજા કરી એટલે ગીતાર્થ આચાર્યોએ વસ્ત્રાદિદાનને ભોગાઈ ગુરુદ્રવ્ય કહ્યું. પણ સુવર્ણાદિ દાનને પૂજાઈ ગુરુદ્રવ્ય કહ્યું. સુવર્ણાદિનો સીધો ગુરુ ઉપભોગ ન કરી શકે, અડી પણ ન શકે માટે તેનો ભોગાઈ ગુરુદ્રવ્ય તરીકે નિષેધ કર્યો. આ રાજાઓએ સુવર્ણાદિથી પૂજા કરી પછી ગુરુઓને પૂછવામાં આવ્યું કે, “આનો શું ઉપયોગ કરવો ?' જવાબમાં સિદ્ધસેન દિવાકર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધાર્મિક વહીવટ વિચાર સૂરિજીએ જીર્ણોદ્ધાર આદિમાં ઉપયોગ કરવા કહ્યું, અથવા કયાંક ગુરુદેવે સાધારણ ખાતાના દાબડામાં (ભદ્રેશ્વરસૂરિજી કૃત ‘કહાવલી’ તથા ‘પ્રભાવક ચરિત્ર'માં) લઈ જવા પ્રેરણા કરી. કયાંક (પ્રબંધ ચિંતામણીમાં) ગરીબ લોકોને ઋણમુક્ત કરી દેવાના ઉપયોગમાં તે રકમ લેવાનું જણાવ્યું છે. - પૂજય પાદલિપ્તસૂરિજીને રાજાએ વસ્ત્રો ભેટ કયાં હતાં. એ વસ્ત્રો બ્રાહ્મણોને અપાયાં છે. આગ્રામાં પૂ. મહોપાધ્યાયજી યશોવિજયજી મ.સા.ના ચરણે આગ્રાસંઘે સાતસો રૂપિયા મૂકયા હતા. (જુઓ સુજસવેલિરાસ, બીજી ઢાળ) આ રકમ પૂજ્યશ્રીની સૂચનાથી પુસ્તકો બનાવીને વિદ્યાર્થીઓને વહેંચી આપવામાં આવ્યાં હતાં. આગરાઈ સંઘ સાર, રૂપૈયા સાતસે હો લાલ, મૂકે કરી મનહાર આગે જસને પગે હો લાલ, / પોઠાં પુસ્તક તાસે, કરાય ઉમંગમ્યું હો લાલ છાત્રોને સવિલાસ, સમાવ્યા રંગમ્યું હો લાલ આ ઉપરથી એવું કહી શકાય કે ગુરુદ્રવ્ય માટેની જે પરંપરા આગળ કરાય છે તે જીર્ણોદ્ધારમાં વાપરવાની પરંપરા નથી. ઉપરના પાઠો તો “ગુરુદ્રવ્યને દેવદ્રવ્ય” તરીકે હરગિજ ગણતા નથી. વળી જ્યાં ગુરુદ્રવ્યય જીર્ણોદ્ધારમાં વાપરવાનું સૂચન થયું છે ત્યાં પણ “આદિ” શબ્દ તો નવ્ય-ચંત્યકરણ શબ્દની સાથે મૂકયો જ છે. હવે “આદિ” શબ્દથી કોનો સંગ્રહ કરવો ? જીર્ણોદ્ધાર અને નવ્યત્યકરણ પછી તેને જ આદિ શબ્દથી લેવાય જે “ગોરવાઈ સ્થાનો” હોય એમ ત્યાં કહ્યું છે. તો ગુરુદ્રવ્યથી ઊંચેનાં ખાતાઓ-જેમાં જ્ઞાનખાતું પણ આવે છે તેને ગૌરવર્ણ સ્થાન કેમ કહી ન શકાય ? આમ ગુરુદ્રવ્ય જ્ઞાનખાતે પણ વાપરવામાં સંમતિ આપવી પડશે, વળી ગુરુપૂજા કરનારા શ્રાવકો માટે ગુરુ (સાધુ-સાધ્વી) પણ ગૌરવાઈ સ્થાન છે, તેનો સંગ્રહ કરવો પડશે. જો ગુરુવૈયાવચ્ચનું સ્થાન પણ “આદિ” શબ્દથી સ્વકારાય તો જ “શ્રાદ્ધજિત કલ્પમાં” ગુરુદ્રવ્યની ચોરી કરનારને પ્રાયશ્ચિત્તરૂપે તેટલી રકમ ગુરુ-વૈયાવચ્ચ કરતા વૈદ્યાદિને વસ્ત્રદાનાદિ રૂપે આપવાની જે વાત કરી છે તે ઘટી શકે. જો ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ Page #130 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૧૩ જવાતું હોય તો ગુરુદ્રવ્યની ચોરીની રકમના પ્રાયશ્ચિત્તરૂપે તેટલી રકમ દેવદ્રવ્યમાં જ વાપરવાનું ત્યાં કહેવામાં આવ્યું હોત, જ્યારે ગુરુ-વૈયાવચ્ચમાં જો તે રકમ ભરવાનું પ્રાયશ્ચિત્તરૂપે જણાવાયું છે ત્યારે આ વાત શાસ્ત્રપાઠથી એકદમ સિદ્ધ થાય છે કે ગુરુદ્રવ્ય વાપરવાનું સ્થાન ગુરુ-વૈયાવચ્ચ પણ છે. હવે સમજાશે કે વિક્રમરાજા વગેરેનાં દૃષ્ટાન્તોથી (વિવિધ પરંપરારૂપે) ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધાર આદિમાં વાપરી શકાય છે, જ્યારે એ દૃષ્ટાન્તો ઉપરાંતના શાસ્ત્રપાઠથી તેના સ્પષ્ટ શબ્દો દ્વારા ગુરુ વૈયાવચ્ચમાં વાપરી શકાય છે. ગુરુ-વૈયાવચ્ચના પક્ષવાળા ઉપરના ખાતા તરીકે જીર્ણોદ્ધારમાં જરૂર લઈ શકશે. અને જીર્ણોદ્ધારના પક્ષવાળા ‘આદિ” શબ્દને સ્વીકારીને ગુરુવૈયાવચ્ચને પણ કબૂલી શકે છે. જો તેઓ તેમ ન સ્વીકારે તો પ્રાયશ્ચિત્ત વિધિગત વિધાન (વૈદ્યાદિનું) અસંગત બની જાય. જીર્ણોદ્વારમાં જ જો તે કમ હોય તો વૈદ્યને શી એટલે આ રીતે બન્ને પક્ષની માન્યતાઓનો સમન્વય કરવો એ જ ઉભયપક્ષ માટે હિતાવહ લાગે છે. પૂ. બાપજી મ. (સિદ્ધિસૂરિ મ.સા.) ના પૂ. ભક્તિસૂરિ મ.સા. ઉપર લખાયેલા પત્રમાં ગુરુપૂજનના દ્રવ્યને ડોળીવાળા માણસ વગેરેને આપવાનું વિધાન કરેલ છે. સવાલ : [૯૧]ઘણાં બધાં સાધુ-સાધ્વી પોતાના સીધા હસ્તક્ષેપવાળા ઉપાશ્રય બનાવીને કાયમી સ્થિરવાસ રહે છે તો તે સાધુ-સાધ્વી સાવ શિથિલ નહિ બની જાય માટે એવું નથી લાગતું કે ક્રિયોદ્ધારની જરૂર છે ? જવાબ : ક્રિયોદ્વાર જેવું મહાન્ કાર્ય તો કોઈ યુગપુરુષ જેવા મહાત્મા કરી શકે. પણ જ્યાં સુધી આવા મહાપુરુષ સંપૂર્ણ ક્રિયોદ્ધાર ન કરે ત્યાં સુધી જેનામાં જેટલી શક્તિ હોય તે મુજબ ક્રિયોદ્ધાર માટે પુરુષાર્થ કરતા રહે તે ઇચ્છનીય છે. હાલ, તો જૈનસંઘ જોરદાર યાદવાસ્થળીમાં સપડાયો છે. એમાંથી જો એને કોઈ છોડાવે, એકસંપી કરે તો ય ઘણું. સંસાર-ત્યાગીએ ઘર મૂકયું છે. એને હવે નવું ઘર વસાવવાનું હોય નહિ. પરન્તુ જે વૃદ્ધ થયા છે કે ટૂંક સમયમાં વૃદ્ધ થવાના છે તેમને એવો વિચાર આવે છે કે, “મારા તે સમયના સ્થિરવાસ માટે હું એકાદ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધાર્મિક વહીવટ વિચાર ઘર(ફલેટ વગેરે)ની સગવડ કરી રાખું, જેની ઉપર મારી પૂરી સત્તા રહે, ટ્રસ્ટ બનાવું, ટ્રસ્ટીમંડળ બનાવું- પણ તે બધું મારા આધિપત્ય હેઠળ.” આવી ભાવનામાંથી પોતાની માલિકી જેવાં ઘરો (ઉપાશ્રયો)નું સર્જન થાય છે. જૈનસંઘના ઉપાશ્રયમાં ટ્રસ્ટી લોકો સ્થિરવાસ કરવા માંગતા ત્યાગીઓને ઊતરવા દેતા નથી. કેમકે તેમ કરે તો અન્ય સાધુ-સાધ્વી તે સ્થળે ચોમાસુ કરવાની ઘણીવાર ના પાડે છે. હવે આ સ્થિતિમાં વૃદ્ધાવસ્થાવાળાં સાધુ-સાધ્વી ક્યાં જાય ? પૂર્વના કાળમાં જે તે ગામડામાં કે શહેરમાં તેવાં સાધુ-સાધ્વી સ્થિરવાસ કરતાં. દરેક ગામને ભાગે બે ત્રણ વૃદ્ધો આવે એટલે તેમની આજીવન સેવા તે ગામ સહેલાઈથી કરતું. પણ હવે ગામડાં તૂટયાં. વેપાર તૂટી જતાં વાણીઆ પણ તૂટયા. આથી સારસંભાળ તેઓ કરી જ ન શકે તેવી હાલત થઈ. . આથી જ “ઘર” વસાવવાની નબળી મનોવૃત્તિનું ઠેરઠેર સર્જન થયું આમાં સૌથી મોટું નુકસાન તે વૃદ્ધની સાથે સહાયક વગેરે તરીકે રહેતાં સાધુ-સાધ્વીને-અતિ સંસક્ત વસતિના કારણે-થાય છે. જે ફલેટમાં તે રહેતાં હોય ત્યાં અંડિલ, માત્રુ પરઠવાય નહિ, લોકોને સૂગ ચડે. આથી ફરજિયાતપણે ફલેટનાં સંડાસ-બાથરૂમ વાપરવાં પડે. લાંબા ગાળા સુધી એક સ્થળે રહેવાથી અતિ પરિચય થતાં કાં તીવ્ર રાગ અથવા તીવ્ર વૈષ ઉત્પન્ન થાય. જે નોકરો, ગુરખાઓ, ઝાડૂ વાળતી બાઈઓ વગેરે હોય તેમની સાથે અતિ સંપર્ક થવાથી ભયાનક નુકસાન થાય. જો લોકો ગોચરી-પાણી વહોરાવવા તરફ નફરત કરવા લાગે તો ફલેટના રસોડામાં જ રસોઈ કરાવવાનો સમય આવી જાય. આ બધું ચારિત્રધર્મને પાયમાલ કરનારું બની જાય. સવાલ છે કે વિકલ્પ શું ? સંઘના મોવડી શ્રાવકોએ જ આ વાત વિચારવી જોઈએ. આ વિષયમાં તેમની ઉપેક્ષા ધરાર સારી નથી. મને અંગત રીતે લાગે છે કે નાના નાના પંદરથી વીસ સ્થિરવાસ કેન્દ્રો તીર્થની ભૂમિઓમાં ઊભાં કરાય તો આ પ્રશ્ન ઊકલી જાય. તેમાં * જયાં વૃદ્ધ સાધ્વીજીઓ રહે ત્યાં સાધુઓ ન રહે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી : વૃદ્ધોની જેમ બીમાર અને અશક્ત સાધુઓની યોજનામાં સમાવેશ કરી લેવો જોઈએ. જો કે આવાં સ્થિરવાસ-કેન્દ્રો પણ આ પ્રશ્નનો સાચો ઉકેલ તો નથી જ, પણ જ્યાં સુધી વિવિધ ગામોના સંઘો પોતે.વૃદ્ધો વગેરેને પૂર્વના કાળની જેમ સાચવી ન લે ત્યાં સુધી આ વિકલ્પ વગર છુટકારો નથી. આનાથી ડોળી કે ‘વહીલ ચેરના વૃદ્ધોના વિહારો બંધ થશે. અતિ સંસક્ત વસતિમાં પોતાનું ઘર લેવાની વાત ઉપર ચોકડી પડશે. તે અંગેના ચારિત્રભ્રંશાદિનાં નુકસાન દૂર થશે. સ્થિરવાસ-કેન્દ્રમાં ય મુશ્કેલીઓ તો ઘણી છે. ખાસ કરીને, જાતજાતના વિચિત્ર સ્વભાવ ધરાવતી વ્યક્તિઓને ખૂબ સારી રીતે સાચવવાની જવાબદારી અદા કરવાનું કામ અતિ મુશ્કેલ છે. એમના માટે વૈદકીય સારવાર સંતોષજનક કક્ષાની હોવી જોઈએ. એમાં જો ખામી રહી જાય તો પણ તેઓ ખૂબ અસમાધિ પામે. ભારે આર્તધ્યાન કરે. આવું બધું ન થવા દેવા માટે શ્રાવક-શ્રાવિકાઓએ ઉપયોગ રાખવો જોઈએ. સતત ઉત્તમ કોટિના શ્રાવકોએ કે શ્રાવિકાઓએ-મીશનરી સંસ્થાની નર્સો વગેરેની જેમ-આ જ વાતનો ભેખ લેવો જોઈએ. તેમના સામાયિક, પૂજા, પ્રતિક્રમણ કરતાં ય વધુ મહત્ત્વ આ સાધુ-સેવાને તેમણે આપવું જોઈએ. ધન તો આ વિષયમાં ઘણું મળી રહેશે. એટલે જો દરેક સ્થિરવાસ-કેન્દ્રમાં બે થી ત્રણ ઉત્તમ ભેખધારી વ્યક્તિઓ ગોઠવાય તો આ કાર્યમાં જબરી સફળતા મળી શકે. સવાલ : [૨] આજના કાળમાં ગુરુમંદિર બનાવવું શું યોગ્ય છે ? જવાબ : માત્ર ગુરુમંદિર બનાવવું યોગ્ય જણાતું નથી. એવાં ઘણાં બધાં ગુમંદિરે જોવા મળે છે જે એકલ-દોકલ લત્તામાં કે ગામ-બહાર અગ્નિસંસ્કારની ભૂમિમાં હોવાથી જેની કશી કાળજી લેવાતી નથી. જ્યાં અશુચિ આદિ પુષ્કળ થાય છે; જયાં જુગારાદિ પણ રમાય છે. કરવું જ હોય તો ગુરુમંદિર એ રીતે કરવું જોઈએ જેના મોટા હોલ વગેરેનો પ્રવચનાદિ કાર્યો માટે ઉપયોગ થઈ શકે. એ હોલના એક વિભાગમાં ગુરુ-મૂર્તિની સ્થાપના થાય. આ સમગ્ર ઇમારતને “મૃતિ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધાર્ષિક વહીવટ વિચાર મંદિર” ગણવામાં આવે. સવાલ : [૩] જૈનોની વસતિ વગરનાં ગામડાંમાં ગુરુવૈયાવચ્ચની રકમમાંથી સાધુ-સાધ્વી માટે રસોડાં ચલાવી શકાય ? ડોળીવાળાને, સંભાળનાર માણસ વગેરે ભોજનાદિ વ્યવસ્થા ગુરુ વૈયાવચ્ચની રકમમાંથી આપી શકાય ? જવાબ : વિહારનાં ક્ષેત્રોમાં સાધુ-સાધ્વીજીને માટે જ ઉપાશ્રયોની તથા રસોડાની વ્યવસ્થા કરાતી ઠેર-ઠેર જોવા મળે છે. આ બન્ને “આધાકર્મ” દોષવાળાં બનવાથી સાધુ-સાધ્વી માટે અનિવાર્ય સંયોગ સિવાય ત્યાજય છે. આમ છતાં તેમનો ઉપયોગ ઘણાં બધાં સાધુ-સાધ્વીઓને ના છૂટકે કરવો પડે છે. હા, હજી પણ કેટલાંક વિશિષ્ટ સાધુ-સાધ્વીઓ છે જેઓ આ બન્ને વસ્તુનો-ખાસ કરીને-રસોડાનો ઉપયોગ કરતાં નથી. અજૈનોમાં જઈને જે મળે તે-રોટલા વગેરેથી નિર્વાહ કરી લે છે. અથવા વધુ લાંબા વિહારો કરીને તે દોષ ટાળે છે. વળી , આવા રસોડા ખાતે ગુર-વૈયાવચ્ચ ખાતાની રકમ વાપરી શકાય. વળી, અજૈન ડોળીવાળાઓ વગેરેને આ રકમ મજૂરી પેટે આપી શકાય ખરી. તે રીતે તેમના ભોજનાદિમાં પણ આ રકમ વાપરી શકાય. પરંતુ સાથે રહેલ જૈન માટેની વ્યવસ્થા સાધારણ ખાતામાંથી અલગ કરવી જોઈએ. જો કે હાલમાં તો આ રકમ ઉપર્યુકત ઉપાશ્રયો અને રસોડાઓ ખાતે પણ વિવિધ સંઘો તરફથી મોકલાય છે, તેમાં વાંધો લેવાતો નથી. સવાલ : [૪] વૃદ્ધ સાધ્વીજીઓ જ્યાં ત્યાં સ્થિરવાસ કરીને બેઠાં છે. લાંબા સમયથી રહેવાને કારણે તેમની ઉપર સ્થાનિક લોકોને અપ્રીતિ થાય છે. સાધ્વીઓ પણ કયારેક તિરસ્કારાય છે. આના કરતાં તેમના માટે વૃદ્ધાશ્રમો કરવા જોઈએ કે નહિ ? જવાબ : ખેડૂતો ઢોર પાસે પૂરું કામ કઢાવી લઈને ઘરડું થતાં 'પાંજરાપોળે મૂકી દે છે. જેણે દાયકા બે દાયકાનો સંસાર ચલાવી આપ્યો તે ઢોરને મરતાં સુધી સરસ રીતે સાચવવું એ દરેક ખેડૂતની ફરજ છે. એ રીતે છૂટક છૂટક રેખાએલાં ઢોર સારી રીતે સચવાઈ જાય. પણ જો તેમનું પાંજરાપોળમાં કેન્દ્રીકરણ થાય તો મોટા સમૂહમાં તેમની માવજત બરોબર ન થતાં તેઓ ઊલટાં રિબાય. વયોવૃદ્ધ સાધ્વીજીઓ માટે જો વૃદ્ધાશ્રમ કરવામાં આવે તો Page #134 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૧૭ પાંજરાપોળનાં ઢોર જેવી હાલત થવાની મને પૂરી શકયતા જણાય છે. હા, જો પાંજરાપોળમાં નોકરશાહી ન હોય, મહાજનના શેઠ લોકો જાતે દિવસમાં બે વાર પૂરી દેખરેખ રાખતા હોય, પૈસા અને ઘાસના પૂળા માટે ગામે ગામે ફરતા હોય તો એ વાત જુદી છે. આવી પાંજરાપોળનાં ઢોર બરોબર સચવાઈ જાય. એવું જ વૃદ્ધાશ્રમમાં છે. નોકરોને સાધ્વીજીઓ સોંપી દેવાને બદલે ગૃહસ્થોની ઘરવાળીઓ(સુશ્રાવિકાઓ) જો સાધ્વીજીઓની અંગત રીતે દેખભાળ કરે તો તેવા વૃદ્ધાશ્રમોમાં રિબાવાનું ન બને. પરન્તુ આવું બનવાની શકયતા ઘણી ઓછી છે. સાધ્વીજીને મરણના છેલ્લા સમય સુધી સાચવવાં અને તેમને સમાધિદાન કરવું એ કામગીરી કોઈ ખાવાનો ખેલ નથી. તાજેતરમાં મને ચાર એક ભાઈતેમની માતાએ જે એલાસા ખીલાના ય કરતાં-મોટું કિસ્સાઓથી દાન (૪૧લાખ રૂ.) કરવાનું મને કહેલ. પરન્તુ મેં આ કાર્યના પ્રેરક બનવાની ના પાડી હતી. સાધ્વીજીના વૃદ્ધાશ્રામમાં બાઈ ડૉક્ટરો, નર્સો પણ આવશ્યક રહે. નાનકડી હોસ્પિટલ પણ કરવી પડે. મોબાઈલ-વાનની જરૂર રહે. હજી આ બધું બની શકે પરન્તુ સાધ્વીજીઓની સારસંભાળ અને અંતસમય સુધી સમાધિદાન તો અતિ મુશ્કેલ છે. વૃદ્ધાવસ્થાને કારણે મિજાજ બદલાઈ જતો હોય છે, અપેક્ષા અને અધીરાઈ વધી જતાં હોય છે, વાતે વાતે ઓછું આવી જતું હોય છે. આ સ્થિતિમાંથી યશ લઈને પાર ઊતરવાનું કામ અતિ મુશ્કેલ છે. આ કાર્યમાં જશ મળવાં કરતાં જુત્તાં મળવાની શકયતા ખૂબ રહે છે. આના કરતાં તો તે વૃદ્ધ સાધ્વીઓ જુદે જુદે ઠેકાણે સ્થિરવાસ કરે : તેમનો ભક્તવર્ગ હોય ત્યાં અથવા તેમના પરંપરાગત ઉપાશ્રયમાં અથવા તેમના વતનમાં-તો વધુ સારું. એકાદ સાધ્વીજી બહુ ભારે ન પડે. (જો કે આજે તો ઘરના વૃદ્ધ વડીલ-એકાદ હોય તો ય ભારે પડે છે. સંતાનો તેમને ઘરડાઘરમાં મૂકી દેવા લાગ્યાં છે.) એમની ચાકરી બરોબર થાય. આમાં કદાચ થોડુંક વેઠવું પડે તો ય આ જ રીત બરોબર લાગે Page #135 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ૧૧૮ છે. વૃદ્ધાશ્રમનો વિકલ્પ-ઉત્તમ કોટિની શ્રાવિકાઓની સેવા આપવાની તૈયારી વિના-કોઈ પણ હાલતમાં ઇચ્છનીય ન ગણાય. ગૃહસ્થોનાં ઘરડાઘરોની હાલત જરા ય સારી નથી. ધન તો ગમે તેમ કરીને ભેગું કરી શકાશે, દાતાઓ જરૂર મળી જશે, મકાન પણ ઊભું થઈ જશે પરન્તુ તે તન્ત્ર યશસ્વી રીતે ચલાવવાનું કામ અતિ મુશ્કેલ બની રહેશે. જે કોઈ આમાં આગળ વધે તે ખૂબ ખૂબ વિચારીને જ આગળ વધે. શ્રાવક - શ્રાવિકા (૬+૭) પ્રશ્નોતરી સવાલ : [૫] શ્રાવક, શ્રાવિકારૂપ તમામ દુ:ખી જૈન-લોકોને આર્થિક રીતે પગભર કરી દેવાય તો તેઓ જિનપૂજા, ગુરુભક્તિ, વહીવટસંભાળ વગેરે ઘણું બધું સરસ રીતે ન કરી શકે ? ભાવના છે. આખા જગતને નિરોગી ધનવાન, બુદ્ધિમાન કરવા જેવ આ ઠીક વધ્યું છે. ગુપ્ત રીતે પુષ્કળ પ્રમાણમાં સાધર્મિક ભક્તિ થઈ રહી છે. પણ ગંદા રાજકારણ દ્વારા ઊભી કરાતી ગરીબીને કોઈ દૂર કરી શકે તેમ નથી. આભ ફાટયું છે ત્યાં શું કરવું ? બાકી પ્રયત્નો ચારે બાજુ ચાલી રહ્યા છે. દેખાતા નથી તે વાત સાચી છે. સમુદ્રમાંથી ડોલ પાણી ઉલેચાય તો તે શું દેખાય ? એટલો સમુદ્ર ખાલી તો થયો જ છે પણ તે દેખાય તો નહિ જ ને ? સવાલ : [૯૬] સૌથી વધુ દાન શ્રાવક-શ્રાવિકા ખાતે ન કરવું જોઈએ? જવાબ : અત્યારના સમયમાં આ વાત સાપેક્ષ રીતે સાચી છે. જો શ્રાવક-શ્રાવિકાનો પાયો મજબૂત હશે, તેઓ ધર્મચુસ્ત હશે તો જ બાકીનાં-ઉપરનાં-પાંચ ક્ષેત્રો મજબૂત બની શકશે. આ ક્ષેત્રમાં આપેલી રકમ ઉપરનાં પાંચેય ક્ષેત્રોમાં જઈ શકે છે એ પણ આનો મોટો લાભ છે. ધાર્મિકો વિના ધર્મ ટકી શકતો નથી, માટે ધાર્મિકોને-જૈનધર્મના શ્રદ્ધાળુઓને-ટકાવવાની વાતને સૌથી ઊંચી અગ્રિમતા આપવી જોઈએ. સવાલ : [૯૭] સાત ક્ષેત્રનું જે સાધારણ ક્ષેત્ર છે, તેમાંથી અથવા Page #136 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૧૯ શ્રાવક-શ્રાવિકા ખાતે જમા પડેલી રકમમાંથી જૈનોનું સ્વામીવાત્સલ્ય થઈ શકે ખરું ? જવાબ : સ્વામીવાત્સલ્યરૂપ ભક્તિ કરવામાં પણ વાંધો જણાતો નથી. અગ્રિમતા સિદાતાઓને આપવી જોઈએ. સવાલ : [૯૮] મુમુક્ષુની દીક્ષાનાં ઉપકરણોની ઉછામણીની રકમ કયા ખાતે જમા થાય ? જવાબ : હાલમાં સર્વત્ર ગુરુ-વૈયાવચ્ચ ખાતે જમા કરાવાય છે. સાધુ બનવાની એ લગભગ તૈયારીમાં છે : અથવા આ ઉપકરણો મુનિજીવનને લગતાં છે માટે ગુરુ-વૈયાવચ્ચ ખાતે લઈ જવાની પ્રથા ચાલે છે એમ લાગે છે. નિર્ધન દીક્ષાર્થીને અમુક પ્રકારની મદદ કરવામાં પણ આ બોલીની રકમો કામ આવી શકે. સવાલ : [૯૯] સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓ માટે દેવદ્રવ્યમાંથી ? ભાડાની ચાલી વગેરે બનાવાય તેમને બાજુકી લોન આપી શકાય? : શકે, કેમકે જૈન શ્રાવકોનું મન તેથી દુભાતું રહે. તેને એવો ત્રાસ સતત રહ્યા કરે કે, “હું દેવદ્રવ્યનું વાપરું છું. કેવો અધમ છું.” વળી જો કર્મસંજોગે પૂરી રકમ ભરપાઈ ન થઈ શકી તો તે કુટુંબ સહિત બરબાદ થાય. તેનો અનંત સંસાર થઈ જાય. આવી સ્થિતિમાં ઉદારચરિત શ્રીમંતોએ આગળ આવવું જોઈએ. બસો-પાંચસો રૂ. ની મદદ કરવા કરતાં આજીવિકાનો કાયમી ઉકેલ લાવી આપે તેવો ધંધો વગેરે કરવા માટે વગર વ્યાજની લોન અપાય તો સારું, જેના હપ્તા બહુ નાનકડી રકમના હોય. આમ થાય તો તે શ્રાવક ગૌરવભેર દુનિયામાં ઊભો રહે. મફતનું ખાધાનું દુઃખ તેને કદી થાય નહિ. શ્રીમંતોએ તેવી લોન પાછી મેળવવા બાબતમાં જરા ય અપેક્ષા રાખવી નહિ. આજે તો ઘણી જાતના ગૃહઉદ્યોગો નીકળ્યા છે. તે અંગે પણ ધનવાનો વિચારી શકે. સવાલ : [૧૦૦] જે ગામોમાં કોઈ જૈન નથી ત્યાં જૈન કુટુંબોને વસાવીને વિહારમાં આવતાં સાધુ-સાધ્વીજીના ગોચરી આદિના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય ખરો ? જવાબ : આ રીતે પ્રશ્નનો ઉકેલ આવશે કે નહિ એ વાત કરતાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ૧૨૦ પહેલાં આટલું જાણવું જોઈએ કે હવે જૈન કુટુંબો ગામડાઓમાં વસવાટ કરવા તૈયાર થતાં નથી : તેનાં કારણો આ છે. (૧) ગામડાની દીકરીને (જડ ગણાય તેથી) મુરતીઓ ન મળે. મુરતીઆને કન્યા ન મળે. (૨) બાળકનો સારું શિક્ષણ ન મળે. (૩) વાણિયાની કોમને બી.સી. વગેરે પ્રકારના લોકો અનેક રીતે સતાવે છે. ઉધારિયું લઈ જાય, બિલોની રકમ ભરે નહિ, ૨મારપીટ કરે, પરેશાન કરે. (૪) સારા સાધર્મિકોનો સહવાસ ન મળે. (૫) ધંધાપાણી ઝાઝાં ચાલે નહિ. (૬) મોટી માંદગીમાં ડૉક્ટરોની વિશિષ્ટ સગવડતા ન મળે. સવાલ : [૧૦૧] જૈનોને આર્થિક રીતે વધુ ને વધુ મદદગાર થવાનો ઉપદેશ જૈન શ્રીમંતોને આપવો ન જોઈએ ? જવાબ : ભાઈ ! દરેક વસ્તુ મર્યાદામાં શોભે. હાલમાં ચારે બાજુથી વિવિધ રીતે નબળા જૈનોની સાધર્મિક ભક્તિ થઈ જ રહી છે. જો આ વાતને વધુ ઝોક અપાશે તો અમારો તો કદાચ એવા એવા જૈનો પાંગળા બનવા લાગશે. જૂના ગિજ કેટલાક માંગણીઓ બની જશે. આપણા જ હાથે આપણે તેમને માયકાંગલા નહિ બનાવવા જોઈએ. સવાલ : [૧૦૨] કેટલીવાર ‘સાચા’ ને બદલે ‘ખોટા’ સાધર્મિકો ગેરલાભ ઉઠાવી લે છે તેનું શું કરવું ? જવાબ : આ બાબતમાં કાળજી તો પૂરી કરવી જોઈએ. છતાં એવું તો ન બનવું જોઈએ કે આવી કલ્પનાથી ‘સાચો’ પણ મરી જાય. અપમાનનો ભોગ બની જાય. સો વ્યક્તિમાં એંશી તો હંસલા જ મળશે. વીસ કાગડા ય આવી જાય. પણ ‘વીસ’ જેવાઓની બધે શકયતા કલ્પીને એંશી હંસલાઓનેતેમાંના એકાદને પણ-અન્યાય થઈ જવો ન જોઈએ. ‘ખોટો' ફાવી જાય તે કરતાં ‘સાચો’ રહી જાય તે દોષ વધુ મોટો છે. સવાલ : [૧૦૩] તમામ સાધુ-સાધ્વીઓએ ઉપદેશમાં સાધર્મિકભક્તિને જ પ્રધાનતા આપવી ન જોઈએ ? જવાબ : પૂર્વના કાળ કરતાં અત્યારે સાધર્મિક-ભક્તિનો ઉપદેશ સવિશેષ અપાય જ છે. એના પ્રભાવને શ્રીમંત જૈનો દર વર્ષે સારી એવી રકમ-ગુપ્ત રીતે-સાધર્મિક ભક્તિમાં વાપરે પણ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી પરન્તુ આ તો આભ ફાટયું છે. આજની ગરીબી માનવસર્જિત છે : કૃત્રિમ છે. કેટલાક લોકોના ફાયદામાં આ ગરીબી બની ગઈ છે. એટલે ઉત્તરોત્તર ગરીબી વધતી જાય છે. મોંઘવારી, બેકારી અને બીમારીના ચક્કરમાં ફસાયેલી એંસી ટકાની ભારતીય પ્રજા સ્મશાન તરફ ધસી રહી છે. દરેક કોમ પોતાની કોમના ભાઈઓ માટે ઘણું કામ કરે છે. જૈન કોમ પણ તેમાં છે પાછી પડતી નથી. ૧૨૧ નીચલા વર્ગના લોકો ગરીબીને મારી હઠાવવા માટે સામૂહિક રીતે પ્રયત્ન કરીને થોડીક સફળતા મેળવે છે. ઘરના બધા માણસો કામ કરે છે. જૈનોમાં આ સ્થિતિ ન હોવાથી બધો બોજ એકાદ બે માણસોના માથે પડી જાય છે. ખૂબ શ્રીમંતોને વાંધો નથી. અને સાવ નીચલા વર્ગને પણ હજી વાંધો આવવાનો નથી. પરન્તુ મધ્યમવર્ગના ગણાતા જૈનોની હાલત ઉત્તરોત્તર બગડતીન જૂવાની. કરીને ભોજન વગેરેના પ્રશ્ન પ્રશ્નોને તો હલ કરી શકે છે. બે પૈસા બચાવે પણ છે. પરન્તુ કુટુંબમાં ચાલુ રહેતી માંદગીઓ તેમની બચતને ધોઈ નાંખીને દેવાનો ડુંગર ખડકી નાંખે છે. આ સિવાય શાળાનાં પુસ્તકો અને ફીનો બોજ તથા અવારનવાર થતાં લગ્નાદિકના વ્યવહારો પણ તેમને ખૂબ પરેશાન કરે છે. જૈનકોમના વિશિષ્ટ દાતાઓને મારી ખાસ ભલામણ છે કે તેઓ હજી વધુ ધન સાધર્મિકો તરફ આપે. દરેક ગામમાં તેમના માટે અનાજ, તેલ, ગોળના વેચાણની વ્યવસ્થા થાય અને આરોગ્યની બાબતમાં બધી સહાય અપાય તથા તેમના જીવનવિકાસની બાબતમાં નોટો, પુસ્તકો વગેરે વિના મૂલ્યે અપાય તે ખૂબ જરૂરી છે. જ્યારે શાસ્ત્રકારોએ જ સાધર્મિક ભક્તિના ધર્મને ટોચની અગ્રિમતા આપી છે ત્યારે હાલની તેમની વિષમ સ્થિતિ જોઈને એવું કહેવાનું મન થાય છે કે બીજું કેટલુંક ગૌણ કરીને પણ આ ક્ષેત્રને જ વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. કલિકાલસર્વજ્ઞ ભગવંતે પોતાના પરમભક્ત રાજવી કુમારપાળની આ વિષયમાં ઉગ્ર બનીને આંખ ઉઘાડી હતી. તેમને આ કર્તવ્યનું સજ્જડ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધાર્મિક વહીવટ વિચાર ભાન કરાવ્યું હતું. તો શું આજના પુણ્યવાન્ જૈનાચાર્યો પોતાના ભક્તોને આ માટે ચીમકી નહિ આપે ? સવાલ : [૧૦૪] ધર્મમાં લાખો રૂપિઆ ખર્ચનારા ભાઈઓ પોતાના સાધર્મિક ગરીબ બંધુઓની ઉપેક્ષા કરે તે બરોબર છે ? જવાબ : જરા ય બરોબર નથી. આમ કરવાથી તો લોકોમાં તેમના ધર્મની નિન્દા થવા લાગે છે. જો કે આજની ગરીબી એ કોઈ ઈશ્વરસર્જિત નથી. આ ગરીબી માનવસર્જિત છે. યુરોપીઅન લોકો વિશ્વની અ-ઈસાઈ અને અ-ગૌર તમામ પ્રજાને સ્મશાન ભેગી કરવા માંગે છે. દરેક રાષ્ટ્રમાં તેમણે દેશી-ગોરાઓની રાષ્ટ્રદ્રોહી ઓલાદ પેદા કરી દીધી છે. તેમના દ્વારા તેમના જ દેશની આ છે. વિશાળ એપાર્ટમેન્ટની પાસે જ વિરાટ પપટ્ટીઓ ખડી થઈ છે. ગાંડા બાવળીઆની જેમ કે ધસમસતા રણની જેમ વધી રહી છે. આ જ ગરીબીને દૂર કરવાનું કદાપિ શકય નથી. રાજકારણી ગુંડા લોકોને ‘વોટ’ મેળવવા માટે ગરીબી અન્યન્ત આશીર્વાદરૂપ બની છે. વટાળ પ્રવૃત્તિ કરતા ક્રિશ્ચિયન લોકોને પણ આમાં બહુ મોટી સફળતાઓ દેખાય છે. શ્રીમંતો સાથે અથડાવી દઈને છેલ્લે શ્રીમંતોને પણ સડક ઉપર લાવી મૂકવાનો પ્લાન આ લોકોની મદદથી જ પાર પાડવાનો હોઈને ઝૂંપડપટ્ટીઓ મધ ભરેલા મધપૂડા જેવી તેમના માટે બની છે. છતાં એક વાત નકકી છે કે જેટલાને ઠેકાણે પાડી શકાય તેટલાને ઠેકાણે પાડવા. પણ જો તેની સાથોસાથ ગરીબીનાં મૂળ જે કારણો છેઃ જેમાંથી ગરીબી સતત ઉત્પન્ન થતી જ રહે છે તેમને જો ખતમ કરી દેવાનું નક્કર આયોજન કરવામાં ન આવે તો ગરીબોને ઠેકાણે પાડવા માટે કરાતી તમામ પ્રકારની સહાય, ગરીબીને વધારવામાં જ પરિણમવાની છે, કેમકે આવી સહાયને લીધે સહુ ગરીબીનાં મૂળ ખોદી નાંખવાની વાતથી પીછેહઠ કરશે. તે તરફ ગંભીરપણે વિચારવાનું નહિ કરે. તે માટે બળવો પણ નહિ થાય. આમ થતાં ગરીબીનું ઉત્પાદક ચક્ર તીવ્ર વેગે ચાલુ રહીને ભારે મુસીબત ઊભી કરશે. એ ઉત્પાદક ચક્રથી દર Page #140 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૨૩ વર્ષે નવા દસ લાખ ગરીબો ઉત્પન્ન થશે ત્યારે તે જ વર્ષમાં સહાય કરવા દ્વારા માત્ર પાંચ હજાર ગરીબોને સુખી કરાશે. આનો શો અર્થ? છતાં ય કહું છું કે પાંચ હજાર લોકોને સુખી કરવાનો યત્ન કરવો. બધાની શક્તિ ગરીબી ઉત્પાદક-ચક્રને અટકાવી દેવાની હોતી નથી. આવા અશક્ત લોકો પોતાના હૈયે કરુણા નામના ગુણનો વિકાસ થાય તે માટે પણ ગરીબોને સહાયક બને તે ઈચ્છનીય છે. ગરીબોને બેઠા કરવાનું કામ અતિ મુશ્કેલ છે. આ એટલો ઊંડો પડેલો ખાડો છે, જેમાં કેટલીય ધૂળ નાંખો તો ય પુરાય તેમ નથી. પરંતુ પોતાનો કરુણા ગુણ કરમાઈ ન જાય; સદાલીલો છમ રહે તે ખાતર પણ યથાશક્ય ગરીબોને મદદગાર બનવું તો જોઈએ જ. જો આવું ન કરાય તો ધર્મ કરનારા, ધર્મમાં જ પૈસા ખર્ચનારા પુણ્યવાનું, ધનવાન લોકો લોકનજરે ચડી જશે. તેમના ધર્મની પુષ્કળ નિંદા થવા લાગશે. આ નિન્દાના નિવારણ ખાતર પણ દીનદુ:ખિતોની અનુકંપાકશોય રભેદભાવ રાખ્યા વિના પુણ્યવાનું ધર્મી લોકોએ અવશ્ય કરવી જોઈએ. પૌષધશાળા - પ્રશ્નોત્તરી (૮) સવાલ : [૧૦૫] વૈયાવચ્ચની રકમમાંથી વિહારના નિર્જન રસ્તાઓમાં બનાવાયેલા ઉપાશ્રયમાં જરૂરી ડોલ, પરાત વગેરે ખરીદી શકાય ? જવાબ : હા, તેમાં કોઈ વાંધો જણાતો નથી. તેનો ઉપયોગ માત્ર સાધુ-સાધ્વીજીઓ પૂરતો થાય તેની કાળજી કરવી જોઈએ. દાનપ્રેમી ગૃહસ્થો આવો લાભ લે તો તે પહેલો વિકલ્પ. સવાલ : [૧૦૬] ઉપાશ્રયના નીભાવની યોજના માટે સાધુના ઉપાશ્રયમાં બેનોના ફોટા કે સાધ્વીના ઉપાશ્રયમાં ભાઈઓના ફોટા શું યોગ્ય છે ? જવાબ : સામાન્યતઃ સાધુ-સાધ્વીઓને ઊતરવાના ઉપાશ્રયોમાં ગૃહસ્થોના ફોટા જરા પણ યોગ્ય નથી. છતાં ફોટા મૂકવા જ પડે તો સાધુઓના ઉપાશ્રયમાં પુરુષોના અને સાધ્વીજીઓના ઉપાશ્રયમાં બેનોના ઉચિત વેષપૂર્વકના મૂકવા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ફોટા એવી રીતે દીવાલે એવી રીતે ફીટ કરવા જોઈએ જેથી પંખીઓ માળા ન કરી શકે. સવાલ : [૧૦૭] સાધારણની આવક કરવા આજે ઘણે ઠેકાણે ટ્રસ્ટીઓ ઉપાશ્રયને લગ્નની વાડી વગેરે અનિષ્ટ કાર્યોમાં આપે છે, આ શું આપને યોગ્ય લાગે છે ? જવાબ : ના જરાય યોગ્ય નથી. દરેક વસ્તુને ધનની દૃષ્ટિથી મૂલવાય નહિ. એક પવિત્ર સ્થાનનો અપવિત્ર બાબતો માટે ઉપયોગ કરાય તો તેમાં પ્રસરેલા પવિત્રતાના પરમાણુઓ વિખરાઈ જાય. એની અસરમાં ઝડપાએલા સાધુનું મગજ ખરાબ થાય. તે ગંભીર ભૂલ કરી બેસે. કદાચ મુનિ-જીવન પણ ખોઈ નાંખે લગ્નની વાડીના રૂપમાં ઉપયોગ કરવાથી થતી આવકની સામે આ કેટલું મોટું કદી ભરપાઈ ન થઈ શકે તેવું મૈં દિલ્હીની પાર્લામેન્ટનો વિરાટ હોલ લોકસભા બેસવા સિવાયન કોઈ ઉપયોગમાં લેવાતો નથી. બાકીના સમયમાં સાવ ખાલી પડી રહે છે. તે સમયમાં જો આ હોલ ભાડેથી દેવાય તો વર્ષે લાખો રૂ.ની આવક થાય પણ હોલનું ગૌરવ જાળવવા માટે આવકને જતી કરવામાં આવે છે. ૧૨૪ ઉપાશ્રયને વાડી તરીકે વાપરવામાં બીજાં પણ નુકસાનો છે. આગળથી વાડીનું જે દિવસનું બુકીંગ થયું હોય તે જ દિવસે જો કોઈ સાધુઓ આવી ચડે તો શું કરવું ? તેમને બીજે ઉતારવા ? લગ્નના જમણવાર આદિ ત્યાં થાય તો કીડી વગેરે જીવજંતુનો ઉપદ્રવ સદા માટે રહે. ઉપર-નીચે ઉપાશ્રય-વાડી હોય તો તે પણ બરોબર ન ગણાય. વિજાતીય તત્વોના સાન્નિધ્યથી સાધુ કે સાધ્વીને બ્રહ્મચર્ય-વ્રત સંબંધમાં દોષ લાગવાની પૂરી શકયતા રહે. ધર્મસ્થાન તરીકેનો ઉપાશ્રયનો મહિમા ગૌણ થઈને વાડીની આવક તરફ ટ્રસ્ટીઓની નજર બંધાએલી રહે. આથી સાધુઓનું સંભવિત આગમન મનમાં ખટકો પેદા કરે. મને તો આમાં સરવાળે મોટો ભાગાકાર જણાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૨૫ જૈનોની જ્યાં વિશાળ વસતિ હોય ત્યાં જૈનોનું ગૌરવ હણાય નહિ તે માટે તેઓ સામાજિક કાર્યો માટે અલગ વાડી કરી શકે : કરતા દેખાય પણ છે. તેમાં જરૂર પડે ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. સવાલ : [૧૦૮] ઉપાશ્રયની દેખરેખ માટે રાખેલ જૈન ભાઈનો સાધર્મિક ખાતામાંથી પગાર આપી શકાય ? જવાબ : હા, આપી શકાય. તે ભાઈ સીદાતો શ્રાવક હોય એટલે તેની તે રીતે સાધર્મિક-ભક્તિ પણ થાય. અને તે માણસ ઉપાશ્રયની સારસંભાળ કરવાનું કામ કરીને દામ લે એટલે એને પણ તેમાં પોતાનું ગૌરવ જળવાય. અને તેનો નિર્વાહ પણ થાય. પાઠશાળા પ્રશ્નોત્તરી (૯) સવાલ : [૧૦૯] ટી.વી. વગેરેના વાવાઝોડામાં પાઠશાળાઓ તૂટી છે : મરવાના વાંકે ચાલે છે. શું કરવું ? મક જવાબ ઘેર ઘેર પાઠશાલા ઘેર ઘેર બા-શિક્ષિકાનો મૂળભૂત : - તે શક્ય ન લાગતું હોય તો પાઠશાળા માટે-મોટો પગાર અને ઉત્કૃટ પ્રભાવના માટે-મોટું ફંડ કરવું. દર મહિનાના પગારના, દર માસની પ્રભાવનાના દાતાઓ મેળવવા. ‘સારા’ કોઈ મળતા નથી એ સાચી વાત છે, પણ તેઓ મરી પરવાર્યા પણ નથી. જો બહુ સારા પગારો આપવાની તૈયારી હોય અને બહુમાનપૂર્વક માણસને સાચવવાની તૈયારી હોય તો સારા શિક્ષકો અતિ દુર્લભ છતાં આજે પણ મળે. એ જ રીતે જો ભારેમાં ભારે પ્રભાવનાએક ગાથા ગોખે તેને એક રૂપિઓ, મહિનામાં પચ્ચીસ દિવસની હાજરીવાળાને દર મહિને વીસ રૂ., ત્રણ મહિને યાત્રાપ્રવાસ વગેરે જેવીરાખવામાં આવે તો બાળકો ટી.વી. ની ઐસીતેસી !'' કરીને એની મેળે પાઠશાળે દોડ્યા આવે. દરેક સંસ્થાએ સમજી લેવું કે મોટા ફંડ વિના તે ચાલી શકશે જ નહિ. સવાલ : [૧૧૦] દેવદેવતાના ભંડારમાંથી પાઠશાળા ખાતે ૨કમ વાપરી શકાય ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધાર્મિક વહીવટ વિચાર જવાબ : પગાર અપાય, પુસ્તકો લવાય, પ્રભાવના કરાય. ખાવાની વસ્તુ સિવાયની વસ્તુની પ્રભાવના કરાય તો સારું. સવાલ :[૧૧૧] જ્ઞાનખાતાની રકમમાંથી પાઠશાળાની ભણવાની ચોપડીઓ લાવી શકાય ? જવાબ : ના, નહિ જ. વાલીઓ વગેરેએ જ તે વ્યવસ્થા કરવી જોઈએ. જ્ઞાનખાતાની રકમનો આ રીતનો ઉપયોગ શ્રમણ-શ્રમણીઓ માટે જ કરવાનો હોય છે. એટલે જ પાઠશાળાના પંડિતોને પગાર, જ્ઞાનખાતેથી આપી શકાય નહિ, કે બાળકોને ઇનામો આપી શકાય નહિ. હા, જો આવાં જ કાર્યો માટે કોઈએ રકમ ભેટ કરી હોય તો તે રકમનો આ કાર્યોમાં જરૂર ઉપયોગ કરી શકાય. સવાલ : [૧૧૨] પાઠશાળાનાં બાળકો પોતાની પાઠશાળાના બધા પ્રકારના ખર્ચ માટે ભેટ કુપનો-બે કે પાંચ રૂ. ની-કાઢીને તે દ્વારા સહુ પાસેથી રકમ ઉઘરાવી શકે કે નહિ ? જવાબ : આમાં કોઈ વાંધો જણાતો નથી. વળી પાઠશાલીય બાલકબાલિકાઓનો શિષ્ટતાભર્યો નાટક વગેરેનો (શાસ્ત્રવિરુદ્ધ) કાર્યક્રમ પણ રાખીને તેમાં ફાળો કરી શકાય. બાર માસનો શિક્ષકનો પગાર લખાવી શકાય. પ્રભાવના-ફંડ કરી શકાય. એમાં પ્રમુખ, અતિથિવિશેષ, મુખ્ય મહેમાન, ખાસ આમંત્રિત વગેરે પદો તે નાટકના સમારંભમાં આપીને તેમની પાસેથી સારી રકમનું દાન જાહેર કરાવી શકાય. આ માટે ધંધાદારી એક્ટરોના કે નાટકના શો વગેરે રાખવા જોઈએ નહિ. દાન મેળવવાની આ હલકી રીત છે. સંસ્થાનું પણ આમાં અવમૂલ્યન છે. વળી દર રવિવારે બાળકો-બાલિકાઓનું સમૂહ-સામાયિક રાખી શકાય. તેમાં પ્રભાવના-દાતા ઊભા કરવા, તે જાતે સહકુટુંબ આવે. અને પોતાના હાથે જ પોતાને ઠીક પડે તે પ્રભાવના રોકડમાં કે વસ્તુમાંઆપે. આવો કાર્યક્રમ જોઈને બીજાઓ પણ પ્રભાવના દાતા બનશે. તેમની લાઇન લાગશે; પડાપડી થશે. બાવન રવિવારો જોતજોતામાં થઈ જશે. આમાં ફંડ કરવાનું નહિ રહે, હિસાબ રાખવાના નહિ, અને નિતનવી વસ્તુઓ બાળકોને મળતા સંખ્યાવૃદ્ધિ સતત થતી જશે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૨૭ સવાલ : [૧૧૭] સ્કૂલની જેમ પાઠશાળામાં પણ બાળકો પાસેથી ફી લેવાય તો કેમ ? આર્થિક પ્રશ્ન હળવો ન બને ? જવાબ : અરે ! આ તો આપણી ગરજે પાઠશાળાઓ ચલાવીને બાળકોને ધર્મનું શિક્ષણ અને સંસ્કાર આપવાના છે. વાલીઓ તો આ વિષયમાં જરાય ગંભીર નથી. એમના મગજમાં સ્કૂલ, લેસન, ટયુશનનું જ મહત્ત્વ છે. તેના લાખમાં ભાગે પણ તેમને ધાર્મિકશિક્ષણની મહત્તા જણાતી નથી. આ સ્થિતિમાં ફી લેવાની તો દૂર રહી પણ “સ્કૂલની ફી-પાઠશાલીય બાળકોની પાઠશાળા ભરી આપશે.” તેવી યોજના બનાવવાના દિવસો દૂર જણાતા નથી. સ્કૂલનાં પુસ્તકો-નોટો વગેરે તો કેટલીક પાઠશાળા આપવા પણ લાગી છે. સવાલ : [૧૧૪] જૈનધર્મને પ્રધાનતા આપતી સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટીની જરૂર નથી જણાતી ? V જવાબ : આ બધાનાં આર્થિક વગેરે પ્રશ્નો એટલા બધા છે કે આ બધાં સરકારી ગ્રાન્ટ વિના ચાલી શકે તેમ નથી. ગ્રાન્ટ લીધી એટલે જૈન-ધર્મના મહત્ત્વને તરત જ વિદાય થવું પડે. હા, મરજીઆતપણે જૈનધર્મનો વર્ગ રાખી શકાય ખરો, પરન્તુ મરજીઆતનું ફરજિઆત વિસર્જનઆપમેળે થયા વિના રહેતું નથી. જૈનધર્મની બાબુ પન્નાલાલ, શકુન્તલા, ફાલનાની સ્કૂલોને અન્ને ઢસડાઈને આ હાલતમાં મુકાવું પડયું છે. વળી આવી સ્કૂલ-કોલેજોનો દોર શ્રાવક-સંઘ દ્વારા ગીતાર્થોના અનુશાસન પાસે જતો ન હોવાથી, શૈક્ષણિક ઢાંચા દ્વારા છેલ્લે વેટીકન સીટીના કેથોલિક ધર્મગુરુ પોપની પાસે જવાથી આ માધ્યમથી જૈનધર્મનું સાચા અર્થમાં હિત થવાની વાત તદ્દન અસંભવિત છે. ઊલટું, પુષ્કળ અહિત થવાનું છે. માટે કોઈ ધર્મપ્રેમીએ આ વાતમાં તણાઈ ન જવું જોઈએ. સવાલ :[૧૧૫] અષ્ટપ્રકારી પૂજાના ચડાવો ઉપરથી ચડાવાના બોર્ડની જેમ બાર મહિનાના પાઠશાળાના ચડાવા બોલાવીને બોર્ડ દરેક સંઘમાં મુકાય તો શું તે યોગ્ય છે ? જવાબ : ધનવાન લોકોની ધનમૂછ ઉતારતી જેટલી શાસ્ત્રોક્ત ધા.વ.-૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધાર્મિક વહીવટ વિચાર યોજનાઓ થાય તેટલી સારી જ છે. જિનભક્તિની જેમ ઊછરતી નવી પેઢીના સંસ્કરણનું મહત્વ જરાય ઓછું નથી, એના પ્રોત્સાહન માટે જે કાંઈ યોજના કરવી પડે તે કરવી જોઈએ. હવે તો પાઠશાળામાં રોજ હાજરી દેવાનું મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં “રવિવારીય સામાયિક શાળા” સર્વત્ર ખોલવી જોઈએ. તેમાં ૧૪ વર્ષથી નીચેનાં તમામ બાલક-બાલિકાઓને દાખલ કરીને બે સામાયિક કરાવવાં જોઈએ. તેમાં ગાથા, સ્તવન, સ્તુતિ, પ્રેકટીકલ, વાર્તા, પ્રશ્નોત્તરી, વસ્તૃત્વ વગેરે ઘણુંબધું ગોઠવવું જોઈએ. દરેક બાળકને ભાગે ઓછામાં ઓછા બે રૂપીઆ તો જવા જ જોઈએ. જે ભાઈ પ્રભાવના કરવા ઇચ્છતા હોય તો પોતે જ સહકુટુંબ હાજર રહીને પ્રભાવના આપે. રૂપીઆ આપે, મીઠાઈ કે પીપરમીંટ (ના...અભક્ષ્ય તો નહિ જ આપે.) આપે અથવા પોતાની ફેકટરીમાં બનતાં ગ્લાસ, બેગ, બોલપેન, વગેરે પણ આપે. સુખી માણસોને બે ને બદલે પાંચ રૂ.