________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ મહાત્માઓને કામળી વહોરાવવાના ચડાવાની રકમ દેવદ્રવ્ય ખાતે જાય. પણ ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રન્થમાં જણાવેલ ગૌરવાઈ સ્થાનમાં વૈયાવચ્ચનો સમાવેશ થતાં અથવા ગુરુદ્રવ્યનો ઉપભોગ કરનારને અપાતા પ્રાયશ્ચિત્ત અંગેના પાઠને જોતાં ગુરુપૂજનની તમામ રકમ સાધુ વૈયાવચ્ચ ખાતે લઈ જવાનું શાસ્ત્રાધારિત રીતે જણાય છે.
સાધુ વૈયાવચ્ચ ખાતે આવેલી રકમ ઉપર જણાવેલાં સાધુ-વૈયાવચ્ચનાં કાર્યોમાં વાપરી શકાય.
ગુરુપૂજનથી પ્રાપ્ત થતી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી સાધુના પેટમાં જનારા પદાર્થોની વૈયાવચ્ચ ન થાય તેમ કેટલાક મહાત્માઓ જણાવે છે.
કેટલાક કાળધર્મની ઉછામણીની રકમ (ખાવા સિવાયના) ગુરુવૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવે છે. ક્યારેક આ રકમ જીવદયા ખાતે પણ વપરાઈ છે. આ વિષયમાં વિશિષ્ટ ગીતાર્થ જે કહે તે પ્રમાણભૂત સમજવું.
મુનિના કાળધર્મ વખતે બોલાતી અગ્નિ સંસ્કારાદિની ઉછામણીની રકમ એક મતે ગુરુમંદિરમાં તથા જિનભક્તિમાં લઈ જવાય છે.
આજે ગુરુમંદિરો બન્યા પછી તેની પ્રાયઃ કોઈ દેખભાળ થતી નથી. એટલે જો ગુરુમંદિર બનાવવું જ હોય તો એવું બનાવવું કે જેમાં તે કાળધર્મ પામેલા મહાત્માની મૂર્તિ હોય પણ તેની સાથે વિશાળ હોલ હોય જેમાં સાધુ ઊતરી શકે, રહી શકે. પ્રવચનાદિ આપી શકે.
કેટલાંક સંસારી માતાપિતાઓ પોતાના શિક્ષિત થયેલા દીકરા કે દીકરીની વૈયાવચમાં ભવિષ્યમાં તકલીફ ન પડે : માંગવું ન પડે તે માટે વૈયાવચ્ચનું ટ્રસ્ટ કરે છે. તેનું વ્યાજ વૈયાવચ્ચમાં વાપરવાની સગવડ કરે છે. આ બિલકુલ ઈચ્છનીય ન ગણાય. આથી તે દીક્ષિતોને તેમના વાલીના ટ્રસ્ટ ઉપર મોહ થશે, માલિકી હક્ક ભોગવવા જેવું થશે. તેથી સંકલેશ પેદા થશે. જૈનસંઘ સદા માટે સહુની સેવા કરતો આવ્યો છે. આવા વ્યક્તિગત હિતોનો વિચાર વાલીઓએ કરવી જોઈએ નહિ.
ગુરુચરણે મુકાએલું નાણું પોતાના માણસને અપાવી દેવાની પ્રવૃત્તિ મુનિઓ માટે ઇચ્છનીય નથી. આ નાણાંનો વહીવટદાર શ્રી સંઘ છે માટે