________________
ધાર્મિક વહીવટ વિચાર સાધુઓ ગુરુદ્રવ્યને વૈયાવચ્ચ ખાતે લેવાનું કહે છે જ્યારે કેટલાક સાધુ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું કહે છે.
લૂંછનપૂર્વકનું જે ગુરુદ્રવ્ય છે તે સાધુ-વૈયાવચ્ચમાં જાય એ વાત ઉપરના બન્ને પ્રકારના સમુદાયોને એકમતે માન્ય છે. લૂંછનથી પ્રાપ્ત થયેલું ગુરુદ્રવ્ય પૌષધશાળાના નિર્માણમાં પણ વાપરી શકાય.
સાધુ-સાધ્વી (૪) (૫) અહીં સાધુ-સાધ્વી તરીકે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સાધુ-સાધ્વીજીને સમજવાં. તેમની વૈયાવચ્ચ કરવામાં આ ખાતે આવતી રકમ વાપરી શકાય.
સામાન્યતઃ સાધુ-સાધ્વીઓની આ બધા જ પ્રકારની વૈયાવચ્ચ શ્રાવકોએ જાતે અને પોતાના દ્રવ્યથી કરવી, છતાં જરૂર પડે સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં તેમના આરોગ્યની કાળજી કરવા અંગેની બધી બાબતો-ઔષધ, ડોક્ટર, કે તપાસ ફી, અનુપાન વગેરે, વૃદ્ધાવસ્થા અંગે ડોળી, ડોળીવાળાને વેતન, રહેવા અંગેની વ્યવસ્થા વગેરે.
- તેમને આવશ્યક એવી ચીજવસ્તુઓ પાતરા, ઓઘો, કાપડ, કામળી વગેરે....
આ બધાં કાર્યોમાં આ ખાતાની આવક વાપરી શકાય.
ના કેટલાક સાધુઓ માત્ર મોજશોખ માટેની ચીજોની જે અપેક્ષા રાખતા હોય છે તે આ ખાતાની રકમમાંથી લાવી શકાય નહિ.
આ ખાતાની રકમ કોઈ પણ પ્રકારના ગૃહસ્યોની માંદગી વગેરે કોઈ પણ બાબતમાં વાપરી શકાય નહિ. અનાથાશ્રમ આદિમાં આ રકમનું દાન શ્રી સંઘ કરી શકે નહિ.
આ રકમનો કબજો માત્ર શ્રી સંઘની વહીવટી કમિટી પાસે રહે. સાધુઓ તેને પોતાના કબજે કરી શકે નહિ. તેથી તેમના પાંચમા મહાવ્રતને મોટો ધક્કો લાગે. વળી તેથી બીજા ઘણાં દૂષણો પેદા થાય.
વૈયાવચ્ચ ખાતે મળતી ભેટની રકમ, દીક્ષાર્થી ભાઈ-બેનનાં કપડાં વગેરે ઉપકરણોની ઉછામણીની રકમ, ગુરુચરણે મુકાતી રકમ, મહાત્માઓને કામની વહોરાવવાના ચડાવાની રકમ વગેરે આ ખાતે જમા થાય.
જો કે આ બધા ગુરુદ્રવ્યને પરંપરા આધારિત રીતે દેવદ્રવ્યમાં જમા કરવાનું કેટલાકો કહે છે. તેમના મતે ગુરુચરણે મુકાયેલી રકમ તથા