ની પ્રભાવના થઈ જાય તો તેમાં તેમને શું ખાટું-મોળું થવાનું છે ? આની સામે બાળકોનો ઉલ્લાસ વધી જવાનો લાભ કેટલો મોટો છે ? - જો દર રવિવારે દોઢ કલાક સામાયિક શાળા બરોબર ચાલતી રહે તો ય ઘણું કામ થઈ જાય, આંચબિલ ખાતુ પ્રશ્નોત્તરી (૧૦) સવાલ :[૧૧] આયંબિલ શાળામાં વધેલી રસોઈ અન્ય ગરીબ સાધર્મિકોને (વઘાર વગેરે કરી આપીને) કે અજૈન ગરીબોને ખાવા આપી શકાય ખરી ? જવાબ : જો આમ ન કરાય તો તે રસોઈ ગટર ભેગી જ કરવી પડે. એ તો ન થઈ શકે. એના કરતાં આ વિકલ્પ ઘણો સારો છે. વળી આવું કરવું પણ જોઈએ, જેથી કેટલાક અતિ ગરીબ લોકોનું પોષણ પણ થાય. હા, દાતા આ વાતને પોતાની ભાવનામાં સમાવે તો સુંદર, બીજી વાત એ છે કે જે ધર્માત્માઓ આંબિલ કરે તેમણે સ્વૈચ્છિક રીતે-દાનની રકમ લખવાય તો સુંદર ગણાય. આ રકમનો ઉપયોગ ઉપર્યુક્ત કામમાં થઈ શકે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૨૯ સવાલ : [૧૧૭] પૂર્વે સહુ ઘરમાં જ આંબિલ કરતાં. આજે આંબિલ ખાતા થયા. આ યોગ્ય છે ? જવાબ : પૂર્વે ઉત્તર અપાઈ ગયો છે. હાલ તો પરિસ્થિતિનું એવું કમનસીબ નિર્માણ થયું છે કે જો હવે-અનેક ગેરલાભોને કારણે-આંબિલ શાળાઓ બંધ કરાય તો ઘરે થનારા આંબિલોની સંખ્યા સાવ જૂજ થઈ જાય. કેટલીક વાર કાળ જ કેટલાક સાચા-ખોટા કામ કરવાની ફરજ પાડતો હોય છે. એ વખતે આદર્શોને ધરતી ઉપર અવતરવાનું કામ મોટા રૂસ્તમો માટે પણ મુશ્કેલ થઈ જાય છે. સવાલ : [૧૧૮] આયંબિલ ખાતાની રકમ સાધર્મિક, પાઠશાળા વગેરેમાં વાપરી શકાય કે નહિ ? જવાબ : ના, ન વાપરી શકાય. W સવાલ ૧પ૯ કાળકૃત અને ખાતું પ્રશ્નોતરી ૧૧- ૧૨) : રહે તેના કરતાં દેવદ્રવ્યાદિ ખાતામાં વાપરી લઈએ તો શું વાંધો ? જવાબ : જો એમ કરાય તો જે કાર્ય માટે તે રકમોનું ફંડ કરવામાં આવ્યું છે તે કાર્યો બંધ પડી જાય. દાતાનો દાનનો ઉદ્દેશ પણ માર્યો જાય એટલે આવી રીતની દેવદ્રવ્ય-ભક્તિ એ અતિ-ભક્તિ ગણાય. તે વર્જ્ય છે. અનુકંપા ખાતુ પ્રશ્નોત્તરી (૧૩) સવાલ : [૧૨૦] રથયાત્રાદિના વરઘોડામાં પાછળના ભાગમાં જો અનુકંપાની ગાડી રખાય તો તેના ખર્ચની રકમ સાત ક્ષેત્રમાંના ક્યા ખાતેથી લઈ શકાય ? જવાબ : સાત ક્ષેત્રોમાં આ અંગેનું કોઈ ખાતું નથી. પણ શુભખાતા (સર્વસાધારણ)ના ચૌદ ક્ષેત્રોમાં જે અનુકંપા ખાતું છે તેમાંથી આ ખર્ચ કાઢી શકાય. વળી વરઘોડો કાઢવા અંગે જે ફાળો કરાયો હોય તેમાંથી પણ આ ખર્ચ કાઢી શકાય. કોઈ એક જ વ્યક્તિ પણ સ્વદ્રવ્યે આ લાભ લઈ શકે. સવાલ : [૧૨૧] ગરીબો માટે ગામેગામ ખીચડી-ઘર, છાશ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધાર્મિક વહીવટ વિચાર કેન્દ્ર, પાણીની પરબ, શાક-પુરી વગેરે જેવું સદાવ્રત કાર્ય ખૂલે તો તે ઇચ્છનીય ખરું કે નહિ ? જવાબ : સીધો જવાબ ‘હા’માં છે. ઔચિત્ય ખાતર-શાસનપ્રભાવના થાય તે માટે કે શાસનહીલના (જૈનો માનવતામાં માનતા નથી. એ તો પત્થરોમાં જ ક્રોડો રૂ. ખર્ચે છે વગેરે બોલાતા શબ્દો એ શાસનહીલના છે) ના નિવારણ માટે-આવાં કાર્યો ઠેર ઠેર ભલે થાય. પરંતુ આજની બેકારીની ભીતરમાં જે ભયંકર કોટિનો અંગારો ધરબાએલો પડ્યો છે તેને આપણે નજરમાં તો રાખવો જ પડશે. એ વાત એવી છે કે-આજની ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી વગેરે કૃત્રિમ છે : માનવ સર્જિત છે. હિન્દુસ્તાનની સમગ્ર ધરતી ઉપર પોતાનો કાયમી વસવાટ કરવાના ઉદ્દેશથી વિદેશી ગોરી પ્રજા હિન્દુસ્તાનની ધરતીનો કાયમી કબજો લેવા માંગે છે. આ માટે બોમ્બમારો કરીને તેની પ્રજાને ખતમ કરે તો ધરતી ઉપર ઊભાં થયેલાં અદ્યતન કક્ષાનાં નગરો, ઉદ્યોગો, બંધો, રસ્તાઓ વગેરે પણ ખતમ થઈ જાય. એટલે વગર બોમ્બમારાથી માત્ર ભૂખમરો, રોગચાળો વગેરે દ્વારા તેઓ ભારતની પ્રજાને નાશ કરવા માંગે છે. આ માટે જ તેમણે ભારતમાં શિક્ષણ (બેકારીજનક), યન્સવાદ (ગરીબીજનક), ઉદ્યોગો (પ્રયણજનક), ખેતીમાં ફર્ટિલાઇઝરો, જંતુનાશક દવાઓ (મોતજનક), ટયૂબવેલો (જળભંડારોના શોષક), બંધો (બારમાસી નદીનાં વહેણોના નાશક) વગેરે ઊભાં કર્યા છે. આના પરિણામે ભારતમાં પિસ્તાલીસ કરોડ લોકો ગરીબ જ નહિ પરંતુ ભિખારી બન્યાં છે. સો બસો વીઘાની ખેતીના માલિકો-સફટુંબ મૂઠી ધાન માટે મુંબઈ જેવાં મહાનગરોમાં ફૂટપાથે ઝૂંપડાં બનાવીને ઊભા છે. અતિ ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. તંદુરસ્તી સ્વખશેષ બની છે. પ્રજાની જીવાદોરી સમા ‘પશુઓની હાલતનું તો વર્ણન જ થઈ શકે તેમ નથી. આવી ભયાનક અને વિરાટ ગરીબી અને ભૂખમરો ચાલુ જ રહે તેમાં તે ક્રૂર વિદેશી ગોરાઓને રસ છે. આ કામ ધમધોકાર ચાલતું-વધતું રહે તે માટે તે લોકોએ ભારતીય પ્રજાના લાખો લોકોને પોતાનું મેકોલે-શિક્ષણ આપીને દેશીગોરા (વિદેશીઓના ચમચાઓ : ખુશામત ખોરો, તેમનાં જ હિતમાં કામ કરનારા ભયંકર દેશદ્રોહીઓ)પેદા કરીને કામ કરતા કરી દીધા છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૩૧ આમ એક બાજુ કારમી ગરીબી વધે અને તેને રોકવા માટે કશો વિચાર જો કોઈ ન કરે અને માત્ર ૫-૫૦ સદાવ્રત ચાલુ કરીને ચૂપ બેસી રહે તો આ કામ-તે ક્રૂર કાર્યને નહિ અટકાવવા રૂપે-ગરીબી આદિને ઉત્તેજન આપનારું નહિ બને ? દેશી-વિદેશી ગોરાઓની પણ એ જ ઇચ્છા છે કે ગરીબી, ભૂખમરો, રોગચાળાને પેદા કરવા માટે ધસમસતી અમારી બસો કિ.મી.ના વેગની ટ્રેઇનને તમે રોકો નહિ; પાટા ઉપર આડા સૂઈ જાઓ નહિ, તમે સદાવ્રતો જનતા-હૉસ્પિટલો આદિવાસી-કલ્યાણોની પ્રવૃત્તિમાં (રચનાત્મક !) ખૂબ રચ્યાપચ્યા રહો. બસો કિ.મી. ના સ્પીડની એક વિધ્વંસાત્મક કાર્યની ટ્રેઇન અને ચૌદમી સદીનું ઠીક...ઠીચૂક...બોલતું, કીડી વેગે આગળ વધતું રચનાત્મક કાર્યનું બેલગાડું ! ITI શું કરશે આ બેલગાડું ! પેલી ટ્રેઇનને ગ્રીન-સિગ્નલ દેવાનું કામ કરશે ને ? આ જ ભયંકર બાબત છે. રડીખડી માનવશક્તિઓ પાટા ઉપર આડી પડીને ટ્રેઇનને રોકી શકે ! એ બેસી ગઈ બેલગાડામાં ! બેલગાડાની ભેટ આપી દેશી-વિદેશી ગોરાઓએ ! શા માટે ભેટ ન આપે ? અરે સોનાથી મઢી આપે ! એને તો રસ છે...વિધ્વંસની ટ્રેઇન દોડાવી દેવામાં ! કોઈ તેમાં આડો ન આવે તેમાં ! માટે જ સદાવ્રતો સાથે બેકારી વગેરેનાં મૂળ કારણોને પણ બિલકુલ ભૂલ્યા વગર ઇલાજ કરવો ખૂબ જરૂરી છે. તો જ ભારતના કોઈ ભવ્ય ભાવીની આશા‘રહેશે. ગૌરવવંતો એનો મરી પરવારેલો ઇતિહાસ કબરમાંથી બેઠો થશે ! સવાલ : [૧૨૨] પર્યુષણમાં પ્રભુવીરના વસ્ત્રદાનના પ્રસંગને અનુલક્ષીને દરેક સંઘમાં તે દિવસે ઘરે-ઘરેથી વસ્ત્રો ભેગાં કરીને ગરીબોમાં વહેચવાથી શાસન-પ્રભાવના ન થાય ? જવાબ : હા, જરૂર શાસન-પ્રભાવના થાય. Page #149 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર ભા.સુ. બીજના દિવસે પરમાત્મા મહાવીરદેવના ચરિત્રવાંચનમાં તેમણે ગરીબ માણસને વસ્ત્રદાન કર્યાનું સાંભળવા મળે છે. તોભાદરવા સુદ એકમના દિવસ સુધીમાં જૈનોએ ઘરનાં તમામ જૂનાં વસ્ત્રાદિ સંઘની પેઢી ઉપર આપવા જોઈએ. તેઓ જો નવાં રેડીમેડ વસ્ત્રો વેચાતાં લાવીને આપે તો તે વસ્ત્રો ગરીબ સાધર્મિકોને પણ વહેંચી શકાય. જો સંઘના યુવકો ભા.સુ. એકમ સુધીમાં ચારે બાજુ ફરી વળે તો ટ્રકો ભરીને પણ વસ્ત્રો મળવાની શકયતા ખરી. આ વસ્ત્રોનું વર્ગીકરણ કરીને યુવકોએ ઝૂંપડપટ્ટીઓમાં ફરી વળવું જોઈએ. પરમાત્મા મહાવીરદેવના નામની જય બોલતાં અને બોલાવતાં વસ્ત્રોનું વિતરણ થાય તો જૈનધર્મની જબરી પ્રભાવના (પ્રશંસારૂપ) થાય. ૧૩૨ આ કાર્ય ભારતભરના જૈન સંઘોમાં શરૂ થાય તો અદ્ભૂત પરિણામ એવા સવાલ ! (૧૨૩) ૨૫ અને ઉપાદેય અનુષા કઈ કઈ છે? V : જવાબ : જે અનુકંપાની પાછળ મોટા આરંભ, સમારંભ રહેલા હોય અથવા જ્યાં મોટી હિંસાઓ થતી હોય તેવી અનુકમ્પાઓ હેય કક્ષાની ગણાય. તેની વિરુદ્ધની અનુકંપાઓ ઉપાદેય ગણાય. કયારેક જિનશાસનની સંભવિત હીલનાના નિવારણ માટે, ઔચિત્ય ખાતર, કોઈ વિશિષ્ટ સંયોગ ઊભા થાય ત્યારે વિદ્યમાન સુવિહિત ગીતાર્થોની સલાહને પ્રમાણભૂત કરી ચાલવું જોઈએ. સવાલ : [૧૨૪] સાધર્મિક ખાતાની કે સાધારણ ખાતાની રકમમાંથી અજૈન ગરીબ લોકોની અનુકંપા થાય કે નહિ ? જવાબ : ના, ન થાય. સાત ક્ષેત્રોના ઊંચા, ખાતાની રકમ નીચેના ખાતે ન જાય, સાધારણ ખાતું એટલે સાત ક્ષેત્રોનું સાધારણ ખાતું, એવી સામાન્ય રીતે સમજ હોય છે. આથી સાધારણ ખાતાની રકમ સાત-ક્ષેત્ર સિવાયના ખાતામાં ન જાય. જો સાધારણ ખાતાને બદલે શુભ (સર્વસાધારણ) ખાતું ઊભું કરાય-તો તે ખાતાની ૨કમ ૭ + ૭=૧૪ ક્ષેત્રોમાં જાય. તે સાત ક્ષેત્ર સિવાયનાં અન્ય પણ શુભકાર્યોમાં વપરાય. ના....પોતાની કે પોતાના કુટુંબાદિની યાત્રાદિ કરવામાં આ રકમ વાપરવી ન જોઈએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ચાંદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૩૩ આ સિવાય અનુકંપા ખાતે રકમ જમા કરાવી હોય તો “અનુકંપા’’ અંગેનું ખાસ ફંડ જ કરવું પડે. અનુકંપા-જીવદયા ખાતાની રકમો બીજા કોઈ પણ ખાતામાં ન જઈ શકે. જીવદયા પ્રશ્નોતરી સવાલ : [૧૨૫] પાંજરાપોળમાં થતી જીવદયા બરોબર છે ? જવાબ : વારંવાર પડતા દુષ્કાળો, સરકારની અણમાનીતી સંસ્થા પાંજરાપોળ (માનીતી સંસ્થા ગૌશાળા), શ્રીમંતોનો વધેલો વિલાસ અને સ્કૂલ, હૉસ્પિટલો વગેરે તરફ વહેવા લાગેલો દાનનો પ્રવાહ, તેમની ઘટી ગએલી જીવદયાની રુચિ, કામ કરનારા માણસોની વર્તાતી સતત ખેંચ, પાણીની પુષ્કળ તંગી વગેરે અનેક કારણોસર અબોલ પશુ-પંખી, પ્રાણીઓની જીવદયાનું કામ ખૂબ વિકટ બન્યું છે. છે કે આમ સંસ્થાઓની પરિસ્થિતિ તર ક નજર કરતાં મને વિચાર આવે (૧) પાંજરાપોળો, (૨) પાઠશાળાઓ, (૩) ભારતીય જીવન. - શ્રાવક-શ્રાવિકાઓના સંઘની હાલત તો આજે જ અત્યન્ત વિષમ બની છે. અર્થ અને કામ તરફની તેમની આંધળી દોટના લીધે આ સંઘે પોતાના દેશવિરતિ ધર્મનું અસ્તિત્વ છેલ્લા શ્વાસ લેતું કરી મૂક્યું છે. ખેર...આ બધું છેલ્લે તો નિયતિને આધીન છે. બાકી પાંજરાપોળોમાં જે જીવદયા કરાય છે તેમાં જીવોની દયાનો ઉદ્દેશ તો ખરો જ, પરન્તુ તેની પાછળ મુખ્ય હેતુ તો પોતાના કરુણા નામના ગુણને જીવતો રાખવાનો, ખૂબ ધબકતો કરી દેવાનો છે. બીજા જીવોની રક્ષા થાય પણ ખરી, ન પણ થાય, પરન્તુ તેમની રક્ષા કરવાના કાર્યમાં સ્વગુણ-કરુણા-ની રક્ષા તો અચૂક થાય. આ રીતે ‘કરુણા’ ગુણ તૈયાર થઈ જાય તો તેનો માલિક પોતાનાં માબાપ, પત્ની (કે પતિ), સંતાનો, નોકરો-વગેરે પ્રત્યે કદી ક્રૂર કે કઠોર બની શકશે નહિ. નાનકડા બકરાની, બોકડાની, કે ભૂંડ વગેરેની દયાનો આ મસમોટો લાભ છે. એથી એ આદમીનો સંસાર સ્વર્ગીય બની રહે છે. ‘જે આપો તે પામો’ એ ન્યાયે જીવોને પ્રેમ આપનારાઓને સહુ સગાંવહાલાંદિ તરફથી સદા પ્રેમ મળતો રહે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધાર્મિક વહીવટ વિચાર જીવોની કરુણા કરવાથી પુષ્કળ પુણ્યનો સંગ્રહ થાય છે. તે ઉદયમાં આવીને જીવનને સુખમય બનાવે છે. કરુણા એ જિનશાસનની કુળદેવી છે. તેનું સેવન પાંજરાપોળ આદિમાં થાય છે. આ લીટર પણ દૂધની એક પણ ગાય વગેરે પાસેથી અપેક્ષા રાખ્યા વિના ભૂંડ, હરણ, કૂતરા, મરઘા-માંદા પડેલાં કે મરવા પડેલાંતમામની ઉત્કૃષ્ટ પ્રકારે સેવા કરવી એ સ્વાર્થીબ્ધ બનેલી માનવજાતમાં અતિ આશ્ચર્યજનક વાત છે. આ કામ જૈનો જ કરી શકે છે, અને તેથી તો નાનકડી પણ ભારતની જૈન કોમ વધુ ને વધુ સુખી થતી જતી દેખાય છે. સવાલ:[૧૨૬] જીવદયા અંગેના કેસોમાં અજૈન વકીલો વગેરેને જીવદયાની રકમમાંથી મહેનતાણું આપી શકાય ? જવાબ : જુદી રકમ ન આપી શકાય ત્યારે જરૂર આપી શકાય. / સવાલ [૧૨૭] પર્યુષણ પર્વ ઉપર કતલખાનેથી જીવો છોડવવામાં જીવહિંસા છે કે જીવદયા ? જવાબ : આ સવાલ કરનારના મનમાં જે વિચારો રમે છે તે એ છે કે પર્વના એ દિવસોમાં જૈનો જીવ છોડાવે છે તેવી કસાઇઓને જાણકારી હોવાથી પશુનો ભાવ તેઓ ખૂબ વધારી દે છે. બીજા દિવસોમાં જેટલી રકમમાંથી દસ જીવ છૂટે તેટલી રકમમાંથી પર્યુષણ પર્વ ઉપર એક જ જીવ છૂટે. વળી એકસાથે મોટી રકમ મળવાથી કસાઇઓ ઝડપી અને પુષ્કળ કતલ કરવા માટેનાં અદ્યતન યાંત્રિક સાધનો, છરા વગેરે ખરીદી લાવે. આમાં જીવદયાની રકમ જ નિમિત્ત બનીને જીવદયાને બદલે જીવહિંસાની પ્રેરક બને. આ બાબત ગંભીર વિચારણા માંગે છે. પહેલી વાત એ છે કે પર્વ દિનોમાં પ્રાણીઓને અભયદાન કરવાનું હોય છે, એટલે ધર્મી લોકોને જીવ છોડાવવામાં જ પોતાની રકમ વાપરવામાં રસ હોય છે. જો ઉપરની બાબતો બનતી હોય તો તેમણે પર્વનું નિમિત્ત લક્ષમાં રાખીને કાં અષાડ માસમાં વહેલા જીવો છોડાવવા. વળી એક જ કતલખાનેથી બધી રકમના જીવો ન છોડાવતાં દૂર દૂરનાં દસ કતલખાનેથી જીવો છોડાવવા. જો આમ થાય તો ઉપરના બે દોષની શકયતાઓ દૂર થાય. Page #152 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૩૫ ખરેખર તો જીવહિંસાનું જે સરકારી તત્ત્વ છે તેને જ ઠપ્પ કરવામાં જીવદયાની રકમ વાપરવી જોઈએ. એવાં જોરદાર આંદોલનો કરવાં જોઈએ, સુપ્રીમ કોર્ટમાં એવી રીટ સારામાં સારા-લડવૈયા ખ્યાતનામ વકીલો દ્વારા લડવી જોઈએ, જેથી સરકારને તમામ કતલખાનાં જ બંધ કરવાં પડે. ભારતના બંધારણની કેટલીક કલમો(૫૧એ વગેરે) ભારતના પ્રાણીમાત્રની રક્ષા કરવાનું સ્પષ્ટ જણાવે છે. આનો આધાર લઈને સતત લડતા રહેવું જોઈએ. એ અંગેનું સાહિત્ય મોટા પ્રમાણમાં તૈયાર કરીને ફેલાવવું જોઈએ. જો કતલખાનાં વધુ ને વધુ ઊભાં થતાં રહેવાનાં હોય તો ઢોરો છોડાવવાથી આત્મસંતોષ થશે, પણ પછી આંદોલન કરવાની ઇચ્છા જ નહિ જાગે. આ રીતે સજ્જનો જો નિષ્ક્રિય થશે તો દુર્જનો ફાવી જવાના છે. આ રચનાત્મક કાર્યોમાં આવી નજરબંધી થાય છે. ખંડનાત્મક કાર્યો જ કરવાં જ જોઈએ. ખરેખર તો ખંડનનું ખંડન (જીવદયાનું ખંડન એ કતલખાના સ્વરૂપ છે, તો કતલખાનાનું ખંડન)એ મંડન (જીવદયા) સ્વરૂપ બની જાય છે. આમ ખરેખર તો આ રચનાત્મક કાર્ય બની રહે છે. છતાં ય જો તે ખંડનાત્મક કાર્ય કહેવાતું હોય તો પણ સજ્જનોને તેવો વાંધો કે તે પ્રત્યે સૂગ ન હોવી ઘટે. તેમણે તો આવા આંદોલનોનો ઝંડો ઉઠાવવો જોઈએ. સજ્જનોની નજર બીજે વાળવા માટે, તેમને આંદોલનોથી આઘા રાખવા માટે જ કેટલાંક કહેવાતાં રચનાત્મક કામો ગોઠવાએલાં છે. આમાં જો સજ્જનો પાણીમાં બેસી જાય તો ભારતીય મહાપ્રજાની જીવાદોરી સમી સંસ્કૃતિનો ખાત્મો સહેલાઈથી બોલાઈ જાય. આ ભેદી નીતિને સહુએ બરોબર જાણવી જોઈએ. પછી કયારેકન છૂટકે-કોઈ રચનાત્મક કાર્ય કરવું પડે તો તે અંગેની મનઃસ્થિતિ સજાગ રાખીને કરવું. બાકી આ બાબતમાં “સત્ય” તો બધે જ બોલતા રહેવું. સવાલ : [૧૨૮] અબોલ પ્રાણીઓની જીવદયાનાં અને દુ:ખી માનવોની અનુકંપાના રૂપિઆ બેંકમાં જમા રાખી મુકાય ? તેની ફીક્સ ડિપોઝિટ રસીદો લઈને માત્ર તેનું વ્યાજ તે કાર્યોમાં વાપરી શકાય? જવાબ : ના, જરાય નહિ. બેંકો દ્વારા મોટા ભાગની રકમ માછીમારી, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધાર્મિક વહીવટ વિચાર પોલ્ટીફાર્મ વગેરે અને ઇન્ડસ્ટ્રીના યન્સવાદમાં ધિરાય છે. અત્રવાદ મોટી બેકારી અને પ્રદૂષણજનિત માંદગી માનવપ્રજામાં ઘસડી લાવીને લાખો માનવોને મોતના મુખમાં ધકેલી મૂકે છે. આ કેટલી મોટી હિંસા છે ? શું આમાં જીવદયાના કે અનુકંપાના રૂપિઆ વાપરવા દેવાય ખરા? . વળી, જ્યારે પશુ-પંખીઓના જીવન માટે આ રકમની તાત્કાલિક જરૂર ઊભી છે ત્યારે તેને બેંકમાં જકડી રાખવી એ તો ટ્રસ્ટીઓની નકરી ક્રૂરતા છે. સંપત્તિનો વહીવટ કરવાની મહદશામાંથી જાગેલું આ ક્રૂરતા ભર્યું કુકર્મ છે. જેટલી રકમ હોય તેટલી ઓછી પડે તેવી હાલતમાં આ રીતે બેંકમાં મૂડી સંઘરીને તેનું માત્ર વ્યાજ વાપરવું એ જીવો પ્રત્યે નકરી નિર્દયતા છે. આ વાંચન કરતાંની સાથે જ તેવી તમામ રકમ ટ્રસ્ટીઓએ ઉઠાવીને જીવદયાદિનાં યોગ્ય સ્થળોમાં પૂરેપૂરી વાપરી નાંખીને અજ્ઞાન દશાથી થએલી ભૂલ તત્કાળ સુધારી લેવી. મોટા કર્મબંધનમાંથી ઊગરી 7. VWW.Vuadradhan.com અહીં એટલો અપવાદ સમજવો કે પશુઓના ઘાસચારા વગેરે માટે જો કાયમી તિથિ યોજના કરવામાં આવી હોય તો તે મૂડી ન છૂટકે પણ બેંકમાં મૂકવી પડે. સવાલ : [૧૨] આજની પાંજરાપોળો માટે આપનો અભિપ્રાય જવાબ : ઘણી બધી પાંજરાપોળો જરૂર જેટલી આવકના અભાવે સિદાઈ રહી છે. પૂર્વના કાળમાં ધનવાનોના ઔદાર્યની પાંજરાપોળોને ખાસ જરૂર રહેતી નહિ કેમકે તેની પાસે મોટાં બીડ હતાં, ઘાસચારાદિ માટેની ખેતીની જમીન હતી, તેમાંથી ઘણું કામ પતી જતું. વેપારમાં પાંજરાપોળના લાગાઓ હતો. પાંજરાપોળ અંગેના નિષ્ણાતો એમ કહે છે કે, “જો આજે પણ પાંજરાપોળો આ રીતે પોતાની જમીન (૫૦ થી ૧૦૦ વીઘા) મેળવે અને તેમાં એવા પ્રકારનાં-જમીનને અનુકુળ ફળો-ચીકુ, નાળિયેર, કેળ વગેરેની વાડી કરે અથવા સાવ ઓછા ખર્ચે ઘણું કમાવી આપે તેવાં લાકડું આપતાં વૃક્ષો, તેલ વગેરે આપતાં શીમળો વગેરે વૃક્ષોનું વનસ્વરૂપે વાવેતર થાય તો પાંચમા વર્ષથી મોટી કમાણી કરી આપે.” Page #154 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૩૭ ‘આવું કાંઈક પાંજરાપોળોના કાર્યકરોએ વિચારવું પડશે. સદા માટે પૈસા માંગવાથી પાંજરાપોળો ચાલશે નહિ. અને છતાં જો તે ચલાવશે તો તે મરતી ચાલશે. તેનાં ઢોરો પણ મરવાના વાંકે જીવતાં રહેશે. છેલ્લે ભૂખમરાથી મરશે. આવી રીતે પાંજરાપોળ ચલાવાયા નહિ.” ખેતી, વાડી, બીડ અંગેની પ્રાચીન પદ્ધતિઓ અને નવા દેશ-કાળની અનુકૂળતાઓનું (આર્યનીતિનું) સંમિશ્રણ કરવું પડશે. પાણીની સવલત ઊભી થાય તો પછી કશું અશક્ય નથી. વળી ‘બેંકોમાં ફિકસ-ડિપોઝિટનું જે વ્યાજ મળે (સવા ટકો) તે કરતાં તો તે રકમની જમીન લઈને તેમાં બુદ્ધિપૂર્વકનું આયોજન કરવાથી ઘણું વધુ વળતર છૂટે.’ એવું તેના જાણકારો કહે છે. બાકી સરકારી સબસીડી મળી જાય તે જુદી વાત છે. પરંતુ તેના ભરોસે પાંજરાપોળોને લટકતી રખાય નહિ. તે લાંબું ચાલે નહિ. / પ્રાણીઓની રક્ષા કરવી તે સરકારની ફરજ છે. સબસીડી દઈને તે કોઈ ઉપકાર કરતી નથી. કાશ ! સરકારને ગૌશાળામાં-તેની તગડી ગાયોમાં-રસ છે. મરવા પડેલાં કે નબળાં ઢોરોને તો કતલખાનાં ભેગા કરવામાં જ તેનો રસ છે. આ તો પ્રજા ઉશ્કેરાઈ ન જાય એટલે જ સબસીડી દઈને નબળાં ઢોરોની રક્ષાનો દેખાવ કરે છે. બાકી પાંજરાપોળોને જિવાડવામાં ભીતરમાં તેને કોઈ જ રસ નથી. - હવે તો ગૌશાળામાં ય કતલને જ ફાવટ લાવવાની તરકીબો ચાલી છે. સ્વદેશીને બદલે વધુ દૂધ દેતી (થોડોક જ સમય માટે) વિદેશી-જર્સી, હોસ્ટીન વગેરે-ગાયોના પાલનની સહુ પસંદગી કરે છે. જ્યાં ધંધો આવ્યો, પૈસા કમાવવાની વાત આવી ત્યાં જીવદયાદિના ધર્મ કે સંસ્કૃતિને ટકાવવાની વાતનો ખાત્મો બોલાઈ જતો હોય છે. વિદેશી ગાયો જલદી કતલમાં જાય એટલે સરકારને પણ તેમાં રસ છે. પૂર્વે તો દૂધ વેચવું એ પૂત (પુત્ર) વેચવા સમાન પાપ ગણાતું આજે તો બે ય વેચાવા લાગ્યાં છે. પૈસા પાછળ પ્રજા પાગલ બની છે. પુણ્ય-પાપના ભેદ ભૂંસાયા છે. પૈસા કમાવો તે જ (કોઈ પણ રસ્તે) પુણ્ય, પૈસા ખોઈ નાંખો તે જ પાપ ! આવી વ્યાખ્યા ચાલી પડી છે. એક કવિએ સાચું કહ્યું છે : ‘દોઢીઆ ખાતર દોડતા જીવો..............જુઓ ને જીવતાં પ્રેત.” Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૩૦] જો ગોબર ગેસ પ્લાન્ટ વ્યાપકપણે અમલમાં આવે તો પાંજરાપોળ આદિ તમામ ક્ષેત્રોમાં લાકડાના બળતણ વગેરેનો ખર્ચ ઘટી જાય નહિ ? જવાબ : ખર્ચ ઘટવાની વાત ગૌણ છે. એની સામે-વિરુદ્ધમાં-એમ પણ કોઈ કહેશે કે આ ગેસ પ્લાન્ટમાં સૂક્ષ્મ જીવોની હિંસા ઘણી થાય છે માટે તે બરોબર નથી. (જો કે આવી વિરાધના નથી થતી એમ આવા ગેસ-પ્લાન્ટના પ્રચારકો અસંદિગ્ધ ભાષામાં કહે છે. અથવા કોઈ કહે છે કે, ખુલ્લામાં પડી રહેતા ગોબરમાં જે જીવોત્પત્તિ થાય છે, તેની ઘોર વિરાધનાની સામે ગેસ-પ્લાન્ટની વિરાધના ખૂબ મામૂલી છે.) સમાજ હિતચિંતકો જણાવે છે કે જેમ જેમ ગાય, ઘેટાં, બકરાં વગેરે અનેક પ્રકારનાં પ્રાણીઓ બિન-ઉપયોગી થવાનાં, તેમ તે તમામ સરળતાથી કતલખાના ભેગાં થવાનાં. તેમ કરતી સરકારને કોઈ રોકી શકશે નહિ. પણ જો આ જીવોને “ઉપયોગી’ બનાવી દેવાય તો તેમની હિંસા આપમેળે બંધ પડે. એટલું જ નહિ પણ તેમની સારસંભાળ ખૂબ વધી જાય. જીવરક્ષાનો જયજયકાર થઈ જાય. ગોબર ગેસ-પ્લાન્ટ જો જયણાપૂર્વક સફળ થાય તો પ્રાણીમાત્રની ઉપયોગિતા વધી જાય. ગાય-નબળી, માંદી કે રોગિષ્ટ તમામ-ગોબર તો આપે જ આપે. (દૂધ તો ન પણ આપે.) ઘેટાં, બકરાં, ભૂંડ, હરણ વગેરે, પંખીઓ વગેરે તમામ છાણ, લીંડી, ચરક, મૂતર વગેરે રાત ને દિ આપ્યાં જ કરે. આ બધું ગોબર-પ્લાન્ટ માટે તો મિષ્ટાન્ન જેવું બની જાય. એમ થતાં તમામ પ્રાણીગણને અભયવચન મળી જાય. હાલ ચીનમાં પશુઓનું મૂતર ચિક્કાર કમાણી કરી આપતું સાબિત થયું છે. સાંભળ્યું છે કે આકોલા જિલ્લાના શેગામની અંદર એક ઢોર એક વર્ષમાં જે છાણ-મૂતર દે છે તેની આવક અઢાર હજાર રૂ.ની થાય છે. હજી આમાં સંશોધન થઈ રહ્યું છે. જો આ રીતે તમામ પ્રાણીઓનાં છાણ-મૂતર અઢળક કમાણી કરાવતાં બને તો ધનપાગલ પ્રજા તેમને મારવાને બદલે તેમને જિવાડવા લાગી જાય. જો વનસ્પતિની ઉપયોગિતા સાબિત થાય તો એક પણ પાંદડું તોડવું એ સજાપાત્ર બની જાય. હા, હવે એ દિવસો આવી રહ્યા છે જેમાં પ્રદૂષણોથી ધરતીનો Page #156 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી સર્વનાશ દેખતી વિશ્વની સરકારો ભેગી મળીને ઑક્સિજન(વનસ્પતિથી) અને ઊર્જા(છાણ-મૂતરમાંથી) મેળવવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. આમ થતાં સમગ્ર પ્રાણીઓને અને વનસ્પતિને આખા વિશ્વ તરફથીમાનવજાત તરફથી-અભયવચન મળી જશે એવી કલ્પના કેવી લાગે છે? આપણે ઇચ્છીએ કે જલદીમાં જલદી આનંદના એ દિવસો અવતરે સવાલ : [૧૩૧] જીવદયાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો માર્ગ કયો ? ૧૩૯ જવાબ : પરંપરાગત રીતે કતલમાં જતા જીવોને ‘અભય’ દેવાનો રસ્તો શ્રેષ્ઠ ગણાય. પરંતુ બદલાએલા વાતાવરણમાં જીવદયા માટે લડાતા કોર્ટોના કેસોમાં વકીલો વગેરેને દેવાની ફી આદિમાં વાપરવાનો રસ્તો શ્રેષ્ઠ ગણાય, કેમ કે એક પણ કેસમાં જીત થાય તો લાખો જીવોને અભયવચન મળી જાય. રસ્તેથી પસાર પતા કેમ ભુલો માંરાન પમળ ને સાધી કાંનો કાર્યવાહી દ્વારા પાંજરાપોળોમાં મૂકી દેવાં. પછી તેના માલિકો કેસમાં સાબિત કરે કે તે ગાય વાછડાં વગેરે કતલખાને લઈ જવાતાં ન હતાં: ઘાસચારાવાળા પ્રદેશમાં જ લઈ જવાતાં હતાં તો તે ઢોરો તેમને પરત મળે. પરંતુ તેટલા દિવસના દરેક ઢોર દીઠ સાત રૂપિયા તેમણે પાંજરાપોળને ચૂકવવાના રહે. આ જજમેન્ટને લીધે એક જ જીવદયાપ્રેમી માલેગામ (જિ. નાસીક) ના શ્રી કેસરીચંદ મહેતાએ અનેક સ્થળે ટ્રકોને રોકીને જે અઢાર હજાર ઢઢોરો પકડી લીધાં હતાં તે તમામને અભયદાન મળી ગયું. ટૂંકમાં સપ્લાય થતા ઢોરમાલિકો પ્રાયઃ કસાઈઓ જ હોય છે; સાચા વણઝારા નહિ. વળી રોજના ઢોર દીઠ સાત રૂ. ભરવાની તેમની શક્તિ પણ હોતી નથી. એટલે તે લોકો ભાગી છૂટે છે. કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા પણ નથી. આટલો મોટો લાભ એક જ કેસ જીતવામાં થઈ જતો હોય છે. આવા કેસરીચંદભાઈ તેમજ પોતાનું બલિદાન આપનારાં ગીતાબેન જેવા સેંકડો કાર્યકરો તૈયાર થાય તો લાખો જીવોને અભયદાન મળે. સવાલ : [૧૩૨] જીવદયાના રૂપિયા અનુકંપા ખાતે લઈ જવાય કે નહિ? 4 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધાર્મિક વહીવટ વિચાર જવાબ : ના, ન લઈ જવાય. જીવદયાના રૂપીઆ જીવોને અભયદાન દેવામાં જ વપરાતા હતા. પરન્તુ હાલમાં જીવદયા અંગે ચાલતી કોર્ટેની કાર્યવાહીમાં તે રકમો લેવી યોગ્ય લાગે છે. કેમકે જો તેવા એકાદ કેસમાં પણ જીત મળે તો લાખો જીવોને અભયદાન મળી જાય. જ્યારે જીવદયાનું ફંડ થાય ત્યારે આવો ખુલાસો કરાય તો સૌથી સુંદર, જીવદયાની રકમ પાંજરાપોળોને મજબૂત કરવા માટે પાંજરાપોળોમાં આપવી એ પણ ઉત્તમ ગણાય. ગુજરાત-રાજ્યમાં ગોવંશવધપ્રતિબંધ થયો. આથી પાંજરાપોળોમાં ગોવંશની આવક વધવાની પૂરી શક્યતા છે. આવા વખતે પાંજરાપોળો ખૂબ સદ્ધર નહિ કરાય તો ઢોરો સ્વીકારી નહિ શકાતા ફરી તેઓ ગેરકાયદેસરની કતલનો ભોગ બની જશે. RTGom સવાલ : [૧૩૩] ઘરે મા-બાપને ત્રાસ આપનાર, પત્નીને મારઝૂડ કરનાર વ્યક્તિ જીવદયામાં પૈસા લખાવે તો તેનું દાન યોગ્ય ગણાય? પહેલી જીવદયા કોની કરવી ? જવાબ : તે દાન અયોગ્ય ન ગણાય. પરંતુ જે મારઝૂડ છે તે જરૂર અયોગ્ય ગણાય. વધુ પુણ્યવાનું વ્યક્તિની વિશેષ દયા-ભક્તિ થવા જોઈએ એ ન્યાયે તેને માતા-પિતા પ્રત્યે બહુમાન તથા તેની પત્ની તરફ સન્માનભાવ રાખવાની વાત જરૂર કરવી જોઈએ. સવાલ :[૧૩૪] કોઈ પણ ઉછામણી બોલ્યા હોય ત્યારે ભાવના અને પરિસ્થિતિ હોય અને ત્યાર બાદ ભાવના અને પરિસ્થિતિ બદલાય તો તેવા સંયોગોમાં શું કરવું ? જવાબ : આપણે ત્યાં એવો રિવાજ હતો કે જે ઉછામણી વગેરે બોલાય તેની રકમ તત્કાળ ભરાય. પેથડમસ્ત્રી આનો આંખે વળગે તેવો દાખલો છે. આમ કરવાનું કારણ એ હતું કે જો તત્કાળ રકમ ન ભરાય અને કાલે આર્થિક પરિસ્થિતિ નબળી પડે તો રકમ ન ભરવાનો બહુ મોટો દોષ લાગી જાય. જેમ દિવસો અને મહીનાઓ વીતે તે શાહુકારી રીતનું જે સમયે Page #158 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જે વ્યાજ ગણાતું હોય તે પણ અવશ્ય ભરવું જોઈએ, અન્યથા વ્યાજ-ભક્ષણનો દોષ લાગે. ૧૪૧ આજે આ બાબતમાં બેદરકારી થતી જોવા મળે છે. ધંધાઓમાં ભારે ઉથલપાથલ થતી હોવાથી કાલનો કરોડપતિ આજે ભિખારી બની જાય છે. આ સ્થિતિમાં તરત ત જ રકમ ભરપાઈ કરવી જોઈએ. સંઘ તરફથી રકમ ભરવાની જે મુદત જાહેર થઈ હોય તે મુદત સુધી વ્યાજ વિના રકમ ભરી શકાય. પણ મુદત પૂરી થયાના બીજા જ દિવસથી વ્યાજનું મીટર ચાલુ થઈ જાય. જે લોકો ઉછામણી આદિની રકમ ભરી ન શકે તેની સંઘે ચોપડે માંડવાળ કરવી ન જોઈએ. જો તેના નામે રકમ ઉધાર બોલાતી રહેશે તો તે વ્યક્તિ અથવા તેના વંશવારસો પણ સુખી થતાં વ્યાજ સાથે પૂરી રકમ જમા કરાવી શકશે. ઉછામણીની કે આજે તો લગભગ એવું જોવા લખાવેલી રકમોમાંથી કેટલાક દાતાઓ તે રકમો કદી ભરતા નથી. કેમ કે, દુનિયામાં, પોતાને “દાનાવીર” દેખાડવા માટે કેટલાક લોકો જાહેરમાં રકમો લખાવતા હશે કે મોટી ઉછામણી બોલતા હશે. મળે છે. આ લોકો કેટલા ભયંકર પાપમાં પડતા હશે ? કોણ તેમને આ વાત સમજાવી શકે ? સવાલ : [૧૩]ઉછામણીની રકમ મોડામાં મોડી કેટલા સમયમાં ભરી દઈએ તો વ્યાજ ભરવું ન પડે ? જવાબ : શ્રી સંઘે જે મુદત-વ્યાજબી રીતે-(મોડી નહિ.) ઠરાવી હોય તે મુદત સુધીમાં ૨કમ ભરાઈ જાય તો તેનું વ્યાજ ભરવાનું ન રહે. કેટલાક સંઘો ભા.સુ. પાંચમની તો કેટલાક દિવાળીની કે કાર્તિક પૂર્ણિમાની મુદત નક્કી કરતા હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન જે રકમ ઉછામણી કે ભેટરૂપે દેવાની નક્કી થઈ હોય તે રકમ તે મુદતમાં ભરી દેવાથી વ્યાજમુક્તિનો લાભ મળે. ખરેખર તો મુદતની રાહ ન જોતાં તરત જ-તે જ દિવસે-૨કમ ભરપાઈ કરી દેવી એ જ અત્યન્ત યોગ્ય ગણાય. શા માટે થોડાક પણ દિવસનું વ્યાજ સંઘે જવા દેવું ? Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૩૬] પાંજરાપોળ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? જવાબ : દૂધ વગેરે દેવાથી ઉપયોગી ગણાતાં કે તે બધું નહિ દેવાથી ઉપયોગી નહિ ગણાતાં-પશુમાત્ર ની બધા પ્રકારની પૂરતી કાળજી કરવી એ આ સંસ્થાનો ઉદ્દેશ છે. જૂના જમાનામાં (આજે પણ ક્યાંક) મહાજનોના વેપારમાં આ અંગે લાગો રહેતો, જેની આવકમાંથી આરામથી પાંજરાપોળો ચાલતી. જીવનભર જેણે સખ્ત કામ કર્યું એવાં ઢોરો કસાઈને દેવાની વાત સ્વપ્નમાં ય કોઈ ખેડૂત વિચારતો નહિ, ઘરડાં વસૂકી ગએલાં કે માંદા પડેલાં ઢોરને છેલ્લા શ્વાસ સુધી સાચવાની શક્તિ જેનામાં ન હોય તે ખેડૂત એ ઢોર પાંજરાપોળમાં દેતો. પોતાની શક્તિ મુજબની રકમ પણ દેતો. સગા દીકરાથી વિખૂટા પડતાં જેવો ત્રાસ માબાપને થાય, તેવો ત્રાસ ધરતીના તાતને તે વખતે થતો. ઘણીવાર તો તે ધ્રુસકે રડતો. પણ આવા દયાળુ ખેડૂતોનાં ઢોરો માટે પાંજરાપોળ-સંસ્થા હતી. * હવે તો સરકાર સુધ્ધાં કસાઈ બની છે. કતલખાનાને તેણે ઉદ્યોગ (હાય હાય !) જાહેર કર્યો છે. ખૂબ તગડાં, દૂધાળાં ઢોરોને ગાભણી ગાયો, ભેંસોને ય હવે તો કાપી નાંખવામાં આવે છે. ભારે ક્રૂરતા આચરવા સાથે ખાટકીઓ ટ્રકોમાં પશુઓને ભરે છે; કેટલાંક તો ત્યાં જ ગુંગળાઈને મરણ પામે છે. આ બધા ત્રાસનું શબ્દોથી વર્ણન થઈ ન શકે એટલો એ ‘બેહદ' હોય છે. આવાં પશુઓને ખરીદી લઈને જીવદયાપ્રેમી લોકો પાંજરાપોળોમાં મૂક્તા હતા. આ એકદમ બરોબર છે. જનરલ પ્રશ્નોત્તરી સવાલ : [૧૩૭] કાયમી તિથિના વ્યાજમાંથી તે કાર્ય હવે થતું ન હોય તો વધારાની રકમ શી રીતે મેળવવી ? જવાબ : પહેલા તો કાયમી-તિથિના દાતાને કે તેની ગેરહાજરીમાં તેમના પુત્રોને મળવું; વધુ દાનનો લાભ લેવા જણાવવું અથવા જે ઘટ પડતી હોય તે ચૂકતે આપવા માટે પ્રેરણા કરવી. જો તેમાં અનિચ્છા દર્શાવે તો બીજા કોઈ પુણ્યશાળી પાસેથી નવું મોટું દાન સ્વીકારીને તે Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૪૩ નામ, તેમની સાથે જોડવા માટે રજા માંગવી. જો રજા ન આપે તો સંઘે ભેગા થઈને ઘટતી રકમના પૂર્તિ કરવી જ પડે. મોંઘવારી ગમે તેટલી વધી ગઈ હોય અને તેથી ‘ઘટ’. ગમે તેટલી વધુ પડતી હોય, તેથી કાંઈ તે મૂળભૂત દાતાનું નામ રદ કરી શકાય નહિ. હા, તેની સંમતિ મળે તો બીજું નામ જોડી શકાય. સવાલ : [૧૩૮] આજે કેટલાક જૈનો ખોટાં કામો, અનીતિ આદિ કરીને ઘણું ધન ભેગું કરે છે, પછી તે ધર્મમાં ખર્ચે છે. શું એવું ધન, ધર્મનાં ક્ષેત્રોનું ચાલે ખરું ? સવાલ : અનીતિના ધન તરીકે કોને ગણવું ? એ નિર્ણય પહેલો કરવો પડશે. ‘સળગતી સમસ્યા'ના પહેલા ભાગમાં મેં કાળાબજારના ધનને અનીતિનું ધન ગણ્યું નથી, એ અંગેની દલીલો ત્યાં જણાવી છે. આ માટે તો ક્યાંક અનાત કરતો હોય તો તેમાં તેને માટે આપવી પડે. શાન્તનૂ શેઠ આર્થિક રીતે સાવ બેહાલ થઈ ગયા ત્યારે તેમની ધર્મિષ્ઠ અને તત્વજ્ઞાની પત્ની કુંજીદેવીએ તેમને જિનદાસ શેઠનો હાર ચોરવાની વાત કરી હતી. અને શેઠને ત્યાં જ ગીરવે મૂકવાની વાત કરી હતી. શેઠે તેમ કરીને તે હાર ગીરવે મૂકીને મેળવેલી રકમમાંથી વેપાર કર્યો. શેઠની સ્થિતિ ખાઈપીને સુખી થવા જેટલી સુધરી ગઈ. આર્યદેશનો માણસ જેટલું વધુ જીવે તેટલું ધર્મધ્યાન વધુ કરે. આવું કરવા માટે તેને થોડાક આઘાપાછા થવું પડે તો તે અનીતિ ન કહેવાય, (આ બધું શિષ્ટમાન્ય મર્યાદામાં જ કરવું પડે.) નીતિ એ વધી પડવાની શક્યતાવાળા ધન ઉપરની બ્રેક છે. અનીતિથી પુષ્કળ ધન બનાવી શકાય જ્યારે નીતિથી જ ધન કમાવાનું વ્રત કરાય તો પુષ્કળ ધન કમાણી થાય નહિ. આમ થતાં ધનસંગ્રહ મર્યાદિત રહે. આના લાભો ઘણા છે. વધુ પડતા ધનના સંગ્રહમાં, પ્રાપ્તિની ચિંતા, પ્રાપ્તનું રક્ષણ, ચોરાદિનો ભય, આશ્રિતોમાં વ્યાપનારો વિલાસ વગેરેનો ઉન્માર્ગ, ભોગરસ તરફ વધુ ગતિ, જીવનની બરબાદી વગેરે ઘણું ઘણું શક્ય છે. મર્યાદિત ધન જ સારું. નદીમાં ખળખળ વહી જતું પાણી સારું. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધાર્મિક વહીવટ વિચાર હજારો ગામડાંની તરસ છિપાવે. પણ જો તે ઘોડાપૂર બને તો ? માપસરનો નખ સારો, પણ જો તે વધુ પડતો મોટો થઈ જાય તો તેમાં મેલ ભરાય, ઠેસ લાગતાં કાચો નખ ઊખડી જાય તો સેપ્ટિક થઈ જાય. વધુ ધનના લાભમાં એક જ લાભ છે, અહંકારનું પોષણ; જ્યારે તેના ગેરલાભો બેસુમાર છે. આથી તે ગેરલાભોનો ભોગ નહિ બનવા માટે નીતિથી જ ધનકમાણીનો આગ્રહ રાખવો જોઈએ. એના રોટલા ને છાશ સારા, પણ ઓલાં ગુલાબજાબું ખોટાં. અનીતિનું ધન ઘરમાં આવ્યા બાદ ગૃહકલેશ થયા વિના રહેતો નથી. બુદ્ધિભ્રંશ પણ અચૂક થાય છે. - ધન કરતાં વધુ કમતી સદાચારોનું પાલન છે, પરસ્પરનો સ્નેહભાવ છે, એકબીજાની હૂંફ છે. આ બધું માફકસરની ધનકમાણીમાં જ શકય છે. એક વાર ધનલાલસા જાગ્યા બાદ તે ક્યાંય અટકતી નથી. આથી જ્ઞાનીઓએ ઇચ્છાને આકાશ જેવી અનંત કહી છે. જેમ ધનનો લાભપુણ્યોદયે-વધુ થાય તેમ તેનો લોભ વધતો જ જાય. આ ચક્કરમાં જીવ વધુમાં વધુ ખરાબ થયા વિના ન રહે. તેની દુર્ગતિ નિશ્ચિત થાય. એટલે જ ઈસુએ કહ્યું છે કે હજી સોયના, કાંણામાંથી ઊંટ પસાર થઈ જશે પરન્તુ ધનવાન (ધનાસક્ત) માણસ સ્વર્ગે નહિ જઈ શકે. તુલસીદાસે કહ્યું છે, અરબ ખરબ કો ધન મિલે, ઉદય અસ્ત કો રાજ, તુલસી ! હરિભજન બિના, સભી નરક કે સાજ. નીતિથી ધન કમાઈને માણસે પોતાની આજીવિકા સારી રીતે ચલાવવી જોઈએ. હા, તેણે સાવ ભિખારીનું જીવન ન જીવતાં થોડુંક વ્યવસ્થિત જીવન જિવાય તેટલું તો નીતિથી કમાવવું જોઈએ. ' હવે દાનાદિ ધર્મ કરવા માટે તે અનીતિ કરીને વધુ કમાય બરોબર નથી. પુણીઆએ વધુ કમાણી કર્યા વિના સાધર્મિક-ભક્તિનો ધર્મ ચાલુ કર્યો હતો. Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૪૫ આજે તો બેફામપણે “અનીતિ’ ચાલે છે. બેફામ પૈસો કમાવાય છે, અને તે પૈસાથી મોટાં જિનમંદિરો, ઉપાશ્રયો, તપોવનો વગેરે ઊભાં કરાય છે. હા. એવા હલકા ધનની અસર તે સ્થાનોને જરૂર મળે. તેનો પ્રભાવ અવશ્ય પડે. પણ હાલમાં તો કોઈ બીજો યોગ્ય રસ્તો જણાતો નથી. અનેક દૃષ્ટાન્તો દ્વારા જ્ઞાનીઓએ નીતિના ધનનો મહિમા ગાયો છે. કાશ ! આજે તો ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બન્યો છે. સર્વત્ર અનીતિની હવા પ્રસરી ગઈ છે. ગૃહસ્થોની અનીતિ જુદી છે; સંસારત્યાગીઓની અનીતિ જુદી છે. ગૃહસ્થો ચોરી, છેતરપિંડી, ભેળસેળ વગેરે માલમાં કરે તે અનીતિ કહેવાય. સાધુ ભિક્ષા પામતાં, તે અંગેના ૪૨ દોષોનું સેવન કરે તે તેની અનીતિ કહેવાય. તેને ગૃહસ્થની અનીતિ સાથે કશી લેવાદેવા હોય નહિ. સવાલ : [૧૩૯] સાધારણ ખાતું અને શુભ(સર્વસાધારણ) ખાતામાં શું ફરક છે ? જવાબ : પૂર્વે જણાવ્યું છે તેમ જિનપ્રતિમાદિ સાત ક્ષેત્રોનું સાધારણખાનું કહેવાય; જ્યારે તે સાત સહિત પૌષધશાળા વગેરે બીજાં સાત કુલ ચૌદ (અને તેના જેવા બીજા પણ ધાર્મિક) ક્ષેત્રોનું શુભ (સર્વસાધારણ) ખાતું કહેવાય. શક્ય હોય તો કોઈ પણ રકમ મુખ્યત્વે શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરવી સારી. કેટલાકોના મનમાં આ જ વાત હોવા છતાં તેઓ “સાધારણ ખાતું” નામ આપે છે. હવેથી તેમણે શુભ (સર્વસાધારણ) ખાતું એ નામને વિશેષ ધ્યાનમાં લેવું જોઈએ. આ બન્ને ખાતાનું બીજું નામ ધાર્મિકદ્રવ્ય ખાતું કહી શકાય. આ રકમ લગ્નાદિનાં સામાજિક, સ્કૂલકૉલેજ વગેરેનાં શૈક્ષણિક, કે આરોગ્ય વગેરેનાં દવાખાના -હૉસ્પિટલનાં શારીરિક ક્ષેત્રોમાં વાપરી શકાય નહિ. દેડકાની કતલ દ્વારા આજની સ્કૂલો વગેરે, ગર્ભપાત દ્વારા હોસ્પિટલો વગેરે, આર્યમહાપ્રજાની જીવાદોરી સમી અહિંસાપ્રધાન ધર્મસંસ્કૃતિનાં ધ્વસંક છે. છતાં જિનશાસનની સંભવિત હીલના જણાતી હોય તો તેના નિવારણ માટે કે તેની શક્ય પ્રભાવના Page #163 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર માટે તેમાં સ્વદ્રવ્યનું દાન દેવું પડે તો ઔચિત્યની દૃષ્ટિથી દઈ શકાય. સવાલ : [૧૪૦] શુભ (સર્વસાધારણ) કે સાધારણ ખાતે આવક કરવાના ઉપાયો કયા છે ? ૧૪૬ જવાબ : પહેલાં એટલું સમજી રાખો કે આ ખાતાં આવક કરવા માટે નહિ પણ દાનનો લાભ લેવા માટે ઘડાયાં છે. આ વાત પૂર્વે જણાવી છે. આ અંગે પુણ્યવાન, શક્તિમાન, વિદ્વાન સંયમી સાધુઓએ પોતાની વ્યાખ્યાન શક્તિથી પ્રેરણા કરવી જોઈએ. આજે પણ જૈનસંઘ જૈન શ્રમણો ઉપર ખૂબ બહુમાન ધરાવે છે. તેમનો પડતો બોલ ઝીલે છે. જો તેઓ ઉપધાન, છ'રીપાલિત સંઘ, જિનમંદિરોનાં નિર્માણ, પ્રતિષ્ઠા મહોત્સવો, નૂતન તીર્થોનાં નિર્માણ વગેરેની સાથોસાથ સૌથી વધુ પ્રધાનતા સાધારણ અને સર્વસાધારણ ખાતામાં મોટા દાનની પ્રેરણા કરે તો ઢગલાબંધ રકમથી આ ખતાંએ તરબતર થઈવદ્વવ્યની રકમમાં વૃદ્ધિ કરવા માટે સિને : થિયેટરો, લગ્નની વાડી વગેરે ઊભાં કરીને તેમના ભાડાની આવક કરવાનો રસ્તો બરોબર નથી. પરન્તુ સાધારણ કે (શુભ સર્વસાધારણ) ખાતાની આવક કરવા માટે આ બધું થઈ શકે ખરું ? જવાબ : આ પણ ધાર્મિક દ્રવ્યોનાં જ ખાતાંઓ છે, માટે આમાં પણ આ રીતે આવક કરી શકાય જ નહિ. હલકી રીતોથી આવક કરવાની ઇચ્છા તે સંઘોને ત્યારે જ જાગે જ્યારે તેમના સંઘના શ્રીમંતોની ધનમૂર્છા આસમાને આંબી હોય. આવા સંઘોમાં વિશિષ્ટ કોટિના પુણ્યવાન મુનિઓને આમંત્રણ દઈને બોલાવવા જોઈએ. તેઓ પોતાની વાગ્લબ્ધિથી ધનવાનોની ધનમૂર્ચ્છનું ઝેર ઠીક ઠીક પ્રમાણમાં નિચોવી નાંખશે. પછી ‘હલકી રીતો' તરફ સંઘને નજર પણ કરવી પડશે નહિ. સિનેમા કે નાટકનો શો નાંખવો, ધર્મસ્થાનને લગ્નની વાડી કરવી વગેરેને પણ હલકી રીતોમાં ગણવાં જોઈએ. સવાલ : [૧૪૨] સંઘનાં ધાર્મિક - ક્ષેત્રોનો હિસાબ કોઈ મહાત્માને બતાવવો ન જોઈએ ? જેથી કોઈ ભૂલ રહી ન જાય ? જવાબ : ગરબડ થવાની શક્યતા હોય અને એવી જરૂર જણાય તો અવશ્ય બતાવી શકાય. મહાત્માને માટે પણ આવું શુદ્ધીકરણ એ Page #164 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૪૭ કર્તવ્યરૂપ છે. મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં વર્ષો સુધી વિહરેલા પૂજ્યપાદ સ્વ. યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ જ્યાં જ્યાં ગરબડ થયેલી ત્યાં દરેક સંઘના હિસાબો જોતા, યોગ્ય સૂચનો કરતા, તમામના ચોપડા ચોખા કરતા. સવાલ:[૧૪૩] દેવદેવતાના ભંડારની, આરતી વગેરે ઉછામણીની રકમો શેમાં જમા થાય ? જવાબ : સાધારણ ક્ષેત્રમાં જમા કરવી. સવાલ :[૧૪૪] સાધારણનું ફંડ ઊભું કરવા માટે બાર માસના બાર શ્રાવકો બનવાની ઉછામણી બોલાવી શકાય ? તેમને તે તે મહિનાનું ‘શ્રેષ્ઠી’ પદ આપવું પડે અને તે તે મહિનામાં સંઘ તરફથી થનારા બહુમાનો તેમના જ હાથે કરાવવાં જોઈએ કે નહિ ? જવાબ : આમ કરવામાં કોઈ શાસ્ત્રીય બાધ જણાતો નથી. આવી રીતે સાધારણ ખાતાની શાસ્ત્ર અવિરુદ્ધ શિષ્ટ કક્ષાની રીતો શોધવી જોઈએ. જેથી દેવદ્રવ્યમાં હવાલો નાંખવાનો કે તેનું ભક્ષણ કરવાનો સમય આવે સવાલ : [૧૪૫] દેરાસરમાં સાધારણ ખાતાનો ભંડાર રાખી શકાય? જો હા, તો કયે ઠેકાણે તે મુકાય ? જવાબ : દેવદ્રવ્યમાં નાંખવાની ઇચ્છાની રકમ ભૂલમાં સાધારણના તે ભંડારમાં નંખાઈ જવાની શક્યતા હોવાથી આ ભંડાર દેરાસરમાં ન રાખતાં દેરાસરની બહાર જ રાખવો જોઈએ. ત્યાં જો તેની ‘સલામતી’ ન જણાતી હોય તો દેરાસરમાંથી બહાર નીકળતી વખતે છેલ્લે જ તે નજરમાં જાય એ રીતે રાખવો જોઈએ. “સાધારણ-ખાતાનો ભંડાર” એ મસમોટા અક્ષરે લખાવીને તેનું પાટિયું તેની ઉપર મૂકવું જોઈએ. - સાધારણને બદલે શુભ ખાતા (સર્વસાધારણ) નો ‘જ ભંડાર મુકાય તો સારું. સવાલ : [૧૪૬ નવકારશી, સ્વામીવાત્સલ્યની બોલીમાં વધેલી રકમ શેમાં વપરાય ? જવાબ : બન્ને રકમ કોઈ ધાર્મિક કાર્યમાં સાત ક્ષેત્રના સાધારણમાં વપરાય. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૪૭] સાધારણ ખાતાની આવકના સરળ રસ્તા બતાડો. જવાબ : દેવદેવતાના ભંડારોની આવક સાધારણ ખાતે જાય તે સરળ રસ્તો. છતાં આવક કરવા માટે આવું કરવું જોઈએ નહિ. કેમ કે આમાં ‘બકરું કાઢતાં ઊંટ પેસવા’ નો સવાલ બને છે. લોકો વીતરાગ ભગવંતને છોડીને આ સરાગ દેવદેવતાની ઉપાસનામાં ઘેલા બને છે. બીજું કાયમી તિથિ - યોજના વગેરે તો નહિ જ કરવાં; કેમ કે તેમાં મોટી રકમ બેંકમાં મૂકવી પડે છે, જે રકમ હિંસાનાં કાર્યોમાં પ્રધાનપણે વપરાય છે. માટે દર વર્ષની તિથિ-યોજના કરવી જોઈએ. ધારો કે સાધારણ ખાતાનો વાર્ષિક ખર્ચ છત્રીસ હજાર રૂ. છે; તો એક દિવસની એકસો રૂ. ની તિથિ થઈ. સ્થાનિક સંઘમાં કે અન્ય સંઘોમાં આ તિથિ લખાવવાની પ્રેરણા કરવી. કોઈ દસ, કોઈ પાંચ, કોઈ એક તિથિ લખાવે. બીજા વર્ષે આ જ ભાઈઓને તેમણે લખાવેલી તિથિની યાદી આપીને તે જ પ્રમાણે ફરી લખાવવાની પ્રેરણા કરવી. રકમ મામૂલી હોવાથી કોઈ ના નહિ કહે. કદાચ ના કહે તો તેટલી ખૂટતી તિથિ માટે નવા દાતાઓ મેળવી લેવા. વાર્ષિક ખર્ચ વધે તો સોને બદલે સવાસો કે બસો રૂ. ની તિથિ પણ કરી શકાય. કોઈ મોટા દિવસે બારમાસનાં કેસર-બરાસ, પગાર વગેરેના ચડાવા બોલાવી દેવા. તે રકમ, તેમનામાં એકબીજામાં એટલે કે કેસરપૂજામાં વધારો હોય તો ફૂલપૂજા વગેરેમાં વાપરી શકાય છે. આમ છતાં જો રકમ તૂટે તો દેરાસરનો ગુરખો, પૂજારીનો પગાર, કેસર સુખડ વગેરે પૂજાનાં દ્રવ્યો વગેરે દેરાસરને લગતાં ખર્ચે સ્વપ્નાદિકની આવકવાળા કલ્પિત દેવદ્રવ્યમાં ઉધારવો.. વળી ગામના જૈનોના લગ્નાદિ પ્રસંગે, જન્મદિન દિવસે, સંઘના બે કાર્યકરોએ પહોંચી જઈને આ ખાતે ફાળો સતત માંગતા રહેવો. સંઘની સાધારણ ખાતાની જગામાં સાધારણ ખાતાની રકમમાંથી દુકાનો કાઢીને ભાડે આપીને પણ સારી આવક કરી શકાય. આ દુકાન હિંસાની વસ્તુઓ, વિલાસી સાધનો વગેરે વાળાને નહિ આપવી. પહેલી પસંદગી જૈનોની કરવી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૪૯ સવાલ:[૧૪૮] સાત ક્ષેત્રની ફાળવણી કેવી રીતે દરેક વિભાગમાં કરવી જોઈએ ? જવાબ : દાતાના અભિપ્રાય મુજબ ફાળવવા જોઈએ. જો દાતાએ સાતેક્ષેત્રમાં સરખા ભાવે રકમ વપરાય એ આશયથી દાન આપેલ હોય તો સાતક્ષેત્રમાં સરખા ભાવે વાપરવી જોઈએ. સામાન્ય રીતે આવા આશયથીજ દાન થાય છે. તેથીજ ૭રૂપીયા, ૭00 રૂપિયા એવી ખાતાના ગુણાંકવાળી રકમ દાનમાં આવે છે. જ્યારે દાતાનો સાતક્ષેત્રમાં સરખા ભાવે વાપરવી તેવો અભિપ્રાય ન હોય પણ સાત ક્ષેત્રમાં ગમે તે ક્ષેત્રમાં ગમે તેટલી વપરાય તેવો અભિપ્રાય હોય તો સાતેક્ષેત્રમાં જરૂરિયાત મુજબ ઓછી વસ્તી વાપરી શકાય અથવા જરૂરિયાતવાળા ગમે તે એક ક્ષેત્રમાં પણ વાપરી શકાય છે. સવાલ : [૧૪૯] સાધર્મિકોના નિભાવ માટે કોઈ વ્યવસ્થિત યોજના જૈનસંઘમાં દાખલ થવી જોઈએ એમ નથી લાગતું ? ખ્રિસ્તીઓ પોતાના ધર્મના અનુયાયીઓને કેવા સરસ રીતે સાચવી લે છે ? જવાબ : ખ્રિસ્તીઓની વાત ખ્રિસ્તીઓ જાણે. આપણે પણ કોઈ યોજના કરીએ તો મોટું ભંડોળ કરવું પડે. તો ભંડોળ સરકારી નિયમો પ્રમાણે બેંકમાં જ જમા કરાવવું પડે. આ બેંકો મહારંભ અને મહાહિંસામાં પ્રાયઃ આ રકમ રોકતી હોય છે. આ વાત આપણને બિલકુલ પરવડે તેમ નથી. એના કરતાં જે તે ઉદારચરિત આત્માઓ પોતાના વ્યવસાયમાં વધુમાં વધુ જૈનોને જ નોકરી આદિમાં રાખે તો ય આ પ્રશ્ન ઘણો ઊકલી જાય. વળી ગુપ્તદાન પણ તેવા દાનવીરો આપી શકે; ધંધામાં રોકાણ કરવા માટે રકમો આપી શકે; દવાખાનામાં મોટી રાહત અપાવી શકે; વર્ષમાં બે વાર મોટા પ્રમાણમાં ઘી, તેલ, અનાજ, ગોળનું વિતરણ પોતપોતાનાં નગરોમાં તેઓ કરી શકે. બાકી તો આજની ગરીબી, બેકારી, બીમારી અને મોંઘવારી માનવ સર્જિત હોવાથી આનો વ્યાપ ઉત્તરોત્તર વધતો જવાનો છે. કોઈ તેને પહોંચી શકે તેમ નથી. છતાં જૈનકોમમાં અતિ સુખી લોકો પણ હવે મોટા પ્રમાણમાં છે; એટલે પોતાની નાનકડી કોમના જૈનો માટે તેઓ પાંચ ટકા જેટલી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ધાર્મિક વહીવટ વિચાર જ રકમ દરવર્ષે વાપરે તોય ઘણુંબધું કામ થઈ જાય તેમ છે. વ્યાખ્યાનકાર પુણ્યવાન મુનિઓએ જૈન શ્રીમંતોને આ બાબતમાં સખ્ત પ્રેરણા કરીને જગાડી દેવા જોઈએ. ‘ટ્રસ્ટી' અંગે પ્રશ્નોત્તરી સવાલ :૧૫૦] આપે આ પુસ્તકમાં ટ્રસ્ટીઓ થવાની લાયકાતો જણાવી છે. એ મુજબ આજે ટ્રસ્ટી થવાને લાયક કોઈ નહિ હોય એમ લાગે છે. જવાબ : લાયક ન મળે એટલા માત્રથી નાલાયકોને જો એ સ્થાને બેસાડી દેવાશે તો તે ટ્રસ્ટો કે વહીવટો ખાડે જવાનાં છે. આજે જ્યાં ને ત્યાં આ વાત જોવા મળે છે. ધાર્મિક ક્ષેત્રનો વહીવટ શુદ્ધ અને શાસ્ત્રીય રીતે કરાય તો તે વ્યક્તિ અઢળક પુણ્ય ઉપાર્જન કરે. દિવાળી .COી સામાન્ય રીતે એવું કહી શકાય કે સુખી સદ્ગૃહસ્થો વેપારમાંથી નિવૃત્તિ લઈને ધાર્મિક ક્ષેત્રોનો વહીવટ કરે તો તેમની શક્તિ અને સમજણનો સુંદર લાભ મેળવી શકાય. એવા માણસોએ કોઈ ગીતાર્થ ગુરુ પાસે ‘દ્રવ્યસપ્તતિકા' જેવા ગ્રંથનો અભ્યાસ કરી લેવો જોઈએ. ટ્રસ્ટી થવાની લાયકાતોમાં પોતાની ખામી હોય તે દૂર કરી દેવી જોઈએ. - હવે જો આવું કાંઈ જ નિવૃત્તિ-વય(સાઈઠ)ને પામેલા જૈન સદ્ગૃહસ્થો કરવા તૈયાર ન હોય તો ધાર્મિક વહીવટ ખાડે જશે; તે ગેરવહીવટ બનશે; મુનીમો વગેરેના કબજે આપણાં ધર્મસ્થાનો ચાલ્યાં જશે. આવાં ઘણાંબધાં કારણોસર આપણો ધર્મ ઘણો મહાન હોવા છતાં દીપતો નથી. જગતમાં તેની ‘વાહ વાહ' થતી નથી. વયસ્ક વર્ગે આ વિષયમાં તૈયાર થવું જ જોઈએ. જેને મરણ નજીક દેખાતું હોય તેણે તપ, ત્યાગ, વ્રત, જપ કરવાં જોઈએ. પણ તે ન થઈ શકે તો તે બધાથી ચડિયાતો ધાર્મિક વહીવટ-એકાદ તીર્થ વગેરેનો-સંપૂર્ણ હાથમાં લઈને તેનું શાસ્ત્રનીતિ મુજબ સંચાલન કરવું જોઈએ. આથી સદ્ગતિનું બુકિંગ થઈને જ રહેશે. સવાલ : [૧૫૧] જૈન કોમની પોતાની કો-ઓપરેટિવ બેંકો હોય Page #168 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૫૧ તો સરકારી બેંકોમાં ફરજિયાતપણે મૂકવી પડતી ટ્રસ્ટોની દેવદ્રવ્યાદિની રકમોનો અઘોર હિંસા આદિમાં થતા ઉપયોગનું અતિ ઘોર પાપ બંધ ન થાય ? જવાબ : આ વાત ખૂબ વિચારણીય છે. આ બાબતને જૈનસંઘે સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ. જે દેવદ્રવ્ય, પૂરતા વ્યાજ લેવા સાથે ગરીબ સાધર્મિકાદિને આપવાની ના પાડવામાં આવે છે તો એ જ દેવદ્રવ્ય વગેરે બેંકોમાં મૂકીને કતલખાનાં, મરઘા-કેન્દ્ર, મત્સ્યોદ્યોગ, ઇન્ડસ્ટ્રીઓ વગેરેમાં વપરાય તે કેટલું ભયંકર ? આ મહાપાપનું નિવારણ કરવા માટેનો ખરો રસ્તો એ છે કે ધાર્મિક ટ્રસ્ટોએ રકમોને જમા જ ન કરવી. જેની જ્યાં જરૂર હોય ત્યાં શાસ્ત્રનીતિ મુજબ વાપરી નાંખવી. પ કાયમી તિથિ-યોજના વગેરે ને બદલે વાર્ષિક યોજનાઓ જ કરવી, જેથી દરેક વર્ષે તે તે રકમો વપરાઈ જ જાય. આમ છતાં કેટલીક વખત કાયમી ભંડોળ જો કરવું જ પડે તો તે ભંડોળની રકમ ફરજિયાતપણે સરકાર જેને માન્યતા આપે તે બેંકમાં જ મૂકવી પડે. આ માટે જૈનબેંકો શ્રાવકો ઊભી કરે તો તે રકમો તેમાં જ મુકાય જેથી તેનો ઉપયોગ પૂર્વોક્ત કતલખાનાદિમાં થાય નહિ. જૈન-બેંકમાં જોખમ એક જ છે કે તેમાં જમા થયેલી રકમની ‘સિક્યોરિટી’ ની સો ટકા ખાત્રી થતી નથી. (સરકારી બેંકોમાં આ ખાત્રી મળે છે) જો કમનસીબે બેંકોના ડાયરેક્ટરોની બુદ્ધિ ભ્રષ્ટ થાય અથવા થાપ ખાય અને મોટી રકમ જતાં તે ફડચામાં જાય તો બધાએ મહદંશે નાહી નાંખવું પડે. એ વખતે દેવદ્રવ્યાદિની તમામ રકમો ગુમાવી દેવી પડે. આવી જવાબદારી અને તે વખતે રકમ ભરપાઈ કરવાની જોખમદારી લેવા માટે ટ્રસ્ટી તૈયાર થાય નહિ. આ ભયસ્થાન જરૂર છે. પણ-શું બે પાંચ બેંકોને પ-પ કરીને ૨૫ એવા ડાયરેક્ટરો ન મળે જેઓ ખૂબ જ સારી રીતે બેંકનો કારભાર ચલાવે? આ જરૂર બની શકે પરંતુ તેવા પ્રામાણિક અને દક્ષ ડાયરેક્ટરોનો ગમે તે કારણે અભાવ થતાં તેમના સ્થાને તેમના જ જેવા કાર્યકરો ગોઠવાશે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધાર્મિક વહીવટ વિચાર તેમાં પાકો વિશ્વાસ બેસતો નથી. જો કે આજે સાંગલીમાં પાર્શ્વનાથ કો-ઓપરેટિવ જૈન બેંક વર્ષોથી ચાલે છે. અત્યન્ત સારા કાર્યકરો તેના ડાયરેક્ટરો છે. ક્રોડો રૂ.ની તેમની થાપણો છે. ધાર્મિક રકમોને તેઓ વધુમાં વધુ સગવડો આપે છે. મહારાષ્ટ્રમાં તેની શાખાઓ પણ ખૂલી છે. તેઓ ભારતભરનાં ધાર્મિક જૈન ટ્રસ્ટોની રકમ સ્વીકારવા તૈયાર છે. મને લાગે છે કે બધાએ પોતાની દેવદ્રવ્યાદિની રકમો તે બેંકમાં જ મૂકવી જોઈએ. એ લોકો હિંસક કોઈ પણ કાર્યમાં ધિરાણ કરતા નથી. આ ડાયરેક્ટરો (સુશ્રાવક બિપીનભાઈ વગેરે) સાંગલી મૂર્તિપૂજક જૈન સંઘમાં ટ્રસ્ટી પણ છે. તેઓ શ્રદ્ધાસંપન્ન હોવાથી રકમનો અશાસ્ત્રીય ઉપયોગ કરવા તૈયાર નથી. આમાંથી પ્રેરણા મેળવીને જો ગુજરાતમાં તેવી જૈન બેંકો થાય તો ઘોર આરંભ-સમારંભનાં કાર્યોમાં ફરજિયાતપણે દેવદ્રવ્યાદિ સંપત્તિના થતા રોકાણના અતિ ભયાનક પાપમાંથી આખા જૈનસંઘનો છુટકારો થાય. જૈન સંઘનો અભ્યદય નહિ થવામાં આ પણ એક કારણ નહિ હોય ? સવાલ :[૧૫૨] ટ્રસ્ટી થનારાએ દ્રવ્ય-સપ્તતિકા', ‘શ્રાધ્ધવિધિ' જેવાં કાર્યમાં ઉપયોગી બનતા ગ્રન્થોનો અભ્યાસ કરવો ન જોઈએ? જવાબ : ફરજિયાત કરવો જોઈએ. તે બોધ તેમને વહીવટ કરવામાં અને પોતાનું જીવ-દ્રવ્ય વ્યવસ્થિત કરવામાં ખૂબ ઉપયોગી થઈ પડે. કાશ આજની તો હાલત સાવ વિષમ છે. આથી જ ઘણા બધા વહીવટોમાં શાસ્ત્રનીતિ જોવા મળતી નથી. સવાલ : [૧૫૩] સારા, શાસ્ત્રના સમજદાર, કાર્યદક્ષ, શ્રદ્ધાળુ જૈનોએ ટ્રસ્ટી બનવું ન જોઈએ ? તેઓ કેમ આ બાબતમાં ગંભીર રીતે વિચારતા નથી ? જવાબ : આવા માણસોએ જરૂર જે તે ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટી બનવું જોઈએ. જેમને બે દીકરા છે. બન્ને દુકાનાદિમાં બરોબર ગોઠવાઈ ગયા છે. બાપાને એ ચિન્તાથી મુક્ત કર્યા છે. બાપાની પણ પોતીકી સંપત્તિ બની છે. સલામત છે. તેની વ્યાજની બેઠી આવક છે. એવા તમામ બાપાઓએ Page #170 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૫૩ પોતાના શેષ જીવનકાળમાં ધાર્મિક સંસ્થામાં ગોઠવાઈ જવું જોઈએ. જેમ સામાયિક કરવું. માળા ગણવી, યાત્રા કરવી એ ધર્મ છે તેમ ધાર્મિક સંસ્થાનો વહીવટ સંભાળવો, સુવહીવટ કરવો એ પણ ધર્મ છે. આ વાત દરેક ધર્મપ્રેમી લોકોએ સ્વીકારવી જોઈએ. બેશક.. આ વહીવટમાં માથાકૂટ કરનારા લોકો અથડાવાના છે; પણ તેટલા માત્રથી આવા વહીવટોથી દૂર રહેવું એ તો ગંધાતો સ્વાર્થભાવ છે. આવી સ્થિતિમાં જેવા તેવા માણસો - દુર્જનો ટ્રસ્ટી થવા દોડી આવે છે. તે નવરાઓને કે લુખ્ખાઓને તે જગા મળી પણ જાય છે. તેઓ તેનો અનેક રીતે દુરુપયોગ કરે છે; ટ્રસ્ટને મોટું નુકસાન પહોંચાડે છે. સજ્જનોની નિષ્ક્રિયતા આ રીતે કેટલું બધું અહિત, કેટલી બધી જગાએ કરતી હશે ? UN જો માત્ર પાંચસો નિવૃત્ત, સુખી, સારા, શાસ્ત્રચુસ્ત માણસો, માનદસેવા આપે તો બધાં તીર્થો વગેરેના વહીવટો એકદમ ચોખ્ખા થઈ જાય. દીકરા કમાતા હોય છતાં દુકાને જઈને બાપે બેસવું, કોઈ પ્રવૃત્તિ જોઈએ છે માટે દુકાને જઈને બાપાએ બેસવું એ વાત સારી ન ગણાય. ધાર્મિક ટ્રસ્ટોમાં માનદ સેવા આપીને પણ પ્રવૃત્તિમાં ક્યાં રહી શકાતું નથી ? સામાયિક, પ્રતિક્રમણ કરવામાં હજી કદાચ રસ ન પડે પણ વહીવટી કામ કરવામાં તો તેવા સગૃહસ્થોને ખૂબ રસ પડે. આવા સજ્જનોની સેવા ધાર્મિક ટ્રસ્ટોને નહિ મળવાથી ટ્રસ્ટોનો વહીવટ અંધાધૂંધ બન્યો છે. એવાં ટ્રસ્ટોના માણસો ખાયકી, ચોરી, લાગવેગ વગેરે દોષોમાં સપડાયા હોય તો તેમાં નવાઈ જેવું કશું નથી. દરેક કમાઉ દીકરાઓએ પોતાના બાપાને આગ્રહપૂર્વક ધાર્મિક ટ્રસ્ટના માનદ કાર્યકર બનાવવા જોઈએ. - જ્યાં સર્વત્ર ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો હોય ત્યાં સારા માણસોના અભાવમાં ટ્રસ્ટોની પણ એવી જ હાલત હોય ને ? સવાલ :[૧૫૪] ટ્રસ્ટીઓની અંદર મતભેદ થાય તો માર્ગદર્શન લેવા ચેરિટી કમિશ્નર પાસે જવું કે ગીતાર્થ ગુરુ પાસે જવું ? જવાબ : બેશક, ગીતાર્થ ગુરુ પાસે જવું. ચેરિટી કમિશ્નરનો સંબંધ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધાર્મિક વહીવટ વિચાર વેટિકન સિટીના કેથોલિક ધર્મગ પોપ સાથે છે. જે આખા વિશ્વની અગૌરવર્ણ અને અ-ઈસાઈધર્મી તમામ પ્રજાઓને ધરતી ઉપરથી નાબૂદ કરવાના કે સાવ નબળી કરી દેવાના સંકલ્પને વરેલા છે. આ બાબતો. ખૂબ ભેદી અને ગુપ્ત છે. | સુવિદિત ગીતાર્થ ધર્મગુરુનો સંબંધ તારક તીર્થંકરદેવની સાથે જોડાયેલો છે. ટ્રસ્ટીઓમાં પડતા મતભેદોનો સાચો ઉકેલ તેઓ જ લાવી શકે. ખરેખર તો ટ્રસ્ટ, ટ્રસ્ટી, બહુમતવાદ વગેરે પોતે જ ‘પોપની’ ગોઠવાયેલી મશીનરી છે. આમાં ગીતાર્થ ધર્મગુરુ સાથે સંબંધ એટલે વહી જતી ગટરમાં અત્તરનું ટીપું....પાયામાં જ બધું બોગસ છે ત્યાં પાયો જ સુધારવાની ખરેખર તો વાત કરવી જોઈએ. . સવાલ : [૧૫૫] કમિશ્નર અને સખાવતી ટ્રસ્ટની અંદર બી.સી. માણસને મૂકવાની બાબતને પડકારવા માટે આપણે શું કરવું જોઈએ? જવાબ : શાસ્ત્રકાર પરમર્ષિઓ જણાવે છે કે “જે ક્ષેત્રમાં રાજા ન હોય ત્યાં સાધુઓએ વિચરવું નહિ.” આજે તો સમગ્ર ભારતમાંથી રાજાશાહી ખતમ થઈ છે. રાજા પાસે હજી ન્યાય મળે. આજની લોકશાહીમાં ન્યાય લગભગ શક્ય નથી. કોર્ટમાં કાયદાનું શાસન છે, ન્યાયનું નહિ. લોકસભા જો પછાતવર્ગના લોકોને પૂજારી વગેરે તરીકે લેવાનો કાયદો બહુમતીથી પસાર કરે તો કોર્ટ કાયદા પ્રમાણે ચુકાદો આપે. આમાં કોઈ દલીલ ચાલી શકે નહિ. માટે સૌ પ્રથમ તો એ કાયદાને જ અદાલત અને લોકઅદાલતમાં પડકારવો જોઈએ. લોકસભામાં જે સભ્યો બને છે તે ચૂંટણી પ્રથાથી ચૂંટાઈને બને છે. બહુમતી મેળવનારો માણસ ચૂંટાતો હોય છે. હલકા લોકોની સામાન્યતઃ બહુમતી હોય છે. તેમને ખૂબ પૈસા ખવડાવાય, છેલ્લી રાતે ખૂબ દારૂ પિવડાવાય, લાંચ અપાય તો જ તે હલકા લોકોના મત મળે. આવું ભ્રષ્ટ ચૂંટણી તન્ન હોવાથી “સારા” માણસો લોકસભામાં કે વિધાનસભામાં જવાનું પસંદ કરતા નથી. આથી “હલકા” લોકો પોતાની મનમાની કરે છે. આ રીતે આખી લોકશાહી ગુંડાશાહી બની છે. નબળા લોકોનું Page #172 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી ૧૫૫ રાજ સર્વત્ર આવી રહ્યું છે. આ સ્થિતિમાં સમગ્ર ધર્મતંત્ર સંકટગ્રસ્ત છે. તેનું શાસ્ત્રાધારિત સંચાલન લગભગ મુશ્કેલ બની જવાનું છે. આજે જ જુઓ દેવદ્રવ્યની સંપત્તિ બેંકો દ્વારા માછીમારોને, બતકાં-કેન્દ્રોને, ભૂંડઉછેર કેન્દ્રો વગેરે અતિ હિંસક ક્ષેત્રોમાં બેફામ વપરાઈ રહી છે. કો જૈન, કર્યું મહાજન, આ વિષયમાં પડકાર ફેંકી શકે છે ? રાજા નથી, રાજ્ય નથી, તન્ત્ર નથી, ન્યાય નથી. ક્યાં ધા નાખવી ? એ જ મોટો સવાલ છે. કાળની રાહ જુઓ. સાનુકૂળ પલટો આવશે એવી આશા છે. ચારે? તેની ખબર નથી. બાકી હિંમત હાર્યા વિના સહુ ધર્મપ્રેમીઓએ જે કાંઈ બની શકે તે કામ કરતા રહેવું જોઈએ. www.yugprechan.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજી પરિશિષ્ટો. પરિશિષ્ટ - ૧ (૧) વિ.સં. ૨૦૪૪ના દેવદ્રવ્ય-વ્યવસ્થાના સંમેલનીય ઠરાવ નં. ૧૩ ઉપર ચિંતન - . ચંદ્રશેખર વિજયજી (૨) વિ. સં. ૨૦૪૪ના ગુરૂદ્રવ્ય વ્યવસ્થાના સંમેલનીય ઠરાવ નં. 48 (uz Riar yugpradhan.com - પં. ચંદ્રશેખર વિજયજી (૩) વિ.સં. ૨૦૪૪ના સંમેલનીય ઠરાવ નં. ૧૭ ઉપર ચિંતનજિનપૂજા અંગે શ્રાવકોને માર્ગદર્શન - . ચંદ્રશેખર વિજયજી પરિશિષ્ટ : ૨ ૧. દેવદ્રવ્ય અંગેના ઠરાવ ઉપર ચિંતન - ગણિ શ્રી અભયશેખર વિજયજી ૨. ગુરુદ્રવ્ય ઉપર વિચાર (શ્રાદ્ધજિત-કલ્પની ૬૮મી ગાથાનો રહસ્યાર્થ) - ગણિ શ્રી અભયશેખર વિજયજી પરિશિષ્ટ : ૩ પત્ર-વ્યવહાર દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરી શકાય તે અંગે સ્વર્ગસ્થ મહાગીતાર્થોનો અભિપ્રાય Page #174 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ વિ.સં. ૨૦૪૪ના દેવદ્રવ્ય-વ્યવસ્થાના સંમેલનીય ઠરાવ નં. ૧૩ ઉપર ચિંતન - પં. ચંદ્રશેખર વિજયજી સ્વદ્રવ્યથી સર્વ પ્રકારની જિનભક્તિ કરી શકતા શક્તિસંપન્ન સંઘે તેવી ભાવનાથી પણ સંપન્ન રહેવું જોઈએ. પણ તે જો ભાવનાસંપન્ન ન થાય તો નીચેના વિધાન પ્રમાણે વર્તવું : પૂજયપાદ આ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજે ‘સંબોધ પ્રકરણ’ ગ્રંથમાં દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડ્યા છે : ૧. પૂજાદ્રવ્ય ૨. નિર્માલ્યદ્રવ્ય ૩. કલ્પિતદ્રવ્ય. / (૧) પૂજાદ્રવ્ય : પૂજા માટે આવેલું દ્રવ્ય તે પૂજાવ્ય. તે જિનેશ્વર ભગવાનની મૂર્તિની ભક્તિમાં વપરાય છે. (૨) નિર્માલ્યદ્રવ્ય : ચડાવેલું કે ધરેલું દ્રવ્ય તે નિર્માલ્યદ્રવ્ય, તે દ્રવ્ય ભગવાનની અંગપૂજામાં ઉપયોગી બનતું નથી, પરંતુ અલંકારાદિના ઉપયોગમાં લેવાય છે, અને મંદિરના કામમાં પણ ઉપયોગી બને છે. (૩) કલ્પિત દ્રવ્ય : જુદા જુદા કાળે જરૂરિયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચડાવાની (બોલીની) શરૂઆત કરી, તે બોલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય, જેમ કે પૂજાના ચડાવા, સ્વપ્ન વગેરેની બોલી, પાંચ કલ્યાણકોની બોલી, ઉપાધાનની માળના ચડાવા તેમજ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે. આ કલ્પિત દેવદ્રવ્ય, ભગવાનની પૂજાનાં દ્રવ્યો, મંદિર માટે રાખેલા માણસોના પગાર, જીર્ણોદ્ધાર, નવાં મંદિરો વગેરેની રચના તેમજ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે. ઠરાવની પૂર્વભૂમિકા સહુને એવું જાણવાની ઇચ્છા થાય કે આવો ઠરાવ કરવાનું પ્રયોજન શું ? એનો ઉત્તર આ પ્રમાણે છે : Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધાર્મિક વહીવટ વિચાર ખરેખર તો આવા પ્રકારનો વિચાર પૂર્વે પણ ગીતાર્થ મહાપુરુષોએ તે સમયના વિષમ બનેલા દેશ-કાળાદિના કારણે કર્યો જ હતો. પૂજ્યપાદ આગમોદ્ધારક આ દેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ તથા પૂજ્યપાદ સિદ્ધાન્તમહોદધિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ (પૂ. પાદ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આ દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના ગુરુદેવશ્રી) મુખ્ય હતા. એટલે આ કોઈ નવો-એકાએક ટપકી પડેલો વિચાર નથી. વળી છેલ્લા કેટલાક દાયકાઓથી સંમેલનમાં એકઠા થયેલા આચાર્યાદિ શ્રમણોએ અનેક સ્થળોમાં જોયું કે પૂજારી આદિને જે પગાર વગેરે અપાય છે તે દેવદ્રવ્યમાંથી (ભંડારની આવક વગેરે રૂપ, નિર્માલ્ય રૂપ વગેરે ત્રણે પ્રકારના દેવદ્રવ્યમાંથી) જ અપાય છે. ખુદ આણંદજી કલ્યાણજીની પેઢી સમગ્ર ભારતના પોતાના વહીવટી ક્ષેત્રોમાં આમ જ છેલ્લા કેટલાક દાયકાઓથી કરતી આવી છે. બીજી બાજુ શાસ્ત્રપાઠ જોતાં દેવદ્રવ્યના ત્રણ પેટાવિભાગો વિચારતાં તેમાં જે કલ્પિત-દેવદ્રવ્ય છે તેની રકમમાંથી પૂજારીનેં પગાર વગેરે આપવાની જોગવાઈ સ્પષ્ટ રીતે જોવા મળી. એટલે પહેલા બે પ્રકારના દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને પગાર બંધ થાય તે માટે કલ્પિત દેવદ્રવ્યમાંથી તે પગારાદિની વ્યવસ્થા કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. શાસ્ત્રપાઠ : અર્થ અને વિવરણ : સાતમા સૈકાનો ગ્રંથ : સંબોધપ્રકરણ લેખક : આ. હરિભદ્રસૂરિજી ગાથા વિષય : દેવદ્રવ્યના ત્રણ પ્રકારોનું નિરૂપણ चेइअदव्वं तिविहं, पूआ, निम्मल्ल, कप्पियं तत्थ । __ आयाणमाइ पूयादव्वं, जिणदेहपरिभोगं ॥१॥ अक्खयफलबलिवत्थाइसंतिअं जं पुणो दविणजायं । तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्ममि उवओगं ॥ २ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभूसणाइहिं । तं पुण जिणसंसग्गि, ठविज्ज णण्णत्थ तं भया ॥ ३॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૫૯ रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहव अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥ ४ ॥ અર્થ : દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે : ૧. પૂજા દેવદ્રવ્ય, ૨. નિર્માલ્ય દેવદ્રવ્ય, ૩, કલ્પિત દેવદ્રવ્ય. ૧. પૂજા દેવદ્રવ્ય : પૂજાદેવદ્રવ્ય તે આદાન (ભાડું) આદિ સ્વરૂપ ગણાય છે. તેનાથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ જિનેશ્વરદેવ ના દેહની બાબતમાં થાય છે. એટલે કે આ પૂજા દ્રવ્યનો ઉપયોગ કેસર, ચંદન વગેરે પ્રભુના અંગે ચડતા પદાર્થો માટે વપરાય છે. અંગપૂજાની જેમ અગ્રપૂજાનાં દ્રવ્યોમાં પણ આ પૂજાદ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે. ૨. નિર્માલ્ય દેવદ્રવ્ય : પ્રભુજીની આગળ ચડાવેલાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાન થાય તે નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાય. જ આ નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજાં કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાંખ્યું હોય તો તે આભૂષણો પ્રભુજીના અંગે ચડાવી શકાય. આમ આ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં વિકલ્પ થયો કે તે પ્રભુજીના અંગે કેસર, આદિ સ્વરૂપે ચડાવી ન શકાય પણ આભૂષણાધિરૂપે ચડાવી શકાય, ૩. કલ્પિત દેવદ્રવ્ય : ધનવાન શ્રાવકોએ અથવા સંઘમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી કિનાર્તવ બંધાવ્યું છે તે શ્રાવકોએ જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈ પણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે. વિશેષ વિચાર : શાસ્ત્રકારોએ ઉપર મુજબ દેવદ્રવ્યના ખાતામાં ત્રણ પેટા ખાતાં જણાવ્યાં છે. ભારતભરના કોઈ પણ જૈનસંઘના વહીવટમાં આ રીતે દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડીને વહીવટ કરાતો નહિ હોય એવો ખ્યાલ છે. આથી જ કેટલાક વિવાદ ઊભા થયા છે એમ લાગે છે. જેમ સાત ક્ષેત્રોની એક જ કોથળી ન રખાય તેમ દેવદ્રવ્યનાં ત્રણ ખાતાંની એક જ કોથળી રાખી ન શકાય. આમ કરવાથી જ બધી ગરબડો ઊભી થાય છે. ધા.વ.-૧૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધાર્મિક વહીવટ વિચાર જેમ ત્રણમાંથી કોઈ પણ પ્રકારના દેવદ્રવ્યનો ઉપયોગ જ્ઞાનખાતે, સાધુ વૈયાવચ્ચ ખાતે કે સિદાતા સાધર્મિક ખાતે ન જ થઈ શકે (અર્થાત દેવદ્રવ્યનો ઉપયોગ સાધારણ-સર્વ સાધારણ : પાઠશાળા, આંબિલખાતું વગેરે ખાતે ન જ થઈ શકે) તેમ દેવદ્રવ્યના જે ઉપર્યુક્ત ત્રણ પેટા વિભાગો છે, તેમાં પણ શાસ્ત્રનીતિથી વિરુદ્ધ એકનો બીજા ખાતે ઉપયોગ ન થઈ શકે, વિગન્ધિ નિર્માલ્ય દેવદ્રવ્યનો ઉપયોગ પ્રભુજીની અંગપૂજામાં ન થઈ શકે, તેમ પૂજા-દેવદ્રવ્યનો ઉપયોગ કલ્પિત દેવદ્રવ્યની જેમ જિનમંદિરને લગતાં સર્વ કાર્યોમાં ન થઈ શકે. કેમ કે કલ્પિત દેવદ્રવ્યમાં જ દેરાસર અંગેનાં સર્વ કાર્યમાં ઉપયોગ કરવાનું જણાવેલ છે. પૂજા દેવદ્રવ્યમાં આવું વિધાન નથી. જો દેવદ્રવ્યનાં ત્રણ પેટાખાતાંઓ વહીવટી ચોપડે જુદા પાડી દેવામાં આવે તો આ અંગેના વિવાદોનું શમન થઈ જાય. Vા હવે વિવાદની મુખ્ય વાત ઉપર આવીએ, જે કલ્પિત દેવદ્રવ્ય સંબંધમાં છે. એક વાત સહુ ધ્યાનમાં રાખે કે દેવદ્રવ્યનું નિરૂપણ કરતી જે ચાર ગાથાઓ ઉપર જણાવી છે તે ગ્રંથ સાતમી સદીનો છે. એ સમયમાં શ્રાવકો જિનાલયનાં સર્વ પ્રકારનાં કાર્યો ભવિષ્યમાં કાયમ માટે સારી રીતે ચાલતાં જ રહે તે માટે રિઝર્વ ફંડ (નિધિ ધન) મૂકતા. તેની પાછળ તેમની કલ્પના હતી કે આ ધનથી મંદિરને લગતાં તમામ કાર્યોનો નિર્વાહ થાઓ. આથી આવી નિર્વાહની કલ્પનાથી મુકાતા ધનને કલ્પિત (ચરિત) ધન કહેવાતું, કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું. સ્વપ્નાદિકની ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણોથી ઉત્પન્ન થતા દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય કહેવાય છે. કેમ કે તે જિનભક્તિના નિમિત્તથીઆચરણથી-ઉત્પન્ન થયેલ છે. ગાથામાં “fનનપત્તીરૂં નિમિત્ત = વર શબ્દો દ્વારા આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સંમેલનના શ્રમણોએ આ રીતે સ્વપ્ન, ઉપાધાનાદિના બોલી-ચડાવાથી પ્રાપ્ત થતા દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ગણાવીને તેના દ્વારા પૂજારી, ચોકીદાર વગેરેને પગાર આપવાનું તથા જરૂર પડે તો કેસરાદિ પણ લાવવાનું જે જણાવેલ છે તે પણ એવા જ સંયોગમાં જણાવેલ છે કે જ્યાં જૈનસંઘ કે જેનશ્રાવક (શ્રાવિકા)ને સ્વદ્રવ્યથી જ આ બધાં કાર્યો કરવાનું શક્ય Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ન બને. જેઓ આવી શક્તિ ધરાવતા હોય તેમણે સ્વદ્રવ્યથી જ પૂજાદિ કરવાનો લાભ લેવો જોઈએ અને તેવી ભાવના પણ રાખવી જ જોઈએ. તેમણે તો પોતાના ધંધાકીય ક્ષેત્રના માણસોને પગાર આપે છે તેમ પૂજારીઓને પણ તે રીતે સ્વદ્રથી જ પગાર આપવો જોઈએ અને સ્વદ્રવ્યથી જ જિનપૂજાની તમામ સામગ્રી વસાવવી જોઈએ. આ વાત ઠરાવની શરૂઆતમાં ટૂંકા શબ્દોમાં પણ મૂકવામાં આવી છે. તે તરફ બધાએ પોતાનું ધ્યાન બરોબર લગાડ્યા બાદ ઠરાવનો પછીનો ભાગ વાંચવો જોઈએ. સંમેલને જિનમંદિરના સંબંધમાં આવતાં જિનભક્તિનાં સર્વ કાર્યોમાં કલ્પિત-દેવદ્રવ્યની રકમનો ઉપયોગ કરવાનું જણાવેલ છે. અર્થાત “જિનભક્તિસાધારણ' ખાતે જેને બીજા નામે દેવકુ સાધારણ' કહેવાય છે તે ખાતે ઉપયોગમાં લેવાનું જણાવેલ છે, નહિ કે પૂર્વોક્ત સાત ક્ષેત્રના સાધારણ કે સર્વ સાધારણ ખાતે. સવાલ એ પણ થાય છે કે જો સ્વપ્ન, ઉપધાનાદિ બોલી-ચડાવાની રકમને કલ્પિત દેવદ્રવ્ય ખાતે નહિ ગણાય તો તે શું પૂજા દેવદ્રવ્ય ખાતે ગણાશે ? જો તેમ ગણવું હોય તો તે કોઈ શાસ્ત્રપાઠ છે ખરો ? જો કોઈ શાસ્ત્રપાઠનું તેવું અર્થઘટન કરીને ઉક્ત બોલી-ચડાવાની રકમોને પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું હોય તો હવે આ નિર્ણય કોણ કરશે ? કે ઉક્ત બોલીનું દ્રવ્ય પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવું કે કલ્પિતદેવદ્રવ્યમાં ? [અમારા મતે પૂજાદિ કાર્યો માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો દ્વારા કે સીધી રીતે ભેટ મળેલી રકમ કે ઉછામણીની રકમ તે કલ્પિત દેવદ્રવ્ય આ વાદના નિર્ણાયક તરીકે આ વિષયમાં બે મહાગીતાર્થ મહાત્માઓ છે; જે બન્ને સ્વપ્નાદિના બોલી-ચડાવાના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ જણાવે છે. એમાં એક મહાપુરુષ છે : પૂજ્યપાદ સ્વર્ગસ્થ આગમોદ્ધારક સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજા સાહેબ કે જેમણે આ વાત સ્પષ્ટ શબ્દોમાં સુરતના આગમમંદિરના બંધારણમાં જણાવી છે, જે લખાણ અક્ષરશઃ નીચે મુજબ છે. ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તે મુજબ તેઓ નીચે મુજબના જૈનશાસ્ત્ર Page #179 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર અનુસાર આ સંસ્થા હસ્તકના તથા બીજાં જૈન દેરાસર અંગે આ સંસ્થાના નાણાં ખરચી શકશે. લોકો તરફથી, આ સંસ્થાને મદદ મળે અને આ નિભાવ ફંડના રૂ. ૨,૫૦,૦૦૦ ભેગા થયા તથા બોલી ઇત્યાદિ નીચે મુજબ દેવદ્રવ્યમાં રૂ. ૨,૫૦,000 ભેગા થયા તે પછી વહીવટ ખર્ચ બાદ કરતાં વધારો રહે તે ટ્રસ્ટીઓએ વધુમાં વધુ બે વરસની મુદતમાં નીચે મુજબના જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થાની હસ્તકના દેરાસરમાં તથા બીજા જૈન દેરાસરને અંગે નાણાં ખરચી નાંખવાં. અહીં પાછળથી કંઈ પણ ગેરસમજ ઊભી થાય નહિ માટે શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલા સંબોધ પ્રકરણમાં જણાવ્યા મુજબ ૩ પ્રકારનાં છે. અને તે નીચે જણાવ્યા મુજબ આ સંસ્થા માટે ખર્ચી શકાય એમ હરહંમેશ ગણવું. “(૧) પૂજાદ્રવ્ય : આની અંદર પ્રભુજીએ અંગે ચડાવેલાં આભૂષણો તથા તે માટે આવેલા દ્રવ્ય અને માલનો સમાવેશ થાય છે, અને તેમાંથી શ્રી પ્રભુજીના અંગનો ખર્ચ કરી શકાય છે. શT (૨) નિર્માલ્યદ્રવ્ય : આની અંદર શ્રી પ્રભુજી સન્મુખ મૂકેલા ચોખા, રોકડ વગેરે પૂજાના ઉપયોગમાં લીધેલાં માલ અને દ્રવ્યનો સમાવેશ થાય છે અને તેમાં જિનેશ્વરોના હરકોઈ દેરાસરો અંગે ખરચ કરી શકાય છે. (૩) ચરિતદ્રવ્ય એટલે કલ્પિતદ્રવ્ય : આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમંતોએ અગર અન્ય કોઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય તેનો સમાવેશ થાય છે અને તેમાંથી દેરાસરના બાંધકામ, માણસોના પગાર, પૂજાનો સામાન, જીર્ણોદ્ધાર, દેરાસરમાં વધારો કરવો કે નવું દેરાસર કરવું વગેરેનો તથા દેરાસરના તમામ વહીવટ ખર્ચ ટેક્સીસ વગેરે સાથે કરી શકાય ઉપર જણાવેલ નંબર ૧ના કામમાં ૨ અને ૩માંથી પણ નાણાં વાપરી શકાય છે. નંબર ૨ ના કામમાં નંબર ૩ માંથી નાણાં વાપરી શકાય છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપર મુજબના કામમાં શ્રી જૈનશાસ્ત્ર અનુસાર નાણાં વાપરી શકશે.” સ્વપ્નાદિ બોલી-ચડાવાની રકમને કલ્પિત દેવદ્રવ્ય ખાતે ગણવામાં Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૬૩ સંમતિ આપતા બીજા મહાપુરુષ છે : પૂજ્યપાદ સ્વર્ગસ્થ સિદ્ધાન્ત મહોદધિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબ. વાત એવી બની હતી કે તા. ૧૧-૧૦-૫૧ ના દિવસે “મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝ' સંસ્થાના ટ્રસ્ટીઓએ પૂજા, આરતી આદિના ચડાવાની રકમને શાસ્ત્રપાઠોની ગાથાઓને સાક્ષી તરીકે ટાંકીને કલ્પિતદેવદ્રવ્ય તરીકે ગણીને તે રકમમાંથી ગોઠીના પગાર, કેસર વગેરેમાં ઉપયોગ કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ રહ્યો તે ઠરાવ. (શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝના ટ્રસ્ટીઓની તા. ૧૧૧૦-૧૯૫૧ ની મટિંગમાં નીચે મુજબનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.). ઠરાવ : “દેરાસરજીમાં આરતી, પૂજા વગેરેનું જે ઘી બોલાય છે તે ધીની ઊપજની આવકમાંથી સંવત ૨૦૦૯ના કારતક સુદ એકમ ને બુધવાર તા. ૩૧-૧૦-૫૧ થી નીચે મુજબના ઠરાવ પ્રમાણે તેની વપરાશ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે. દેવદ્રવ્યના પ્રકાર અંગે શ્રીમદ્ હરિભદ્રસૂરિજી પ્રણીત “સંબોધ પ્રકરણ” ની ૧૬૩ વગેરે ગાથાઓમાં જે વ્યાખ્યાઓ કરી છે તેમાં ચૈત્ય દ્રવ્યના ત્રણ પ્રકારો-પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ દર્શાવે છે. કલ્પિતઆચરિત દ્રવ્ય કે જેમાં જિનેશ્વરની ભક્તિ માટે આચરેલા સશાસ્ત્રીય જેવાં કે પૂજા, આરતી આદિ સાધનોની બોલી દ્વારા જે આવક થાય તે દ્રવ્ય આચરિત-કલ્પિત દ્રવ્ય ગયું છે અને તેવું દ્રવ્ય ચૈત્ય સંબંધી કાર્યમાં, ગોઠીના પગારમાં, કેસર, સુખડ આદિ સર્વ કાર્યમાં તથા શ્રી જિનેશ્વરના અલંકારો વગેરે બનાવવા માટે વાપરી શકાય છે એમ દર્શાવ્યું છે. તો ઉપર મુજબની વપરાશમાં ઘીની બોલીની ઊપજની જેમ જે આવક થાય તે આવકમાંથી આવી બાબતો અંગેનો ખર્ચ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે.” મુંબઈના સર્વસંઘોના સંગઠનરૂપ મધ્યસ્થ સંઘે પણ આ જ ભાવનો ઠરાવ કરી અભિપ્રાયરૂપે આચાર્ય ભગવંતોને પુછાવતાં તે મધ્યસ્થ બોર્ડના ઉપર્યુક્ત આ. દેવે શ્રીમદ્ પદ્મવિજયજી મહારાજ સાહેબ પાસે જે પત્ર લખાવ્યો હતો તેમાં તેણે ઉપર્યુક્ત કરેલા ઠરાવની બાબતમાં જરાક પણ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધાર્મિક વહીવટ વિચાર વિરોધ નોંધાવ્યા વિના મુંબઈમાં આઠ બાબતોમાં દેવદ્રવ્યનો થતો અસ્થાને અને અનિચ્છનીય ઉપયોગ થતો હોવાની વાત ઉપર દુ:ખ વ્યક્ત કરવા સાથે તેવા આશયનું જણાવેલ છે કે, ‘તમે જે ઠરાવ કરેલ છે તેમાં આ ભયસ્થાનોની પણ તમારે નોંધ લેવી જોઈએ. તેમાં તેઓશ્રીની છઠ્ઠી બાબત તરીકે જે જણાવેલ છે તે ઉપરથી એકદમ સ્પષ્ટ થાય છે કે તેઓ કલ્પિતદેવદ્રવ્યની રકમમાંથી ગોઠીને પગારાદિ આપવામાં સંમત હતા પણ વધુ પડતા ગોઠીઓ રાખીને કે ગોઠી વગેરેને વધુ મોટા પગારો આપીને તે દેવદ્રવ્યની રકમનો દુરુપયોગ કરવાના સખ્ત વિરોધી હતા. આ તેમણે દર્શાવેલા “દુરુપયોગ’ સામેના સખ્ત વિરોધમાંથી જ તેમની યોગ્ય પગારરૂપે અને ઓછી સંખ્યાના નોકરોને કલ્પિત-દેવદ્રવ્યમાંથી પગાર આપવામાં સંમતિ આપી છે એ વાત એકદમ સ્પષ્ટ થાય છે. પ આ રહ્યા તે મહાપુરુષના મધ્યસ્થ બોર્ડને લખેલા પત્રમાંના કેટલાક મહત્ત્વના ઉતારા : (“૬.) દેવદ્રવ્યમાંથી બિનજરૂરી મોટા મોટા પગારો આપી જે બિનજરૂરી વધારે પડતો સ્ટાફ રખાય છે એ અનુચિત છે, અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા સ્ટાફના માણસોનો ઉપયોગ મૂર્તિ, મંદિર કે તેની દ્રવ્ય-વ્યવસ્થા સિવાયની બાબતોમાં કરવો એ દેવદ્રવ્યનો દુરુપયોગ કહેવાય. તેમજ ગેરવાજબી વધારે પડતો સ્ટાફ રાખવો એ પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડાનારું કાર્ય બને છે. ' “તમારા ઠરાવને સ્પર્શીને વિચારતાં પણ પહેલી વાત એ છે કે સંબોધ પ્રકરણના હિસાબે દેવદ્રવ્યનાં ત્રણ જુદાં ખાતાં હોવાં જોઈએ. ૧. પહેલા નંબરમાં આદાન દ્રવ્ય તે પ્રભુ-પૂજાદિ માટે અપાયેલાં દ્રવ્યો. પ્રભુની એટલે પ્રભુપ્રતિમાની ભક્તિના મુગટ, અંગરચના, કેસર, ચંદન, બરાસ, કસ્તુરી આદિ કાર્યમાં ઉપયોગી થઈ શકે છે. “૨, નિર્માલ્ય દ્રવ્ય મંદિરના કાર્યમાં ઉપયોગી થઈ શકે છે અને દ્રવ્યાન્તર કરી પ્રભુનાં આભૂષણ પણ બનાવી શકાય.. ૩. કલ્પિત (આચરિત) દ્રવ્ય મૂર્તિ અને મંદિર બંનેના કાર્યમાં ઉપયોગી થઈ શકે છે. “સંબોધ પ્રકરણ મુજબ દેવદ્રવ્યનાં આવાં શાસ્ત્રીય ત્રણ ખાતાં જુદાં ન રાખવાથી જુઓ કે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે ? આદાન Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૫ દ્રવ્યનું મંદિરમાં અને નિર્માલ્ય દ્રવ્યનું પ્રભુપૂજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. દા.ત. આદાન દ્રવ્ય મંદિરકાર્યમાં અને જીર્ણોદ્ધારમાં ખરચાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે નિર્માલ્યદ્રવ્ય પણ એક જ દેવદ્રવ્યના ખાતામાં જમે કરવાથી એ પ્રભુના અંગ ઉપર ચઢવાની પરિસ્થિતિ જન્મે છે.” આમ જ્યારે બે મહાગીતાર્થ સ્વર્ગસ્થ આચાર્યોની જો સ્વપ્નાદિની બોલી આદિની રકમને કલ્પિત દેવદ્રવ્યના ખાતે લઈ જવામાં સ્પષ્ટ સંમતિ છે તો સંમેલને કરેલા આ ઠરાવમાં શાસ્ત્રવિરુદ્ધ કશુંક થયાની વાત ટકી શકતી નથી. વળી પૂજ્યપાદ અડગમોદ્ધારક સાગારાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબના ‘આગમજ્યોત પુસ્તક બીજુ.’ પ.નં. ૨૬,૨૭ ઉપર તો તે મહાપુરુષે એ આશયનું લખાણ સ્પષ્ટ જણાવ્યું છે કે, “જિનમંદિરના પૂજારી કાંઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જો તેને જિનભક્તિ માટે રાખવામાં આવ્યો હોય તો તેને દેવદ્રવ્ય (કલ્પિત) માંથી પગાર આપી શકાય. કેમ કે જિનભક્તિ માટે જે એકઠું કરેલું (કલ્પિત) દ્રવ્ય છે તેમાંથી જિનભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યના ભક્ષણનો સવાલ આવતો જ નથી. જો જિનભક્તિ માટે બનાવતા ચૈત્યના આરસ, હીરા, મોતી, ઈટ, ચૂનો વગેરેની ખરીદીમાં દેવદ્રવ્યની રકમ અપાય છે તો માળી, પૂજારીને કેમ ન અપાય ? આવી બાબતમાં દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દો છો,” એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય ?” આમ બે મહાપુરુષોના વિચાર ઉપરથી નક્કી થાય છે કે સ્વપ્નાદિની ઉછામણીની રકમ પૂજા-દેવદ્રવ્યમાં ન લેતાં કલ્પિત-દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ. કેટલાકો એમ કહે છે કે, “આ રકમ પૂજા-નિર્માલ્ય અને કલ્પિતમાંથી એકેયમાં ન લઈ જતાં બોલી દેવદ્રવ્ય' નામનો ચોથો પેટાભેદ ઊભો કરીને તેમાં આ રકમ લઈ જવી જોઈએ.” આ વાત બરોબર નથી. કેમ કે આમ કરવા માટે તેઓ પાસે શાસ્ત્રપાઠ નથી. વળી તેમ કરવામાં ગૌરવ-દોષ પણ આવે છે. કેટલાક કહે છે કે, “બોલીની રકમો પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.” ભલે....તેમ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધાર્મિક વહીવટ વિચાર જરૂર કરી શકાય પણ તે માટે તેમણે શાસ્ત્રપાઠ આપવો પડશે ને ? આ ઠરાવનો જેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ તરફથી એવો પ્રચાર થાય છે કે, “ આ રીતે જો સ્વપ્નાદિ કોલીની આવકનો પૂજારીને પગારમાં અને કેસરાદિમાં ઉપયોગ થશે તો જીર્ણોદ્ધારનાં કાર્યો બંધ થઈ જશે.” આ ભય કેટલો બધો નિરાધાર છે ? પૂજારી આદિને પગારમાં વર્ષે શું ક્રોડ રૂ. અપાઈ જશે ? કે માંડ લાખોની જરૂર પડશે ? પછી બાકીની અધિક રકમ તો જીર્ણોદ્ધારાદિમાં જ જવાની છે. ખરેખર તો નૂતન તીર્થો ઊભાં કરનારાઓએ અને તેના પ્રેરકોએ જ દેવદ્રવ્યના ક્રોડો રૂ. તેમાં ખેંચી લઈને મેવાડાદિ ક્ષેત્રોનાં અત્યંત આવશ્યક જીર્ણોદ્ધારનાં કાર્યોને ખાડે નાંખી દીધાં છે. વળી લાખો કે ક્રોડો રૂ.નાં જે જિનાલય નિર્માણ પામી રહ્યાં છે તે જિનાલયો તો શ્રાવકો પોતાની જિનભક્તિ માટે ઊભાં કરે. તે માટે તેમનાથી તેમાં દેવદ્રવ્યની રકમ લગાવાય ખરી ? તેમણે તેમાં આદર્શરૂપે તો સ્વદ્રવ્ય જ વાપરવું ન જોઈએ ? તેના પ્રેરક, કારક અને પ્રતિષ્ઠાકારક આચાર્યો શ્રાવકોને દેવદ્રવ્યની ક્રોડો રૂ. ની રકમ કેમ ભેગી કરી આપતા હશે ? તેઓ તે શ્રાવકોને સ્વદ્રવ્યનું ફંડ કરીને જ જિનાલયો બાંધવાનો કે તીર્થ ઊભું કરવાનો ઉપદેશ કેમ નથી આપતા ? અથવા તેવાં જિનાલયાદિનાં પ્રતિષ્ઠાદિ કાર્યો કરી આપવામાંથી ગેરહાજર કેમ નથી રહેતા ? - હવે જો શક્તિમાન શ્રાવકો પણ સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યમાંથી જિનભક્તિ માટેનું જિનાલય બનાવી શકે તો સ્વદ્રવ્યમાંથી જ જિનપૂજાની સામગ્રી, ગોઠીને પગાર આપવો એવો આગ્રહ શા માટે રાખે છે ? સ્વ. પૂ. પાદ, વ્યા. વાચસ્પતિ આ. દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબે જ જિનની ભક્તિ અને જિનપૂજાનાં ઉપકરણોની વૃદ્ધિ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું જણાવેલ છે. આથી સ્પષ્ટ થઈ જાય છે કે દેવદ્રવ્યમાંથી જિનભક્તિ થઈ શકે તથા તે અંગેનાં ઉપકરણો (કેસર વગેરે) લાવી શકાય. આ રહ્યા તેઓશ્રીએ સંશોધિત કરીને આપેલા (‘વિજય પ્રસ્થાન' Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૬૭ નામના આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓશ્રીએ આ લોકો તથા ભાષાંતરનું સંશોધન કરી આપ્યાનું સ્પષ્ટ જણાવેલ છે.). શ્લોક અને તેના અર્થો :चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृत्तिहेतोर्हिरण्यादिरूपस्यवृद्धिरुपचयरूपोचिता कर्तमिति ॥ અર્થ : જિનભવન, જિનબિંબ, જિનયાત્રા તથા જિનેશ્વરના સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ હિરણ્ય વગેરે રૂપ ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ એટલે કે ઉપચય કરવાનું ઉચિત છે. ઉપદેશ પદ "न खलु जिनप्रवचनवृद्धिजिनवेश्मविरहेण भवति, न च तद् द्रव्यव्यतिरेकण प्रतिदिनं प्रतिजागरितुं जीणं विशीर्ण वा पुनरुद्धां पार्यते । W e a YETHETHWfay staan.com क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्यन्ते, यस्माद् अज्ञानिनो अपि 'अहो तत्त्वानुगामिनी बुद्धिरतेषां, इति उपबृंह्य क्रमेण ज्ञानदर्शनचारित्रगुणलाभभाजो भवन्ति। અર્થ : ખરે જ, જિનમંદિર વિના જિન પ્રવચનની વૃદ્ધિ નથી થતી અને દ્રવ્ય વગર તે મંદિરની પ્રતિદિન સંભાળ કરી શકાતી નથી; તેમ જ જીર્ણ, વિશીર્ણ થયેથી પુનરુદ્ધાર કરી શકાતો નથી, તથા તેના વડે શ્રાવકોથી કરાતાં પૂજા, મહોત્સવ વગેરેમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણો દીપ્યમાન થાય છે; કારણ કે અજ્ઞાનીઓ પણ પ્રશંસા કરે છે કે, “અહો આ લોકોની બુદ્ધિ તત્ત્વાનુસારી છે. પરિણામે તેઓ ક્રમે કરીને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના લાભને મેળવનારા બને છે. - દર્શનશુદ્ધિ ટીકાतद्विनाशे कृते सति बोधिवृक्षमूलेऽग्निर्दत्तः । तथा सति पुनर्नवाऽसौ न भवति इत्यर्थः । अत्र इदं हार्दम्, चैत्यादिद्रव्यविनाशे पूजादिलोपः । ततस्तद्हेतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभाव: ततो वर्धमानगुणशुद्धिरोधः ततो मोक्षमार्गव्याघातः । Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધાર્મિક વહીવટ વિચાર कारणाभावे कार्यानुदयात् । અર્થ : તેનો (ચૈત્યદ્રવ્યનો) વિનાશ કરવાથી બોધિવૃક્ષનાં મૂળમાં અગ્નિ મુકાય છે. તેમ થવાથી પાછું તે નવું નથી બનતું એમ અર્થ છે. અહીં રહસ્ય આ છે. ચૈત્યાદિ દ્રવ્યનો વિનાશ થતાં પૂજા વિ.નો લોપ થાય છે. પરિણામે તેનાથી થતાં પ્રમોદ, પ્રભાવના તથા પ્રવચનવૃદ્ધિનો અભાવ થાય છે. તેથી ગુણશુદ્ધિ વધતી અટકે છે. તેથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થાય છે, કેમ કે કારણના અભાવમાં કાર્ય ન થઈ શકે. - દ્રવ્યસપ્તતિકા जेण चेइअदव्वं विणासियं, जिणबिंबपूआईसणाणंदितहियआणं भवसिद्धिआणं सम्मदंसणसुअओहिमणपज्जवकेवलनाणनिव्वाणलाभा पडिसिद्धा । ' અર્થ : જેના વડે ચૈત્યદ્રવ્યનો વિનાશ થયો છે, તેના વડે જિનબિમ્બની પૂજા અને દર્શનથી આનંદિત થતાં ભવસિદ્ધિ આત્માઓનાં સમ્યગ્દર્શન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવલ જ્ઞાન તથા નિર્વાણના લાભોનો પ્રતિષેધ કરાયો. - વસુદેવહિંડી જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપોને માનનારને જિન ચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.” - વિચારસમીક્ષા પૃ. ૯૭ લેખક : મુનિ રામવિજય આ ઉપરથી તો તે પૂજ્યશ્રી તરફથી પણ સંમતિ મળે છે કે દેવદ્રવ્ય માંથી જિનપૂજાની સામગ્રી લાવી શકાય અને જિનભક્તિ પણ કરી શકાય. અસ્તુ. હવે સમજાઈ જશે કે સ્વપ્નાદિની આવકમાંથી પૂજારીને પગાર આપવાથી ક્રોડો રૂ. નું દેવદ્રવ્ય જીર્ણોદ્ધારમાં જતું અટકી જવાનો ભય જરાક પણ વાસ્તવિક છે ખરો ? Page #186 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૬૯ જેઓ સ્વદ્રવ્ય ખર્ચવાનું શક્ય ન હોય તેવા સ્થાનમાં પણ પૂજારીના પગારાદિનો નિષેધ કરે છે અને હોહા મચાવે છે, તેઓ શિલ્પી અને સલાટોની તિજોરીઓને છલકાવી આપતાં દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પણ કરતા નથી ? તેવાં જિનમંદિરો અને તીર્થોની પ્રતિષ્ઠાદિનાં કાર્યોમાંથી વિરોધ નોંધાવવા સાથે દૂર કેમ રહેતા નથી ? વળી કેટલાકો કહે છે કે, “કલ્પિત દેવદ્રવ્યમાંથી જો પૂજારીને પગારાદિ અપાશે તો ધર્મજનો સ્વદ્રવ્યના સાધારણના ફાળા વગેરે હવે બંધ કરી દેશે.” આ અને આના જેવા કેટલાય ખોટા ભય ઉપજાવી કાઢીને સંમેલનના શ્રમણોને શાસ્ત્રવિરોધી કહેવડાવવાનો પ્રયત્ન ખૂબ જ અનુચતિ લાગે છે. ફરી યાદ કરો કે જ્યાં સ્વદ્રવ્યની શક્તિ દેખાશે ત્યાં સંમેલનના સુવિહિત શ્રમણો સ્વદ્રવ્યનો જ શ્રાવકો પાસે ઉપયોગ કરાવીને તેમની ધનમૂ ઉતારવા દ્વારા વાસ્તવિક જિનભક્તિના તેમને ઉપાસક બનાવશે. આવા ખોટા ભય તો દરેક બાબતમાં ઉપજાવી શકાય. પણ જે સાધુ, સાધુતાની મસ્તીમાં જીવતા હશે તેઓ તો સંમેલનના ઠરાવોના હાર્દને અને સ્વરૂપને પકડશે જ, અને તે રીતે જ વર્તશે. એટલે આવા ખોટા ભય કલ્પવાનું યોગ્ય જણાતું નથી. જ્યાં જે ભય વાસ્તવિક હોય ત્યાં પણ જો લાભ વિશેષ હોય તો ભયની પાર કેમ ઊતરી જવું તે જ વિચારવું જોઈએ. પણ ભયની કલ્પનાથી મોટો સંભવિત લાભ ગુમાવવો એ યોગ્ય ન ગણાય. ઘણાં વર્ષોથી કેટલેય ઠેકાણે સ્વપ્નદ્રવ્યની આવક સંપૂર્ણ સાધારણમાં કે ૧૦ આની યા ૬ આની સાધારણમાં જતી હતી ત્યારે પણ તેની સામે સોળે ય આની રકમ દેવદ્રવ્યમાં ચાલુ રાખવાનું કાર્ય તે શ્રમણોએ કર્યું જ છે. નિરર્થક ભયો ઊભા કરીને સંમેલનના શ્રમણોને બદનામ કરવાની વાત બિલકુલ ઇચ્છનીય ન ગણાય. ઉપસંહારમાં એટલું જણાવવું ઠીક લાગે છે કે સંમેલનના ઠરાવ સામે હોહા કરી મૂકતા અને તે માટે અદાલત અને અખબારનો આશ્રય લઈને શ્રીસંઘના લાખો રૂ. ખર્ચ કરી ચૂકેલા મહાત્માઓ સહુપ્રથમ પોતાના પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા સંઘોમાં દેવદ્રવ્યનાં ત્રણ ખાતાં પડાવે, તેની બીજામાં થતી ભેળસેળ સદંતર બંધ કરાવે, ભૂતકાળની ભૂલની રકમ તે તે રીતે ખાતે જમા કરાવીને તે તે સંઘોને દોષમાંથી ઉગારે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર બીજું બિનજરૂરી સ્થળોમાં નવાં જિનમંદિરોના કે તીર્થોનાં થનારા નિર્માણમાં કે ચાલુ કાર્યમાં આજથી જ દેવદ્રવ્યનું ધન લગાડવાનું બંધ કરી દેવાનું પોતાના ભક્તોને ફરમાન કરે અને સ્વદ્રવ્યનો જ ત્યાં ઉપયોગ કરવાનું સૂચન કરે; પછી ભલે તે નિર્માણકાર્ય ધીમે ધીમે પણ પૂરું થાય અને જે અશક્ત-કક્ષાના સંઘો હોય ત્યાં શુદ્ધ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને અપાતા પગારો બંધ કરાવીને અખબારો અને અદાલતો પાછળ લાખો રૂ.લગાડી દેવા તૈયાર થયેલા ભક્તો દ્વારા તે સંઘોમાં સ્વદ્રવ્ય મોકલવાનું શરૂ કરાવે. જો આવી કોઈ વ્યવસ્થા કરવા તેઓ તૈયાર ન હોય અને સંમેલનના ઠરાવનો માત્ર વિરોધ જ કરતા હોય તો તે કેટલું યોગ્ય ગણાશે ? ૧૭૦ સ્વદ્રવ્ય કે સાધારણ દ્રવ્યથી અશક્ય હોય તેવા સંઘોમાં પણ પૂજારીના પગારાષ્ટ્ર કલ્પિત દેવદ્રવ્યમાંથી આપવાનો નિષેધ કરનારા મહાત્માઓએ જાળ, કતલખાનાનાં યાંત્રિક સાધનો વગેરેમાં જે ઉપયોગ થાય છે તે અંગે રાજકારણની સામે પડવું ખૂબ જરૂરી છે. તે માટે અદાલતનો આશ્રય લેવાનું ખૂબ આવશ્યક છે. એ માટે અખબારોમાં હોહા મચાવી દેવાનું ખૂબ અગત્યનું છે. આ બાબતમાં કેમ આજ સુધીમાં કશું જ નક્કર કરવામાં આવેલ નથી ? સંમેલનના શ્રમણોને તો નજીકના જ ભાવી તરફ નજર નાંખતાં દેખાયું છે કે પૂજારીઓનાં યુનિયનો ઊભાં થતાંની સાથે તેમનો પગાર ઓછામાં ઓછો બમણો તો થઈ જ જવાનો છે. તે ય વધીને ત્રણ હજાર રૂ. સુધી ટૂંક સમયમાં પહોંચી જશે. આ પગારને પહોંચી વળવાની તાકાત જ્યારે બધી રીતે માતબર અને ધનવાન સંઘો પાસે હોવા છતાં શુદ્ધ સાધારણ ખાતે તેટલી મોટી રકમોનાં ફંડ તેઓ નહિ કરે ત્યારે તેઓ પૂજા (આદાન) સ્વરૂપ દેવદ્રવ્યમાંથી જ તે મોટા પગારો ચૂકવશે. આ બાબત ખૂબ અનુચિત ગણાશે. જો માતબર સંઘો પણ ચોખ્ખા સાધારણના પૈસાની ટીપમાં થાકશે તો તે વખતે તે સંઘોને પૂજાદિ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને પગાર વગેરે આપતા રોકીને કલ્પિત દેવદ્રવ્યમાંથી તેની વ્યવસ્થા કરવાનું જણાવવું પડશે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૭૧ ઠરાવમાં જણાવેલા જે બોલી – ચડાવા છે તેની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં લઈ ગયા બાદ તેમાંથી પૂજારીના પગાર વગેરે અપાય તે પછી જે રકમ વધે તે તમામ રકમ જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં જ વાપરવાની રહે છે એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. એ સિવાય સંમેલનના ઠરાવોના સમર્થક શ્રમણો એ પણ મનોમન નિર્ણય લે કે ઠરાવની - શક્તિસંપન્ન સંઘો કે શ્રાવકોએ તો સર્વ પ્રકારની જિનભક્તિ (પૂજારીને પગાર વગેરે બધું જ) સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે વાત જ સહુની પાસે મુખ્યપણે કરવી, આગ્રહ રાખવો અને તે રીતે અમલ પણ યથાશક્તિ કરવો, જેથી કલ્પિત દેવદ્રવ્યની વૃદ્ધિ થતાં તેમાં વધેલી રકમનો જીર્ણોદ્ધારાદિમાં ઉપયોગ વધતો જાય. - એમ કહેવામાં આવે છે કે વિ.સં. ૧૯૯૦ના સંમેલનમાં જે ઠરાવ થયો છે કે, “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું યોગ્ય જણાય છે. તેનાથી ઊલટો ઠરાવ આ સંમેલને કર્યો છે. આ વાત બરોબર નથી. આ સંમેલને પણ સ્વપ્નાદિ દ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું ઠરાવ્યું છે. હા, તે દેવદ્રવ્યનો વિશેષભેદ ૧૯૯૦ ના સંમેલને કર્યો ન હતો તે આ સંમેલને તેને “કલ્પિત દેવદ્રવ્ય’ કહીને તે ઠરાવ કરેલ છે. ખરેખર તો ૧૯૯૦ના. સંમેલનમાં આ ઠરાવ ઉપર જે સર્વસમંતિ સધાઈ છે તે તેમાંના “યોગ્ય જણાય છે” એ શબ્દોથી તે વખતે પોલી સર્વસંમતિ થયાનું સ્પષ્ટરૂપે દેખાય છે. ૨૦૪૪ના સંમેલને તો એકદમ સ્પષ્ટતા કરી છે. સંમેલનના વિરોધી કહે છે કે સ્વપ્નદ્રવ્ય કે કેસરાદિની બોલી-ચડાવાના દ્રવ્યથી દેવપૂજાની સામગ્રી ન લવાય અને પૂજારી આદિને પગાર ન અપાય. આ જ મહાનુભાવો ઠેર ઠેર ‘જિનભક્તિ સાધારણ” એ નામનું ફંડ કરાવે છે. બાર માસનાં કેસર, અગરબત્તી વગેરેનો લાભ લેવા માટે કેસર વગેરેની બોલી બોલાવે છે. તે રીતે જે ધન પ્રાપ્ત થયું તેમાંથી બહારગામથી આવેલા યાત્રિકો વગેરેને કેસર વગેરે પૂજા-સામગ્રી પૂરી પડાય છે અને પૂજારીને પગાર પણ ચૂકવાય છે. શું આ બરોબર છે ? પરમાત્માના (દેવના) નિમિત્તે બોલાએલી કેસર વગેરેની ઉછામણી દેવદ્રવ્ય જ બની ગઈ. હવે તમે ‘જિનભક્તિ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધાર્મિક વહીવટ વિચાર સાધારણ' એવું નામ આપીને તેમાંથી પૂજા સામગ્રી લાવી શકો અને પૂજારીને પગાર પણ આપી શકો તો કેસર પૂજા કે સ્વપ્ન વગેરેના એ જ બોલી-ચડાવાને અમે “કલ્પિત દેવદ્રવ્ય’ તરીકે લઈને તેમાંથી શાસ્ત્ર સંમત રીતે પૂજારીનો ખર્ચ કાઢવાનું જણાવીએ તો શી રીતે ઉત્સુત્ર ગણાય? જો તમે જિનના નિમિત્તથી બોલીઓની રકમને દેવદ્રવ્ય ને કહેતાં જિનભક્તિ સાધારણ કહો છો તો સંમેલનના ઠરાવમાં આના કરતાં જુદું શું વિચારાયું છે ? વસ્તુતઃ સ્વપ્ન કે ઉપધાન નિમિત્તની બોલીઓ સાક્ષાત્ દેવના નિમિત્તે બોલીઓ નથી. જ્યારે બાર માસનાં કેસરપૂજાદિના લાભ માટેની બોલીઓ તો સાક્ષાત્ જિન (જિનમૂર્તિ)ના નિમિત્તે જ છે. છતાં જો આ બોલી જિનભક્તિ સાધારણ (દેવકુ સાધારણ) કહી શકાય તો સ્વપ્નાદિન નિમિત્તે જિનમંદિરનાં સર્વ કાર્યોનો નિર્વાહ કરવા માટે ઊભી કરાએલી બોલીની પ્રથાથી પ્રાપ્ત થતું ધન પણ દેવકુ સાધારણ (કલ્પિત દેવદ્રવ્ય) કેમ ન કહી શકાય ? ખરેખર તો “જિનભક્તિ સાધારણ’ નામનું, કેસર વગેરેના લાભથી બારમાસી બોલીનું ધન ભેગું કરવાની નીતિ જ તેના સમર્થક મહાનુભાવોના વિચારોથી વિરુદ્ધ જાય છે. તેઓ જેમ દેવદ્રવ્યથી પ્રભુપૂજા ન થાય તેમ પૂજા તો સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તેવી શક્તિ ન હોય તો દેરાસરજીમાં કાજો વગેરે લઈને, કે કોકને કેસર ઘસી આપીને કે પુષ્પની માળા ગુંથી આપીને તેણે સંતોષ માનવો પડે, એવું માને છે, અભયંકર શેઠના બે નોકરોનું દૃષ્ટાન્ત વારંવાર આપીને આ વાતને તેઓ પુષ્ટ કરતા જ રહે છે, તો સવાલ એ છે કે પછી યાત્રિકો વગેરે શી રીતે બાર માસનાં કેસર વગેરેના ચડાવના પર-ધનથી પ્રભુ-પૂજા કરી શકે ? વળી સ્વદ્રવ્યનો એવો એકાંત આગ્રહ રાખવો કે તેની મર્યાદામાં રહીને નબળાં દ્રવ્યોથી પણ પ્રભુપૂજન કરવું, પરંતુ દેવદ્રવ્યથી (કલ્પિત દેવદ્રવ્યથી) ઉત્તમ દ્રવ્ય પ્રભુપૂજન થાય તો પણ તે નહિ જ કરવું તે વાત વિશિષ્ટ પ્રસંગોમાં તો બરોબર જણાતી નથી. અન્ને દ્રવ્યનું (ઉપકરણનું) મહત્વ નથી પરંતુ શુભભાવવૃદ્ધિનું (અન્તઃકરણનું) મહત્ત્વ , છે. હા. એ ખરું કે શક્તિમાન (ધનવાન) આત્મા પરદ્રવ્યાદિથી પ્રભુપૂજન Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૭૩ કરે તો તેમાં તેને લાભ ઓછો મળે (ધનમૂ નહિ ઉતારવાથી) પરંતુ તેને ગેરલાભ થાય તેવું પ્રતિપાદન તો કેમ કરી શકાય ? દેવદ્રવ્યના પેટા ત્રણ ભેદો અંગે વિશેષ વિચારણા અવધારણ (આગ્રહપૂર્વકના દઢ સંકલ્પ) સાથે દેવને સમર્પિત થતું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય કહેવાય છે. આવા દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે. પૂજા દેવદ્રવ્ય : પરમાત્માના ભક્તો એમ સમજતા હોય છે કે જિનપ્રતિમા એ સાક્ષાત્ જિનેશ્વરદેવ ભગવાન છે. આથી જ તેઓનો સહુથી વધુ ઉલ્લાસ જિનપૂજા-અંગ-પૂજારૂપ કે અગ્ર પૂજારૂપમાં દ્રવ્ય વાપરવાનો હોય છે. ભગવંતની પૂજા માટે જ ભક્તો અનેક રીતે જે ભેટ આપે તે બધું પૂજા દેવદ્રવ્ય કહેવાય. દુકાનની ભાડાની આવકો, લાગાઓ, ખેતરો, રોકડ રકમ, કેસર વગેરે કે તૈયાર આભૂષણો અથવા તેના માટેનું સોનું કે ચાંદી વગેરે આવી જે કાંઈ પણ....ભેટના રૂપમાં આવક થઈ હોય તે ભાડા વગેરે રૂપમાં ભેટ તે પૂજા-દેવદ્રવ્ય કહેવાય (આ જ બધી ભેટ જો જિનમંદિરના નિર્વાહ માટે આપવામાં આવી હોય તો તે કલ્પિતદેવદ્રવ્ય ગણાય.) આ રીતે તે મળેલા પૂજાદ્રવ્યનો ઉપયોગ જિનેશ્વરદેવના. દેહ ઉપર કેસર-પૂજા, આભૂષણ ચડાવવા વગેરેમાં થાય અને અગ્ર પૂજામાં પણ થાય. નિર્માલ્ય દેવદ્રવ્ય : નિર્માલ્ય બે પ્રકારનાં હોઈ શકે છે. પ્રભુજીને ધરેલું, ચડેલું કે તેમની સામે મૂકેલું દ્રવ્ય તે બધું નિર્માલ્ય કહેવાય. એટલે કે વરણાદિનો ઉતારો, ફળ, ફૂલ, નૈવેદ્ય, વસ્ત્ર, અક્ષત, રોકડ રકમ વગેરે નિર્માલ્ય દ્રવ્ય કહી શકાય. આમાંથી જે થોડા જ કલાકોમાં વિગન્ધિ (દુર્ગન્ધવાળા) શોભારહિત વગેરે સ્વરૂપ બની જાય તે ફૂલ, નૈવેદ્યને વગેરે વિગન્ધિ નિર્માલ્ય દ્રવ્ય કહ્યાં છે. પણ તે સિવાયનાં અ-વિગન્ધિ અક્ષત પ્રભુજીની સામે ધરેલાં હોવાથી અવિચર્ચેિ નિર્માલ્ય દ્રવ્ય કહ્યાં છે. આમાંથી વેચાણ કરવાથી જે રકમ આવે તેમાંથી જિનની અંગપૂજા તો ન જ થઈ શકે. હા, તેમાંથી આભૂષણો ઘડાવીને પ્રભુજીના અંગે ચડાવી શકાય ખરાં. જો આભૂષણોની જરૂર ન હોય તો અન્ય દેરાસરોમાં આભૂષણો માટે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધાર્મિક વહીવટ વિચાર તે રકમ આપવી. જો કેસર બરાસના અભાવમાં પ્રભુપૂજા અટકી પડતી હોય તો તેવા સમયે કેસર-બરાસાદિ લાવવામાં પણ વાપરી શકાય. આ બેય પ્રકારનાં નિર્માલ્ય દ્રવ્યની રકમ મંદિરના જીર્ણોદ્ધારાદિમાં જરૂર વાપરી શકાય. કલ્પિત દેવદ્રવ્ય : જિનમંદિર અંગેનાં બધાંય કાર્યોનો નિર્વાહ કરવા માટેની કલ્પના કરીને મેળવાએલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય. પૂર્વના કાળમાં રિઝર્વ-ફંડના રૂપમાં રાખવા માટે શ્રીમંત ભક્તો જે દ્રવ્ય આપતા તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું. બને ત્યાં સુધી કટોકટીના સમયમાં જ આ રિઝર્વ-ફંડ સ્વરૂપ નિર્વાહ માટેના દ્રવ્યનો ઉપયોગ થતો. સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્તો પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચડાવાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ. // સ્વપ્નાદિની આ બોલીમાં સ્પર્ધા થતી. પહેલો વગેરે નંબર લેવા માટે આ બોલી થતી. ભક્તજન તે બોલીથી પોતાને મળતો હક્ક ભોગવતો અને તેના બદલામાં ઉછામણીની રકમ કોઈ શરત વિના તેના આયોજકને આપતો. કોઈ કહેશે કે બોલીની આ રકમ ભેટ સ્વરૂપ બનવાથી તેને પૂજા દેવદ્રવ્યમાં કેમ ન ગણવી ? તેનો ઉત્તર એ છે કે આ રકમ ભેટરૂપ નથી. માલ લઈને તેની સામે જે રકમ અપાય તે કદી ભેટ ન કહેવાય. પહેલી વગેરે માળ પહેરવા સ્વરૂપ માલ મળી ગયો અને બદલામાં જે રકમ અપાઈ તે ભેટ કેમ કહેવાય ? આથી જ બોલી-ચડાવાની રકમો પૂજા દેવદ્રવ્યમાં ન જાય. વળી પૂજા-દેવદ્રવ્યમાં તો જે રકમ ભેટરૂપ અપાય છે તેમાં શરત કરાય છે કે, “મારી રકમમાંથી કાયમ પુષ્પો લાવવાં, કેસર લાવવું કે અમુક પ્રકારનું આભૂષણ બનાવવું.” વગેરે. આવી કોઈ શરત બોલી-ચડાવાની રકમ સાથે નહિ હોવાથી પણ આ રકમ પૂજા-દેવદ્રવ્ય ખાતે શી રીતે જઈ શકે ? આમ જિનમંદિર અંગેનાં તમામ કાર્યો (પૂજારી, નોકરાદિના પગારો, કેસર પૂજાદિ) નો જ્યાં નિર્વાહ થઈ શકે તેમ ન હોય ત્યાં તે નિર્વાહના સંકલ્પથી થયેલી આ બોલી-ચડાવાની રકમ ઉપયોગી થાય છે. માટે તેને Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૭૫ પૂજા-દેવદ્રવ્યમાં લઈ જઈ શકાય નહિ. ( જો કે પૂર્વકાલીન રિઝર્વ-ફંડનું દ્રવ્ય એ ભેટ દ્રવ્ય જ છે. પણ તે ‘નિર્વાહક’ બિનશરતી ભેટ દ્રવ્ય છે, માટે તે પૂજા-દેવદ્રવ્યમાં ન ગણાય.). આથી જ બોલીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે એમ લાગે છે. ટૂંકમાં, પૂજાનાં કાર્યો માટે ભેટરૂપે શરતી મળેલું દ્રવ્ય તે પૂજાદેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ જિનના દેહ માટે જ થઈ શકે. કલ્પિતદેવદ્રવ્યનો જિનમંદિરનાં સર્વકાર્યોમાં ઉપયોગ-જીર્ણોદ્ધાર, જિનપૂજા, પૂજારી આદિને પગારાદિમાં કરી શકાય. અહીં જણાશે કે કલ્પિત-દેવદ્રવ્યમાંથી જ પૂજારી આદિને પગારાદિ આપી શકાય. નિર્માલ્ય-દેવદ્રવ્યમાંથી જિનની અંગપૂજા તો ન જ કરી શકાય. પૂજા દેવદ્રવ્યથી મુખ્યત્વે જિનપૂજા કરી શકાય. T ધા.વ.૧૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૪૪ના ગુરદ્રવ્ય-વ્યવસ્થાના સંમેલનીય ઠરાવ નં.૧૪ ઉપર ચિંતન ગુરુપૂજનનું દ્રવ્ય, શાસ્ત્રાધારે, શ્રાવક સંઘ, જીર્ણોદ્ધાર તથા ગુરુના બાહ્ય પરિભોગરૂપે સાધુ-સાધ્વીને ભણાવવાના તથા વૈદ્યારિરૂપ કાર્યો અને ડોળી વગેરે રૂપ વૈયાવચ્ચે કાર્યોમાં લઈ જઈ શકે છે. ગુરુમહારાજના પૂજન માટે બોલાયેલી, ગુરુને કાંબળી વગેરે વહોરાવવાની બોલી તેમજ દીક્ષા માટેનાં ઉપકરણોની બોલી, આ બધાનું જે ધન આવે તે તથા પદપ્રદાન નિમિત્તે બોલાયેલ કાંબળી આદિ ઉપકરણો માટેની બોલીનું ધન, શાસ્ત્ર-વચનાનુસારે શ્રમણસંઘ ગુરૂવૈયાવચ્ચમાં લઈ જવાનું ઠરાવે છે. પરંતુ દીક્ષા તથા પદ-પ્રદાન પ્રસંગે પોથી, નવકારવાળી, મંત્રપટ, મંત્રપોથીની બોલીનું ધન જ્ઞાનદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવામાં भाषेछ. शास्त्रा6 : अर्थ : विव२९ .. अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाह-han.com मुहपत्ति-आसणाइसु भिन्नं जलन्नाईसु -गुरु लहुगाइ । जइदब्बभोगि इय पुण वत्थाईसु देवदव्वं व ॥ व्याच्या : मुखवस्त्रिकाआसनशयनादिषु, अर्थाद् गुरुयतिसत्केषु परिभुक्तेषु भिन्नम् । तथा 'जलन्नाईसु' त्ति ।। यतिसत्के जले अन्ने आदिशब्दाद् वस्त्रादौ कनकादौ च । 'धर्मलाभ इति प्रोक्ते दूरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय, ददौ कोटिं नराधिपः । 'इत्यादिप्रकारेण केनापि साधुनिश्रयाकृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ ति क्रमेण गुरुमासश्चतुर्लघव आदिशब्दाच्चतुर्गुरवः षड्लघवश्च स्युः । अयमर्थः - गुरुसत्के जले परिभुक्तेश, अन्नेजीटी, वस्त्रादौ४ि कनकादौपदि चि प्रायश्चित्तानि भवन्ति । यतिद्रव्यभोग 'इय' त्ति । एवं प्रकार प्रायश्चित्तविधिरवगन्तव्या । अत्रापि पुनर्वस्त्रादौ देवद्रव्यवत् वक्ष्यमाणदेवद्रव्यविषयप्रकारवत् ज्ञेयम् । अयमर्थः यत्र गुरुद्रव्यं भुक्तं स्यात् तत्राऽन्यत्र वा साधुकार्ये वैद्याद्यर्थं बन्दिग्रहादिप्रत्यपायापगमाद्यर्थं वा तावन्मितवस्त्रादिप्रदानपूर्वकं प्रायश्चित्तं देयमिति गाथार्थः ॥ ६८ ॥ (-श्राद्धजितकल्प : मुद्रित पृ. ५६) Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૭૭ સાધુનું દ્રવ્ય ગૃહસ્થ વાપરે તો તેને આ પ્રમાણે પ્રાયશ્ચિત આવે. જો સાધુનાં મુહપત્તિ, આસન, શયનાદિનો ઉપભોગ કર્યો હોય તો પ્રાયશ્ચિત્ત ભિન્નમાસ આવે. જો સાધુનું પાણી વાપર્યું હોય, અન્ન વાપર્યું હોય, વસ્ત્રાદિ વાપર્યા હોય અને કનકાદિ વગેરે વાપર્યા હોય તો વિવિધ પ્રાયશ્ચિત્ત આવે. અહીં મૂળગાથામાં નર્તનમારૂસું પદ છે. જલ, અન્ન વગેરે અહીં વગેરે શબ્દથી ટીકાકારે વસ્ત્રાદિ અને કનકાદિ લીધાં છે. આ રીતે બે લેવાનું કારણ એ છે કે વસ્ત્ર વગેરેની માલિકી કરીને ગુરુ તેને ભોગવી શકતા હોવાથી વસ્ત્રાદિ એ ભોગાઈ ગુરુદ્રવ્ય છે. જ્યારે સોનું વગેરેનો ભોગ કંચન-કામિનીના ત્યાગી ગુરુ કરી ન શકે એટલે તે સોનું વગેરે ભોગાર્ટ ગુરુદ્રવ્ય નથી. પરંતુ પૂજાઉં-ગુરુની તેના દ્વારા પૂજા કરવા યોગ્ય-દ્રવ્ય જરૂર છે. એટલે કનક વગેરેને પૂજાહંદ્રવ્ય તરીકે જુદાં લીધાં. V હવે સવાલ એ થાય છે કે સોનું વગેરેને જો ગુરુ વસ્ત્રાદિની જેમ પોતાની નિશ્રામાં (માલિકીમાં) લેતા જ ન હોય તો સોનું વગેરે ગુરુદ્રવ્ય જ ન બને તો સોનું વગેરે ગુરુદ્રવ્યને જે શ્રાવક વાપરે તેને પલધુનું પ્રાયશ્ચિત્ત આવે એવું કહી પણ કેમ શકાય ? દ્રવ્યસપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજનદ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું. ખરેખર તો પુરાતન બધા જ શાસ્ત્રકારોએ વસ્ત્રપાત્રથી જ ગુરુપૂજનની વિધિ દર્શાવી છે. પણ દાખલા દૃષ્ટાન્તને જોરે જ્યારે અંગપૂજન જોશથી ચાલ્યું ત્યારે ઉપરોક્ત બે વિભાગ પાડવા પડ્યા. ખરી રીતે ગુરુપૂજા કોઈ પણ શાસ્ત્રમાં વિહિત હતી નહીં. એટલે જ્યારે હીરસૂરિજી મ. સામે પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે હેમચન્દ્રસૂરિ મહારાજની સુવર્ણકમલની થયેલી પૂજાથી એનું (અંગપૂજાનું) સમર્થન કરવું પડ્યું. પછી એનું દ્રવ્ય કયા ખાતે જાય એનો સવાલ ઊભો થયો એટલે સિદ્ધસેનસૂરિ મહારાજનો દાખલો લઈને હીરસૂરિ મહારાજે જીર્ણોદ્ધારાદિમાં (અહીં આદિ શબ્દ છે તે ભુલાવવું ન જોઈએ. આદિ શબ્દથી ગુર વૈયાવચ્ચ અને જ્ઞાન જ લેવા પડે.) તે વખતે લઈ જવાયું હતું એમ જણાવ્યું, પણ એ દ્રવ્યનો નિશ્ચિત ઉપયોગ ક્યાં થાય ? તે જણાવ્યું નથી. અન્યાન્ય ક્ષેત્રોમાં તે તે કાળે આ દ્રવ્યનો ઉપયોગ થએલો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધાર્મિક વહીવટ વિચાર જાણીને તેમણે એમ કહ્યું છે કે આ વિષયમાં ઘણું કહેવા જેવું છે પણ કેટલું લખાય ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમણે ગુરુદ્રવ્ય એ દેવદ્રવ્યરૂપ છે એવું ઠરાવેલ નથી. હવે જે સિદ્ધસેનસૂરિના દૃષ્ટાંતથી હીરસૂરિ મહારાજે પૂજનદ્રવ્યની વ્યવસ્થા જણાવી છે એ સિદ્ધસેનસૂ. ના દૃષ્ટાન્તમાંથી સમજવી. પ્રાચીનતમ ગ્રન્થ ભદ્રેશ્વરસૂરિના ‘કાવ્યશૈલી’માં બીજા ખંડમાં સાધારણના દાબડામાં તે દ્રવ્ય લઈ જવાનું જણાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં પણ તે જ રીતે જણાવ્યું છે. ‘પ્રબંધચિંતામણી’ વગેરેમાં તે દ્રવ્ય લોકોને ઋણમુક્ત કરવામાં વાપરવાનું જણાવ્યું છે. જ્યારે ‘પ્રબંધકોશમાં’ જીર્ણોદ્વાર આદિમાં લઈ જવાનું જણાવ્યું છે. આ રીતે ગુરુપૂજનદ્રવ્યની કોઈ નિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રન્થોમાં દેખાતી નથી. બીજું જે સિદ્ધસેન સૂ. મ. નો દાખલો હીરસૂરિ મહારાજે આપ્યો છે તેમાં વિક્રમરાજાએ કોટિદ્રવ્ય સિ.પૂ. ને તુષ્ટિમાન્ રૂપે આપેલું છે, નહીં કે અંગપૂજા કે ચરણપૂજન રૂપે. શાસ્ત્રદૃષ્ટિએ સાધુને દ્રવ્યદાન નિષિદ્ધ છે. પરંતુ આવી રીતે મુગ્ધાવસ્થામાં કોઈએ સાધુને દ્રવ્યદાન કર્યું હોય તો તેનાથી ગુરુની અંગપૂજાનું સમર્થન થતું નથી. માત્ર એટલું ફલિત થાય છે કે દાનરૂપે કે પૂજારૂપે અર્પણ કરાયેલું દ્રવ્ય તે ગુરુની ઇચ્છા મુજબ યોગ્યક્ષેત્રમાં વાપરી શકાય છે-પણ દેવદ્રવ્યમાં જ જાય એમ કહી શકાય નહીં. માટે ગુરુપૂજનનું દ્રવ્ય (જ્યાં સુધી તે ચાલુ છે ત્યાં સુધી) વૈયાવચ્ચમાં લઈ જવામાં કોઈ દોષ નથી. તેમ જ કામળી તો ક્રીતાદિ દોષદુષ્ટ હોય તો વહોરાય જ નહીં, પણ હવે જ્યારે પ્રથા ચાલી છે ત્યારે તેની બોલીનું દ્રવ્ય પણ વસ્ત્રપૂજાની બોલીના દ્રવ્યરૂપ હોઈને દેવદ્રવ્ય બનતું નથી. તેથી વૈયાવચ્ચમાં તો જરૂર લઈ જઈ શકાય છે. અસ્તુ. હવે મૂળ વાત ઉપર આવીએ. જ્યારે ગુરુ સિદ્ધસેનસૂરિજીએ રાજા વિક્રમને હાથ ઊંચો કરીને દૂરથી જ ‘ધર્મલાભ’ એ પ્રમાણે કહ્યું. ત્યારે સિદ્ધસેનસૂરિજીને રાજાએ એક ક્રોડ સોનામહોર આપી. હવે અહીં આવા પ્રકારથી ગુરુદ્રવ્ય બની ગયું. તો આ ગુરુદ્રવ્ય અથવા કોઈ શિથિલાચારીની નિશ્રામાં પડેલું સોનું વગેરે ગુરુદ્રવ્ય-એને Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પરિશિષ્ટ-૧ કોઈ ગૃહસ્થ વાપરે તો તેને વિવિધ પ્રાયશ્ચિત્ત આવે. આમ કહીને ઉપરની ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સાધુના દ્રવ્યનો પરિભોગ કરનારને આ પ્રમાણેનો પ્રાયશ્ચિત્તવિધિ જાણવો. હવે ગાથાના ઉત્તરાર્ધમાં જે કહ્યું છે કે, ‘પુ િવત્થારૂનું સેવબં a' એનું સંસ્કૃતમાં રૂપાન્તર કરીને ટીકાકારે લખ્યું છે કે, ‘બત્રા પુન: वस्त्रादिषु देवद्रव्यवत्' ટીકાકાર કહે છે કે જેમ આગળ ઉપર દેવદ્રવ્યનો ઉપભોગ કરનાર શ્રાવકને અમે જે રીતે પ્રાયશ્ચિત્ત કહેવાના છીએ તે જ રીત અહીં પણ સમજવી. એટલે કે જેમ દેવદ્રવ્યનો ઉપભોગ કરનારને તપ સ્વરૂપ પ્રાયશ્ચિત્ત આપવા સાથે અમે કહેવાના છીએ કે દેવદ્રવ્ય જેટલું વાપર્યું હોય તેટલું પાછું દેવદ્રવ્યમાં આપી દેવું. (માત્ર તપ પ્રાયશ્ચિત્તથી ન ચાલે). એ જ રીતે અહીં પણ ગુરુનાં વસ્ત્રાદિ (તથા કનકાદિ) નો ઉપભોગ જેટલો કર્યો હોય તેણે ઉપર જણાવેલું જલ, અન્ન, વસ્ત્રાદિ અને કનકાદિનું જણાવેલ તપ-પ્રાયશ્ચિત્ત તો કરવું જ પણ તેની સાથેસાથે તે વસ્ત્રાદિ (તથા કનકાદિ) નું જેટલું મૂલ્ય થતું હોય તેટલા મૂલ્યનું વસ્ત્રાદિ પ્રદાન સાધુકાર્યમાં-વૈદ્યને માટે કે જેલ વગેરેમાં પકડાયેલા કે કોઈ આપત્તિમાં ફસાયેલા સાધુને બચાવવા માટે-તે સ્થળે કે બીજે સ્થળે-પ્રદાન કરવું. ટૂંકમાં તેટલા દ્રવ્યનું વસ્ત્રાદિદાન પણ તપ-પ્રાયશ્ચિત્તની સાથોસાથ કરવું. આ શ્રાદ્ધજિતકલ્પના શાસ્ત્રપાઠથી સ્પષ્ટ થાય છે કે ગુરુદ્રવ્ય સાધુ વૈયાવચ્ચમાં જઈ શકે છે. જો ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જતું હોય તો પ્રાયશ્ચિત્તદાતા ગુરુ તે શ્રાવકને એમ કહેત કે, “તેં જેટલા મૂલ્યનાં વસ્ત્રાદિ કે કનક આદિનો ઉપભોગ કર્યો હોય તેટલી રકમ તું જીર્ણોદ્ધારમાં વાપરી દેજે.' પણ આમ ન કહેતાં ગુરુની વૈયાવચ્ચનાં-વૈદ્યાદિ કાર્યોમાં તે રકમ વાપરવાની કહી છે, એટલે નક્કી થઈ જાય છે કે ગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચ ખાતાનું દ્રવ્ય છે. વિરોધ કરનારનું આ વિષયમાં જે કહેવું છે કે “આ પાઠની ટીકામાં વસ્ત્રાદિના ઉપભોગનું જ પ્રાયશ્ચિત્ત ‘વસ્ત્રાદિદાન” છે. પણ કનકાદિના. ઉપભોગનું પ્રાયશ્ચિત્ત અહીં જણાવ્યું નથી.” “આ વાત એકદમ અસંગત લાગે છે. મૂળગાથામાં ‘વસ્ત્રાદિ’ શબ્દ જ હોવાથી ટીકાકારે વસ્ત્રાદિનો અર્થ કરતાં ‘વસ્ત્રાદિ અને કનકાદિ’ એમ કહી જ દીધું છે. હવે આગળ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધાર્મિક વહીવટ વિચાર નાણા આપવાની જે વાત છે કે વિક્રમરાજાએ કરેલા પ્રીતિદાન સ્વરૂપ ગુરુદ્રવ્ય માટે છે, ગુરુપૂજા સ્વરૂપ ગુરુદ્રવ્ય માટે નહિ”, એ બરોબર નથી. ‘દ્રવ્ય-સપ્તતિકા' ગ્રંથની આ બારમી ગાથાની ટીકામાં કહ્યું છે કે સોનું વગેરે ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારમાં તથા નવાં જિનમંદિરો બનાવવા વગેરે કાર્યમાં વાપરવું. स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे, नव्यचैत्यकरणादौ च गौरवाहेस्थाने व्यापार्यम् અહીં ‘વગેરે’ શબ્દથી સાધુ વૈયાવચ્ચ લઈ શકાય. કેમ કે શ્રાદ્ધજિતકલ્પ’નો પાઠ તે વાત સ્પષ્ટરૂપે જણાવે છે. આમ કરીએ તો જ જીર્ણોદ્ધાર અને શ્રાદ્ધજિતનો પાઠ બેયનો સમન્વય કરી શકાય. (જુઓ પરિશિષ્ટ બે). આ સંમેલને ગુરુદ્રવ્ય અંગે જે ઠરાવ કરેલ છે તેમાં દેવદ્રવ્યમાં અને સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવીને બેય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે એ વાત ઉપર્યુક્ત શાસ્ત્રપાઠોથી સમુચિત બને છે. જો ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં જઈ શકે તેવું પ્રતિપાદન કરાશે તો “શ્રાદ્ધજિતકલ્પ’ વૃત્તિકાર, તેનો ઉપભોગ કરનારને પ્રાયશ્ચિત્ત પેટે તેટલી રકમ સાધુવૈિયાવચ્ચમાં (નીચલા ખાતામાં) વાપરવાનું કહેવા દ્વારા કેટલા મોટા દોષમાં પડ્યા ગણાશે ! ગુરુપૂજનનું દ્રવ્ય જો સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાશે તો તેથી સાધુસાધ્વીને તેમાં આસક્તિ પેદા થવાનો ભય છે. આથી જ તેને જીર્ણોદ્ધારમાં જ લઈ જવું જોઈએ.” તેમ આ ઠરાવના વિરોધીઓનું કહેવું છે.. આનો જવાબ છે કે આસક્તિ પેદા થવાનો પ્રસંગ નિવારવા માટે જ ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, “આ ગુરુદ્રવ્યનો વહીવટ શ્રાવક સંઘ કરશે.” જે સાધુ કે સાધ્વી પાસે મુમુક્ષુ આત્મા દીક્ષા લે છે તેની દીક્ષા લેતી વખતના ઉપકરણોની ઉછામણીની રકમ ઉપર તે મુમુક્ષુના ગુરુ આસક્તિ કરતા નથી, વહીવટ પણ કરતા નથી. તે રકમ સાધુ-વૈયાવચ્ચે ખાતે લઈ જઈને તેનો વહીવટ શ્રાવકસંઘ કરે તેવું ઠરાવમાં અભિપ્રેત છે. આ રીતે આસક્તિનું નિવારણ કરવું જ રહ્યું. અન્યથા મિષ્ટાન્ન ભોજનાદિમાં પણ સાધુને આસક્તિ પ્રસંગ ઊભો થાય છે તો શું શ્રાવક વર્ગે તે અંગેની ભક્તિ જ બંધ કરી દેવી ? Page #198 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૮૩ વળી જો ગુરુચરણે મૂકેલા ધનમાં આસક્તિ થવાનો ભય છે તો તો સ્ત્રીઓ દ્વારા સાવ નજીક આવીને જ થઈ શકતા નવાંગી ગુરુપૂજનમાં તે કામાસક્તિ થવાનો નાના સાધુઓને મોટો ભય છે. માટે બંધ કરી દેવા જેવું તો ઐ છે. હવે સવાલ રહ્યો પરંપરાનો ભાઈ ! પરંપરા તો બેય પ્રકારની કેટલાય સમયથી ચાલી આવી છે. ગુરુપૂજનની ૨કમ દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરાવાળા શ્રમણ સમુદાયો પણ છે. વળી પૂજ્યપાદ સ્વર્ગસ્થ લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબના સમયથી તેમના સમગ્ર સમુદાયમાં પૂંછનરૂપે જ ગુરુપૂજન કરાય છે અને તેથી તે ૨કમ શાસ્ત્રમાન્ય રીતે સાધુ-વૈયાવચ્ચ આદિમાં લઈ જવાય છે. (આ વાત સર્વસામાન્ય છે.) હવે ગુરુપૂજન (સીધું કે લૂંછનરૂપથી) સાધુ-વૈયાવચ્ચમાં લઈ જનારો વર્ગ જ્યારે જીર્ણોદ્ધારમાં ઉપરનું ખાતું હોવાથી તથા વૈયાવચ્ચમાં લઈ જવાના બે ય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. મોટો છે જો ગુરુપૂજનની રકમને સાધુ-વૈયાવચ્ચમાં લઈ જવાથી શ્રમણસંસ્થામાં પારાવાર શિથિલાચાર વધી જવાનો સંભવ હોત તો તે ક્યારનોય આ કારણસર વધી ગયો હોત. કેમ કે આ પરંપરાવાળાનો વર્ગ મોટો જ છે. વળી એમનો વિરોધ આજ સુધી કેમ કર્યો નહિ ? વસ્તુતઃ શિથિલાચાર વ્યાપક થયો હોય તો તેમાં બીજાં અનેક ગંભીર કારણો છે, જેમાં સૌથી મુખ્ય કેટલીક અપાત્ર દીક્ષાઓ, પદવીઓ અને શિષ્યોનું સાધુત્વ વિકસાવવાની વાતમાં ગુરુવર્ગની અધ્યયન અને વાચનાદાનની બાબતમાં વધુ પડતી ઉપેા કારણ છે. છતાં માની લઈએ કે, સાધુ-વૈયાવચ્ચમાં ગુરુપૂજનની રકમ જવાથી તે ધનમાં આસક્તિ પેદા થશે તો આના કરતાંય ગંભીર કક્ષાની અનેક પ્રકારની આસક્તિને પેદા કરનારા ઉપધાન અને યાત્રા-સંઘોના તથા ભક્તોના આધાકર્મી રસોડાની વાનગીઓ તથા તે પ્રસંગોમાં અત્યંત સહજ બનતો વિજાતીય પરિચય વગેરે બાબતો છે. આ ઠરાવનો વિરોધ કરીને, ઘોર શિથિલાચારને ફેલાવનારું મુનિસંમેલન” એ રૂપમાં પ્રજાને ભડકાવતા મહાનુભાવોને તો આગ્રહભરી વિનંતિ છે કે ઉપર જણાવેલાં વિવિધ આસક્તિઓનાં જન્મસ્થાનો અંગે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધાર્મિક વહીવટ વિચાર વિચાર ગામડામાં વાસક્ષેપ પૂજાના વિધાન સુધી પહોંચેલ છે. આ વાત સમજતા પંડિતજનોને ક્ષણની પણ વાર લાગે તેમ નથી. આપણે એવું બને તેમ નથી ઇચ્છતા, પરંતુ પૂજારીનાં યુનિયનો થતાંની સાથે તેમના દ્વારા જે હાહાકાર મચવાનો છે તે જોઈને આજના ઠરાવના વિરોધીઓને પણ ફેરવિચારણા કર્યા વિના છૂટકો થવાનો નથી એમ સ્પષ્ટ લાગે છે. પણ અગમનાં એંધાણ આજથી પરખાય તો સારું. મોડું સમજાતાં ઘણું ખોટું થઈ ચૂક્યું હશે. મોગલોથી જિનમંદિરની રક્ષા કાજે જિનમંદિરોને મસ્જિદનો આકાર આપી દેવા જેટલી દીર્ઘદૃષ્ટિ આપણે પણ અપનાવવી પડશે. અન્ય ગચ્છની સાધ્વી-સંસ્થાની થયેલી ખરાબ હાલતમાંથી પૂ. સેનસૂરિજી મ.સા. ની અગમચેતીમાંથી ઉત્પન્ન થયેલા પટ્ટકે આપણા તપાગચ્છને આ આપત્તિમાંથી ઉગારી લીધો છે. અહીં પણ એક સુંદર વાત જણાવી દઉં કે પૂજારીઓ દ્વાર થતી ઘોર આશાતનાનું નિવારણ કરવું હોય તો જૈન સંઘોએ ફરી તે વંશપરંપરાગત પૂજારીઓનાં વર્તમાન સંતાનોને શોધી કાઢવાં જોઈએ. તેમને માટે જિનપૂજા વિધિની તાલીમ-શાળા સ્થાપવી જોઈએ અને ખૂબ સારો પુરસ્કાર માસિક રૂપે આપીને તેમની સાથે પોતાના સગા ભાઈની જેવો વ્યવહાર કરવો જોઈએ. આ માટે કદાચ એકાદ ક્રોડ રૂપિયાના ભંડોળની જરૂર પડે. પણ ધનાઢ્ય શ્રીમંતોને તેમના ધર્મગુરુઓ આ વાત સમજાવશે ક્યારે ? આનો અમલ કરાવશે ક્યારે ? ખેર, હજી પણ જાગ્યા ત્યારથી સવાર સમજીને આ કામ ત્વરિત ગતિએ તપાગચ્છના સર્વોચ્ચપદે બિરાજતા અગ્રણી આચાર્યો ઉપાડી લે તો ખૂબ સુંદર ગણાય. પણ હજીય તેવું કાંઈ જ કરવું ન હોય અને માત્ર સંઘર્ષની હવા ફેલાવતો અખબારી કે અદાલતી જંગ જીવંત રાખવો હોય તો પછી કશું કહેવાનું રહેતું નથી. સંઘર્ષના કોઈ પણ મુદ્દા સાથે રચનાત્મક સમાધાન પણ ગર્ભિતપણે જોડાયેલું છે, એ માર્ગ આવી બાબતોમાં શું ન અપનાવી શકાય ? * સંમેલનના ઠરાવનો વિરોધ કરતા મહાનુભાવો જો શાસ્ત્રાધારો આપીને અથવા અમુક સ્થળે ઠરાવોની પાછળની પૂર્વભૂમિકા અને તેના આશયોને ખ્યાલમાં લઈને જો “સંપૂર્ણ એકતા સાધવામાં સહાયક બને તો એવું સંગઠન સધાશે જેના દ્વારા જૈનશાસનનો જયજયકાર થશે. અને....જો તેથી વિપરીત પરિસ્થિતિ સંઘર્ષમયતાની ઊભી કરાશે તો જિનશાસનનું પારાવાર અહિત થશે. Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ દેવદ્રવ્ય અંગેના ઠરાવ પર ચિંતન - ગણિ શ્રી અભયશેખરવિજયજી વિક્રમ સંવત ૨૦૪૪ માં અમદાવાદમાં થયેલા મુનિસંમેલનમાં ઉપર મુજબનો ઠરાવ થયો. તથાવિધ પરિસ્થિતિમાં, સ્વપ્ન વગેરેની ઉછામણીનું દ્રવ્ય કે જે દેવદ્રવ્ય તરીકે પ્રસિદ્ધ છે તેમાંથી પણ કેસર-સુખડ વગેરે સામગ્રીનું સંપાદન કરવાની આ ઠરાવમાં છૂટ આપવામાં આવેલી છે એ સ્પષ્ટ છે. તેથી એક વર્ગને આ ઠરાવ અયોગ્ય-શાસ્ત્રવિરુદ્ધ દેવદ્રવ્યની હાનિ કરનારો લાગે છે. તેઓ મુખ્યતયા નીચેની દલીલો આપે છે. (૧) “શ્રાદ્ધવિધિ' તથા ‘દ્રવ્યસપ્તતિકા' ગ્રન્થમાં એવો પાઠ 69 } W VUdpradhan.com देवगृहे देवपूजाऽपि स्वद्रव्येणैव यथाशक्ति कार्या । અર્થ : દેવમંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી જોઈએ. આમ, આમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જિનપૂજા એ સ્વદ્રવ્યથી જ કરવાનું અનુષ્ઠાન હોવાથી, દેવદ્રવ્યથી એ કરવું એ શાસ્ત્રવિરુદ્ધ છે. (૨) શ્રાદ્ધદિનકૃત્ય અને શ્રાદ્ધવિધિમાં નીચેની મતલબનો પાઠ આવે अनुद्धिप्राप्तस्तु श्राद्ध : स्वगृहे सामायिकं कृत्वा केनापि सह ऋणविवादाद्यभावे ईर्यायामुपयुक्तः साधुवच्चैत्यं याति नैषेधिकीत्रयादि भावपूजानुयायिविधिना । . सच पुष्पादिसामग्यभावात् द्रव्यपूजायामशक्तः सामायिकं पारयित्वा कायेन यदि किञ्चित्पुष्पग्रथनादि कर्त्तव्यं स्यात् तत्करोति । અર્થ : નિધન શ્રાવક પોતાના ઘરે સામાયિક લઈને, કોઈની સાથે દેવું વગેરે સંબંધી વિવાદ વગેરે ન હોય તો સાધુની જેમ, ઈર્ષા સમિતિમાં ઉપયુક્ત બની ત્રણ નિસિહી વગેરે ભાવપૂજાનુસારી વિધિના પાલનપૂર્વક દેરાસર જાય. પુષ્પ વગેરે સામગ્રી ન હોવાના કારણે દ્રવ્યપૂજામાં અશક્ત Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધાર્મિક વહીવટ વિચાર सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-पूजा-सत्कारसंभवः । અર્થ : દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન-પૂજા-સત્કારનો સંભવ છે. (F) દ્રવ્યસપ્તતિકા - (પૃ. ૨૫). सति देवादिद्रव्ये प्रत्यहं चैत्यादिसमारचन-महापूजा-सत्कार सन्मानावष्टंभादिसम्भवात् અર્થ : દેવદ્રવ્ય વગેરે હોય તો રોજે રોજ ચૈત્યસમારચન મહાપુજા સત્કાર-સન્માનાદિને અવખંભ (=ટેકો - પુષ્ટિ) મળવા સંભવિત બને. આ ચારેય પાઠોથી એ સ્પષ્ટ જણાય છે કે દેવદ્રવ્યથી જેમ દેરાસરનું સમારકામ (જીર્ણોદ્ધાર) થઈ શકે છે એ જ રીતે ભગવાનની પૂજા વગેરે પણ થઈ શકે છે. જો દેવદ્રવ્યથી પૂજા વગેરે થઈ શકતાં ન હોય તો. દેવદ્રવ્યની વિદ્યમાનતામાં પૂજા વગેરેનો સંભવ બતાવત નહીં. જેમ કે, દેવદ્રવ્યથી ગ્રન્થપ્રકોશન વગેરે થઈ શકતાં ન હોવાથી, ‘દેવદ્રવ્ય હોય તો ગ્રન્થપ્રકાશનાદિ સંભવિત બને.' એમ કહી શકાતું નથી તેમ, દેવદ્રવ્યથી પૂજા વગેરે પણ ન થઈ શકતાં હોય તો “દેવદ્રવ્ય હોય તો પૂજા વગેરે સંભવિત બને.' એમ પણ કહી શકાત નહીં. પણ ઠેર ઠેર ગ્રન્થોમાં એ પ્રમાણે કહેવાયું છે એ જણાવે છે કે “દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થઈ શકે છે.' જેમ દેવદ્રવ્યનો દુરુપયોગ ન થાય તેમ તેનો સદુપયોગ કરવો જ જોઈએ. જે દેવકાર્ય હોય તેમાં દેવદ્રવ્ય વાપરવું તે તેનો સદુપયોગ છે. ‘દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી’ એ શાસ્ત્રવાક્યનો અર્થ એવો તો ન જ કરાય કે દેવદ્રવ્યનો સદુપયોગ પણ નહિ કરીને તેની વૃધ્ધિ કરવી. (G) દર્શનશુદ્ધિ - (પૃ. ૨૫૨) तथा तेन पूजा-महोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञान-दर्शन-चरित्र गुणाश्च दीप्यन्ते । અર્થ : તથા તેનાથી (દેવદ્રવ્યથી) શ્રાવકો પૂજા-મહોત્સવ વગેરે કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઊઠે છે. આ શાસ્ત્રવચનનો વિચાર કરતાં તો એવું સ્પષ્ટ પ્રતીત થાય છે કે સંપન્નતા ન હોવી વગેરે કારણે જ્યાં સ્વદ્રવ્યથી પૂજા-મહોત્સવાદિ ન Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૫ થતાં હોય, પણ લાખોનું દેવદ્રવ્ય વિદ્યમાન હોય, તો એ દેવદ્રવ્યથી પણ પૂજા-મહોત્સવાદિ કરવા જોઈએ. ‘દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થાય નહીં એવું માનીને એ નહીં કરનારા સ્વ-પરના જ્ઞાનાદિ ગુણોની વધુ વિશદતાથી વંચિત રહી જાય છે. અલબત્ત દેવદ્રવ્યને આમાં આડેધડ કાંઈ વાપરી નાંખવાનું નથી, પણ જે રીતે ભાવોલ્લાસવૃદ્ધિ દ્વારા જ્ઞાનાદિ ગુણોનો વધુ ને વધુ વિકાસ થાય એ રીતની યોગ્ય વ્યવસ્થા મુજબ એનો ઉપયોગ કરવો ઘટે. (H) દ્રવ્યસપ્તતિકા (પૃ. ૨૮) 'चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः, ततः तद्धेतुकप्रमोदप्रभावना प्रवचनवृद्धेरभावः ततो वर्धमानगुणशुद्धे रोधः, ततो मोक्षमार्गव्याघातः, ततो મોતીલાતઃ ' VW અર્થ : ચૈત્યાદિદ્રવ્યનો વિનાશ કરવામાં આવે તો વિવલિત (ગ્રન્થમાં પૂર્વે કહેવાયેલી) પૂજા વગેરે બંધ પડી જાય છે, તે બંધ પડવાથી તેના નિમિત્તે થનાર પ્રમોદ, (શાસન) પ્રભાવના, પ્રવચનવૃદ્ધિ વગેરે અટકી જાય છે. એ અટકવાથી એ પ્રમોદાદિથી જે ગુણોની શુદ્ધિ વધવાની હતી તે રંધાઈ જાય છે, એ રંધાવાથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થવા દ્વારા મોક્ષનો (મોક્ષપ્રાપ્તિનો) વ્યાઘાત થાય છે. જેમ, દેવદ્રવ્યનો નાશ થવામાં પાઠશાળા વગેરેનો લોપ થતો નથી, કેમ કે દેવદ્રવ્યથી પાઠશાળા ચલાવાતી નથી. એમ જો દેવદ્રવ્યથી પૂજા વગેરે પણ ન થઈ શકતાં હોય તો, દેવદ્રવ્યનો નાશ થવામાં પૂજા વગેરેનો લોપ થવાનું ગ્રન્થકાર કહેતા નહીં. પણ કહ્યું છે, માટે જણાય છે કે દેવદ્રવ્યથી પૂજા વગેરે થઈ શકે છે. વળી જેમ દેવદ્રવ્ય નષ્ટ થવાથી પૂજાદિ ન થવાના કારણે મોક્ષપ્રાપ્તિમાં અંતરાય સુધીના દોષો છે, એમ છતે દેવદ્રવ્ય પણ જો પૂજાદિ ન થતાં હોય તો પણ મોક્ષપ્રાપ્તિમાં અંતરાય સુધીના દોષો ઊભા થાય છે એ સ્પષ્ટ સમજાય છે માટે ઉપરોક્ત દર્શનશુદ્ધિના પાઠ મુજબ જ આ પાઠથી પણ, સંઘકૃત વ્યવસ્થા મુજબ દેવદ્રવ્યાદિનો પૂજા વગેરેમાં ઉપયોગ કરવો ઘટે છે. (I) વસુદેવહિંડી - (પ્રથમખંડ) जेण चेइयदव्वं विणासि तेण जिणबिम्बपूआदसणआणंदितहिययाणं Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધાર્મિક વહીવટ વિચાર भवसिद्धियाणं सम्मईसण-सुअ-ओहि-मणपज्जव-केवलनाण-निव्वाणलाभा પડરુદ્ધી | અર્થ : જે ત્યદ્રવ્યનો નાશ કરે છે તે, જિનપ્રતિમાની પૂજા જોઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્યજીવોને એ દ્વારા કે થનારી સમ્યગ્દર્શનશ્રુત-અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાન અને યાવતુ નિર્વાણ-મોક્ષની પ્રાપ્તિને રૂંધે છે. આ શાસ્ત્રપાઠ પરથી પણ સ્પષ્ટ છે કે દેવદ્રવ્યથી જિનપ્રતિમાની પૂજા-ભક્તિ વગેરે થાય છે જે જોઈને ભવ્યજીવો હર્ષ અનુભવવાથી સમ્યકત્વાદિની પ્રાપ્તિ કરે છે, તેથી દેવદ્રવ્યનો નાશક આ બધા ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. આ જ રીતે જેનાથી ભવ્યજીવોના ભાવોલ્લાસમાં અનેરી વૃદ્ધિ થાય એવી પૂજા-આંગી મહોત્સવાદિ, છતે પ્રચુર દેવદ્રવ્ય, પણ કરવામાં ન આવે તો આ બધા ગુણોની પ્રાપ્તિમાં રુકાવટ થાય છે. (i) ઉપદેશપદ (પૃ. ૨૨૮) સંકાશશ્રાવકના દૃષ્ટાન્તમાં - ततोऽस्य ग्रासाच्छादनमात्र प्रतीतरूपमेव मुक्त्वा यत्किंचित् मम व्यवहरतः सम्पत्स्यते तत्सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो यावज्जीवमभूदिति || ૪૦૮ | ૬ || અર્થ : તેથી, ‘ભોજન અને વસ્ત્રની આવશ્યકતાથી અધિક મને જે કાંઈ વ્યાપારમાં પ્રાપ્ત થાય તે બધું દેવદ્રવ્ય જાણવું.' એવો અભિગ્રહ સંકાશશ્રાવકે યાવજ્જીવ માટે કર્યો. | (k) મૂલશુદ્ધિપ્રકરણ - તો તેન માવો વેવ પાયમૂર્ત દગો अभिग्गहो जहा - गासाच्छायणमेत्तं मोत्तूण सेसं जं किंचि मज्झ वित्तं भविस्सइ तं सव्वं चेइयदव्वं, जहा तत्थोणकारइ तहा करेस्सामि, तओ अचिंतमाहप्पयाए अभिग्गहजणियकुसलकम्मस्स वित्थरिउमाढत्तो विभवेणं। पेच्छिउण य विभववित्थरं पमोयाइरेगाओ समुल्लसंत-सुभ-सुभयरपरिणामाइसयसमुब्भिज्जंतरोमंचकंचुओ करेइ जिणभवणाइसु ण्हवणडच्चणबलिविहाणाई, पयट्टावए अट्ठाहियामहिमाओ विहइ अक्खयनी(नि)-धियाओ कारवेइ जिण्णोद्धारे । અર્થ : પછી સંકાશશ્રાવકે ભગવાનની પાસે જ અભિગ્રહ લીધો Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૯૭ કે ભોજન વસ્ત્રની આવશ્યકતાથી અધિક જે કાંઈ ધન મને મળશે તે બધું દેવદ્રવ્ય થશે. જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે એ રીતે (એનો ઉપયોગ) કરીશ. આ અભિગ્રહથી થયેલા પુણ્યના અચિન્ય મહિમાથી એનો વૈભવ વધવા માંડ્યો. એ જોઈને અત્યંત પ્રમુદિત થયેલા તેનાં શુભ-શુભતર અતિશયિત પરિણામો ઊછળવા માંડ્યાં. આ ઊછળતાં પરિણામોથી રોમાંચિત થયેલો તે જિનમંદિરમાં સ્નાત્ર-પૂજા બલિવિધાન કરે છે, અઢાઈ મહોત્સવો કરાવે છે, અક્ષયનિધિઓ કરાવે છે, જીર્ણોદ્ધાર કરાવે છે. દેવદ્રવ્યના ભક્ષણથી થયેલ પાપના નાશ માટે સંકાશ શ્રાવકે ‘શેષ બધું દેવદ્રવ્ય થશે.” એવો અભિગ્રહ લીધો છે. એટલે એ બધું દેવદ્રવ્ય થઈ જ ગયું, તેમ છતાં એમાંથી પૂજા-મહોત્સવ વગેરે કરાવ્યાં છે. એ એમાં સ્પષ્ટ છે. - સામા પક્ષની આ પાઠો અંગે આવી માન્યતા છે કે... “આ પાઠો પૂજાની વિધિના નિરૂપણ માટે અપ્રસ્તુત છે. આ પાઠો તો ખરેખર દેવદ્રવ્યનો મહિમા, વિવિધ પ્રકારનાં પૂજા, મહોત્સવ, સ્નાત્ર, યાત્રાદિ નિમિત્તે અલગ અલગ મૂકેલા અને દેવભક્તિ નિમિત્તક હોવાથી દેવદ્રવ્ય તરીકે ઓળખાતા તે તે પ્રકારના દેવદ્રવ્ય દ્વારા નિષ્પન્ન થતાં પૂજા, મહોત્સવ, યાત્રાદિ કાર્યોથી થતી શાસનપ્રભાવના અને તેથી તેવા તેવા પ્રકારની દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું શ્રાવકનું કર્તવ્ય દર્શાવનાર છે.” આ માન્યતા અંગે વિચારણા....(૧) આ પ્રસ્તુત લેખમાં “પૂજાની વિધિનું નિરૂપણ થઈ રહ્યું નથી કે એમાં વિધિ તરીકે આ પાઠો મૂકવામાં આવ્યા નથી.” એ તો જે સુજ્ઞ હોય તેને સ્પષ્ટ જ છે. પૂજાની વિધિના નિરૂપણ માટે આ પાઠો મૂક્યા જ નથી પછી ‘પૂજાની વિધિના નિરૂપણ માટે અપ્રસ્તુત છે” એવું કહેવાની કોઈ જરૂર જ રહેતી નથી. આ પાઠો તો એવું જણાવવા માટે મૂક્યા છે કે “દેવદ્રવ્યથી પૂજા વગેરે ન જ થાય એવો એકાન્ત ખોટો છે, કારણ કે દેવદ્રવ્યથી પણ પૂજા વગેરે થઈ શકે છે એવું આ શાસ્ત્રપાઠો સ્પષ્ટ ફલિત કરે છે.” બાકી ‘દ્રવ્યસપ્તતિકાનો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એ પાઠ પણ વ્યાપક રીતે પૂજાની વિધિનું નિરૂપણ કરવા માટે નથી એ આ લેખમાં અન્યત્ર સ્પષ્ટ કર્યું છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધાર્મિક વહીવટ વિચાર (૨) “ આ પાઠો તો ખરેખર દેવદ્રવ્યનો મહિમા...દર્શાવનારા છે” આ માન્યતા શું સ્પષ્ટ કરે છે ? દેવદ્રવ્યથી પ્રભુપૂજા-સ્નાત્ર વગેરે દ્વારા પ્રમોદ-સમ્યક્ત્વ પ્રાપ્તિ વગેરે મહિમા રૂપ છે. એટલે દેવદ્રવ્યથી પૂજા કરવામાં દેવદ્રવ્યની હાનિ થાય એવી બૂમરાણ તો ખોટી જ ઠરી ગઈ ને ! (૩) દેવદ્રવ્ય તરીકે ઓળખાતા’ આવો જે શબ્દ પ્રયોગ કર્યો છે એના પરથી શંકા પડે છે કે ખરેખર આને દેવદ્રવ્ય માનો છો કે નહીં ?” જો દેવદ્રવ્ય માનો છો તો એમાંથી પૂજા વગેરે થઈ શકે છે એ તમારા વાક્યથી જ સ્પષ્ટ છે. જો નથી માનતા, તો શું એમાંથી સાધર્મિક ભક્તિ વગેરે અન્યકાર્યની છૂટ આપો છો ? એ તો આપવાના નથી જ, માટે “એ દેવદ્રવ્ય છે, અને એમાંથી પૂજા વગેરે થઈ શકે છે” એ સ્વીકારવું જ જોઈએ. આ પ્રશ્ન :- આ પાઠોમાં જે દ્રવ્યની વાત છે એને અમે દેવદ્રવ્ય તો માનીએ જ છીએ. પણ આ, ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્ય નથી, પણ તેનાથી ભિન્ન અર્પિત પ્રકારનું દેવદ્રવ્ય છે. એટલે ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે કરવાની છૂટ આપી શકાતી નથી... ઉત્તર : કોઈ કેવલી ભગવંત આવીને તમારા કાનમાં આવો ફોડ પાડી ગયા છે ? કારણ કે ઉપર જણાવેલ કોઈ શાસ્ત્રમાં આવું જણાવેલ નથી. વળી “આ શાસ્ત્રોમાં, આવા દેવદ્રવ્યની જ વાત છે, ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્ય (કે જેનો પ્રભુપૂજા વગેરેમાં ઉપયોગ કરી શકાતો નથી તેની) અહીં વાત નથી” આવું જો માનશો તો આ શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્યના નાશથી થનારા અનર્થો જે દર્શાવ્યા છે એ પણ તમારા કથન મુજબના દેવદ્રવ્યના નાશ અંગે જ માનવાના રહેશે અને આ સિવાય ‘ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્ય નાશથી પણ આવા અનર્થો થાય છે” એવું દર્શાવનાર અન્ય કોઈ શાસ્ત્રપાઠ તો મળતો નથી. (કારણ કે શાસ્ત્રપાઠ જે કોઈ મળે છે એમાં ઉલ્લિખિત દેવદ્રવ્યને તો તમે ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યથી ભિન્ન માનો છો.) તેથી તમારી માન્યતા મુજબ એવું ફલિત થશે કે ‘ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યનો નાશ કરવામાં આવા આવા અનર્થો થતા નથી.’ Page #206 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૯૯ શંકા - એ તો આ દેવદ્રવ્યના નાશ માટે શાસ્ત્રમાં જે વાતો કહી છે તેના ઉપલક્ષણથી જ, ઉછામણીથી પ્રાપ્ત દેવદ્રવ્ય અંગેની વાત શાસ્ત્રમાં ન કરી હોવા છતાં, એ દેવદ્રવ્યના નાશ અંગે પણ એ જાણી જ લેવી જોઈએ. સમાધાન - ઉપલક્ષણથી ઉછામણીથી પ્રાપ્ત દેવદ્રવ્યના નાશ અંગેની વાત સમાન રીતે લઈ શકાય છે તો ઉપલક્ષણથી જ, એના ઉપયોગ અંગે પણ કેમ ન લઈ શકાય ? એટલે કે ઉપલક્ષણથી નાશ અંગેની વાત લઈ શકાય અને ઉપયોગ અંગેની ન લઈ શકાય એમાં કોઈ વિનિગમક નથી. તેથી એવું માનવું યોગ્ય છે કે આ બધા શાસ્ત્રના રચયિતા શાસ્ત્રકારોએ, કોઈ પણ વિભાગની વિવેક્ષા વગર સામાન્યથી જ દેવદ્રવ્યના ઉપયોગો અને તેના નાશથી થતા અનર્થોનું નિરૂપણ કર્યું છે. અને તેથી, આ બધા શાસ્ત્રપાઠો, દેવદ્રવ્યથી જીર્ણોદ્ધાર કરવાનું જેમ વિધાન કરે છે એમ, તુલ્ય રીતે જ, દેવદ્રવ્યથી પૂજા-મહોત્સવાદિ કરવાનું વિધાન પણ કરે જ છે એ સ્પષ્ટ છે, એટલે ‘દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થઈ ન શકે એ વાત શાસ્ત્રમાન્ય નથી એ પણ સ્પષ્ટ છે. તેમ છતાં, ‘શ્રાદ્ધવિધિ’ તથા ‘દ્રવ્યસપ્તતિકા’ના ‘દેવમંદિરમાં દેવપૂજા પણ દ્રવ્યથી જ કરવી જોઈએ એવું જણાવનાર ઘરદેરાસર અંગેના વાક્યમાત્રને પકડીને, આ બધા શાસ્ત્રપાઠો તરફ આંખમીંચામણાં કરી, ‘ભગવાનની પૂજા તો સ્વદ્રવ્યથી જ થાય તો જ એ પૂજાથી લાભ થાય, દેવદ્રવ્યથી ભગવાનની પૂજા કરવામાં તો દેવદ્રવ્યના ભક્ષણનો બહુ મોટો દોષ લાગે” ઇત્યાદિ પ્રરૂપવું એ સિદ્ધાન્તની યોગ્ય પ્રરૂપણા કરી ન કહેવાય. તા. ૧૪-૧૨-૩૮ ના જૈન પ્રવચનમાં કહેવાયેલું છે કે “સિદ્ધાન્તની બે બાજુ-દરેક સિદ્ધાન્તની બે બાજુ હોય છે. સિદ્ધાન્તની એક બાજુ પકડાય નહીં.” પ્રસ્તુતમાં, ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ’ એ એક બાજુ છે, માત્ર એને પકડી ન લેવાય. એને પકડી લેવામાં એકાન્તવાદી બની જવાય છે. જે મહા-અનર્થકારી છે. તા. ૧૬-૧૨-૩૯ના જૈનપ્રવચનમાં કહેવાયું છે કે - એકાન્તવાદીઓનું કથન વાતવાતમાં વદતોવ્યાઘાતને પામે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર સ્યાદ્વાદના વિરોધીઓની સઘળી વાતો ‘માતા મે વન્ધ્યા' આદિ જેવી જ હોય છે. એવાઓ સન્માર્ગના નાશક અને ઉન્માર્ગના પ્રચારક બને એમાં કોઈ પણ સુંદરબુદ્ધિના ધરનારને તો આશંકા જ નથી હોતી..’ અને ખરેખર, ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરાય, પરદ્રવ્યથી કરવામાં પોતાને કાંઈ લાભ થાય નહીં' ઇત્યાદિ એકાંતવાદ પકડનારને આવા દોષ લાગુ પડી જ જાય છે. ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ થાય’ ઇત્યાદિ કહેનારા પાછા એમ પણ કહે છે કે “સાધુના અગ્નિસંસ્કારની ઊપજમાંથી પૂજામહોત્સવાદિ કરી શકાય.' આ શું પોતાના જ વચનને પોતાના જ અન્ય વચનથી હણવાનું નથી ? આ એકાંતવાદ પકડનાર વર્ગને માન્ય સ્વ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મહારાજે પણ જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૩ના ‘કલ્યાણ’ના અંકમાં પ્રશ્નોત્તર Tamsini/s 3gpradhan.com ૨૦૦ ‘સુખી શ્રાવકોએ અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા જિનભક્તિ નિમિત્તે જે આચરણ કરાયું હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય; જેમ અષ્ટપ્રકારી પૂજા નિમિત્તે બોલાતી ઉછામણી અથવા સ્વપ્નબોલી. આ દ્રવ્ય જિનેશ્વરદેવની ભક્તિના સર્વકાર્યમાં વપરાય.’ શું કેસર-સુખડ પૂજા વગેરે જિનેશ્વરદેવની ભક્તિનું કાર્ય નથી કે જેથી એમાં દેવદ્રવ્ય વાપરી ન શકાય ? ‘વિજયપ્રસ્થાન ’નામના પુસ્તકમાં ખુદ પૂ. આ. શ્રી. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજે પણ પોતાનો આ જ અભિપ્રાય આપ્યો છે કે, ‘દેવદ્રવ્યથી જિનભક્તિ કરવા માટે જિનભક્તિનાં ઉપકરણો માટે વાપરી શકાય છે.’ મૂળ વાત એ છે કે ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરાય' એવું ઉક્ત વચન પકડી લેવું એ શાસ્ત્રાનુસારી નથી. કિંતુ અનેક શાસ્ત્રોથી તેમજ ખુદ એ દ્રવ્યસપ્તતિકા અને શ્રાદ્ધવિધિશાસ્ત્રનાં જ અન્ય વચનોથી પણ વિરુદ્ધ છે. કારણ કે એ બે ગ્રંથમાં પણ (ડી) અને (એફ) માં દર્શાવેલા શાસ્ત્રપાઠ દ્વારા દેવદ્રવ્યમાંથી પૂજા આદિ થાય છે એ ફલિત કરેલું છે. પ્રશ્ન : પણ તો પછી ‘દેવમંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી' એવું ‘જ’કાર સહિત જણાવતો દ્રવ્યસપ્તતિકાશ્રાદ્ધવિધિમાં જે પાઠ છે એની તરફ શુ આંખમીંચામણા કરવાં ? કેમ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨o૧ પરિશિષ્ટ-૨ કે “જ'કાર દેવદ્રવ્ય વગેરે સ્વરૂપ બધા પ્રકારના પર-દ્રવ્યથી જિનપૂજાનો નિષેધ જણાવે છે. ઉત્તર : ના, એક પણ શાસ્ત્રપાઠની ઉપેક્ષા કરી ન શકાય. પણ એ શાસ્ત્ર પાઠને જો પૂરેપૂરો જોવામાં આવે તો કોઈ વિરોધ કે કોઈ પ્રશ્ન જ ઊભા રહેતા નથી. શંકા તો એ પડે છે કે ‘ભોળા લોકોને ઊંધે માર્ગે ચડાવવા માટે જ શું અધૂરો શાસ્ત્રપાઠ રજૂ કરાયો છે ?” આવી શંકા એટલા માટે પડે છે કે એ આખા પાઠને જોતાંની સાથે જ “સર્વ પ્રકારના પરદ્રવ્યનો વ્યવચ્છેદ કરવા માટે પ્રસ્તુત પાઠમાં ‘’ કાર વપરાયો છે' એવી શંકા પણ ઊભી રહી શકતી નથી. જુઓ એ પાઠ (એલ) શ્રાદ્ધવિધિ (પૃ. ૮૦). દ્રવ્યસપ્તતિકા (પૃ. ૧૪) देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रयोत्थद्रव्येण, देवसत्कपुष्यादिना वा, प्रागुक्तदोषात्। અર્થ : દેવમંદિરમાં (સંઘના મુખ્ય મંદિરમાં) દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. નહીં કે પોતાના ગૃહમંદિરમાં મૂકેલા નૈવેદ્ય વગેરેને વેચીને પ્રાપ્ત થયેલ પૈસાથી કે ભગવાનને ચઢાવેલાં ફૂલ વગેરેથી, કેમ કે એવું કરવામાં પૂર્વોક્તદોષ લાગે છે. - આ જ ગ્રંથાધિકારમાં, લોકમાં ફોગટ પોતાની પ્રશંસા વગેરે થવાથી પોતાને દોષ લાગવાનું પૂર્વે જણાવેલ છે. એટલે પૂર્વોક્તદોષ તરીકે એ દોષ વિવક્ષિત છે. એ (પોતાના ઘરદેરાસરનાં) નૈવેદ્ય વગેરે વેચીને પ્રાપ્ત થયેલ દ્રવ્ય કે જે દેવદ્રવ્ય છે, તેનાથી મોટા દેરાસરમાં ભગવાનની ભક્તિ કરે, તો, લોકોને તો એ ખબર ન હોવાથી પ્રશંસા કરે કે “આ શ્રાવક કેવા ભક્તિવાળા છે, સ્વદ્રવ્યનો કેટલો બધો વ્યય કરીને ભગવાનની સુંદર ભક્તિ કરે છે ?” ઇત્યાદિ, તો શ્રાવકને વૃથા પ્રશંસાદિથી એ દોષ લાગે તે સ્પષ્ટ છે. આ ગ્રંથાધિકાર પરથી નીચેની વાતો ફલિત થાય છે (૧) આ પાઠ સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનું જે વિધાન કરે છે તે ગૃહમંદિરવાળા શ્રાવકોને મોટા દેરાસરમાં કરવાની પૂજા અંગે છે, પણ સામાન્યથી બધા શ્રાવકો સંઘમંદિર આદિમાં જે પૂજા કરે છે એને અંગે નથી. આ સિવાય બીજો કોઈ પાઠ તો મળતો નથી. તેથી વ્યાપક રીતે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધાર્મિક વહીવટ વિચાર બધા જ શ્રાવકોને લાગુ પડે એ રીતે ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' એવું કોઈ શાસ્ત્ર જણાવતું નથી અને તેથી, અન્ય શાસ્ત્રાધિકારો જે દેવદ્રવ્યથી પણ જિનપૂજા થવાની વાતો જણાવે છે તેની સાથે કોઈ વિરોધ રહેતો નથી. (૨) ‘પ્રમુtોપસંમવા' એમ કહેવા દ્વારા, ગૃહચૈત્યવાળો શ્રાવક ઉક્ત દ્રવ્યથી મુખ્ય દેરાસરમાં પૂજા કરે તો એને વૃથા પ્રશંસાદિના કારણે દોષ થવાનો સંભવ દેખાડ્યો છે, પણ દેવદ્રવ્યભક્ષણનો દોષ દેખાડ્યો નથી. એ દ્રવ્ય ગૃહમંદિરમાં ચડાવેલું હોવાથી દેવદ્રવ્ય તો થઈ જ ગયું છે. આ દેવદ્રવ્યથી મુખ્યમંદિરમાં પૂજા કરવામાં જ દેવદ્રવ્યભક્ષણદેવદ્રવ્યનાશનો દોષ લાગતો હોત તો ગ્રંથકારે એ જ દોપ અહીં દર્શાવ્યો હોત, કેમ કે એ બહુ મોટો દોય છે. માટે જણાય છે કે દેવદ્રવ્યથી સંપાદિત કરેલ સામગ્રી દ્વારા જિનપૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણ-દેવદ્રવ્યવિનાશનો દોષ તો લાગતો જ નથી. એટલે જ ‘દ્રવ્યસપ્તતિકા'ના આ જ ગ્રંથાધિકારમાં પૂર્વે એ પણ કહી ગયા છે કે 'स्वगृहचैत्यढौकितचोक्षपूगीफलनैवेद्यादिविक्रयोत्थं पुष्प भोगादि स्वगृह-चैत्ये न व्यापार्य, नापि चैत्ये स्वयमारोप्यं, किंतु सम्यक्स्वरूपमुक्त्वाऽर्चकादेः पार्थात् तद्योगाभावे सर्वेषां स्फुटं स्वरूपमुक्त्वा स्वयमारोपयेत् । अन्यथा मुधा जनप्रशंसादिदोषः ।। અર્થ : પોતાના ગૃહમંદિરમાં ધરેલા ચોખા, સોપારી, નૈવેદ્યના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરેને પોતાના ગૃહત્યમાં ન વાપરવાં, તેમ જ બીજા (સંઘના) દેરાસરે આવીને પણ પોતાની મેળે એ ન ચડાવવાં. પણ તેની વ્યવસ્થા જણાવીને ચૈત્યના પૂજારી વગેરે પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ “આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરે છે, મારા પોતાના નવા દ્રવ્યથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ નથી’ ઇત્યાદિ સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહીં તો લોકમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાથી પોતાને દોષ લાગે.. જો દેવદ્રવ્ય બનેલ ચીજથી પૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગતો હોત તો, લોકમાં ઉક્ત રીતે જાહેરાત કરવા છતાં પણ, એ ચીજનું Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૦૩ દેવદ્રવ્યપણું દૂર થતું ન હોવાથી, દેવદ્રવ્યભક્ષણનો દોષ ઊભો જ રહેત, અને તો પછી, તેવી જાહેરાત કરીને એ ચીજ ભગવાનને ચડાવવાની શાસ્ત્રકાર અનુજ્ઞા ન આપત. (૩) સંઘમંદિરમાં જ્યાં સંઘ દ્વારા જ યોગ્ય રીતે દેવદ્રવ્યમાંથી કેસરસુખડ વગેરેની વ્યવસ્થા થઈ હોય ત્યાં કોઈ શ્રાવક એ કેસર-સુખડ વગેરેથી પ્રભુપૂજા કરે, તો, ત્યાં સંઘ જાણતો જ હોય છે કે આ કેસર-સુખડ વગેરે દેવદ્રવ્યનું છે, આ શ્રાવકનું પોતાનું નથી, તેથી એની વૃથા પ્રશંસા વગેરે વગેરે થવાના દોષની સંભાવના રહેતી નથી. તો પછી શા માટે શ્રાવક એ દ્રવ્યથી પૂજા વગેરે ન કરી શકે ? આ દોષ ન રહેતો હોય તો, ગૃહમંદિરવાળા શ્રાવકને પણ એનાથી મુખ્યમંદિરમાં પૂજા કરવાનું વિધાન છે, તો સર્વશ્રાવકો માટે પણ એ પૂજાને વિહિત માનવી જ પડે. આમ, ‘શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ એવી પોતાની માન્યતાને શાસ્ત્રાનુસારી સિદ્ધ કરવા માટે ‘દ્રવ્યસપ્તતિકા' તેમજ ‘શ્રાદ્ધવિધિ’નો જે શાસ્ત્રપાઠ આપવામાં આવે છે તે પાઠ જ તેઓની આ માન્યતાને સિદ્ધ કરી શકતો નથી એ સ્પષ્ટ થયું. તેથી દેવદ્રવ્યથી જિનપૂજા થઈ ન શકે એ વાત ઊભી રહી શકતી નથી. સામે પક્ષે, ઉપરોક્ત અનેક શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વૃદ્ધિને પ્રભુપૂજા વગેરે માટે સ્પષ્ટ રીતે જણાવે છે. એટલે જ વિ.સ.૧૯૭૬માં ખંભાતમાં પૂ.આ.શ્રી. કમલસૂરિ મ., પૂ. શ્રી દાનસૂરિ મ., પૂ. સાગરજી મ. આદિએ નીચે મુજબ ઠરાવ કરેલો | (M) ‘જિનપ્રતિમાની નિયમિત પૂજા થવા માટે, પૂજાનાં ઉપકરણો સમારવા માટે, તેમજ નવાં કરવા માટે તથા ચૈત્યો સમારવા માટે દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેનું સંરક્ષણ કરવું. દેવદ્રવ્યનું સંરક્ષણ અને તેની વૃદ્ધિ દેવાધિદેવ પરમાત્માની ભક્તિ નિમિત્તે જ કરવામાં આવે છે. આ હેરાવ પર પૂ.આ.શ્રી. રામચંદ્રસૂરિજી મહારાજે પણ સહી કરેલી છે એ ખ્યાલમાં રાખવા જેવું છે. બાકી ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એવો એકાંત શાસ્ત્રકારોને સર્વથા અમાન્ય છે. સેનપ્રશ્નમાં (પૃ.૨૮) કહ્યું છે કે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધાર્મિક વહીવટ વિચાર (N) ज्ञानद्रव्यं देवकार्ये उपयोगी स्यान्नावा? यदि स्यात्तदा देवपूजायां प्रासादादौ वा इति प्रश्नः उत्तर:-.....एतदनुसारेण ज्ञानद्रव्यं देवपूजायां प्रासादादौ चोपयोगी भवतीति । અર્થ : પ્રશ્ન - જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી થાય કે નહીં? જો થાય તો દેવપૂજામાં કે જિનમંદિરાદિમાં ? ઉત્તર : આ અનુસારે જ્ઞાનદ્રવ્ય દેવપૂજા અને જિનમંદિરાદિ કાર્યોમાં ઉપયોગી થાય છે. જ્ઞાનદ્રવ્ય એ સ્વદ્રવ્ય ન હોવા છતાં એનો જિનપૂજામાં ઉપયોગ કહ્યો છે. વળી જેઓ ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' એવો આગ્રહ રાખે છે તેઓની જ નિશ્રામાં અનેક સંઘોમાં કેસર-સુખડ વગેરેના વાર્ષિક ચઢાવા કે સાધારણના ચઢાવા કરી એમાંથી કેસર-સુખડ વગેરે સામગ્રી લાવવામાં આવે છે જેનાથી અનેક શ્રાવકો પૂજા વગેરે કરે છે. . વળી દેવદ્રવ્યની વ્યાખ્યાનો સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો આ કેસર-સુખડ વગેરેના ચઢાવાથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય પણ દેવદ્રવ્ય બની ગયું હોવાથી “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” એવા વિધાનનો અર્થ ‘દેવદ્રવ્યભિન્ન દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ, પણ દેવદ્રવ્યથી નહીં’ એવો કરવાથી પણ કોઈ બચાવ મળી શકતો નથી. જુઓ ‘દ્રવ્યસપ્તતિકા'માં દેવદ્રવ્યની આપેલી વ્યાખ્યા (O) બોદારવુદ્ધિા તેવામાં પfપબ 1 ગયા | जं धणधन्नप्पमुहं तं तद्व्वं इहं णेयं ॥ २ ॥ અર્થ : નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલાં હોય તે દેવાદિદ્રવ્ય જાણવું. વૃત્તિ : દત્તા વધારવુદ્ધયા વિશિષ્ટનિયમબુદ્ધના देवादिभ्यो यद्धनधान्यादिकंवस्तु यदा यत्कालावच्छेदेन प्रकल्पितं उचितत्वेन देवाद्यर्थं एवेदं अर्हदादिपरसाक्षिकं व्यापार्यं न तु मदाद्यर्थे इति प्रकृष्टधीविषयीकृतं निष्ठाकृतमिति यावत् तदा तदिह अत्र प्रकरणे तद्रव्यं तेषां देवानां द्रव्यं देवादिद्रव्यं ज्ञेयं बुधैरिति शेषः । અર્થ : ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે ‘યોગ્યપણે, શ્રી અરિહંત આદિ પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યના Page #212 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ માટે નહીં' આવી પ્રકૃષ્ટ બુદ્ધિના, ભક્તિ વગેરેથી વિશિષ્ટ નિશ્ચય દ્વારા વિષયરૂપ બનાવવામાં આવી હોય તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાદિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ. ૨૦૫ કેસર-સુખડ વગેરે સામગ્રીના ચઢાવાથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય પણ નિયમથી પ્રભુજીની ભક્તિમાં જ વા૫૨વાનો નિર્ણય હોય છે, એટલે ચઢાવા કરતી વખતે જેટલું દ્રવ્ય નિશ્ચિત થયું એ, એ જ કાળથી દેવદ્રવ્ય બની જ ચૂક્યું. જો દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકતી ન હોય તો આ દ્રવ્યથી શી રીતે થઈ શકે ? વળી ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ, દેવદ્રવ્યથી નહીં,’ આવો આગ્રહ ‘શ્રાદ્ધવિધિ’ગ્રંથના એક અધૂરા વાક્ય પરથી પકડતાં પહેલાં એ જ ગ્રંથમાં અન્યત્ર જે કહ્યું છે કે (પૃ. ૫૩) યંત્ર ૪ પ્રામા आदानादिद्रव्यागमोपायो नास्ति तत्राक्षतबल्यादिद्रव्येणैव प्रतिमाः पूज्यमाना: નિ । અર્થ કે જે ગામ વગેરેમાં આદાનાદિ દ્રવ્ય પ્રાપ્તિનાં સાધનો નથી ત્યાં અક્ષત-બલિ વગેરેના (વેચાણથી પ્રાપ્ત થયેલ) દ્રવ્યથી પ્રતિમાઓ પૂજાઈ રહી છે એનો પણ વિરોધ ન થાય એ રીતે અર્થઘટન કરવું શાસ્ત્રાનુસારી કહેવાય. શ્રાદ્ધવિધિના આ પાઠમાં, યત્ર ૬ પ્રામારી સ્વદ્રવ્યસંમવો નાસ્તિ તત્રાક્ષત...' (જે ગામ વગેરેમાં સ્વદ્રવ્યનો સંભવ નથી ત્યાં અક્ષત...) વગેરે નથી કહ્યું પણ યત્ર = પ્રામાી આવાનાવિદ્રવ્યામોપાયો નાસ્તિ.. (જે ગામ વગેરેમાં આદાનાદિ દ્રવ્યપ્રાપ્તિનો સંભવ ન હોય ત્યાં.) ઇત્યાદિ કહ્યું છે. આનાથી જણાય છે કે જ્યાં આદાનાદિ દ્રવ્યપ્રાપ્તિ સંભવિત હોય ત્યાં એ દ્રવ્યથી પૂજા કરવામાં કોઈ દોષ નથી. જ્યાં એનો સંભવ ન હોય ત્યાં નિર્માલ્ય દ્રવ્યના વેચાણથી પ્રાપ્ત થયેલ દ્રવ્યથી પૂજા થઈ શકે છે. વળી શ્રાદ્ધવિધિના આ પાઠમાં ‘આદાનાદિ’ શબ્દથી પૂજા દ્રવ્ય જણાવ્યું છે. એના અભાવમાં નિર્માલ્યદ્રવ્યથી પણ પૂજા કરવાનું જણાવ્યું છે. વળી, કલ્પિત દ્રવ્ય તો દેવસંબંધી સર્વકાર્યોમાં (એટલે કે પૂજા વગેરેમાં પણ) વાપરી શકાય છે. એમાં તો કોઈને શંકા જ નથી. ‘આમ દેવદ્રવ્યના જે ત્રણ પ્રકાર કહેવાય છે એમાંનું કોઈ દેવદ્રવ્ય એવું રહેતું નથી કે જેમાંથી જિનપૂજા વગેરે ન જ થઈ શકે. એટલે જ ઉપરોક્ત અનેક Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધાર્મિક વહીવટ વિચાર ગ્રંથોના ગ્રંથકારોએ સામાન્યથી જ દેવદ્રવ્યમાંથી જિનપૂજા, જીર્ણોદ્ધાર વગેરે કાર્યો કરવાનું એકમતે વિધાન કર્યું છે. વળી આમાંના કોઈ પણ શાસ્ત્રમાં દેવદ્રવ્યનો જિનપૂજામાં ઉપયોગ કરવાનું જે જણાવ્યું છે તે અપવાદિકપદે કારણિક રીતે જણાવ્યું નથી. પણ જીર્ણોદ્ધારની સાથે સાથે જ મુખ્યપદે જ (ઉત્સર્ગપદે જ) એનાથી જિનપૂજા કરવાનું વિધાન કર્યું છે એ પણ નોંધનીય છે. અલબત્ત, આનો અર્થ કાંઈ એવો કરવાનો નથી કે ‘જિનપૂજા દેવદ્રવ્યથી જ કરવાની હોય છે, કારણ કે શ્રાવક સ્વદ્રવ્યથી જિનપૂજા કરે તો એમાં એને વધારે લાભ થઈ શકે છે. પોતાનાં મન-વચન અને કાયાને પ્રભુભક્તિમાં જોડવાથી જે લાભ મળે એના કરતાં એ ત્રણની સાથે પોતાના ધનને પણ પ્રભુભક્તિમાં જોડે એનાથી ઘણો જ વધુ લાભ મળે એ સ્પષ્ટ જ છે. એટલે શ્રાવકોએ તો યથાશક્તિ સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાની છે જ, પણ દેવદ્રવ્ય જો ઉપલબ્ધ હોય તો, યોગ્ય રીતે, તેમાંથી પણ, એ સ્વદ્રવ્યકૃત પ્રભુભક્તિની ઉપરાંત પણ પ્રભુજીની વધુ વિશિષ્ટ ભક્તિ કરવી જ જોઈએ, અને સ્વદ્રવ્યકત તે શક્ય ન હોય તો દેવદ્રવ્યમાંથી પણ તે કરવી જ જોઈએ, કેમ કે પ્રભુભક્તિ વધુ ને વધુ થાય એ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે છે, એવો ઉપરોક્ત શાસ્ત્રપાઠોનો અભિપ્રાય છે. તેથી, દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવી એ શાસ્ત્રવિરુદ્ધ નથી એ સિદ્ધ થાય છે. (૨) જ્યારે આટલા બધા શાસ્ત્રપાઠો એકી અવાજે દેવદ્રવ્યમાંથી પણ જિનપૂજા કરવાનું સ્પષ્ટ જણાવે છે ત્યારે શ્રાદ્ધદિનકૃત્ય અને શ્રાદ્ધવિધિના નિર્ધન શ્રાવક અંગેના પાઠ પરથી ‘શક્તિ ન હોય તો શરીરથી થાય એવું અન્ય દેરાસર સંબંધી કાર્ય કરવું પણ પર-દ્રવ્યથી (કે દેવદ્રવ્યથી) જિનપૂજા ન કરવી” આવો ઉપલકિયો અર્થ કરી લેવો એ આત્મઘાતક નીવડનારો શું નહીં બને ? ખરેખર તો, એ પાઠમાં પુષ્માદિ સામગ્રીનો અભાવ હોવાથી અન્યકાર્ય કરવાનું કહ્યું છે. સ્વદ્રવ્યનો અભાવ હોવા માત્રથી અન્ય કાર્ય કરવાનું નથી કહ્યું. એટલે કે સ્વદ્રવ્યથી પુષ્માદિ લાવવાની શક્યતા નથી, સંઘ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પણ પુષ્યાદિની વ્યવસ્થા છે નહીં, જેનાથી Page #214 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૦૭ એ સ્વયં પૂજા કરી શકે. ‘પોતે લાવેલાં પુષ્પોનો હાર બનાવી પોતે જ એ પ્રભુને ચડાવવો’ એવા ભાવોલ્લાસવાળો અન્ય શ્રાવક ફૂલો લઈને આવેલો છે. એટલે, નિર્ધન શ્રાવક પોતે પણ ચડાવી શકે એ માટે પુષ્પાદિ સામગ્રી ઉપલબ્ધ નથી. તેમ છતાં એને પણ કંઈક લાભ મળી જાય એ માટે પુખ ગૂંથવાં વગેરેનું વિધાન એ અધિકારમાં કર્યું છે. વળી આ વિધાન, શ્રાવકના કાયયોગને પ્રભુભક્તિનું કાર્ય કરવા દ્વારા સફળ કરવા માટે કર્યું છે. ભલે ધનથી એ શ્રાવક લાભ નથી લઈ શકતો, તનથી તો લે....એ ગણતરીથી. આ પુષ્પ ગૂંથવાં વગેરેમાં એને જેમ પ્રભુભક્તિનો દ્રવ્યસ્તવ(પ્રભુપૂજા)નો લાભ મળે છે, એમ કોઈ શ્રાવક આ નિર્ધન શ્રાવકને બે ચાર ફૂલો આપીને કહે છે “લ્યો આ ફૂલો ચડાવો’ તો શું એ ચડાવવામાં એનો કાયયોગ સફળ ન થાય ? કોઈનાં ફૂલ ગૂંથવામાં પ્રભુભક્તિના ભાવો અનુભવાય અને કોઈનાં ફૂલ પ્રભુજીને ચડાવવામાં ભક્તિના ભાવો ન અનુભવાય એવું માનવામાં કોઈ જ પ્રમાણ નથી. ઉપરથી એ રીતે પોતાને ફૂલ ચડાવવા મળે” વગેરેમાં શ્રાવકને વધુ ભાવોલ્લાસ પ્રગટે છે એવું જ લગભગ જોવા મળે છે. તેથી આ શાસ્ત્રપાઠ, પોતાની શક્તિ ન હોય તો બીજાનાં ફૂલો ગૂંથી આપવાં પણ પોતે પ્રભુજીને ચડાવી પ્રભુપૂજા ન કરવી” એવું જણાવનારો નથી, કિન્તુ ‘જ્યારે પ્રભુજીને ચડાવવા માટે પોતાને પુષ્પ વગેરે મળી શકે એમ ન હોય ત્યારે પણ અન્યનાં પુષ્પો ગુંથી આપવાં વગેરે દ્વારા શારીરિક પ્રવૃત્તિથી તો પ્રભુભક્તિનો લાભ લેવો જ” એવું જણાવનારો છે એમ માનવું એ પૂર્વાપર અવિરુદ્ધ, શાસ્ત્રાનુસારી યોગ્ય અર્થઘટન છે. એટલે જ અત્યંકર શ્રેષ્ઠીના નોકરના દૃષ્ટાન્ત પરથી “સ્વદ્રવ્યથી જિનપૂજા કરવામાં જ લાભ થાય.' એવો નિયમ બાંધવાની ઉતાવળ ને કરવી જોઈએ. ભગવાનના સર્વજનહિતકર શાસનમાં અનેક પ્રકારનાં અનેકવિધ અનુષ્ઠાનો બતાવ્યાં છે. કો'કને અમુકે પ્રકારના અનુષ્ઠાનથી ભાવોલ્લાસ પ્રગટવા દ્વારા લાભ થાય તો કો'કને બીજા પ્રકારના અનુષ્ઠાનથી થાય, એટલે એકને થઈ ગયેલ લાભથી બધાએ એ જ પ્રકારનું અનુષ્ઠાન કરવું જોઈએ એવો નિયમ ન બાંધી દેવાય. અન્યથા, પરદ્રવ્યથી સુકૃત કરવામાં કંઈ લાભ જ ન થાય એવું માનવું પડવાથી અન્ય શાસ્ત્રપ્રસિદ્ધ દૃષ્ટાંત અસંગત થઈ જવાનો મોટો દોષ ઊભો થાય. મૂલશુદ્ધિ પ્રકરણમાં ધા.વ.૧૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધાર્મિક વહીવટ વિચાર પૃ. ૨૦૩ થી ૨૦૯માં જે દ્રોણકાખ્યાન આપેલું છે એમાં આવે છે કે ‘જ્યારે ચાર મિત્રો પોતાના ભોજનદ્રવ્ય વડે પોતાના નોકર દ્રોણકને સાધુઓને ભિક્ષાદાન આપવા જણાવે છે ત્યારે દ્રોણક અત્યંત ભક્તિ-શ્રદ્ધા ભરપૂર દિલે રોમાંચિત થઈને વહોરાવે છે. આ દાનના પ્રભાવે એ કરદેશમાં રાજપુરનગરમાં કુરુચંદ્ર નામે રાજપુત્ર બને છે, અને ભવિષ્યમાં રાજા થાય છે. જ્યારે સ્વદ્રવ્યનું દાન કરાવવાના પ્રભાવે એ ચાર મિત્રોમાંથી બે શ્રેષ્ઠીપુત્ર થાય છે અને બે શ્રેષ્ઠી પુત્રીઓ થાય છે. પર્યન્ત રાજા અને એ ચારેય દીક્ષા લઈ સગતિમાં જાય છે અને ક્રમશઃ મોક્ષે જશે એમ એ દૃષ્ટાંતમાં આવે છે. પરદ્રવ્યથી કરેલા સુકૃતનો લાભ ન મળતો હોત તો દ્રોણકને એ દાનથી રાજ્ય, સદ્ગતિ અને પરંપરાએ મોક્ષ ન મળત. મુખ્ય વાત એ છે કે, પ્રભુભક્તિ વગેરે કરવાની બુદ્ધિ, ભક્તિસભરદિલ વગેરે મહત્ત્વનાં છે. આ દેવ-ગુરુ વગેરેની ભક્તિનાં અનુષ્ઠાનો પરદ્રવ્યથી કરવા માટે પણ એ માટેની શુભ લાગણીઓ જોઈએ છે. એ જેમ-જેમ વધુ પ્રગટતી જાય છે એમ વધુ ને વધુ લાભ થતો જાય છે. છેવટે તો, દ્રવ્ય કરતાં પણ ભાવ જ વધુ મહત્ત્વના છે. ‘દ્રવ્ય વિના ભાવ પ્રગટી જ ન શકે એ માન્યતા શ્વેતાંબરોની નથી. દિગંબરોની છે એ ખ્યાલમાં રાખવું જોઈએ. અન્યના દ્રવ્યથી સદ્અનુષ્ઠાન કરનારને જો કાંઈ લાભ જ થતો ન હોય તો, તેઓના ભાવને અનુસરીને પણ લાભમાં તરતમતાનો કોઈ ફેર પડવો ન જોઈએ, કેમ કે લાભ જ થતો નથી. શ્રાવકોના કેટલાક નોકરો સાધુઓને પોતાના દિલના ખૂબ ભક્તિભાવથી વહોરાવતા હોય છે જ્યારે કેટલાક નોકરો પોતાની નોકરી છે એમ સમજીને સામાન્ય રીતે વહોરાવે છે, બંને વહોરાવે તો શેઠનું જ દ્રવ્ય છે, શું તેઓને લાભમાં ફેર નહીં પડવાનો ? પરદ્રવ્યથી થયેલ ક્રિયાથી કોઈ જ લાભ ન થતો હોય તો કપિલદાસી બીજી દાસીઓ કરતાં દાન દેવાની બાબતમાં જુદી ન પડત, અને તો પછી વિશેષ પ્રકારે એનો જ જે ઉલ્લેખ થયો છે તે ન થાત.' જે પોતાના ખર્ચે તીર્થયાત્રા કરી શકે એમ નથી એવા શ્રાવકને અન્ય કોઈ સંપન્ન શ્રાવક યાત્રા કરાવે તો નિર્ધન શ્રાવક ખૂબ જ હર્ષથી તીર્થયાત્રા કરે છે, એમ કોઈ સંપન્ન શ્રાવક પાલીતાણા શ્રી આદીશ્વર Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૦૯ દાદાના દરબારમાં પ્રથમ પૂજાનું ઘી બોલી કોઈ નિર્ધન સાધર્મિકને પ્રથમ પૂજા કરવાનો લાભ આપે ત્યારે એના આનંદ-ઉલ્લાસનો પાર નથી રહેતો. આવું બધું શું અનુભવસિદ્ધ નથી ? અન્યના પૈસે થતી તીર્થયાત્રામાં જો લાભ મળતો ન હોત તો સંઘ કાઢવાનું અનુષ્ઠાન જ વિહિત ન હોત. “સંઘયાત્રામાં તો એ યાત્રાળુ શ્રાવકો એટલા દિવસો માટે વ્યાપાર, અબ્રહ્મ વગેરે પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે, માટે તેઓને લાભ થાય છે? એવી દલીલ જો કરવાની હોય તો “અન્યના દ્રવ્યથી પ્રભુપૂજા કરવામાં પણ નિર્ધન શ્રાવક એટલો કાળ સંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરે જ છે, તો એને લાભ શા માટે નહીં ?” એવી દલીલ થઈ શકે છે. વળી સંઘયાત્રા અંગેની ઉક્ત દલીલથી તો એમ સિદ્ધ થાય છે કે એને સાંસારિક પ્રવૃત્તિના ત્યાગનો લાભ મળ્યો, પણ પ્રભુભક્તિનો કોઈ લાભ ન મળ્યો જે યોગ્ય નથી. માટે અન્યના પૈસે થતી તીર્થયાત્રા કે પ્રભુપૂજામાં પ્રભુભક્તિનો લાભ સ્વભાવોલ્લસ અનુસાર થાય જ છે એમ માનવું જ યોગ્ય છે. (૩) ઉપરોક્ત અનેક શાસ્ત્ર પાઠો વગેરેની વિચારણા પરથી ‘પદ્રવ્યથી પૂજા કરવામાં પણ લાભ થાય છે જ’ એ જ્યારે શાસ્ત્રમાન્ય તરીકે સિદ્ધ થાય છે ત્યારે ‘ન્યાયદ્રવ્યવિધિશુદ્ધતા..' વગેરે પરથી ‘પદ્રવ્યથી જિનપૂજા કરવામાં લાભ નહીં થાય.' એવું માની શકાય નહીં. ન્યાયોપાર્જિત દ્રવ્ય હોય તો ઉત્કૃષ્ટ લાભ થાય “અન્યાયથી મેળવેલું હોય તો એ શુદ્ધિની જાળવણી ન થવાથી એટલો લાભ ન થાય.” એટલો એનો અર્થ કરી શકાય. સંઘે કે કોઈ શ્રાવકે જે રીતે વ્યવસ્થા કરી હોય એ રીતે એ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે તો એટલા માત્રથી કંઈ એ દ્રવ્ય અન્યાયોપાર્જિત પણ થઈ જતું નથી. હા, “બધાએ બળે ફૂલ ચડાવવાં” એવી વ્યવસ્થા હોય અને કોઈ એક વધુ ફૂલની તફડંચી કરી ત્રણ ફૂલ ચડાવે તો એ જરૂર અન્યાયપ્રાપ્ત કહેવાય. સ્વદ્રવ્ય નથી એટલા માત્રથી જો અન્યાયપાર્જિત થઈ જતું હોય તો જંગલમાંથી ફૂલ ચૂંટીને કે નદીમાંથી નિર્મળ જળ ભરીને પ્રભુભક્તિ કરનારને સુંદર લાભ થઈ ગયાનાં અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં જે મોજૂદ છે તે ન હોત. ‘પાંચ કોડિના...” તો વ્યક્તિવિશેષને આ રીતે ખૂબ જ જોરદાર લાભ થઈ ગયો એ જણાવનાર છે, બધાને ઉદ્દેશીને થયેલ કોઈ સામાન્ય વિધાન નથી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધાર્મિક વહીવટ વિચાર (૪) “ભગવાનની પૂજા એ શ્રાવકનું કર્તવ્ય છે, ભગવાનને કાંઈ પોતાની પૂજાની જરૂર નથી’ એ વાતમાં કોઈ બે મત ન હોઈ શકે, કેમ કે ભગવાન વીતરાગ છે. પણ એટલા માત્રથી ‘ભગવાનની પૂજા એ ભગવાનનું કાર્ય (દેવકાર્ય) નથી’ એમ કહી શકાતું નથી, કારણ કે પૂર્વાચાર્યોએ એને સ્વશાસ્ત્રોમાં દેવકાર્ય તરીકે જણાવ્યું છે. જુઓ ધર્મસંગ્રહ (પૃષ્ઠ - ૧૬૮). (P) વિતાનિ વૈત્યસન્ધિયોયffણ પતનૈત્યપ્રવેશમાર્નનचैत्यभूमिप्रमार्जन-पूजोपकरणसमारचन-प्रतिमापरिकरादिनैर्मल्यापादनविशिष्टपूजा-प्रदीपादिशोभाविर्भावन..प्रभुतीनि । અર્થ : ચૈત્યના પ્રદેશને સાફ રાખવો, મંદિરની ભૂમિ વાળવી, પૂજાનાં ઉપકરણો સમારવાં, પ્રતિમા-પરિકર વગેરેને નિર્મળ રાખવાં, વિશિષ્ટ પૂજા કરવી, દીપક વગેરેની રોશનીથી શોભા કરવી વગેરે વગેરે ચૈત્યસંબંધી (ચૈત્યના) ઉચિત કાર્યો છે. શાળવી .00 (N)માં સેનપ્રશ્નનો જે અધિકાર આપ્યો છે એમાં પણ દેવકાર્ય તરીકે દેવની પૂજા અને મંદિર એ બંનેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. વળી ઉપર્યુક્ત અનેક શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્યવૃદ્ધિના પ્રયોજન તરીકે જિનમંદિરના જીર્ણોદ્ધારની સાથે સાથે જ જિનપૂજા વગેરે જણાવેલ છે એ પણ પૂજાને દેવકાર્ય તરીકે સ્પષ્ટ કરે છે. વળી, જિનપૂજાની જેમ જિનમંદિર પણ શ્રાવકનું જ કર્તવ્ય છે, ભગવાનને જેમ પોતાની પૂજા નથી જોઈતી એમ કાંઈ પોતાનું મંદિરએ મંદિરની શોભા-ભવ્યતા પણ કાંઈ જોઈતાં નથી. તેમ છતાં, એ જો દેવકાર્ય છે તો પૂજા શા માટે નહીં ? નૂતન જિનાલય નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે એવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ જોવા મળ્યો નથી, તેમ છતાં અનેક સ્થળોએ દેવદ્રવ્યમાંથી એ થાય છે અને બધા પૂજનીય આચાર્ય ભગવંતો એને માન્ય રાખે છે, જ્યારે દેવદ્રવ્યમાંથી જિનપૂજા થઈ શકવાનું તો ઠેર ઠેર શાસ્ત્રોમાં જણાવ્યું છે, એનો જ વિરોધ શા માટે ? દેવદ્રવ્યના લાખો રૂપિયામાંથી ભવ્ય જિનમંદિર તૈયાર થાય એમાં કાર્યકર્તાઓએ પણ ભગવદ્ભક્તિ કરી કહેવાય અને પ્રશંસાપાત્ર બને Page #218 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૧૧ તો દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરનારે પ્રભુ ભક્તિ કરી કેમ ન કહેવાય ? દેવદ્રવ્યમાંથી બનાવેલ મુગટ વગેરે આભૂષણો પ્રભુજીને ચડાવવામાં ભક્તિ થાય અને ફૂલો ચડાવવામાં ન થાય આવો અદ્ધજરતીય ન્યાય શા માટે ? દેવદ્રવ્યમાંથી દેરાસરની સુંદર કોતરણી વગેરે દ્વારા શોભા વગેરે કરી શકાય અને પ્રતિમાજીની ફૂલો વગેરે દ્વારા શોભા વગેરે ન કરી શકાય ? ભગવાનના માલથી (દેવદ્રવ્યથી) ભગવાનની ભક્તિ કરવામાં શ્રાવકને લાભ પણ શું થાય ? એવો પ્રશ્ન પણ યોગ્ય નથી. કારણ કે લાભ થવા ન થવામાં મુખ્યતયા ભાવોલ્લાસ ભાગ ભજવે છે. દેવદ્રવ્યથી પૂજા કરનારને ભાવોલ્લાસ ન જ પ્રગટે એવું માનવાને કોઈ કારણ નથી. દેવદ્રવ્યથી નિર્માણ થયેલા ભવ્ય મંદિરના દર્શનથી પણ ભાવોલ્લાસ જો અનુભવાય છે, તો દેવદ્રવ્યથી પૂજા થવામાં શા માટે ન અનુભવાય ? દ્રવ્યસપ્તતિકામાં દેવદ્રવ્યનો નાશ કરવાથી પૂજા વગેરેનો લોપ થવાના કારણે એ પૂજાથી થનાર પ્રમોદનો અભાવ બતાવ્યો છે. (જુઓ પાઠ H) આનાથી સ્પષ્ટ જણાય છે કે દેવદ્રવ્ય હોય તો એનાથી પૂજા કરી શકાય અને એ પૂજા કરવાથી શ્રાવકને હર્ષ-ભાવોલ્લાસ અનુભવાય છે. વસુદેવહિંદીમાં જણાવ્યું છે કે જે સૈયદ્રવ્યનો વિનાશ કરે છે તે જિનબિંબની પૂજાને જોઈને આનંદિત થનારા ભવ્યજીવોને સમ્યકત્વાદિની પ્રાપ્તિમાં અંતરાય ઊભો કરે છે. (જુઓ પાઠ I). આના પરથી પણ સ્પષ્ટ જણાય છે કે દેવદ્રવ્ય હોય તો એનાથી જિનપૂજા થાય જે જોઈને ભવ્યજીવોને આનંદ અનુભવાય છે. દેવદ્રવ્યથી થતી જિનપૂજાના દર્શનથી પણ જો આનંદોલ્લાસ અનુભવાતો હોય તો દેવદ્રવ્યથી જિનપૂજા કરવામાં તે ન અનુભવાય એવું શી રીતે કહેવાય ? અને દેવદ્રવ્યથી પૂજા કરવામાં મન પ્રસન્નતાનો જો અનુભવ કરે છે તો ભગવાનની ભક્તિ નથી કરી એમ કેમ કહેવાય ? કેસર-સુખડ વગેરેની જેમ જિનમંદિર અને જિનપ્રતિમા પણ પ્રભુભક્તિની કારણ સામગ્રીમાં સમાવિષ્ટ છે, કેમ કે એ ન હોય તો પણ દ્રવ્યપૂજા દ્વારા થનાર પ્રભુભક્તિ થઈ શકતી નથી. પ્રભુભક્તિની સામગ્રી સ્વરૂપ જિનમંદિર અને જિનપ્રતિમા સ્વદ્રવ્યના ન હોય (દેવદ્રવ્યના Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધાર્ષિક વહીવટ વિચાર પણ હોય) તો પણ ભક્તિ કરી કહેવાય છે. તો પ્રભુભક્તિની સામગ્રી સ્વરૂપ પુષ્યાદિ સ્વદ્રવ્યના ન હોય એટલા માત્રથી જ ‘એમાં ભગવાનની ભક્તિ શું કરી ?” એવો પ્રશ્ન શી રીતે ઉઠાવી શકાય ? ઇન્દ્ર મંગાવેલ ક્ષીરસમુદ્રનું પાણી વગેરે સામગ્રીથી બધા દેવો વગેરે પ્રભુજીનો અભિષેક કરે છે. આ સામગ્રી તે તે દેવાદિને સ્વદ્રવ્યરૂપ નથી, શું એટલા માત્રથી તેઓને માટે એમ કહી શકાય કે ‘પદ્રવ્યથી અભિષેક કર્યો એમાં ભક્તિ શું કરી ?’ તેઓના ભક્તિભાવની પ્રશંસા કરતાં તો શાસ્ત્રકારોએ કહ્યું છે કે - येषामभिषेककर्म कृत्वा मत्ता हर्षभरात्सुखं सुरेन्द्राः तृणमपि गणयन्ति नैव नाकं प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥ અર્થ : જે જિનેશ્વરદેવોના જન્માભિષેકની ક્રિયા કરીને હર્ષઘેલા બનેલા દેવેન્દ્રો આ જન્માભિષેક કરવામાં અનુભવેલા આનંદ આગળ સ્વર્ગસુખને તણખલા જેવું પણ ગણતા નથી તે શ્રી જિનેન્દ્રો પ્રાતઃકાળે કલ્યાણને માટે થાઓ. (૫) “આ રીતે દેવદ્રવ્યમાંથી જો જિનપૂજા થવા માંડશે તો પછી શ્રાવકો સ્વદ્રવ્યથી પૂજા કરવાનું જ ધીમે ધીમે છોડી દેશે” આ વાત તો માત્ર એક કાલ્પનિક ભય દેખાડવા સિવાય બીજું કાંઈ નથી એવું લાગે છે. આજે અનેક સ્થળોએ દેવદ્રવ્યના લાખો રૂપિયા લગાવીને જિનમંદિરો ઊભાં થાય છે તો'ય ૨૫-૫૦ લાખ રૂપિયા સ્વદ્રવ્ય લગાવીને પણ જિનમંદિર બાંધનારા પુણ્યશાળી શ્રાવકો આજે પણ જૈનસંઘમાં વિદ્યમાન છે. પોતાના સંઘમાં જિનાલય નિર્માણ માટે ચારે બાજુથી લાખોનું દેવદ્રવ્ય પ્રાપ્ત થઈ શકે એમ હોવા છતાં પોતાના સંઘમાંથી જ ટીપ વગેરે કરીને જિનમંદિર ઊભું કરવાની ભક્તિ-તમન્નાવાળા અનેક સંઘો આજે પણ વિદ્યમાન છે. દેવદ્રવ્યથી જિનમંદિર ઊભું થતું હોવા છતાં લાખો રૂપિયાથી થનારા જિનમંદિર નિર્માણ જેવાં કાર્યો સ્વદ્રવ્યથી થતાં જો અટકી ગયાં નથી તો કેસર સુખડ-પુષ્પાદિ સામગ્રી સ્વદ્રવ્યથી આવતી અટકી જશે એવી કલ્પના શી રીતે કરી શકાય ? આ જ રીતે આંગી-મુગટ-આભૂષણ વગેરે પણ અનેક સ્થળે Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૧૩ દેવદ્રવ્યમાંથી બનાવાતાં હોવા છતાં હજારો-લાખો સ્વદ્રવ્યના ખર્ચીને હીરાસોના-ચાંદીના દાગીના બનાવરાવી શ્રાવકો પ્રભુજીને અર્પણ કરે છે. જ્ઞાનદ્રવ્યમાંથી અનેક ગ્રન્થો છપાતા હોવા છતાં એના પ્રકાશનનો હજારો રૂપિયાના સ્વદ્રવ્યથી લાભ શ્રાવકો આજે પણ લે છે. લગભગ દરેક દેરાસરોમાં સંઘ તરફથી કેસર-સુખડ વગેરેની વ્યવસ્થા હોય છે. તેમ છતાં સ્વદ્રવ્યથી પૂજા કરનારા હજારો શ્રાવકો છે અને પૂજા કરતાં કરતાં ભક્તિભાવ વગેરેમાં વૃદ્ધિ થવાથી તેમ જ મહાત્માઓના ઉપદેશ વગેરેથી સ્વદ્રવ્યથી પૂજા કરનારાઓની ટકાવારીમાં વધારો પણ થતો જાય છે. સાધારણખાતામાંથી કેસર વગેરેની વ્યવસ્થા અંગે “સ્વદ્રવ્યથી પૂજા કરનારા ઘટી જશે' વગેરે ભય દેખાડવો નહીં અને જ્યાં એ પણ શક્યતા ન હોય તેવા કો'ક સ્થળે દેવદ્રવ્યમાંથી એ વ્યવસ્થા કરવામાં આવે તો આ ભય દેખાડવો એ કેટલું વ્યાજબી છે ? બાકી તો આજે વિષમકાળમાં પણ, જે શ્રાવકસંઘ, પ્રતિવર્ષ પ્રભુ પ્રત્યેની ઊછળતી ભક્તિથી ચઢાવા વગેરેમાં કરોડો રૂપિયાનો વ્યય કરે છે એ શ્રાવકસંઘ માટે, કો'ક એવા ગામડા વગેરેમાં દેવદ્રવ્યમાંથી કેસર વગેરેની વ્યવસ્થા કરવામાં આવે એટલા માત્રથી, “શ્રાવકોને દેવદ્રવ્યના મફતિયા માલથી પ્રભુપૂજા કરવાની ટેવ પડી જશે અને એમાં પોતાના પ-૨૫ રૂપિયા ખર્ચવાના બંધ કરી બચાવી લેવાની વૃત્તિવાળા તેઓ બની જશે” એવી કલ્પના પણ શી રીતે થઈ શકે એ એક પ્રશ્ન છે. જેઓને આવી કલ્પના થતી હોય તેઓએ પક્ષપાત મૂકીને મધ્યસ્થતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે એવું શું નથી લાગતું ? (૬) “રોજે રોજ કેસર-સુખડ વગેરેનો દેવદ્રવ્યમાંથી વપરાશ થશે તો દેવદ્રવ્યની ખૂબ હાનિ થશે.' ઇત્યાદિ દલીલ પણ ખોટી છે. પહેલી વાત તો એ છે કે આ દેવદ્રવ્યની હાનિ છે કે સદુપયોગ ? જે દ્રવ્ય જે પ્રયોજનથી એકઠું કરવામાં આવેલું હોય તે દ્રવ્યનો ઉચિત વ્યવસ્થાપૂર્વક તે પ્રયોજનમાં ઉપયોગ કરવામાં આવે એને પણ જો ‘હાનિ' નાશ કહેવાનો હોય તો તો જીર્ણોદ્ધાર વગેરેમાં દેવદ્રવ્યનો ઉપયોગ એ પણ દેવદ્રવ્યના નાશ સ્વરૂપ બની જશે. કારણ કે દેવદ્રવ્યની વૃદ્ધિના પ્રયોજન તરીકે જિનપૂજા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધાર્મિક વહીવટ વિચાર અને જીર્ણોદ્ધાર બન્ને સાથે સાથે જ તે તે ગ્રન્થોમાં બતાવેલાં છે. અને આ રીતે જીર્ણોદ્ધારાદિમાં થતા ઉપયોગને પણ જો હાનિ રૂપ માનવાનો હોય તો એ પણ બંધ કરી દેવો પડવાથી દેવદ્રવ્યને ખાલી કંજૂસના ધનની જેમ વધાર્યા જ કરવાનું રહેશે, એનો કોઈ ઉપયોગ તો કરી શકાશે જ નહીં, જે કોઈ રીતે શાસ્ત્રમાન્ય નથી. જેમ જ્ઞાનખાતામાંથી, કોઈ સાધુ-સાધ્વીજી મહારાજને ભણાવનાર 'બાહ્મણપંડિતને પગાર અપાય કે ગ્રન્થપ્રકાશન કરાય તો એ એનો સદુપયોગ કહેવાય છે, કારણ કે એ એનું પ્રયોજન છે. તેમ દેવદ્રવ્યમાંથી પ્રભુભક્તિ થાય તો એ પણ એનો સદુપયોગ શા માટે નહીં કહેવાય ? એ પણ એનું પ્રયોજન જ છે એ તો આગળ કહેવાઈ ગયેલા અનેક શાસ્ત્રપાઠો એકીમતે જણાવે છે. વળી, જેમ, સાધુને ભણાવનાર અજૈન પંડિતને જ્ઞાનખાતામાંથી પગાર આપવા સામે ‘જો આ રીતે એમાંથી પગાર આપશો તો ગ્રન્થપ્રકાશન વગેરે અટકી પડશે, માટે એ ન અપાય’ એમ કહી એ અટકાવી શકાતું નથી, કેમ કે એ પગાર આપવો એ પણ એનું એક પ્રયોજન છે, અન્યથા આ સાધુ-સાધ્વીજીને ભણવાનું અટકી જવાનું નુકસાન ઊભું થાય છે, એમ, ‘જો આ રીતે દેવદ્રવ્યમાંથી, જ્યાં અન્ય રીતે વ્યવસ્થા શક્ય નથી ત્યાં, કેસર-સુખડ વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે તો જીર્ણોદ્ધાર અટકી પડશે' વગેરે કહી એ વ્યવસ્થાને અટકાવી શકાતી નથી. નહીંતર, પ્રભુની ભક્તિ ન થવા રૂપ નુકસાન ઊભું થાય છે જે યોગ્ય નથી. (૭) દેવદ્રવ્યમાંથી કેસર-સુખડ વગેરે લાવી શકાય એવી સંમતિ આપવી એટલે દેવદ્રવ્યને સાધારણમાં લઈ જવું” આવું કથન તો સાવ હાસ્યાસ્પદ છે, અને બોલનારાઓની મનોવૃત્તિ અંગે શંકા પેદા કરનારું છે. જેમાંથી શ્રીજિનેશ્વરદેવની ભક્તિ વગેરે કાર્ય તો થઈ જ શકે, પણ ગ્રન્થપ્રકાશનાદિ જ્ઞાનકાર્ય, સાધુ-સાધ્વીજી મહારાજની ભક્તિ-વૈયાવચ્ચ, પૌષધશાળા સંબંધી ખર્ચ, સાધર્મિક ભક્તિ વગેરે પણ થઈ શકે એ દ્રવ્ય ‘સાધારણ દ્રવ્ય” તરીકે સંઘમાં પ્રસિદ્ધ છે એ લગભગ બધા જાણે છે. શું સંમેલને સ્વપ્નદ્રવ્ય વગેરેને આ બધાં કાર્યોમાં વાપરવાની છૂટ આપી દીધી છે કે જેથી દેવદ્રવ્યને સાધારણમાં લઈ જવાનો આરોપ કરી શકાય? Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૧૫ સંમેલને તો માત્ર, જ્યાં જરૂર હોય ત્યાં, ભગવાનની ભક્તિ માટે જ કેસર-સુખડ વગેરે સામગ્રી કે પૂજારીનો પગાર એમાંથી આપી શકાય એમ કહ્યું છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ સિવાયના અન્ય કોઈપણ કાર્યમાં દેવદ્રવ્યના ઉપયોગનો સંમેલન સ્પષ્ટપણે નિષેધ જ કરે છે. જ્યાં પૂજારી જ ઉપાશ્રયનું પણ કામ કરતો હોય ત્યાં એટલો પગાર સાધારણખાતામાંથી આપવો જ જોઈએ એવું ભારપૂર્વક સંમેલનમાં ભાગ લેનારા આચાર્ય ભગવંતા જણાવે છે. ઉપાશ્રય વગેરેનાં કાર્યોમાં પણ જે દ્રવ્ય ઉપયોગમાં આવી શકતું હોય એને સાધારણદ્રવ્ય કહેવાય એવું વિરોધીવર્ગ પણ સ્પષ્ટ જાણતો હોવા છતાં આ લોકો તો દેવદ્રવ્યને સાધારણમાં લઈ ગયા” એવો જે આરોપ મૂકે છે એની પાછળ શું થઈ રહ્યું છે એનો દરેક સુજ્ઞ જિજ્ઞાસુએ માધ્યશ્મથી વિચાર કરવા જેવો છે. પક્ષપાત બાજુ પર મૂકીને વિચાર કરવાની તૈયારી એ માધ્યસ્થ છે, એ જ જીવને આત્મહિતના માર્ગે આગળ વધારી શકે છે. છતી શક્તિ અને શક્યતાએ પણ, અન્ય બધી વાતોને સાંભળવાની કે વિચારવાની કોઈ તૈયારી જ ન થવા દે એવી કોઈપણ પક્ષની ગાઢ પકડ આત્મહિતની બાધક છે એવો સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિ મહારાજ, મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ આદિ શાસ્ત્રકારોનો સ્પષ્ટ અભિપ્રાય છે એ દરેક આત્મહિતેચ્છુએ યાદ રાખવા જેવું છે. પ્રસ્તુત લેખને પણ કોઈપણ પક્ષની પકડ વગર શાંતચિત્તે માધ્યશ્યપૂર્વક સર્વ કોઈ આત્મહિતેચ્છુ વિચારે એવી ખાસ ભલામણ છે. શંકા - મહોપાધ્યાયશ્રી યશોવિજયજી વિરચિત સવાસો ગાથાના સ્તવનની ૮ મી ઢાળની છેલ્લી ગાથા આવી છે. ‘તો મુનિને નહીં કિમ પૂજના, એમ તું શું ચિં શુભ મના ? રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ.” ‘આનો અર્થ આવો છે કે : ગૃહસ્થને પરિગ્રહનો રોગ વળગ્યો છે. મુનિને તે રોગ નથી એટલે પરિગ્રહનો રોગ કાઢવા માટે દ્રવ્યપૂજા ગૃહસ્થ માટે આવશ્યક છે. હવે જો દેવદ્રવ્યથી પૂજા કરી લેવામાં આવે તો પોતાના દ્રવ્યરૂપ પરિગ્રહ રોગ તો કાયમ જ રહેવાનો ને ? એ રોગ Page #223 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર તો જ મટે જો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવામાં આવે. સમાધાન : જિનપૂજા એ દ્રવ્યસ્તવ છે અને એ ભાવસ્તવ (ચારિત્ર) ની પ્રાપ્તિ માટે છે એવું શાસ્ત્રોમાં અનેક સ્થળે આવે છે. ચારિત્રમાં પરિગ્રહથી વિરમણ પણ છે જ. એટલે પરિગ્રહનો રોગ કાઢવા માટે જિનપૂજા છે એ માન્ય જ છે. પણ “એ રોગ કાઢવા માટે જ છે' એનું અન્ય કોઈ પ્રયોજન નથી એવી જો માન્યતા હોય તો એ શાસ્ત્રાભ્યાસની અધુરાશ છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના દ્રન્ટિંશત્ દ્રાનિંશિકા પ્રકરણમાં પ્રથમ દાનબત્રીશીમાં આ પ્રમાણે પાઠ છે. यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात्तस्य चानुकंपालिंगकत्वात्तदर्थकत्वमप्यविरुद्धमेवेति ॥ અર્થ : - (અનુકંપા અનુષ્ઠાનમાં જિનપૂજાનું ગ્રન્થકારે ઉદાહરણ આપ્યું છે એટલે કોઈ શંકા કરે કે આ તો ભક્તિ-અનુષ્ઠાન છે, અનુકંપાઅનુષ્ઠાન નહીં, તો એનું સમાધાન આપતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે.) જો કે જિનપૂજા વગેરે ભક્તિ અનુષ્ઠાન જ છે, તેમ છતાં, એ સમ્યક્ત્વશુદ્ધિ માટે છે, અને સમ્યકત્વનું અનુકંપા એ લિંગ હોવાથી જિનપૂજા અનુકંપા માટે છે” એમ કહેવું પણ અવિરુદ્ધ છે. પંચલિંગી ગ્રન્થમાં પણ આ પ્રમાણે વ્યવસ્થા દેખાડી છે. એટલે જિનપૂજા સમ્યત્વશુદ્ધિ વગેરે માટે પણ છે જ. પ્રભુપૂજા, તીર્થયાત્રા વગેરે દર્શનાચારના આચારો છે. એનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ-શુદ્ધિ-સ્થિરતા થાય છે એવી વાતો અનેક શાસ્ત્રોમાં આવે છે. “અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂળ આધારા રે......” “તુમ દરિસણથી સમકિત પ્રગટે નિજગુણ ઋદ્ધિ અપાર રે...' વગેરે સ્તવનની પંક્તિઓ પણ આ વાતને જણાવે છે. દેવદ્રવ્યની ઉપેક્ષા-વિનાશ વગેરે અને જિનમંદિર સંબંધી આશાતનાઓને સમ્યફદર્શન(દર્શનાચાર)ના અતિચારોમાં ગણાવેલ છે. આનાથી પણ જણાય છે કે દેરાસર-દેરાસરમાં થતી ભક્તિ, દેવદ્રવ્યની રક્ષા-તેનાથી થતાં પ્રભુપૂજા - જીર્ણોદ્ધાર વગેરે કાર્યો એ સમ્યગ્દર્શનની Page #224 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૧૭ આરાધના છે અને એનાથી વિપરીત, દેરાસરની આશાતના, દેવદ્રવ્યવિનાશ વગેરે દર્શનાચારની વિરાધના રૂપ છે. આ બધી વાતોથી સિદ્ધ થાય છે કે પ્રભુપૂજા સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે પણ છે જ. તેથી જો તથાવિધ પરિસ્થિતિમાં દેવદ્રવ્યાદિની પૂજા કરવામાં આવે, અને એનાથી, આ લેખમાં અન્યત્ર કહ્યા મુજબ પ્રસન્નતા વગેરેનો અનુભવ થાય તો સમ્યકત્વની પ્રાપ્તિ-શુદ્ધિ વગેરે શા માટે ન થાય ? અને તો પછી મિથ્યાત્વ નામનો રોગ મટ્યો કે મંદ પડ્યો પણ કેમ ન કહેવાય ? અને તો પછી, એ પૂજાને નિરર્થક કેમ કહેવાય ? - હવે બીજી વાત.....તમે જે કહ્યું કે “દેવદ્રવ્યથી પૂજા કરી લેવામાં પોતાના દ્રવ્યરૂપ પરિગ્રહ રોગ તો કાયમ જ રહેવાનો ને !” એ અંગે Caul....V.Vugpradhan.com સંમેલને દેવદ્રવ્યમાંથી કેસર વગેરે સામગ્રી લાવવાની છૂટ મુખ્યતયા જેની પાસે એવી શક્તિ નથી એને આપી છે . એટલે એની પાસે દ્રવ્યરૂપ પરિગ્રહ જ નથી તો રોગ કાયમ રહેવાની વાત ક્યાં રહી ? - હવે છતી શક્તિએ જે સ્વદ્રવ્યથી જિનપૂજા નથી કરતો, અન્ય દ્રવ્યથી કરે છે એનો પરિગ્રહનો રોગ નાબૂદ થાય કે નહીં, તે વિચારીએ... એક વ્યક્તિ પાસે લાખ રૂ. છે. એમાંથી ૧000 રૂ. નો સવ્યય કરી એ સ્વદ્રવ્યથી પ્રભુભક્તિ કરે છે. એની આ પૂજા સ્વદ્રવ્યથી થયેલી હોવાથી પરિગ્રહરોગ નાબૂદ કરવામાં સક્ષમ છે એ વાત, સામાન્યથી તો ઉભયસંમત છે. મારો પ્રશ્ન આટલો છે કે એ પૂજા એણે ખર્ચલ રૂ. ૧૦૦ રૂ. ના અંશના પરિગ્રહરોગનો નાશ કરશે કે પ્રભુપૂજામાં નહીં વપરાયેલ અને આ વ્યક્તિ પાસે જ રહેલ ૯૯૦૦૦ રૂ. ના અંશના પરિગ્રહરોગનો (સર્વથા કે આંશિક) નાશ કરશે ? ‘૧૦૦૦ રૂ. ના અંશના પરિગ્રહરોગનો નાશ કરશે.” આવું જો કહેશો તો એનો અર્થ એ થયો કે “પ્રભુપૂજાએ તો આમાં કાંઈ કર્યું જ નથી, કારણ કે ૧૦% રૂ. ની મૂર્છાનો ત્યાગ તો એ વ્યક્તિએ સ્વયં જ કર્યો છે.” પણ એને આ ૧૦૦૦ રૂ. વાપરવાનો જે ભાવ જાગ્યો એ જ પ્રભુપૂજાનો મહિમા છે.” આવું કહેવું યોગ્ય નથી, કારણ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધાર્મિક વહીવટ વિચાર કે 1000 રૂ. વાપરવાનો ભાવ તો પહેલાં જાગી ગયો છે, પ્રભુપૂજા તો એણે પછી કરી છે, અને પછી બાકી રહેલા ૯૯000 પરની મૂર્છા છોડાવવાનું પ્રભુપૂજાનું સામર્થ્ય નથી એમ તમારે કહેવું છે. એટલે સ્વદ્રવ્યથી કરેલ પ્રભુપૂજાએ પણ એને કોઈ લાભ કરાવ્યો નહીં એવું માનવાનો વારો તમારે આવશે. એટલે હવે જો તમે એમ કહેશો કે “એની પાસે રહેલા ૯૯000 પરની મૂર્છાનો (આંશિક કે સર્વથા) નાશ, પ્રભુપૂજા કરશે.” તો આનો અર્થ એ થયો કે “જે દ્રવ્ય પ્રભુપૂજામાં વપરાયું નથી એના પરની મૂર્છાનો પણ નાશ કરવાનું સામર્થ્ય પ્રભુપૂજામાં છે.' (આ અર્થ યોગ્ય છે.) અને તો પછી, પોતાની પાસે લાખ રૂ. હોવા છતાં, જે અપ્રત્યા. કે પ્રત્યા. કક્ષાના એવા પ્રબળ લોભના કારણે દેરાસરની જ સામગ્રીથી પ્રભુપૂજા કરે છે એની એ પૂજા જે લાખ રૂ. નું દ્રવ્ય પ્રભુપૂજામાં વપરાયું નથી એના પરની એની મૂર્છાનો, એના ભાવોલ્લાસ અનુસારે ઓછેવત્તે અંશે, નાશ કરશે.” એમ માનવું જ જોઈએ. એવા લોભોદયના કારણે કોઈ લોભી પોતાની સંપત્તિ પરની મૂચ્છ છોડી શકતો નથી, પણ એને મૂર્ઝની ભયંકરતા સમજાઈ હોવાથી મૂર્છા એને ખેંચે છે, એનાથી છૂટવાની એની ઇચ્છા છે, પણ લોભોદયના કારણે ભેગી કાયરતા છે. પણ સાથે સાથે આવી પ્રબળ શ્રદ્ધા છે કે આ ભગવાનની ભક્તિ મારી મૂર્છાને પણ તોડશે જ. આવી પ્રબળ શ્રદ્ધા સાથે એ અન્ય દ્રવ્યથી પ્રભુપૂજા કરે તો શું એ પ્રભુપૂજામાં એની મૂર્છા તોડવાનું સામર્થ્ય નથી? “ભલે ને સ્વદ્રવ્ય પરની મૂર્છા તોડવાની ઇચ્છા તેવી પ્રબળ શ્રદ્ધાપૂર્વક થતી હોય, જો સ્વદ્રવ્યને અકબંધ રાખી પરદ્રવ્યથી પ્રભુપૂજા કરવામાં આવે, તો એ પ્રભુપૂજા એની મૂર્છાને તોડી ન જ શકે” આવું જેઓ માનતા હોય તેઓએ પ્રભુપૂજાનો શું અચિન્ત મહિમા છે એને પિછાણ્યો નથી એમ સખેદ કહેવું પડે છે. જેમ, પોતાના ક્રોધને કાબૂમાં લેવા માટે જે બિલકુલ કાયર છે, તેમ છતાં ક્રોધથી મુક્ત થવા જે પ્રભુના શરણે આવે છે અને પ્રભુપૂજા કરે છે તેના ક્રોધનો નાશ કરવાની તાકાત પ્રભુપૂજામાં છે. જેમ, પોતાની કામવાસનાને થોડી પણ ઓછી કરવાનું સામર્થ્ય જેને પોતાનામાં દેખાતું Page #226 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૧૯ નથી, તેમ છતાં કામવાસનાને તિલાંજલિ આપવા જે પ્રભુશરણે આવી ભક્તિ કરે છે તેની કામવાસનાને શાંત કરવાનું સામર્થ્ય પ્રભુપૂજામાં છે, તેમ પોતાના લોભને જરાપણ ન છોડી શકનારો એને છોડવા માટે પ્રભુશરણે આવી પ્રભુપૂજા કરે તો એના લોભને તોડવાનું અચિન્ત માહાત્મ પ્રભુપૂજામાં પ્રભુપૂજા.ક્રોધીના ક્રોધને દૂર કરે છે.... કામીના કામને શાંત કરે છે... લોભીના લોભને ખતમ કરે છે... આ જ દેવાધિદેવનું અનેકમાંનું એક અચિન્ય માહાસ્ય છે... એ દરેકે પોતાના દિલમાં કોતરી રાખવા જેવું છે.... સાવધાન - (૧) સ્વદ્રથી થતી જિનપૂજાને આ લેખ ગૌણ કરી રહ્યો છે એવો વાંકો અર્થ રખે કોઈ કરી બેસતા. “સ્વદ્રવ્યથી જિનપૂજા કરવામાં શ્રાવકને અધિક લાભ થાય છે.’ એ સ્પષ્ટ જ છે. પણ, જ્યાં એ શક્યતા ન હોય તેમજ સાધારણ ખાતામાંથી પણ એની શક્યતા ન હોય, ત્યાં સુપનાની બોલી વગેરેથી પ્રાપ્ત થયેલ દ્રવ્યથી પણ સામગ્રીની વ્યવસ્થા કરી જિનભક્તિ થઈ શકે છે. આવું સંમેલને જે ઠરાવ્યું છે, એ શાસ્ત્રથી અવિરુદ્ધ છે કે “જિનભક્તિ સ્વદ્રવ્યથી જ થાય, દેવદ્રવ્યથી ન જ થઈ શકે એવો જે પ્રચાર થાય છે એ શાસ્ત્રથી અવિરુદ્ધ છે ? એની જિજ્ઞાસુઓ યોગ્ય નિર્ણય કરી શકે એ માટે આ લેખ છે. (૨) સંમેલને સ્વપ્ન ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ કલ્પિત દેવદ્રવ્યમાંથી કેસર-સુખડની સામગ્રી વગેરેનો પ્રબંધ કરવાની અનુજ્ઞા આપી છે, જેમાં તો કોઈ ચર્ચાને સ્થાન જ નથી, કેમ કે દેવદ્રવ્યના ૩ વિભાગોનું જે સંબોધપ્રકરણ ગ્રન્થમાં નિરૂપણ છે એમાં જ કલ્પિત દેવદ્રવ્યનો ઉપયોગ દેરાસર સંબંધી સર્વપ્રકારના કાર્યો માટે જણાવ્યો છે. તેમ છતાં, મેં આ લેખમાં, કલ્પિત દેવદ્રવ્ય એવા વિશેષ વિભાગની મુખ્યતયા વિવક્ષા રાખ્યા વગર જ સામાન્યથી જ દેવદ્રવ્યમાંથી પણ કેસર વગેરેની વ્યવસ્થા કરી શકાય છે એવું જે પ્રતિપાદન કર્યું છે તેમાં નીચેનાં કારણો જાણવાં. Page #227 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર સંમેલનના ઠરાવ અંગે એટલો પ્રશ્ન ઊભો થઈ શકે છે કે સુપના વગેરેની ઉછામણીનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય છે કે નહીં ? આ પ્રશ્નના સમાધાન માટે કોઈ શાસ્ત્રનો સ્પષ્ટ અક્ષરમાં આધાર મળી શકતો નથી, કેમ કે આ સુપનાની ઉછામણી વગેરે પ્રથાઓ મુખ્યતયા પાછળથી શરૂ થયેલી છે. એટલે આ પરિસ્થિતિમાં, સંવિશ ગીતાર્થ આચાર્ય ભગવંતોનો અભિપ્રાય જ આધાર બની શકે. ‘આ ઉછામણી વગેરેનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય જાણવું' એવો નિર્ણય આચાર્ય ભગવંતોએ સંમેલનમાં કરેલો જ છે. ૨૨૦ જે પક્ષ ‘આ નિર્ણય અમને માન્ય નથી' એમ કહીનો આનો વિરોધ કરે છે. એ પક્ષના જ માન્ય સ્વ. આ. શ્રીરવિચન્દ્ર સૂ. મ. સાહેબે ‘કલ્યાણ’ ના જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૩ ના અંકમાં ‘પ્રશ્નોત્તર વિભાગ'માં કહ્યું છે કે ‘“સુખી શ્રાવકોએ અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા જિનભક્તિ નિમિત્તે જે આચરણ કરાયું હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય, જેમ અષ્ટપ્રકારી પૂજા નિમિત્તે બોલાતી ઉછામણી અથવા સ્વપ્નબોલી. આ દ્રવ્ય જિનેશ્વરદેવની ભક્તિના સર્વકાર્યમાં વપરાય.” તો હોઠા મા કલ્પિતા આ પ્રશ્નોત્તર અંગે અત્યાર સુધી ‘એમાં સ્વર્ગસ્થ આચાર્યશ્રીએ ભૂલ કરી છે - એ ઉત્તર ખોટો છે' આવી માન્યતા કે જાહેરાત નહોતાં, એ હવે એને ભૂલભરેલાં જાહેર કરી દેવાં એ શું આત્મવંચના નથી ? હવે કરાતી આવી જાહેરાતથી સુજ્ઞજનો એ પક્ષ તરફ શંકાશીલ નજરે શું જોતા નહિ થઈ જાય ? આમ સુપનાની ઉછામણી વગેરેનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય છે એ વાતમાં કોઈ અસંગતિ નથી. તેમ છતાં સામો પક્ષ એ સ્વીકારવા તૈયાર ન હોવાથી, તેઓને પણ કોઈ વિરોધ ન રહે એ માટે, વિશેષ વિભાગની વિવક્ષા વગર જ, સામાન્યતયા જ, દેવદ્રવ્યમાંથી પણ કેસર-સુખડ વગેરે સામગ્રીની વ્યવસ્થા કરવી એ શાસ્ત્રનિષિદ્ધ નથી પણ વિહિત છે એનું આ લેખમાં પ્રતિપાદન કર્યું છે. જ્યારે કોઈપણ દેવદ્રવ્યમાંથી કેસર વગેરેની વ્યવસ્થાનો શાસ્ત્રકારોએ નિષેધ નથી કર્યો, ત્યારે, તથાવિધ પરિસ્થિતિમાં સુપના વગેરેની બોલીના દ્રવ્યથી એ વ્યવસ્થા કરવાના નિર્ણયને શાસ્ત્રવિરુદ્ધ ન જ કહી શકાય એ સ્પષ્ટ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૨૧ (૩) વિરોધ કરનાર વર્ગનો, વિરોધ કરવામાં, મુખ્ય સૂર સામાન્યરૂપે જ દેવદ્રવ્યમાંથી જિનપૂજા ન થાય, સ્વદ્રવ્યથી જ થાય, સંમેલનવાળાઓ દેવદ્રવ્યને સાધારણમાં લઈ ગયા, દેવદ્રવ્યની હાનિ કરી... ઇત્યાદિ હોવાથી પણ આ લેખમાં દેવદ્રવ્યના વિશેષ વિભાગની મુખ્યતયા વિવક્ષા કરી નથી. દેવદ્રવ્યમાંથી પૂજા થાય તો “એ નિષિદ્ધ નથી કે એમાં દેવદ્રવ્યની હાનિ નથી' ઇત્યાદિ આ લેખમાં સ્પષ્ટ થયું જ છે. (૪) દેવદ્રવ્ય અંગેનું પ્રતિપાદન કરનારા અનેક ગ્રન્થના ગ્રન્થકારોએ દેવદ્રવ્યના ૩ વિભાગોની વિરક્ષા કર્યા વગર જ સામાન્યરૂપે જ દેવદ્રવ્યના ઉપયોગોનું પ્રતિપાદન કર્યું હોવાથી, ઘણા બધા શાસ્ત્રપાઠો પણ એ રીતના જ મળે છે અને એ રીતે દેવદ્રવ્યસામાન્યમાંથી જિનપૂજા વગેરે શાસ્ત્રવિધિ સિદ્ધ થઈ જવાથી સુપનાની બોલી વગેરેના દ્રવ્યમાંથી એ કરવી પણ શાસ્ત્રવિહિત જ છે. એમ સિદ્ધ થઈ જ જતું હોવાથી પણ આ લેખમાં મુખ્યતયા દેવદ્રવ્યના વિશેષ વિભાગની વિવક્ષા કરી નથી. ત્રિકાળઅબાધિત પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ આ લેખમાં જે લખાયું હોય તેનું ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્. શુષ મૂયાત્ શ્રીશ્રમસંયએ..... ૨. ગુરૂદ્રવ્ય ઉપર વિચાર (શ્રાદ્ધજિત કપી ૬૮મી ગાથાનો રહસ્યાર્થ) - ગણિ શ્રી અભયશેખરવિજયજી अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाह-- मुहपत्ति आसणाइसु भिन्नं जलन्नाईसु गुरुलहुगाइ । નન્નોf ય પુળ વત્થારૂનું સેવä વા (?) I૬૮ વ્યાખ્યા : મુસ્ત્રિાડડસનરાયનાલિવું, અર્થાત્ યતિસ" परिभुक्तेषु भिन्नम् । तथा जलन्नाइसु त्ति - यतिसत्के जले अन्ने 'आदि' शब्दात् वस्त्रादौ कनकादौ च धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटिं नराधिपः॥ इत्यादिप्रकारेण केनापि साधुनिश्रया कृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ'त्ति क्रमेण गुरुमासश्चतुर्लघव आदिशब्दाच्चतुर्गुरवः षड्लघवश्व Page #229 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર स्युः । यतिद्रव्यभोगे इयत्ति एवं प्रकारः प्रायश्चित्तविधिरवगन्तव्यः । अत्रापि पुनर्वस्त्रादौ देवद्रव्यवत् वक्ष्यमाण देवद्रव्यविषयप्रकारवत् ज्ञेयम् । अयमर्थः यत्र गुरुद्रव्यं भुक्तं स्यात्तत्रान्यत्र वा साधुकार्ये वैद्याद्यर्थं वन्दिग्रहादिप्रत्यपायापगमाद्यर्थं वा तावन्मितवस्त्रादिप्रदानपूर्वमुक्तं प्रायश्चित्तं વૈયમિતિ ગાથાર્થ: || ૬૮ || કોઈ શ્રાવકથી સાધુસંબંધી દ્રવ્ય વપરાઈ ગયું હોય તો શું પ્રાયશ્ચિત્ત આવે ? તે હવે જણાવે છે ૨૨૨ - - - ગાથાર્થ : મુહપત્તિ-આસન આદિ (પોતાના અંગત પરેિભોગમાં) વપરાયાં હોય તો, ભિન્નમાસ, જળ-અન્ન વગેરે વપરાયાં હોય તો, માસગુરુચતુર્લઘુ વગેરે પ્રાયશ્ચિત્ત આપવું. ગુરુદ્રવ્ય વપરાઈ જવાના પ્રાયશ્ચિત્તનો આવો વિધિ જાણવો. આમાં વિશેષતા એ છે કે વસ્ત્રાદિ વપરાયાં હોય તો વૃત્તિનો અર્થ : ગુરુનાં મુત્તિ આસન વગેરે વપરાયાં હોય તો આમાં ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત આપવું. હવે ‘ગતનાસુ' પદની વ્યાખ્યા આદિ શબ્દ જે રહ્યો છે તેનાથી વસ્ત્રાદિ અને કનકાદિનો પણ જળઅન્ન સાથે સમાવેશ જાણવો. (અહીં વૃત્તિકાર વિશેષ વાત જણાવે છે.) દૂરથી જ હાથ ઊંચા કરીને ધર્મલાભ કહે છતે શ્રી સિદ્ધસેનસૂરિને રાજાએ કોટિદ્રવ્ય આપ્યું. આવી જે વાત પ્રબન્ધગ્રન્થોમાં સંભળાય છે તે રીતે કોઈએ પણ સુવર્ણાદિ દ્રવ્યને ગુરુસંબંધી બનાવ્યું હોય, અથવા તો દ્રવ્યલિંગી પાસે જે દ્રવ્ય રહ્યું હોય તેનો કનકાદિ તરીકે ગુરુદ્રવ્યરૂપે સમાવેશ જાણવો. આ જળ વગેરે ગુરુદ્રવ્ય વપરાયાં હોય તો ક્રમશઃ ગુરુમાસ, ચતુર્લઘુ, ચતુર્ગુરુ, પલૢઘુ જાણવા. એટલે કે ગુરુસંબંધી જળ વપરાયું હોય તો ગુરુમાસ, અન્ન વપરાયું હોય તો ચતુર્લઘુ, વસ્ત્રાદિ વપરાયાં હોય તો ચતુર્ગુરુ અને કનદે વપરાયાં હોય તો પડ્વઘુ પ્રાયશ્ચિત્ત જાણવું. યતિદ્રવ્યનો પરિભોગ થવામાં આ પ્રમાણે પ્રાયશ્ચિત્તવિધિ જાણવો. વળી અહીં પણ વસ્ત્રાદિ અંગે આગળ કહેવાનાર દેવદ્રવ્ય મુજબ જાણવું. એટલે કે જ્યાં ગુરુદ્રવ્ય ભોગવાઈ ગયું હોય ત્યાં કે અન્યત્ર સાધુના કાર્ય માટે વૈદ્યાદિને આપવા કે કેદ વગેરેમાંથી છોડાવવા માટે તેટલી કિંમતનાં વસ્ત્રાદિ(કે એટલા પૈસા)નું અર્પણ કરવા પૂર્વક ઉપર્યુક્ત તપ કરવાનું પ્રાયશ્ચિત્ત આપવું. - Page #230 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૨૩ શ્રાદ્ધજીતકલ્પ-વૃત્તિના આ અધિકારમાં નીચેની વિશેષતાઓ નોંધપાત્ર છે. (૧) મુહપત્તિ આદિમાં અંગતપરિભોગમાં માત્ર તપપ્રાયશ્ચિત્ત છે. એટલા દ્રવ્યનું પ્રત્યર્પણ નહીં. (૨) મૂળમાં રહેલ ‘નન્તનાપુ’ શબ્દમાં જે આવિ શબ્દ પડેલો છે તેનાથી જેનું ગ્રહણ કરવાનું છે તે વસ્ત્રાદિ અને કનકાદિનો વૃત્તિકારે જુદો જુદો ઉલ્લેખ કર્યો છે. (૩) વસ્ત્રાદિ માટે કોઈ વિવેચન કર્યું નથી પણ કનકાદિ માટે વિવેચન કર્યું છે. (૪) એ વિવેચનમાં ‘હત્યાવિ પ્રજારે’ શબ્દનો ઉલ્લેખ છે. (૫) ‘વસ્થારૂતુ રેવાં વ' એવા અધિકાર અંગે વૃત્તિકારે પણ ‘નૌ' નો પૃથક્ ઉલ્લેખ કર્યો નથી. આ કરવા એક થઈ જવી જરૂરી છે, કે ગ્રન્થકારો પોતાના મનમાં રહેલા અભિપ્રાયોને વ્યક્ત કરવા માટે ગ્રન્થાત્મક શબ્દો ઉચ્ચારે છે. વળી તેઓ શબ્દપ્રયોગ કરવામાં એકદમ ચોક્કસ હોય છે. એટલે તેઓએ કરેલા ઓછા-વત્તા કે સામાન્ય-વિશેષ શબ્દોના પ્રયોગો એમના મનના અભિપ્રાયોનું પ્રતિબિંબ પાડતા હોય છે. આપણે એ પ્રતિબિંબને સમજવા માટે કોશિશ કરીએ. (૧) મુહપત્તિ વગેરે પણ વસ્ત્રરૂપ હોવા છતાં એમાં એટલું પ્રત્યર્પણ નથી કહ્યું. એનાથી જણાય છે કે એ રેિભોગ એકાદ અંગત કાર્ય કરવા પૂરતો ઇત્વરકાલીન હોય અને પછી પાછા એ પુનઃ ગુરુના ઉપયોગમાં આવવાના જ હોય. જો એ પુનઃ ગુરુના ઉપયોગમાં આવે એમ ન હોય તો વસ્ત્રાદિની જેમ એમાં પણ એટલા દ્રવ્યનું પ્રત્યર્પણ સમજવું જોઈએ. આવું માનવું યોગ્ય લાગે છે. (૨), (૩) વસ્ત્રાદિ અને કનકાદિ એ બન્નેમાં આદિશબ્દગ્રાહ્યત્વ હોવા છતાં વૃત્તિકારે કનકાદિનો જે જુદો ઉલ્લેખ કર્યો છે તે જણાવે છે કે તેઓએ કનકાદિને વસ્ત્રાદિ કરતા જુદાં પાડવાં છે. આ બન્ને કક્ષાની ચીજોનું વિભાજન કયા ધર્મોના કારણે છે ? અર્થાત્ અહીં વિભાજક ઉપાધિ કોણ કોણ છે ? એ શોધી કાઢવું જોઈએ. કેટલાક વિદ્વાનોની કલ્પના એ છે કે અઢારમા સૈકામાં રચાયેલા ધા.વ.-૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધાર્મિક વહીવટ વિચાર ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રન્થમાં વસ્ત્રાદિ અને કનકાદિ ગદ્રવ્યનો ભોગાર્ડ અને પુજાર્ય તરીકે વિભાગ દેખાડેલો છે. તેથી શ્રા.જી.ના વૃત્તિકારે પણ આ જ અભિપ્રાયથી એ બેને જુદા પાડ્યા છે એમ માનવું જોઈએ. એટલે કે ભોગાત્વ અને પૂજાહત્વ એ બેને અહીં વિભાજક ઉપાધિ તરીકે સ્વીકારવાં જોઈએ. - પણ, આ કલ્પના યોગ્ય લાગતી નથી, કેમ કે આ બે ને વિભાજક ઉપાધિ તરીકે માનવાનું બીજ શું ? દ્રવ્યસપ્તતિકાકાર વગેરેએ કરેલું વિભાજન આનું બીજ ન બની શકે, કેમ કે શ્રા. જી. વૃત્તિના વૃત્તિકાર એના કરતાં ઘણા પૂર્વકાળમાં થઈ ગયા છે કે જ્યારે ગુરુદ્રવ્યમાં ભોગાહત્વ અને પૂજાહન્દુ ધર્મો અપ્રસિદ્ધ હતા. શ્રોતાવર્ગમાં અપ્રસિદ્ધ એવા પણ ધર્મોનો અભિપ્રાય કદાચ ગ્રન્થકારના મનમાં ઉદ્ભવેલ હોય અને એનાથી આ વિભાજન કર્યું હોય, તો એનું સીધી કે આડકતરી રીતે પણ સૂચન એમણે કર્યું જ હોય.III II I 'પ્રશ્ન - શ્રા. જી. વૃત્તિકારે આ બેનું પૃથર્ ઉપાદાન જે કર્યું છે એના ફલિત તરીકે જ દ્રવ્યસપ્તતિકાકારે આ વિભાજન કર્યું છે. માટે દ્રવ્યસપ્તતિકાના શબ્દો જ એનું બીજ નથી શું ? ઉત્તર - દ્રવ્યસપ્તતિકાકારે શ્રા. જી. વૃત્તિમાં થયેલા આ પૃથગુ ઉપાદાનના ફલિત તરીકે આવા વિભાગો નથી જણાવ્યા.પણ હીરપ્રશ્નોત્તર અને શ્રા. જી વૃત્તિનાં વચનોનો પરસ્પર જે વિરોધ ઊભો થાય છે તેનું વારણ કરવા કહ્યા છે. હીરપ્રશ્નોત્તરના ૩ પ્રશ્નોત્તરોનો ઉલ્લેખ કરીને પછી તરત જ ૩ ત્રાપ તૈ# #ifzવન્યાન भोज्यभोजकत्वसंबंधेनौधिकोपधिवत्पूजाद्रव्यं न भवति, पूज्यपूजासंबंधेन तु તદ્રવ્ય મવચેવ, અન્યથા શ્રાદ્ધનીતન્યવૃત્તિ: વિયતે | ઇત્યાદિ જે જણાવ્યું છે તેના પરથી આ સ્પષ્ટ છે. હીરપ્રશ્નોત્તરમાં સુવર્ણાદિનો ગુરુદ્રવ્ય તરીકે નિષેધ કરેલો છે જ્યારે શ્રાજી.ઘૂ. માં એનો ગુરુદ્રવ્યમાં સમાવેશ કરેલો છે. એટલા આ બેમાં ભાસતા વિરોધને દૂર કરવા દ્રવ્યસપ્તતિકાકારે બે વિભાગ પાડ્યા. હીરપ્રશ્નોત્તરમાં સુવર્ણાદિનો ગુરુદ્રવ્ય તરીકે જે નિષેધ છે તે ભોગા ગુરુદ્રવ્ય તરીકે છે, પૂજાઈ ગુરુદ્રવ્ય તરીકે નહીં. શ્રા. જી. વૃત્તિમાં એનો ગુરુદ્રવ્યમાં જે સમાવેશ કર્યો છે તે પૂજાઈ ગુરદ્રવ્ય તરીકે છે. માટે આ બેમાં કોઈ વિરોધ રહેતો નથી. આવી વ્યવસ્થા દ્રવ્યસપ્તતિકાકારે Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ પરિશિષ્ટ-૨ આપેલી છે એ પણ આ દેખીતા વિરોધના શમન માટે જ છે એવું સૂચન પણ એમણે જ સ્વયં અન્યથા શ્રાદ્ધનીતત્પત્તિઃ વિતે કહેવા દ્વારા કરી દીધું છે. - પ્રશ્ન - જો વિભાજક ઉપાધિ ભોગાહિત્ય અને પૂજાહત્વ નથી તો કયા ધર્મો છે ? ઉત્તર - કદાચિત્કત્વ અને અકાદાચિત્કત્વ યા તો ઔત્સર્ગિકત્વ અને આપવાદિકત્વ યા તો આવા જ કોઈ બે ધર્મો અહીં વિભાજક ઉપાધિ છે એવું માનવાની જરૂર છે. પ્રશ્ન - આવું માનવામાં કોઈ આધાર છે ? ઉત્તર - હા, વૃત્તિકારનાં પોતાના વચનો આધાર છે. કનકાદો શબ્દનું એમણે સ્વયં જે વિવરણ કર્યું છે એના પર ઊહાપોહ કરવાથી આ સમજાય છે. તે આ રીતે ‘આશા વસ્ત્રાવી ને 1 પરિક્ત સત..' આમ સીધું ન કહી દેતાં ‘નેવાલી ' એટલું કહ્યા બાદ એમણે એનું ‘ધર્મલાપ' ઇત્યાદિ વિવરણ કર્યું છે. અહીં વિશેષતા એ જોવાની છે કે ‘માશબ્દથી વસ્ત્રાદિના ગ્રહણનું સૂચન કર્યું હોવા છતાં એના માટે કોઈ વિવરણ ન કર્યું, અને કનકાદિના ગ્રહણનું સૂચન કર્યું, તેમજ એના માટે વિવરણ કરવું પણ જરૂરી માની વિવરણ કર્યું. આનું કારણ સ્પષ્ટ છે કે, ‘માઃિ' શબ્દથી કનકાદિનો ગુરુદ્રવ્યમાં સમાવેશ કરવાનું પોતે સૂચન કરશે એટલે તરત કોઈ પ્રશ્ન ઉઠાવશે કે સુવર્ણાદિ દ્રવ્ય તો યતિસત્ક (સાધુસંબંધી) હોવું શી રીતે સંભવે ? જ્યારે વસ્ત્રાદિનો સમાવેશ કરવાનું પોતે સૂચન કરશે ત્યારે કોઈ આવો પ્રશ્ન ઉઠાવશે નહીં. આવું વૃત્તિકારના મનમાં રહેલું છે. “એટલે સુવર્ણાદિ દ્રવ્ય તો યતિસત્ય હોવા શી રીતે સંભવે ?” એવા સંભવિત પ્રશ્નનો પ્રશ્નકારને વૃત્તિકારે વિવરણ દ્વારા ત્યાં જ જવાબ આપી દીધો છે કે “ભઈલા ! તારી વાત બરાબર છે, સામાન્યથી તો સુવર્ણાદિ યતિસલ્ક હોવાં સંભવતાં નથી. પણ ક્યારેક (વાવ) શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિ મ. ના જેવા પ્રસંગમાં એ સંભવે છે.” વસ્ત્રાદિ માટે આવા કોઈ વિવરણની એમને જરૂર નથી જણાઈ. એ જણાવે છે કે વસ્ત્રાદિ યતિસલ્ક હોવાં એ એમને સ્વાભાવિક-સાહજિક અકાદાચિત્ક લાગે છે. જ્યારે સુવર્ણાદિ તેવાં સ્વાભાવિક નથી લાગતાં. માટે સુવર્ણાદિ કાદાચિક હોઈ એના વિષે સ્પષ્ટ વિવરણ કરવાનું જરૂરી બની ગયું. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધાર્મિક વહીવટ વિચાર (૪) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજનું દૃષ્ટાન્ન આપીને વૃત્તિકારે ‘ત્યઃિ પ્રાળ' એમ કહ્યું છે, પણ કોઈ વિધાયક શાસ્ત્રપાઠ આપીને ‘તદ્દનુસારેગ..' ઇત્યાદિ નથી કહ્યું. આનાથી જણાય છે કે શાસ્ત્રવિહિત રૂપે ઉત્સર્ગપદે સુવર્ણાદિ ગુરુદ્રવ્યરૂપ હોવાં સંભવતાં નથી, પણ ક્યારેક રાજાદિની મુગ્ધાવસ્થાદિ કારણે બનતા આવા પ્રસંગથી અપવાદ પદે એ સંભવે છે. જ્યારે વસ્ત્રાદિનું તો ઠેર ઠેર શાસ્ત્રોમાં વિધાન છે, માટે એ ઉત્સર્ગપદે ગદ્રવ્યરૂપે હોય છે. માટે આ બે વિભાગ ઔત્સર્ગિકત્વ અને આપવારિકત્વ ધર્મને આગળ ધરીને હોવું પણ સંભવિત છે. શ્રા.જી.વૃત્તિના આ અધિકાર પર ઊહાપોહ કરતાં બીજી પણ મહત્ત્વની વાતો જાણવા મળે છે. ‘સુવર્ણાદિદ્રવ્ય યતિસત્ક હોવાં શી રીતે સંભવે ? એવા સંભવિત પ્રશ્નની વૃત્તિકારના મનમાં રહેલી આશંકા, અને એવી આશંકાનું સમાધાન આપવાની એમને લાગતી આવશ્યકતા આ પણ સૂચન કરે છે કે આ વૃત્તિકારના કાળમાં પણ વસ્ત્રાદિથી જ ગુરુપૂજા પ્રચલિત હતી, પણ સુવર્ણાદિથી નહીં. જો એ પણ એવી (વસ્ત્રાદિ જેવી જ) પ્રચલિત હોત તો, જેમ ‘વસ્ત્રાદિ ગુરુસત્ય હોવાં શી રીતે સંભવે ? એવી આશંકા નથી જન્મતી તેમ ‘સુવર્ણાદિ ગુરુદ્રવ્ય તરીકે હોવાં શી રીતે સંભવે ? એવી આશંકા પણ શી રીતે ઊઠે ? વળી આવી આશંકાના સમાધાનરૂપે એમણે માત્ર દૃષ્ટાંત ટાંકી ‘રૂત્યા પ્રકાર નાપ..' ઇત્યાદિ કહ્યું છે એનાથી જણાય છે કે “સુવર્ણાદિથી ગુરુપૂજા કરવી એ શાસ્ત્રવિહિત છે.” એવું વૃત્તિકાર પણ માનતા નથી. આમ શ્રા. જી. વૃત્તિકારે વસ્ત્રાદિ અને કનકાદિને જે છૂટાં પાડ્યાં છે તે એક ભોગાઈ અને બીજું પૂજાઈ છે માટે, એવું માનવું યોગ્ય નથી એ સ્પષ્ટ થાય છે અને તેથી જ “કનકાદિ તો પૂજાઈ ગુરુદ્રવ્ય છે, ભોગાઈ નહીં. એટલે સાધુના ઉપભોગમાં-વૈયાવચ્ચમાં એ જઈ શકતું નથી. માટે એનું પ્રાયશ્ચિત્ત વસ્ત્રાદિને તુલ્ય ન હોઈ શકે. તેથી વસ્ત્રાદિમાં રહેલા રદિ' શબ્દથી કનકાદિનું ગ્રહણ થઈ શકતું નથી. માટે વસ્ત્રાદિના પ્રાયશ્ચિત્તમાં જે ગુરુકાર્યમાં એટલા દ્રવ્યનું પ્રત્યર્પણ જણાવ્યું છે તેમાં કનકાદિના પ્રાયશ્ચિત્તનો સમાવેશ થતો ન હોવાથી ઉપલક્ષણથી કનકાદિનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. વળી ભોગાર્ડ તરીકે એનો નિષેધ છે. માટે એ ગુરુના ક્ષેત્રમાં તો જાય નહીં. તેથી એના કરતાં ઊંચા એવા દેવદ્રવ્યમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૨૭ એટલું પ્રત્યર્પણ કરવાનું સમજવું જોઈએ. વળી દ્રવ્યસપ્તતિકાકારે ‘rૌરવાર્દસ્થાને પ્રવક્તવ્યમ્ નીર્ણોદ્ધાર નવ્યવૈત્યરા 3..' ઇત્યાદિ કહેવા દ્વારા પણ દેવદ્રવ્ય ક્ષેત્રનો જે નિર્દેશ કર્યો છે, તેનાથી પણ આ સૂચિત થાય છે” ઇત્યાદિ કલ્પનાઓ યોગ્ય નથી. એનું કારણ સ્પષ્ટ છે કે કનકાદિ ભોગાઈ ન હોવાથી વસ્ત્રાદિ કરતાં જુદાં છે એવો શ્રા. જી. વૃત્તિકારનો અભિપ્રાય નથી એ આગળ જોઈ ગયા. તેથી પ્રત્યર્પણનો જે વિધિ દેખાડ્યો છે. તેમાં ‘વસ્ત્રાદિ માં રહેલા “આદિ' શબ્દથી કનકાદિ’ નું પણ ગ્રહણ સમજી લેવું જોઈએ. પ્રશ્ન - ‘વસ્ત્રાદિ' માં રહેલા “આદિ' શબ્દથી સુવર્ણાદિનું ગ્રહણ થઈ શકતું નથી માટે તો વૃત્તિકારે એનો પૃથર્ ઉલ્લેખ કર્યો છે. તો તમે કેમ એનું ગ્રહણ કરવાનું કહો છો ? . ઉત્તર - ‘ગતના' પદમાં રહેલ ‘આદિ’ શબ્દથી ગુરુદ્રવ્ય તરીકે જેની જેની સંભાવના હોય તેનું ગ્રહણ કરવાનું છે. એમાંથી વસ્ત્રાદિની ગુરુદ્રવ્ય તરીકે સંભાવના જેવી પ્રસિદ્ધ છે એવી કનકાદિની પ્રસિદ્ધ ન હોવાથી એ માટે એનો પૃથગુ સવિવરણ ઉલ્લેખ કર્યો છે. આ રીતે એક વાર એમાં ગુરુદ્રવ્યત્વની (કે આદિપદગ્રાહ્યત્વની) પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે એ પણ ગુરુદ્રવ્યત્વેન કે ‘નર્તનાફસુ' પદ ઘટક આદિ શબ્દ ગ્રાહ્યત્વેન વસ્ત્રાદિને તુલ્ય જ બની ગયા અને તેથી પ્રત્યર્પણવિધિ અંગેના ‘વસ્ત્રાદિ’ શબ્દથી એનું પણ ગ્રહણ થવામાં કોઈ વાંધો નથી. (શ્રીતત્ત્વાર્થ સૂત્ર નં. ૨-૩૮ તેવાં પૂરું પરં સૂક્ષ્ય ના ભાગ્યમાં ‘તેvi રિફિશરીરી' આવું જે કહ્યું છે તેની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે જણાવ્યું છે કે “વૈક્રિય વગેરે શરીરોની વાત પૂર્વસૂત્રમાં આવી ગઈ હોવાથી એનો પૃથર્ ઉલ્લેખ ન કરતાં ‘ઔદારિકાદિ’ એમ ‘આદિ’ શબ્દ દ્વારા ગ્રહણ કર્યું છે.” વળી “વસ્ત્રાદૌ દેવદ્રવ્યવહુ”- “વસ્ત્રાદિમાં દેવદ્રવ્યને તુલ્ય જાણવું” આવું જે જણાવ્યું છે તેમાં તુલ્યતા કયા પ્રકારની લેવાની છે ? માત્ર પ્રત્યર્પણ રૂપે કે દેવદ્રવ્યમાં પ્રત્યેપણ રૂપે ?” દેવદ્રવ્યમાં પ્રત્યર્પણ રૂપે તુલ્યતા જો લેવાની હોય તો તે વસ્ત્રાદિના પરિભોગ અંગે પણ દેવદ્રવ્યમાં જ પ્રત્યર્પણ કરવું પડે અને તો પછી સાધુકાર્યમાં એનું પ્રત્યર્પણ કરવાની જે વાત ત્યાં જ કરી છે એનો વિરોધ થાય. માટે અહીં “પ્રત્યર્પણ” Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધાર્મિક વહીવટ વિચાર રૂપે તુલ્યતા જાણવી. ને એ પ્રત્યંપણ શામાં કરવું એ જણાવવા વૃત્તિકારે સાધુ કાર્ય જણાવ્યાં છે. તેથી કનકાદિને વસ્ત્રાદિથી છૂટાં પાડીએ તો પણ પ્રત્યર્પણ તો ગુર-વૈયાવચ્ચમાં જ કરવાનું ફલિત થાય છે. વળી, એકવાર કનકાદિની વાત વસ્ત્રાદિના ઉપલક્ષણથી લેવાની સ્વીકારીએ તો પણ, પ્રત્યર્પણ તો વૈયાવચ્ચમાં કરવાનું જ સિદ્ધ થાય છે. તો આ રીતે-ઉપલક્ષણથી લેવાની વાત સાક્ષાત્ કહેલ વાતને તુલ્ય જ લઈ શકાય છે, ભિન્ન નહીં. ઉપલક્ષણથી સાક્ષાત્ ઉક્ત સિવાયની અનુક્ત વાત લઈ શકાય, પણ એનું વિધાન તો ઉક્તવિધાન જે હોય તે જ લેવાની મર્યાદા છે. જેમ કે, “જીવો નિત્યાનિત્ય છે.” આ વિધાન પરથી “જીવના” ઉપલક્ષણથી “અજીવ” પણ લેવાના હોય ત્યારે અજીવને પણ નિત્યાનિત્ય તરીકે જ લઈ શકાય છે, એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય તરીકે નહીં. એમ પ્રસ્તુતમાં “વસ્ત્રાદિ અંગે ગુરુ-વૈયાવચ્ચમાં પ્રત્યર્પણ કરવું” એવા વિધાનમાં વસ્ત્રાદિના ઉપલક્ષણથી કનકાદિ લેવા હોય તો પણ ‘કનકાદિ અંગે ગુરુ-વૈયાવચ્ચમાં પ્રત્યર્પણ કરવું” એવું વિધાન જ લઈ શકાય છે. બાકી તમે કહો છો એ રીતે એને ઉપલક્ષણથી લેવું તો કોઈ રીતે યોગ્ય નથી, કારણ કે આગળ જ્યારે ક્યાંય “યતિસત્ય સુવર્ણાદિ દેવદ્રવ્ય છે.” ઇત્યાદિ વાત આવી ન હોય ત્યારે અહીં કનકાદિના પ્રાયશ્ચિત્તમાં પ્રત્યર્પણ દેવદ્રવ્યમાં કરવાનું છે” એવું વૃત્તિકારના વચનવિશેષ સિવાય ‘વસ્ત્રાદિ અંગેનું પ્રત્યર્પણ વૈયાવચ્ચ કાર્યમાં કરવું” એવી વાત પરથી પાઠક ને શી રીતે ખબર પડે અને ‘વસ્ત્રાદિ અંગેની વાતથી સાવ ભિન્ન એવી આ વાત મારા કોઈ પણ પ્રકારના વચન વગર પણ અધ્યેતાને ખબર પડી જશે” એવું માનીને વૃત્તિકાર એ વાતને સ્પર્યા વગર છોડી પણ શી રીતે શકે ? “નૌ '' શબ્દનું ઉપરોક્ત વિવરણ કરવું આવશ્યક માનનાર વૃત્તિકારને આવી મહત્વની વાત વિવરણ કરવા જેવી ન લાગી એવું માની શી રીતે શકાય ? માટે, વાસ્તવિકતા તો એ છે કે વૃત્તિકારના મનમાં વસ્ત્રાદિ માટે જે વાત કરી એ જ કનકાદિ માટે પણ રમે છે, અને તેથી એનું જુદું વિવરણ કર્યું નથી. વસ્ત્રાદિ માટે જે વાત કહેલી હોય તેનાથી જે સાવ ભિન્ન હોય અને જેનો પૂર્વે ક્યાંય નામનિર્દેશ પણ થયો ન હોય એવી વાત પણ ‘વસ્ત્રાદિ’ શબ્દના ઉપલક્ષણથી પકડી Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૨૯ શકાય એવી માન્યતાને ‘ગ્રસંબંધી કનકાદિ દેવદ્રવ્યમાં જ જાય.” એવી બાંધી દીધેલી અશાસ્ત્રીય માન્યતાનો જ એક નાચ માનવો કે બીજું કાંઈ ? શંકા - અમે માત્ર શ્રા.જી.વૃત્તિનાં વચનો પરથી આ માન્યતા બાંધી નથી પણ ઉપર કહી ગયેલ દ્રવ્યસપ્તતિકાનાં વચનો પરથી બાંધી છે. સમાધાન - એટલે શ્રા. જી. વૃત્તિ પરથી ‘ગુરુસંબંધી કનકાદિ દેવદ્રવ્યમાં જ જાય એવું સિદ્ધ થઈ શકતું નથી એટલું તો નિશ્ચિત થઈ ગયું. હવે દ્રવ્યસપ્તતિકા પરથી પણ તે વાત સિદ્ધ થઈ શકતી નથી તે જોઈએ. (૧) ગૌરવસ્થાને ‘પ્રવક્તવ્યમ્' આવા કથનમાં રહેલા ‘ગૌરવ શબ્દનો વિચાર કરીએ તે ‘રો: 'માવ: રવમ્' ગુરુપણું એ જ ગૌરવ અને સીધું જ વિચારીએ તો પંચમહાવ્રતધારી ગુરુઓ શું ગૌરવાઈ નથી? કે જેથી એમનો નિષેધ આવશ્યક બને ? (૨) ‘નીદ્વારે નવ્યવૈત્યરા ' આવા વિધાન પરથી પણ એ સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે એમાં જે “આદિ શબ્દ રહ્યો છે તેનાથી ગુરુવૈયાવચ્ચ લઈ શકાય છે. પ્રશ્ન - ‘આદિ' શબ્દની પૂર્વે જે વાતો આવેલી હોય તેની સંદેશ વાતોનું જ “આદિ' શબ્દથી ગ્રહણ થઈ શકે છે. પ્રસ્તુતમાં જીર્ણોદ્ધાર અને નવ્યઐયકરણ કહ્યા પછી “આદિ’ શબ્દ વપરાયો છે. આ બે દેવદ્રવ્યના વિષયભૂત હોવાથી ‘આદિ' શબ્દથી તેને સદૃશ એવી દેવદ્રવ્યની વિષયભૂત અન્ય વાતો જ ન લઈ શકાય ? A ઉત્તર - તમારો કહેવાનો આશય એ છે કે અહીં દેવદ્રવ્યવિષયત્વેન સાજાત્ય સાદૃશ્ય લેવાનું છે પણ આ આશય બરાબર નથી, કારણ કે નૂતનત્યકરણ જે જણાવાયું તે દેવદ્રવ્યનો વિષય નથી. ‘દેવદ્રવ્યમાંથી જિનમૂર્તિની તમામ પ્રકારની ભક્તિ થઈ શકે.’ તેવું જણાવતાં અનેક વિધાનો છે, પણ કોઈ જ શાસ્ત્રમાં આવું વિધાન જોવા મળ્યું નથી કે દેવદ્રવ્યમાંથી નૂતન જિનાલય બનાવી શકાય. (અત્યારે લગભગ સર્વત્ર આ પ્રવૃત્તિ જોવા મળે છે એ એક જુદી વાત છે, અહીં એનો વિચાર આવશ્યક નથી, કારણકે પ્રવૃત્તિ શું ચાલે છે ? એની અહીં ચર્ચા નથી, પણ શાસ્ત્રો શું કહે છે ? એની ચર્ચા છે.) વળી જેમ શ્રા. જી. વૃત્તિમાં “વત્રાવી ના ’ એમ કનકાદિના પૃથગુ ઉલ્લેખ પરથી એ બેમાં કંઈક જુદાપણું Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધાર્મિક વહીવટ વિચાર હોવું તમે પણ માનો છો એમ પ્રસ્તુતમાં ‘નવ્યચૈત્યકરણાદૌ’નો જીર્ણોદ્ધારથી જુદો ઉલ્લેખ કર્યો છે એ જણાવે છે કે જીર્ણોદ્ધારને તુલ્ય રીતે દેવદ્રવ્યવિષયભૂત નથી. બાકી જો એનો પણ દેવદ્રવ્યવિષયત્વેન જ અહીં સમાવેશ કરવાનો અભિપ્રાય હોત તો ગ્રન્થકાર ‘જીર્ણોદ્ધારાદી” આટલું જ કહેત. પ્રશ્ન - આમ જો અહીં દેવદ્રવ્યવિષયત્વેન સાદેશ્ય નથી તો કયા રૂપે છે ? ઉત્તર - દ્રવ્યસપ્તતિકાકારે જેનો અન્યત્ર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એ ગૌરવાહંસ્થાનત્વેન રૂપેણ સાદૃશ્ય લેવાનું શાસ્ત્રકારને માન્ય છે. જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્ય જેમ ગૌરવર્ણ સ્થાન છે એમ ગવૈયાવચ્ચ પણ ગૌરવાઈ સ્થાન છે જ. માટે એ પણ “આદિ’ શબ્દગ્રાહ્ય બનવામાં કોઈ જ વાંધો જણાતો નથી. પ્રશ્ન - જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યકરણ એ બન્ને જો ગૌરવાહ સ્થાન છે તો બન્નેન્ટ પૃથગુ ઉલ્લેખ શા માટે કર્યો છે ? ઉત્તર - માત્ર ‘જીર્ણોદ્ધારાદૌ' લખીને છોડી દે તો કોઈને એવો ભ્રમ થઈ જાય કે અહીં દેવદ્રવ્યવિષયત્વેન ઉલ્લેખ હશે અને તેથી આદિ’ શબ્દથી પણ એવી જ ચીજો લેવી. આવો ભ્રમ ઊભો ન રહે એ માટે નૂતન ચૈત્યકરણનો પૃથર્ ઉલ્લેખ કર્યો હોય તો તેમાં કાંઈ અનુચિત લાગતું નથી. (૩) “ભોગાઈ ગુદ્રવ્ય રૂપે સુવર્ણાદિનો નિષેધ જ જણાવે છે કે ગુરુ કરતાં ઊંચા એવાં દેવદ્રવ્યમાં જ એ જઈ શકે.’ આવી દલીલ પણ યોગ્ય નથી. કારણ કે ભોગાહે ગુરુદ્રવ્યરૂપે એનો નિષેધ પણ ગુરુવૈયાવચ્ચમાં એનો નિષેધ કરવાના અભિપ્રાયથી નથી, કિન્તુ ગુરુ રજોહરણાદિને પોતાની પાસે રાખીને જેમ એના પડિલેહણાદિની કાળજી લે છે અને એ રીતે એને સ્વનિશ્રાકૃત કરે છે, એમ સુવર્ણાદિદ્રવ્યને સ્વનિશ્રાકૃત કરતા નથી, કિન્તુ શ્રાવકો જ એ દ્રવ્યની વ્યવસ્થા વગેરે કરે છે. આમ સ્વનિશ્રાકૃત ન હોવાના કારણે જ એનો ભોગાઈ ગુરુદ્રવ્યરૂપે નિષેધ છે. આ વાત શ્રીહરિપ્રશ્નોત્તર - શ્રીદ્રવ્યસતતિકા વગેરે ગ્રન્થાધિકારો પરથી સ્પષ્ટ છે. વળી ગુરુઓ કરતાં શ્રુતજ્ઞાન ઊંચું ક્ષેત્ર હોવાથી એમાં પણ એ જઈ શકવાથી માત્ર દેવદ્રવ્યમાં જ જાય’ એવું તો લેશમાત્ર Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૩૧ પણ સિદ્ધ થતું જ નથી. આમ દ્રવ્યસપ્તતિકાના આધારે પણ ‘સુવર્ણાદિ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય' એમ સિદ્ધ થતું નથી. દ્રવ્યસપ્તતિકામાં તક્રકૌડિન્યન્યાયનો જે ઉલ્લેખ છે એના પરથી કેટલાક વિદ્વાનો એવું પ્રતિપાદન કરે છે કે ગુરુઓને પરિગ્રહથી સર્વથા વિરતિ હોવાથી પોતાના નિમિત્તે ઊપજેલ સુવર્ણાદિના ઉપભોગના પણ પોતે અધિકારી નથી. આ વિદ્વાનોને પૂછવાનું કે સર્વથા પરિગ્રહથી જે વિરતિ છે તે દ્રવ્યપરિગ્રહથી કે ભાવપરિગ્રહથી ? શંકા - સાધુઓને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચારેને આશ્રીને પરિગ્રહથી વિરતિ છે એ પખ્રીસૂત્રમાં પ્રસિદ્ધ છે, તો તમે કેમ આવો પ્રશ્ન પૂછો છો ? સમાધાન - અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થના પ્રકાશમાં એ વાત સ્પષ્ટ છે કે આ ચારેને આશ્રીને ભાવપરિગ્રહથી વિરતિ છે એવો પફખીસૂત્રનો અભિપ્રાય છે. દ્રવ્યનિક્ષેપ સ્વરૂપ દ્રવ્યપરિગ્રહથી પણ જો વિરતિ માનવાની હોય તો વસ્ત્રાદિના દ્રવ્ય પરિગ્રહને છોડીને દિગંબર બની જવું પડશે. કારણ કે સુવર્ણાદિની જેમ વસ્ત્રાદિ પણ દ્રવ્ય પરિગ્રહસ્વરૂપ હોવાથી સાધુઓને એનો પણ ઉપભોગ થઈ શકશે નહીં. માટે ભાવપરિગ્રહથી વિરતિ માનવી જ યોગ્ય છે. અને એ તો ‘મુચ્છા પરિગ્નહો વત્તો’ એ વચનાનુસારે દ્રવ્યાદિ પરની મૂર્છા સ્વરૂપ છે. તેથી જે રીતે મૂચ્છ ન થાય એ રીતે જયણાપૂર્વક ગુરૂવૈયાવચ્ચાદિ ઉચિત કાર્યો માટે શ્રીસંઘ મારફત તે કનકાદિ દ્રવ્યનો પણ વિનિયોગ કરાવવાનો અધિકાર ગીતાર્થ સંવિગન સાધુને શા માટે ન હોય ? મૂર્છાની અજનક આ રીત દ્રવ્ય દ્રવ્ય બદલાય છે. વસ્ત્રાદિને સ્વનિશ્રાકૃત કરે (એટલે કે પોતાના તાબામાં રાખી એનાં સારસંભાળ વગેરે કરે) તોય એમાં મૂરહિતપણું સંભવિત હોવાથી એનો એ રીતે ઉપભોગ બતાવ્યો. સુવર્ણાદિમાં એ રીતે મુર્દારહિતપણું અશક્યપ્રાયઃ હોવાથી એનો સ્વનિશ્રાકૃત તરીકે નિષેધ કર્યો. શાસ્ત્રોમાં જેની જે રીતે વ્યવસ્થા દેખાડી હોય એ રીતે કરવામાં દોષ હોતો નથી ને વિપરીત રીતે કરવામાં દોષ હોય એ સમજી રાખવું જોઈએ. વસ્ત્રાદિથી કોઈ પૂજા કરી જાય તો એ વસ્ત્રાદિને પોતે પોતાની પાસે રાખી પ્રતિલેખનાદિ કરવાં જોઈએ. ગૃહસ્થોને સોંપી દે તો વિરાધના થાય. સુવર્ણાદિથી કોઈ પૂજા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધાર્મિક વહીવટ વિચાર કરી જાય તો એને ગૃહસ્થોને (સંઘને) જ સોંપી દેવા જોઈએ, એને સ્વનિશ્રાકૃત ન કરાય, તો જ વિરાધનાથી બચી શકાય. સંઘે કરેલી વ્યવસ્થા મુજબ સાધુની વૈયાવચ્ચ વગેરેમાં તે સુવર્ણાદિને સંઘ વાપરે તો કાંઈ સાધુને સુવર્ણાદિ પર મૂર્છા થવાનો ભય નથી કે જેથી એમાં એની પરિગ્રહવિરતિ દૂષિત થતી હોવાથી સાધુ એના અનધિકારી બની જવાનો પ્રશ્ન ઊભો થાય. વળી પૂંછણાધિરૂપે સાધુ સન્મુખ રાખેલ સુવર્ણાદિને સાધુવૈયાવચ્ચમાં વાપરવાનું શાસ્ત્રમાન્ય છે એવું તો સામો પક્ષ પણ સ્વીકારે છે. તો શું એ સુવર્ણાદિના તે પ્રકારના પરિભોગમાં પરિગ્રહવિરતિને વાંધો નથી આવતો? એમાં જો નથી આવતો તો આમાં શા માટે આવે ? અર્ધજરતીય ન્યાય શા માટે ? પરમપવિત્ર જિનાજ્ઞાથી વિરુદ્ધ આ લેખમાં જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ T IN Eવત શ્રી મનસંધી... Page #240 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં - ૩ પૂજ્યપાદ આ.ભ. પ્રેમસૂરિ મ.સા.નો. પૂજંબૂસૂરિજી મ. ઉપરનો પત્ર નં.૧ ભૂલેશ્વર લાલબાગ મુંબઈ કારતક વદી.૧૩ પરમારાથ્યપાદ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્યદેવેશ તરફથી વિનયાદિ ગુણયુત આચાર્યશ્રી વિજય જંબુસૂરિજી યોગ-અનુવંદના સુખશાતા સાથે લખવાનું કે દેવગુર પસાથે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો હતો. સમાચાર જાણ્યા. ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વજીવોને ખમાવતાં તમોને પણ ખમાવ્યા છે. પત્રમાં તમો જે લખો છો કે આપ કૃપાળુએ એમ લખેલું કે મધ્યસ્થ સંઘના ઠરાવમાં હું સમજતો નથી. તો પછી આ બધો પ્રયાસ શા માટે એ સમજાતું નથી. તેને અંગે જણાવવાનું કે મુંબઈના લગભગ બધા ઉપાશ્રયમાં દેવદ્રવ્યની ઊપજમાંથી સાધારણ ખાતામાં લઈ જવાય છે. કોઈક જગ્યાએ થોડુંક તો કોઈક જગ્યાએ વધારે એવી પ્રથા ચાલુ છે. દેવદ્રવ્યના ભક્ષણ કરવાની કુપ્રથાને નાબૂદ કરવાની તેઓની ફરજ હતી. છતાં તેને નાબૂદ નહીં કરતાં ઠરાવ એકદમ મીટિંગમાં પસાર કરેલ તેથી હું સંમત નહોતો. સાથેસાથે તમને જણાવવાની મને આવશ્યકતા લાગે છે કે મધ્યસ્થ સંઘે જે ઠરાવ કર્યો છે તે મારી દૃષ્ટિએ શાસ્ત્રવિરુદ્ધ લાગતો નથી. અલબત્ત શાસ્ત્રોમાં વ્યક્તિની પૂજાને અંગે પાઠો ઘણા મળી આવે છે અને તેમાં જાણવા મળે છે કે શ્રાવક શક્તિમાન હોય તો પોતાના દ્રવ્યથી પ્રભુપૂજા કરે તે વાત બરાબર છે અને હું પણ માનનારો છું કે શક્તિસંપન્ન શ્રાવકે પોતાના દ્રવ્યથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી જોઈએ. એમાં મારો કોઈ પણ જાતનો વિરોધ નથી. પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવોલ્લાસ વધુ જાગ્રત થાય છે. તે બનવા જોગ છે અને સમ્યગદર્શનની નિર્મલતા પણ વિશેષ બની શકે છે. જેમાં વ્યક્તિને ઉદેશીને પ્રભુપૂજાના Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધાર્મિક વહીવટ વિચાર પાઠો મળી આવે છે તેમ સંબોધ પ્રકરણની ગાથાઓમાં સમુદાયને ઉદ્દેશીને પણ પાઠ મળી આવે છે. તે ગાથાઓમાં દેવદ્રવ્યની વ્યવસ્થા કરી છે. બીજી પણ અનેક જગ્યાએ દેવદ્રવ્ય હોય તો પૂજા-મહાપૂજા-સત્કારસમારચન વગેરે અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થવાથી જ્ઞાનાદિગુણો વિકાસને પામે છે. એવા પાઠ મળે છે. ત્યારે દેવદ્રવ્યમાંથી મહાપૂજા, સત્કાર, સમારચન વગેરે થાય ને સંઘની વ્યવસ્થાના આધારે પ્રભુ પૂજા પણ કેમ ન થાય ? જેમ મહાપૂજા આદિ કાર્યો દેવદ્રવ્યમાંથી થઈ શકે છે તો પ્રભુની કેસર-સુખડની પૂજા પણ તેમાંથી થાય તેવી મારી માન્યતા છે. ખંભાતમાં પૂ. આપણા ગરુજી, પૂ. કમલસૂરિજી મ. મણિવિજયજી. સાગરજી મ. વગેરે અનેક આચાર્યો ભેગા થઈને નિર્ણય કર્યો હતો અને તેમાં લગભગ સો-દોઢસો મુનિઓની સહીઓ લીધી હતી. તે વાત તમારા ખ્યાલમાં હશે. સંબોધ પ્રકરણની ગાથાઓથી ખંભાતના નિર્ણયની અને દેવદ્રવ્ય પૂજા-મહાપૂજા વગેરે શાસ્ત્રોના પાઠો મળવાથી મને લાગે છે કે શ્રી સંઘ વ્યવસ્થા કરે તો પ્રભુપૂજા દેવદ્રવ્યમાંથી કરાય તો શાસ્ત્ર વિરુદ્ધ નથી. હવે મારે જણાવવાનું કે છબીપણાને લઈને હું કદાચ મારી માન્યતામાં ભૂલતો પણ હોઉં અને જો ભૂલતો હોઉં તો દુર્ગતિનો ભાગીદાર બની જાઉં તે દશાને હું પ્રાપ્ત ન થાઉં તેટલા માટે મારે તમને પુછાવવું પડ્યું છે. મારે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી કે વાત બહાર ફેલાવવી નથી. તમારા લખવા મુજબ સેવકનું અલ્પજ્ઞાન હોઈ ક્યાંય નાહક બંધાઈ જવાની ઉપાધિ વહોરવી ઠીક ન લાગવાથી અને આપ પૂજ્યશ્રીને લખવામાં કાંઈ વસ્તુઓછું ન થઈ જાય વગેરે તેને અંગે લખવાનું કે પ્રસ્તુત વાત પૂછવામાં મારે તમને કાંઈ બાંધી લેવા નથી. ફક્ત ઉપર રહેલા પ્રયોજન માટે હું તમને પુછાવી રહ્યો છું. તમો તમારી બુદ્ધિ મુજબ મારા પુછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર વાળશો તો ઉપકારના બદલાને વાળવાનો સુપ્રસંગ સાધી શકાશે. હું તથા મારા શિષ્ય પરંપરા-શાસ્ત્ર વિરુદ્ધ માર્ગનું નિરૂપણ કરી દુર્ગતિના ભાજન ન બનીએ તેટલા જ માટે પુછાવવાની જરૂરિયાત પડે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૨૩૫ પુછાવેલ હકીકતનો ખુલાસો તમને ઠીક લાગે તો આપવો. તેમાં મારો તમારા પર કોઈપણ પ્રકારનો બલાત્કાર કે આગ્રહ નથી. સેવક પદ્મની કોટિશઃ વંદના સ્વીકારવા કૃપા કરશોજી. પૂજયપાદ આ.ભ. પ્રેમસૂરિજી મ.સા. નો પૂ. આ. જંબુસૂરિ ઉપરનો પત્ર નં.૨ | મુંબઈ - લાલબાગ મા.સુ. o ૫.૫, આચાર્યદેવ તરફથી અમદાવાદ મળે વિનયાદિ ગુણોપત આ. શ્રી. વિજય જંબુસૂરિજી આદિ યોગ અનુવંદના - સુખશાતા - આજરોજ પત્ર મળ્યો. વાંચી હકીકત જાણી. તમે લખો છો કે દેવદ્રવ્યમાંથી પૂજા થાય તે શાસ્ત્રસંમત છે છતાં તેનો ઉપયોગ કારણિક એટલે કે અપવાદિક સંયોગોમાં કરવો જોઈએ, ઇત્યાદિ જે તમો લખો છો તે સંબંધમાં લખવાનું કે ઉપદેશ પદથી માંડીને થાવત્ દ્રવ્યસપ્તતિકા સુધીના જે જે પાઠો મારા જોવામાં આવ્યા છે તેમાં કોઈ ઠેકાણે કારણિક કે અપવાદિક સંયોગોમાં ઉપયોગ થાય એવું મારા જોવામાં આવ્યું નથી. તમારા જોવામાં કોઈ ગ્રંથમાં હોય તો લખશો. દ. હેમંતવિજયની વંદના. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.નો પૂ.પં. હિમાંશવિજયજી મ.સા. ઉપરનો પત્ર | આસો. સુ. ૫ (સં. ૨૦૧૮) પરમારાથ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તરફથી વિનયાદિ ગુણોપેત પંન્યાસજી શ્રી હિમાંશુવિજયજી આદિ ઠાણા જોગ અનુવંદના * સાણંદ અત્રે દેવ-ગુરુ પસાથે કુશળતા છે તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણીય ૨૦૨૦ની સાલ માટે હજુ કાંઈ અત્રે ખાસ વિચારણા કરાઈ નથી, પરંતુ સાવરકુંડલાથી પત્ર હતો તેમાં પહેલાં કારતકમાં જ્ઞાનપંચમી ચૌમાસી વગેરે અને બીજા કારતક (માગસરક્ષણ) માસમાં મૌન એકાદશી થાય તો વાંધા જેવું નથી એમ એમનો અભિપ્રાય લખતા હતા. દલીલમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર માગસરક્ષીણ હોવાથી પૂર્વના કારતક પ્રથમને શુદ્ધ અને દ્વિતીયને અશુદ્ધ ધર્મસિન્ધ' આદિ ગ્રંથના આધારે માન્યો છે. મુનિશ્રી વિનયચંદ્ર વિ. ની તબીયત માટે લખ્યું તે જાણ્યું, તો દવાની દૃષ્ટિએ સોનગઢ જીથરી ઠીક રહેશે. તમારી અનુકુળતાએ વિહાર કરી ત્યાં જવું ઠીક છે. વરઘોડાના ખર્ચ માટે લખ્યું તો દેવદ્રવ્યમાંથી રથનો નકરો અને બેન્ડનો ખરચો આપી શકાય. અને તે મુજબ દર સાલ માટે તેમને જેવી સગવડ હોય તે અનુસાર કરે એમાં વાંધા જેવું લાગતું નથી. અત્રે સૌ મુનિરાજો સુખશાતામાં છે. રત્નત્રયી આરાધનામાં ઉજમાળ રહેશો. હ. યશોભદ્રવિજયજીની વંદના પૂ. પંન્યાસજી ભદ્રંકરવિ.મ.નો પN |પૂજયપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં. ૧ | સુરત કા. સુ. ૧૫ પરમારાથ્યપાદ પરમોપકારી પ્રાતઃસ્મરણીય પરમ ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં કોટિશઃ વંદનાવલિ પૂર્વક નિવેદન કે આપશ્રીનો સુ. ૧૨ નો આજે કૃપાપત્ર મળ્યો. વાંચી આનંદ થયો. કેશવલાલની સાથે મુરબાડવાળા મણીભાઈના ભાઈ અને બીજાઓ હતા. તેમણે મુંબઈના ઠરાવ સંબંધી સ્પષ્ટીકરણ માંગ્યું. તેના ઉત્તરમાં ઠરાવનો આ અર્થ અને આશય છે એમ જણાવ્યું હતું. સમયનો વિચાર કરીને શાસ્ત્રીય બાધ ન આવે તેવી રીતે દેવદ્રવ્યના સંરક્ષણ માટે સલામતીના પગલાં લેવાની બુદ્ધિમાંથી આ ઠરાવ થયો છે. તેમણે કહ્યું કે મુરબાડમાં કેળવણી સહાયક ફંડમાં એક હજાર રૂપિયા છે. તે ખાતાના પ્રમુખ જૈન છે તેની પાસે સુધરાઈના અધિકારીઓએ પડી રહેલી તે રકમને કતલખાનું બંધાવવા માટે આપવાની માંગણી કરી અને એમ કહ્યું કે તમારા પૈસા પડી રહ્યા છે માટે આપી અને પછી આપી દઈશું. આ રીતે આજના હોદ્દા ઉપર રહેલા માણસો કતલખાના કે કેળવણી વચ્ચેનો પણ ભેદ સમજી શકતા નથી, માત્ર એક જ સમજે છે કે મનુષ્યના Page #244 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ઉપયોગમાં દરેક વસ્તુ આવવી જોઈએ. પછી તે દેવમંદિરનું હોય કે સાધુ માટેનું પણ હોય. આ જાતિનું માનસ આજે રાજકીય પરિસ્થિતિનું છે. તેવા સમયે આપણી મિલકતોના સંરક્ષણ માટે બધા મળીને કોઈ એક રસ્તો કાઢવો રસ્તો કાઢી શકે તેવા અને ખરાબ આશય વિનાના જે કોઈ થોડા હોય, તેમને માર્ગદર્શન આપવું કે ઉતારી પાડવા કોશિષ કરવી એ ન સમજી શકાય તેવું છે. છતાં સમાજ ઉપર હજુ વધુ આપત્તિઓ આવવાની હશે. તેથી આવા એક તદન સીધા અને સરળ પ્રશ્ને પણ આ રીતે ગૂંચમાં પડી જવાનું થાય છે. આપશ્રીનો અભિપ્રાય બરોબર છે. મુંબઈના દરેક ખાતાંઓની ચોખવટ શાસ્ત્રદૃષ્ટિએ થવી જોઈએ. તો પછી આ શાસ્ત્રીય માર્ગ કાઢ્યાનું સાર્થક્ય થાય. કોઈપણ પક્ષ ખેંચપકડમાં પડે તે ઇચ્છવા યોગ્ય નથી. આરિત દ્રવ્યને દેવના સાધારણમાં લઈ જવાથી મુખ્ય આપત્તિ તે આપવામાં આવે છે કે તેથી પોતાના દ્રવ્યથી પૂજા કરવાના ભાવ રહેશે નહિ અને પોતાના દ્રવ્યથી પૂજા ન કરનારને પૂજાનો યથાર્થ લાભ મળી શકશે નહિ. અને વાત પણ બરોબર છે. દ્રવ્યસ્તવે રોગીને ઔષધ ન્યાયે પરિગ્રહારંભ રૂપી રોગવાળા ગૃહસ્થને નિરોગી બનવા માટે કહ્યો છે. પરંતુ તેથી દ્રવ્યવાન દ્રવ્ય વડે ભક્તિ કરે એટલો અર્થ થાય કે પોતાના દ્રવ્ય વડે ભક્તિ કરે એવો પણ અર્થ થાય ? પોતાના દ્રવ્ય વડે ભક્તિ કરે તેમ બીજાના દ્રવ્ય વડે પણ ભક્તિ કરે તો દ્રવ્યસ્તવ કહેવાય કે નહિ ? આપે એક વખત કહ્યું હતું કે, પ્રભુપૂજા એ સમકિતની કરણી છે. જેમ દ્રવ્યરોગનિવારણ કરવાનો હેતુ દ્રવ્યસ્તવમાં રહેલો છે તેમ સમ્યક્ત્વ નિર્મળ કરવાનો આશય પણ રહેલો છે અને પ્રભુપૂજનમાં મુખ્ય તે હેતુ છે. દ્રવ્ય પ્રત્યેની મૂર્ચ્છ ઉતારવાનો હેતુ પણ રહેલો છે. પરંતુ તે ગૌણ છે. એક સમકિતનો વિષય છે; બીજો ચારિત્રનો વિષય છે. સમકિતની નિર્મલતા નિશ્ચયથી પરમાત્મ તુલ્ય આત્મસ્વરૂપનો નિર્ધાર કરવામાં રહેલી છે અને તે હેતુ સિદ્ધ કરવા માટે મુખ્યપણે પ્રભુપૂજા વિહિત છે. જો એમ હોય તો જેઓ સ્વદ્રવ્ય વડે પૂજા ન કરી શકે એમ હોય અગર કૃપણતાદિ કારણે પણ કરવાના ભાવવાળા ન થતા હોય તેઓ પરદ્રવ્ય વડે દ્રવ્યસ્તવ ૨૩૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધાર્મિક વહીવટ વિચાર કરે, તો પ્રતિમા દર્શન અને પ્રતિમા-પૂજન આદિ શુદ્ધ આલંબનો વડે સમકિતનો લાભ પામનારા થાય ખરા કે નહિ ? જો થાય તો પછી તેવા વિશિષ્ટ આલંબનમાં કે જે રીતે લોક વધુ જોડાય તે રીતે શાસ્ત્રથી અબાધિત, દેશકાળનું રૂપ કોઈ માર્ગ નીકળતો હોય તો તે કાઢવામાં હરકત શું ? આ જાતિનો આપનો અભિપ્રાય મને જચ્યો હતો. સેવક ભદ્રંકરની કોટિશઃ વંદના. પૂ. પંન્યાસજી ભદ્રંકરવિ. મ.નો | પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં. ૨ સુરત કા, વે. ૯ પરમારાણપાદ પ્રાતઃ સ્મરણીય પરમકૃપાળુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પુનિત ચરણારવિંદમાં સેવક ભદ્રંકરની કોટિશઃ વંદનાવલિ. આપશ્રી તરફથી મોકલાવેલ દેવદ્રવ્ય સંબંધી પાઠો તથા શ્રાદ્ધવિધિ પૃ. ૪૦ થી ૧૧૦ તથા દ્રવ્યસપ્તતિકા પૃ. ૧ થી ૨૫ સુધી જોયા છે. દર્શનશુદ્ધિ - શ્રાદ્ધદિનકૃત્ય - ઉપદેશપદ - ધર્મસંગ્રહ - શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસપ્તતિકા એ છ ગ્રંથોમાં “સતિ હિ દેવદ્રવ્ય’ એ પાઠ મળી આવે છે. તેથી દેવદ્રવ્ય વડે ચેત્યાદિ સમારચનની જેમ જિનબિંબ પૂજા સત્કાર સન્માનાદિ થઈ શકે એ બાબતમાં બધા એકમત છે. તથા સેનપ્રશ્નમાં જ્ઞાનદ્રવ્ય દેવપ્રસાદની જેમ દેવપૂજામાં પણ વાપરી શકાય એવો સ્પષ્ટ ઉલ્લેખ છે તથા ધોતિયા વગેરે દેહરે મૂક્યા હોય તો તે પણ અથવા તેના વિક્રયથી ઉત્પન્ન થયેલ પુષ્પાદિ વાપરવામાં દોષ બતાવ્યો નથી. વસુદેવ હિન્ડીનો પાઠ દ્રવ્ય સપ્તતિકા પૃ. ૨૮-૨૯ ઉપર આપ્યો છે. તેમાં ચૈત્યદ્રવ્યનો વિનાશ કરનાર જિનબિંબની પૂજા દર્શનથી આનંદિત થનારા ભવસિધ્ધિક જીવોના સમ્યગ્દર્શનથી માંડી નિર્વાણ પર્વતના લાભનો નાશ કરનારો છે એમ કહ્યું છે. તેથી પણ દેવદ્રવ્ય વડે જિનબિંબ પૂજા વિહિત હોવી જોઈએ એમ જણાઈ આવે છે. હવે દ્રવ્યસપ્તતિકા પૃ. ૧૪ તથા શ્રાદ્ધવિધિ પૃ. ૮૦-૨ માં (વદે पूजापि स्वदव्येणैव यथाशक्तिकार्या. न तु स्वगृहढौकितनैवेद्यादि विक्रयोत्थद्रव्येण Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ૩ ૨૩૯ રેવસપુખવિના વા, પ્રતિલોપાત) એ રીતે સ્વદ્રવ્ય વડે પૂજા ન કરનારને અનાદર અવજ્ઞાદિ દોષ કહ્યો છે તે ગૃહત્યના દ્રવ્યથી ગૃહત્ય કે સંઘચૈત્યની પૂજા કરનાર માટે હોય તેમ જણાય છે. શ્રાદ્ધવિધિ પૃ. ૭૯ ની ૧ લીટી ઉપર “મતો ટેવવી તૈT 1 वाच्यन्ते ।...... देवश्रीखण्डेन तिलकं न क्रियते स्वललाटादौ । देवजलेन Bર પ્રક્ષાલ્યૌ " વગેરે પૂજા નિમિત્ત સિવાય હોય એમ લાગે છે. પૂજા નિમિત્તે હાથ ધોવા કે તિલક કરવામાં દોષ સંભવતો નથી. કારણ કે અત્યારે તે પ્રમાણે થાય છે અને તેમાં ભક્તિ વિશેષ અનુભવાય છે. દોષ રૂ૫ ભાસ થતો નથી. પત્રમાં જણાવાયેલી આ વાત ઊંટડીના પ્રસંગમાં આવેલી છે. (શ્રાદ્ધવિધિ પૃ. ૧૭૩) ત્યાં દેવદ્રવ્યનો સ્વકાર્યમાં ઉપભોગ કરનાર આત્મા ઊંટડી થયાનું જણાવીને દેરાસરમાં પ્રવેશતી વખતના કેસર અને જળ જો દેરાસરમાં પ્રવેશવા આદિ માટે જ વપરાય તો વાંધો નથી. ” પરંતુ જો સ્વકાર્ય માટે તે વપરાય તો વાંધો છે એમ કહેવાનું અહીં તાત્પર્ય છે. વિશેષમાં દ્રવ્યસપ્તતિકા પૃ. ૧૫ ઉપર “યથાસંભવદ્વદ્વિસંવંધ गृहाद् क्षेत्रवाटिका पाषाणे.....श्रीखंण्डकेसरभोगपुष्यादि....स्वपरकायें किमपि થાપાઈ રેવદ્રવ્યવત્ તદુપોના દુત્વાન્ " એ પ્રમાણે લખેલું છે તેથી સ્વપર ગૃહકાર્ય માટે નિષેધ સમજાય છે. દેવકાર્ય માટે નિષેધ નહિ પણ વિધાન હોય તો જ તેમ લખી શકાય. ખંભાતના નિર્ણયમાં ‘જિનપ્રતિમાની નિયમિત પૂજા થવા માટે, પૂજાનાં ઉપકરણો સમારવા માટે તેમ જ નવાં કરવા માટે વગેરે સ્પષ્ટ લખેલું છે. તથા દેવદ્રવ્યનું સંરક્ષણ અને વૃદ્ધિ દેવાધિદેવ પરમાત્માની ભક્તિ નિમિત્તે જ કરવામાં આવે છે એમ જણાવ્યું છે. હવે પૂજા માટે સાત પ્રકારની શુદ્ધિમાં “ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા” વગેરે આવે છે, તેમાં ન્યાયપાર્જિત વિત્ત વડે અષ્ટપ્રકારી આદિ પૂજા કરવી એમ જણાવેલું છે. ૯ મા ષોડશકમાં લો. ૪ તથા લો. ૯ માં એ વાત જણાવી છે. યોગશાસ્ત્ર પ્રકાશ ૩. શ્લો. ૧૧૯ ની ટીકામાં પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ફૂલ, નૈવેદ્ય, ધૃત વગેરે વડે જિનપૂજા કરનાર ગૃહસ્થોને પરમપદની પ્રાપ્તિ બતાવી છે. “પંચકોડીના ફૂલડે' વગેરે ઉક્તિઓ પણ સ્વલ્પ એવા સ્વદ્રવ્ય વડે થયેલી પૂજાની મહત્તા બતાવે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધાર્મિક વહીવટ વિચાર છે. એ બધા પાઠ વ્યક્તિગત ઉપદેશને ઉદ્દેશીને આપેલા જણાય છે. કારણકે તેમાં જિનપૂજાની જેમ જિનમંદિર, જ્ઞાન આદિની ભક્તિમાં સ્વદ્રવ્યનો વ્યય કરનાર ગૃહસ્થને શ્રાવક ધર્મનો આરાધક બની, ચારિત્ર ધર્મ વગેરેનો અધિકારી થાય છે. એમ જણાવ્યું છે. અષ્ટકજીમાં પણ ત્રીજા અષ્ટકમાં “શુદ્ધાગમેર્યથાલાભ” વગેરે શબ્દો વડે ન્યાયાર્જિત વિત્તથી થયેલી પુષ્પ પૂજાનું મહત્ત્વ વર્ણવ્યું છે. યોગશાસ્ત્ર પ્ર. ૩ લો. ૧૨૦ માં લખ્યું છે કે, "यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । कथं वराकश्चारित्रं दुश्वरं स समाचरेत् ॥" જે અનિત્ય એવું દ્રવ્ય પણ ક્ષેત્રને વિષે ન વાપરી શકે, તે રાંકડો દુશ્વર ચારિત્રને કેમ આચરી શકે ? એમ કહીને સ્વદ્રવ્ય વડે ક્ષેત્રભક્તિ કરવાનો ભાર મૂક્યો છે કારણ કે તે ચારિત્ર મોહનીય ખપાવવાનું પરમ GET . W.YUgniaanan.com શ્રાદ્ધવિધિ પૃ. ૪૯-૧ ‘પુખ વન્દ્રનામ: પૃ. ૧-૨ ‘ધૂમથી सुविवहेण । ' पृ. ५८-१ पूअं पि पुप्फामिरू जहासत्तीए कुज्जा । એ વગેરે પાઠો સ્વદ્રવ્ય વડે પૂજાનું સમર્થન કરે છે. એ ઉપરથી એમ લાગે છે કે, જિનપૂજારૂપી દ્રવ્યસ્તવનાં બે પ્રયોજનો છે. એક તો પરિગ્રહારંભરૂપી રોગનું ઔષધ અને બીજું સમ્યગ્દશનની નિર્મળતા. એ પ્રયોજનોને લક્ષ્યમાં રાખીને જિનપૂજાનો ઉપદેશ અપાયેલો છે. ‘સતિ વળે' એ પાઠો વડે થતો પૂજા માટે જિનદ્રવ્યનો વ્યય એ સમકિત શુદ્ધિનું અંગ છે જ. તેમાં પણ સ્વદ્રવ્ય વ્યય વડે થતી જિનપૂજા એ સમકિત અને ચારિત્ર ઉભયની શુદ્ધિનું અંગ છે. બંને પ્રકારે થતી જિનપૂજા એકાંત ફાયદાકારક છે. તેમાં દેવદ્રવ્ય ભક્ષણનો કોઈ દોષ દેખાતો નથી. વર્તમાનમાં સ્વ અથવા સાધારણદ્રવ્ય વડે અષ્ટપ્રકારી વગેરે. પૂજા કરવાનો પ્રચાર છે તે પણ શાસ્ત્રોક્ત જ છે અને તે ચાલુ રહેવો જોઈએ અને તેના બધા લાભો પ્રદર્શિત કરવા જોઈએ. મહાપૂજાદિ પણ શ્રાવકો સ્વદ્રવ્ય વડે કરે તો વિશેષ લાભ છે. પણ કરનાર ન નીકળે તો પર્વ દિવસો આદિમાં દેવના દ્રવ્ય વડે તે થાય તો શાસ્ત્ર વિહિત છે અને તેથી પણ અનેક જીવોને બોધિલાભ નો સંભવ છે. જ્યાં પૂજાના સાધારણમાં તોટો છે અને નવું ઉત્પન્ન થઈ શકે તેમ નથી ત્યાં દેવદ્રવ્ય વડે તે તોટો પુરાય તો તેમાં પણ બાધ જણાતો નથી. તેથી તેમ કરવું Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૨૪૧ એ વર્તમાન રાજકીય પરિસ્થિતિ વગેરેની દૃષ્ટિએ સમયોચિત જણાય છે. હવે માત્ર પ્રશ્ન એ રહે છે કે સંબોધ પ્રકરણમાં પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ ત્રણ ભેદ પાડ્યા છે. તેમાં કલ્પિત કે આચરિત દ્રવ્યમાં કયા દ્રવ્યની ગણના કરવી એનો ઉલ્લેખ નથી. બોલી કે ઉછામણીનું દ્રવ્ય કલ્પિત કે આચરિત ગણાય એવો પાઠ બીજા કોઈ ગ્રન્થોમાં આવે છે કે કેમ ? તે આપશ્રીના ખ્યાલમાં હોય તો જણાવવા કૃપા કરશોજી. ઉપરના વિચારો મારી અલ્પમતિ પ્રમાણે જણાવ્યા છે. તેમાં ઘણી ભૂલો હોવાનો સંભવ છે. આપશ્રીની આજ્ઞા થવાથી જેટલા પાઠો જોયા તેનો પૂર્વપર વિચાર કરતાં જે સ્ફુર્યું તે લખ્યું છે. તેમાં જે સુધારો કરવા લાયક હોય તે આપ જણાવશો. પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી મ.સા.નો પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં.૩ પરમારાપાદ પરમ કૃપાળુ પરમ ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં કોટિશઃ વંદનાવલિ સહ નિવેદન કે વ. ૧૨ નો કૃપાપત્ર મળ્યો. આલોયણની ચિક્રિયો મલી. આ સાથે બાકીની મોકલી છે. ‘ચેય વંળ મહાભાષ્ય' ની ગાથા ૨૦૩ જોઈ છે. ઉપરની ૪ ગાથાઓ સાથે તેને સંબંધ છે. તેમાં વસ્ત્ર, અલંકાર, વિલેપન, સુગંધિ ધૂપ, પુષ્પ, પંચામૃત વગેરે વસ્તુઓ અંગપૂજાની ગણાવેલ છે. તે બધાનું સામર્થ્ય ન હોય તો તેનો ભાવ રાખવા જણાવ્યું છે. ગા. ૨૦૬માં લખ્યું છે કે ન ‘‘ સાવયનાસ્સ નિયમા નિયં સામળીસમાવે' સામગ્રીના સદ્ભાવમાં શ્રાવકજનને આ બે પૂજા ઉચિત છે; સાધુ જનને નહિ. આમાં કોઈ જગ્યાએ ‘સ્વદ્રવ્યથી’ એવો શબ્દ નથી, પણ સ્વશક્તિ અને સામર્થ્ય શબ્દ છે. એ સામર્થ્ય દ્રવ્યનું પણ લેવાય અને બીજી અનુકૂલતાનું પણ લેવાય. બધી સામગ્રી ન હોય તો થોડી સામગ્રી વડે સ્વશક્તિ મુજબ કરે એવો અર્થ કરવામાં આવે તો સંગતિ થઈ શકે, તેની ટીકા છે નહિ. તેથી આ જાતના પાઠ બીજે જ્યાં હોય ત્યાં જોવું જોઈએ. સેવક-ભદ્રંકરના વંદન Page #249 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સાહેબે મધ્યસ્થ બોર્ડ”ને લખેલો પત્ર પરમારાથપાદ, પ્રાતઃસ્મરણીય, સિદ્ધાન્ત-મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી, શ્રી. એ. મૂર્તિપૂજક મધ્યસ્થ સંઘ સભાના સભાસદો જોગ ધર્મલાભ સાથે જણાવવાનું કે તમારો પત્ર મળ્યો હતો. હાલમાં કેટલેક સ્થળે દેવદ્રવ્યમાંથી ઉધારી સાધારણના ખર્ચમાં લેવામાં આવેલ રકમો, ટ્રસ્ટ એક્ટ વગેરેની વિરુદ્ધમાં તમે દર્શાવેલી લાગણી નોંધપાત્ર છે. પ્રભુશાસનમાં મહાપવિત્ર માનેલા દેવદ્રવ્યની રક્ષા અને શાસ્ત્રાનુસારી ઉપયોગ માટે પ્રગટતી સાવધાની એ ખરેખર જૈનશાસન પ્રત્યેના સુંદર પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે. તમારામાંના ‘લગભગ બધાય ક્યાંકને ક્યાંક દેરાસર, ઉપાશ્રય આદિના પુણ્ય-વહીવટની જેવાબદારી ધરાવે છે કે જે જવાબદારીનું ઊંચું પાલન શાસનની સુરક્ષા, પ્રભાવના તથા ભવ્યજીવોને ધર્મ-સગવડ વગેરેમાં સારો ફાળો આપવા ઉપરાંત ઠેઠ તીર્થંકર નામકર્મના વિશિષ્ટ લાભ પામવા સુધી લઈ જાય છે. તમે, મહાસર્ભાગ્ય પ્રાપ્ત થયેલી આ જવાબદારીને અનેક જીવોને ધર્મમાં ઉન્નત કરવા સાથે સ્વ-આત્માને ઉન્નત કરવામાં સફળ કરો એવી સંઘ આશા રાખે એ સ્વાભાવિક છે. પ્રસ્તુતમાં તમે કરેલા ઠરાવ અંગે તમારી દેવદ્રવ્યની રક્ષાની ધગશ અનુસારે પહેલા તો નીચે દર્શાવેલાં મુદે ખાસ ધ્યાન ખેંચે છે. (૧) શાસ્ત્રાધારે પ્રભુ-ભક્તિ નિમિત્તે બોલાતું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જઈ શકે છે, એને બદલે પોતપોતાની બુદ્ધિ અનુસાર આખું ને આખું, કે આઠ આની - દશ આની વગેરે પ્રમાણમાં સીધું સાધારણ ખાતામાં જે જમે કરવામાં આવે છે, તે તદન અશાસ્ત્રીય છે, પાપવાહી છે તથા સંઘના અપકર્ષને કરનારું છે. (૨) વળી એવા દેવદ્રવ્યમાંથી જે ઉપાશ્રય આદિના કાર્યમાં હજારોના હિસાબે ખર્ચાય છે તે, તથા (૩) પર્યુષણાદિમાં પ્રભાવનામાં ખર્ચાય છે, તે તથા Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૨૪૫ (૪) ભાતાખાતામાં ખર્ચાય છે તે, તથા (૫) આયંબિલ ખાતામાં રકમ આપ્યાનું જાણવામાં આવ્યું છે, તેજો સાચું હોય તો અતિ અનિચ્છનીય અને ટ્રસ્ટીપણાની જવાબદારીનું વિધાતક છે. (૬) દેવદ્રવ્યમાંથી બિનજરૂરી પગારો આપી જે બિનજરૂરી સ્ટાફ રખાય છે, એ અનુચિત છે. અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા સ્ટાફના માણસોનો ઉપયોગ મૂર્તિ, મંદિર કે તેની દ્રવ્ય-વ્યવસ્થા સિવાયની બાબતોમાં કરવો, એ દેવદ્રવ્યનો દુરુપયોગ કહેવાય. તેમજ ગેરવ્યાજબી વધારે પડતો સ્ટાફ રાખવો તે પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડવાનું કાર્ય બને છે. (૭) કેટલાંક સ્થળોમાં, દેવદ્રવ્યની ધરખમ આવક ચાલુ હોવા છતાં એમાંથી બહાર જીર્ણોદ્ધાર વગેરેમાં નથી અપાતું તથા પોતાની દેખરેખ નીચેના મંદિરના અને પ્રભુના પણ જરૂરી ઉપયોગમાં નથી લેવાતું અને એથી માત્ર સિલક (મૂડી) જ વધાર્યો જવાય છે, તે અત્યંત અનિચ્છનીય છે. | (૮) કર્માદાન વગેરે ગેરવ્યાજબી રીતિથી દેવદ્રવ્યની વૃદ્ધિને પણ શાસ્ત્ર હેય ગણી છે, તો એવી વૃદ્ધિ, તેમ જ ઉપરોક્ત અનુચિત બાબતો એ બંનેય ઘોર પાપને લાવનારાં તથા સમસ્ત સંઘને નુકસાન કરનારાં છે. દેરાસર, ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ખાસ ધ્યાનમાં લાવવા જેવું છે કે દેવદ્રવ્ય એ દેવની માલિકીનું (દેવ ભક્તિ આદિ માટેનું) અતિ પવિત્ર દ્રવ્ય કહેવાય. તેથી તેનો ઉપયોગ દેવ કે દેવના મંદિરના કાર્ય સિવાય અન્યત્ર થવો ન જોઈએ. નહિતર, બીજાં ક્ષેત્રોમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી ભયંકર પાપનો બંધ થાય છે અને દેવદ્રવ્યની વ્યવસ્થા કરનાર પ્રત્યેક ટ્રસ્ટી તેનો હિમાયતી તો ન જ હોય. દેવદ્રવ્ય, શ્રાદ્ધવિધિ આદિ ગ્રન્થોના આધારે પૂજા, મહાપૂજા, મહોત્સવ, જીર્ણોદ્ધાર વગેરે અનેક કાર્યોમાં વપરાય છે. ઉપર કહ્યા મુજબ દેવદ્રવ્યના કરાયેલા અને કરાતા અયોગ્ય સંગ્રહ, અયોગ્ય હવાલા તથા દુરપયોગને જાણવાથી મારા હૃદયમાં પારાવાર દુઃખ થયેલ છે. માટે, મારી તમને લાગણીભરી ભલામણ છે કે-મુંબઈમાં બનતી Page #251 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટ વિચાર “શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝના ટ્રસ્ટીઓની તા.૨૪-૮૧૯૬૫ની મીટીંગમાં થયેલો ઠરાવ નીચે મુજબ છે. “ઉપરના બે પત્રોમાં જણાવ્યા પ્રમાણે તેમની લાગણી અને વિનંતી ધ્યાનમાં લઈને નીચે પ્રમાણે ઠરાવવામાં આવે છે. (૧) તેમના તરફથી રૂ. ૫૦,૦૦૦ રોકડા તેમના પત્રમાં લખવા મુજબ આપવામાં આવે ત્યારથી કાયમ માટે સ્વપ્નાની બોલીની રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું ઠરાવવામાં આવે છે. (૨) તેમની ઇચ્છા મુજબ તેઓ કેશર, સુખડ વિગેરે ખાતાંઓની ઉપજ તીથી આદિ ગોઠવણો તેમનાં પત્રમાં જણાવ્યા મુજબ કરી સદર ખાતાંઓ માટે રૂ. ૧,૨૫,૦૦૦ અંકે રૂપિયા સવા લાખ પૂરા જમા થતાં સદર ખાતાઓનો કોઈ પણ ખર્ચ કલ્પીત દેવદ્રવ્યમાંથી ન કરવાનો ઠરાવવામાં ન ૨૪૮ w.yugpradhan.com (૩) સાધારણ ખાતામાં તોટો રહે તો (૧) શેઠશ્રી જેઠાલાલ ચુનીલાલ... (૨) શેઠશ્રી કેશવલાલ મોતીલાલ (૩) શેઠશ્રી શાંતિલાલ સોમચંદ (ભાણાભાઈ) ને જણાવવું અને તેમ છતાં જો તોટો રહે તો કલ્પિત દેવદ્રવ્યમાંથી વાપરવું. જેમ અગાઉ વાપરતા હતા તે રીતે જ વાપરવું. સહી. જે. આર. મોતીશા તા. ૮-૧-૧૯૬૬ સંવત ૧૯૭૬માં ખંભાતમાં શ્રમણસંમેલને દેવદ્રવ્ય સંબંધી કરેલ નિર્ણયો ખંભાત મુકામે પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્વિજય કમલસૂરીશ્વરજી મહારાજ, શ્રીમાન સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી ગણી અને પંન્યાસજી મહારાજ શ્રીમાન્ મણિવિજયજી ગણિ વગેરે મહાત્માઓએ એકત્રિત થઈને હરિભદ્રસૂરિકૃત ઉપદેશપદ, આવશ્યકવૃત્તિ, ષોડશક અને સંબોધ પ્રકરણ, શ્રીમદ્ જિનેશ્વરસૂરિષ્કૃત અષ્ટકવૃતિ, બૃહત્કલ્પ-વ્યવહાર અને નીશીથ ભાગ્યાદિ શાસ્ત્રોના આધારે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણ ભક્ષણનું ફલ તેમજ તેમની આવક ફેરફાર Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ન થાય એમ જણાવનાર એ નિર્ણય લખ્યો પૃ. ૨૦ (આ નિર્ણય જૈન પત્રમાં તા. ૨૧-૩-૨૦ ના દિવસે પ્રસિદ્ધ કર્યો.) નિર્ણયના મુદ્દા (૧) શાસ્ત્ર (સાક્ષાત-અનન્તર અને પરંપરરૂપ) વિના કોઈ પણ જીવની સિદ્ધિ જ નથી. (૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની તેની પૂજાની તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા (૩) શાસ્ત્રોક્ત રીતિએ દેવદ્રવ્યના વ્યાજ વગેરે દ્વારા વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય છે. અરે સંસારથી પાર ઉતરવાનો તે એક માર્ગ છે. I (૪) જૈનોથી પણ ન થાય તેવા પાપ કાર્યોમાં દેવદ્રવ્યનો વ્યય થતો નથી, VICTOR (૫) પાંચ સાત મુખ્ય સ્થાનકો સિવાયના સ્થળોએ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ઉભયની એક સરખી જરૂરત છે. (૬) દેવદ્રવ્યની જે જે આવકો મકાનના ભાડાઓ દ્વારાએ, વ્યાજ દ્વારાએ, પૂજા આરતી મંગળદીવો વગેરે વિગેરેના ચઢાવા દ્વારા થતી હોય તે તે રસ્તાઓ બંધ કરવાનું ફળ શાસ્ત્રકારો સંસાર પરિભ્રમણ કહે (૭) માલોદ્દઘાટન, પરિધાપનિકા મોચન અને ચૂંછનકરણ વિગેરેમાં ચઢાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડો વર્ષ પહેલાથી ચાલી આવતી શાસ્ત્રમાં કહેલી છે, દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વિગેરે કાર્યો વિવેકીઓએ કરવા જોઈએ. એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી જ તે દ્રવ્યને જિનાજ્ઞાપાલકોથી તો અન્યખાતામાં લઈ જવાય જ નહીં. (૮) બોલીઓ કુસંપ નિવારવા માટે કલ્પેલી નથી, પણ શાસ્ત્રોક્ત વિચાર સમીક્ષા લેખક મુનિશ્રી રામવિજયજી (પૂ. આ. શ્રી. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.) પ્રકાશક : અમદાવાદ જૈન વિદ્યાશાળા સં. ૧૯૭૬. Page #253 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૪૪ના શ્રમણ સંમેલનમાં ૨૧ ભવભીરૂ ગીતાર્થ સુવિહિત આચાર્ય ભગવંતોએ મળીને કરેલા શાસ્ત્રાધારિત ઠરાવોને આધારે લખાયેલ ‘‘ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક અંગે ભારતભરના જૈન સંઘોને જાહેર નિવેદન પ્રસ્તુત પુસ્તક અંગેના વિરોધી પ્રચારથી કોઈએ પણ ભરમાવું નહીં. આ અંગે જિજ્ઞાસાથી કોઈએ કાંઈ પણ પૂછવું હોય તો અમને રૂબરૂ મળી સમાધાન મેળવી લેવું. રૂબરૂ મળીને શાસ્ત્રાધારે ખુલાસા મેળવવા તે જ યોગ્ય પદ્ધતિ છે. તેથી શાસનની અપભ્રાજના તથા સંઘના દ્રવ્યનો દુર્વ્યય ન થાય. આ માટે છાપામાં સામસામા પડવાની અમારી ઇચ્છા નથી. લિ. આ. વિજય જયઘોષસૂરિ. અમદાવાદ Page #254 -------------------------------------------------------------------------- ________________ તમારાં વહાલાં બાળકોને છેવટે ત્રણ વર્ષ માટે તો ‘તપોવન’માં મૂકો જ દર જૂન માસથી શરૂ થતું સત્ર ચારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાની-દસથી ચૌદ વર્ષની વયથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. ‘ગંદું’ કહેવાય તે બધું તેમના જીવનમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારરસી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમનાં સંતાનો ગણાય. જો તેમનું જ જીવનગુલાબ ખીલ્યું કરમાઈ જાય તો એ માબાપોએ ક્યાં જવું ?ક્યાં રોવું ? શું આપધાત કરી નાખવો? પોતાના ઘરમાં કે ગમે તેવા બૉર્ડિંગ વગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે, પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં માબાપો જ ટી.વી વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જો ફસાયાં હોય અને બૉર્ડિંગોના સંચાલકોને જ બાળ-સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો સંસ્કાર ત્યાં શી રીતે મળશે ? તપોવનમાં ધાર્મિક અને વ્યાવહારિક - બન્ને પ્રકારનું શિક્ષણ છે. એ શિક્ષણ પણ ઊંચી ગુણવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય જ મુખ્યપણે નજરમાં રખાય છે. મોક્ષલક્ષ અને સદાચારપક્ષ એ તપોવનનું મુખ્ય તત્ત્વ છે. પ્રત્યેક બાળકને શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યન્ત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો અને દેવગુરુનો ભક્ત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને... અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને એ જ આ તપોવનનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિકતા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તેના તમામ કાર્યકર-ગણનું મંતવ્ય છે. જો આ બધી વિચારણામાં અને એના આધારે ગોઠવાયેલા તપોવનના Page #255 -------------------------------------------------------------------------- ________________ માળખામાં માબાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓના ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ પાંચથી બાર) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવીના ભવ્ય ઘડતરના આ કામમાં એને ક્યાંક અગવડતા પડે; એની ઘરેલુ સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ માબાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં અપાવવાનો નિર્ણય કરવો જ જોઈએ. યાદ રાખો : લાડમાં કે લાગણીમાં માબાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ ત્રાહિમામ્ પોકારી જશે. ના....હવે શા માટે ક્રિય્યાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કૉન્વેન્ટ-સ્કૂલમાં આપણાં બાળકો જાય? V હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય. Page #256 -------------------------------------------------------------------------- ________________ દાનવીરો ! બીજા તપોવનમાં આપનું મોટું ઓદાર્ય દાખવો. રૂ. એક લાખ (દર વર્ષે ૩૩ હજાર રૂ.) નું | દાન આપીને તપોવનના પ્રવેશદ્વારની સામે ઊભા થનારા વિરાટ-મારબલ ઉપર જીવનદાતા | તરીકે આપનું નામ સુવર્ણાક્ષરે લખાવો. આપનું દાન કલમ ૮૦ G મુજબ કરમુક્ત રહેશે. જીવન જાગૃતિ ટ્રસ્ટ” એ નામથી આપનો ચેક કે ડ્રાફ્ટ નીચેના સરનામે મોકલો : જી. પ્ર. સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Page #257 -------------------------------------------------------------------------- ________________ સાબરમતી પાસે ઊભું થયેલ બીજું તપોવન ) (૧) ધો.૫, ૬ અને ૭ નો જૂન ૯૪થી આરંભ. (૨) દરેક ધો.માં પચાસ બાળકો. (૩) પ્રવેશ ફી : વાર્ષિક દસ હજાર રૂપિયા (બાળકની વિશિષ્ટ તેજસ્વિતા હશે તો આ રકમ ઘટાડી શકાશે.) ફી બે હપ્ત આપવાની રહેશે. (૪) છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૫% માર્કસ. | (૫) Entrance Exam. (૪૫ મિનિટની) માં /WWW ઉત્તીર્ણ થાય તેને જ પ્રવેશ. C O T (૬) ગુજરાતી માધ્યમની આ શાળા છતાં બાળકોના અંગ્રેજીના વિષયમાં ખૂબ વિશેષ લક્ષ. (૭) દસ. રૂ. ભરીને પ્રવેશ ફોર્મ તથા નીતિ-નિયમાવલી નીચેના સરનામેથી આજે જ મેળવો. ફોર્મ ભરીને પરત કરો. પછી જ્યારે Entrance Exam. આપવા માટે તમને બોલાવવામાં આવે ત્યારે તરત હાજર થવું. સરનામું : જી. પ્ર. સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ www.yugpradhan.com મૂહઠ રૂ. 20/